Tag: power supply

  • power supply: ગુજરાતનો વીજ પુરવઠો 2020 – 2024 વચ્ચે 28% વધ્યો, ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં આટલા GW સુધી પહોંચશે

    power supply: ગુજરાતનો વીજ પુરવઠો 2020 – 2024 વચ્ચે 28% વધ્યો, ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં આટલા GW સુધી પહોંચશે

    News Continuous Bureau | Mumbai
    power supply: ભારતની સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 2031-32માં 900 ગીગાવોટ થવાની સંભાવના. રાજ્ય કક્ષાના ઊર્જા મંત્રી 4 ફેબ્રુઆરી 2025. ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ 2020માં 1,13,939 મિલિયન યુનિટથી 28% વધીને નાણાકીય વર્ષ 2024માં 1,45,740 મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો 1,13,697 મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે. સરકાર 2031-32માં તમામ સ્ત્રોતોમાંથી ભારતની કુલ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતાને 900 GW સુધી લઈ જવાની પણ યોજના ધરાવે છે. કેન્દ્રીય ઊર્જા રાજ્ય મંત્રી શ્રી શ્રીપદ નાઈકે ફેબ્રુઆરી 3, 2025ના રોજ રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી ઉપલબ્ધ બનાવી હતી.
    મંત્રીશ્રીના નિવેદન મુજબ સરકારે છેલ્લા 10 વર્ષમાં દેશને વીજળીની ખાધમાંથી પર્યાપ્ત વીજળી ધરાવતાં દેશમાં પરિવર્તિત કર્યો છે. દેશની વર્તમાન સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા 4,62,065 મેગાવોટ છે. મંત્રીશ્રીના જણાવ્યા અનુસાર એપ્રિલ 2014થી 2,30,050 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને ભારત સરકારે વીજળીની ઉણપના નિર્ણાયક મુદ્દાને ઉકેલ્યો છે.

    power supply Gujarat's power supply increased by 28% between 2020 - 2024
    power supply Gujarat’s power supply increased by 28% between 2020 – 2024

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

     

    આ સમાચાર પણ વાંચો:  Gujarat Agriculrure: ગુજરાતના કૃષિ વાવેતર ક્ષેત્રમાં શ્રેષ્ઠ વૃદ્ધિ, રવિ પાકના વાવેતરમાં આટલા લાખ હેક્ટર સુધીનો વધારો થયો
    power supply: મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે 2031-32માં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા 900 ગીગાવોટ થવાની સંભાવના છે જેમાં પરંપરાગત સ્ત્રોતો- કોલસો, લિગ્નાઈટ વગેરે, બિનપરંપરાગત સ્ત્રોતો- સૌર, પવન, હાઇડ્રો, પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ (પીએસપી) અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ)નો સમાવેશ થાય છે. તેમણે એમ પણ જણાવ્યું કે, ઊર્જા મંત્રાલયે રાજ્યો સાથે પરામર્શ કરીને 2031-32 સુધીમાં ઓછામાં ઓછી 80,000 મેગાવોટની થર્મલ પાવર ક્ષમતા ઉમેરવાની યોજનાની કલ્પના કરી છે. આ લક્ષ્યાંક સામે 28,020 મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા પહેલેથી જ નિર્માણાધીન છે અને નાણાકીય વર્ષ 2024-25માં 19,200 મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે, એમ જણાવી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વધુમાં 36,320 મેગાવોટ કોલસો અને લિગ્નાઈટ આધારિત ઉત્પાદન ક્ષમતા તૈયાર કરવાનું આયોજન છે, જે દેશમાં આયોજનના વિવિધ તબક્કામાં છે.
    તેમણે એમ પણ કહ્યું કે 13,997.5 મેગાવોટના હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ અને 8,000 મેગાવોટના પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ (પીએસપી) નિર્માણાધીન છે. 24,225.5 મેગાવોટના હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને 50,760 મેગાવોટ પીએસપી યોજનાના પ્રોજેક્ટ વિવિધ તબક્કા હેઠળ છે અને 2031-32 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું. મંત્રીશ્રીએ એવી પણ માહિતી આપી હતી કે 7,300 મેગાવોટ પરમાણુ વીજ ક્ષમતા નિર્માણાધીન છે અને 2029-30 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. 7,000 મેગાવોટ યોજના આયોજન અને મંજૂરીના વિવિધ તબક્કાઓ હેઠળ છે.

    આ સમાચાર પણ વાંચો:  Buldhana ATM Theft : ગજબ કે’વાય! ATM મશીન તોડવા ચોરોએ વાપર્યું એવું ભેજું, તો પણ ગયા નિષ્ફળ; જુઓ વીડિયો
    power supply: મંત્રીશ્રીના નિવેદન મુજબ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટ્રીએ (MNRE) નાણાકીય વર્ષ 2023-24થી 2027-28 સુધી રિન્યુએબલ એનર્જી અમલીકરણ એજન્સીઓ થકી 50 ગીગાવોટ/વાર્ષિક રિન્યૂએબલ એનર્જીનો વીજ પુરવઠો પ્રાપ્ત કરવા માટેની બિડ મંગાવવાની પ્રક્રિયા ચાલુ છે અને ઓટોમેટિક રૂટ હેઠળ 100% સીધા વિદેશી મૂડીરોકાણની મંજૂરી પણ આપવામાં આવી છે. ટ્રાન્સમિશન પ્લાનિંગ વિશે વાત કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નેશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાન મુજબ 2022-23 થી 2031-32 સુધીના દસ વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 1,91,474 સીકેએમ ટ્રાન્સમિશન લાઇન અને 1274 જીવીએ ટ્રાન્સફોર્મેશન ક્ષમતા (220 કેવી અને તેનાથી ઉપરના વોલ્ટેજ સ્તરે) ઉમેરવાનું આયોજન છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Jyotigram Yojana Gujarat: ગુજરાતમાં આ યોજનાથી ગામડાં ઝગમગી ઉઠ્યા, અત્યાર સુધી ગામોમાં 17 લાખ નવા વીજળીના થાંભલા નાખવામાં આવ્યા..

    Jyotigram Yojana Gujarat: ગુજરાતમાં આ યોજનાથી ગામડાં ઝગમગી ઉઠ્યા, અત્યાર સુધી ગામોમાં 17 લાખ નવા વીજળીના થાંભલા નાખવામાં આવ્યા..

     News Continuous Bureau | Mumbai

    Jyotigram Yojana Gujarat:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ગુજરાતના વિકાસની જે વણથંભી યાત્રા શરૂ થઈ તેને તા. 7 ઓક્ટોબર 2024ના 23 વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીની ગ્લોબલ ગુજરાતની સંકલ્પ સિદ્ધિની આ બહુવિધ વિકાસ યાત્રા અને જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી ઉજાગર કરવા તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં જે રીતે તેમણે દૂરંદેશી વિઝન સાથે સમસ્યાઓને દૂર કરવા માટે એક આયોજનપૂર્વક વ્યૂહરચના અપનાવી એ તેમને એક સક્ષમ લીડર તરીકે પ્રસ્થાપિત કરે છે. મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમણે જે સૌથી મહત્વનું કાર્ય પૂર્ણ કર્યું, તે ગામડા સુધી 24 કલાક વીજળી પહોંચાડવાનું હતું. તેના માટે તેમણે જ્યોતિ ગ્રામ યોજનાની જાહેરાત કરી હતી. ખુબ જ મુશ્કેલ જણાતા આ કાર્યને દૂરંદેશી વિઝન અને આયોજનપૂર્વકની કામગીરીથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું અને આજે ગુજરાતના ગામડાઓ ( Gujarat Villages ) 24 કલાક વીજળીથી ઝગમગી રહ્યા છે.  

    Jyotigram Yojana Gujarat:   “સાંજે જમવા ટાઇમે વીજળી મળે એટલું તો કરો”

    જ્યોતિ ગ્રામ યોજનાની ( Jyotigram Yojana ) સફળતા અંગે એક કાર્યક્રમમાં જણાવતા શ્રી મોદીએ કહ્યું હતું કે, “મને જ્યારે ગુજરાતની જવાબદારી ઓક્ટોબર 2001માં મળી, ત્યારે ઘણા લોકો મને મળવા આવતા અને કહેતા કે કમ સે કમ સાંજે જમવા ટાઇમે અમને વીજળી મળે એટલું તો કરો. આવી તેમની માંગણી હતી. પછી અમે જ્યોતિ ગ્રામ યોજનાનું અભિયાન ચલાવ્યું અને લોકોની ભાગીદારીથી ચલાવ્યું. 1 હજાર દિવસ સુધી આ અભિયાન ચલાવ્યું અને મેં નક્કી કર્યું કે દરેક ગામડાને ચોવીસ કલાક વીજળી મળવી જોઇએ. તેના માટે જે ટેક્નિકલ સમાધાન લાવવા પડશે, તે શોધીશું. તમારા માટે એ આશ્વર્યજનક હશે કે એ જ સરકાર, એ જ કર્મચારીઓ, એજ ફાઇલો અને એજ પ્રક્રિયાઓ અને એ જ આદતો. એ તમામ લોકોમાં અમે પ્રેરણા જગાવી. આપણું રાજ્ય આવું નહીં, આ પ્રકારનું હોવું જોઇએ તેવો વિશ્વાસ પેદા કર્યો. એક હજાર દિવસમાં અમે કામ પૂર્ણ કર્યું અને આજે ગુજરાતના ગામડાઓમાં થ્રી ફેઝ વીજપુરવઠો ( Power Supply ) 24 કલાક માટે ઉપલબ્ધ છે.”

    Jyotigram Yojana Gujarat:   18 હજારથી વધુ ગામોમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવા ₹1,290 કરોડનું રોકાણ

    જ્યોતિ ગ્રામ યોજના લાગુ થઇ તે પહેલા ગુજરાતના ( Gujarat ) ગ્રામીણ વિસ્તારોમાં ઘરો, વ્યાપારી અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ  ખેડૂતોને  માત્ર 8 થી 14 કલાક સુધી વીજ પુરવઠો મળતો હતો. તેના લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસમાં અવરોધ પેદા થતો હતો અને નાગરિકોના મનમાં અસંતોષ હતો. સપ્ટેમ્બર 2003થી જ્યોતિ ગ્રામ યોજનાના અમલીકરણ પછી, બિન-ખેતી ગ્રાહકોને અલગ ફીડર્સ દ્વારા 24 કલાકના વીજ પુરવઠા સાથે જોડવામાં આવ્યા હતા. આ યોજનાએ ગ્રામીણ ગુજરાતમાં વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ આપ્યો છે. અત્યાર સુધીમાં 2,495 જ્યોતિ ગ્રામ ફીડર્સ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ યોજનામાં 17 લાખ નવા વીજળીના થાંભલા,  78,454 કિલોમીટર નવી લાઈનો અને 18,724 નવા ટ્રાન્સફોર્મર કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કૃષિ માટેના વપરાશને અસર કર્યા વિના અન્ય ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠા પૂરો પાડવા માટેની સુવિધા આપે છે. 18,065 ગામોમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવા અને કૃષિ માટે ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ₹ 1290 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો:  Gujarat Vikas Saptah: ગુજરાતમાં વિકાસ સપ્તાહની ઉજવણી, અંબાજી અને નડાબેટ સહિત આ આઇકોનિક સ્થળોને શણગારાયા ભવ્ય રોશનીથી. જુઓ ફોટોસ.

    Jyotigram Yojana Gujarat:   ખેડૂતમિત્રો માટે વીજ પુરવઠો

    ખેતરોમાં રહેતા ખેડૂતોને એગ્રીકલ્ચર ડોમીનન્ટ ફીડર્સ દ્વારા ઓછામાં ઓછા 8 કલાક માટે સતત ત્રણ ફેઝનો વીજ પુરવઠો મળે છે. ત્યારબાદ, વિતરણ કંપનીઑ દ્વારા બનાવવામાં આવેલા ખાસ ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મર્સ દ્વારા, બાકીના સમયગાળામાં સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 4,615 SDT સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને બિન-કૃષિ હેતુઓ માટે પણ 24 કલાક વીજ પુરવઠો મળે છે.

    Jyotigram Yojana Gujarat:   યોજનાના લાભ

    • – ગ્રામીણથી શહેરી વિસ્તારોમાં સ્થળાંતરમાં ઘટાડો.
    • – સ્થાનિક રોજગારીના વૃદ્ધિ માટે નવા અવસરો.
    • – કુટીર/ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ.
    • – વધુ સારી આરોગ્ય સેવાઓ અને પાયાની સુવિધાઓની ઉપલબ્ધતા.
    • – સવારે અને સાંજના સમયે ગામડાઓને જરૂરિયાત અનુસાર વીજ પુરવઠો.
    • – વિદ્યાર્થીઓને શિક્ષણ માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન.
    • – ટીવી અને અન્ય ઉપકરણો દ્વારા મનોરંજન ઉપલબ્ધ.
    • – સ્થાનિક ડેરી અને દૂધ પરીક્ષણ પ્રક્રિયાઓમાં સહાય.
    • – જાળવણી ખર્ચની બચત, ખેડૂતોના મોટર પંપની નિષ્ફળતામાં ઘટાડો.
    • – ગામડાઓમાં કામના કલાકોમાં વધારો.
    Jyotigram Yojana Gujarat:  રાષ્ટ્રીય સ્તરે જ્યોતિ ગ્રામ યોજનાથી પ્રેરણા

    ગુજરાતમાં આ યોજનાના સફળ અમલીકરણને પ્રેરણા તરીકે લેતા, ભારત સરકાર દ્વારા “DDUGJY” (દીન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના) નામની સમાન પહેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક પગલાનો હેતુ ગુજરાતમાં પ્રાપ્ત થયેલા લાભો અને સકારાત્મક પરિણામોને સમગ્ર દેશમાં વિસ્તારવાનો છે, જે રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ વિદ્યુતીકરણ અને ટકાઉ ઉર્જા વિકાસના મહત્વને દર્શાવે છે.

    આ સમાચાર પણ વાંચો:  PM Modi Laos : PM મોદીએ લાઓસની મુલાકાત પહેલાં આપ્યું પ્રસ્થાન નિવેદન, આ સંમેલનમાં લેશે ભાગ ભાગ.

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

      

  • DGVCL:  ‘ભારત ઇલેક્ટ્રીસિટી- પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’માં ગુજરાતની આ વીજ કંપનીને મળ્યો ‘સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર’ એવોર્ડ.

    DGVCL: ‘ભારત ઇલેક્ટ્રીસિટી- પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’માં ગુજરાતની આ વીજ કંપનીને મળ્યો ‘સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર’ એવોર્ડ.

    News Continuous Bureau | Mumbai

    DGVCL: નવી દિલ્હીના યશોભૂમિ, દ્વારકા ખાતે યોજાયેલા ‘ભારત ઇલેક્ટ્રીસિટી- પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સ’માં ( Bharat Electricity- Powering India Awards ) દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. DGVCLને વીજસેવાઓમાં ગ્રાહકલક્ષી નવતર અભિગમ તેમજ વ્યવસાય અને તેના સબંધિત પાસાઓમાં શ્રેષ્ઠતા માટે “સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપની ઓફ ધ યર” ( State Distribution Company of the Year ) ના બહુમૂલ્ય પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી.

    DGVCL was honored with the 'State Distribution Company of the Year' award at the 'Bharat Electricity - Powering India Awards'
    DGVCL was honored with the ‘State Distribution Company of the Year’ award at the ‘Bharat Electricity – Powering India Awards’

     

                   પાવરજેન ઈન્ડિયા, ઈંડીયન યુટિલિટી વીક અને ભારત ઇલેક્ટ્રિસિટી દ્વારા આયોજિત પાવરિંગ ઈન્ડિયા એવોર્ડ્સમાં DGVCL ના મુખ્ય ઇજનેર એમ. જી. સુરતી અને નાયબ ઇજનેર જે. એમ. ચાવડાએ એવોર્ડ સ્વીકાર્યો હતો.

                   DGVCLના મેનેજિંગ ડિરેક્ટરશ્રી યોગેશ ચૌધરી (IAS)ના માર્ગદર્શન હેઠળ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો ( Power Supply ) મળી રહે તેમજ કંપનીના કાર્યક્ષેત્રમાં આવતા વાપી, સુરત, અંકલેશ્વર, દહેજ, ભરુચ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં સતત વધતી જતી વીજ માંગને પૂરી પાડવા માટે કંપનીના તમામ અધિકારી-કર્મચારીઓ હંમેશા કાર્યશીલ રહે છે. તેના માટે નેટવર્કનું સુદ્રઢીકરણ અને નવીનીકરણ તેમજ અંડરગ્રાઉન્ડ કેબલિંગ અને ઇલેક્ટ્રીક માળખાનો સતત વિસ્તાર જેવા વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપદાઓમાં પણ કંપનીના કર્મચારીઓ સતત કાર્યરત રહી વિકટ અને પડકારજનક પરિસ્થિતીઓમાં પણ વીજ પુરવઠો કાર્યરત કરવાનું કાર્ય કરે છે.

    DGVCL was honored with the 'State Distribution Company of the Year' award at the 'Bharat Electricity - Powering India Awards'
    DGVCL was honored with the ‘State Distribution Company of the Year’ award at the ‘Bharat Electricity – Powering India Awards’

    આ સમાચાર પણ વાંચો: Ganesh Mahotsav: લાલબાગચા રાજાના પ્રથમ દર્શન, બાપ્પાની મૂર્તિનું ભવ્ય અનાવરણ થયું; કરોડોનો મુગટ બન્યો આકર્ષણનું કેન્દ્ર; જુઓ તસવીરો..

               આ સિદ્ધિ બદલ કંપનીના તમામ અધિકારી-કર્મચારીઓને શ્રી ચૌધરીએ અભિનંદન પાઠવી વીજગ્રાહકોનો પણ આભાર માન્યો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Mumbai News :  Water Cut મુંબઈમાં અનેક ઠેકાણે પાણી કપાત. પમ્પિંગ સ્ટેશનમાં વીજળી ખોરવાતા મોટી સમસ્યા.

    Mumbai News : Water Cut મુંબઈમાં અનેક ઠેકાણે પાણી કપાત. પમ્પિંગ સ્ટેશનમાં વીજળી ખોરવાતા મોટી સમસ્યા.

    News Continuous Bureau | Mumbai

    Mumbai News : Water Cut મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ યુદ્ધ સ્તરે પ્રયાસો કરીને માત્ર એક કલાકમાં વૈકલ્પિક વીજ પુરવઠો ( power supply ) શરૂ કરી દીધો હતો તેમજ પાણી શુદ્ધિકરણ સિસ્ટમને તબક્કાવાર પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. 

    દરમિયાન સમગ્ર પશ્ચિમી ઉપનગરો તેમજ જી દક્ષિણ, જી ઉત્તર, એ ડિવિઝન વગેરેમાં આગામી 24 કલાક માટે પાણી પુરવઠામાં (  water supply ) 10 ટકાનો ઘટાડો. આ ઉપરાંત સમગ્ર પૂર્વ ઉપનગરો, સિટી ડિવિઝન એફ નોર્થ, એફ સાઉથ, ઇ અને બી ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાક માટે 20 ટકા પાણી કાપ ( Water cut ) જાહેર કરવામાં આવ્યો છે.

    Mumbai News : Water Cut પડઘા ખાતેના 100 KV પાવર સબસ્ટેશનમાંથી પંજરાપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વીજ પુરવઠો આજે (6 મે 2024) સવારે 10 વાગ્યે અચાનક જ ખોરવાઈ ગયો હતો.

    સમગ્ર પાણી શુદ્ધિકરણ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી. આ સિસ્ટમ બંધ થવાના કારણે પીસામાંથી પમ્પ કરવામાં આવતું પાણી પણ બંધ કરવું પડ્યું હતું. જો કે, મહાનગરપાલિકાના ( BMC ) અધિકારીઓ અને કર્મચારીઓએ યુદ્ધ સ્તરે આગળ વધીને પાવર ટ્રાન્સમિશન કંપનીના સંકલનમાં સવારે 11 વાગ્યાની આસપાસ બીજી બાજુ વૈકલ્પિક વીજ પુરવઠો શરૂ કરવામાં વ્યવસ્થાપિત કરી હતી. પરિણામે, મુંબઈ મહાનગરને પાણી પુરવઠો ધીમે ધીમે સંપૂર્ણ વિક્ષેપ વિના પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે. આ વીજ આઉટેજના સમયગાળા દરમિયાન અને શટડાઉન સિસ્ટમ પુનઃસ્થાપિત થાય ત્યાં સુધી, સંતુલિત જળાશયો તેમજ સેવા જળાશયોમાં જરૂરી પાણી પુરવઠો ન હતો અને તેમાં પાણીનું સ્તર ઘટ્યું હતું. તેમજ મુખ્ય પાણીની ચેનલો પણ ખાલી હતી.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં હત્યા! લોકલ ટ્રેનમાં ચાકુ અને બેલ્ટ વડે હુમલામાં 55 વર્ષીય આધેડનું મોત, વિડીયો થયો વાયરલ

    Mumbai News : Water Cut પાંજરાપુર ખાતેના જળ શુદ્ધિકરણ કેન્દ્રમાં તમામ પંપો તબક્કાવાર ચાલુ કર્યા પછી, સંતુલિત જળાશયો અને સેવા જળાશયોમાં પાણીનું સ્તર પુનઃસ્થાપિત કરવાની પ્રક્રિયા, યોગ્ય દબાણ (ચાર્જિંગ) સાથે પાણીની ચેનલો ભરવામાં થોડો સમય લાગશે.

    આ તમામ ટેકનિકલ કારણોને લીધે પાંજરાપુરથી મુંબઈ-1 અને મુંબઈ-2 મુખ્ય ચેનલો દ્વારા પાણી પુરવઠાને અમુક અંશે અસર થશે. તેથી, સમગ્ર પશ્ચિમ ઉપનગરો તેમજ જી દક્ષિણ, જી ઉત્તર, એ ડિવિઝન વગેરેમાં આગામી 24 કલાક માટે પાણી પુરવઠામાં 10 ટકાનો ઘટાડો થશે. ઉપરાંત, સમગ્ર પૂર્વ ઉપનગરોમાં આગામી 24 કલાક માટે તેમજ મુંબઈ-2 મુખ્ય પાણીની ચેનલ દ્વારા શહેર વિભાગના F ઉત્તર, F દક્ષિણ, E અને B વિભાગોના કેટલાક વિસ્તારોમાં 20 ટકા પાણી કાપ રહેશે.

    પાવર ટ્રાન્સમિશન કંપની એ તપાસ કરી રહી છે કે પડઘા 100 KV પાવર સબસ્ટેશનથી પંજરાપુર 3A 100 KV પાવર સબસ્ટેશન સુધીના સમગ્ર માર્ગમાં ક્યાં વીજ નિષ્ફળતા આવી છે.

    પાંજરાપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સિસ્ટમ વૈકલ્પિક વીજ પુરવઠાના આધારે તબક્કાવાર રીતે સંપૂર્ણ રીતે કાર્યરત થવા માટે થોડો સમય જરૂરી છે. તે પછી પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેથી મુંબઈના નાગરિકોએ સહકાર આપવો જોઈએ અને પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

    આ સમાચાર પણ વાંચો :  Railway News : પશ્ચિમ રેલવેના કર્મચારીએ ગુમ થયેલા વૃદ્ધને શોધી કાઢ્યો, મુસાફરને તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

  • Mumbai: દક્ષિણ મુંબઈમાં સતત બીજા દિવસ અનેક વિસ્તારોમાં રહ્યો પાવર કટ,  કલાકો સુધી અંધારપટ છવાયું..

    Mumbai: દક્ષિણ મુંબઈમાં સતત બીજા દિવસ અનેક વિસ્તારોમાં રહ્યો પાવર કટ, કલાકો સુધી અંધારપટ છવાયું..

    News Continuous Bureau | Mumbai

    Mumbai: દેશની આર્થિક રાજધાની કલાકો સુધી અંધારામાં રહી હતી. મુંબઈના ઘણા વિસ્તારોમાં કલાકો સુધી વીજ પુરવઠો ( power supply ) બંધ રહ્યો હતો. દક્ષિણ મુંબઈથી મધ્ય મુંબઈ સુધીના ઘણા વિસ્તારો કલાકો સુધી અંધકારમાં ડૂબી ગયા હતા. સરકારી કચેરીઓ અને હોસ્પિટલો પર પણ તેની નોંધપાત્ર અસર જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, કેબલ ડિફોલ્ટના કારણે ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. લગભગ 6:30 વાગ્યાની આસપાસ વીજળીની સમસ્યા શરૂ થઈ હતી. 

    જેના કારણે દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારો અને હોસ્પિટલોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારોમાં બેસ્ટ અને ટાટા દ્વારા વીજળી ( Electricity ) પૂરી પાડવામાં આવે છે. પાવર કટની અસર મુંબઈની ઘણી મોટી હોસ્પિટલોમાં જોવા મળી હતી. વીજ પુરવઠો બંધ થવાની અસર મુંબઈ કમિશનરની ઓફિસમાં પણ જોવા મળી હતી. જીટી હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલ, કામા હોસ્પિટલ અને બીએમસી હેડ ક્વાર્ટરમાં પણ વીજ પુરવઠો બંધ થયો હતો.

     બોમ્બે હોસ્પિટલમાં પાવર કટની સમસ્યા અડધા કલાકમાં ઉકેલાઈ ગઈ હતી..

    જોકે બોમ્બે હોસ્પિટલમાં ( Bombay Hospital ) પાવર કટની સમસ્યા અડધા કલાકમાં ઉકેલાઈ ગઈ હતી, પરંતુ અન્ય સ્થળોએ તેને પુનઃસ્થાપિત કરવામાં કલાકોનો સમય લાગ્યો હતો. પરંતુ થોડા સમય પછી અન્ય તમામ હોસ્પિટલોમાં પણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રિસીવિંગ સ્ટેશનના કેબલમાં ટેક્નિકલ ખામીના કારણે આ પાવર ફેલિયર ( Power failure ) થયો હતો. મળતી માહિતી મુજબ, કેબલ ટ્રીપની સમસ્યાને કારણે સૌથી મોટા માર્કેટ ક્રાફર્ડ માર્કેટમાં પણ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

    આ સમાચાર પણ વાંચો : Delhi Excise Policy: આમ આદમી પાર્ટીના વધુ એક નેતા સામે EDની કાર્યવાહી, કૈલાશ ગેહલોતને સમન્સ પાઠવ્યું..

    દરમિયાન, દક્ષિણ મુંબઈના રહેણાંક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી હતી. એટલું જ નહીં દાદરથી પ્રભાદેવી સુધીના અનેક વિસ્તારો અંધકારમાં ડૂબી ગયા હતા. લગભગ અઢી કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જો કે, બેસ્ટનું 33 KV ફીડર સાંજે 7 વાગ્યે ટ્રીપ થયું હતું. આ મામલામાં સાંજે 6.52 વાગ્યાથી વીજ સમસ્યા ઉભી થવા લાગી હતી અને 9.15 વાગ્યા સુધીમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત થયો હતો.

    નોંધનીય છે કે, ગુરુવારે રાત્રે પણ વીજ પુરવઠો ખોરવાઈ જવાને કારણે દક્ષિણ મુંબઈના ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જેમાં મહાપાલિકા માર્ગ, મરીન લાઇન્સ અને ક્રોફર્ડ માર્કેટ જેવા વિસ્તારોમાં રાત્રે લગભગ 8:35 કલાકે વીજ પુરવઠો બંધ થયો હતો.

  • મોંધવારીનો વધુ એક ફટકો-આ મહિનાથી વીજળીના બિલમાં થશે આટલા ટકાનો વધારો- જાણો વિગત

    મોંધવારીનો વધુ એક ફટકો-આ મહિનાથી વીજળીના બિલમાં થશે આટલા ટકાનો વધારો- જાણો વિગત

    News Continuous Bureau | Mumbai 

    સામાન્ય માણસોના ખિસ્સાને હજી ફટકો પડવાનો છે. આ મહિનાથી વીજળીના બિલમાં(Electricity bill) 20 ટકા સુધીનો વધારો થવાનો હોવાથી ગ્રાહકોને ઊંચા વીજળીના બિલ ચૂકવવા પડવાના  છે.

    મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને ફ્યુલ એડજસ્ટમેન્ટ ચાર્જિસ (FAC) લાગુ કરવાની મંજૂરી વીજ કંપનીઓને(Power companies) આપી દીધી છે, તેની સીધી અસર આ મહિનાના વીજળીના બિલમાં જોવા મળવાની છે.

    વિતરણના આ નિર્ણયથી દક્ષિણ મુંબઈમાં(South Mumbai) વીજ પુરવઠો(Power supply) કરનારી બેસ્ટના(BEST) 10.5 લાખ ગ્રાહક, ટાટા પાવરના(Tata Power) 7 લાખ ગ્રાહક અને અદાણી ઈલેક્ટ્રિસિટીના(Adani Electricity) 29 લાખ ગ્રાહકોને તો MSEDCLના 2.8 ગ્રાહકોને ફટકો પડશે.

    આ સમાચાર પણ વાંચો : અતરંગી એલોન મસ્કે ટ્વિટર ખરીદવાનું માંડી વાળ્યું-આટલા કરોડનો સોદો કર્યો રદ-હવે ટ્વીટરે ચડાવી બાંયો-કરશે આ કામ

    વીજળીના બિલમાં લઘુતમ વધારો 10 ટકા અને મહત્તમ વધારો 20 ટકા સુધીનો રેસિડેન્શિલથી લઈને કર્મશિયલ એમ દરેક શ્રેણીના ગ્રાહકોને લાગુ પડશે. FAC કોલસા અને ગેસ જેવા બળતણની(Coal gas fuels)  વિવિધ કિંમતો પર આધારિત રહેશે. છેલ્લા બે વર્ષ દરમિયા કોરોના મહામારીને(Covid19 pandemic) પગલે તેને ગ્રાહકો પર લાગુ કરવામાં આવ્યો નહોતો.

    FAC માર્ચ, એપ્રિલ અને મે મહિના અને ત્યારબાદ નવેમ્બર સુધી વસૂલ કરવામાં આવશે. જુલાઈ મહિનાના બિલમાં પણ તે લાગુ કરવામાં આવશે.
     

  • કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડ્યો વરસાદ, વીજ પુરવઠો પણ ખોરવાયો; જાણો વિગતે

    કાળઝાળ ગરમી વચ્ચે આ રાજ્યમાં પડ્યો વરસાદ, વીજ પુરવઠો પણ ખોરવાયો; જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai 

    કાળઝાળ ગરમી વચ્ચે પર્યટક રાજ્ય  ગોવાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

    ગોવાના સાખલી, માયમ અને અન્ય વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો છે.

    તેજ ગતિના પવનને લીધે કેટલાક વૃક્ષો અને ડાળીઓ, મોટાભાગે તાડના પાંદડા પડી ગયા, જેના કારણે વીજ લાઇન અને પુરવઠો ખોરવાયો છે.

    સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD), હજુ ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

    કાળઝાળ ગરમી વચ્ચે પર્યટક રાજ્ય  ગોવાના વાતાવરણમાં પલટો આવ્યો છે.

    ગોવાના સાખલી, માયમ અને અન્ય વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો છે.

    તેજ ગતિના પવનને લીધે કેટલાક વૃક્ષો અને ડાળીઓ, મોટાભાગે તાડના પાંદડા પડી ગયા, જેના કારણે વીજ લાઇન અને પુરવઠો ખોરવાયો છે.

    સાથે જ ભારતીય હવામાન વિભાગ (IMD), હજુ ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

    આ સમાચાર પણ વાંચો : ગુજરાત બાદ હવે આ રાજ્યમાં ધોરણ 9થી 12ના તમામ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે ‘શ્રીમદ ભગવદ્ ગીતા’.. જાણો વિગતે

  • ભારતમાં ‛કોલસા’ બન્યા ચિંતાનો વિષય; જાણો શા માટે સરકાર છે હેરાન?

    ભારતમાં ‛કોલસા’ બન્યા ચિંતાનો વિષય; જાણો શા માટે સરકાર છે હેરાન?

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 5 ઓક્ટોબર, 2021

    મંગળવાર

    કોરોના વાયરસ રોગચાળામાંથી ઉભરતી દેશની અર્થવ્યવસ્થા ‛કોલસા સંકટ’ ના ખતરામાં છે. દેશના કોલસા આધારિત સ્ટેશનોમાં બળતણની તીવ્ર અછત સર્જાઈ છે. સાથે જ સરકાર પણ પરિસ્થિતિને અસામાન્ય અને અનિશ્ચિત ગણાવી રહી છે. ભારતમાં કોલસાથી ચાલતા સ્ટેશનોમાં આશરે 70 ટકા વીજળી ઉત્પન્ન થાય છે. જો કે ભારતમાં જ નહીં પણ યુરોપ અને ચીનમાં પણ ઘણી જગ્યાએ ઉર્જા સંકટ વધી રહ્યું છે.

    એક મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે, “ચોમાસા પછીની ઉણપને કારણે આ કોલસાની તંગીને સામાન્ય કરતાં વધુ ગણાવતાં કહ્યું હતું કે “મને ખબર નથી કે આગામી 5-6 મહિનામાં આ સ્થિતિ સહજ થશે કે નહીં. સામાન્ય રીતે કોલસાની માંગ ઓક્ટોબરના મધ્યમાં ઓછી હોય છે. પરંતુ સ્થિતિ અનિશ્ચિત બની રહી છે. મને ખબર નથી કે દેશ સલામત છે કે નહીં. જો તમારી પાસે ત્રણથી ઓછા સ્ટોક સાથે 40-50 હજાર મેગાવોટ (થર્મલ ક્ષમતા) હોય, તો તમે સુરક્ષિત રહી શકતા નથી.”

    આખરે એક ધારાસભ્ય ગરબા રમવાની તરફેણમાં આવ્યો, કરી આ માંગણી; જાણો વિગતે   

    રિપોર્ટ અનુસાર, દરરોજ 104 થર્મલ પ્લાન્ટનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, 14,875 મેગાવોટની ક્ષમતા ધરાવતા 15 સ્ટેશનો પાસે 30 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો સ્ટોક પણ બાકી નહોતો. જ્યારે, 52,530 મેગાવોટ ધરાવતા 39 સ્ટેશનોમાં ત્રણ દિવસથી ઓછો સ્ટોક હતો. આ સિવાય કોલસાની ગેરહાજરીને કારણે 6,960 મેગાવોટ ક્ષમતાના પ્લાન્ટમાં કામ બંધ થઈ ગયું છે. જો કે મંત્રીએ ભાર મૂક્યો છે કે તેમની ટીમ આ કટોકટીને દૂર કરવા માટે અન્ય મંત્રાલયો સાથે સતત કામ કરી રહી છે.

    ચોમાસા પછી માંગમાં વધારો અને પુરવઠામાં ઘટાડો ઉપરાંત એપ્રિલ-જૂન 2021 માં સ્ટોકની અછત પણ કટોકટીનું મોટું કારણ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવમાં વધારાને કારણે આયાતમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો. સામાન્ય રીતે ભારતમાં ઓક્ટોબરમાં સૌથી વધુ વીજળીનો વપરાશ નોંધાય છે. કોરોનાની બીજી લહેર પછી કોલસા આધારિત વીજળીના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે. 2019 માં આ આંકડો 61.9 ટકા હતો, જે વધીને 66.4 ટકા થયો છે.

    ચારધામ યાત્રાને લઈ મોટા સમાચાર, નૈનીતાલ હાઈકોર્ટે યાત્રાળુઓની સંખ્યા અંગે આપ્યો આ ચુકાદો; જાણો હવે કેટલા લોકો કરી શકશે દર્શન

    ભારતે 388 ગીગાવોટ ની ક્ષમતાવાળા સ્ટેશનો ઉભા કર્યા હતા. તેમાંથી લગભગ 55 ટકા કોલસાથી ચાલતા હતા. સિંહે માહિતી આપી હતી કે, “માંગ ખૂબ ઝડપથી વધી ગઈ છે. ઓગસ્ટમાં માંગ 124 બિલિયન યુનિટ હતી. કોવિડના પહેલા તબક્કાની સરખામણીએ, માંગમાં એક મહિનામાં 18 બિલિયન યુનિટનો વધારો થયો છે. કોવિડ દરમિયાન અમે 200 ગીગાવોટને આંકડો સ્પર્શ કર્યો હતો અને માંગ 170-180 ગીગાવોટની આસપાસ રહી હતી. હું અપેક્ષા રાખું છું કે તે ફરીથી 200 ગીગાવોટ સુધી જશે અને ત્યાં જ રહેશે. મંત્રીએ તેને વધતી જતી અર્થવ્યવસ્થાની નિશાની પણ ગણાવી છે.”

    ઉર્જા અને રેલ મંત્રાલય, કોલ ઇન્ડિયા લિમિટેડ, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી અને પાવર સિસ્ટમ ઓપરેશન કોર્પોરેશનના પ્રતિનિધિઓ અને આંતર-મંત્રાલયની ટીમ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાના પુરવઠા પર નજર રાખી રહ્યાં છે. સરકારે તે ઉત્પાદન પ્રણાલીઓને પ્રાધાન્ય આપવાનું કહ્યું છે, જે કોલસા કંપનીઓને નિયમિત ચૂકવણી કરી રહી છે. આ સાથે કોલસાના સ્ટોકનું અનિવાર્ય સ્તર પણ જાળવી રાખવા માટે કહેવામાં આવ્યું છે. 

    શાળા ખુલ્યાના પ્રથમ દિવસે જ પાલિકાની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓની પૂર્ણ હાજરી હતી; સહુથી વધુ રાજી વાલીઓ થયા અને શાળાને લખ્યા પત્રો: જાણો વિગત
     

  • અજબ દેશ ની ગજબ કહાની : વીજળી વિભાગે વીજળી કાપી તો પાણી વિભાગે વીજળી વિભાગનું પાણી આપ્યું.

    અજબ દેશ ની ગજબ કહાની : વીજળી વિભાગે વીજળી કાપી તો પાણી વિભાગે વીજળી વિભાગનું પાણી આપ્યું.

    પુનામાં અજબ કાર્યવાહી સામે આવી છે. સરકારી વીજળી એજન્સી મહા વિતરણ અને પાણી પુરવઠો આપનાર સંસ્થા આમને-સામને છે.

    એક તરફ મહા વિતરણ સંસ્થાએ વીજ બિલ ન ભરનારા લોકોની વીજળી આપવાની શરૂ કરી છે તો બીજી તરફ પાણી સપ્લાય કરનાર મહાનગરપાલિકાએ મહા વિતરણના પાંચ સ્ટાફ ક્વાર્ટર અને એક કાર્યાલયનું પાણી કાપી નાખ્યું છે. મહાપાલિકાનું કહેવું છે કે આ કાર્યાલયે પાણીનું બિલ નથી ભર્યું.

    મહારાષ્ટ્ર સરકારની અજબ કાર્યવાહી : કોવિડ સેન્ટર ની વીજળી કાપી નાખી.