• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan
Tag:

Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan

Union Cabinet Cabinet approved Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan
દેશ

Union Cabinet : મંત્રીમંડળે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાનને મંજૂરી આપી

by kalpana Verat November 30, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Union Cabinet : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન)ને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 24,104 કરોડ (કેન્દ્ર સરકારનો હિસ્સોઃ રૂ. 15,336 કરોડ અને રાજ્યનો હિસ્સોઃ રૂ. 8,768 કરોડ) છે, જેનો ઉદ્દેશ 9 લાઇન મંત્રાલયો મારફતે 11 મહત્ત્વપૂર્ણ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ખૂંટીથી જનજાતીય ગૌરવ દિવસ પર અભિયાનની જાહેરાત કરી હતી.

બજેટ ભાષણ 2023-24માં જાહેરાત કર્યા મુજબ, “ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી) ની સામાજિક-આર્થિક સ્થિતિને સુધારવા માટે, પ્રધાનમંત્રી પીવીટીજી ઓફ ડેવલપમેન્ટ મિશન શરૂ કરવામાં આવશે. તેનાથી પીવીટીજી કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનું ચોખ્ખું પાણી અને સાફસફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, માર્ગ અને દૂરસંચાર જોડાણ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓથી સંતૃપ્તિ મળશે. અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ કાર્યયોજના (ડીએપીએસટી) હેઠળ આગામી ત્રણ વર્ષમાં આ મિશનના અમલીકરણ માટે રૂ.15,000 કરોડની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ ભારતમાં એસટીની વસતિ 10.45 કરોડ છે, જેમાંથી 75 સમુદાયો 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબાર ટાપુઓને ખાસ કરીને નબળા આદિવાસી જૂથો (પીવીટીજી)માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ પીવીટીજી સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં નબળાઈનો સામનો કરી રહી છે.

આ સમાચાર પણ વાંચોઃ Henry Kissinger : અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હેનરી કિસિંજરનું 100 વર્ષની ઉંમરે નિધન, એક સાથે સંભાળ્યા હતા આ હોદ્દા..

પીએમ-જનમન (કેન્દ્રીય ક્ષેત્ર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાઓ સહિત) આદિજાતિ બાબતોનાં મંત્રાલય સહિત 9 મંત્રાલયો મારફતે 11 મહત્ત્વપૂર્ણ હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે નીચે મુજબ છેઃ

ક્રમ પ્રવૃત્તિ લાભાર્થીની સંખ્યા / લક્ષ્યો ખર્ચના ધોરણો
1 પાકા મકાનોની જોગવાઈ 4.90 લાખ રૂપિયા 2.39 લાખ / ઘર
2 માર્ગોને જોડતા 8000 KM રૂ. 1.00 કરોડ/કિ.મી.
3a પાઇપ વડે પાણી પુરવઠો/ મિશન હેઠળ 4.90 લાખ એચએચ સહિત તમામ પીવીટીજી આવાસોનું નિર્માણ કરવામાં આવશે યોજનાબદ્ધ ધોરણો મુજબ
3b સામુદાયિક પાણી પુરવઠો 2500 ગામડાઓ/વસાહતો કે જેમની વસતી 20 એચએચથી ઓછી હોય વાસ્તવિક કિંમત મુજબ આવી હતી
4 દવાના ખર્ચ સાથેના મોબાઇલ મેડિકલ એકમો 1000 (10/જીલ્લો) 33.88.00 લાખ/એમ.એમ.યુ.
5a છાત્રાલયોનું નિર્માણ 500 રૂ. 2.75 કરોડ/હોસ્ટેલ
5b વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય 60 Aspirational PVTG બ્લોક રૂપિયા 50 લાખ/બ્લોક
6 આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ 2500 રૂપિયા 12 લાખ/AWC
7 બહુહેતુક કેન્દ્રોનું નિર્માણ (એમપીસી) 1000 પ્રત્યેક એમપીસીમાં એએનએમ અને આંગણવાડી કાર્યકરની રૂ. 60 લાખ/એમપીસીની જોગવાઈ
8a એચએચએસનું ઊર્જાવર્ધકકરણ (લાસ્ટ માઇલ કનેક્ટિવિટી) 57000 HHs રૂપિયા 22,500/HH
8b 0.3 કિલોવોટ સોલર ઓફ-ગ્રિડ સિસ્ટમની જોગવાઈ 100000 HHs રૂ. ૫૦,૦૦૦/એચએચ અથવા વાસ્તવિક કિંમત મુજબ
9 શેરીઓ અને એમપીસીમાં સોલર લાઇટિંગ 1500 એકમો યુનિટ રૂ. 1,00,00,000/
10 VDVK ની સુયોજના 500 રૂપિયા 15 લાખ/VDVK
11 મોબાઇલ ટાવર્સની સ્થાપના 3000 ગામો યોજનાબદ્ધ ધોરણો મુજબ ખર્ચ

ઉપર ઉલ્લેખિત હસ્તક્ષેપો સિવાય અન્ય મંત્રાલયોની નીચેની દરમિયાનગીરી પણ આ મિશનનો ભાગ હશેઃ

  1. આયુષ મંત્રાલય વર્તમાન ધારાધોરણો મુજબ આયુષ વેલનેસ સેન્ટરની સ્થાપના કરશે અને આયુષ સુવિધાઓ મોબાઇલ મેડિકલ યુનિટ્સ મારફતે પીવીટીજીનાં રહેઠાણો સુધી વિસ્તૃત કરવામાં આવશે.
  2. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય, પીવીટીજીનાં રહેઠાણો, બહુહેતુક કેન્દ્રો અને છાત્રાલયોમાં આ સમુદાયોનાં યોગ્ય કૌશલ્ય અનુસાર કૌશલ્ય અને વ્યાવસાયિક તાલીમની સુવિધા આપશે

 

November 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક