Tag: Prasad Recipes

  • Navratri Prasad Recipes: નવરાત્રી સ્પેશિયલ પ્રસાદ રેસિપી, બનાવવામાં છે એકદમ સરળ આજે જ ટ્રાય કરો

    Navratri Prasad Recipes: નવરાત્રી સ્પેશિયલ પ્રસાદ રેસિપી, બનાવવામાં છે એકદમ સરળ આજે જ ટ્રાય કરો

    News Continuous Bureau | Mumbai 

    Navratri Prasad Recipes:  દરેક વ્યક્તિ ઇચ્છે છે કે માતાજી દરરોજ સવાર સાંજ વિવિધ પ્રકારના મિષ્ઠાનનો ભોગ ધરાવીએ પરંતુ પ્રશ્ન એ થાય છે કે રોજ નવિન શું બનાવવું તો આજ મુંજવણને દૂર કરવા માટે અહીં કઇક એવી જ સરળ રેસિપી વિશે જાણએ જેને તમે પ્રસાદ( Prasad Recipes ) તરીકે માતાને ભોગ લગાવી શકશો…

    Navratri Prasad Recipes: ઘઉંના લોટનો શીરો

    Nayna Nayak દ્વારા રેસીપી ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati) - કૂકપૅડ

    સામગ્રી

    ૧ કપ ઘઉંનો લોટ
    ૧/૨ કપ ઓગળેલું ઘી
    ૩/૪ કપ સાકર
    ૧ ટીસ્પૂન એલચીનો પાવડર
    બદામની કાતરી- સજાવવા માટે

    બનાવવાની રીતઃ

    • ધઉંના લોટનો શીરો( Ghav na lot no shiro) બનાવવા માટે, નૉન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં ઘઉંનો લોટ ઉમેરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રાઉન રંગનું થાય અને ઘી અલગ થઈ જાય ત્યાં સુધી સાંતળી લો.
    • તેમાં સાકર, એલચીનો પાવડર અને ૩/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર બીજી ૨ થી ૩ મિનિટ સુધી અથવા સાકર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
    • બદામની કાતરીથી સજાવીને ગરમાગરમ ધઉંના લોટનો શીરો પીરસો.

    Navratri Prasad Recipes:  સફેદ પેંડા

    Homemade Doodh Peda Recipe - Milk Peda | Recipe | Indian dessert recipes, Peda recipe, Sweet recipes

    સામગ્રી

    ૧ વાડકી મિલ્ક પાઉડર
    ૧/૩ કપ દૂધ
    ૧ ટીસ્પૂન ઘી
    બદામ, કેસર, કાજુ, પીસ્તા દ્વારા સજાવો

    બનાવવાની રીત

    • સૌ પ્રથમ એક નોન સ્ટીક પાનમાં ૧ ટીસ્પૂન ઘી ઉમેરી દૂધ નાંખી ગરમ કરો.
    • હવે મિલ્ક પાઉડર ઉમેરી સતત હલાવતા રહો જ્યા સુધી લુવા વાળી શકાય એવું ઘટ થાય.
    • હવે એક થાળીમાં કાઢી ઠંડુ કરો.
    • હવે લુવા વાળી અંગૂઠાની છાપ પાડી ગોઠવો, તેને બદામ, કેસર, કાજુ, પીસ્તા દ્વારા સજાવો
    • તૈયાર છે સફેદ પેંડા(White penda)નો પ્રસાદમાં ધરી આરોગો.

    Navratri Prasad Recipes:  મોહનથાળ

    Welcome to Brij Mohan Sweets

    સામગ્રી

    ૨ કપ ચણાનો લોટ
    ૩ ટેબલસ્પૂન ઓગળેલું ઘી
    ૬ ટેબલસ્પૂન દૂધ
    ૧ કપ ઓગળેલું ઘી
    ૧ ૧/૪ કપ સાકર
    ૨ ટીસ્પૂન દૂધ
    ૧ ટેબલસ્પૂન ગુલાબ જળ , વૈકલ્પિક
    ૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
    ૧/૪ ટીસ્પૂન કેસર
    ૧/૨ ટીસ્પૂન તેલ , ગ્રીસિંગ માટે
    ૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી , છંટકાવ માટે
    ૧ ટેબલસ્પૂન બદામની કાતરી , છાંટવા માટે

    બનાવવાની રીત

    • મોહનથાળ ( Mohanthal ) બનાવવા માટે, એક બાઉલમાં કેસર અને ૧/૨ ટીસ્પૂન ગરમ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
    • એક ઊંડા બાઉલમાં બેસન, ૩ ટેબલસ્પૂન ઓગળેલું ઘી અને ૩ ટેબલસ્પૂન દૂધ ભેગું કરો અને તમારી આંગળીના ટેરવે જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો.
    • મિશ્રણને સરખું કરવા માટે તેને હળવા હાથે દબાવો. ઢાંકણ વડે ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
    • ગઠ્ઠાને તમારી આંગળીના ટેરવે હળવા હાથે તોડી લો અને મોટા છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ કરીને તેને ચાળી લો. બાજુ પર રાખો.
    • પીત્તળના વાસણમાં ઘી ને ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી ગરમ કરો.
    • તેમાં ચાળેલા ચણાના લોટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી અથવા મિશ્રણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધો.

    આ સમાચાર પણ વાંચોઃ Navratri Day 7: નવરાત્રીના 7માં દિવસે થાય છે મા દુર્ગાના સાતમાં સ્વરુપ મા કાલરાત્રીની ઉપાસના, જાણો પૂજાવિધિનું મહત્વ