• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - pratik gandhi - Page 2
Tag:

pratik gandhi

મનોરંજન

તાપસી પન્નુએ તેની કારકિર્દીની પ્રથમ કોમેડી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું, આ અનોખા પાત્રમાં સાથે જોવા મળશે પ્રતિક ગાંધી; જાણો તે ફિલ્મ વિશે

by Dr. Mayur Parikh November 16, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 નવેમ્બર  2021

મંગળવાર

ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક પૂર્ણ કર્યા બાદ અભિનેત્રી તાપસી પન્નુએ રાજસ્થાનમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તેમની સાથે 'સ્કેમ 1992'માં ફેમસ થયેલા એક્ટર પ્રતીક ગાંધી જોવા મળશે. ફિલ્મનું નામ છે 'વો લડકી હૈ કહાં?' અને ફિલ્મનો ફર્સ્ટ લૂક તેના નિર્માતા જંગલી પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સ દ્વારા સોમવારે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ કોમેડી-ડ્રામા સ્ટોરી માટે બંને સ્ટુડિયોએ હાથ મિલાવ્યા છે. ‘વો લડકી હૈ કહાં’ અરશદ સૈયદ દ્વારા લખાયેલ અને નિર્દેશિત ફિલ્મ છે. તાપસી પન્નુ અને પ્રતિક ગાંધી પહેલીવાર સાથે આવી રહ્યા છે. તાપસી પન્નુ ફિલ્મ 'વો લડકી હૈ કહાં?'માં એક સશક્ત પોલીસ ઓફિસર તરીકે તેની પ્રથમ કોમેડી ભૂમિકા ભજવતી જોવા મળશે. પ્રતિક ગાંધી, જેમણે 'સ્કેમ 1992'માં તેની ભૂમિકા માટે પ્રશંસા મેળવી હતી, તે એક મસાલા મહાનુભવના  પરિવારના યુવાન નવા પરણેલા વંશજ તરીકે ખૂબ જ અલગ અવતારમાં જોવા મળશે.

પ્રથમ વખત પોલીસની ભૂમિકા ભજવવા પર અને ફિલ્મમાં તેનો અદભૂત દેખાવ શેર કરવા પર, તાપસી પન્નુ કહે છે, “મહિલા કોપનું પાત્ર ભજવવું અને કોમેડી ફિલ્મ કરવી એ હંમેશા મારા ચેકલિસ્ટમાં રહ્યું છે. અને મને આનંદ છે કે આખરે મને આ ફિલ્મમાં બંને પાત્ર ભજવવાની તક મળી છે. મેં પ્રતિકનું કામ જોયું છે અને મને લાગે છે કે તે ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા છે. અરશદે એક અદ્ભુત સ્ક્રિપ્ટ લખી છે જેમાં રમૂજની સાથે ઘણી લાગણીઓ પણ છે."

શું અજય દેવગનની 'સિંઘમ 3' કલમ 370 પર આધારિત હશે? રોહિત શેટ્ટીએ આપ્યો કંઈક આવો જવાબ ; જાણો વિગત

તેમની ભૂમિકા અને આ રોમાંચક ટીમ સાથે કામ કરવાના તેમના અનુભવ વિશે વાત કરતાં, પ્રતીક ગાંધીએ કહ્યું, 'મેં અત્યાર સુધી જેટલું કામ કર્યું છે, 'વો લડકી હૈ કહાં?' માં મારું પાત્ર તેના કરતા ઘણું અલગ છે અને તે ખૂબ જ રોમાંચક છે. તાપસી અત્યંત પ્રતિભાશાળી છે અને હું તેની સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. અરશદ એક મોટી દ્રષ્ટિ ધરાવે છે અને તેણે આ વાર્તા ખૂબ જ બારીકાઇથી  લખી છે! મને ખાતરી છે કે દર્શકોને તે ગમશે." ફિલ્મ 'વો લડકી હૈ કહાં?' આવતા વર્ષે રિલીઝ થશે.

November 16, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘ભવાઈ’ પછી પ્રતિકને મળી આ મલ્ટીસ્ટારર ફિલ્મ, વિદ્યા બાલન સાથે જોવા મળશે આ સ્ટાર્સ; જાણો વિગત

by Dr. Mayur Parikh November 12, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 નવેમ્બર  2021

શુક્રવાર.

હિન્દી ફિલ્મ 'ભવાઈ'માં મુખ્ય હીરો તરીકે પ્રશંસા મેળવ્યા બાદ, સ્ટાર કલાકાર પ્રતીક ગાંધીની આગામી હિન્દી ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. તે આ ફિલ્મ નિર્દેશક શીર્ષ ગુહા ઠાકુર્તા સાથે કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે વિદ્યા બાલન, ઇલિયાના ડીક્રુઝ અને સેંધિલ રામામૂર્તિ પણ હશે. તેના પ્રોડક્શન કંપનીઓએ માહિતી આપી છે કે ફિલ્મનું શૂટિંગ મુંબઈ અને ઉટીના મનોહર  સ્થળો પર શરૂ થશે. આ ફિલ્મ એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મના દિગ્દર્શક શીર્ષા ગુહાના કહેવા પ્રમાણે, આ વાર્તાને પહેલીવાર સાંભળ્યા બાદ જ તેણીએ તેના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

તાહિરા કશ્યપ ખુરાના દ્વારા નિર્દેશિત ફિલ્મ 'શર્માજી કી બેટી' માટે એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટ અગાઉ હાથ મિલાવ્યા છે. અને હવે આ બંને કંપનીઓનું આ બીજું જોઈન્ટ વેન્ચર છે. આ અંગે એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટનું માનવું છે કે આ ફિલ્મ એક અદ્ભુત વાર્તા અને રોમાન્સથી ભરપૂર છે. ફિલ્મની વાર્તા આધુનિક સમયમાં પ્રેમ અને વફાદારીની તમામ ધારણાઓને તોડી પાડવાની શક્તિ ધરાવે છે. શીર્ષા ગુહા ઠાકુર્તા માનવ સંબંધોની અસાધારણ રીતે શ્રેષ્ઠ સમજ ધરાવે છે.

શું અમિતાભ બચ્ચનના નાતી સાથે રોમાન્સ કરશે શાહરૂખ ખાનની પુત્રી? આ બોલિવૂડ ડિરેક્ટરે સંભાળી લોન્ચિંગની જવાબદારી; જાણો વિગત

એલિપ્સિસ એન્ટરટેઈનમેન્ટના નિર્માતા કહે છે, "પ્રેમની થીમ ખૂબ જટિલ છે. અમે એક જ સમયે વાર્તામાં બહુવિધ ફ્લેવર્સ ઉમેરવા આતુર હતા. આ જોઈને, તમને ચોક્કસ લાગશે કે આ તમારા જીવનની વાર્તા છે અથવા તમે તમારા એક અથવા વધુ મિત્રોને તેમાંથી પસાર થતા જોયા હશે. મજબૂત કાસ્ટ, સ્ક્રિપ્ટ અને દિગ્દર્શક સાથે, એપ્લોઝ અને એલિપ્સિસ હવેથી આ મલ્ટી-સ્ટારર માટે ઉત્સાહિત છે." આદિત્ય બિરલા ગ્રૂપની મીડિયા અને મનોરંજન શાખા એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટે તાજેતરના સમયમાં ઘણી લોકપ્રિય વેબ સિરીઝનું નિર્માણ કર્યું છે. તેમાં 'ક્રિમિનલ જસ્ટિસ', 'સ્કેમ 1992' અને 'હોસ્ટેજ' જેવી વેબ સિરીઝનો સમાવેશ થાય છે.

November 12, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

નામમાં શું રાખ્યું છે? નામથી નહીં, કામથી ઓળખાય એવી ‘સ્કૅમ 1992’માં હર્ષદ મહેતાની ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા પ્રતીક ગાંધીની ઇચ્છા

by Dr. Mayur Parikh October 25, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 25 ઑક્ટોબર, 2021

સોમવાર

વેબ-સિરીઝ ‘સ્કૅમ 1992’માં હર્ષદ મહેતાની ભૂમિકાથી રાતોરાત સ્ટારડમમાં ઊભરી આવેલો અભિનેતા પ્રતીક ગાંધી કહે છે કે તેની એક ઇચ્છા છે કે તે તેના નામથી નહીં, પણ જે પાત્ર ભજવે છે તેના દ્વારા ઓળખાય. પ્રતીકની તાજેતરની રજૂઆત 'ભવાઈ' છે. આ ફિલ્મમાં તે રાજા રામ જોશીની ભૂમિકામાં છે અને અભિનેત્રી આંદ્રિતા રે રાનીની ભૂમિકામાં છે. તે એક ડ્રામા કંપનીમાં કામ કરતાં બે કલાકારોની પ્રેમકહાની અને તેમની રીલ લાઇફ તેમના વાસ્તવિક જીવનને કેવી રીતે અસર કરે છે એની આસપાસ ફરે છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતાં તે કેવા પ્રકારની કામની ઇચ્છા રાખે છે? પ્રતીકે કહ્યું કે ‘કોઈ એક ખાસ પ્રકાર નથી કે જેના પર હું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું. કારકિર્દીનો એવો કોઈ રસ્તો નથી જે મેં ધ્યાનમાં લીધો હોય, પરંતુ હું અલગ-અલગ પાત્રો માટે સમાન રીતે કામ કરવા માગું છું. મારી વ્યક્તિગત ઇચ્છા અલગ-અલગ પાત્રો ભજવવાની છે, મારે મારા પાત્રથી ઓળખાવું જોઈએ, મારા નામથી નહીં.’

રાજ અનડકટ (ટપ્પુ)નો હાથ પકડીને જોવામાં આવી હતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ અભિનેત્રી; જાણો વિગત

અભિનેતા આગળ હૉરર કૉમેડી 'અતિથિ ભૂતો ભવ' અને વેબ સિરીઝ 'સિક્સ સસ્પેક્ટ્સ'માં જોવા મળશે.

October 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

KBC 13 : તમે જૂના કપડાથી પોતું લગાવ્યું છે? પ્રતીક ગાંધીનો સવાલ સાંભળીને અમિતાભ બચ્ચને આપ્યો કંઈક આવો જવાબ

by Dr. Mayur Parikh October 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 1 ઑક્ટોબર, 2021

શુક્રવાર

દર્શકો અમિતાભ બચ્ચનના ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC) 13ને પસંદ કરે છે.  KBC 13માં દર શુક્રવારે ખાસ સેલિબ્રિટી મહેમાનો આવે છે. અભિનેતા પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધી આ શુક્રવારે ‘કૌન બનેગા કરોડપતિ’ના મંચ પર જોવા મળશે. શોના ઘણા ફની પ્રોમો સામે આવી રહ્યા છે. હવે એક પ્રોમો સામે આવ્યો છે, જેમાં પંકજ અને પ્રતીક અમિતાભ બચ્ચનની ફિલ્મના સંવાદો બોલતા જોવા મળે છે. સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝનના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટમાંથી એક પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે. જેમાં અમિતાભ બચ્ચન, પંકજ ત્રિપાઠી અને પ્રતીક ગાંધીને બિહાર અને ગુજરાતીમાં ફિલ્મ 'દીવાર'માંથી એક સંવાદ બોલવાનું કહેવામાં આવે છે. અમિતાભ તેમના સંવાદની પહેલી પંક્તિ બોલે છે  – 'આજ ખુશ તો બહુત હોગે તુમ.' આમાં પંકજ અને પ્રતીકે તેને ભોજપુરી અને ગુજરાતીમાં ફોલો કરવાનું શરૂ કર્યું.

પંકજ ત્રિપાઠી ભોજપુરીમાં અમિતાભનો સંવાદ બોલ્યો – 'આજ ખુશ બહુતિ હોઇબ તૂ.' તેમ જ પ્રતીક ગુજરાતીમાં આ સંવાદ બોલ્યો. પરંતુ અમિતાભ બચ્ચને તેને અધવચ્ચે જ રોકી દીધો. અમિતાભે કહ્યું : ઊભા રહો, ઊભા રહો એ હજુ પૂરું થયું નથી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઓળખો આ અભિનેતાને જે સરદાર પટેલના રૂપમાં જોવા મળી રહ્યા છે

એ પછી પંકજ ત્રિપાઠી અને પ્રતીક તેમનું હાસ્ય રોકી શક્યા નહીં. શોના અન્ય પ્રોમોમાં પ્રતીક ગાંધી અમિતાભ બચ્ચનને પૂછે છે કે શું તેમના ઘરમાં ટીવીનું રિમોટ તોડવા અને જૂના કપડામાંથી પોતું બનાવવા જેવી વસ્તુઓ થાય છે? આના પર અમિતાભ કપાળ પકડીને હસવા માંડે છે.

View this post on Instagram

A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

 

October 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’થી આવ્યો પ્રતીક ગાંધીના કરિયરમાં નવો વળાંક, આ મોટા પ્રોડક્શને પ્રતીકને સાઇન કર્યો તેની આગલી ફિલ્મમાં; જાણો વિગત

by Dr. Mayur Parikh August 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

બુધવાર

ડિજિટલ મનોરંજનની દુનિયાની નંબર વન વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’એ ફક્ત તેના નિર્દેશક હંસલ મહેતાની કરિયર જ નહીં, પરંતુ સિરીઝમાં શૅર બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવાવાળો ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીની  લાઇફ પણ બદલી નાખી છે. મ્યુઝિક કંપની ટી-સિરીઝે પણ પ્રતીક ગાંધીને તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો છે. વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’માં પોતાની અદભુત પ્રદર્શનની છાપ છોડ્યા બાદ પ્રતીક ગાંધીને ટી-સિરીઝની મોટી ફિલ્મ મળી છે. એનું નામ હજુ સુધી નક્કી થવાનું બાકી છે. ફિલ્મમાં તેની સાથે ટી-સિરીઝના સીએમડી ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમાર હીરોઇન બની છે. ખુશાલી કુમારના મ્યુઝિક વીડિયો ચર્ચામાં છે. હાલમાં તેને પેન ઇન્ડિયા સુપર સ્ટાર આર. માધવન અને ચરિત્ર અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે એક મનોવૈજ્ઞાનિક રોમાંચ પર આધારિત તેની પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. જાણકારી એવી આવી રહી છે કે આ ફિલ્મ ફૅમિલી ડ્રામા છે. આ ફિલ્મ સામાન્ય માણસના સન્માનના સંઘર્ષની વાર્તા છે, જેમાં પ્રતીક મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતા ભૂષણ કુમાર ફિલ્મ વિશે જણાવે છે કે આ ફિલ્મની વાર્તા સાધારણ છતાં વાસ્તવિકતાથી ભરેલી છે. આ વાર્તા આપણા દેશના હજારો લોકોને તેની પોતાની વાર્તા લાગશે.

2024ની ચૂંટણીમાં મોદીજીને છોડીને હું બીજા કોઈને પણ વોટ આપીશ, કારણ આપતાં બોલ્યો બૉલિવુડનો આ ઍક્ટર

August 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘સ્કેમ 1992’ના સુપર સ્ટાર પ્રતીક ગાંધી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, જાણો કઈ હિરોઈન સાથે ચમકશે

by Dr. Mayur Parikh February 23, 2021
written by Dr. Mayur Parikh

 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

વેબ સિરીઝમાં ‘સ્કેમ 1992’માં જોરદાર પર્ફોમનસ આપ્યા બાદ ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી હવે ટૂંક સમયમાં જ બૉલીવુડમાં ડેબ્યૂ કરતો જોવા મળશે. અભિનેતા પ્રતીક ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની માહિતી આપી  છે. 

ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી હવે બૉલીવુડની ટોચની અભિનેત્રી તાપસી પન્નૂ સાથે સિદ્ધાર્થ કપૂર દ્વારા પ્રૉડ્યૂસ કરવામાં આવતી ફિલ્મ'વો લડકી હૈ કહાં?'માં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર અરશદ સૈયદ છે. તો સિદ્ધાર્થ રોય કપૂર તેને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ એક ઇન્વેસ્ટિગેટિવ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં તાપસી એક ચુલબુલી પોલીસ અધિકારીનું પાત્ર ભજવતી જોવા મળશે. તો પ્રતિક ગાંધી મહત્વના પાત્રમાં જોવા મળશે. 

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ થશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શૅર કરતા પ્રતીક ગાંધીએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘હવે તે તાપસી સાથે એક ખોવાયેલી છોકરીની શોધમાં જોવા મળશે.’ સાથે જ તેણે વો લડકી હે કહાને હૅશટૅગનો પણ વપરાશ કર્યો છે.  

પ્રતીક ગાંધીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ અભિનેતાએ મથુરામાં અતિથિ ભૂતો ભવનું શૂટ ખતમ કર્યું હતું.  

તાપસી પન્નુના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'હસીન દિલરુબા', 'જન ગન મન', 'રશ્મિ રોકેટ', 'લૂપ લપેટા', 'દોબારા' તથા 'શાબાશ મિઠુ'માં કામ કરી રહી છે.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pratik Gandhi (@pratikgandhiofficial)

February 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક