Tag: Pre Quarter Final

  • Asian Games 2023: એશિયાડમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન..ભારતની રોશિબિના દેવીએ વુશુમાં જીત્યો સિલ્વર મેડલ.. જાણો ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા.. વાંચો વિગતે અહીં..

    Asian Games 2023: એશિયાડમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન..ભારતની રોશિબિના દેવીએ વુશુમાં જીત્યો સિલ્વર મેડલ.. જાણો ભારતે કુલ કેટલા મેડલ મેળવ્યા.. વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

     Asian Games 2023: ચીન (China) ના હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સ (Asian Games) માં 27 સપ્ટેમ્બરે ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. વુશુ (Wushu) માં, ભારતની રોશિબિના દેવી (Roshibina Devi) એ મહિલાઓની 60 કિલો વર્ગની સેમિફાઇનલ મેચ જીતીને ગોલ્ડ મેડલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રોશિબિનાએ સેમિફાઇનલ મેચમાં વિયેતનામના ખેલાડી ન્ગુયેન થી થુ થી સામે 2-0થી જીત મેળવીને ગોલ્ડ મેડલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

    રોશિબિના દેવીએ અગાઉ 2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે 28 સપ્ટેમ્બરે ગોલ્ડ મેડલ મેચમાં રોશિબિનાનો સામનો ચીનની ખેલાડી વુ ઝિયાઓવેઈ સાથે થશે. અત્યાર સુધીમાં ભારત એશિયન ગેમ્સમાં વુશુમાં 7 મેડલ જીતી ચૂક્યું છે પરંતુ એક પણ વખત ગોલ્ડ જીતવામાં સફળ રહ્યું નથી.

    આ સિવાય ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. શૂટિંગ ટીમમાં સરબજોત સિંહ, અર્જુન સિંહ ચીમા, શિવા નરવાલ સામેલ હતા.

    આ સમાચાર પણ વાંચો : Mumbai : ઘાટકોપરની હિન્દુ મહાસભા હોસ્પિટલ પર ચાલ્યું બુલડોઝ, પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ ઇમારત . જુઓ વિડીયો

     ભારતે અત્યાર સુધીમાં કુલ 22 મેડલ જીત્યા..

    ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીને મહિલાઓની 50 કિગ્રા વજન વર્ગની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં દક્ષિણ કોરિયાની ચોરોંગ બાકને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હવે જો તે સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ થશે તો તે દેશ માટે મેડલ સુનિશ્ચિત કરવામાં સફળ રહેશે.

    આજે ટેબલ ટેનિસમાં પણ ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. મિક્સ ડબલ્સમાં જી સાથિયાન અને મનિકા બત્રાની ભારતીય જોડીએ હવે થાઈલેન્ડની જોડીને હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પુરૂષોની ટેનિસ જોડી ઈવેન્ટમાં માનવ ઠક્કર અને માનુષ શાહે પણ અંતિમ 32માં જગ્યા બનાવી લીધી છે.

    એશિયન ગેમ્સ 2023માં ભારતે અત્યાર સુધીમાં કુલ 22 મેડલ જીત્યા છે. આમાં ટીમ ઈન્ડિયાને શૂટિંગ ઈવેન્ટ્સમાં સૌથી વધુ સફળતા મળી. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.