Tag: prepare

  • આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં પોતાના પાત્ર ને ન્યાય આપવા આ રીતે કરી હતી તૈયારી, અભિનેત્રી એ કર્યો ખુલાસો; જાણો વિગત

    આલિયા ભટ્ટે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ માં પોતાના પાત્ર ને ન્યાય આપવા આ રીતે કરી હતી તૈયારી, અભિનેત્રી એ કર્યો ખુલાસો; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

    શનિવાર

    આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી ટૂંક સમયમાં દર્શકો સામે આવવાની છે. આલિયાએ આ પાત્રને પડદા પર જાદુઈ બનાવવા માટે ઘણી મહેનત કરી છે. અભિનેત્રીએ પોતે આ વિશે જણાવ્યું છે કે આ ફિલ્મમાં કામ કરતી વખતે જૂની ક્લાસિક ફિલ્મોએ તેને ઘણો સપોર્ટ આપ્યો હતો.ગંગુબાઈની તૈયારી માટે આલિયાએ લિજેન્ડ અભિનેત્રી મીના કુમારીની ઘણી બધી ફિલ્મો જોઈ. વાસ્તવમાં, સંજય લીલા ભણસાલી ઇચ્છતા હતા કે આલિયા આ પાત્રમાં સંપૂર્ણ રીતે પોતાની જાત ને ઢાળી દે, સંજય લીલા ભણસાલી એ જમાનાની અભિનેત્રીના ચહેરા પર જે ચાર્મ દેખાવા જોઈએ તે વિશે થોડાક વિચારમાં હતા, આવી સ્થિતિમાં આલિયાને કામ કરાવવાનું મળ્યું. આ દરમિયાન તેણે અભિનેત્રીને સૂચન કર્યું કે તેણે મીના કુમારીની ફિલ્મો જોવી જોઈએ.

    મીના કુમારીની ફિલ્મો ઉપરાંત આલિયાએ શબાના આઝમી અભિનીત ફિલ્મ મંડી પણ જોઈ હતી. શ્યામ બેનેગલની ફિલ્મમાં આલિયાની મમ્મી સોની રાઝદાન, અમેરિકન પિરિયડ ડ્રામા 'મેમોઇર્સ ઑફ અ ગીશા' વગેરે જેવી ફિલ્મો આલિયાની તૈયારીનો ભાગ હતી.એક ન્યૂઝ એજન્સી ને આપેલા ઈન્ટરવ્યુમાં આલિયાએ કહ્યું – 'સંજય લીલા ભણસાલી  ઈચ્છતા હતા કે હું મીના કુમારીની ફિલ્મો જોઉં. તેણીના અભિવ્યક્તિઓ, તેણીની ગાવાની શૈલી, જોકે હું આ  ફિલ્મમાં ગાતી જોવા નહીં મળું. પણ તેની આંખોમાં નિરાશા હતી, પણ તેના ચહેરા પરની ચમક એક શક્તિ હતી. સંજય સર કેહતા હતા કે તેનો ચહેરો જુઓ. શું વાત છે. મેં મંડી પણ જોઈ.

    દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મમાં કેટલી છે ‘ગહેરાઈયા’? જાણો મૂવી નો રીવ્યુ

    આલિયાએ વધુમાં જણાવ્યું કે – સંજય લીલા ભણસાલીએ તેને સેટ પર સારું ખાવા અને હંમેશા ખુશ રહેવાની સૂચના આપી હતી. તેણે કહ્યું- 'સેટ પર મારી પાસે સૌથી વધુ ખાવાનું રહેતું હતું. શૂટિંગ વખતે હું ઘરનું ખાવાનું લાવતી હતી . તેથી મેં તે સમય ખૂબ જ માણ્યો હતો.'' આલિયાએ કહ્યું કે તે ગોવિંદાની ફિલ્મો જોઈને મોટી થઈ છે. તેમણે હિન્દી સિનેમામાં એક કરતાં વધુ કલાકારોનો શાનદાર અભિનય જોયો છે, જે તેમને ગંગુબાઈમાં ખૂબ જ ઉપયોગી થયો હતો.

  • ગણપતિબાપ્પાના વિસર્જન માટે મુંબઈ મનપાએ ચોપાટીઓ પર કરી આ ધરખમ તૈયારીઓ; જાણો વિગત

    ગણપતિબાપ્પાના વિસર્જન માટે મુંબઈ મનપાએ ચોપાટીઓ પર કરી આ ધરખમ તૈયારીઓ; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

    શુક્રવાર

    રવિવારે અનંતચતુર્દશીના દિવસે ગણપતિબાપ્પાને વિદાય આપવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈની જુદી જુદી ચોપાટીઓ તથા વિસર્જન સ્થળ પર જોરદાર તૈયારીઓ કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને તમામ નિયમોનું પાલન કરીને ગણેશમૂર્તિઓનું વિસર્જન થાય એની તકેદારી પાલિકાએ રાખી છે.

    મુંબઈના 24 વૉર્ડમાં વિસર્જન માટે પાલિકાના લગભગ 25 હજાર કર્મચારીઓને ફરજ પર તહેનાત કરવામાં આવવાના છે. વિસર્જન માટે ભીડ ન થાય અને કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થાય નહીં એ માટે તમામ વૉર્ડમાં કૃત્રિમ વિસર્જન સ્થળ તૈયાર કરવામાં આવ્યાં છે. એમાં 173  સ્થળે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યાં છે. આવશ્યકતા મુજબ મૂર્તિ સંકલન કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે. એટલે કે પાલિકા દ્વારા ગણેશમૂર્તિનું વિસર્જન કરવા માટે ઊભાં કરવામાં આવેલાં સેન્ટરોમાં ભક્તો પોતાની ગણેશમૂર્તિ આપી શકશે. ફરતાં વિસર્જન સ્થળ પણ ઊભાં કરવામાં આવ્યાં છે. 73 ઠેકાણે નૈસર્ગિક વિસર્જન સ્થળે પણ પાલિકાએ પૂરતી વ્યસ્થા કરી છે. જેમાં જુદી જુદી ચોપાટીઓ સહિતનાં વિસર્જન સ્થળ પર 715 લાઇફગાર્ડ્સ નીમવામાં આવ્યા છે. ગણેશમૂર્તિના વિસર્જન માટે આવનારાં વાહનો ચોપાટી પર રેતીમાં ફસાઈ જાય નહીં એ માટે 587 સ્ટીલ પ્લૅટ બેસાડીને વાહનો માટે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

    વિસર્જન સ્થળ પર ફૂલ તથા હાર જેવા નિર્માલ્ય માટે 338 કલશ, 182 નિર્માલ્ય વાહનો, 185 કંટ્રોલ રૂમ, 144 પ્રાથમિક ઉપચાર કેન્દ્ર, 39 ઍમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે જુદાં જુદાં સ્થળે 84 તાત્પૂરતાં શૌચાલય, 3,707 ફ્લડ લાઇટ, 116 સર્ચ લાઇટ, 48 વૉચિંગ ટાવર ઊભાં કરવામાં આવ્યાં છે. વિસર્જન સ્થળ પર 36 મોટર-બોટ અને 30 જર્મન તરાપાની સુવિધા ઊભી કરવામાં આવી છે.

    કોરોનાને પગલે વિસર્જન માટે આવનારા તમામ ભક્તોને માસ્ક પહેરવાનો તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ પાલિકાએ આપી છે. તેમ જ વિસર્જન માટે 10થી વધુ લોકોને હાજર રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં, પણ વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિઓને જ વિસર્જનમાં ભાગ લેવાની અપીલ પણ પાલિકાએ કરી છે.

    લો બોલો! વેક્સિન માટે સામાન્ય નાગરિકોનાં વલખાં, પરંતુ રાજકારણીઓને મળ્યો વેક્સિનનો બુસ્ટર ડોઝ; જાણો વિગત

  • મુંબઈ મનપા એલર્ટ મોડ પર, ચાલુ કરી દીધી ત્રીજી લહેરની તૈયારી, આટલા કરોડ રૂપિયાના ખર્ચે ખરીદશે દવાઓ તથા કોરોના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર આપશે ભાર; જાણો વિગત

    મુંબઈ મનપા એલર્ટ મોડ પર, ચાલુ કરી દીધી ત્રીજી લહેરની તૈયારી, આટલા કરોડ રૂપિયાના ખર્ચે ખરીદશે દવાઓ તથા કોરોના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર આપશે ભાર; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

    ગુરુવાર

    યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની ત્રીજી લહેર જોખમી સાબિત થઈ રહી છે. ભારતમાં ઑગસ્ટના અંતથી સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર ત્રાટકવાની શક્યતા છે. એથી મુંબઈ મહાનગરપાલિકા અત્યારથી ચેતી ગઈ છે. ત્રીજી લહેરના જોખમને ધ્યાનમાં રાખીને પાલિકાએ      પ્રત્યેક દર્દીની પાછળ 20 લોકોનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરશે. હાલ 30,000 ટેસ્ટિગં થાય છે, એમાં હજી વધારો કરશે. એ ઉપરાંત તમામ હૉસ્પિટલ તથા કોવિડ કૅર સેન્ટરમાં ઑક્સિજન પલંગ, ICU પલંગની સંખ્યા વધારવાની સાથે જ દવાઓ પણ ખરીદવામાં આવી રહી છે. એ માટે બુધવારે 36 કરોડ રૂપિયાનો દવાનો પ્રસ્તાવ પણ સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો હતો. એ સાથે જમ્બો કોવિડ સેન્ટર માટે દવા, ઑક્સિજન સ્ટોર કરવા માટે ટૅન્ક વગેરેની તૈયારી પણ જોરદાર કરવામાં આવી રહી છે.

    ટ્રેનના પાસ મળે છે એ ખરું, પણ જો થઈ આ ભૂલ તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ નહીં મળે પાસ; જાણો વિગત

    કોરાનાની બીજી લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો પશ્ચિમ ઉપનગરના બોરીવલી, કાંદિવલી રહ્યા હતા. એને ધ્યાનમાં રાખીને પાલિકા કાંદિવલીમાં આવેલી ESIS હૉસ્પિટલમાં 68 પલંગ કોરોનાના દર્દી માટે અનામત રાખી રહી છે. અહીં ICU વૉર્ડ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. એ માટે પાલિકા લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરવાની છે.