• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - president election
Tag:

president election

દેશ

દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને મળ્યા નવા અધ્યક્ષ- આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના આ વ્યક્તિના હાથમાં આવ્યું સુકાન

by Dr. Mayur Parikh October 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા છે. 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીત્યા છે. 

ખડગેને 7,897 મત મળ્યા હતા, જ્યારે શશી થરૂરને 1,072 મત મળ્યા હતા. 

એટલે કે ખડગેએ 8 ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો : આનંદો- ધનતેરસ પહેલા સોનું થયું સસ્તું-ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જોઈ લો તમારા શહેરમાં શું છે કિંમત

October 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું- આ કારણે લીધો મોટો નિર્ણય

by Dr. Mayur Parikh October 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ અધ્યક્ષ પદ(Congress president election) માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Kharge)એ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ(LoP Rajya Sabha) પરથી રાજીનામું(Resign) આપી દીધું છે. 

રાજીનામું આપ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, તેમણે કોંગ્રેસ(congress)ના ‘એક નેતા, એક પદ’ના નિયમ હેઠળ આ નિર્ણય લીધો છે.

રાજીનામા બાદ હવે આ પદ માટે પી. ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ રેસમાં આગળ છે. 

ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિર(chintan shivir congress)માં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે પદ નહીં સંભાળે. 

એટલે કે કોઈપણ નેતાએ બીજા પદ પહેલા પોતાના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.

આ સમાચાર પણ વાંચો : દુકાનના બોર્ડ મરાઠીમાં લખવાની મુદત ખતમ- મુંબઈમાં માત્ર આટલા ટકા દુકાનોએ જ લગાવ્યા મરાઠી સાઈનબોર્ડ- હવે શું કરશે પાલિકા

October 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી બની રોચક- વધુ એક દિગ્ગજ નેતા ઉતર્યાં મેદાનમાં- ટૂંક સમયમાં નોંધાવશે ઉમેદવારી

by Dr. Mayur Parikh September 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આગામી દિવસોમાં યોજાનાર કોંગ્રેસ(congress) અધ્યક્ષની ચૂંટણી(President Election) વધારે રોચક બની છે. 

શશી થરુર(Shashi Tharoor) અને અશોક ગેહલોત(Ashok Gehlot) બાદ હવે વધુ એક મોટા ગજાના નેતા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ સિનિયર નેતા દિગ્વિજય સિંહે(Digvijaya Singh) પણ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

તેઓ ટૂંક સમયમાં જ ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. 

ઉલ્લેખનીય છે કે દિગ્વિજય સિંહ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ભાગ લઈ રહ્યા હતા. 

આ સમાચાર પણ વાંચો : જો તમે સોનામાં રોકાણ કરવા માંગો છો તો આ બાબતોનું ધ્યાન રાખો- નહીં તો થઈ શકે છે નુકસાન

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દ્રૌપદી મુર્મૂ કે યશવંત સિંહા- કોણ બનશે દેશના નવા રાષ્ટ્રપતિ- આજે આવશે પરિણામ

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોણ બનશે દેશના 15મા રાષ્ટ્રપતિ(New President)? આ સવાલનો જવાબ આજે મળી જશે

આજે સવારે 11 વાગ્યાથી સંસદ ભવનમાં મતગણતરી(vote counting) શરૂ થઈ જશે. 

આ ચૂંટણીમાં મત નાખવા માટે બનાવવામાં આવેલા ઈલેક્ટ્રોલર કોલેજના સભ્યોના મતનું કુલ મૂલ્ય 10,98,882 છે.

દ્રૌપદી મૂર્મૂ(draupadi Murmu) અને યશવંત સિન્હા(Yashwant Sinha)માંથી જે પણ ઉમેદવાર 5,49,442 મત મેળવશે તેઓ આ ચૂંટણી જીતી લેશે. 

નવા રાષ્ટ્રપતિને 25 જુલાઈના રોજ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બોગસ મતદારોને પકડી પાડવામાં ઇલેક્શન કમિશનને લીધું મોટું પગલું- મતદારોએ આપવો પડશે હવે આ દસ્તાવેજ-જાણો વિગત

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
President of India launched 'My Bengal, Addiction Free Bengal' campaign organized by Brahma Kumaris
વધુ સમાચાર

રાષ્ટ્રપતી પદ માટે મતદાન ચાલુ છે ત્યારે દ્રૌપદી મૂર્મુ સંદર્ભે ઉત્તર મુંબઈ ભાજપના પ્રસિદ્ધિ પ્રમુખ નીલા સોની રાઠોડ દ્વારા લખવામાં આવેલો લેખ- ધન્ય બની ધરા ઉપરબેડા ગામની — દ્રૌપદી મૂર્મુ દેશનાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઓરિસ્સાના આ ગામને પ્રસિદ્ધિ ના સર્વોચ્ચ શિખરે લઈ ગયા

by Dr. Mayur Parikh July 18, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઉપરબેડા ગામ, સંથાળી જનજાતિ, કાન્હુ નદી, કદમ્બ વૃક્ષ, આજે સર્વ જ હરખની હેલીએ ચડ્યા છે. 

ઉપરબેડા ગામની કાન્હુ નદી પર પુલ નહોતા અને  આદિવાસી બહુલ નાનકડું ઉપરબેડા ગામ નદી ની પેલે પાર જઈ કોઈ વ્યવહાર કરી ન શકે તેવી સ્થિતિ. અહીં જ ખરી પરીક્ષા છે એક સાચા સમાજ સેવકની.

દ્રૌપદી મૂર્મુ આ નદી પર પુલોના નિર્માણ માટે અથક પરિશ્રમ કરે છે. ૨૨ વર્ષ પૂર્વે આ નદીની  પત્થરની દીવાલો પુલો અને તેના ઉદ્ઘાટન માટે આવેલા દ્રૌપદી મૂર્મુ ના કાર્યોની સુવાસે આજે તેમને ગામની ગલીઓથી દિલ્હીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને નિશ્ચિત જ થનાર તેવા રાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડ્યા હોવાથી ઓરિસ્સાના ઉપરબેડા ગામ અને આદિવાસી સાંથાળી વસ્તીમાં આનંદનો માહોલ જામ્યો છે. 

ઉપરબેડા ગામની સામાન્ય શાળાના શિક્ષણ દરમિયાન વર્ગમાં કાયમ પ્રથમ આવતા એક વિદ્યાર્થીની એટલે દ્રૌપદી મૂર્મુ. સાતમા ધોરણ સુધી પ્રાથમિક શિક્ષા દરમ્યાન જ અભ્યાસ માં પ્રથમ આવનાર આ વિદ્યાર્થીની વકતૃત્વ સ્પર્ધામાં અગ્રેસર રહેતા. પરંતુ પંચાયત સદસ્ય, રાજનૈતિક જીવન, ધારાસભ્ય, રાજ્યપાલ આતો કલ્પના બહારની વાતો.

આ સમાચાર પણ વાંચો : ચોમાસું સત્રની હંગામા સાથે થઇ શરૂઆત- લોકસભાની કાર્યવાહી બપોરના આટલા વાગ્યા સુધી સ્થગિત

વર્ગ માં અભ્યાસમાં પ્રથમ સ્થાન મેળવવું અને શાળાની ઇતર પ્રવૃતિઓમાં સામેલ થવું, અગ્રેસર રહેવું એજ નિત્યક્રમ. શાળાની નજીક માં રહેણાંક એટલે સખી નામે તપ્તી મંડલને પોતાને ઘરે બોલાવી સાથે જમવું ખાવું અને સાથે અભ્યાસ કરી સંગાથે શાળા તરફ પ્રયાણ કરનારા દ્રૌપદી મૂર્મુ આગળ વધ્યા અને સમાજસેવા રાજકારણ કરતા કરતા રાજ્યપાલ બન્યા ત્યાં સુધીમાં તો અન્ય કોઈ પણ હોય તો આ બાળપણની મૈત્રી વિસારે પાડી શકે. પણ શાળાના શિક્ષક બસંત ગિરિએ કહ્યું કે બાળપણથી પરોપકારી અને તેજસ્વી વિદ્યાર્થીની દ્રૌપદી મૂર્મુ રાજનૈતિક જીવનના આરંભે પણ આશીર્વાદ લેવા આવ્યા અને રાજ્યપાલ બન્યા પછી અમારી જેવા શિક્ષકોનું સન્માન કરવા પણ ઉપસ્થિત રહ્યાં. આવોજ સુર સખી તપ્તિ મંડલનો કે દ્રૌપદી મૂર્મુ ની મિત્રતા તો કાયમ જ રહી, ન એ ભૂલી ન અમને ભૂલવા દીધી. 

ઉપરબેડા ગામના સાંથાલી આદિવાસી સમાજ ના કલ્યાણ થી માંડી સર્વ જન હિતાય સર્વ જન સુખાયની યાત્રાએ આજે શ્રીમતી દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સુધી પહોંચાડ્યા છે. 

પારિવારિક જીવન અને પુત્રો, પતિ જેવા આત્મીય જનો ને ગુમાવતા ભાંગી પડનાર દ્રૌપદી મૂર્મુ એ બ્રમ્હા કુમારી ના રાજયોગ કેન્દ્રમાં આધ્યત્મિક માર્ગે પોતાની જાતને ફરી બેઠી કરી. પુનશ્ચ હરિ ઓમ કરી સમાજસેવા આગળ ધપાવી અને ગામના રહેવાસી મોતીલાલ મંડલ કહે છે કે ગમે તે ભિન્ન ભિન્ન પદો પર આસીન હોય તોય ગામની મુલાકાત, સમસ્યાઓની માહિતી લે અને ત્યાં સુધી કે પાણીની ટાંકીના નિર્માણ માટે પણ દ્રૌપદી મૂર્મુ કમર કસે. 

આ સમાચાર પણ વાંચો :  ગુજરાતના દાહોદ પાસે થયો ભીષણ રેલ અકસ્માત- અનેક ટ્રેનોને થઈ અસર- જાણો પૂરી વિગત અહીં

કોઈ કામ નાનું મોટું નહિ. કામ અને સતત કામને સમર્પિત એક માયાળુ રાજનીતિજ્ઞ તરીકે ની છબી ઓરિસ્સાના આખા મયુરભંજ જીલ્હા અને આસપાસના પંથકમાં દ્રૌપદી મૂર્મુની રહેલી છે. 

આજે દેશ અને દુનિયાને આદિવાસી સમાજમાં આવું ઝળહળતું રત્ન હોવાનું જ્ઞાત થયું છે. ભારત દેશની સહુ પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ પદના શપથ લેશે તે જોવા આખો દેશ ઉત્સાહિત છે. 

અગણિત શુભેચ્છાઓ અને વધામણાં સાથે વંદન આ કર્મયોગી દ્રૌપદી મૂર્મુ નામક મહિલા શક્તિ ને.

(લેખિકા ઉત્તર મુંબઈ ભાજપના પ્રસિદ્ધિ પ્રમુખ છે.)

July 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આખરે ઉદ્ધવ ઠાકરે ઢીલા પડ્યા- રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરશે દ્રૌપદી મુર્મુનું સમર્થન- સત્તાવાર જાહેરાત કરતા કહી આ વાત- જાણો વિગતે  

by Dr. Mayur Parikh July 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau|Mumbai.  

શિવસેના(Shivsena)એ હવે રાષ્ટ્રપતિની ચૂંટણી(President eletion) માં દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ને સમર્થન આપવાની જાહેરાત કરી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)એ કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં શિવસેનાના કેટલાક સાંસદો અને જિલ્લા પ્રમુખોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન(Support) આપવાની માંગ કરી રહ્યા હતા. જે બાદ પાર્ટીએ નિર્ણય લીધો છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં શિવસેના દ્રૌપદી મુર્મુને સમર્થન આપશે.

આ સાથે જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાની અફવાનો હવે અંત આવ્યો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે શિવસેના ભાજપના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન નહીં આપે. પત્રકારો સાથે વાત કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કાલે સાંસદોની બેઠકમાં કોઈએ મારા પર દબાણ કર્યું નથી. હું એ વાત સ્પષ્ટ કરવા માંગું છું કે અમારા ઘણા આદિવાસી નેતાઓએ મને વિનંતી કરી હતી કે પહેલી વાર કોઈ આદિવાસી રાષ્ટ્રપતિ(President) બની રહ્યાં છે, તેથી શિવસેના તેમને સમર્થન આપવાની જાહેરાત કરી રહી છે. ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ક્યારેય પણ આવી બાબતે રાજનીતિ કરી નથી. આમ તો અમારે વિરોધ કરવો જોઈતો હતો પરંતુ હું એટલો સંકુચિત દ્રષ્ટિકોણવાળો નથી. 

ઉદ્ધવ ઠાકરેનો આ નિર્ણય ચોંકાવનારો છે કારણ કે, શિવસેના સાંસદ સંજય રાઉત (MP Sankay Raut)વિપક્ષ ઉમેદવાર યશવંત સિંહા(Yashwant Sinha)ના પક્ષમાં હતા. તો વળી શિવસેનાના અમુક સાંસદ દ્રૌપદી મુર્મૂને સમર્થન કરી રહ્યા હતા. 
 

July 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે નું અસ્તિત્વ રહેશે ખરું- હવે તમામ સાંસદોએ રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે આ માગણી મૂકી- એક સમયે માંગણી મુકવાનો કોઇને અધિકાર નહોતો- જાણો વિગતે

by Dr. Mayur Parikh July 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

એક સમયે શિવસેના(Shivsena) પાર્ટીમાં શિવસેના અધ્યક્ષ અને માતૃશ્રી સમક્ષ કોઈ માંગણી મુકવી કે પછી કોઈ વિચાર રજુ કરવો  એ બહાદુરીનું અથવા બંડખોરીનુ પ્રતીક માનવામાં આવતું હતું. હવે એવું લાગે છે કે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની પકડ પાર્ટી પરથી ઢીલી પડી ગઈ છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી(President election)માં કોને સમર્થન આપવું તે સંદર્ભે સાંસદો(MP)નો નિર્ણય ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) કરતા અલગ છે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરેને એવો ટોણો માર્યો છે કે માતોશ્રી ને બરાબરના મરચા લાગ્યા હશે- કહ્યું મારી ઓટોરિક્ષા તમારા

શિવસેનાના મુંબઈના સાંસદ રાહુલ શેવાળેએ પત્ર લખીને માંગણી કરી છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે શિવસેના દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)ને સમર્થન આપે. આ સાથે જ તેમણે એવી પણ માંગણી કરી છે કે શિવસેના(Shivsena)ના તમામ સાંસદો(MPs)એ તેને જ મત આપવો જોઈએ. આમ એક તરફ ઉદ્ધવ ઠાકરે તમામ જનપ્રતિનિધિઓ પોતાની સાથે હોવાનો દાવો કરે છે ત્યારે બીજી તરફ હવે સાંસદોમાં પણ સ્વતંત્ર અવાજ અને સ્વતંત્ર વિચાર આવવા માંડયા છે.

July 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બોલીવુડના આ જાણીતા ડિરેક્ટરને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર ટિપ્પણી કરવી પડી ભારે- ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ-જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh June 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ ડિરેક્ટર(Bollywood director) રામ ગોપાલ વર્મા(Ram Gopal Varma) NDAના રાષ્ટ્રપતિ પદના(presidency) ઉમેદવાર દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી(Controversial comment) કરીને વિવાદમાં ફસાઈ ગયા છે. 

તેલંગાનાના(Telangana) ભાજપ નેતા(BJP leader) ગુદુર નારાયણ રેડ્ડીએ(Gudur Narayana Reddy) દ્રૌપદી મુર્મુ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

હૈદરાબાદ પોલીસે(Hyderabad Police) જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ દ્રૌપદી મુર્મુ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફોજદારી કેસ દાખલ કરશે. 

જોકે આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વિટ(Tweet) પર માફી માંગી છે અને સ્પષ્ટતા કરી છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં(New Delhi) રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો :  દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું

June 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિપદની ચૂંટણી(president election) માટે વિપક્ષ પછી હવે ભાજપ(BJP)ના નેતૃત્વમાં એનડીએ(NDA)એ પણ તેના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. 

ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં અંદાજે ૨૦ નામો પર ચર્ચા થઈ હતી અને દ્રૌપદી મુર્મૂ(Draupadi Murmu)ના નામ પર સંમતિ સધાઈ હતી.

આ બેઠક પછી પક્ષપ્રમુખ જેપી નડ્ડા(JP Nadda)એ કહ્યું કે, ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર અને આદિવાસી મહિલા નેતા દ્રૌપદી મુર્મૂ એનડીએ તરફથી રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર(President candidates) હશે.

જેપી નડ્ડાએ કહ્યું કે, દેશને પહેલી વખત આદિવાસી સમાજમાંથી એક રાષ્ટ્રપતિ આપવાની પક્ષની તૈયારી છે. 

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂનું નામ અગાઉ પણ રાષ્ટ્રપતિપદના ઉમેદવારની રેસમાં ચર્ચાયું હતું. 

આ સમાચાર પણ વાંચો : યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મમતા ‘દીદી’એ બોલાવી વિપક્ષની બેઠક- મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં થાય સામેલ-જાણો શું છે કારણ

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(president elecation)ને લઈને તમામ રાજકીય પક્ષો(Political party)માં ગરમાવો ઉગ્ર બન્યો છે. 

પ. બંગાળના CM મમતા બેનર્જી(West Bengal CM Mamata Banergee)એ આ ચૂંટણી માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા માટે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. 

જોકે આ બેઠકમાં શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thacekray) સામેલ નહીં થાય. 

શિવસેના નેતા સંજય રાઉત(Shivsena leader Sanjay Raut)ના જણાવ્યા પ્રમાણે ઠાકરે આ બેઠકના દિવસે અયોધ્યા(Ayodhya)માં હશે. 

તેમણે જણાવ્યું કે, 'ઉદ્ધવ ઠાકરેને 15 જૂને દિલ્હી(Delhi)માં બેઠક માટે આમંત્રણ મળ્યું છે. અમે તે સમયે અયોધ્યામાં હોઈશું, અમારી પાર્ટીના એક મોટા નેતા બેઠકમાં ભાગ લેશે. 

આ ચૂંટણીમાં, ચૂંટણી પંચના 4,809 સભ્યો – સાંસદો અને ધારાસભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.

આ સમાચાર પણ વાંચો : મોર્નિંગ બ્રેક ફાસ્ટ થયો મોંઘો- સ્લાઈસ બ્રેડની કિંમતમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવા ભાવ 

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક