• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - priyamani
Tag:

priyamani

The Family Man 3: Full Star Cast Revealed – Not Just Manoj Bajpayee, See Who Else is in the Series
મનોરંજન

The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ

by Zalak Parikh November 22, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

The Family Man 3: મનોજ બાજપેયી અભિનીત લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ ની ત્રીજી સીઝન 21 નવેમ્બરે ઓટીટી પર રિલીઝ થઇ ગઈ છે. ફેન્સ લાંબા સમયથી આ સીઝનની રાહ જોઈ રહ્યા હતા. આ વખતે સિરીઝમાં નવા ચહેરાઓ સાથે સ્ટોરી વધુ રસપ્રદ બની છે.

આ સમાચાર પણ વાંચો : The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ

મુખ્ય કલાકારો અને તેમની ભૂમિકાઓ

‘ધ ફેમિલી મેન’ સિરીઝના મુખ્ય કલાકારોમાં મનોજ બાજપેયી શ્રીકાંત તિવારી (રો એજન્ટ) તરીકે, અને તેની પત્ની સુચિની ભૂમિકામાં પ્રિયામણી છે. શ્રીકાંત નો જીગરી મિત્ર અને સહકર્મી JK તરીકે શારિબ હાશમી છે. પરિવારના અન્ય સભ્યોમાં અશ્લેષા ઠાકુર તેની દીકરી ધૃતિ તરીકે અને વેદાંત સિન્હા પુત્ર અર્થવ તરીકે છે. સિરીઝના મુખ્ય વિલન તરીકે જયદીપ અહલાવતની રુક્મા તરીકેની એન્ટ્રીથી સ્ટોરીમાં મોટો ટ્વિસ્ટ આવે છે. આ ઉપરાંત, નિમ્રત કૌર મીરા તરીકે શ્રીકાંતની દુશ્મન છે, જ્યારે અન્ય મહત્વની ભૂમિકાઓમાં જુગલ હંસરાજ દ્વારકાનાથ તરીકે, શ્રેયા ધનવંતરી ઝોયા અલી તરીકે અને દર્ષન કુમાર મેજર સમીર તરીકે જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)


સિરીઝમાં ગુલ પનાગ, સીમા બિસ્વાસ અને પવન ચોપરા જેવા કલાકારો પણ જોવા મળશે. તેમની હાજરી સ્ટોરીને વધુ મજબૂત બનાવે છે.રિલીઝ બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર સ્ટાર કાસ્ટની પ્રશંસા કરી રહ્યા છે. મનોજ બાજપેયીનો પાવરફુલ પરફોર્મન્સ અને જયદીપ અહલાવતનો વિલન લુક ચર્ચામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
article 370 ott release date and platform
મનોરંજન

Article 370: થિયેટર બાદ હવે ઓટીટી પર ધૂમ મચાવવા આર્ટિકલ 370, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો યામી ગૌતમ ની ફિલ્મ

by Zalak Parikh April 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Article 370: આર્ટિકલ 370 ને દર્શકો અને વિવેચકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માં યામી ગૌતમ ના અભિનય ના ખુબ વખાણ કરવામાં આવ્યા હતા. આર્ટિકલ 370 ફિલ્મ કાશ્મીર માં આતંકવાદ અને તેની સામે સરકારની લડાઈ પર આધારિત છે. થિયેટરમાં રિલીઝ થયા બાદ દર્શકો હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની જાહેરાત કરવામાં આવી છે.  

આ સમાચાર પણ વાંચો: Malaika arora: પુત્ર અરહાન સાથે આવી રીતે વાત કરવા બદલ મલાઈકા અરોરા થઇ રહી છે ટ્રોલ, સોશિયલ મીડિયા પર લોકો થયા ગુસ્સે

 

આર્ટિકલ 370 ની ઓટીટી રિલીઝ ની  જાહેરાત 

ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ એ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. નેટફ્લિક્સે ફિલ્મનું પોસ્ટર શેર કરતા લખ્યું, ‘તમારું રિમાઇન્ડર સેટ કરો. Netflix પર આવતીકાલે આર્ટિકલ  370 આવી રહી છે.’ ‘આર્ટિકલ 370’ 19 મી એપ્રિલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)


આદિત્ય સુહાસ જાંભલે દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આર્ટિકલ 370’ 23 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં યામી ગૌતમ ઉપરાંત પ્રિયામણી, અરુણ ગોવિલ અને કિરણ કરમરકર મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
maidaan trailer release ajay devgn plays football coach
મનોરંજન

Maidaan: ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા દર્શાવતું મેદાન નું ટ્રેલર થયું રિલીઝ, અજય દેવગન ના અભિનયે કર્યા લોકો ને ઈમોશનલ

by Zalak Parikh March 8, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Maidaan: અજય દેવગણ ની ફિલ્મ મેદાન નું ટ્રેલર આખરે રિલીઝ થઇ ગયું છે. આ અગાઉ નિર્માતાઓએ ફિલ્મ નું ટીઝર રિલીઝ કર્યું હતું હવે ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલર જોઈને ચાહકો ફિલ્મ ને લઈને ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. લોકો એ આ ટ્રેલર ખુબ પસંદ આવી રહ્યું છે. કેટલાક સીનમાં તો અજય દેવગન નો અભિનય જોઈ લોકો ઈમોશનલ થઇ ગયા હતા. 

આ સમાચાર પણ વાંચો : Alia bhatt: થઇ ગયું કન્ફર્મ, દીપિકા બાદ હવે આલિયા ભટ્ટ ની થઇ યશરાજ ની સ્પાઇ યુનિવર્સ માં એન્ટ્રી, આ વ્યક્તિ એ આપ્યું અપડેટ

 

મેદાન નું ટ્રેલર 

બે મિનિટ અને 43 સેકન્ડ ના આ ટ્રેલર માં સૈયદ અબ્દુલ રહીમની સાચી વાર્તાની ઝલક જોવા મળે છે. જેમને પોતાનું જીવન ફૂટબોલને સમર્પિત કર્યું અને ભારતને ગૌરવ અપાવ્યું. ફિલ્મ ના ટ્રેલર ની શરૂઆત અજય દેવગન થી થાય છે. ત્યારબાદ ફૂટબોલ કોચ તરીકે અજયની કઠિન પરીક્ષા શરૂ થાય છે. તે આગામી 10 વર્ષમાં ભારતને ફૂટબોલની રમતમાં વિશ્વ કક્ષાની ટીમ બનાવવાનું સપનું જુએ છે અને તેના માટે નાના શહેરોમાંથી ખેલાડીઓને એકત્ર કરીને તેમને ફૂટબોલની તાલીમ આપે છે.અજય ની આ સફર માં તેની પત્ની ની ભૂમિકા ભજવી રહેલી પ્રિયામણી પણ તેનો સાથ આપે છે. 

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)


મેદાન માં અજય દેવગન ઉપરાંત પ્રિયામણી, ગજરાજ રાવ અને રુદ્રનીલ ઘોષ મુખ્ય ભૂમિકામાં છે. ઝી સ્ટુડિયો, બોની કપૂર, અરુણવ જોય સેનગુપ્તા અને આકાશ ચાવલા દ્વારા નિર્મિત, મેદાન એપ્રિલ 2024માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

March 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
the family man suchi aka actress priyamani share update on webseries next season
મનોરંજન

Priyamani: ધ ફેમિલી મેન ની સૂચિ એટલેકે અભિનેત્રી પ્રિયામણી એ શેર કર્યું સીઝન 3 વિશે એક મોટું અપડેટ, અભિનેત્રીએ જણાવ્યું ક્યારે શરૂ થશે શૂટિંગ

by Zalak Parikh September 23, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Priyamani: ‘ધ ફેમિલી મેન’ ની સૂચિ એટલે કે અભિનેત્રી પ્રિયામણી હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં જોવા મળી હતી. અભિનેત્રીએ પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે પ્રિયામણી ના  ચાહકો તેને ફેમિલી મેન સીઝન 3 માં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. દર્શકો આ સિરીઝના આગામી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અભિનેત્રીએ ફેમિલી મેન સીઝન 3 ને લઇ ને  ચાહકો સાથે એક મોટું અપડેટ શેર કર્યું છે.

આ  સમાચાર પણ વાંચો : salman khan: સલમાન ખાને જોરશોર થી આપી બાપ્પા ને વિદાય, વિસર્જન દરમિયાન ઢોલ ના તાલે ઝૂમ્યો અભિનેતા, જુઓ વિડીયો

પ્રિયામણી એ શેર કર્યું ધ ફેમિલી મેન 3 નું અપડેટ 

એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં જ્યારે પ્રિયમણિને ધ ફેમિલી મેનની ત્રીજી સીઝન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ કહ્યું, “મને લાગે છે કે ગઈકાલે જ રાજ સર અને ડીકે સર એ જાહેરાત કરી છે કે સીઝન ત્રીજી ટૂંક સમયમાં આવી રહી છે. તેથી રાહ જુઓ અને જુઓ.”અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, “હું તેને ત્યારે મળી જ્યારે તે ફર્જી પર કામ કરી રહ્યો હતો, મને નથી લાગતું કે હું તેને ત્યારે મળી જ્યારે તે સિટાડેલ પર કામ કરી રહ્યો હતો, પરંતુ મેં તેને ત્યારે જોયો જ્યારે તે  ફર્જી માટે કામ કરી રહ્યો હતો. અને તેથી અમે તેને પૂછતા રહ્યા, સાહેબ સિઝન ત્રીજી ક્યારે આવી રહી છે, તેણે કહ્યું, જલ્દી… જલ્દી… જલ્દી… તો મને ખાતરી છે, મને લાગે છે કે અમે આવતા વર્ષે શૂટિંગ શરૂ કરવાના છીએ. “

September 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
before jawan nayanthara had got offer shahrukh khan film chennai express
મનોરંજન

Nayanthara: ‘જવાન’ પહેલા નયનતારા ને મળી હતી શાહરૂખની આ ફિલ્મની ઓફર, આ કારણે અભિનેત્રી એ જતો કર્યો મોકો

by Zalak Parikh September 13, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Nayanthara: જવાનને રિલીઝ થયા ને  6 દિવસ વીતી ગયા છે. આ 6 દિવસમાં ફિલ્મે બમ્પર કમાણી કરી છે. આ ફિલ્મ દરરોજ ઘણા રેકોર્ડ પણ બનાવી રહી છે. ફિલ્મનો પહેલો વીકેન્ડ બ્લોકબસ્ટર રહ્યો હતો. ફિલ્મમાં શાહરૂખ સાથે નયનતારા લીડ રોલમાં છે. બંનેને સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે કારણ કે નયનતારા સાઉથની લોકપ્રિય અભિનેત્રી છે જ્યારે શાહરૂખ બોલિવૂડનો કિંગ ખાન છે.નયનતારાને અગાઉ શાહરૂખની ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. પરંતુ અભિનેત્રીએ શાહરૂખ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. 

 

 નયનતારા ને ચેન્નાઇ એક્સપ્રેસ માટે કરવામાં આવી હતી અપ્રોચ 

તમને જણાવી દઈએ કે નયનતારાને શાહરૂખની ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ માટે અપ્રોચ કરવામાં આવી હતી.નયનતારાને લીડ રોલ માટે નહીં પરંતુ ફિલ્મનું લોકપ્રિય અને હિટ ગીત વન ટુ થ્રી ફોર ગેટ ઓન ધ ડાન્સ ફ્લોર કરવાની ઓફર મળી હતી. પરંતુ નયનતારાએ તે કરવાનો ઇનકાર કરી દીધો અને આ પછી પ્રિયામણિ, જે જવાનમાં તેની કો-સ્ટાર હતી, તેણે આ ગીત કર્યું.

નયનતારા એ ગીત કરવાની પાડી ના 

નયનતારાના ના પાડવાનું સૌથી મોટું કારણ એ હતું કે આ ગીત રાજુ સુંદરમે કોરિયોગ્રાફ કર્યું હતું અને તે પ્રભુદેવાના ભાઈ છે. નયનતારા અને પ્રભુદેવા ભૂતકાળમાં રિલેશનશિપમાં હતા અને બ્રેકઅપ બાદ તે તેનાથી દૂર રહેતી હતી. એટલા માટે તે તેના ભાઈ સાથે પણ કામ કરવા તૈયાર ન હતી.ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં કામ ન કરવાનું કારણ એ પણ હતું કે નયનતારા કોઈ આઈટમ સોન્ગ માં કામ કરવા માંગતી ન હતી. તે ફિલ્મનો મહત્વનો ભાગ બનવા માંગતી હતી. તે એક એવું પાત્ર મેળવવા માંગતી હતી જે ખૂબ સારી રીતે લખાયેલું હોય.પરંતુ નયનથારાને ક્યાં ખબર હતી કે શાહરુખ સાથેના એક ખાસ ગીતને ના પાડ્યા પછી તે તેની જ ફિલ્મની મુખ્ય અભિનેત્રી હશે. નયનતારાએ આ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. એટલી ફિલ્મના નિર્દેશક છે. એટલી ની પણ આ પ્રથમ હિન્દી ફિલ્મ છે.

આ સમાચાર પણ વાંચો : Pooja bhatt: પૂજા ભટ્ટે તેના પિતા મહેશ ભટ્ટ સાથે વાયરલ લિપકિસ ફોટો પર તોડ્યું મૌન, કહી આ વાત

September 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jawan 2 priyamani gives hint on jawan sequel reveals the story line of atlee film
મનોરંજન

Jawan 2: શાહરુખ ખાન ની ગર્લ ગેંગ ની એક સદસ્ય એ જણાવી ‘જવાન’ ના સિક્વલ ની વાર્તા, જાણો શું હશે ફિલ્મ માં ખાસ

by Zalak Parikh September 13, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Jawan 2: ‘જવાન’ માત્ર છ દિવસમાં હિટ સાબિત થઈ છે. 300 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાનના ફેન્સને તેનો એક્શન અવતાર ખૂબ જ પસંદ આવ્યો છે. તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફિલ્મની સિક્વલની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં શાહરૂખ ખાનની ગર્લ્સ ગેંગ ની એક સભ્યએ ફિલ્મની સિક્વલને લઈને મોટો સંકેત આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Jawan: ‘જવાન’ની સફળતા પર અક્ષય કુમારે શાહરૂખ ખાનને આપ્યા અભિનંદન, કિંગ ખાનના જવાબે જીતી લીધું દિલ

પ્રિયામણી એ જવાન 2 નો આપ્યો સંકેત 

પ્રિયમણીએ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં જવાનની સિક્વલ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “જવાનમાં, બતાવવામાં આવ્યું છે કે આઝાદની ગર્લ ગેંગમાં છ છોકરીઓ છે. જવાનના પહેલા ભાગમાં, એટલી સરે માત્ર ત્રણ છોકરીઓ ની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો ‘જવાન 2’ બનાવવામાં આવે તો કદાચ એટલી સર અન્ય બે છોકરીઓની વાર્તા કહેશે. પણ, તે બધું ડિરેક્ટર અને શાહરૂખ સર પર નિર્ભર છે.” આ ઉપરાંત અભિનેત્રી એ તેની પ્રખ્યાત વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝન વિશે પણ અપડેટ આપ્યું હતું. ‘ધ ફેમિલી મેન 3’ વિશે વાત કરતાં, તેણીએ કહ્યું, “હું તમને ખાતરી આપી શકું છું કે ત્રીજી સિઝનમાં તમે એક અને બે સિઝનમાં જોઈ હતી તેવી સૂચિ જોવા નહીં મળે. મને ખાતરી છે કે સિઝન ત્રણમાં લોકો માટે કંઈક નવું હશે. ચાલો રાહ જુઓ.”

September 13, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
jawan pre release event in chennai shah rukh khan dance on chennai express song
મનોરંજન

Shahrukh khan dance: જવાનની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં શાહરૂખ ખાને કર્યો જોરદાર ડાન્સ, જબરદસ્ત ડાન્સ મૂવ્સ થી સ્ટેજ પર મચાવી દીધી ધૂમ

by Zalak Parikh August 31, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan dance: શાહરૂખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 31 ઓગસ્ટે વિશ્વની સૌથી મોટી ઇમારત બુર્જ ખલીફા પર રિલીઝ થશે. જો કે, ટ્રેલર રિલીઝ પહેલા, 30 ઓગસ્ટના રોજ ‘જવાન’ની પ્રી-રિલીઝ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર હતી. આ ઈવેન્ટમાં શાહરૂખ ખાને પોતાની સ્ટાઈલથી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .

 

શાહરુખ ખાને કર્યો પ્રિયામણિ સાથે ડાન્સ 

શાહરૂખ ખાનની પ્રી-રીલીઝ ઈવેન્ટની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. હાલમાં જ આ ઈવેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં શાહરૂખ ખાન તેની સુપરહિટ ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના ગીત ‘વન ટુ થ્રી ફોર’ પર જબરદસ્ત અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં શાહરૂખ પોતાના ડાન્સ અને સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવી રહ્યો છે.આ સાથે તેની સાથે પ્રિયામણિ પણ જોવા મળી રહી છે.

#ShahRukhKhan and #Priyamani dancing on their chartbuster song 1 2 3 4 Get on the Dance Floor from Chennai express. t the Jawan prerelease event in Chennai ❤️🔥#JawanPreRelease #Jawan7thSeptember2023 pic.twitter.com/ejB5xmW9VP

— Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) August 30, 2023

જવાન ની પ્રી-રિલીઝ ઇવેન્ટ 

તમને જણાવી દઈએ કે ‘જવાન’ની પ્રી-રીલીઝ ઈવેન્ટ ચેન્નાઈની શ્રી સાઈરામ એન્જિનિયરિંગ કોલેજમાં યોજાઈ હતી, આ ઈવેન્ટમાં શાહરૂખની સાથે ફિલ્મના નિર્દેશક એટલી કુમાર, નયનતારા, વિજય સેતુપતિ, પ્રિયામણિ, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર હાજર રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન બ્લેક સૂટમાં જોવા મળ્યો હતો અને તેણે બ્લેક શેડ્સ પણ પહેર્યા હતા, જેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Gadar 2: ગદર 2 જોતા પહેલા શાહરૂખ ખાને સની દેઓલને ફોન કરીને કહી હતી આ વાત, ‘તારા સિંહ’ એ કર્યો મોટો ખુલાસો

August 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

OTT પર ફરી એકવાર ચાલશે મનોજ બાજપેયીનો જાદુ, આ દિવસથી શરૂ થશે ‘ધ ફેમિલી મેન 3’ નું શૂટિંગ; જાણો વિગત

by Dr. Mayur Parikh February 22, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022         

મંગળવાર

બે સફળ સિઝન આપ્યા પછી, રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડીકે ટૂંક સમયમાં મનોજ બાજપેયી અને પ્રિયામણી સ્ટારર ધ ફેમિલી મેન વેબ સિરીઝની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કરશે. એક ન્યૂઝ પોર્ટલના સમાચાર મુજબ, ધ ફેમિલી મેન 2 ના ક્લાઈમેક્સમાં, આ વેબ સીરિઝનો ત્રીજો ભાગ પણ હોવાનું બહાર આવ્યું છે. રાજ અને કૃષ્ણાએ ત્રીજી સીઝનની સ્ક્રિપ્ટ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.મળતી માહિતી મુજબ, આ વેબ સિરીઝના નિર્માતાઓને ત્રીજી સીઝન નો  વિચાર આવ્યો છે, હવે ફક્ત વાર્તા વિકસાવવાની વાત છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. આ સાથે એ પણ જાણવા મળ્યું છે કે મનોજ બાજપેયી ધ ફેમિલી મેન 3નું શૂટિંગ ક્યારે શરૂ કરશે.

એવી અટકળો ચાલી રહી છે કે છેલ્લી સિઝનના કલાકારો પણ મનોજ અને પ્રિયમણિ સાથે ધ ફેમિલી મેન 3 માં હાજર રહેશે. સ્ક્રિપ્ટ પૂરી થતાંની સાથે જ ત્રીજી સીઝન માટે કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ થશે. ધ ફેમિલી મેન 3નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે અને આ વેબ સિરીઝ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. આ વેબ સિરીઝનું શુટિંગ કયા દિવસથી શરૂ થશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. ધ ફેમિલી મેન શ્રેણીમાં મનોજ બાજપેયી ની સાથે શરીબ હાશ્મી, પ્રિયામણી, સામંથા રૂથ પ્રભુ અને શ્રેયા ધનવંત્રી પણ જોવા મળ્યા હતા.

'ગંગુબાઈ કાઠિયાવાડી'ની રિલીઝ પહેલા કંગના થઈ આક્રમક, આલિયા ભટ્ટ ને લઈ ને કહી આ વાત; જાણો વિગત

રાજ અને ડીકેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, બંનેની પાઇપલાઇનમાં ત્રણ પ્રોજેક્ટ છે. બંનેએ તાજેતરમાં જ શાહિદ કપૂર, રાશિ ખન્ના અને વિજય સેતુપતિને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી વેબ સિરિઝ પૂરી કરી. આ સાથે ગન્સ એન્ડ ગુલાબ્સ પણ રાજ અને ડીજેની પાઇપલાઇનમાં છે જેમાં રાજકુમાર રાવ, દુલકર સલમાન અને આદર્શ ગૌરવ જોવા મળશે.આ જોડી વરુણ ધવન અને સમાનતા ની સાથે સિટાડેલની તૈયારીઓ પણ શરૂ કરશે. ધ ફેમેલી મેન ની ત્રીજી સીઝન ના સમાચાર સામે આવતા જ મનોજ બાજપેયીના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. કારણ કે ચાહકો લાંબા સમયથી મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફેમિલી મેનની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા હતા.

 

February 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શાહરુખ ખાન અને નયનતારાની ફિલ્મમાં ‘ધ ફૅમિલી મૅન’ આ અભિનેત્રીની એન્ટ્રી; જાણો વિગત

by Dr. Mayur Parikh September 4, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 4  સપ્ટેમ્બર, 2021

શનિવાર

 

બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાન અને નયનતારાની ફિલ્મનું શૂટિંગ પુણેમાં શરૂ થયું છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયામની પણ જોવા મળશે. જે છેલ્લે 'ધ ફૅમિલી મૅન'માં જોવા મળી હતી. ફિલ્મની વાર્તામાં અભિનેત્રી પ્રિયામની મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. શાહરૂખ ખાન અને નયનતારા ફિલ્મના પુણે શેડ્યૂલમાં સાથે જોડાશે. પ્રિયામની પુણે પહોંચી ચૂકી છે.

ઋષિ કપૂરના જન્મદિવસ પર ચાહકોને મળી ભેટ, છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન'નો ફર્સ્ટ લુક થયો રિલીઝ, આ અભિનેતાએ પૂરી કરી ભૂમિકા; જાણો વિગત

ફિલ્મનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ઍક્શનથી ભરપૂર મનોરંજન કરનાર પોતાનું કામ શરૂ કરવા માટે તૈયાર છે. ડેવલપમેન્ટના નજીકના સૂત્રે જણાવ્યું કે ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે શાહરુખ અને પ્રિયામનીએ એક વખત ચેન્નઈ એક્સપ્રેસમાં સાથે કામ કર્યું છે. જોકે અભિનેત્રી આ ફિલ્મમાં મહેમાનની ભૂમિકા ભજવી હતી. શાહરુખ ખાનના બૅનર રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શાહરુખ ખાનની ડબલ રોલવાળી ફિલ્મના ડિરેક્ટર એટલી છે.   

September 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ધ ફેમિલી મેનની આ અભિનેત્રીએ વિવાહિત પુરુષ સાથે લગ્ન કર્યા; લગ્ન ગેરકાયદે હોવાનો પહેલી પત્નીનો દાવો, જાણો વિગત

by Dr. Mayur Parikh July 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ જુલાઈ, ૨૦૨૧

મંગળવાર

ધ ફેમિલી મેનની પ્રસિદ્ધ અભિનેત્રી પ્રિયામણીના મુસ્તફા રાજ સાથેના લગ્ન ગેરકાયદે હોવાનો દાવો તેની પહેલી પત્ની આયેશાએ કર્યો છે. તેણીએ મીડિયાને કહ્યું છે કે હજી મુસ્તફા સાથે કાયદેસર છૂટાછેડા થયા નથી. જોકે, મુસ્તફા અને આયેશા 2013માં છૂટા થઈ ગયા હતા અને તેણે 2017માં પ્રિયમણી સાથે લગ્ન કર્યા હતા. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે. મુસ્તફા રાજ અને આયેશાને બે બાળકો છે.

મુસ્તાફે આ મામલે એક મીડિયા હાઉસને કહ્યું છે કે આ વસૂલી કરવાનો પ્રયાસ છે. તેણે ઉમેર્યું હતું કે “મારી સામેના આરોપો ખોટા છે. હું નિયમિત રીતે આયેશાને બાળકોની દેખરેખ માટે વળતર ચૂકવી રહ્યો છું. તે ફક્ત મારી પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરી રહી છે."

ભાગેડુ વિજય માલ્યાને લાગ્યો મોટો ઝટકો, બ્રિટિશ કોર્ટે જાહેર કર્યો ‘નાદાર’ ; ભારતીય બેંકો હવે આસાનીથી કરી શકશે આ કામ

ઉલ્લેખનીય છે કે મૂળ સાઉથની અભિનેત્રી પ્રિયામણીને ‘ધ ફેમિલી મેન’ સીરીઝથી ખૂબ પ્રસિદ્ધિ મળી છે. આ અભિનેત્રીએ પણ આયેશાના તમામ આરોપોને રદિયો આપ્યો હતો. આ મામલે આયેશાએ એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “મુસ્તફા હજી મારી સાથે વિવાહિત છે. મુસ્તફા અને પ્રિયમણીના લગ્ન ગેરકાયદે છે. અમે છૂટાછેડા માટે અરજી પણ કરી નથી અને પ્રિયમણી સાથે લગ્ન કરતી વખતે તેણે કોર્ટમાં જાહેર કર્યું કે તે બેચલર છે."

July 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક