Tag: pwd

  • Mumbai Goa Highway Block:  Mumbai Goa Highway Block:  મુંબઈ-ગોવા હાઈવે 3 દિવસ સુધી દરરોજ 4 કલાક માટે બંધ રહેશે; જાણો સમય અને વૈકલ્પિક માર્ગ..

    Mumbai Goa Highway Block: Mumbai Goa Highway Block: મુંબઈ-ગોવા હાઈવે 3 દિવસ સુધી દરરોજ 4 કલાક માટે બંધ રહેશે; જાણો સમય અને વૈકલ્પિક માર્ગ..

     News Continuous Bureau | Mumbai

    Mumbai Goa Highway Block: મુંબઈ ગોવા હાઈવે ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આ માર્ગ પર કોલાડ નજીક પોઈ ખાતે નવા બ્રિજ ગર્ડર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામ માટે મુંબઈ-ગોવા હાઈવે પર 11 જુલાઈથી 13 જુલાઈ સુધી ત્રણ દિવસનો બ્લોક રાખવામાં આવશે. આ બ્લોક બે તબક્કામાં લેવામાં આવશે. તદનુસાર, આ બ્લોક સવારે 6 થી 8 અને બપોરે 2 થી 4 એમ બે તબક્કામાં થવાનો છે.

    Mumbai Goa Highway Block:  બ્લોક આજથી ત્રણ દિવસ અને 4 કલાક માટે રહેશે.

    ટ્રાન્સપોર્ટ વિભાગના ઉચ્ચ મહાનિર્દેશકે આ સંદર્ભે સૂચના જારી કરી છે.  કોલાડ નજીક પૂઈ ખાતે નવો પુલ નિર્માણાધીન છે. આ કામ માટે આ રોડ પરનો ટ્રાફિક ( traffic )  બંધ કરવો જરૂરી હોવાથી મુંબઈ-ગોવા હાઈવે પર આ બ્લોક લેવામાં આવશે. આ બ્લોક આજથી ત્રણ દિવસ અને 4 કલાક માટે રહેશે. આ દરમિયાન હાઈવેની બંને તરફનો વાહનવ્યવહાર બંધ રહેશે. દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની સલાહ આપવામાં આવી છે  .

    આ સમાચાર પણ વાંચો: Mumbai : મુંબઈગરાઓ માટે મોટા સમાચાર! ટેક્સી, રિક્ષાની મુસાફરી થશે મોંઘી, સંગઠને કરી ભાવ વધારાની માંગ..

    Mumbai Goa Highway Block: મુંબઈથી ગોવાનો વૈકલ્પિક માર્ગ

    1) મુંબઈ ગોવા હાઈવે વાકન – પાલી – ભીશેખિંડ – રોહા કોલાડ

    2) વાકન – પાલી – રાવલજે – નિઝામપુર – માનગાંવ થી મુંબઈ ગોવા હાઈવે

    3) ખોપોલી – પાલી – રાવલજે – નિઝામપુર – માનગાંવ થઈને મુંબઈ ગોવા હાઈવે

  • Mumbai Goa Highway : RTI અરજીમાં થયો ચોંકવનારો ખુલાસો, મુંબઈ-ગોવા હાઈવે પર 10 વર્ષમાં 6000 કરોડ ખર્ચાયાઃ ટ્રાફિકની સમસ્યા યથાવત..

    Mumbai Goa Highway : RTI અરજીમાં થયો ચોંકવનારો ખુલાસો, મુંબઈ-ગોવા હાઈવે પર 10 વર્ષમાં 6000 કરોડ ખર્ચાયાઃ ટ્રાફિકની સમસ્યા યથાવત..

    News Continuous Bureau | Mumbai

    Mumbai Goa Highway : મુંબઈ-ગોવા હાઈવે પ્રોજેક્ટમાં નોંધપાત્ર ખર્ચ થયો હોવાનું માહિતી એક આરટીઆઈ ( RTI ) કાર્યકર્તા દ્વારા ચોંકવનારો ખુલાસો કરવામાં આ્વ્યો છે. આનાથી મહારાષ્ટ્રના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ  ( PWD ) ની કાર્યક્ષમતા અને પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. આરટીઆઈ કાર્યકર્તાએ આ અંગે માહિતી મેળવી છે. જે પ્રમાણે 10 વર્ષમાં મુંબઈ-ગોવા હાઈવે પર 6000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

    કેન્દ્ર સરકાર ( Central Govt ) અને મહારાષ્ટ્ર PWD બંને તરફથી RTI કાયદા હેઠળ મળેલી માહિતી અનુસાર, નવા ફોર-લેન હાઈવે ( Four lane highway )પર કુલ 6,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે, જ્યારે સમારકામના કામ પર 192 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ રોડની હાલની સ્થિતિથી તદ્દન વિપરીત છે. તેથી સ્પષ્ટ થાય છે કે આ પ્રોજેક્ટના સંચાલન અને દેખરેખની તપાસ કરવાની જરૂર છે.

    રોડના મોટા ભાગની જવાબદારી સંભાળતા પીડબલ્યુડી વિભાગે શરૂઆતમાં રાઈ ટુ ઈન્ફોરમેશન અંતર્ગત માહિતી આપવામાં આનાકાની કરી હતી. જો કે, કેન્દ્ર સરકારની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( NHAI ) સંપૂર્ણ વિગતો તપાસવા આવવાની હતી. NHAI એ અહેવાલ આપ્યો છે કે, જે મુજબ મુંબઈ-ગોવા હાઈવેના 471 કિલોમીટરના પટમાંથી, તે ફક્ત 84.6 કિલોમીટર માટે જ જવાબદાર છે, જ્યારે બાકીનો PWD વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે. NHAI એ વધુમાં જણાવ્યું હતું કે 2013 થી, તેણે નવા રસ્તાઓ પર રૂ. 1,779,85,57,110 કરોડ અને સમારકામના કામ પર રૂ. 145,82,36,926 કરોડ ખર્ચ્યા છે. વધુમાં, NHAIએ 2011માં કોન્ટ્રાક્ટર સાથેનો કોન્ટ્રાક્ટ વિવિધ ક્ષતિઓને કારણે રદ કર્યો હતો.

     નવા ફોર લેન હાઈવે પર રૂ. 2,354,72,50,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે…

    બીજી તરફ પીડબલ્યુડી પેન ઓફિસ જે શરૂઆતમાં માહિતી આપવા માટે અનિચ્છા દર્શાવતી હતી, આખરે PWD વિભાગએ RTIના અરજીના આદેશનું પાલન કર્યું હતું. તેમજ ઓફિસે આપેલી માહિતી મુજબ નવા ફોર લેન હાઈવે પર રૂ. 2,354,72,50,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ સમારકામના કામમાં કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. જો કે, નવા રસ્તાની જાળવણી ન કરનારા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી, તેમના પ્રત્યે નરમ વલણ સૂચવવામાં આવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Weather Update: મુંબઈમાં ઠંડીનો ચમકારો વધ્યો, પારો પહોંચ્યો 15 ડિગ્રી: પાંચ જિલ્લાઓ માટે જાહેર થયું ઓરેન્જ એલર્ટ, હવામાન વિભાગની આગાહી ..

    બીજી તરફ PWDના રત્નાગીરી વિભાગે રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 2018 થી 2023 દરમિયાન નવા રસ્તાઓ પર રૂ. 1,815,85,50,959 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે 2011 થી 2023 સુધીમાં રૂ. 46,20,79,483 કરોડ રિપેર કામ પર ખર્ચવામાં આવ્યા હતા. કોન્ટ્રાક્ટરોને દંડ ફટકારવામાં આવ્યો હોવાનું પણ કચેરીએ જણાવ્યું હતું. નવા રસ્તાઓના નિર્માણમાં વિલંબ માટે અનુક્રમે 5 અને 8 કરોડ, પરંતુ આ દંડ વસૂલવામાં આવ્યો છે કે કેમ તે રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

    એકંદરે, આંકડા દર્શાવે છે કે, મહારાષ્ટ્રનો ( Maharashtra ) PWD વિભાગ મુંબઈ -ગોવા હાઈવે પરના વિલંબ અને નબળા કામ માટે મુખ્યત્વે જવાબદાર છે. મૂળભૂત RTI માહિતી પ્રદાન કરવામાં અનિચ્છા, તેમજ વિભાગમાં સંભવિત અનિયમિતતા, ભ્રષ્ટાચાર સૂચવે છે. દરમિયાન, વિવિધ પેકેજોમાં કામનું વિભાજન અને બહુવિધ ઓફિસોની સંડોવણી જવાબદારીના પ્રશ્નને વધુ જટિલ બનાવે છે. તેથી આ બાબતે તપાસ થવી જોઈએ, એવું કાર્યકર્તાએ મહાપાલિકા પાસે માંગ કરી છે.

     

  • Mumbai-Goa highway: મુંબઈ-ગોવા હાઈવે દયનીય હાલતમાં, બોમ્બે હાઈકોર્ટે NHAI-રાજ્ય સરકારને ફટકાર્યો અધધ આટલા હજારનો દંડ..

    News Continuous Bureau | Mumbai

    Mumbai-Goa highway: મુંબઈ-ગોવા નેશનલ હાઈવે (NH-66)ના કેટલાક ભાગોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ પૃષ્ઠભૂમિમાં, 5 જુલાઈ, બુધવારના રોજ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની ઝાટકણી કાઢી છે. સાથે જ કોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અને રાજ્ય સરકાર પર દંડ પણ લગાવ્યો છે.

    હાઇવે 2020 સુધીમાં બનાવવાનો હતો

    મુંબઈ-ગોવા હાઈવે (Mumbai-Goa highway) પરના ખાડાઓ પૂરવાનું વચન પૂરું ન કરવા બદલ વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટે સુનાવણી કરી. કોર્ટે કહ્યું કે NHAI અને રાજ્ય સરકારને હાઈવેના નિર્માણમાં બેદરકારી બદલ 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. બોમ્બે હાઈકોર્ટ (Bombay High court) ના ઈન્ચાર્જ ચીફ જસ્ટિસ અને જસ્ટિસ આરિફ ડોક્ટરની બેંચ દ્વારા આ દંડ ફટકારવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાઇવે 2020 સુધીમાં બનાવવાનો હતો, પરંતુ આ માર્ગના ઘણા ભાગોમાં હજુ ખાડાઓ ભરવાના બાકી છે. આ હાઈવેની હાલત દયનીય છે. આ ત્રીજી વખત છે જ્યારે અરજદારો NHAI અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા વચનના અમલીકરણ માટે કોર્ટમાં આવ્યા છે. અરજદાર એડવોકેટ ઓવૈસ પેચકરે હાઈકોર્ટને અંગત રીતે જાણ કરી હતી કે કોર્ટના આદેશ છતાં ખાડાઓ દૂર કરવામાં આવ્યા નથી.

    કોર્ટમાં આપેલું વચન પાળ્યું ન હતું, જાહેર હિતની અરજીમાં મુદ્દો ઉઠાવ્યો હતો

    અગાઉ, જ્યારે મુંબઈ-ગોવા હાઈવે પરના ખાડાઓને ઠીક કરવા માટે હાઈકોર્ટ સમક્ષ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી, ત્યારે NHAI એ કોર્ટ સમક્ષ બાંહેધરી આપી હતી કે ખાડાઓના મુદ્દા પર હાલ ધ્યાન આપવાની જરૂર નથી કારણ કે હાઈવે રોડ બની રહ્યો છે. રોડ પહોળો કરવામાં આવશે અને ખાડાઓ દૂર કરવામાં આવશે. બેન્ચે NHAIને પ્રશ્ન કર્યો કે તેણે સમય વધારવા માટે અરજી કેમ ન કરી, કારણ કે NHAI દ્વારા લેવામાં આવેલ બે વર્ષનો સમયગાળો 2020માં પૂરો થઈ ગયો છે.

    આ સમાચાર પણ વાંચો : Railway News: પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ – કાનપુર અનવરગંજ સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ આ તારીખ સુધી લંબાવી, જાણો સંપૂર્ણ વિગતો…

    અરજદારે એફિડેવિટ દાખલ કરી, ખાડાઓની તસવીરો પણ મુકી

    NHAI માટે હાજર રહેલા વકીલે કોર્ટને જણાવ્યું કે તેણે ટેન્ડરો બહાર પાડ્યા હતા અને કોન્ટ્રાક્ટરને કામ ફાળવ્યું હતું. જો કે, NHAI એ કામ પૂર્ણ ન કરવા બદલ કોન્ટ્રાક્ટરને કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને કોન્ટ્રાક્ટરે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ બીજી અરજી દાખલ કરી હતી. એડવોકેટ પેચકરે પણ આજે કોર્ટ સમક્ષ એક સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં તેણે મુંબઈ ગોવા હાઈવે પરના ખાડાઓના ફોટોગ્રાફ્સ જોડ્યા હતા, જે 2 જુલાઈ, 2023ના રોજ લેવામાં આવ્યા હતા. બેન્ચે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને PWDના અધિક્ષક ઈજનેરને સર્વે હાથ ધરવા અને ચાર અઠવાડિયાની અંદર હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.