• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - railway department
Tag:

railway department

Surat Railway Department approves Elevated Road Development Works at Surat Railway Station
સુરત

Surat : સુરત રેલવે સ્ટેશન ખાતે એલિવેટેડ રોડના વિકાસ કાર્યોને રેલવે વિભાગની મંજૂરી: રૂ. 496.98 કરોડના ખર્ચે એલિવેટેડ રોડ બનશે

by kalpana Verat January 8, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

 Surat : સુરત ( Surat ) માં મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટેશન હબ ( Multi Model Transportation Hub )  રેલવે સ્ટેશન સાકાર થવા જઈ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ( PM Modi ) દ્વારા ભારતના નાગરિકોને વિશ્વકક્ષાની સવલતો આપવાની દિશામાં અનેક કામો થઈ રહ્યા છે, ત્યારે સુરત રેલવે સ્ટેશનને વિશ્વકક્ષાનું બનાવવા માટે અનેક મંજૂરીઓ અને અનેક કામો એક સાથે હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતના સાંસદ અને રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ આ પ્રોજેક્ટને ઝડપથી પૂરો કરવા માટે સતત પ્રત્યનશીલ છે, ત્યારે રેલવે મંત્રાલય ( railway ministry )  દ્વારા મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટેશન હબ ખાતે રૂપિયા 496.98 કરોડના ખર્ચે રેલવે મંત્રાલયના 63 ટકા ફંડિંગ સાથે આ રોડને મંજૂરી આપવામાં આવી છે.

એલિવેટેડ રોડની વિશેષતા એ છે કે તેની કુલ લંબાઈ 5479 મીટરની રહેશે. આ રોડ બનવાથી યાત્રીઓનો સમય બચવા સાથે ઈંધણની પણ બચત થશે. તેમજ વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને રિંગરોડ સીધા રેલવે સ્ટેશન સાથે જોડાશે. નવનિર્મિત કોમર્શિયલ હબ સુધી લોકો સીધા પહોંચી શકશે. યાત્રીઓ માટે પ્લેટફોર્મ સુધી જવું સુવિધાજનક થઈ જશે. આ કોરિડોર બનવાને કારણે સુરત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં આવાગમન ખુબ સરળ બનશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : India-Maldives row: માલદીવના મંત્રીઓને PM મોદીની ટીકા અને અપમાન કરવું ભારે પડ્યું, સરકારે કરી આ કડક કાર્યવાહી…

January 8, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
સુવિધામાં વધારો.. CSMTથી 24 કોચની મેલ-એક્સપ્રેસને હવે પ્લેટફોર્મ મળશે, આ મહિના સુધીમાં પૂરું થશે કામ…
વધુ સમાચાર

શું તમે મેલ એક્સપ્રેસમાં રોજ સફર કરો છો-તો હવે ટિકિટમાંથી મળ્યો છુટકારો-રેલ્વેએ કરી આ જાહેરાત

by Dr. Mayur Parikh July 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રેલવેમાં(Railway) રોજ પ્રવાસ કરનારા પ્રવાસીઓને(passengers) રેલવે પ્રશાસને(Railway department) મોટી રાહત આપી છે. સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોન (SECR) દ્વારા 23 મેલ એક્સપ્રેસ ટ્રેનમાં(Express train) તાત્કાલિક ધોરણથી માસિક(Monthly pass) સિઝન ટિકિટની(monthly season tickets) સુવિધા શરૂ કરી દેવામાં આવી છે.  તેથી હવે પ્રવાસી પહેલાની માફક ગમે તે ટ્રેનમાં સવાર થઈને પ્રવાસ કરી શકશે નહીં. માસિક પાસ ધારકોને આ ટ્રેનમાં ફક્ત જનરલ ડબ્બામાં જ પ્રવાસની છૂટ રહેશે.

રેલવેના(Railway) કહેવા મુજબ ગોંદિયા-મુંબઈ(Gondia-Mumbai ) વચ્ચે દોડનારી એક્સપ્રેસ અને ગોંદિયા-નાગપૂર વચ્ચે પ્રવાસ કરી શકાશે. અમરકંટક એક્સપ્રેસમાં(Amarkantak Express) રાયપુર(Raipur) અને બિલાસપુર(Bilaspur) વચ્ચે પ્રવાસ કરી શકાશે. કોરબા(Korba) અને વિશાખાપટ્ટનમની(Visakhapatnam) વચ્ચે દોડનારી લિંક એક્સપ્રેસમાં(Link Express) કોરબા અને રાયપુર વચ્ચે બંને તરફ પ્રવાસ કરી શકાશે. છત્તીસગઢ એક્સપ્રેસમાં(Chhattisgarh Express) દુર્ગ અને બિલાસપુર વચ્ચે પ્રવાસ કરી શકાશે. હાવડા-અમદાવાદ વચ્ચે દોડનારી એક્સપ્રેસમાં અને ગોંદિયા –નાગપુર વચ્ચે, તિરુપતિ બિલાસપુર વચ્ચે દોડી એક્સપ્રેસ અને રાયપુરથી બિલાસપુર વચ્ચે દોડતી ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. કોલ્હાપુર અને ગોંદિયા વચ્ચે દોડતી એક્સપ્રેસમાં નાગપુર અને ગોંદિયા વચ્ચે પ્રવાસની છૂટ હશે.

આ સમાચાર પણ વાંચો :  બ્યૂટી ટિપ્સ- ચોમાસામાં ત્વચાની સંભાળ માટે અજમાવી જુઓ આ ઘરેલુ નુસખા- પિમ્પલ્સ થી મળશે છુટકારો
 

July 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Delhi : If you are caught taking a selfie on railway tracks.. you may have to go to jail, ordered to collect a fine.. know what the law says..
મુંબઈ

રેલવે ટ્રેક પાસે શાકભાજીની નહીં પણ હવે આની ખેતી થશે-રેલવે ખાનગી કંપનીઓને આપશે કોન્ટ્રેક્ટ-જાણો વિગત

by Dr. Mayur Parikh July 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં ઉપનગરીય(Suburban Mumbai) રેલવેના ટ્રેક(Railway track) પાસે અનેક જગ્યાએ શાકભાજીની ખેતી(Vegetable cultivation)થતી જોવા મળે છે. પરંતુ બહુ જલદી હવે આ ટ્રેક પાસે શાકભાજી નહીં પણ જડીબુટ્ટીઓની ખેતી(Herb farming) થવાની છે.

રેલવે પ્રશાસને(Railway Department) પોતાની પોલિસીમાં(railway policy) ફેરફાર કર્યો છે. નવી પોલિસી હેઠળ હવે જાણીતી કંપનીઓને રેલવે ટ્રેક પાસેની ખાલી જમીન આપવામાં આવશે. આ જગ્યા પર ગુણકારી ઔષધીય છોડવા(Curative medicinal herbs) અને ફૂલની ખેતી(Flower cultivation) કરવાની મંજૂરી આપવામાં આવશે.

નવી પોલિસી હેઠળ સેન્ટ્રલ રેલવેએ(Central Railway) આ કામમાં ઈચ્છુક કંપનીઓને આમંત્રિત કર્યા છે. 8 જુલાઈના તેના ટેન્ડર બહાર પડવાના છે. રેલવે પાસે અનેક એકર જગ્યા ખાલી પડી છે, અમુક જગ્યાએ તેના પર અતિક્રમણ થઈ ગયા છે. તેથી રેલવે બાકી ખાલી પડેલી જગ્યા પર અતિક્રમણ થાય નહીં તેથી તેના સૌંદર્યકરણ યોજના હાથ ધરી છે. એ સિવાય ખાલી જગ્યા પર ખેતી પણ કરવા આપે છે.

આ સમાચાર પણ વાંચો :  હાશ- ઉપનગરી રેલવે સ્ટેશનનથી બાંદ્રા ટર્મિનસ જવું સરળ થશે- બાંદ્રા ટર્મિનસ અને ખાર સ્ટેશનને જોડતો નવો સ્કાયવોક તૈયાર- જુઓ વિડિયો અને ફોટોસ 

સેન્ટ્રલ રેલવે પાસે 113 જગ્યા પર લગભગ 150 એકર જમીન ઉપલબ્ધ છે. તેના પર અત્યાર સુધી ખેતી કરવામાં આવતી હતી. હવે જેની લીઝ પૂરી થઈ ગઈ છે તેને હવે અહીં શાકભાજી ઉગાડવાની મંજૂરી આપવામાં આવશે નહી.

રેલવે પાસે ઠાકુર્લી પાસે 12 એકર, ઘાટકોપર-કુર્લા વચ્ચે બે એકર, પારસિક ટનલ પાસે ચાર એકર, કુર્લા કારશેડ અને દાદર પાસે દોઢ એકર, લોકમાન્ય ટિળક ટર્મિનસ પાસે દોઢ એકર જમીન છે. 
 

July 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

શું તમે ટ્રેનમાં રેલવેનું ઘટીયા ખાવાનું ખાઈને કંટાળી ગયા છો- હવે આવું નહીં થાય-ઇસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરન્ટ ટ્રેનોમાં ખાવાનું પૂરું પાડશે-જાણો રેલવેની નવી યોજના વિશે

by Dr. Mayur Parikh June 9, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

IRCTC દ્વારા સંચાલિત રસોડાથી મળતું ખાવાનું અનેકને ફાવતું નથી. પરંતુ લાંબા અંતરની ટ્રેનો હોવાને કારણે લોકો પાસે અન્ય કોઇ વિકલ્પ નથી. આ સંદર્ભે રેલવે વિભાગને વારંવાર અરજી અને ફરિયાદો આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી રેલવે વિભાગ(Railway Department) આ સંદર્ભે કોઈ યોગ્ય નિર્ણય લઈ શક્યું નથી. જોકે હવે  રેલવે વિભાગ દ્વારા એક સારું પગલું લેવામાં આવ્યું છે. ઇસ્કોન મંદિરની(ISKCON Temple) ગોવિંદા રેસ્ટોરન્ટ(Govinda Restaurant)  સાથે રેલવે વિભાગે કરાર કર્યા છે. જે મુજબ હવેથી ટ્રેનની અંદર ગોવિંદા રેસ્ટોરન્ટ થી ખાવાનું આવશે. આ માટે હઝરત નિઝામુદ્દીન(Hazrat Nizamuddin) રેલ્વે સ્ટેશનથી(Railway station) પ્રયોગ શરૂ કરવામાં આવશે. તેમજ આવનારા સમયમાં જે જગ્યાએ ઇસ્કોન મંદિર હશે ત્યાં રેસ્ટોરન્ટ થી રેલ્વે  યાત્રીઓને(railway passengers) ખાવાનું પૂરું પાડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં લગેજ માટે વધુ પૈસા ચૂકવવા પડશે એવા સમાચારોનું રેલવેએ કર્યું ખંડન-વહેતા થયેલા અહેવાલો પર કરી આ સ્પષ્ટતા- જાણો શું કહ્યું

ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરની ગોવિંદા રેસ્ટોરન્ટ પોતાના મજેદાર ભોજન માટે પ્રખ્યાત છે. અનેક લોકો ગોવિંદા માં જમવા માટે સપરિવાર આવે છે. હવે જોવાનું એ રહે છે કે રેલવે પોતાનું  રસોડું બંધ કરવાની હિંમત કરે છે કે નહીં.

June 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

તો આ વર્ષે સેન્ટ્રલ અને હાર્બર લાઈનના પાટામાં પાણી નહીં ભરાય. રેલવેએ લીધા પગલા… જાણો વિગતે

by Dr. Mayur Parikh May 19, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ચોમાસામાં(Monsoon) મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન(Local Train) પાટા પર પાણી ભરાવવાને કારણે બંધ થઈ જતી હોય છે. જોકે આ વર્ષે રેલવે પ્રશાસને(Railway department) યુદ્ધના ધોરણે રેલવે અંતર્ગત આવતા નાળા(Drainage clean) અને કલ્વર્ટરની સફાઈ કરી હોવાનો દાવો કર્યો છે. એ સાથે જ સેન્ટ્રલ(Central line) અને હાર્બર લાઈન(Harbour line) સહિત વેસ્ટર્ન રેલવેમાં(Western railway)  28 ઠેકાણે વરસાદી પાણીનો(Rain water) નિકાલ કરવા માટે પંપ બેસાડવામાં આવવાના હોવાનો દાવો કર્યો છે.

દર વર્ષે કરોડો રૂપિયા નાળાસફાઈ પાછળ ખર્ચ્યા બાદ પણ મુંબઈ જળબંબાકાર(Waterlogged) થતું હોય છે. થોડા વરસાદમાં જ રેલવે પણ ઠપ્પ થઈ જતી હોય છે અને લાખો લોકોને હેરાનગતીનો સામનો કરવો પડે છે. જોકે રેલવે પ્રશાસન દ્વારા દાવો કરવામાં  આવ્યો છે કે સેન્ટ્રલ અને હાર્બર લાઈન અને વેસ્ટર્ન માં આવતા નાળા અને કલ્વટર પાલિકા સાથે સંયુક્ત રીતે મળીને સાફ કરવામાં આવ્યા છે. ભારે વરસાદ(Heavy rain) અને પવને કારણે ઝાડ તૂટીને રેલવેના પેન્ટાગ્રાફ (Railway pentagraph) તેમ જ પાટા પર પડે નહીં  તે માટે પાટા નજીક આવેલા વૃક્ષોની ટ્રિમિંગ(Tree triming) પણ કરી નાખવામાં આવ્યું હોવાનો દાવો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : કાબીલે તારીફ!! દાદર સ્ટેશન પર ચાલતી ટ્રેન પકડતા પડી ગયેલા પ્રવાસીનો જીવ બચાવ્યો RPF કોન્સ્ટેબલે, જુઓ વિડિયો..

એ સાથે જ આ વખતે સેન્ટ્રલ અને હાર્બર લાઈન અને વેસ્ટર્નમાં કુલ 28 જગ્યાએ પંપ બેસાડવામાં આવવાના છે, જેમાં સેન્ટ્રલ અને હાર્બર લાઈનમાં 18 તો વેસ્ટર્નમાં 10 પંપ બેસાડવામાં આવવાના છે. વેસ્ટર્ન રેલવેમાં  પ્રભાદેવીથી(Prabhadevi) દાદર(Dadar) વચ્ચે ત્રણ હજાર ઘન મીટર પ્રતિ કલાકે પાણીનો નિકાલ કરનારા બે પંપ બેસાડવામાં આવવાના છે. દાદરથી માટુંગા વચ્ચે છ, બાંદરા ટર્મિનસ સ્ટેશન (Bandra terminus station)પાસે 3 પંપ બેસાડવામાં આવવાના છે. સેન્ટ્રલ લાઈનમાં મસ્જિદ સ્ટેશન, ભાયખલા, ચિંચપોકલી, પરેલ, સાયન, ઘાટકોપર, વિદ્યાવિહાર, વિક્રોલી, ભાંડુપ, નાહુરમાં પંપ બેસાડવામાં આવવાના છે. તો હાર્બર લાઈનમાં શિવડી, વડાલા, ટિળક નગર સ્ટેશન પર પંપ બેસાડવામાં આવવાના છે.
 

May 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
WR announces jumbo block on Borivali and Jogeshwari station on March 26
મુંબઈ

રેલવે પ્રશાસને નાળા સફાઈની જોરદાર તૈયારીઓ આદરી હવે પ્લેટફોર્મ અને ટ્રેક પર કામ કરી રહ્યા છે જેસીબી મશીન.. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ચોમાસું નજીક હોઈ વરસાદમાં રેલ વ્યવહાર ખોરવાઇ નહીં તે માટે રેલવે પ્રશાસને(Railway department)  કમર કસી લીધી છે. તે માટે પોતાના વિસ્તારમાં નાળાસફાઈ(Sewer cleaning) અને ગટરોને સાફ કરવા સહિત રેલવે ટ્રેક પર રહેલા કચરાની સફાઈનું કામ જેસીબી મશીનથી(JcB machine) હાથ ધર્યું છે.  ટ્રેકને(railway track) અડીને આવેલા વૃક્ષો નું ટ્રિમિંગ(Trimming of trees), હાઈ કેપેસીટના પંપ બેસાડવા જેવા કામ ચાલુ કરી દીધા છે. સિગ્નલ યંત્રણા(Railway signal) ચેક કરવાની સાથે જ  રેલવે સ્ટેશન વચ્ચે રહેલા સંવેદનશીલ સ્થળો પર ચોવીસ કલાક દેખરેખ સુનિશ્ચિત કરવા અને રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનો સાથે ગાઢ સંકલનનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. 

પશ્ચિમ રેલ્વેના જણાવ્યા મુજબ તેના ઉપનગરીય વિભાગ પરના 18 કિમી નાળાઓ સાફ કર્યા છે અને બાકીના 42 કિમી નાળાઓની સફાઈનું કામ પ્રગતિમાં છે. સફાઈનો પ્રથમ રાઉન્ડ મેના મધ્ય સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ચોમાસા દરમિયાન 15 દિવસના અંતરે વધુ બે રાઉન્ડ કરવામાં આવશે. પાટાઓની પાસે રહેલા કલ્વટરને પણ સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે કોલોનીઓ(railway colony) સહિત વિવિધ સ્થળોએ વૃક્ષોની કાપણી કરવામાં આવી છે તેથી વરસાદ અને પવનને કારણે ટ્રેક પર ઝાડ તૂટવાનું જોખમ ના રહે.

 ખાસ ડિઝાઇન કરાયેલ મેક સ્પેશિયલ ટ્રેન(Special train), BRN, JCB, પોકલેન મશીન અને લગભગ 600 મજૂરોને તહેનાત કરીને પશ્ચિમ રેલ્વેએ(Western railway) મુંબઈ ઉપનગરીય વિભાગ પર 1.60 લાખ ઘનમીટર કચરો, કાદવ સાફ કરવાનો અને દૂર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેમાંથી 1,40,000 ક્યુબિક મીટર કચરો સાફ કરવામાં આવ્યો છે. જોગેશ્વરી (પૂર્વ) ખાતે 1.50 લાખ ઘનમીટર ગંદકી-કચરો સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે.

 ઉપનગરીય વિભાગમાં  36 પાણી ભરાવાના સ્થળો પર પાણીને માપવા માટે  ફ્લડ ગેજ બેસાડવામાં આવ્યા છે. 10 ઓટોમેટિક રેઈન ગેજને વરસાદ અને પાણીના સ્તરના ડેટાને વાસ્તવિક સમયના આધારે મોનિટર કરવા અને તે મુજબ નિવારક પગલાં લેવા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  વાહ!! આખરે બોરીવલીમાં આવેલી સાંસ્કૃતિક ધરોહરનું થશે સંરક્ષણઃ ઉત્તર મુંબઈની સાંસદની મહેનત રંગ લાવી. જાણો વિગતે.

નાલાસોપારા-વિરાર (પુર્વ)ના બંને એપ્રોચ પર ટ્રેક સેફ્ટી(Track safety) માટે રિટેનિંગ વોલ બનાવવામાં આવી છે. ચોમાસા દરમિયાન લોકોની સલામત અવરજવર સુનિશ્ચિત કરવા માટે અંધેરી અને ખાર સબવે નું સમારકામ હાથ ધરવામાં આવી રહ્યું છે. 

નીચાણવાળા વિસ્તારોમાં 15 ઓળખાયેલા વિભાગોમાં ટ્રેક અને ઓવરહેડ વાયર  100 mm થી 250 mm સુધી ઊંચાઈ વધારવામાં આવી રહી છે. આનાથી આગામી ચોમાસા દરમિયાન ભારે વરસાદ દરમિયાન ટ્રેકને ડૂબી જતો અટકાવવામાં મદદ મળશે.

બોરીવલી-વિરાર વિભાગમાં અને વસઈ-વિરાર વિભાગમાં મોટા ગટરોની દેખરેખ, સફાઈ અને ઓળખ માટે ડ્રોન સર્વે કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ રેલ્વેએ ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિવિધ સ્થળોને ઓળખી કાઢ્યા છે અને આ સ્થળોએ 100 ઉચ્ચ ક્ષમતાવાળા પાણીના પંપ ની જોગવાઈ કરી છે. તેવી જ રીતે રેલવે કોલોની અને રેલવે યાર્ડ, કાર શેડ વગેરેમાં 104 વોટર પંપ લગાવવામાં આવી રહ્યા છે.

 લોકલ ટ્રેનના ડબ્બામાં સંભવિત લીકેજ અને છતની વોટરપ્રૂફિંગને પ્લગ કરવા સિવાય બારીઓ અને દરવાજાઓની સરળ કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. પેન્ટોગ્રાફ અને રૂફ પાવર યુનિટની ચકાસણી અને યોગ્ય કામગીરી સુનિશ્ચિત કરવા જેવી કામગીરી પણ વરસાદના આગમન પહેલા જ પૂર્ણ કરી દેવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  ઓટો રીક્ષા ચાલકોને ફટકો. ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો થયો. તો શું હવે ભાડા પણ વધશે. યુનિયને કરી આ માંગણી. જાણો વિગતે.

છેલ્લા ચોમાસામાં પાણી ભરાવાની જગ્યાઓ જેમ કે  બાંદ્રા, અંધેરી, માહિમ, ગ્રાન્ટ રોડ, ગોરેગાંવ, વિરાર, વસઈ રોડની ઓળખ કરવામાં આવી છે અને દરેક સ્થળ માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ (ડ્રેન અને પાઇપ નેટવર્ક) ડિઝાઇન કરવામાં આવ્યા છે. માહિમ, માટુંગા, અંધેરી, વસઈ રોડ અને દાદર યાર્ડમાં વધારાની ડ્રેનેજ લાઈનની જોગવાઈ કરવામાં આવી છે.

 

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

2 – 5 – 10 કરોડ નહીં પર સેંકડો કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો મધ્ય રેલવેએ. આંકડો જાણીને આંખો પહોળી થઈ જશે. આટલા પૈસામાં તો નવું રેલ્વે સ્ટેશન ઉભુ થઈ જાય. જાણો વિગતે….

by Dr. Mayur Parikh March 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રેલવેમાં ટિકિટ વગર ગેરકાયદે પ્રવાસ કરનારા ખુદાબક્ષો પાસેથી સેન્ટ્રલ રેલવેએ એક વર્ષમાં 200 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
સેન્ટ્રલ રેલવેએ આપેલા આંકડા મુજબ એપ્રિલ 2021 થી 16 માર્ચ 2022 (1.4.2021 થી 16.3.2022) ના સમયગાળા દરમિયાન કુલ 33.30 લાખ કેસ પકડાયા હતા. તેમની પાસેથી રેલવેને રૂ.200.85 કરોડની આવક થઈ હતી જે કેસ અને આવકની દ્રષ્ટિએ તમામ ઝોનલ રેલવેમાં સૌથી વધુ છે.  કોવિડ-19 હેઠળ અનેક પ્રતિબંધો હોવા છતાં મધ્ય રેલવેની આ અત્યાર સુધીની સૌથી વધુ આવક છે.

સેન્ટ્રલ રેલવે દ્વારા ગેરકાયદે પ્રવાસ કરનારા પર અંકુશ લાવવા માટે ઉપનગરીય, મેલ, એક્સપ્રેસ, પેસેન્જર અને સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગર અને અનિયમિત મુસાફરી સામે નિયમિત સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એટલું જ નહીં પણ સેન્ટ્રલ રેલવેની વિજિલન્સ ટીમ ટિકિટ ચેકિંગ સ્ટાફ સાથે પણ ટિકિટ વિનાની મુસાફરી સામે આવી ડ્રાઈવ કરે છે.

 આ સમાચાર પણ વાંચો : મુંબઈ સહિત આ વિસ્તારોમાં વરસાદ પડશે. જાણો શું છે હવામાન વિભાગનો વરતારો. 

મુંબઈ ડિવિઝનમાં ટિકિટ વગરના અને અનિયમિત મુસાફરીના 12.93 લાખ કેસ પકડાયા છે, જેમાંથી 66.84 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે, જે મધ્ય રેલવેના તમામ વિભાગોમાં સૌથી વધુ છે. ભુસાવલ વિભાગે અનિયમિત મુસાફરીના 8.15 લાખ કેસ પકડ્યા છે, જેમાંથી રૂ. 58.75 કરોડની વસૂલાત કરવામાં આવી છે, નાગપુર વિભાગે અનિયમિત મુસાફરીના 5.03 લાખ કેસમાંથી 33.32 કરોડની વસુલાત કરી છે, સોલાપુર વિભાગે અનિયમિત મુસાફરીના 3.36 લાખ કેસ છે અને તેમની પાસેથી રૂ. 19.42 કરોડની વસુલાત કરી છે. અને પુણે વિભાગે અનિયમિત મુસાફરીના 2.05 લાખ કેસ શોધી કાઢ્યા છે અને તેમની પાસેથી રૂ. 10.05 કરોડ વસૂલ કર્યા છે. હેડક્વાર્ટરની ટિકિટ ચેકિંગ ટીમે ટિકિટ વિનાના અને અનિયમિત મુસાફરીના 1.80 લાખ કેસ પકડ્યા છે અને તેમની પાસેથી 12.47 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

ઉપરોક્ત ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમામ 56,443 વ્યક્તિઓ કોવિડ પ્રતિબંધક નિયમોનું ઉલ્લંઘન કરી માસ્ક પહેર્યા ન હોવાનું જણાયું હતું અને તેમની પાસેથી રૂ. 88.78 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

March 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

રેલવે પ્રવાસીઓ માટે સારા સમાચાર, અનરિઝર્વ્ડ ટ્રેનોમાં મળશે હવે સીઝન ટિકિટ.. મુસાફરોને મળશે રાહત. જાણો વિગત

by Dr. Mayur Parikh February 25, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,  

શુક્રવાર,

લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં પ્રવાસ કરનારાઓ માટે રાહતના સમાચાર છે. સેન્ટ્રલ રેલવેએ અનરિઝર્વ્ડ ટ્રેનોમાં બહુ જલદી સીઝન ટિકિટ આપવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ સેન્ટ્રલ રેલવેમાં લાંબા અંતરની અનરિઝર્વ્ડ ટ્રેનોમાં સીઝન ટિકિટ આપવાનું શરૂ કરવાની છે. 

સેન્ટ્રલ રેલવેની આ યોજનાને કારણે દરરોજ પુણે અને નાશિક જેવા સ્ટેશનોથી અપડાઉન કરનારાઓને તેનાથી રાહત મળશે. સેન્ટ્રલ રેલવેના અનુસાર અનરિઝર્વ્ડ ટ્રેન સિવાય અમુક મેલ, એક્સપ્રેસ ટ્રેનમાં પણ સિઝન ટિકિટવાળાને મંજૂરી મળશે. હાલ આવા પ્રવાસીઓ માટે અલગથી કોચ રિર્ઝવ કરવામાં આવ્યો નથી.

કોરોના કાળથી પહેલા સુરત અથવા પુણેથી મુંબઈ આવતા-જતા પ્રવાસીઓ સીઝન ટિકટ એટલે કે પાસ કાઢીને જ પ્રવાસ કરી શકતા હતા. પરંતુ લોકડાઉનમાં રાહત આપ્યા બાદ પણ ટિકિટ આપવાની શરૂઆત કરવામાં આવી નથી.

મુંબઈના આ વિસ્તારમાં પેરાગ્લાઈડર્સ, બલૂન ઉડાવવા પર 20 એપ્રિલ સુધી પ્રતિબંધ.. ડેપ્યુટી પોલીસ કમિશનરે જારી કર્યો આદેશ 

વેસ્ટર્ન રેલવે પણ અમુક મેલ, એક્સપ્રેસ ટ્રેનમાં અને અનરિર્ઝવ ટ્રેનમાં સિઝન ટિકિટ આપાની શરૂઆત કરી હતી. હવે સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓને પણ આ સુવિધા મળશે.

પ્રવાસ માટે રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાનું રહેશે. એટલે કે પ્રવાસીઓને વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે. જે પ્રવાસીએ મેડિકલ કારણથી વેક્સિન લીધી નથી, તેમણે મેડિકલ સર્ટિફિકેટ બનાવવાનું રહેશે. 18 વર્ષથી ઓછી ઉમરના લોકોએ આઈડી સર્ટિફિકેટ દેખાડવું પડશે. જોકે હાલ હાઈ કોર્ટમાં આ સંબંધ પર પિટિશન પર સુનાવણી ચાલી રહી છે. તેથી બહુ જલદી તમામ પ્રવાસીઓને મંજૂરી મળી શકે છે.

February 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સારા સમાચારઃ બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે સાપ્તાહિક આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે; જાણો વિગત

by Dr. Mayur Parikh February 4, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ફેબ્રુઆરી 2022  

શુક્રવાર.

પ્રવાસીઓની સુવિધા માટે અને ડીમાન્ડને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે  સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. તે માટે સ્પેશિયલ ભાડુ હશે.

વેસ્ટર્ન રેલ્વેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સુમિત ઠાકુર દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ  ટ્રેન 8 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2022 દરમિયાન ટ્રેન નંબર 09003/04 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ (વીકલી) દોડશે, જે 12 ટ્રિપ્સ કરશે. 

ટ્રેન નંબર 09003 બાંદ્રા ટર્મિનસ – ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર મંગળવારે 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 14.30 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન 8મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ 2022 સુધી ચાલશે. એ જ પ્રમાણે ટ્રેન નંબર 09004 ભુજ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભુજથી દર બુધવારે 16.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.50 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 9મી ફેબ્રુઆરીથી 16મી માર્ચ, 2022 સુધી ચાલશે. 

સાવધાન! શહેરના ગેરકાયદે બાંધકામ પર હવે ચૂકવવો પડશે આટલો પ્રોપર્ટી ટેક્સ; જાણો વિગત

આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર અને એસી સિટિંગ કોચનો સમાવેશ થાય છે.

ટ્રેન નંબર 09003 અને 09004નું બુકિંગ 5મી ફેબ્રુઆરી, 2022થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરની ટ્રેનો સંપૂર્ણપણે આરક્ષિત ટ્રેનો તરીકે ચાલશે. હોલ્ટના સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરોને જ જવાની પરવાનગી આપવામાં આવશે. 

February 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક