Tag: railway passengers

  • Amrit Bharat Station Scheme: ‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ હાથ ધરવામાં આવી દેવાસ જંકશન રેલ્વે સ્ટેશનની અપગ્રેડેશન કામગીરી, મુસાફરો માટે આપવામાં આવી આ સુવિધાઓ.

    Amrit Bharat Station Scheme: ‘અમૃત સ્ટેશન યોજના’ હેઠળ હાથ ધરવામાં આવી દેવાસ જંકશન રેલ્વે સ્ટેશનની અપગ્રેડેશન કામગીરી, મુસાફરો માટે આપવામાં આવી આ સુવિધાઓ.

    News Continuous Bureau | Mumbai

    Amrit Bharat Station Scheme: ભારતીય રેલવે અંતર્ગત અમૃત સ્ટેશન યોજના રેલવે સ્ટેશનોના કાયાકલ્પ માટે વરદાન સાબિત થઈ રહી છે. રતલામ મંડળ ના હાલમાં 19 રેલવે સ્ટેશનો પર અમૃત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનોમાં 2 ગુજરાતમાં, 2 રાજસ્થાનમાં અને 15 રેલવે સ્ટેશન મધ્યપ્રદેશમાં આવેલા છે.અમૃત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન માટે દેવાસ જંક્સન રેલવે સ્ટેશન ( Dewas Junction Railway Station ) પણ સામેલ છે જ્યાં ઘણા મહત્વપૂર્ણ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. અને અમુક કામ ચાલુ છે.  

    Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme
    Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

     

    દેવાસ રેલવે સ્ટેશન પર અંદાજે રૂ.29.67 કરોડના ખર્ચે અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા અને સ્ટેશન બિલ્ડીંગની સુંદરતા માટે કરવામાં આવેલ કામગીરીના ભાગરૂપે સર્ક્યુલેટિંગ એરિયા,સ્ટેશન બિલ્ડીંગનો રવેશ અને પ્રવેશદ્વાર પર મંડપ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન ( Railway Station ) બિલ્ડીંગનો રવેશ આધુનિક સ્ટેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે જેથી સ્ટેશન બિલ્ડિંગની ભવ્યતાને આકર્ષક બનાવી શકાય. આ સાથે, સ્ટેશન પરના વેઇટિંગ રૂમના ઇન્ટિરિયર માં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે જે આધુનિક સ્ટેશનના દૃશ્યને પ્રતિબિંબિત કરે છે. સૂર્યપ્રકાશ અને વરસાદથી રક્ષણ માટે પ્લેટફોર્મ પર વધારાના પ્લેટફોર્મ કવર શેડનું નિર્માણ, પ્લેટફોર્મ નંબર 1 ને પહોળો કરવા અને તેની સપાટીમાં સુધારો કરવાની સાથે મુસાફરોને બેસવા માટે વધારાની બેન્ચ અને પાણીના ફુવારા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

    પ્લેટફોર્મ પર નવા ટોયલેટ બ્લોક નું નિર્માણ અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા ટોયલેટ બ્લોકને સુધારીને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે. સ્ટેશન પરિસરમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર અને ઓટો માટે અલગ પાર્કિંગ તેમજ સ્ટેશન પરિસરમાં પ્રવેશ અને બહાર નીકળવા માટે અલગ-અલગ માર્ગ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

    Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme
    Alteration of Dewas Junction Railway Station under Amrit Station Scheme

    ભારતીય રેલવે ( Indian Railways )  વિકલાંગોને સુવિધાઓ આપવા માટે કટિબદ્ધ છે, તેથી દેવાસ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર અલગ શૌચાલય,ઓછી ઉંચાઈવાળા પાણીના ફુવારા, સર્ક્યુલેટિંગ એરિયામાં દિવ્યાંગો માટે અલગ પાર્કિંગ, માર્ગદર્શક ટાઇલ્સ સાથે સ્ટાન્ડર્ડ રેમ્પ ની સુવિધા અને બુકિંગ વિન્ડો,પૂછપરછ અને પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે માર્ગદર્શક ટાઇલ્સ લગાવવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Rashtriya Raksha University : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ‘પોલીસ સ્મૃતિ દિવસ’ પર પોલીસ શહીદોને કર્યા યાદ, તેમના પરિવારજનોનું કરવામાં આવ્યું સન્માન.

    દેવાસ જંકશન રેલવે સ્ટેશન ( Amrit Bharat Station Scheme ) પર ઉપલબ્ધ કરવામાં આવી રહેલી મહત્વપૂર્ણ  પેસેન્જર સુવિધાઓ માં 12 મીટર પહોળા ફુટ ઓવર બ્રિજનું કામ પણ ખૂબ મહત્વનું છે જેમાં લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ થશે.આ કામ પણ ચાલુ છે.

    દેવાસ રેલવે સ્ટેશન એ રતલામ મંડળ ના ઈન્દોર-ઉજ્જૈન ડબલીંગ  રેલવે ખંડ પર સ્થિત એક મહત્વપૂર્ણ સ્ટેશન છે. આ સ્ટેશન તેના બેંક નોટ પ્રેસ માટે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. દેવાસ સ્ટેશનથી થોડે દૂર સ્થિત ચામુંડા માતાનું મંદિર દેવાસ અને આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે. દેવાસ રેલવે સ્ટેશન નું અપગ્રેડેશન કાર્ય પૂર્ણ થયા બાદ આધુનિક, આકર્ષક અને અપડેટ પેસેન્જર સુવિધાઓ સાથે નવા ભારતના નવા સ્ટેશન તરીકે તેની ઓળખ બનાવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Special Train: સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેનના આ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનના સમયમાં થયા આંશિક ફેરફાર..

    Special Train: સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેનના આ સ્ટેશનો પર આગમન અને પ્રસ્થાનના સમયમાં થયા આંશિક ફેરફાર..

    News Continuous Bureau | Mumbai

    Special Train: રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ કારણોસર ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેન નો 27 ઓગસ્ટ 2024થી ઉત્તર પશ્ચિમ રેલવેના ( North Western Railway ) અજમેર, ફુલેરા અને જયપુર સ્ટેશનો પર આગમન – પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે. જેની વિગતો નીચે મુજબ છે. 

    • ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલનો ( Sabarmati-Patna Special Train ) આગમન-પ્રસ્થાનનો સમય અજમેર સ્ટેશન પર 01.55/02.05 કલાકને બદલે 01:45/01.55 કલાકે, ફુલેરા સ્ટેશન પર 03.11/03.13 કલાક ને બદલે 03.01/03.03 કલાકે તથા જયપુર સ્ટેશન પર 04.00/04.10 કલાક ને બદલે 03.50/04.00 કલાક નો રહેશે.

    રેલવે મુસાફરો ( Railway passengers ) આ ટ્રેનના સંચાલન સમય ( Train Timings ) અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. 

    આ સમાચાર પણ વાંચો :   Share market update: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ફુલગુલાબી તેજી, ઉછાળા સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી; રોકાણકારો થયા માલામાલ..

     Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Ministry of Railways: રેલવે મંત્રાલયની વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચ બનાવવામાં આવશે

    Ministry of Railways: રેલવે મંત્રાલયની વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચ બનાવવામાં આવશે

    News Continuous Bureau | Mumbai

    Ministry of Railways: રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, વિશેષ યોજના હેઠળ આગામી બે વર્ષમાં 10,000 નોન-એર કન્ડિશન્ડ કોચનું ( Non-air conditioned coaches ) નિર્માણ કરવામાં આવશે. 

    નોન-એર કન્ડિશન્ડ મુસાફરો માટે સુવિધાઓ ને વધારવા માટે રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય રેલવે ( Indian Railways ) ની યોજના આગામી બે નાણાકીય વર્ષો (2024-25 અને 2025-26)માં 10,000 નોન-એર-કન્ડિશન્ડ કોચ બનાવવાની છે.

    • આ પહેલનો ઉદ્દેશ્ય સામાન્ય રેલ્વે મુસાફરો ( Railway passengers ) માટે સુવિધાઓ વધારવાનો છે.
    • આગામી બે વર્ષમાં નોન-એર કન્ડિશન્ડ કોચની કુલ સંખ્યામાં 22 ટકાનો વધારો કરવામાં આવશે.

    Ministry of Railways:  નાણાકીય વર્ષ 2024-25 માટે વિગતવાર યોજના

    કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

    2,605 સામાન્ય ડબ્બા,

    1,470 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

    323 એસ.એલ.આર. કોચ,

    32 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન

    આ સમાચાર પણ વાંચો  :  Powai Lake Overflow : મુંબઈમાં મેઘમહેર યથાવત,આ તળાવ થવા લાગ્યું ઓવરફ્લો; જુઓ વિડીયો

    અને 55 પેન્ટ્રી કાર.

    • મુસાફરોની સુવિધામાં સુધાર માટે બનાવેલ અમૃત ભારત જનરલ, સ્લીપર અને એસ. એલ આર. કોચનો સમાવેશ થાય છે.

    Ministry of Railways:  નાણાકીય વર્ષ 2025-26 માટે વિગતવાર યોજના

    કુલ ઉત્પાદન ની યોજના બનાવવામાં આવી 

    2,710 સામાન્ય ડબ્બા,

    1,910 નોન-એર કન્ડિશન્ડ સ્લીપર કોચ,

    514 એસ.એલ.આર. કોચ,

    200 ઉચ્ચ ક્ષમતાની પાર્સલ વાન અને

    110 પેન્ટ્રી કાર.

    • જનરલ, સ્લીપર અને એસ.એલ.આર.કોચ માટે અમૃત ભારત શ્રેણી પર ભાર આપવાનું ચાલુ રાખવામાં આવશે. 

    Ministry of Railways:  રેલવેનું વિશેષ ધ્યાન

    • બિન-વાતાનુકૂલિત કોચમાં મુસાફરી કરતા મુસાફરો માટે પર્યાપ્ત અને વધુ સારી સુવિધાઓ સુનિશ્ચિત કરવી.
    • મુસાફરોની વ્યક્તિગત જરૂરિયાતો અને મોસમી વધઘટના પ્રતિભાવમાં આરામ અને ઉપલબ્ધતામાં વધારો.
    • રેલવેની વ્યૂહરચના સામાન્ય મુસાફરોની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે, ઉલ્લેખિત વર્ષોમાં બિન-વાતાનુકૂલિત કોચના ઉત્પાદનમાં વધારો કરવાની છે.
    • ઉચ્ચ માંગવાળા કોરિડોરમાં, નોન-એસી કોચની વધુ સંખ્યા સાથે વિશેષ ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • BEST Bus: મધ્ય રેલવે મેગા બ્લોક દરમિયાન બેસ્ટ બસને થયો મોટો ફાયદો, આટલા રૂપિયાની કમાણી કરી…

    BEST Bus: મધ્ય રેલવે મેગા બ્લોક દરમિયાન બેસ્ટ બસને થયો મોટો ફાયદો, આટલા રૂપિયાની કમાણી કરી…

    News Continuous Bureau | Mumbai 

     BEST Bus: મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન અને થાણે ખાતે પ્લેટફોર્મને વિસ્તૃત કરવા માટે શુક્રવાર મધ્યરાત્રિથી શનિવાર અને રવિવાર બપોર સુધી ત્રણ દિવસ માટે જમ્બો મેગાબ્લોક ( Mega Block ) લેવામાં આવ્યો હતો. રેલવે પ્રશાસને થાણે રેલવે સ્ટેશન અને સીએસએમટી રેલવે સ્ટેશન પર 36 કલાકનો જમ્બો બ્લોક લીધો હતો. આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન મધ્ય રેલવેના રૂટ પર 930 લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. જેના કારણે નોકરી-ધંધા માટે નિયમિત મુસાફરી કરતા લાખો રેલવે મુસાફરોને ભારે અસર થઈ હતી. 

    મધ્ય રેલવે ( Central Railway ) દ્વારા લેવામાં આવેલા આ બ્લોકની સ્થિતિને ધ્યાનમાં રાખીને, બેસ્ટ બસો હંમેશની જેમ રેલવેના મુસાફરોની મદદ માટે દોડી આવી હતી. સેન્ટ્રલ રેલ્વે પર જમ્બો બ્લોકથી ( Jumbo Block ) બેસ્ટ બસોને મોટો ફાયદો થયો હતો. 31 મે અને 1 જૂનના બે દિવસમાં લગભગ 5.5 લાખ મુંબઈકરોએ બેસ્ટ દ્વારા મુસાફરી કરી હતી. જેના કારણે બેસ્ટ બસ પહેલને લગભગ કરોડો રૂપિયાની વધારાની આવક ( Earning ) થઈ હતી.

    BEST Bus: સ્થાનિક ભીડને કારણે મુસાફરોને અસુવિધા ન થાય તે માટે, બેસ્ટની પહેલ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી…

    સ્થાનિક ભીડને કારણે મુસાફરોને અસુવિધા ન થાય તે માટે, બેસ્ટની પહેલ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ વધારાની સેવાઓ 31 મેના રોજ બપોરે 12:30 વાગ્યાથી 2 જૂનના રોજ બપોરે 12:30 વાગ્યા સુધી નિયમિત બસ ટ્રિપ્સ ઉપરાંત પૂરી પાડવામાં આવી હતી. જેમાં 31 મેથી 2 જૂન સુધીમાં લગભગ 5 લાખ 98 હજાર 67 મુસાફરોએ પ્રવાસ કર્યો હતો. જેમાં બેસ્ટ બસને 5 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

    આ સમાચાર પણ વાંચો:  T20 World Cup 2024: નામિબિયાએ સુપર ઓવરમાં ઓમાનને હરાવ્યું, T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 12 વર્ષ પછી આવું બન્યું.

    બેસ્ટ બસોમાં સામાન્ય, એસી, ડબલ ડેકર બસોનો સમાવેશ થતો હતો. આથી રેલ્વે મુસાફરો ( Railway passengers ) માટે સીએસએમટીથી દાદર, ભાયખલા, વડાલા વગેરે સ્થળ સુધી પ્રવાસ કરવાનું સરળ બન્યું હતું. મેગાબ્લોક દરમિયાન, બેસ્ટ દ્વારા 1 જૂને 349 વધારાના રાઉન્ડ અને 2 જૂને 227 વધારાના રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • IRCTC Food: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! જનરલ કોચના મુસાફરોને 20 રૂપિયામાં ઈકોનોમી ફૂડ આપવામાં આવશે..

    IRCTC Food: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! જનરલ કોચના મુસાફરોને 20 રૂપિયામાં ઈકોનોમી ફૂડ આપવામાં આવશે..

    News Continuous Bureau | Mumbai

    IRCTC Food: હવે જનરલ કોચના મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખાલી પેટે મુસાફરી કરવાની જરૂર નહીં પડે. મોંઘવારીના આ યુગમાં જ્યાં ભોજન ખૂબ મોંઘુ થઈ ગયું છે, ત્યારે રેલવે પ્રશાસન મુસાફરોને માત્ર ₹20માં ઈકોનોમી ફૂડ ( Economy food ) આપવાની વ્યવસ્થા કરી રહ્યું છે. માત્ર આટલા પૈસા ખર્ચીને, યાત્રીઓ હવે તેમની ભૂખ સંતોષી શકશે અને તેમની મુસાફરી ખુશીથી પૂર્ણ કરી શકશે. મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસને ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને 20 રૂપિયામાં ઇકોનોમી ફૂડ આપવાની વ્યવસ્થા કરી દીધી છે. 

    રેલવે મુસાફરોને ( Railway passengers ) ઓછા ભાવે પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જનરલ કોચમાં ( General Coach ) મુસાફરી કરતા મુસાફરોને સસ્તા દરે સસ્તું ભોજન, નાસ્તો, કોમ્બો ભોજન અને પીવાનું પાણી મળે તે માટે પ્લેટફોર્મ પર સામાન્ય વર્ગના કોચની બહાર આ સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં 20 રૂપિયામાં ઉપલબ્ધ ઈકોનોમી ફૂડમાં સાત પુરીઓ (175 ગ્રામ), સૂકા બટાકાનું શાક (150 ગ્રામ) અને અથાણું શામેલ હશે.

    IRCTC Food: તો 50 રૂપિયામાં મળતા નાસ્તાના ભોજનનું વજન 350 ગ્રામ હશે…

    તો 50 રૂપિયામાં મળતા નાસ્તાના ભોજનનું વજન 350 ગ્રામ હશે. આ અંતર્ગત દક્ષિણ ભારતીય ભાત, રાજમા-છોલે-ભાત, ખીચડી, ભટુરા-છોલે, પાવભાજી, મસાલા ઢોસા આપવામાં આવશે. તેમજ ત્રણ રૂપિયામાં પીવાના પાણીનો ગ્લાસ પણ આપવામાં આવશે. રેલ્વે મુસાફરોને આરોગ્યપ્રદ રીતે તૈયાર પોષક ઇકોનોમી ફૂડ આપવામાં માટે આ યોજના બનાવી છે. આ ઇકોનોમી ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે રેલવે તરફથી દેખરેખ પણ રાખવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : Indus Tower: ભારતી એરટેલ વોડાફોનનો ઈન્ડસ ટાર્વસ હિસ્સો ખરીદવાની તૈયારીમાં, એરટેલનો હિસ્સો 69 ટકા થઈ જશે.. આટલા કરોડમાં થશે ડીલ..

    રેલ્વે વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, રેલવે હવે 15 મોટા લાંબા અંતરના રેલ્વે સ્ટેશનો પર આ સુવિધા પુરી પાડશે. જેમાં મહારાષ્ટ્રનું ઇગતપુરી, કર્જત, મનમાડ, ખંડવા, બડનેરા, શેગાંવ, પુણે, મિરાજ, દાઉન્ડ, સાઇનગર શિર્ડી, નાગપુર, વર્ધા, સોલાપુર, વાડી અને કુર્દુવાડી સ્ટેશનોનો સમાવેશ થાય છે.

    ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 51 સ્ટેશનો પર આ સેવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં સફળતાના આધારે, રેલ્વેએ ( Indian Railways ) હવે આ યોજનાનો વિસ્તાર કર્યો છે. જેમાં હવે 100 થી વધુ સ્ટેશનો અને કુલ 150 કાઉન્ટર પર મુસાફરો આ યોજનાનો લાભ લઈ શકશે.

     

  • Amrit Bharat:  દેશવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! હવે આટલી નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પાટા પર દોડશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત.

    Amrit Bharat: દેશવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! હવે આટલી નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો પાટા પર દોડશે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત.

    News Continuous Bureau | Mumbai    

    Amrit Bharat: રેલવેનો ચહેરો બદલવાના પ્રયાસમાં હવે ફરી એકવાર રેલવે મુસાફરો ( Railway passengers ) માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે રેલવે ટૂંક સમયમાં એક નહીં, બે નહીં, 10 નહીં પરંતુ 50 અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો ( Amrit Bharat Express Trains ) ભેટમાં આપવા જઈ રહી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ( Ashwini Vaishnaw ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે 50 નવી અમૃત ભારત ટ્રેનોને મંજૂરી આપી છે. જેમાં દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અમૃત ભારત એક્સપ્રેસ અને માલદા ટાઉન-સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગ્લોર) વચ્ચે દોડતી બે અમૃત ભારત ટ્રેનની સફળતા બાદ, રેલ્વે ટૂંક સમયમાં આ ટ્રેનને અલગ-અલગ રૂટ પર ચલાવવાનું આયોજન કરી રહ્યું છે.

     આ નોન-એસી કોચવાળી પુશ-પુલ ટ્રેન છે…

    આ સમાચાર આપતા કેન્દ્રીય રેલ્વે મંત્રીએ ટ્વિટર પર પોસ્ટ શેર કરી હતી અને જાહેરાત કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવેલી પ્રથમ બે ટ્રેનોને મળેલા સકારાત્મક પ્રતિસાદના આધારે 50 નવી અમૃત ભારત ટ્રેનોને ( Amrit Bharat trains ) મંજૂરી આપવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો : Space Sector: દેશનું અવકાશ ક્ષેત્ર હવે આત્મનિર્ભર બનશે! કેબિનેટે સેટેલાઇટ બનાવવા માટે FDIના આ નિયમોમાં આપી છૂટ..

    પ્રાપ્ત માહિતી મુજબ, અમૃત ભારત એક્સપ્રેસ સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેન Linke Hofmann Busch (LHB) ટેકનોલોજીથી સજ્જ છે. આ નોન-એસી કોચવાળી પુશ-પુલ ટ્રેન છે. આ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં રેલ્વે મુસાફરો માટે આકર્ષક રીતે ડિઝાઇન કરેલી સીટો, સારી લગેજ રેક, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, એલઇડી લાઇટ, સીસીટીવી, જાહેર માહિતી સિસ્ટમ જેવી વધુ સારી સુવિધાઓ હશે.

  • Mumbai: મુંબઈમાં રેલવે મુસાફરી હવે બનશે સરળ… મહિલાઓની સુરક્ષા માટે રેલવે લાવી રહ્યું છે આ નવું ફીચર્સ.. જાણો શું છે આ નવી સિસ્ટમ.

    Mumbai: મુંબઈમાં રેલવે મુસાફરી હવે બનશે સરળ… મહિલાઓની સુરક્ષા માટે રેલવે લાવી રહ્યું છે આ નવું ફીચર્સ.. જાણો શું છે આ નવી સિસ્ટમ.

    News Continuous Bureau | Mumbai 

    Mumbai: મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક મદદની જરૂર હોય તેવા મહિલા મુસાફરો ( Female passengers ) માટે મધ્ય રેલવેના ( Central Railway ) 117 સ્ટેશનોના પ્લેટફોર્મ ( Station Platform ) પર પેનિક બટનો ( Panic buttons ) લગાવવામાં આવશે. મુંબઈ ડિવિઝનમાં પહેલીવાર ભાયખલા સ્ટેશનમાં ( Byculla Station ) આ બટન લાગુ કરવામાં આવ્યું છે. 

    મહિલાઓ સહિત તમામ રેલવે મુસાફરોની ( railway passengers ) સુવિધા માટે હાલમાં નવીન સુવિધાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રેલવે કોચમાં ( railway coach ) સીસીટીવી કેમેરા અને ટોકબેક સિસ્ટમ લગાવ્યા બાદ હવે પ્લેટફોર્મ પર પેનિક બટન એક્ટિવેટ થશે. મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ કરણ યાદવે જણાવ્યું કે 117 રેલવે સ્ટેશનના દરેક પ્લેટફોર્મ પર બે પેનિક બટન લગાવવામાં આવી રહ્યા છે. આમાંથી 70 રેલવે સ્ટેશન મુંબઈમાં છે. આ બટન ભાયખલા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર એક પર સક્રિય કરવામાં આવ્યું છે જ્યાં મહિલા કોચ આવે છે. પ્લેટફોર્મની સીએસએમટી બાજુ અને થાણે બાજુએ એક-એક બટન છે. બટન દબાવતાની સાથે જ ત્યાંનો સીસીટીવી કેમેરા સંબંધિત વ્યક્તિની જાસૂસી કરશે અને તેની હિલચાલ રેકોર્ડ કરશે. ઉપરાંત, આ માહિતી સ્ટેશનમાં રેલ્વે સુરક્ષા દળ (RPF) ની કચેરી સાથે રેલ્વે કંટ્રોલ રૂમ દ્વારા પણ પ્રાપ્ત થશે, રેલ્વે સુરક્ષા દળના વરિષ્ઠ અધિકારીઓએ એમ ખુલાસો કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Jammu Kashmir : જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાના વાહનો પર આતંકવાદી હુમલો, 5 જવાનો શહીદ, બે ઘાયલ.. સર્ચ ઓપરેશન ચાલુ..

    હાલમાં 771 મહિલા કોચમાંથી 512 કોચમાં ટોકબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી…

    લોકલમાં મહિલા મુસાફરોની સુરક્ષા માટે ઈમરજન્સી ટોક બેક સિસ્ટમ અને સીસીટીવી સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં 771 મહિલા કોચમાંથી 512 કોચમાં ટોકબેક સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. 421 કોચમાં સીસીટીવી સુરક્ષા આપવામાં આવી છે. નવા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે 31 માર્ચ, 2024 સુધીમાં તમામ કોચમાં ટોકબેક અને સીસીટીવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે, એમ જનરલ મેનેજર રામ યાદવે જણાવ્યું હતું.

    શું છે આ સિસ્ટમ..

    – પ્લેટફોર્મની બંને બાજુએ પેનિક બટનો

    – મહિલા કોચ સામે સરળતાથી દેખાઈ શકે તેવી જગ્યાએ આ બટન બેસાડવામાં આવશે

    – બટન દબાવતાની સાથે જ એલાર્મ વાગશે અને લાલ લાઈટ ફ્લેશ થશે

    – પ્લેટફોર્મ પરના CCTV સંબંધિત પેસેન્જરને એલર્ટ કરશે

    – માહિતી પહોંચશે આરપીએફ અને કંટ્રોલ રૂમને

  • Mumbai Local Train: મુંબઈની આ રેલવે લાઈન પર આ તારીખથી રહેશે દસ દિવસનો બ્લોક; દરરોજ સરેરાશ 300 થી વધુ લોકલ ટ્રેનો થશે રદ્દ.. જાણો શું છે કારણ..વાંચો વિગતે અહીં..

    Mumbai Local Train: મુંબઈની આ રેલવે લાઈન પર આ તારીખથી રહેશે દસ દિવસનો બ્લોક; દરરોજ સરેરાશ 300 થી વધુ લોકલ ટ્રેનો થશે રદ્દ.. જાણો શું છે કારણ..વાંચો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Local Train: પશ્ચિમ રેલવે ( Western Railway ) દ્વારા મુસાફરી કરતા રેલવે મુસાફરોને ( Railway passengers ) શુક્રવારથી મુસાફરીની હાલાકીનો સામનો કરવો પડશે. પશ્ચિમ રેલ્વે પર ખાર અને ગોરેગાંવ વચ્ચે 8.8 કિમીના છઠ્ઠા ટ્રેકને શરૂ કરવા માટે મુખ્ય જોડાણનું કામ 27 ઓક્ટોબરથી શરૂ થશે. આ કામગીરી 5 નવેમ્બર સુધી ચાલુ રહેશે. આના કારણે 300 થી વધુ સામાન્ય લોકલ ( Local Train )  તેમજ એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનો ( Air-conditioned local trains )  રદ કરવામાં આવશે. લોકલ ટ્રેનો પણ એટલી જ વિલંબ સાથે દોડશે. આ કારણે આગામી અઠવાડિયું રેલવે મુસાફરો ( Railway passengers ) માટે સમસ્યાવાળું રહેશે.

    પશ્ચિમ રેલવે પર ખાર અને ગોરેગાંવ વચ્ચે 8.8 કિલોમીટરના છઠ્ઠા ટ્રેકને શરૂ કરવા માટેનું મુખ્ય કનેક્ટિંગ કામ ( Connecting work ) 27 ઓક્ટોબરથી શરૂ થશે અને 5 નવેમ્બર સુધી ચાલશે. આ કારણે, 300 થી વધુ સામાન્ય લોકલ સાથે કેટલીક એર-કન્ડિશન્ડ લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. જેના કારણે આગામી સપ્તાહ પશ્ચિમ રેલ્વેના મુસાફરો માટે સમસ્યાનું બની રહ્યું છે.

    પશ્ચિમ રેલવે ચર્ચગેટથી વિરાર/દહાણુ રોડ વચ્ચે દરરોજ 10383 લોકલ ટ્રેન ચલાવે છે. તેમાંથી 28 થી 30 લાખ મુસાફરો મુસાફરી કરે છે. છઠ્ઠા રૂટને જોડવાનું મુખ્ય કામ 26-27 ઓક્ટોબરની મધરાતથી શરૂ થશે. જેના કારણે પશ્ચિમ રેલ્વેની મુસાફરી રદ કરવામાં આવશે. દરમિયાન, આ સમયગાળા દરમિયાન રિક્ષા-ટેક્સીની માંગમાં વધારો થવાની સંભાવના છે.

    આ સમાચાર પણ વાંચો : Weather Update : ચક્રવાતી વાવાઝોડાએ બદલ્યો હવામાનનો મિજાજ! ભારતના અલગ અલગ રાજ્યોમાં મોસમ પલટાશે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી..

     પશ્ચિમ રેલવેના કોરિડોરમાં છઠ્ઠી લાઈનનું નિર્માણ કાર્ય સૌથી વધુ જરુરી….

    તહેવારોના દિવસોમાં પશ્ચિમ રેલવેની લોકલ અને મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ટ્રાવેલ કરવામાં ભારે હાલાકી પડશે, કારણ કે આગામી દિવસોમાં સ્પેશ્યલ બ્લોક હાથ ધરવામાં આવશે. 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી પશ્ચિમ રેલવેમાં 300 થી વધુ ટ્રેનો રદ રહેશે, પરંતુ એના મુદ્દે પ્રશાસનના પેટનું પાણી પણ હાલતું નથી. પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે પશ્ચિમ રેલવેના કોરિડોરમાં છઠ્ઠી લાઈનનું નિર્માણ કાર્ય સૌથી વધુ જરુરી છે. નવી લાઈન મળવાને કારણે લોકલ ટ્રેન માટે નવો પાથ મળશે, જ્યારે વધુ લોકલ ટ્રેન દોડાવવાની શક્યતા રહેશે.

    પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર-દહાણુ રોડના કોરિડોરમાં મળીને રોજના ૧,૩૯૪ લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, જેમાં ૭૯ એસી લોકલનો સમાવેશ થાય છે. કોરોના મહામારી પૂર્વે લોકલ ટ્રેનમાં ૩૫ લાખથી વધુ લોકો ટ્રાવેલ કરે છે. પીક અવર્સમાં દર ત્રણ મિનિટે લોકલ ટ્રેન દોડાવાય છે, તેથી રોજની અઢીસોથી ૩૫૦ સુધી ટ્રેન રદ થવાને કારણે પ્રવાસીઓને ટ્રેનોમાં મુસાફરી કરવામાં મુશ્કેલી પડી શકે છે, એમ નિષ્ણાતે જણાવ્યું હતું.

     

     

  • Mumbai Mega Block: મુંબઈના મુસાફરોને થશે મુશ્કેલી! રવિવારે ત્રણેય રૂટ પર રહેશે મેગાબ્લોક.. જાણો અહીં સંપુર્ણ મેગાબ્લોક શેડ્યુલ..વાંચો વિગતે….

    Mumbai Mega Block: મુંબઈના મુસાફરોને થશે મુશ્કેલી! રવિવારે ત્રણેય રૂટ પર રહેશે મેગાબ્લોક.. જાણો અહીં સંપુર્ણ મેગાબ્લોક શેડ્યુલ..વાંચો વિગતે….

    News Continuous Bureau | Mumbai 

    Mumbai Mega Block: મુંબઈ લોકલ ( Local Train ) દ્વારા મુસાફરી કરનારાઓ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. રવિવારે (22 ઓક્ટોબર) ના રોજ રેલવેની ત્રણેય લાઇન પર મેગાબ્લોક ( Mega Block )  ની જાહેરાત કરવામાં આવી છે. આ મેગાબ્લોક રેલવે ટ્રેક પર ટ્રેક રિપેર કરવા અને સિગ્નલ સિસ્ટમમાં કેટલાક ટેકનિકલ કામો ( Technical works ) કરવા માટે લેવામાં આવશે. રેલ્વેએ મુસાફરોને ( Railway passengers )  શિડ્યુલ જોયા પછી જ ઘર છોડવાની અપીલ કરી છે.

    રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રવિવારે મધરાતે 1 થી સવારે 4 વાગ્યા સુધી થાણેથી કલ્યાણ 5મી અને 6ઠ્ઠી લાઈનમાં મેગાબ્લોક લેવામાં આવશે. આ બ્લોક દરમિયાન મુંબઈ તરફ આવતી મેલ/એક્સપ્રેસ ટ્રેનોને કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.

    આ સિવાય મુંબઈની બહાર જતી મેલ-એક્સપ્રેસ ટ્રેનોને કલ્યાણ અને થાણે સ્ટેશનો વચ્ચે એક્સપ્રેસ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે. હાર્બર રૂટ પર માનખુર્દથી નેરુલ અપ-ડાઉન રૂટ પર રવિવારે પણ મેગાબ્લોકની જાહેરાત કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો : Pakistan Zindabad Controversy: વર્લ્ડ કપ દરમિયાન નવો વિવાદ? PAK vs AUS મેચ દરમિયાન ચાહકોએ લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા, ચાહકોને પોલીસે રોક્યા, VIDEO વાયરલ.. જુઓ વિડી

    આ મેગા બ્લોક રવિવારે ( sunday ) સવારે 11:15 થી સાંજે 4:15 સુધી રહેશે…..

    આ મેગા બ્લોક રવિવારે સવારે 11:15 થી સાંજે 4:15 સુધી રહેશે. આ બ્લોક દરમિયાન, CSMT, વડાલા રોડથી વાશી, CBD બેલાપુરથી પનવેલ અને CSMT થી બાંદ્રા ગોરેગાંવ સુધીના ડાઉન હાર્બર રૂટ પરની સેવાઓ રદ કરવામાં આવશે.

    દરમિયાન, પશ્ચિમ રેલવે લાઇન પર ગોરેગાંવથી બોરીવલી અપ-ડાઉન એક્સપ્રેસ લાઇન પર પણ રવિવારે મેગાબ્લોક રહેશે. આ મેગા બ્લોક રવિવારે સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી રહેશે. આ બ્લોક દરમિયાન અપ-ડાઉન ફાસ્ટ લાઇન પરની લોકલ સેવાને ગોરેગાંવ અને બોરીવલી સ્ટેશન વચ્ચે ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.

  • વાહ- મુંબઈગરા માટે વેસ્ટર્ન રેલવેમાં આ સ્ટેશન પર ખુલ્લો મુકાયો નવો FOB- જુઓ ફોટોસ

    વાહ- મુંબઈગરા માટે વેસ્ટર્ન રેલવેમાં આ સ્ટેશન પર ખુલ્લો મુકાયો નવો FOB- જુઓ ફોટોસ

    News Continuous Bureau | Mumbai

    પશ્ચિમ રેલ્વેએ(Western Railway) પ્રવાસીઓની(Commuters) સુવિધા તેમજ સલામતીને ધ્યાનમાં રાખીને મુંબઈ ઉપનગરીય વિભાગમાં(Mumbai Suburban Division) દાદર સ્ટેશન(Dadar Station) પર નવો ફૂટ ઓવરબ્રિજ (FOB) ખુલ્લો મુકયો છે. લગભગ આઠ કરોડ રૂપિયા ખર્ચે બાંધવામાં આવેલા નવા FOBને કારણે પીક અવર્સમાં થતી ભીડને કારણે પ્રવાસીઓને રાહત થશે.

    પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી  સુમિત ઠાકુરે જારી કરેલી અખબારી યાદી મુજબ, દાદર સ્ટેશનના(Dadar station) દક્ષિણ છેડે આ નવું FOB પ્રવાસીઓ માટે રવિવાર 26 સપ્ટેમ્બરના ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. છે. આ FOB 58 મીટર લાંબો અને 8 મીટર પહોળો છે. તેના બાંધકામ(Construction) પાછળ 8 કરોડ રૂ.નો ખર્ચ કરવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : માંસાહારની જાહેરાત બંધ કરવાની માગ કરતી અરજી હાઈકોર્ટે ફગાવી- કોર્ટે અરજદારોને આપી આ સલાહ 

    આ FOB વેસ્ટર્ન રેલવેના પ્લેટફોર્મ નંબર 1, 2, 3 અને 5 સાથે જોડાયેલો છે. તેમ જ રેલવે મુસાફરોને(Railway passengers) મુંબઈ ઉપનગરીય વિભાગના સૌથી વ્યસ્ત ઉપનગરીય સ્ટેશનોમાંથી એક પર પ્લેટફોર્મ સરળતાથી બદલવાની સુવિધા આપશે. આ નવા FOB  સાથે જ હવે દાદર સ્ટેશન પર  8 FOB  થઈ ગયા છે. દાદર સ્ટેશન પર રોજ દરરોજ એક લાખથી વધુ મુસાફરો આ FOBનો ઉપયોગ કરતા હોવાનું માનવામાં આવે છે.