• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rain alert
Tag:

rain alert

Rain Alert: Thunderstorms and Rain Expected in Thane, Pune, and Other Districts
Main PostTop Postરાજ્ય

Unseasonal Rain Alert: કમોસમી વરસાદની ચેતવણી: થાણે, પુણે અને અન્ય જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદની શક્યતા

by kalpana Verat April 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Unseasonal Rain Alert:થાણે (Thane), પુણે (Pune) સહિત રાજ્યના અનેક ભાગોમાં આજે અનિયમિત વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. રાજ્યના 20 જિલ્લાઓને વરસાદનો યલો અલર્ટ આપવામાં આવ્યો છે. યલો અલર્ટ (Yellow Alert) ની પૃષ્ઠભૂમિ પર, જિલ્લા પ્રશાસન દ્વારા તમામ નાગરિકોને વાવાઝોડા, વીજળીથી પોતાને અને પશુઓને સુરક્ષિત રાખવા માટે યોગ્ય તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. અનિયમિત વરસાદની શક્યતાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અનેક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે.

Unseasonal Rain Alert: રાજ્યમાં અનિયમિત વરસાદની ચેતવણી

 મુંબઈ (Mumbai), થાણે, નવી મુંબઈ (Navi Mumbai) વિસ્તારમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક સ્થળોએ આવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. આને કારણે થોડીક ગરમીમાંથી રાહત મળી શકે છે. પરંતુ થોડા સમય પછી તાપમાનમાં ફરીથી વધારો થવાની શક્યતા છે.

Unseasonal Rain Alert: હવામાન વિભાગની આગાહી

  IMD (India Meteorological Department) ના અનુમાન મુજબ, આગામી 4-5 દિવસ રાજ્યમાં મેઘગર્જન સાથે હળવા-મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. આજ 1 એપ્રિલ 2025ના રોજ, થાણે, રાયગડ, રત્નાગિરી, સિંધુદુર્ગ, ધુળે, નંદુરબાર, જલગાંવ, નાશિક, અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, અકોલા, અમરાવતી, બુલઢાણા, વાશિમ આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે વરસાદનો યલો અલર્ટ જાહેર કર્યો છે.

 

April 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rain Alert Maharashtra will have heavy rain for the next 3 days, alert issued for 13 districts, orange alert for Mumbai.. know what is the condition of your city.
રાજ્યમુંબઈ

Rain Alert: મહારાષ્ટ્રમાં આગામી 3 દિવસ રહેશે ભારે વરસાદ, આ 13 જિલ્લામાં માટે જારી કરાયું એલર્ટ, મુંબઈ માટે યલો એલર્ટ..જાણો તમારા શહેરની શું છે સ્થિતિ..

by Bipin Mewada July 23, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Rain Alert:  રાજ્યમાં હાલ ભારે વરસાદની ( Maharashtra Heavy Rainfall ) સ્થિતિ સર્જાઈ છે. મોટાભાગના વિસ્તારોમાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદી-નાળાઓ છલકાઈ ગયા છે. શહેરી વિસ્તારોમાં વરસાદી પાણી જમા થવાથી નાગરિકોને હવે હાલાકી ભોગવી પડી રહી છે. ગઈકાલથી મુંબઈમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વાહનવ્યવહાર અને લોકલ ટ્રેનોને અસર થઈ રહી છે. તેથી હવે મુંબઈ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી ( IMD Forecast ) કરી છે કે આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડશે. આ પૃષ્ઠભૂમિમાં રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

ઉત્તર છત્તીસગઢ અને આસપાસના વિસ્તારોમાં લો પ્રેશરનું ક્ષેત્ર નબળું પડ્યું છે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે. જોકે, હવામાન વિભાગે ( IMD  ) આગાહી કરી છે કે મુંબઈ અને કોંકણના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે.

Rain Alert:  વિદર્ભમાં કેટલીક જગ્યાએ વરસાદનું પ્રમાણ ઘટશે

વિદર્ભમાં કેટલીક જગ્યાએ વરસાદનું પ્રમાણ ઘટશે. તો મરાઠવાડામાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ( Rain Forecast ) છે. ઉત્તર અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો  :  Reliance Jio : મુકેશ અંબાણીએ તોડ્યું ચીનનું અભિમાન, ડ્રેગનને પાછળ છોડી Jio બની વિશ્વની સૌથી મોટી મોબાઈલ કંપની.. જાણો વિગતે..

હવામાન વિભાગે આજે રત્નાગીરી અને સતારામાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન, ભારે પવન સાથે જોરદાર વરસાદની સંભાવના ( IMD Rain Forecast ) છે. રત્નાગીરીમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે હાલ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીઓ અને નાળાઓ પણ છલકાઈ રહ્યા છે. તેથી, પ્રશાસન હાલ એલર્ટ મોડ પર છે અને નાગરિકોને સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે.

બીજી તરફ સિંધુદુર્ગ, કોલ્હાપુર, રાયગઢ, પુણે જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.તો મુંબઈ, થાણે, પાલઘર, નાસિક, ધુલે, નંદુરબાર અને વિદર્ભમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

 

July 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai rains Updates BMC warns of extremely heavy rains, high tide; Residents urged to avoid going out
મુંબઈ

Mumbai rains Updates: મેઘરાજા બોલાવશે ધડબડાટી, મુંબઈમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ..

by kalpana Verat July 15, 2024
written by kalpana Verat

  News Continuous Bureau | Mumbai

Mumbai rains Updates:મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. શહેર વિસ્તારમાં ક્યારેક ભારે તો ક્યારેક સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન આજે ફરી  હવામાન વિભાગે મુંબઈમાં વરસાદની ચેતવણી જાહેર કરી છે.  આગાહી છે કે મુંબઈ શહેર અને ઉપનગરોમાં કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદ પડશે, જ્યારે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. તેમજ આવતીકાલે એટલે કે 16 જુલાઇએ હવામાન વિભાગે મુંબઈમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

 Mumbai rains Updates:આજે કયા જિલ્લામાં એલર્ટ?

રત્નાગીરીમાં આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે દિવસ દરમિયાન રત્નાગીરી અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાયગઢ, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સતારામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

રત્નાગીરી, રાયગઢ : રેડ એલર્ટ

સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સતારા : ઓરેન્જ એલર્ટ

મુંબઈ, થાણે, પાલઘર : યલો એલર્ટ

Mumbai rains Updates:મુંબઈ સહિત ઉપનગરોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ તરફથી મુંબઈ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 48 કલાક માટે હવામાન વિભાગે શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. તેવી જ રીતે, મુંબઈમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ અને 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai water stock : મુંબઈમાં મેઘમહેર, શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશાયોમાં નવા નીર આવક; જાણો આંકડા

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જુલાઈ મહિના નો વરસાદ સરેરાશ કરતાં વધી ગયો છે. મુંબઈમાં સરેરાશ વરસાદનો આંકડો હજાર એમએમને વટાવી ગયો છે. તો જુલાઈ મહિનાની સરેરાશ માત્ર 14 દિવસમાં પૂર્ણ થઈ ગઈ છે. જુલાઈના મધ્ય સુધીમાં વરસાદે જુલાઈ મહિનાની સરેરાશ વરસાદની સપાટીને વટાવી દીધી છે. મુંબઈમાં રવિવાર સવાર સુધી 862 મીમી વરસાદ નોંધાયો છે અને જુલાઈ મહિના માટે મુંબઈમાં સરેરાશ 855.7 મીમી વરસાદ નોંધાયો છે. મુંબઈમાં જૂનથી અત્યાર સુધીમાં 1209 મીમી વરસાદ નોંધાયો છે.

 Mumbai rains Updates: મુંબઈમાં પાણીના સંગ્રહમાં વધારો થયો છે, પરંતુ પાણી કાપ ચાલુ

મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોના જળ સંગ્રહમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 68 હજાર મિલિયન લિટર ઉમેરવામાં આવ્યું છે. ડેમોમાં પાણીનો સંગ્રહ 29.73 ટકાએ પહોંચ્યો છે અને 24 કલાકમાં 18 દિવસનો પાણીનો સંગ્રહ થયો છે.

મુંબઈગરાઓની તરસ છીપવતા સાત ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદે જોરદાર હાજરી આપી છે અને ડેમોમાં પાણીનો સંગ્રહ વધવા લાગ્યો છે. મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં પાણીનો સંગ્રહ 25 ટકા થઈ ગયો છે. જોકે, ડેમમાં પાણીનો સંગ્રહ સંતોષકારક રીતે નહીં વધે ત્યાં સુધી મુંબઈકરોને પાણીકાપનો સામનો કરવો પડશે.

July 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai Rain IMD issues orange alert across MMR today
મુંબઈMain PostTop Post

Mumbai Rain : આજ સવારથી મુશળધાર વરસાદ, મેઘરાજા મુંબઈને ફરી ઘમરોળશે; હવામાન વિભાગે જારી કર્યું આ એલર્ટ જારી

by kalpana Verat July 13, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Mumbai Rain : મુંબઈમાં આજ સવારથી વરસાદ પડી રહ્યો છે. દાદર, વરલી, બાંદ્રા, ઘાટકોપર, અંધેરી, પવઈ, કુર્લા અને ચેમ્બુર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી જમા થવા લાગ્યું છે. આમ ફરી એકવાર મુંબઈ ડૂબવા લાગ્યું છે. દરમિયાન હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે મુંબઈમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 36 કલાકમાં મુંબઈમાં 200 મીમી વરસાદ પડશે.  

Mumbai Rain : મુંબઈમાં સવારથી જ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ આજે સવારથી મુંબઈમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી જમા થવા લાગ્યા છે. જેના કારણે ટ્રાફિકને અસર થઈ રહી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. અંધેરી સબવેની નીચે ત્રણથી ચાર ફૂટ પાણી જમા થઈ ગયું છે. જેના કારણે ત્યાંનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે આજે મુંબઈની સાથે થાણે અને પાલઘર માટે યલો રેઈન એલર્ટ જારી કર્યું છે.

Mumbai Rain :રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ પડશે

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, રાયગઢ રત્નાગિરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉપરાંત, પશ્ચિમ મહારાષ્ટ્રના પુણે અને સતારાના બે જિલ્લાઓમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આથી હવામાન વિભાગે આજે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે આજે સમગ્ર વિદર્ભમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આ પૃષ્ઠભૂમિમાં, વહીવટીતંત્રે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

આ સમાચાર પણ વાંચો : Stone pelting : ભુસાવળ-નંદુરબાર પેસેન્જર ટ્રેન પર પથ્થરમારો, મુસાફરોના જીવ મુકાયા જોખમમાં; જુઓ વીડિયો

Mumbai Rain :આગામી 72 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે

હવામાન વિભાગે આગામી 72 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 13 થી 15 જુલાઈની વચ્ચે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ, બિહારમાં વરસાદ પડી શકે છે.

July 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rain Alert Monsoon arrival in Maharashtra, heavy rains in Pune, red alert in Sindhudurg; Know which district has heavy rain warning here
રાજ્ય

Rain Alert: મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન, પુણેમાં ભારે વરસાદ, સિંધુદુર્ગમાં રેડ એલર્ટ; જાણો અહીં કયા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી?

by Hiral Meria June 9, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Rain Alert:  રાજ્યમાં હવે ચોમાસાનું ( Monsoon ) આગમન થઈ ગયું છે. શનિવારે પુણે અને સોલાપુર સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ શરુ થઈ ગયો છે. ચોમાસાના આગમનને કારણે કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્રમાં હાલ ભારે વરસાદ ચાલુ છે.

કોંકણઃ ભારતીય હવામાન વિભાગે ( IMD ) હવે આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી ( Rain Forecast ) કરી છે. કોંકણમાં સર્વત્ર ગાજવીજ સાથે ભારે વરસાદની ( Heavy Rain ) અપેક્ષા છે. પવન સરેરાશ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાય તેવી શક્યતા છે. તો રત્નાગીરીમાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યો છે. તો કેટલીક જગ્યાએ 100 મીમીથી વધુ વરસાદની શક્યતા છે. સિંધુદુર્ગ માટે રવિવારે રેડ એલર્ટ જારી કર્યો હતો. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ( Maharashtra ) કોંકણ અને ઘાટ પર પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

વિદર્ભમાં ( Yellow Alert ) યલો એલર્ટઃ કોલ્હાપુર અને સાતારાના ઘાટમાં ભારે વરસાદની સંભાવના છે. રવિવારે (9 જૂન)ના રોજ મરાઠવાડાના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. વિદર્ભમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. રવિવારે સમગ્ર વિદર્ભમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  Adani Foundation : અદાણી ફાઉન્ડેશન અને કે.વી.કે સુરત દ્વારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો માટે જૈવિક ખેતી તાલીમ યોજાઈ

સોલાપુરમાં ભારે વરસાદના સંકેતઃ પુણેમાં ભારે વરસાદને કારણે ઓટ આવતા ઝાડ પડતાં એક વ્યક્તિનું મોત થયું હતું. સોલાપુરમાં પણ રાતભર પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા, પરંતુ આકરી ગરમીથી પરેશાન સોલાપુરવાસીઓને હાલ રાહત મળી હતી. તેમજ હવામાન વિભાગે રવિવારે સોલાપુર શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી હતી.

કોલ્હાપુર, સતારાઃ કોલ્હાપુર અને સાતારાના ઘાટમાં ભારે વરસાદની સંભાવના છે. મરાઠવાડાના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. વિદર્ભમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેમાં સમગ્ર વિદર્ભમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

June 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Weather changed in Maharashtra, chances of rain in many parts
રાજ્ય

 Maharashtra Weather update: મહારાષ્ટ્રમાં હવામાન બદલાયું, ઘણા ભાગોમાં વરસાદની શક્યતા: IMD ની આગાહી…

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

  Maharashtra Weather update: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતવણી અનુસાર, મહારાષ્ટ્ર (Maharashtra) ના વિવિધ ભાગોમાં વરસાદ થયો છે. બુધવારે કોલ્હાપુર, સાંગલી, સોલાપુર જિલ્લાના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં પુણે, સતારા, અહેમદનગર, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, ધારાશિવ, બીડ, લાતુર અને નાંદેડ જિલ્લાનો સમાવેશ થાય છે.

બુધવારે વહેલી સવારે સોલાપુર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ થયો હતો. આ વરસાદ જુવાર સહિત રવિ સિઝનના તમામ પાકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દ્રાક્ષ ઉગાડતા ખેડૂત માટે તે ઘણે અંશે નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. સોલાપુરમાં 28 મીમી વરસાદ નોંધાયો છે.

મધ્યરાત્રિની આસપાસ વરસાદ શરૂ થયો હતો અને સવાર સુધી વત્તા કે ઓછા પ્રમાણમાં ચાલુ રહ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થયો છે તો કેટલાક વિસ્તારોમાં હળવો અને ધીમો વરસાદ થયો છે. આ વરસાદ દક્ષિણ, ઉત્તર સોલાપુર, અક્કલકોટ, મોહોલ, મંગલવેધા અને અન્ય તાલુકાઓમાં પણ થયો હતો.

 આ વરસાદ જુવાર અને અન્ય રવિ પાક માટે ફાયદાકારક સાબિત થશે….

બુધવારે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી બે-ચાર દિવસમાં આવા જ વધુ વરસાદની આગાહી કરી છે. આ વર્ષે વરસાદના અભાવે જિલ્લામાં રવિ વાવણી સમયસર થઈ શકી નથી. જેમણે વાવ્યું છે તેમનું અંકુરણ પૂર્ણ થયું નથી. આ વરસાદ જુવાર અને અન્ય રવિ પાક માટે ફાયદાકારક સાબિત થશે.

જો ફરી ભારે વરસાદ પડે તો રવિ વાવણીમાં વિલંબ થવાની સંભાવના છે. આ ખરીફ પાક માટે પણ ફાયદાકારક બની શકે છે. લણણી કરેલ દ્રાક્ષાવાડીઓ આ સમયે સંપૂર્ણ ખીલે છે. તેથી, વરસાદને કારણે તે નીતરી શકે છે. ખેડૂતોનું એમ પણ કહેવું છે કે દવાનો છંટકાવ વધવાથી ખર્ચ વધે છે.

આ સમાચાર પણ વાંચો :  Chhatrapati Sambhaji Nagar :બાગેશ્વર ધામ દરબારમાં નવ મુસ્લિમોએ સ્વીકાર્યો હિંદુ ધર્મ.. જાણો વિગતે..

કોલ્હાપુરમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે. રાધાનગરી, ભુદરગઢ તાલુકામાં ભારે વરસાદ થયો હોવાના સમાચાર છે. આદમપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ થયો હતો અને એકાએક વરસાદને કારણે ડાંગરના પાકને નુકસાન થયું હતું. કોલ્હાપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ છે. સાંગલી જિલ્લાના જાટ તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાયગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. બે દિવસ પહેલા સતારામાં પણ વરસાદ પડ્યો હતો.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Rain: Weather department forecast! Rain alert in these 13 districts including Mumbai, Thane
રાજ્ય

Maharashtra Rain: હવામાન વિભાગની આગાહી! મુંબઈ, થાણે સહિત આ 13 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ.. જાણો ક્યા કેટલો વરસાદ..વાંચો અહીં..

by Hiral Meria September 27, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Maharashtra Rain: હવામાન વિભાગે (IMD) આગામી કેટલાક કલાકો સુધી મહત્વના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ (Rain Alert) જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી 3-4 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ભારે વરસાદની ( heavy rainfall ) સંભાવના છે.

સિંધુદુર્ગ, થાણે, મુંબઈ, પુણે, અહેમદનગર, છત્રપતિ સંભાજી નગર, જલગાંવ, કોલ્હાપુર, નંદુરબાર જિલ્લામાં આગામી 3-4 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા ( Rain forecast ) છે. હવામાન વિભાગે અપીલ કરી છે કે આ કારણે નાગરિકોએ બહાર નીકળતી વખતે હવામાનની આગાહી ( weather forecast ) તપાસવી જોઈએ.

નિર્જન સ્થળોએ ન રોકાવાની સૂચનાઓ..

દરમિયાન, રાયગઢ, રત્નાગિરી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના ચમકારા સાથે તોફાની વરસાદની પણ સંભાવના છે. આ સમયે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. નાસિક અને ધુલે જિલ્લામાં પણ આગામી કેટલાક કલાકોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેથી ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે શહેરીજનોએ બહાર નીકળતી વખતે હવામાનની આગાહી અવશ્ય તપાસવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : NIA Raids: ખાલિસ્તાનીઓ અને ગેંગસ્ટર્સ પર મોટી કાર્યવાહી, આ 6 રાજ્યના 50 સ્થાનો પર NIAના દરોડા..

પાલઘર જિલ્લામાં ( Palghar district ) પણ આગામી કેટલાક કલાકો સુધી ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેથી, મુંબઈ હવામાન વિભાગ દ્વારા નિર્જન સ્થળોએ ન રોકાવાની સૂચનાઓ આપવામાં આવી છે.

September 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Heavy rain lashed Nashik; Godavari river floods, many temples underwater
મુંબઈTop Post

Nashik Rain: વરસાદનો વિસ્ફોટ! નાસિકમાં ભારે વરસાદે મચાવી તબાહી…જાણો હાલ શું છે સ્થિતિ… 

by Akash Rajbhar September 9, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Nashik Rain: ઓગસ્ટ મહિનામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. નાસિક (Nashik) જિલ્લામાં શુક્રવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે. જેના કારણે ગંગાપુર ડેમ (Gangapur Dam) ની જળ સપાટીમાં ઝડપથી વધારો થયો છે. હાલમાં ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ગોદાવરી નદીમાં પૂર આવ્યું છે.

આ સિઝનમાં ગોદાવરી નદીમાં આ પહેલું પૂર છે . રામકુંડ વિસ્તારના અનેક મંદિરો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. આથી નદી કિનારે આવેલા ગામોને તકેદારી આપવામાં આવી છે. નાશિકના ચણકાપુર ડેમમાંથી પણ પાણી છોડવામાં વધારો કરવામાં આવ્યો છે.
જેના કારણે ગીરણા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નદી પરના નાના પુલ પૂરના પાણીમાં ડૂબી ગયા છે. ચણકાપુર ડેમ હેઠળનો આંતબે પુલ વાહનવ્યવહાર માટે બંધ હોવાથી કલવણ, વાણી જતો ટ્રાફિક અન્ય માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જો વરસાદ ચાલુ રહેશે તો પાણીનો નિકાલ વધવાની સંભાવના છે.

આ સમાચાર પણ વાંચો : G20 Summit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ સાથે મુલાકાત કરી…

યલો એલર્ટ વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યું છે

બીજી તરફ, માલેગાંવ શહેર (Malegaon) થી હાઈવે તરફ જતો તેહરે પુલ પૂરમાં ભરાઈ જવાને કારણે વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે માલેગાંવથી તેહરે ચૌફૂલી રોડને અડધી રાતથી બંધ કરી દીધો છે. વહીવટીતંત્રે એવી પણ અપીલ કરી છે કે નાગરિકોએ પૂરના પાણીમાંથી તેમના વાહનો લઈ જવાની હિંમત ન કરવી જોઈએ.
દરમિયાન, નાસિક જિલ્લા માટે જારી કરાયેલ યલો એલર્ટ વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. તેથી, આગામી બે દિવસ વરસાદી રહેશે અને શુક્રવારે જિલ્લા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. હવામાન વિભાગે શનિવાર અને રવિવારે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડવાના સંકેત આપ્યા છે.

September 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Cyclone Mocha floods Myanmar city, turns streets into river, 2 dead
દેશ

Cyclone Rain Alert : ચક્રવાતી વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા

by Dr. Mayur Parikh December 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના કેટલાક ભાગોમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. એક તરફ ઠંડી પડી રહી છે તો બીજી તરફ વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે ચક્રવાતી તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. આ વાવાઝોડાને કારણે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં 8 ડિસેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે.

માછીમારોને બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે આ અંગે દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વરસાદની સાથે સાથે જોરદાર પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ ઉપરાંત માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો:  ‘અબકી બાર, ફિર એક બાર ભાજપા કી સરકાર’… તમામ એક્ઝિટ પોલમાં ભાજપનો વિજય નિશ્ચિત…

NDRFની 6 ટીમો તૈનાત

હવામાન વિભાગનું એલર્ટ જારી કરવાની સાથે વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. ચક્રવાતી તોફાનને લઈને NDRF અરક્કોનમની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની ટીમો નાગાપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, કુડ્ડલોર, માયલાદુથુરાઈ અને ચેન્નાઈ ખાતે તૈનાત કરવામાં આવી છે. આ સાથે વહીવટીતંત્ર દ્વારા અન્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે.

December 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

અમરનાથ યાત્રા પર હંગામી રોક- આ કારણે યાત્રાળુઓને કેમ્પ પર જ રોકી દેવાયા

by Dr. Mayur Parikh July 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir) સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં(Amarnath cave) બાબા બર્ફાનીના(Baba Barfani) દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ખરાબ હવામાનના(Bad weather) કારણે બાલટાલ(Baltal) અને પહલગામ(Pahalgam) બંને કેમ્પમાંથી યાત્રાળુઓને(Pilgrims) આગળ જવા દેવામાં આવ્યા નથી.

કહેવાઈ રહ્યું છે કે, હવામાન સાફ થયા બાદ યાત્રાળુઓને જવાની મંજૂરી આપવામાં આવશે. 

કાશ્મીર ઘાટીમાં(Kashmir Valley) આગામી 24થી 36 કલાક સુધી વરસાદનું એલર્ટ(Rain alert) છે. ઘાટીમાં મોડી રાતે ભારે વરસાદ(heavy rain) પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં(Anantnag District) અમરનાથ યાત્રા(Amarnath Yatra) 2022ના પ્રથમ ચાર દિવસમાં કુલ 40,233 યાત્રીઓએ પવિત્ર ગુફા મંદિરના(Cave temple) દર્શન કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  મહત્વના સમાચાર- રેલવે ટિકિટ બુક કરો છો તો ધ્યાન રાખજો- IRCTCએ આ નિયમમાં કર્યા છે ફેરફાર-જાણો વિગત

July 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક