• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - raj anadkat
Tag:

raj anadkat

Taarak mehta ka ooltah chashmah fame raj anadkat ready to returns to tv
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: ટીવી પર વાપસી કરી રહ્યો છે તારક મહેતા નો ટપ્પુ, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નહીં આ શોમાં જોવા મળશે રાજ અનડકટ, અભિનેતા એ આપી માહિતી

by Zalak Parikh May 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ નું પાત્ર ભજવી ને લોકપ્રિય થયેલ અભિનેતા રાજ અનડકટ છેલ્લા બે વર્ષ થી ઇન્ડસ્ટ્રી થી દૂર છે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે રાજ અનડકટ રાજન શાહી ની લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભુમિકમાં જોવા મળશે. પરંતુ હવે રાજ એ આ સમાચાર પર ઠંડુ પાણી રેડી દીધું છે. આ સાથે જ રાજ અનડકટ એ તેના નવા શો વિશે વાત કરી છે.  

આ સમાચાર પણ વાંચો: Alia bhatt deepfake video: ફરી એકવાર ડીપફેક નો શિકાર બની આલિયા ભટ્ટ, આ લોકપ્રિય અભિનેત્રી ના વિડીયો માં તેની જગ્યા એ જોવા મળ્યો રણબીર કપૂર ની પત્ની નો ચહેરો

રાજ અનડકટ કરશે ટીવી પર કમબેક 

રાજ અનડકટ એ તેના વ્લોગ માં જણાવ્યું હતું કે, તે ટીવી પર વાપસી કરી રહ્યો છે પરંતુ તે હિન્દી નહીં ગુજરાતી સિરિયલ માં જોવા મળશે. આ સિરિયલ માં તેની સાથે સના અમીન શેખ પણ જોવા મળશે. આ સિરિયલ નું નામ ‘યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત’ છે.  આ સિરિયલમાં રાજ કેશવ ના પાત્ર માં જોવા મળશે તો સના તેમાં કે ના પાત્ર માં જોવા મળશે. રિપોર્ટ મુજબ આ એક લવ સ્ટોરી પર આધારિત સિરિયલ છે, જેમાં ભાગ્યનો ખેલ એવો હશે કે બંને પાત્રો એકબીજાના પ્રેમમાં પડી જશે. બંને કલાકારો સ્વભાવે તદ્દન અલગ છે પરંતુ તેમ છતાં બંનેને એકબીજાનો સ્વભાવ ગમવા લાગશે. 

 

View this post on Instagram

 

A post shared by Colors Gujarati (@colorsgujaratiofficial)


તમને જણાવી દઈએ કે રાજ અનડકટ એ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં પાંચ વર્ષ સુધી ટપ્પુ નું પાત્ર ભજવ્યું હતું.ત્યારબાદ તેને શો ને અલવિદા કહી દીધું હતું. હવે બે વર્ષ બાદ રાજ અનડકટ ટીવી પર વાપસી કરી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

May 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
taarak mehta ka ooltah chashmah fame tapu aka raj anadkat tells reason of leaving show
મનોરંજન

Taarak mehta ka ooltah chashmah: રાજ અનડકટ એ કરી નવી શરૂઆત! આ સાથે જ ટપ્પુ એ જણાવ્યું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું અસલી કારણ

by Zalak Parikh April 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો ના  પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો મન એવા ઘણા કલાકારો છે જેમને શો ને અલવિદા કહી દીધું છે તેમનો એક અભિનેતા રાજ અનડકટ છે જેને શો માં ટપ્પુ ની ભૂમિકા ભજવી હતી. આ શો દ્વારા રાજ ની લોકપ્રિયતામાં વધારો થયો હતો. રાજ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તેને હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેને તેના નવા પ્રોજેક્ટ અને તારક મહેતા છોડવા પાછળનું કારણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાન ને મારવા નહીં આ ઈરાદો લઈને ભાઈજાન ના ઘરે આવ્યા હતા શુટર, ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યો આરોપીઓનો પ્લાન

રાજ અનડકટ ની પોસ્ટ 

રાજ અનડકટે તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે.જેમાં રાજ એક દસ્તાવેજ પર સહી કરતો જોવા મળી રહ્યો છે. આ તસવીર સાથે રાજે કેપ્શનમાં લખ્યું, ‘નવી શરૂઆત’. અભિનેતાએ થોડા સમય બાદ તેણે યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા છે અને તે પણ જણાવ્યું છે કે તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેમ છોડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)



રાજ અનડકટ એ  યૂટ્યૂબ ચેનલ પર કહ્યું કે, ‘હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને એક જ પ્રશ્ન પૂછે છે કે તમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કેમ છોડી દીધી. મેં આ વિશે ઘણી વખત વાત કરી છે પરંતુ આજે પણ મને આ પ્રશ્ન ઘણો પૂછવામાં આવે છે. તેથી મેં વિચાર્યું કે મારે આ પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. મેં આ શોમાં 5 વર્ષ સુધી કામ કર્યું, જો હું ખોટો નથી તો મેં આ શોમાં એક હજારથી વધુ એપિસોડ કર્યા છે. મારી આ સફર ખૂબ જ સુંદર હતી, પરંતુ મારે એક અભિનેતા તરીકે આગળ વધવું હતું હું આ ક્ષેત્રમાં વિવિધ પાત્રો જીવવા માંગુ છું અને જીવનમાં નવી વસ્તુઓ જોવા માંગુ છું. તેથી મેં આ શો છોડવાનો નિર્ણય કર્યો. હું આ ભૂમિકા માટે હંમેશા આભારી છું. મને ટપ્પુની ભૂમિકામાં સ્વીકારવા બદલ હું તમારા બધાનો આભારી છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
yeh rishta kya kehlata hai new entry TMKOC fame actor raj anadkat may play abhir role in the show
મનોરંજન

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થશે અભીર ની એન્ટ્રી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા ભજવી શકે છે અક્ષરા ના પુત્ર ની ભૂમિકા

by Zalak Parikh January 17, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં લિપ બાદ હર્ષદ ચોર અને પ્રણાલી રાઠોડ નું સ્થાન શહેઝાદા ધામી અને સમૃદ્ધિ શુકલા એ લીધું છે. સિરિયલ માં શહેઝાદા અરમાન પોદ્દાર અને સમૃદ્ધિ અભીરા ના પાત્ર ભજવી રહ્યા છે. લોકો ને બંને ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. હાલ શોમાં અભિરા પોતાનો અભ્યાસ પૂરો કરવા કોલેજ જવા લાગી છે તો બીજી તરફ રુહી અને અરમાન પણ નજીક આવતા જોવા મળશે. આ દરમિયાન વાર્તામાં નવો વળાંક આવવાનો છે. શોમાં એક નવી એન્ટ્રી થવાની છે. જે અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.

 

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભીર ની ભૂમિકા માં જોવા મળશે રાજ અનડકટ 

મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં અભિર પરત ફરી રહ્યો છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, સિરિયલ ના મેકર્સ એ  તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ નો સંપર્ક કર્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે શોમાં રાજ અનડકટ અભીર નું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. તેની મેકર્સ સાથે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો બધું બરાબર રહ્યું તો તે ટૂંક સમયમાં સીરિયલમાં જોવા મળી શકે છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

TMKOC Fame Raj Anadkat To Join As Abhir Birla On Star Plus Show Yeh Rishta Kya Kehlata Hai. It Is Rumoured, He Will Play A Gray Character On The Show.#RajAnadkat #rajanadkatfans #YehRishtaKyaKehlataHai #yrkkh #taarakmehtakaooltahchashmah #TMKOC #StarPlus pic.twitter.com/fzHfx1whEm

— Manoranjan Media (@Manoranjan43227) January 16, 2024


મીડિયા રિપોર્ટ મુજબ અભિર ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના આગામી એપિસોડમાં એન્ટ્રી કરશે. તે ગોએન્કા પરિવારને આરોહીઓ ના મૃત્યુ પાછળનું સાચું કારણ પણ જણાવશે. તે કહેશે કે આરોહીનું મૃત્યુ અક્ષરાના કારણે નહીં પરંતુ રૂહીના કારણે થયું છે. એટલું જ નહીં, તે અભિમન્યુના મૃત્યુના સમાચાર પણ આપશે.

આ સમાચાર પણ વાંચો : Fighter trailer: ફાઈટર નું ધમાકેદાર ટ્રેલર થયું રિલીઝ, માત્ર એક્શન જ નહીં ફિલ્મના સંવાદો એ પણ જીતી લીધા લોકો ના દિલ

 

January 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC news tappu nitish bhaluni being says about his role to trollers
મનોરંજન

નવા ટપ્પુના રોલ ને લઇ ને ટ્રોલ થવાથી નીતીશ ભલુનીનું છલકાયું દર્દ,ટ્રોલર્સ ને આપ્યો આવો જવાબ

by Zalak Parikh February 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટીવીનો પ્રખ્યાત કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ આ દિવસોમાં જબરદસ્ત હેડલાઇન્સ માં છે. TMKOC લગભગ 15 વર્ષથી તેના પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યું છે. જો કે, ભૂતકાળમાં શોમાં થયેલા ઘણા ફેરફારોને કારણે તેની ચમક પણ ઓછી થતી જોવા મળી રહી છે. હવે આ ચમક પાછી લાવવા માટે, નિર્માતાએ ફરી એકવાર શોના ખોવાયેલા પાત્રોને પાછા લાવવાનો નિર્ણય કર્યો છે. આ એપિસોડમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક નવા ‘ટપ્પુ’ની એન્ટ્રી થઈ છે. રાજ અનડકટે શો છોડ્યા બાદ હવે નીતિશ ભલુની ટપ્પુના રોલમાં જોવા મળી રહ્યો છે.અહીં, જ્યાં કેટલાક દર્શકો નિર્માતાઓના આ નિર્ણયથી ખુશ છે, તો બીજી તરફ ઘણા લોકોએ તેના વિશે નારાજગી વ્યક્ત કરી છે. વાસ્તવમાં, ઘણા લોકોએ નીતીશ ભલુનીને એ કહીને ટ્રોલ કર્યો હતો કે તે ટપ્પુના રોલમાં ફિટ નથી. આવા લોકોએ કહ્યું કે નીતીશ આ પાત્રને યોગ્ય રીતે ભજવી શકશે નહીં. તે જ સમયે, હવે ખુદ અભિનેતાનું નિવેદન સામે આવ્યું છે.

 

નીતીશ ભલુની એ આપ્યું નિવેદન 

આ મામલાને લઈને એક મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન નીતિશ ભલુની નું દર્દ છલકાયું છે. ટ્રોલર્સને જવાબ આપતા તેણે કહ્યું, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું પણ હું એ પણ જાણું છું કે દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે મારે સખત મહેનત કરવી પડશે.’અભિનેતાએ કહ્યું, ‘હું આ માટે દિવસ-રાત મહેનત કરી રહ્યો છું… હું જાણું છું કે કેટલાક લોકોને મારું કામ પસંદ નહીં આવે, લોકો મારાથી નારાજ થશે પણ આ તેમનો પ્રેમ પણ છે. મને મારી પ્રતિભામાં વિશ્વાસ છે અને હું તેને પ્રદર્શિત કરવામાં કોઈ કસર છોડીશ નહીં. આગામી ટ્રેક રોમાંચક ક્ષણો અને ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરેલો હશે, મને ખાતરી છે કે લોકોને તે ચોક્કસપણે ગમશે.

 

નીતીશ ભલુની એ કર્યો છે રાજ અનડકટ ને રિપ્લેસ 

નીતીશની વાતથી સ્પષ્ટ છે કે તેઓ દર્શકોને ખુશ કરવાની કોઈ તક જવા દેવા માંગતા નથી. અભિનેતા ટપ્પુના રોલમાં ફિટ થવા માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે.બીજી બાજુ, રાજ અનડકટ સાથે સરખામણી ના પ્રશ્ન પર નીતિશ કહે છે, ‘દરેક વ્યક્તિની પોતાની વિચારવાની ક્ષમતા હોય છે અને તે તેના અનુસાર તેમના પાત્રોને વણતા હોય છે. મને લાગે છે કે રાજે પોતાની સ્ટાઈલમાં પાત્ર ભજવ્યું જે રીતે તે ઈચ્છતો હતો. હવે, હું ટપ્પુને મારી પોતાની શૈલીમાં અને મારી રીતે રજૂ કરવા જઈ રહ્યો છું. હું દર્શકોનું મનોરંજન કરવાનો અને તેમનો વધુ પડતો પ્રેમ મેળવવાનો પૂરો પ્રયાસ કરીશ.

February 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tarak mehta ka ooltah chahmah nitesh bhulani replace Raj anadkat as tappu show got trolled
મનોરંજન

તારક મહેતા માં નવા પાત્રની એન્ટ્રી જોઈને યુઝર્સ થયા ગુસ્સે, શો બંધ કરવાની કરી માંગ

by Zalak Parikh February 17, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં એક નવા પાત્રની એન્ટ્રી થઈ છે. આ શોને એક નવો ટપ્પુ મળ્યો છે. આ પહેલા રાજ અનડકટ શોમાં જેઠાલાલના પુત્ર ટપ્પુ ઉર્ફે ટીપેન્દ્ર જેઠાલાલ ગડાનો રોલ કરી રહ્યો હતો. જોકે રાજે ગયા વર્ષે ડિસેમ્બરમાં શો છોડી દીધો હતો. થોડા મહિનાઓની ગેરહાજરી પછી, હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓએ નીતિશ ભલુનીને નવા ટપ્પુ તરીકે રજૂ કર્યા છે.

 

મેકર્સ આવ્યા ટ્રોલ્સના નિશાના હેઠળ 

તમને જણાવી દઈએ કે આ શોમાં ટપ્પુની આ ત્રીજી એન્ટ્રી છે, આ પહેલા બે કલાકારોએ આ રોલ કર્યો હતો. 2017થી ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનડકટે ગયા વર્ષે જ શો છોડી દીધો હતો. તો બીજી તરફ, 14 વર્ષથી ચાલી રહેલા આ શોમાં નવા પ્રવેશ કરનાર ટપ્પુનું તેના ઓનસ્ક્રીન પિતા દિલીપ જોષીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેણે કહ્યું, ‘અમારા માટે તો આ જ ટપ્પુ છે, નવો અભિનેતા આવ્યો છે આ પાત્ર ભજવવા માટે. હું તો એટલું જ કહીશ કે શુભકામનાઓ’. આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ નવો કલાકાર શોમાં આવ્યો હોય. આ પહેલા પણ તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢાએ અધવચ્ચે જ શોને અલવિદા કહી દીધું હતું. તારક મહેતાની પત્નીનું પાત્ર ભજવનાર નેહા મહેતાએ પણ શો છોડી દીધો હતો. આ ઉપરાંત દયા બેનનો રોલ કરનાર દિશા વાકાણી અને સોઢીનો રોલ કરનાર અભિનેતા ગુરચરણે પણ કેટલાક કારણોસર શો છોડી દીધો હતો. આવી સ્થિતિમાં નવા કલાકારોને વારંવાર જોઈને યુઝર્સ પરેશાન થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકો શો બંધ કરવાની વાત કરે છે

સોશિયલ મીડિયા પર લોકોએ શોના કન્ટેન્ટ અને સ્ટોરી કોન્સેપ્ટને લઈને શો મેકર્સને ખૂબ ટ્રોલ કર્યા છે. ટપ્પુની એન્ટ્રીના વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સ શો બંધ કરવાની વાત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘કેરેક્ટર તો બદલ રહે હો યાર શો હી બદલ લો’. અન્ય એક યુઝરે લખ્યું, ‘કોમેડી શો હૈ ભાઈ કોઈ સરકાર નોકરી નહીં જો બસ ઘસતા રહે હૈ. હવે આ લોકો પેન્શન લઈને જ શો બંધ કરશે?’ ત્રીજા યુઝરે લખ્યું, ‘અરે, હવે શો બંધ કરો, તમે કેમ બિનજરૂરી રીતે ખેંચી રહ્યા છો.’ ચોથા યુઝરે લખ્યું, ‘શો બંધ કરો અથવા જૂના પાત્રોને પાછા લાવો.’

February 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
raj anadkat on affair with munmun dutta after quitting taarak mehta ka ooltah chashmah
મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડ્યા બાદ ટપ્પુ એટલે કે રાજ અનડકટે તેના અને ‘બબીતા ​​જી’ એટલે કે મુનમુન દત્તા સાથે અફેર પર તોડ્યું મૌન, કહી આ વાત

by Dr. Mayur Parikh December 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવીની દુનિયામાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( taarak mehta ka ooltah chashmah ) એક એવો શો છે, જે 14 વર્ષથી માત્ર દર્શકોનું મનોરંજન જ નથી કરી રહ્યો, પરંતુ TRP લિસ્ટમાં પણ ટોચ પર છે. આ શો સાથે સંકળાયેલા દરેક ( munmun dutta ) પાત્રની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. ભૂતકાળમાં, ઘણા જૂના સ્ટાર્સ આ શોથી અલગ થઈ ગયા છે, જેમના દર્શકો હજુ પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે ( raj anadkat )  પણ શો છોડી દીધો છે. ( affair )આ સમાચાર પર મહોર લગાવતા, રાજ અનડકટે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી હતી.

રાજ અને મુનમુન દતા ના અફેર ની ચર્ચા

રાજ અનડકટના શોને અલવિદા કહીને તેના ચાહકો ઉદાસ છે. દરમિયાન, એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ અનડકટે સીરિયલમાં બબીતા ​​જીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા સાથે ચાલેલી અફેરની અફવાઓ પર વાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુ અને બબીતા ​​જીનું અફેર હતું. જણાવી દઈએ કે રાજ અનડકટ અને મુનમુન દત્તા વચ્ચે 9 વર્ષનું અંતર છે. આવી સ્થિતિમાં, જ્યારે બંનેના અફેરના સમાચાર સામે આવ્યા, ત્યારે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લોકો ની ક્લાસ લીધી હતી.

આ સમાચાર પણ વાંચો: કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન

રાજ અનડકટે કર્યો ખુલાસો

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં જ્યારે રાજ અનડકટ ને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે કેટલાક લોકો આ વિશે વાત કરતા હતા. પરંતુ આ તરફ ધ્યાન આપવાને બદલે તેણે પોતાના કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કર્યું. રાજ આનંદકટે કહ્યું, “ગોસિપ એ કલાકારના જીવનનો એક ભાગ છે. હું મારા કામ પર ધ્યાન આપું છું અને આ બાબતોને નજરઅંદાજ કરું છું. મેં વિક્ષેપો ટાળવાનો પ્રયાસ કર્યો. હું અફવાઓથી પરેશાન નથી થતો.” રાજ અનડકટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભવ્ય ગાંધીની જગ્યા લીધી. રાજ અનડકટના અલગ થયા બાદ સિરિયલના મેકર્સ ફરી એકવાર નવા ‘ટપ્પુ’ની શોધમાં છે. સમાચારોનું માનીએ તો રાજ અનડકટ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.

December 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
TMKOC tappu and sonu aka palak sidhwani are not friends in real life
મનોરંજન

‘તારક મહેતા’ ના ચાહકો માટે ખરાબ સમાચાર – શૈલેષ લોઢા બાદ ટપ્પુ સેના ના આ મહત્વ ના પાત્ર એ શો ને કહ્યું અલવિદા, પોસ્ટ શેર કરી આપી માહિતી

by Dr. Mayur Parikh December 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) હંમેશા કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. તાજેતરમાં, શૈલેષ લોઢાના પાત્ર ‘મહેતા સાહબ’ની વિદાયથી આ શો નો રંગ થોડો ફિક્કો પડી ગયો. દેખીતી વાત છે કે આ શો પહેલા જેવો નથી રહ્યો. આ દરમિયાન, ટીવીના ફેવરિટ શો ( taarak mehta ka ooltah chashmah)  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને ( raj anadkat ) લગતા એક મોટા સમાચાર ( Tapu sena ) સામે આવ્યા છે, જેને સાંભળી ને ચાહકો ( quits ) દુઃખી થઇ જશે. .

રાજ અનડકટે શેર કરી પોસ્ટ

છેલ્લા કેટલાક વર્ષોમાં, શોના ઘણા પાત્રોએ તેને છોડી દીધો અને અચાનક ‘તારક મહેતા’એ પણ શોને અલવિદા કહી દીધું. દિશા વાકાણીના ગયા પછી આ શો ખૂબ જ લોકપ્રિય બન્યો હતો અને હવે તેનો લીડ ટપ્પુ એટલે કે રાજ અનડકટ પણ શોને અલવિદા કહી રહ્યો છે. ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે રાજ અનડકટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને અલવિદા કહેવાનો છે. દર વખતે તે આ અહેવાલોને અફવા ગણાવતો હતો, જો કે, આ વખતે ટપ્પુએ પોતે જ સોશિયલ મીડિયા પર શો છોડવાનો ખુલાસો કર્યો છે. રાજની આ વાતથી તેના ફેન્સ ખૂબ જ નિરાશ છે.રાજે લખ્યું, ‘બધાને નમસ્કાર, તમામ પ્રશ્નો અને અટકળોનો અંત લાવવાનો સમય આવી ગયો છે. નીલા ફિલ્મ પ્રોડક્શન્સ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથેનું મારું જોડાણ સત્તાવાર રીતે સમાપ્ત થઈ ગયું છે. શીખવાની, મિત્રો બનાવવાની અને મારી કારકિર્દીના કેટલાક શ્રેષ્ઠ વર્ષો વિતાવવાની આ એક અદ્ભુત સફર રહી છે. આ પ્રવાસમાં મને સાથ આપનાર દરેકનો હું આભાર માનું છું – સમગ્ર TMKOC ટીમ, મારા મિત્રો, પરિવાર અને અલબત્ત તમે બધા. દરેક વ્યક્તિ જેણે શોમાં મારું સ્વાગત કર્યું અને મને પ્રેમ કર્યો.’

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

આ સમાચાર પણ વાંચો:  પરેશ રાવલ સામે FIR, બંગાળી વિરોધી ગુજરાતમાં ભાષણ દરમિયાન કરી હતી ટિપ્પણી, ભારે પડી

 ભવ્ય ગાંધી પછી રાજે નિભાવી હતી ટપ્પુ ની ભૂમિકા

નોંધપાત્ર રીતે, ભવ્ય ગાંધીએ શો છોડ્યા પછી, રાજે જેઠાલાલના પુત્ર ટપ્પુની ભૂમિકા ભજવી હતી. થોડા મહિના પહેલા એવી અટકળો હતી કે રાજ શો છોડી શકે છે કારણ કે તે સેટ પરથી ગાયબ હતો. ઓગસ્ટમાં જ્યારે રાજને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે મીડિયા હાઉસ ને કહ્યું હતું કે, “મારા ચાહકો, મારા દર્શકો, મારા શુભચિંતકો, તેઓ બધા જાણે છે કે હું સસ્પેન્સ બનાવવામાં ખૂબ જ સારો છું. હું સસ્પેન્સ બનાવવામાં નિષ્ણાત છું.

December 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

તારક મહેતાનો ટપુ હવે એક્ટિંગ કરિયર ને આગળ વધારવા આ કરવા માંગે છે

by Dr. Mayur Parikh August 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટેલીવિઝન જગતના(Television world) જાણીતા સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં(serial 'Taarak Mehta Ka Oolta Chashma') ટપુનો(Tapu) રોલ કરનાર એક્ટર રાજ અનડકટે(Raj Anadkat) વિવિધ રોલ પ્લે કર્યા છે. તેણે ફેમિલી ડ્રામા(family drama), કોમેડી(Comedy), માઈથોલોજિકલ સિરિયલમાં(mythological serial) કામ કર્યું છે. હવે તે ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ(Digital platform) પર કામ કરવા માંગે છે. જોકે, હવે ચર્ચા છે કે રાજે આ સીરિયલને ટાટા બાય-બાય કહી દીધું છે, પરંતુ હજી સુધી સિરિયલના મેકર્સ તથા એક્ટરે આ અંગે પુષ્ટિ કરી નથી. 

એક ખાનગી મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે, તે એક્ટર તરીકે દરેક પ્રકારના રોલ કરવા માગે છે. તે એક જ મીડિયમમાં કામ કરવા માગતો નથી. તેને જે ઓફર્સ આવશે તેમાં બેસ્ટ કરશે. તે બાઉન્ડ્રીમાં કામ કરવા ઈચ્છતો નથી. તે સ્કાય ઇઝ લિમિટમાં(sky is the limit) માનનારો છે. તે હવે ફિલ્મ ને વેબ સિરીઝમાં(web series) કામ કરવા ઉત્સુક છે. 

આ સમાચાર પણ વાંચો : જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક- દિલ્હી એઈમ્સમાં દાખલ- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

રાજને જ્યારે પૂછવામાં આવ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ(Digital platform) પર મોટાભાગે બોલ્ડ સીન્સ(Bold scenes) આવતા હોય છે. તો તે પણ આ સીન્સ કરશે? જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે બોલ્ડ સીન્સ અથવા ઇન્ટિમેટ સીન્સ(Intimate scenes) ભજવવામાં કમ્ફર્ટેબલ નથી. તેને હજી સુધી આ અંગે વિચાર્યું નથી. તેને ખ્યાલ નથી કે તે તેના પર કેવી પ્રતિક્રિયા આપે. તેણે બોલ્ડ પ્રોજેક્ટ્‌સ(Bold projects) અંગે વિચાર્યું નથી. જો તેને એક્શન કરવાની થશે તો તે આ માટે તૈયાર છે. તેને આ ગમે છે. તે પોતાની ઓનસ્ક્રીન ઇમેજ બદલવા માંગે છે. રાજ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે કામ કરવા માંગે છે. તેનું સપનું છે કે તે રોહિત શેટ્ટી સાથે કામ કરે. તેણે રોહિત શેટ્ટીની(Rohit Shetty) ફિલ્મ્સ એકથી વધુ વાર જોઈ છે. તે જ્યારે પણ એવોર્ડ ફંક્શનમાં(award function) રોહિત શેટ્ટીને મળે ત્યારે તે તેમની સાથે વાત પણ કરવાની હિંમત કરી શકતો નથી. રાજે એમ પણ કહ્યું હતું કે તે 'ખતરો કે ખિલાડી'માં(Khatro Ke Khiladi) કામ કરવા તૈયાર છે. જો તેને આ શો ઑફર થયો તો તે તેમાં કામ કરવા તૈયાર છે. આવતા વર્ષે તે આ શોમાં કામ કરવા તૈયાર છે. શરૂઆતમાં તેણે સ્વાસ્થ્ય(Health) પર ધ્યાન આપ્યું નહોતું. તે હાલમાં જીમ જાય છે. રાજે વધુમાં ઉમેર્યું હતું કે તે હાલમાં શું જમે છે તેના પર ફોકસ કરે છે. તેણે પર્સનલ ટ્રેનર(Personal trainer) પણ રાખ્યો છે. તેણે ડાયટ પ્લાન બનાવીને આપ્યો છે અને તે રેગ્યુલર આ ફોલો કરે છે. જોકે, જ્યારે તે ટ્રાવેલિંગ(traveling) કરતો હોય છે ત્યારે ડાયટ પ્લાન ફોલો કરી શકાતો નથી. તે રજાઓમાં ક્યારેય કેલરીની ગણતરી કરતો નથી. હાલમાં તે કાર્બ્સ ઓછા લે છે. 

આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ

રાજ અનડકટ ટીવી એક્ટ્રેસ(TV actress) કનિકા માન સાથે મ્યૂઝિક વીડિયો(Music video) 'સોરી સોરી'માં જાેવા મળશે. આ મ્યૂઝિક વીડિયોનું શૂટિંગ દુબઈમાં કરવામાં આવ્યું છે.

August 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ટપ્પુ ના શો છોડવા પર સામે આવી રાજ અનડકટ ની પ્રતિક્રિયા-કહી આ વાત

by Dr. Mayur Parikh August 4, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવીનો પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં(TMKOC) ટપુ એટલે કે રાજ અનડકટે શો છોડ્યાના સમાચાર આવ્યા હતા. હવે તાજેતરમાં રાજે જાતે આ સમાચાર પર પ્રતિક્રિયા(react) આપી છે. એક ન્યૂઝ પોર્ટલ ને  આપેલા ઈન્ટરવ્યુમાં રાજે કહ્યું કે તે અત્યારે આ વાતને સ્સપેન્સ (suspense)રાખવા માગે છે. સાથે જે તેણે કહ્યું કે યોગ્ય સમય આવવા પર તે પોતાના ફેન્સને અપડેટ આપશે.

રાજ અનડકટને સવાલ કરવામાં આવ્યો કે તેણે કેમ શો છોડી દીધો છે. તેના પર તેણે કહ્યું, મારા ફેન્સ, મારી ઓડિયન્સ, મારા વેલ વિશર્સ, આ બધાને ખબર છે કે હું સસ્પેન્સ ક્રિએટ કરવામાં સારો છું. હું સસ્પેન્સ (suspense)બનાવવામાં એક્સપર્ટ છું. રાજને આગળ પૂછવામાં આવ્યું કે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સસ્પેન્સનો અંત ક્યારે કરીશ. એક્ટરે કહ્યું, જે પણ થશે, હું મારા ફેન્સને અપડેટ કરી દઈશ. જ્યારે યોગ્ય સમય આવશે, બધાને તેના વિશે ખબર પડી જશે. તેના પછી રાજને પૂછવામાં આવ્યું કે શું આ સમાચાર તેણે ડિસ્ટર્બ કરે છે તો તેણે કહ્યું, ના આ સમાચાર તેણે જરાય પરેશાન નથી કરતા અને ધીરજના ફળ મીઠા હોય છે. આ પહેલા મંદાર ચંદવાદકર એટલે કે ભીડેને(Bhide) રાજના શો છોડવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું, હા તેણે થોડા હેલ્થ ઈશ્યુ(health issue) છે અને તે ઘણા દિવસથી શૂટ પર નથી આવી રહ્યો. મને આઈડિયા નથી કે તેણે શો છોડી દીધો છે કે નહીં. રાજ અનડકટ(Raj Anadkat) તાજેતરમાં પોતાની બહેન અને માતાની સાથે દુબઈ (Dubai)ટ્રિપ પર ગયો હતો. રાજ ટૂંક સમયમાં એક મ્યુઝિક વીડિયો (Music video)'સોરી સોરી' માં જાેવા મળશે. આ સોન્ગમાં તેની સાથે ટીવી એક્ટ્રેસ કનિકા માન પણ હશે. રાજે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે તે પોતાના ફેન્સને એક સરપ્રાઈઝ આપવાનો છે અને અંતમાં તેણે આ સોન્ગનું અનાઉસમેન્ટ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : આજે અભિનેત્રી ન હોત તો ન્યુઝ રિપોર્ટર બની ને લોકો ના ઇન્ટરવ્યૂ લેતી હોત ઉર્ફી જાવેદ-જાણો તેના જીવનની રસપ્રદ વાતો

રાજ અનડકટે (Raj Anadkat)પહેલા જ ફેન્સને આ વાતની જાણકારી આપી હતી કે તે એક મ્યુઝિક વીડિયો(Music video) માટે સિંગર કમ્પોઝર અને ડાયરેક્ટર રામજી ગુલાટીની (Ramji Gulati)સાથે વાત કરી રહ્યો છે. આ વિશે જાણકારી આપતા રાજે કહ્યું હતું કે હવે રામજી ગુલાટીએ આ મ્યુઝિક વીડિયોને લઈને તેનો સંપર્ક કર્યો હતો અને તે ઘણો ખુશ થઈ ગયો હતો. તે સાથે જ તેણે આ મ્યુઝિક વીડિયો વિશે પોતાની ઉત્સુકતા વ્યક્ત કરી હતી.

August 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શૈલેષ લોઢા બાદ તારક મહેતા ના આ કલાકારે પણ છોડ્યો શો નો સાથ

by Dr. Mayur Parikh August 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે સિરિયલમાં તારક મહેતાનો(Tarak Mehta role) રોલ પ્લે કરતાં શૈલેષ લોઢા આ શોમાં જાેવા મળશે નહીં. જાેકે હજી સુધી પ્રોડ્યુસર કે એક્ટરે આ અંગે કંઈ જ કહ્યું નહોતું. રિપોર્ટના અનુસાર, હવે એવી વાત સામે આવી છે કે સિરિયલમાં તારક મહેતાના રોલમાં શૈલેષ લોઢા(Shailesh Lodha) હવે ક્યારેય જાેવા મળશે નહીં. જાે કે એપિસોડના અંતમાં આવતા પોતાના મોનોલોગ માટે તે અત્યારે પણ શૂટ કરી રહ્યો છે. ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં ૧૪ વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે. પ્રોડ્યુસર અસિત મોદીએ(Asit Modi)સિરિયલના કલાકારો માટે એક નિયમ રાખ્યો છે. આ નિયમ હવે કલાકારોને અકળાવી રહ્યો છે. આ જ નિયમને (rule)કારણે સિરિયલના બે કલાકારે શો છોડી દીધો છે. 

કોન્ટ્રાક્ટના(contract) હિસાબથી ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર્સ જ્યાં સુધી શો કરી રહ્યા છે તેઓ કોઈ બીજું કામ નહીં કરી શકે, પછી ભલે મહિનાના ૧૭ દિવસ ખાલી કેમ ના બેસી રહેવું પડે. આ કારણે ઘણા એક્ટર્સ શોથી ખુશ (happy)નહોતા અને કેટલાકે શો છોડી દીધો. મહિનામાં શૈલેષ લોઢાને ૧૫ દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ(another platform) પર આવતાં કવિતા બેઝ (poem based show)શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી નહિ આપી શકે. જાે તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે. 

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ અભિનેત્રી બાળપણમાં લાગતી હતી ક્યૂટ-તસવીર જોઈને તમે ઓળખી નહીં શકો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ કોન્ટ્રાક્ટે એવા ઘણા એક્ટર્સ માટે મુશ્કેલી ઉભી કરી દીધી છે, જે શો પછી બાકીના સમયમાં ખાલી નથી બેસવા માગતા. રિપોર્ટ એવું પણ કહેવામાં આવ્યું છે કે, ટપુની ભૂમિકા કરનાર રાજ અનડકટે(Raj Anadkat) પણ આ જ કારણે શો છોડ્યો. તેણે પણ ‘તારક મહેકા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC)સિવાય સાથે બીજા પ્રોજેક્ટ્‌સ(another project) કરવાની માગણી કરી હતી, પરંતુ તેની વિનંતીને નકારી કાઢવામાં આવી. આ જ કારણ છે કે તે હવે એક મ્યુઝિક વીડિયો (Music video)કરી રહ્યો છે અને કદાચ ટૂંક સમયમાં ફિલ્મોમાં(film) પણ જાેવા મળશે. રાજને પણ શોમાં પરત લાવવાના પ્રયાસો થયા હતા, પરંતુ એ પ્રયાસો કામ લાગ્યા નહીં.

August 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક