• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rajan shahi
Tag:

rajan shahi

Anuj to Return in Anupama with Double Strength, Says Producer Rajan Shahi
મનોરંજન

Anupama: શું સમર બાદ હવે અનુપમા થશે અનુજ ની એન્ટ્રી? મેકર રાજન શાહીએ આપ્યો મોટો સંકેત

by Zalak Parikh October 5, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama: અનુપમા  સતત ટીઆરપી લિસ્ટ માં ટોચ પર છે. હાલમાં શોમાં રાહી અને અનુપમા ના તણાવભર્યા સંબંધો દર્શાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શો માં સમર ની વાપસી પણ થઇ છે પરંતુ દર્શકોને સૌથી વધુ રાહ છે અનુજ ની વાપસીની. હવે  શો ના પ્રોડ્યુસર રાજન શાહી એ અનુજ ની વાપસી અંગે મોટું નિવેદન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Rani Mukerji : રાની મુખર્જી એ પણ સાયબર ક્રાઇમ વિરુદ્ધ ઉઠાવ્યો અવાજ, સાયબર અવેરનેસ મંથ કાર્યક્રમ માં કહી આવી વાત

અનુજની વાપસી પર રાજન શાહીએ શું કહ્યું?

એક ઇન્ટરવ્યુમાં રાજન શાહીએ કહ્યું, “કોણ કહે છે કે અનુજ પાછો નહીં આવી શકે?  રૂપાલી ગાંગુલી  શોમાં જીવ નાખે છે. આ શો પણ  યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની જેમ લાંબો ચાલશે.” તેમણે કહ્યું કે  ગૌરવ ખન્ના સાથે તેમની વાતચીત ચાલુ રહે છે.રાજન શાહીએ કહ્યું, “ અનુજ-અનુપમા  એક આઇકોનિક કપલ છે. જો તે તે પાછો આવશે તો બેગણી શક્તિ સાથે આવશે. અમે યોગ્ય વાર્તાની રાહ જોઈ રહ્યા છીએ. જો તેમને યોગ્ય ટ્રેક નહીં મળે તો તે બંને પાત્રો સાથે અન્યાય થશે.”

View this post on Instagram

A post shared by TCX.official (@tellychakkar)

રાજન શાહીના નિવેદન પછી ફેન્સમાં નવી આશા જાગી છે. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે “અનુજ-અનુપમા સાથે શો ફરીથી જૂના જાદૂમાં આવી જશે.” TRPમાં ટોચ પર હોવા છતાં, દર્શકોને તેમની ફેવરિટ જોડીની વાપસીની આતુરતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 5, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajan Shahi Calls Gaurav Khanna 'Jinxed', Fans Defend Anuj of Anupamaa Amid Bigg Boss 19 Fame
મનોરંજન

Anupama: ‘અનુપમા’ના અનુજ વિશે રાજન શાહીએ કહી એવી વાત કે ગૌરવ ખન્નાના ફેન્સે મચાવ્યો હંગામો

by Zalak Parikh September 11, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama: ટીવી શો ‘અનુપમા’ ના અનુજ કાપડિયા એટલે કે ગૌરવ ખન્ના હાલમાં ‘બિગ બોસ 19’  માં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શોના પ્રોડ્યુસર રાજન શાહીએ ગૌરવ વિશે ‘મનહૂસ’  હોવાનો દાવો કર્યો છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સે ભારે વિરોધ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Saba Azad: ઋતિક રોશન સાથે રિલેશનશિપમાં હોવા છતાં સબા આઝાદ એ તેના એક્સ બોયફ્રેન્ડ વિશે કરી એવી વાત કે અભિનેતા ને લાગી શકે છે ઝટકો

અનુપમા માટે ગૌરવ ખન્નાની પસંદગી પાછળ રાજન શાહીની કહાની

રાજન શાહીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ અનુજના પાત્ર માટે યોગ્ય ચહેરો શોધી રહ્યા હતા. એક વખત જ્યારે તેઓ પોતાની દીકરીને અમેરિકામાં છોડવા જઈ રહ્યા હતા, ત્યારે તેમને ગૌરવ ખન્નાની પ્રોફાઇલ જોવા મળી. તેમણે યાદ કર્યું કે ગૌરવે અગાઉ ઘણી વખત કામ માટે સંપર્ક કર્યો હતો. રાજન શાહીએ તરત જ ગૌરવને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો અને ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ પણ કર્યો.

View this post on Instagram

A post shared by TellyMasala (@tellymasala)

રાજન શાહીએ ખુલાસો કર્યો કે ઘણા લોકો, જેમાં સેલિબ્રિટીઝ પણ શામેલ હતા, તેમને ગૌરવ ખન્નાને કાસ્ટ ન કરવા માટે કહ્યું હતું. કારણ કે ગૌરવના અગાઉના શો સફળ ન થયા હતા. તેમને ‘મનહૂસ’ કહેવામાં આવ્યો હતો. રાજન શાહીએ કહ્યું કે, “મને આ પ્રકારની ટિપ્પણીઓ પસંદ નથી. દરેક શોની સફળતા કે નિષ્ફળતા પાછળ માત્ર એક વ્યક્તિ જવાબદાર નથી હોતી”.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rupali Ganguly Called ‘Toxic’ Anupamaa Producer Rajan Shahi Defends Her, Says She’s a Soft Target
મનોરંજન

Rupali Ganguly: ‘અનુપમા’ ની રૂપાલી ગાંગુલી પર ‘ટોક્સિક’ હોવાનો આરોપ! પ્રોડ્યુસર રાજન શાહીએ જણાવી હકીકત

by Zalak Parikh September 8, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટીવી શો ‘અનુપમા’ ની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી પર છેલ્લા કેટલાક સમયથી ‘ટોક્સિક’ અને ‘ઇન્સિક્યોર’ હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. ઘણા સહ-અભિનેતાઓએ શો છોડ્યા પછી એમના પર આ પ્રકારના આરોપ લગાવ્યા. હવે શોના પ્રોડ્યુસર રાજન શાહી એ આ વાત નો ખુલાસો કર્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Alia Bhatt: ‘લવ એન્ડ વોર’ ના શૂટિંગ દરમિયાન આલિયા ભટ્ટ માટે માતૃત્વ સૌથી મોટી ચેલેન્જ, દીકરી રાહા માટે લીધો આવો નિર્ણય

21 વર્ષ જૂની મિત્રતા અને કમબેક

રાજન શાહીએ મીડિયા સાથે વાતચીત માં યાદ કર્યું કે 1999માં તેઓ પહેલીવાર રૂપાલી ને મળ્યા હતા. તે સમયે રૂપાલી પાસે પૈસા નહોતા અને ‘દિલ હૈ કી માનતા નહીં’ માટે ઓડિશન આપવા માટે વર્લીથી જુહુ સુધી પગપાળા જતી હતી. 21 વર્ષ પછી ‘અનુપમા’ માટે બંને ફરી મળ્યા અને શો શરૂ કર્યો. શો શરૂ કરતા પહેલા રૂપાલી પોતાના જીવનમાં ઘણાં ઘરેલુ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી.

#Anupamaa producer Rajan Shahi rallies behind #RupaliGanguly, who has been painted as a villain by her show’s co-stars.https://t.co/DvIjPfXVOA

— SCREEN (@ieEntertainment) September 7, 2025

આ વાતચીત માં રાજન શાહીએ ખુલાસો કર્યો કે ‘અનુપમા’ શરૂ કરતા પહેલા રૂપાલી પોતાની પર્સનલ લાઈફમાં મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હતી. તેનું વજન વધી ગયું હતું અને તે સંપૂર્ણપણે માતા તરીકેની જવાબદારીમાં વ્યસ્ત હતી. રાજન શાહીએ કહ્યું કે જો એના પતિ અશ્વિનઅને પુત્ર રુદ્રાંશ નો સપોર્ટ ન મળ્યો હોત તો આ શક્ય ન હોત. તે સવારે 4 વાગે ઉઠીને ઘર સંભાળતી, શૂટિંગ કરતી અને બધું મેનેજ કરતી.રાજન શાહીએ કહ્યું કે એક એક્ટર પત્રકારોને ઘેર બોલાવીને શો વિશે ખરાબ બોલતો હતો. તેને સેટ પરથી બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ તેણે શો સામે નેગેટિવ કેમ્પેઈન ચલાવ્યો. રાજન શાહીએ સ્વીકાર્યું કે રૂપાલી પણ પરફેક્ટ  નથી, પણ લોકો એમની ટીકા કરીને પોતાને મહત્વપૂર્ણ માનવા લાગે છે. “જ્યારે તમે સાથે કામ કરો ત્યારે નાની-મોટી નોકઝોક થાય જ છે,” એમ રાજન શાહીએ ઉમેર્યું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
TRP War Heats Up Kyunki Saas Bhi Kabhi Bahu Thi vs Anupama – Both Claim Top Spot
મનોરંજન

TRP War Heats Up: TRPની રેસમાં ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ અને ‘અનુપમા’ વચ્ચે કાંટાની ટક્કર, આ મામલે રાજન શાહી એ આપી પ્રતિક્રિયા

by Zalak Parikh August 12, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

TRP War Heats Up: ટીવી જગતમાં TRPની રેસ હંમેશા જ રસપ્રદ રહી છે, અને હવે 30મા અઠવાડિયાની BARC રેટિંગ્સે આ મુકાબલાને વધુ તીવ્ર બનાવી દીધું છે. ‘ક્યુકી સાસ ભી કભી બહૂ થી’ (Kyunki Saas Bhi Kabhi Bahu Thi)ના રીટર્ન એપિસોડ એ દર્શકોને ચોંકાવી દીધા છે, જ્યારે ‘અનુપમા’ (Anupama) છેલ્લા ઘણા સમયથી ટોપ પોઝિશન પર રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ‘ક્યુકી…’એ ‘અનુપમા’ને પાછળ છોડી દીધી છે, પરંતુ રાજન શાહી (Rajan Shahi)એ આ દાવાઓ પર પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો : Udaipur Files: ‘ઉદયપુર ફાઇલ્સ’ ફિલ્મના પ્રોડ્યુસરને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોસ્ટ શેર કરી કહી આવી વાત

રાજન શાહી ની પ્રતિક્રિયા – “સત્યમેવ જયતે”

‘અનુપમા’ના પ્રોડ્યુસર રાજન શાહીએ ઇન્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું કે PR ટીમે ખોટી માહિતી ફેલાવી છે. તેમણે લખ્યું – “અનુપમા ટીમ, થૂ થૂ થૂ (નજર ન લાગે), સત્યમેવ જયતે.” તેમણે કોઈ શોનું નામ લીધું નહીં, પણ સ્પષ્ટ રીતે ‘ક્યુકી…’ના PR દાવાઓ પર નિશાન સાધ્યું છે. મીડિયા ના સૂત્રો અનુસાર, BARCના આંકડા બતાવે છે કે ‘અનુપમા’ અને ‘ક્યુકી…’ બંનેએ 2.3 TVR હાંસલ કરી છે. આથી, ટેકનિકલી બંને શો સંયુક્ત રીતે નંબર વન પર છે. ‘ક્યુકી…’ના રીટર્નના માત્ર ચાર દિવસના આંકડા હતા, જ્યારે ‘અનુપમા’ના આખા અઠવાડિયાના.

View this post on Instagram

A post shared by TCX.official (@tellychakkar)

‘ક્યુકી…’એ શાનદાર ઓપનિંગ આપી છે, પણ હવે પડકાર છે આ સફળતાને જાળવી રાખવાનો. ‘અનુપમા’એ લાંબા સમયથી ટોપ પોઝિશન જાળવી રાખી છે. હવે આગામી અઠવાડિયાની રેટિંગ્સથી સ્પષ્ટ થશે કે કોણ TVના તાજનો હકદાર રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 12, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rupali Ganguly Reacts After Anupamaa Set Catches Fire
મનોરંજન

Rupali Ganguly: ‘અનુપમા’ના સેટ પર લાગી ભયંકર આગ પર રૂપાલી ગાંગુલીનો ખાસ સંદેશ, પોસ્ટ માં લખી આવી વાત

by Zalak Parikh June 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rupali Ganguly: ટેલિવિઝનના લોકપ્રિય શો ‘અનુપમા’ ના સેટ પર તાજેતરમાં ભયંકર આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે મોટું નુકસાન થયું, પરંતુ સેટ પર હાજર કોઈને ઈજા થઈ નથી. શોની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ આ ઘટનાને લઈને ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું કે “અનુપમા” મારા માટે મંદિર જેવું છે અને અમે ફીનિક્સ જેવી રીતે ફરીથી ઊભા રહીશું.

આ સમાચાર પણ વાંચો : Diljit Dosanjh: દિલજિત દોસાંઝ પર ફૂટ્યો ભારતીયો નો ગુસ્સો, સરદારજી 3 ને લઈને છે સમગ્ર મામલો

રૂપાલી ગાંગુલીની ભાવનાત્મક પોસ્ટ

રૂપાલી ગાંગુલીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે “આ સેટ મારી કર્મભૂમિ છે. અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે કોઈને નુકસાન થયું નથી. રાજન શાહીએ  હંમેશા કહ્યું છે કે જે ગુમાવ્યું છે, તેને ફરીથી બનાવી શકાય છે.” તેમણે ટીમ અને ચેનલનો પણ આભાર માન્યો કે એક દિવસ માટે પણ શૂટિંગ અટકાવ્યું નહીં.

View this post on Instagram

A post shared by Rupali Ganguly (@rupaliganguly)

આગ શૂટિંગ પહેલા લાગી હતી અને સેટનો મોટો ભાગ ખાક થઈ ગયો હતો. પ્રોડક્શન ટીમે જણાવ્યું કે કોઈને ઈજા થઈ નથી. સેટ પર હાજર સ્ટાફ અને સ્ટ્રીટ ડોગ્સ પણ સુરક્ષિત છે. રૂપાલી ગાંગુલી, જે ડોગ લવર છે, એ સેટ પર વારંવાર ડોગ્સ સાથે જોવા મળે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rupali Ganguly Slams Her Onscreen Kids and Producer Rajan Shahi
મનોરંજન

Rupali Ganguly: રૂપાલી ગાંગુલી એ તેના ઓન સ્ક્રીન બાળકો થી કર્યું તોબા, રાજન શાહી પર પણ નરાજ થઇ અનુપમા

by Zalak Parikh June 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Rupali Ganguly: ટીવી શો ‘અનુપમા’  માં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પોતાના ઓનસ્ક્રીન બાળકો અને શોના પ્રોડ્યુસર રાજન શાહી સામે નારાજગી વ્યક્ત કરી છે. રૂપાલીએ કહ્યું કે શોમાં બાળકો હંમેશા તેની વિરુદ્ધ વર્તે છે અને સમર સિવાય કોઈ પણ તેને સમર્થન આપતું નથી. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Anupamaa Set Fire: અનુપમા ના સેટ પર લાગેલી આગ બાદ રાજન શાહી એ જારી કર્યું સ્ટેટમેન્ટ, લોકોને કરી આવી અપીલ

“બધા બાળકો મારા વિરુદ્ધ કેમ હોય છે?” – રૂપાલીનો સવાલ

રૂપાલી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે રાહી,પાખી, તોષૂ, માહી – બધા બાળકો એકસરખા છે. સમર જ એકમાત્ર એવો હતો જે હંમેશા “મમ્મી, મમ્મી” કરતો હતો અને એ પણ રાજન શાહીએ મારી પાસેથી લઈ લીધો. તેણે ઉમેર્યું કે શોમાં બાળકોના વર્તનથી દર્શકો પણ નારાજ છે અને હવે તો રૂપાલી પોતે પણ આ બાબતે ખુલ્લેઆમ બોલી રહી છે.

View this post on Instagram

A post shared by Rupali Ganguly (@rupaliganguly)

રૂપાલી ગાંગુલીના ઇન્ટરવ્યૂ બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે કહ્યું કે “ફાઇનલી તમે અમારી દિલની વાત કહી.” ઘણા યુઝર્સે લખ્યું કે હવે તો અમને પણ આ વર્તન સહન નથી. રૂપાલી ના સમર્થનમાં અનેક પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rupali Ganguly Was Not the First Choice for Anupama Role Rukhsar Rehman Reveals
મનોરંજન

Anupama: અનુપમા માટે રૂપાલી ગાંગુલી નહોતી મેકર્સ ની પહેલી પસંદ, આમિર ખાન ની ફિલ્મ ની આ અભિનેત્રી ને ઓફર થયો હતો રોલ

by Zalak Parikh May 20, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama: ટીવી જગતના સૌથી લોકપ્રિય શોમાંથી એક ‘અનુપમા’ આજે ટીઆરપી ચાર્ટમાં ટોચ પર છે. રૂપાલી ગાંગુલી એ મુખ્ય ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીતી લીધા છે. પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી રુખસાર રહમાને ખુલાસો કર્યો કે આ ભૂમિકા પહેલા તેને ઓફર કરવામાં આવી હતી, પણ કેટલીક વ્યક્તિગત પરિસ્થિતિઓને કારણે તેણે આ રોલ નકાર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Rasha Thadani : માં કરતા દીકરી નીકળી સવાઈ, રાશા થડાની એ કર્યો માતા રવીના ના ગીત ટીપ ટીપ બરસા પાની પર ડાન્સ, વિડીયો થયો વાયરલ

રૂખસાર રહમાને કેમ નકારી ‘અનુપમા’?

રૂખસાર રહમાને જણાવ્યું કે તેને રાજન શાહીના ઓફિસમાંથી ફોન આવ્યો હતો. તે સમયે તે ઓટીટી પ્રોજેક્ટમાં વ્યસ્ત હતી અને જીવનમાં કેટલીક બાબતો ચાલી રહી હતી. તેથી તેણે કહ્યું કે તે થોડા દિવસ પછી વિચારશે. પરંતુ તે સમયે કોઈને ખબર નહોતી કે આ શો એટલો મોટો હિટ થશે.રૂખસાર રહમાને  જણાવ્યું કે તે  હવે “ઉત્તર દા પુત્તર” જેવી ફિલ્મમાં જોવા મળશે, જેમાં અન્નૂ કપૂર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ઉપરાંત તે  “થેન્ક્સ માઁ” નામની આગામી ફિલ્મમાં પણ ખાસ ભૂમિકા ભજવી રહી છે.

View this post on Instagram

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

અનુપમા નું પાત્ર ભજવી ને રૂપાલી ગાંગુલી ટીવી જગતમાં ટોચની અભિનેત્રી બની ગઈ છે. ‘અનુપમા’ના પાત્રમાં તેની અભિનય ક્ષમતા અને ભાવનાત્મક અભિવ્યક્તિએ દર્શકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Romit Raj Role in 'Yeh Rishta Kya Kehlata Hai' Comes to an End
મનોરંજન

YRKKH Romit Raj: સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં થવા જઈ રહ્યો છે આ પાત્ર નો અંત, અભિનેતા એ કર્યો ખુલાસો

by Zalak Parikh March 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

YRKKH Romit Raj: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ છેલ્લા ઘણા સમય થી દર્શકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ માં ચોથી પેઢી બતાવવામાં આવી રહી છે. હવે સિરિયલ ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સિરિયલ માંથી એક પાત્ર નો અંત આવવાનો છે. આ પાત્ર બીજું કોઈ નહિ પરંતુ રોહિત પોદ્દાર નું છે. જી હા અભિનેતા રોમિત રાજ એ આ વાત ની પુષ્ટિ કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Disha Salian Case: દિશા સાલિયાન કેસ માં આવ્યો નવો વળાંક, સુશાંત ની પીએ ના વકીલ એ નવા સવાલ ઉઠાવતા કરી આવી માંગ

યે રિશ્તા માંથી આવશે રોહિત ના પાત્ર નો અંત 

સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં રોહિત પોદ્દાર નું પાત્ર ભજવતા અભિનેતા રોમિત રાજ એ તાજેતર માં એક મીડિયા હાઉસ સાથે વાત કરી હતી જેમાં તેને જણાવ્યું કે, “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ભજવેલું પાત્ર મારે માટે ખૂબજ મહત્વ નું છે. આ શો મારી સફરનો એક મહત્વનો ભાગ રહ્યો છે, પરંતુ હવે મારા માટે નવી શરૂઆત કરવાનો સમય આવી ગયો છે.” રોમિત રાજ નું માનવું છે કે તેનો કારકિર્દી હવે શરૂ થયો છે, અને તેઓ નવી તકની રાહ જોઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Romiit Raaj (@romitrajprasher)

રોમિત રાજે શોના નિર્માતા રાજન શાહી પ્રત્યે આભાર વ્યક્ત કરતા ઉમેર્યું, “હું રાજન સરનો ખૂબ આભારી છું. તેમણે મને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કાસ્ટ કર્યો. મેં તેમની સાથે કામ કરવા માટે 18 વર્ષ રાહ જોઈ છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
tv anupama aka rupali ganguly iftar party video goes viral
મનોરંજન

Anupama Rupali ganguly: રાજન શાહી ની ઈફ્તાર પાર્ટી માં ટીવી ની અનુપમા એ કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે રૂપાલી ગાંગુલી ના વખાણ

by Zalak Parikh March 25, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama Rupali ganguly: રૂપાલી ગાંગુલી રાજન શાહી ના શો અનુપમા માં મુખ્ય અભિનેત્રી નું પાત્ર ભજવી રહી છે. તાજેતર માં રાજન શાહી એ ઈફ્તાર પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં તેમના લોકપ્રિય શો અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ના કલાકારો એ હાજરી આપી હતી. હવે આ પાર્ટી માંથી ટીવી ની અનુપમા એટલે કે અભિનેત્રી રૂપાલી ગાંગુલી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો તેના વખાણ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Anupama new entry: અનુપમા માં થઇ આ અભિનેતા ની એન્ટ્રી, એક્ટર નો ફર્સ્ટ લુક આવ્યો સામે, રાહી અને પ્રેમ ના જીવન થશે હલચલ શરૂ

રૂપાલી ના વિડીયો એ જીત્યા ચાહકો ના દિલ 

સોશિયલ મીડિયા પર રૂપાલી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો રાજન શાહી ની ઈફ્તાર પાર્ટી નો છે જેમાં રૂપાલી ગાંગુલી, સમૃદ્ધિ શુકલા, રોહિત પુરોહિત, રાજન શાહી જોવા મળી રહ્યા છે. ઇફ્તાર પહેલા નમાઝ અદા કરવામાં આવી રહી છે. આ દરમિયાન ટીવી ની અનુપમા એટલે કે રૂપાલી હાથ જોડીને પ્રાર્થના કરતી જોવા મળે છે. હવે આ વીડિયો પર લોકોની ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વિડીયો જોઈ એક યુઝરે લખ્યું, ‘હિન્દુ-મુસ્લિમ ભાઈ ભાઈ.’ બીજા એકે લખ્યું, “શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તમે જેમાં માનો છો તેનું પાલન કરો છો.’ લોકો અનુપમા ના વખાણ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
anupamaa lead actress rupali ganguly to quit soon after gaurav khanna
મનોરંજન

Anupama Rupali ganguly: શું ગૌરવ ખન્ના બાદ હવે રૂપાલી ગાંગુલી પણ કહેશે અનુપમા ને અલવિદા? જાણો રિપોર્ટ માં શું કહેવામાં આવી રહ્યું છે.

by Zalak Parikh January 4, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Anupama Rupali ganguly: અનુપમા એ સ્ટાર પ્લસ નો નંબર વન શો છે. આ શો ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ના અભિનય એ લોકોના દિલ જીતી લીધા છે.જોકે છેલ્લા ઘણા સમય થી અનુપમા ની ટીઆરપી માં ઘટાડો થયો છે. અનુપમા માં થોડા સમય પેહલા જ 15 વર્ષ નો લિપ આવ્યો હતો જેમાં ઘણા નવા કલાકારો ની એન્ટ્રી પણ થઇ હતી અને જુના કલાકારો એ શો ને અલવિદા પણ કહ્યું હતું. હવે અનુપમા માંથી એક ચોંકવનાર સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ અનુપમા ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી જલ્દી જ શો ને અલવિદા કહેવાની છે. તો ચાલો જાણીયે રિપોર્ટ માં બીજું શું કહેવામાં આવી રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor and Alia bhatt: નવા વર્ષ પર પુત્રી રાહા અને પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળ્યા રણબીર અને આલિયા, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

અનુપમા માંથી રૂપાલી લેશે વિદાય?

અનુપમા સિરિયલ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે,  “રુપાલી ગાંગુલી આગામી ત્રણ મહિનામાં ‘અનુપમા’ને અલવિદા કહી શકે છે. મેકર્સ 15 વર્ષની જનરેશન લીપ જેમાં તેણે શિવમ ખજુરિયા અને અદ્રિજા રોય જેવા લીડને જલદી રજૂ કર્યા હતા. કારણ કે નિર્માતાઓએ પ્રેમ અને રાહી વચ્ચે મજબૂત બંધન સ્થાપિત કર્યું હતું. આગામી ત્રણ મહિનામાં રૂપાલી ગાંગુલીની એક્ઝિટ ગમે ત્યારે થઇ શકે છે.નિર્માતાઓ હાલમાં ફક્ત પ્રેમ, રાહી અને માહીના પ્રેમ ત્રિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. એપિસોડમાંથી રૂપાલીના સીન પણ ઓછા કરવામાં આવ્યા છે.”

View this post on Instagram

A post shared by Telly Talk (@tellytalkindia)

જોકે રૂપાલી ગાંગુલી ની એક્ઝિટ ને લઈને અનુપમા ના મેકર્સ કે રૂપાલી એ કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક