• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rajesh khanna
Tag:

rajesh khanna

naomika saran acting debut to work in movie of dinesh vijan maddock films
મનોરંજન

Naomika Saran: બોલિવૂડ માં વધુ એક સ્ટારકિડ થવા જઈ રહી છે લોન્ચ, આ પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી ફિલ્મ માં જોવા મળશે ડિમ્પલ કાપડિયા ની નાતિન નાઓમીકા સરન

by Zalak Parikh April 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Naomika Saran: હાલમાં મેડોક ફિલ્મ્સના 20 વર્ષ પુરા થવા પર યોજાયેલી પાર્ટીમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ એ હાજરી આપી હતી. પરંતુ આ પાર્ટી માં નાઓમિકા સરન મોટા આકર્ષણ નું કેન્દ્ર બની હતી. આ પાર્ટી માં નાઓમીકા તેની નાની અને બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા સાથે પહોંચી હતી. મેડોક ની પાર્ટી માં જોવા મળ્યા બાદ નાઓમીકા ના બોલિવૂડ ડેબ્યુ ના સમાચાર સામે આવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Jaya Bachchan Net Worth: 14 ફિલ્મફેર એવોર્ડ જીતી ચુકેલી જયા બચ્ચન છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

નાઓમિકા સરન ની ડેબ્યૂ ફિલ્મ 

મીડિયા રિપોર્ટ મુજબ નાઓમિકા આ ​​વર્ષે અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે એક ફિલ્મમાં અભિનયની શરૂઆત કરશે. રિપોર્ટ મુજબ આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન કરશે જે મેડોક ફિલ્મ્સ નામનું પ્રોડક્શન હાઉસ ચલાવે છે. આ ફિલ્મ નું દિગ્દર્શન જગદીપ સિદ્ધુ કરશે.

 

View this post on Instagram

 

A post shared by PapaPaparazzi (@papapaparazziofficial)


નાઓમિકા સરન, બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની નાતિન છે. રિંકી ખન્ના, નાઓમિકાની માતા, પોતે એક અભિનેત્રી રહી ચૂકી છે અને હવે લંડનમાં રહી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gulmarg Temple Fire Century-Old Mandir, Where Jai Jai Shiv Shankar Song Was Filmed, Reduced To Ashes
દેશમનોરંજન

Gulmarg Temple Fire: બળીને ખાખ થઈ ગયું ગુલમર્ગનું આ ઐતિહાસિક શિવ મંદિર અહીં જ ફિલ્માવવામાં આવ્યું હતું ‘જય જય શિવ શંકર’ ગીત;જુઓ વિડીયો..

by kalpana Verat June 5, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Gulmarg Temple Fire: ધરતી પરનું સ્વર્ગ એટલે કેઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના ગુલમર્ગમાં આજે વહેલી સવારે ભીષણ આગમાં 20મી સદીના અને બોલિવૂડના હિટ ગીતોમાંથી એક ‘જય જય શિવ શંકર’ ગીત જ્યાં ફિલ્માવાયું હતું તે પ્રખ્યાત શિવ મંદિર બળીને ખાખ થઈ ગયું છે. .

Gulmarg Temple Fire Century-Old Mandir, Where Jai Jai Shiv Shankar Song Was Filmed, Reduced To Ashes

 Gulmarg Temple Fire: રાણી મંદિર બળીને રાખ થઈ ગયું

મીડિયા રિપોર્ટ મુજબ આગ 03.50 વાગ્યે લાગી હતી. જેમાં ટેકરીની ટોચ પર આવેલું રાણી મંદિર (મોહિનીશ્વર શિવાલય) બળીને રાખ થઈ ગયું હતું. ઘટનાની માહિતી મળતા જ ફાયર સ્ટેશનના અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ જાણી શક્યું નથી હાલ આ માટે તપાસ કરવામાં આવી રહી છે.

Gulmarg Temple Fire Century-Old Mandir, Where Jai Jai Shiv Shankar Song Was Filmed, Reduced To Ashes

Gulmarg Temple Fire: જુઓ વિડીયો

Jammu and Kashmir: Fire breaks out in the 106-years-old Shiv Temple also known as Rani Ka Temple in Gulmarg.

The temple was built by Mohini Bai Sisodia, wife of Maharaja Hari Singh in 1915.#JammuandKashmir #Temple #Gulmarg pic.twitter.com/nOmRhzvwPC

— Voice of Assam (@VoiceOfAxom) June 5, 2024

એવું કહેવાય છે કે જમ્મુ અને કાશ્મીરના શાસક રાજા હરિ સિંહની પત્ની મહારાણી મોહિનીબાઈ સિસોદિયાએ 1915માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અવાર નવાર શિયાળામાં બરફથી ઢંકાયેલા આ મંદિરની સુંદર તસવીરો ઇન્ટરનેટ પર આવતી રહી છે.

Gulmarg Temple Fire Century-Old Mandir, Where Jai Jai Shiv Shankar Song Was Filmed, Reduced To Ashes

ઉલ્લેખનીય છે કે આગમાં નાશ પામેલા આ મંદિરનો ખીણના ઈતિહાસની સાથે સાથે બોલિવૂડ સાથે પણ ઊંડો સંબંધ છે.

 આગમાં બળીને ખાખ થનાર ગુલમર્ગમાં આવેલુ રાણી મંદિરમાં પાંચ વર્ષ પહેલા ન્યુઝ  કન્ટિન્યુઝની ટીમે મુલાકાત લીધી હતી.  જુઓ બરફની ચાદર ઓઢેલાં શિવાલયનો વિડીયો.. 

 

બોલિવૂડના હિટ ગીતોમાંથી એક ‘જય જય શિવ શંકર’ આ મંદિરમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ ગીત એક્ટર રાજેશ ખન્ના અને અભિનેત્રી મુમતાઝ અભિનીત 1974ની ફિલ્મ ‘આપકી કસમ’નું છે.

Gulmarg Temple Fire Century-Old Mandir, Where Jai Jai Shiv Shankar Song Was Filmed, Reduced To Ashes

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajesh Khanna gave this advice to Twinkle Khanna about Akshay Kumar
મનોરંજન

Akshay-Twinkle: રાજેશ ખન્ના એ અક્ષય કુમાર ને લઈને ટ્વીન્કલ ખન્ના ને આપી હતી આવી સલાહ, કાકા નો જૂનો વિડીયો થયો વાયરલ

by Zalak Parikh April 22, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Akshay-Twinkle: અક્ષય કુમારે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા ની દીકરી ટ્વીન્કલ ખન્ના સાથે કર્યા છે. કપલ ના લગ્ન 17 જાન્યુઆરી 2001ના રોજ થયા હતા. આ દિવસોમાં ટ્વિંકલના પિતા સ્વર્ગસ્થ રાજેશ ખન્નાનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાની દીકરીને અક્ષય કુમાર વિશે સલાહ આપતા જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો: Aishwarya and Abhishek: છૂટાછેડા ના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચને શેર કરી એક તસવીર, ફોટો જોઈ ચાહકો થઇ ગયા ખુશ

અક્ષય કુમાર ને લઈને રાજેશ ખન્ના એ આપી સલાહ 

રાજેશ ખન્ના નો એક જૂનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રાજેશ ખન્ના મજાકિયા અંદાજ માં કહી રહ્યા છે કે,  અમારા જમાઈ રાજા ક્યારેક ભૂલ ભુલૈયા કરે છે, ક્યારેક હેરા ફેરી કરે છે, તો ક્યારેક હેરા ફેરી 2 કરે છે. તે ઘણી હેરા ફેરી કરે છે. તે હેરા ફેરી વાળો માણસ છે.’

Once Rajesh khanna said about akshay ❤️😂
byu/Smsma95 inBollyBlindsNGossip


આ ઉપરાંત રાજેશ ખન્ના ટ્વીન્કલ ખન્ના એ અક્ષય કુમાર વિશે સલાહ આપતા કહી રહ્યા છે કે, જુઓ ટીના બાબા.તેનું નામ ટ્વીન્કલ છે પરંતુ હું તેને ટીના કહું છું. બસ તેની લગામ ખેંચતા રહો, પણ એટલું ન ખેંચો કે તે તૂટી જાય.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Yash Pal (18)_11zon
ઇતિહાસ

Rajesh Khanna: 29 ડિસેમ્બર 1942ના રોજ જન્મેલા રાજેશ ખન્ના એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી હતા જેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું.

by NewsContinuous Bureau December 22, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Rajesh Khanna: 29 ડિસેમ્બર 1942ના રોજ જન્મેલા રાજેશ ખન્ના એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને રાજકારણી હતા જેમણે હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. “હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર” તરીકે ડબ કરાયેલા, તેમણે 1969 અને 1971ની વચ્ચે સતત 15 સફળ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તે સમગ્ર 1970 અને 1980ના દાયકા દરમિયાન હિન્દી સિનેમામાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા હતા.

 

 

 

December 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rajesh khanna younger daughter rinke khanna know where is she
મનોરંજન

Rinke khanna બોલીવૂડમાં કમાલ ના કરી શકી રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી ખન્ના,જાણો અભિનત્રી કેવું જીવી રહી છે જીવન

by Dr. Mayur Parikh July 29, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Rinke khanna  દરરોજ હજારો લોકો કલાકાર બનવાના સપના સાથે મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કરે છે. આમાંથી કેટલાક ના સપના સાકાર થાય છે. જ્યારે કેટલાક અધૂરા સપના સાથે ઇન્ડસ્ટ્રી છોડી દે છે. રિંકી ખન્ના પણ આ થોડા સ્ટાર્સ માંથી એક છે. રિંકી રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી છે, જેણે 1999માં ‘પ્યાર મેં કભી કભી’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. બોલિવૂડમાં જોરદાર ડેબ્યૂ કર્યા બાદ આજે તે ઈન્ડસ્ટ્રીથી દૂર છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી ગાયબ છે રિંકી ખન્ના

‘પ્યાર મેં કભી કભી’થી ડેબ્યૂ કરનાર રિંકીએ પોતાની એક્ટિંગ કરિયરમાં માત્ર 9 ફિલ્મો જ કરી હતી.અથવા એમ કહી શકાય કે 5 વર્ષમાં રિંકીને 9 વખત સ્ક્રીન પર ચમકવાનો મોકો મળ્યો. પરંતુ દરેક વખતે તે દર્શકોને સિનેમા હોલ તરફ આકર્ષવામાં નિષ્ફળ રહી. રિંકી છેલ્લે 2004માં આવેલી ફિલ્મ ‘ચમેલી’માં જોવા મળી હતી. બેક ટુ બેક ફ્લોપ ફિલ્મોના કારણે તેણે પોતાની જાતને એક્ટિંગથી દૂર કરી લીધી. 2003માં તેણે બિઝનેસમેન સમીર સરન સાથે લગ્ન કર્યા અને અંગત જીવનમાં સેટલ થઈ ગઈ . એક બિઝનેસમેન સાથે લગ્ન કર્યા બાદ તે ભારત છોડીને યુકે શિફ્ટ થઈ ગઈ હતી. લગ્ન બાદ તેમને બે બાળકો છે. રિંકી એક પુત્રી અને એક પુત્રની માતા છે.

આ સમાચાર પણ વાંચો : Rocky aur rani kii prem Kahaani રણવીર-આલિયા ને લાગ્યો આંચકો, તમિલરોકર્સ સહિત આ વેબસાઈટ પર લીક થઇ રોકી ઔર રાની કી પ્રેમ કહાની

રિંકી ખન્ના નું અંગત જીવન

લગ્ન બાદ રિંકી તેના પરિવાર સાથે ગ્લેમરની દુનિયાથી દૂર સુખી જીવન જીવી રહી છે. તે પરિવારને મળવા મુંબઈ આવતી રહે છે. થોડા મહિનાઓ પહેલા, અક્ષય-ટ્વિંકલના પુત્ર આરવ સાથે રિંકની પુત્રી નાઓમિકા ની તસવીરો વાયરલ થઈ હતી. ટ્વિંકલ ઘણીવાર તેની નાની બહેન સાથેના ફોટા પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. બંને બહેનો ઘણા પ્રસંગોએ સાથે જોવા મળી છે.રિંકીએ ઇન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયાથી અંતર બનાવી રાખ્યું છે. તેથી જ હવે તે કેવા પ્રકારની જીવનશૈલી જીવે છે તે કહેવું મુશ્કેલ છે. રિંકીની જેમ તેની પુત્રી નાઓમિકા પણ ખૂબ જ સુંદર છે. બોલીવુડ ઉપરાંત અભિનેત્રીએ તમિલ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. તે 2001માં તમિલ ફિલ્મ ‘મજુનુ’માં જોવા મળી હતી. જોકે, તે તમિલ ઈન્ડસ્ટ્રીમાં પણ વધુ કામ કરી શકી નહોતી.

July 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
when rajesh khanna gatecrashed dipika chikhlias wedding
મનોરંજન

વગર આમંત્રણે રામાયણની ‘સીતા’ ના રિસેપ્શન માં પહોંચ્યા હતા રાજેશ ખન્ના, દીપિકા ના પતિ ના કાન માં કહી હતી આ વાત

by Zalak Parikh April 29, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના લગ્નોમાં ચાહકોએ હંમેશા આમંત્રણ અને મહેમાનો ની યાદીમાં રસ દાખવ્યો છે. લગ્નમાં આમંત્રણ મળવું કે ન મળવું એ પણ એક મુદ્દો બની જાય છે. કોફી વિથ કરણ શોમાં કરણ જોહરે વિકી-કેટરિના,પ્રિયંકા ચોપરાને લગ્નમાં આમંત્રણ ન આપવા બદલ ઘણી વખત ટોણો માર્યો હતો. અને આ દલીલ આજથી નહિ પણ ઘણા વર્ષોથી ચાલી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે રાજેશ ખન્ના કે જેઓ પોતાના સમયના સૌથી મોંઘા અને સુપરસ્ટાર હતા તેઓ ગેટ ક્રેશ કરીને લગ્નમાં પહોંચ્યા હતા.

 

દીપિકા ના લગ્ન માં રાજકારણી ઓ સામેલ થયા હતા


21 નવેમ્બર 1992ના રોજ જ્યારે દીપિકા ચિખલિયા તેના પતિ હેમંત ટોપીવાલા સાથે લગ્ન કરી રહી હતી. તો એ જ સમયે સુપરસ્ટાર રાજેશ ખન્ના એ લગ્નમાં અચાનક આવી ગયા. તેણે સ્ટેજ પર જઈને દીપિકાને પણ અભિનંદન પાઠવ્યા અને હેમંતના કાનમાં કહ્યું ‘અલિવદા આનું ધ્યાન રાખજો’ .આ ઘટના પર દીપિકા કહે છે- હા, તે ખૂબ જ આઘાતજનક ક્ષણ હતી. ખરેખર તે સમયે રાજકારણમાં મારી સક્રિયતા વધુ અને ફિલ્મોમાં ઓછી હતી. મારા લગ્નના રિસેપ્શનમાં અડવાણી સર, બાળાસાહેબ ઠાકરે અને તે સમયના મુખ્યમંત્રી જેવા ઘણા રાજકારણીઓ આવ્યા હતા. મેં લગ્નમાં ખૂબ જ મર્યાદિત ફિલ્મી લોકોને આમંત્રણ આપ્યું હતું. દીપિકા આગળ કહે છે- મેં સપનામાં પણ રાજેશ ખન્નાનું નામ વિચાર્યું ન હતું. શરૂઆતમાં તેની સાથે કેટલીક ફિલ્મો ચોક્કસ હતી પરંતુ અમે ક્યારેય સંપર્કમાં નહોતા. ફિલ્મો પછી અમે ક્યારેય મળ્યા નથી. આવી સ્થિતિમાં તે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારને આમંત્રણ આપવાનું વિચારી પણ ન શકી. આ સંકોચને કારણે મેં તેને આમંત્રણ પણ આપ્યું ન હતું. જ્યારે અચાનક તે લગ્નમાં પહોંચ્યા તો હું તેમને જોઈને ખૂબ જ ચોંકી ગઈ. મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે તે આવશે. 

 

દીપિકા ના લગ્ન માં વગર આમંત્રણે પહુંચ્યા હતા રાજેશ ખન્ના  

દીપિકા આગળ કહે છે- તેમણે મને કહ્યું કે તેના ઘણા નજીકના મિત્રોએ તેને રોક્યો હતો કે જ્યારે તને બોલાવવામાં નથી આવ્યો તો તું શા માટે જઈ રહ્યો છે. પરંતુ તેમણે એમ કહીને બધાને ચૂપ કરી દીધા કે મેં તેની સાથે કામ કર્યું છે, તેથી હું જઈને તેના લગ્ન માટે અભિનંદન આપવા માંગુ છું. તે મને અને મારા પતિને મળ્યા.તેમણે હેમંતને પણ કહ્યું કે મારું ધ્યાન રાખજે. તેમની આ હરકતો મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. હું એકદમ લાગણીશીલ બની ગઈ હતી. એક તરફ જ્યાં ઈન્ડસ્ટ્રીના લોકો એકબીજાના આમંત્રણ પર આટલી વાતો કરે છે, તો બીજી તરફ રાજેશ ખન્ના જેવા વ્યસ્ત સ્ટાર્સ પણ આશીર્વાદ આપવા માટે આમંત્રિત કર્યા વિના પહોંચી જાય છે. આ માત્ર સુપરસ્ટારની મહાનતા દર્શાવે છે. તે મારા જીવનની એક ખાસ ક્ષણ બની ગઈ હતી, જેને હું ક્યારેય ભૂલી શકતી નથી

April 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
a man was beaten by the producer every time rajesh khanna came late to the sets
મનોરંજન

રાજેશ ખન્ના ની આ આદત થી પરેશાન નિર્માતા એ આવી રીતે ભણાવ્યો સુપરસ્ટાર ને પાઠ

by Dr. Mayur Parikh March 31, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડના ખલનાયક પ્રેમ ચોપરાએ તાજેતરમાં સુપરસ્ટાર રાજેશ ખન્નાને યાદ કર્યા હતા. તેણે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે જ્યારે પણ એક્ટર રાજેશ ખન્ના ફિલ્મ ‘હાથી મેરે સાથી’ના સેટ પર પ્રવેશતા ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર ચિનપ્પા થેવર એક વ્યક્તિને માર મારતા હતા. હવે સવાલ એ થાય છે કે ચિનપ્પા આવું કેમ કરતો હતો? છેવટે, રાજેશ ખન્ના સાથે તેમની સમસ્યા શું હતી? ચાલો જાણીએ.

 રાજેશ ખન્નાની ખરાબ આદત

એક મેગેઝીન ને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેતા પ્રેમ ચોપરાએ ખુલાસો કર્યો હતો કે રાજેશ હંમેશા ફિલ્મના સેટ પર મોડા આવતા હતા. તેણે કહ્યું, “રાજેશ ખન્ના કામની બાબતમાં ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા. જો કે, તેમની એક ખરાબ આદત હતી. તેઓ હંમેશા સેટ પર મોડા આવતા હતા. જો 9 વાગ્યાની શિફ્ટ હોય તો તેઓ 12 વાગ્યે આવતા હતા. હું તમને એક કિસ્સો કહું.. અમે મદ્રાસમાં ‘હાથી મેરે સાથી’નું શૂટિંગ કરી રહ્યા હતા. અમારી ફિલ્મના નિર્માતા ચિનપ્પા થેવર ખૂબ જ કડક વ્યક્તિ હતા. તેઓ રાજેશ ખન્નાની આદત જાણતા હતા, તેથી, તેઓ એક માણસ ને 6 વાગે જ રાજેશ ખન્ના પાસે મોકલતા. પરંતુ, તેમ છતાં કલાકાર સેટ પર 11 કે 12 વાગે જ આવતા હતા.”

આ સમાચાર પણ વાંચો : રણવીર સિંહના સાસુ-સસરા વચ્ચે હતો ભાઈ-બહેનનો સંબંધ! દીપિકાના પિતાના ખુલાસાથી મચી ગયો ખળભળાટ

 આ રીતે ભણાવ્યો પાઠ

પ્રેમે વધુમાં ઉમેર્યું, “અમારા નિર્માતાઓ ખૂબ જ નારાજ થયા. તે રાજેશ ખન્નાને પણ કશું કહી શક્યો નહીં. છેવટે, તે સમયે તે એક મોટો હીરો હતો. તેથી તેણે સમયસર રાજેશ ખન્નાને બોલાવવાનો રસ્તો શોધી કાઢ્યો. તેણે એક માણસને રાખ્યો. રાજેશ ખન્ના સેટ પર આવતાની સાથે જ અમારા નિર્માતાઓએ તે વ્યક્તિને મારવાનું શરૂ કર્યું અને તેની સાથે દુર્વ્યવહાર કરવાનું અને બૂમો પાડવાનું શરૂ કર્યું., ‘શું અમે તમને પૈસા નથી આપતા? તો પછી તું કેમ મોડો આવે છે?’ રાજેશ ખન્ના સમજી ગયા કે શું થઈ રહ્યું છે. ત્યારથી તે રોજેરોજ સમયસર આવવા લાગ્યો.” તમને જણાવી દઈએ કે, રાજેશ ખન્ના અને પ્રેમ ચોપરાએ ‘કટી પતંગ’, ‘પ્રેમ નગર’ અને ‘ડોલી દો રાસ્તે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

March 31, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
know story behind success rajesh khanna and his aashirwad bungalow
મનોરંજનTop Post

રાજેશ ખન્ના બર્થડે સ્પેશિયલ: ભૂતિયા બંગલામાં શિફ્ટ થતાં જ ‘કાકા’ ની બદલાઈ ગઈ કિસ્મત, તેણે આ અભિનેતા પાસેથી ખરીદ્યો હતો બંગલો

by Dr. Mayur Parikh December 29, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

 બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર રાજેશ ખન્નાનો ( rajesh khanna ) આજે જન્મદિવસ છે. જો કે તેમના જીવન સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે, પરંતુ આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી એક વાર્તા જણાવવા જઈ રહ્યા છીએ, જેણે તેમના કરિયરમાં ઘણી સફળતા મેળવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાકા (રાજેશ ખન્ના) ચમત્કારો ( success ) પર ઘણો આધાર રાખતા હતા અને અમે તમને જે વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તે પણ ચમત્કારો સાથે જોડાયેલી એક વાસ્તવિકતા છે. આવો અમે તમને તેમના ચમત્કારિક બંગલાના આશીર્વાદની ( aashirwad bungalow ) આખી કહાની વ્યવસ્થિત રીતે જણાવીએ.

સૌ પ્રથમ રાજેન્દ્ર કુમારે ખરીદ્યો બંગલો

આ વાર્તા 1960ના દાયકાથી શરૂ થાય છે. તે સમયે મુંબઈમાં કાર્ટર રોડ પર બહુ ઓછા બંગલા હતા. તે સમયગાળા દરમિયાન, નૌશાદ સાહેબે અહીં એક બંગલો ખરીદ્યો જેનું નામ હતું ‘આશિયાના’. નૌશાદ સાહેબના બંગલા પાસે જ એક બે માળનો બંગલો પણ હતો, જેને લોકો ઘણીવાર ભૂત બંગલો કહેતા. તે દિવસોમાં રાજેન્દ્ર કુમારનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ હતું અને તેઓ પોતાના માટે બંગલો શોધી રહ્યા હતા. કહેવાય છે કે રાજેન્દ્ર કુમારના એક મિત્રએ તેમને આ બંગલા વિશે જણાવ્યું હતું. રાજેન્દ્રને આ બંગલો ગમ્યો પણ તેની પાસે તેને ખરીદવાના પૈસા નહોતા. આ મુશ્કેલ સમયમાં રાજેન્દ્રએ તેમના સમયના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બીઆર ચોપરાનો સંપર્ક કર્યો અને તેમની ફિલ્મ ‘કાનૂન’ સાથે અન્ય બે ફિલ્મો કરવા માટે સંમત થયા. રાજેન્દ્ર કુમારની એક જ શરત હતી કે ચોપરા સાહેબ તેમને અગાઉથી પૈસા આપી દે જેથી તેઓ બંગલો ખરીદી શકે. બીઆર ચોપરાએ તેમની શરત સ્વીકારી અને તેમને એડવાન્સમાં પૈસા આપ્યા.રાજેન્દ્ર કુમારે બીઆર ચોપરા સાહેબ પાસેથી પૈસા લઈને તે બંગલો 60,000 રૂપિયામાં ખરીદ્યો હતો. આ પછી હવન પૂજા પછી તે બંગલાને ‘ડિમ્પલ’ નામ આપવામાં આવ્યું અને રાજેન્દ્ર કુમાર તે બંગલામાં શિફ્ટ થઈ ગયા. રાજેન્દ્ર કુમાર આ બાજુના વિસ્તારમાં શિફ્ટ થતાં જ તેમનું નસીબ ચમકી ગયું. એવું કહેવાય છે કે રાજેન્દ્ર કુમારની ફિલ્મો ઘણા અઠવાડિયા સુધી સિનેમાઘરોમાંથી હટાવવામાં આવી ન હતી અને આ બધું રાજેન્દ્ર કુમાર તે બંગલામાં શિફ્ટ થયા પછી થયું હતું.

આ સમાચાર પણ વાંચો:  શૂટિંગ પહેલા જ સેટ પર થયા અનુપમા-અનુજ રોમેન્ટિક, ક્રૂ મેમ્બર્સ પણ ડાન્સ જોઈને થઈ ગયાખુશ! BTS વીડિયો થયો વાયરલ

રાજેન્દ્ર કુમાર પાસે થી રાજેશ ખન્ના એ ખરીદ્યો બંગલો

થોડા વર્ષો પછી, રાજેન્દ્ર કુમારે મુંબઈમાં બીજો બંગલો ખરીદ્યો, જેનું નામ તેમણે તેમના અગાઉના બંગલા ‘ડિમ્પલ’ પર રાખ્યું. નવો બંગલો ખરીદ્યા બાદ અભિનેતા પોતાનો પહેલો બંગલો વેચવાની યોજના બનાવી રહ્યો હતો. રાજેશ ખન્નાને આ વાતની જાણ થતાં જ તેણે બંગલો ખરીદવાનો નિર્ણય કર્યો. કાકા ચમત્કારોમાં માનતા હતા. તેથી વિલંબ કર્યા વિના, તેણે તે બંગલો 1969માં રાજેન્દ્ર કુમાર પાસેથી 3.5 લાખ રૂપિયામાં ખરીદ્યો અને તે પછી રાજેશ ખન્નાની અપેક્ષા મુજબ થયું. રાતોરાત રાજેશ ખન્નાના નસીબ અને ફિલ્મો આકાશની ઊંચાઈઓને સ્પર્શવા લાગી. તેણે આ બંગલાને ‘આશીર્વાદ’ નામ આપ્યું છે. આટલું જ નહીં આ બંગલામાં રહીને તે બોલિવૂડનો પહેલો સુપરસ્ટાર બન્યો હતો. આ બંગલો તેમના માટે ખૂબ જ લકી સાબિત થયો, પરંતુ વર્ષ 2012માં રાજેશ ખન્નાનું કેન્સર સામે લડતી વખતે અવસાન થયું. 2014 માં, કાકાની બંને પુત્રીઓ રિંકી ખન્ના અને ટ્વિંકલે આ બંગલો ઓલકાર્ગો લોજિસ્ટિક્સના સ્થાપક અને ચેરમેન શશિ કિરણ શેટ્ટીને 90 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. જે બાદ બંગલાના નવા માલિકે ત્યાં 4 માળની ઇમારત બનાવવા માટે તે બંગલો તોડી પાડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો:  આ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો છે ભાભી જી ઘર પર હૈ નો અભિનેતા, આર્થિક તંગીને કારણે ડોક્ટર ને ચુકાવવા ના પણ નથી પૈસા

December 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

લાઈમલાઈટથી દૂર ફિલ્મી દુનિયાને અલવિદા કહી અહીં પોતાની જિંદગી જીવી રહી છે રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી

by Dr. Mayur Parikh July 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી અને ટિ્‌વંકલ ખન્નાની બહેન રિંકી ખન્નાને (Rnki Khanna)ફેન્સે ઘણી ઓછી ફિલ્મોમાં જાેઈ હતી. ફિલ્મોમાં સફળતા ન મળતા રિંકીએ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. હવે રિંકી લાઈમલાઈટથી હંમેશાં દૂર થઈ ગઈ છે. 

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી રિંકી ખન્નાએ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ ફિલ્મથી તેની કારકીર્દિની(Filmi carrier) શરૂઆત કરી હતી આ ફિલ્મ ૧૯૯૯માં આવી હતી. આ ફિલ્મને એટલો સારો રિસ્પોન્સ નહોતો મળ્યો. આ ફિલ્મ પછી એક્ટ્રેસે ‘કિસ દેશ મેં ગંગા રહેતા હૈ’,‘યે હૈ જલવા’ અને ‘મુજે કુછ કહેના હૈ’ જેવી અમુક ફિલ્મોમાં જાેવા મળી હતી.રિંકી એ  તેની કારકિર્દીમાં માત્ર નવ ફિલ્મોમાં(nine film) કામ કર્યું છે. અભિનેત્રીની છેલ્લી ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થયેલી 'ચમેલી' હતી. અભિનેત્રીએ હિન્દી સિવાય કેટલીક તમિલ ફિલ્મોમાં(Tamil film) પણ કામ કર્યું હતું. અભિનેત્રીનું અસલી નામ રિંકલ હતું, ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાના નામમાંથી એલ કાઢી નાખ્યો અને તેનું નામ રિંકી પડી ગયું. ફિલ્મોમાં સફળતા ન મળતા રિંકી ખન્નાએ થોડા સમય સુધી પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી દીધી હતી. 

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ હેન્ડસમ હંક માટે ક્રેઝી હતી દિશા પટણી – આ જાણી બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફનું તૂટી જશે દિલ

બોલિવૂડમાં આવતા પહેલા રિંકી અંગ્રેજી અને હિન્દીમાં પ્લે કરતી હતી. 2003માં રિંકીની મુલાકાત ઉદ્યોગપતિ સમીર સરન(Businessman Samir saran) સાથે થઈ હતી. લગ્ન બાદ રિંકી ખન્ના લંડન(London) શિફ્ટ થઈ ગઈ. સમીરને મળ્યા પછી રિંકીનું જીવન બદલાઈ ગયું. વર્ષ 2004માં રિંકીને એક પુત્રી હતી. થોડા વર્ષો પછી રિંકીને એક પુત્ર પણ થયો. રિંકી તેના પતિ સાથે લંડનમાં સ્થાયી થઈ ગઈ છે. કેટલીકવાર તે તેની માતા ડિમ્પલ અને બહેન ટ્વિંકલ સાથે ફિલ્મ ઇવેન્ટ્સમાં જોવા મળે છે. 

July 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન અભિનીત આ સુપરહિટ ફિલ્મ ની રિમેક ની થઇ ઘોષણા, સોશિયલ મીડિયા યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા

by Dr. Mayur Parikh May 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચન અને સ્વર્ગસ્થ રાજેશ ખન્નાની (Amitabh Bachchan and Rajesh Khanna)ફિલ્મ આનંદ (Anand)ની રિમેક બનાવવાની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. હિન્દી સિનેમાના ચાહકો આ સાંભળીને ખુશ નથી. એનસી સિપ્પીના  (NC sippy)પૌત્ર સમીર રાજ સિપ્પી (Sameer raj sippy)આ ફિલ્મના નવા વર્ઝન પર કામ કરી રહ્યા છે. ફિલ્મની કાસ્ટ હજુ નક્કી કરવામાં આવી નથી. મૂળ ફિલ્મનું નિર્માણ એનસી સિપ્પીએ 1971માં કર્યું હતું. નિર્માતાઓ અનુસાર, ફિલ્મ હજુ સ્ક્રિપ્ટીંગ (scripting) સ્ટેજ પર છે. તેના ડાયરેક્ટર કોણ હશે, તે પણ નક્કી કરવાનું બાકી છે. સમીર કહે છે કે આનંદ જેવી વાર્તા નવી પેઢીને જણાવવી જોઈએ. જોકે, સોશિયલ મીડિયા પર(social media) લોકો ફિલ્મની રિમેક બનાવવાના પક્ષમાં નથી.

આ સમાચાર પણ વાંચો: 'તારક મહેતા' શોને અલવિદા કહી રહેલા શૈલેષ લોઢાની પોસ્ટ બાદ અસિત મોદીએ તોડ્યું મૌન, કહી આ વાત; જાણો વિગત

સમીર રાજ સિપ્પી કહે છે કે આનંદ જેવી વાર્તાઓ નવી પેઢીને જણાવવી જોઈએ. તેણે નિવેદનમાં કહ્યું, "મૂળ ફિલ્મની સંવેદનશીલતા અને તેની સાથે જોડાયેલી લાગણીઓને ધ્યાનમાં રાખીને, મને લાગે છે કે આવી ઘણી વાર્તાઓને ફરીથી કહેવાની જરૂર છે જે આજના સમયમાં એકદમ સુસંગત છે અને આવી માંગ છે. ફિલ્મ ટ્રેડ વિશ્લેષક તરણ આદર્શે (Taran Adarsh tweet)ટ્વીટ કર્યું, “આનંદની સત્તાવાર રીમેકની (Anand remake)જાહેરાત કરવામાં આવી છે. તેમના ટ્વીટ પર ઘણા લોકોએ નકારાત્મક ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, શું આપણે દિવાલ પર માથું ફોડવું જોઈએ. એક શાનદાર ફિલ્મ આનંદ, શાનદાર અભિનય અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના જી, ઋષિ દાનું શાનદાર નિર્દેશન, તેની રીમેક કરવી યોગ્ય નથી. બીજાએ લખ્યું, કૃપા કરીને ફિલ્મને બગાડો નહીં. ઘણા લોકો ફિલ્મની રીમેકનો વિરોધ કરી રહ્યા છે. 

OFFICIAL REMAKE OF 'ANAND' ANNOUNCED… #Anand – one of the most iconic films starring #RajeshKhanna and #AmitabhBachchan, directed by #HrishikeshMukherjee – will be remade by the original producer – #NCSippy’s grandson #SameerRajSippy – along with producer #VikramKhakhar. pic.twitter.com/DdhxZrRXDz

— taran adarsh (@taran_adarsh) May 19, 2022

વર્ષ 1971માં રિલીઝ થયેલી ફિલ્મ આનંદમાં (Anand) રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન (Rajesh Khanna and Amitabh Bachchan)મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં રાજેશ ખન્નાએ એક કેન્સર પેશન્ટનું (cancer patient) પાત્ર ભજવ્યું હતું, જે મુશ્કેલીઓ છતાં હસીને જીવન જીવવામાં માનતો હતો. અભિનેતા અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ડૉક્ટરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ એક એવા માણસની વાર્તા કહે છે જે મૃત્યુની સામે હોવા છતાં જીવન ખૂબ જ સુંદર રીતે જીવે છે.

May 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક