• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ram charan
Tag:

ram charan

game changer first review out now
મનોરંજન

Game changer: જો તમે પણ રામ ચરણ અને કિયારા અડવાણી ની ફિલ્મ ગેમ ચેન્જર જોવા જવાનું વિચારી રહ્યા હોવ તો વાંચી લો મુવી નો રીવ્યુ

by Zalak Parikh January 10, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Game changer: રામ ચરણ અને કિયારા અડવાણી ની ફિલ્મ ગેમ ચેન્જર રિલીઝ થઇ ગઈ છે.આ ફિલ્મ નો પેહલો રીવ્યુ પણ સામે આવી ગયો છે. ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયબાલને તેમના X હેન્ડલ પર ‘ગેમ ચેન્જર’ ની પ્રશંસા કરતો ફિલ્મ નો પહેલો રિવ્યૂ શેર કર્યો છે. તો ચાલો જાણીયે કેવી છે રામ ચરણ ની આ ફિલ્મ

આ સમાચાર પણ વાંચો: Pushpa 2 Reloaded: 11 જાન્યુઆરી નહીં પરંતુ આ તારીખે રિલીઝ થશે ‘પુષ્પા 2 રીલોડેડ’, શું અલ્લુ અર્જુને તેના ભાઈ ની ફિલ્મ ની રિલીઝ ને લઈને લીધો આ નિર્ણય?

ગેમ ચેન્જર નો પહેલો રીવ્યુ 

ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયબાલને તેમની પોસ્ટમાં લખ્યું, “શંકરે એક અદ્ભુત ફિલ્મ સાથે વાપસી કરી છે. તે શક્તિશાળી વાર્તા કહેવા, શાનદાર પ્રદર્શન અને શ્રેષ્ઠ ટેકનિકલ તત્વોનું મિશ્રણ છે જે એક અદભુત સિનેમેટિક અનુભવ બનાવે છે. તેમણે હળવા-હૃદયપૂર્ણ ક્ષણો અને તીવ્ર નાટક વચ્ચેના સંક્રમણને કુશળતાપૂર્વક સંભાળ્યું અને અમને મંત્રમુગ્ધ રાખ્યા.

Game Changer: ⭐️⭐️⭐️⭐️

CAREER CHANGER

Shankar has given a comeback with remarkable film that blends engaging storytelling, stellar performances, and top-notch technical elements to create an immersive cinematic experience. He masterfully handled the transitions between… pic.twitter.com/KExTTKuxrJ

— Manobala Vijayabalan (@ManobalaV) January 9, 2025


પોતાની પોસ્ટ માં તેમને વધુ માં લખ્યું, “રામ ચરણનો શાનદાર અભિનય ભૂમિકામાં તીવ્રતા અને શક્તિ બંને લાવે છે. એસજે સૂર્યા ઉત્કૃષ્ટ હતા. કિયારા અડવાણી અને અંજલિએ પોતાની ભૂમિકાઓ ખૂબ જ સારી રીતે ભજવી છે. મોટા પડદા પર ગીતો અને દ્રશ્યો જોવાની મજા આવે છે. બેકગ્રાઉન્ડ સ્કોર મુખ્ય દ્રશ્યોમાં ઊંચાઈ ઉમેરે છે,” તેમને આ ફિલ્મ ને ચાર સ્ટાર આપ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
pushpa 2 reloaded gets delayed due to technical reasons
મનોરંજન

Pushpa 2 Reloaded: 11 જાન્યુઆરી નહીં પરંતુ આ તારીખે રિલીઝ થશે ‘પુષ્પા 2 રીલોડેડ’, શું અલ્લુ અર્જુને તેના ભાઈ ની ફિલ્મ ની રિલીઝ ને લઈને લીધો આ નિર્ણય?

by Zalak Parikh January 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pushpa 2 Reloaded: પુષ્પા 2 એ અત્યારસુધી 1830 કરોડ ની કમાણી કરી લીધી છે. હવે અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 એ 2000 કરોડ ની ક્લબમાં બહુ જલ્દી સામેલ થશે.તેવામાં ફિલ્મનું રીલોડેડ વર્ઝન લાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેને લઈને અલ્લુ અર્જુન ના ફેન્સ ઉત્સાહી થઇ ગયા હતા.. પરંતુ હવે તે 11 જાન્યુઆરી નહીં પરંતુ આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

આ સમાચાર પણ વાંચો:  TMKOC Gurucharan singh: તારક મહેતા ના સોઢી ની બગડી તબિયત, હોસ્પિટલમાં થયો દાખલ, ગુરુચરણ સિંહ એ વિડીયો શેર કરી જણાવી તેની હાલત

11 જાન્યુઆરી એ નહીં રિલીઝ થાય  ‘પુષ્પા 2 રીલોડેડ’

‘પુષ્પા 2 ‘ ના નિર્માતાઓએ તેમના X પર ‘પુષ્પા 2 ધ રૂલ’ રીલોડેડની રિલીઝમાં વિલંબની જાહેરાત કરતા લખ્યું હતું કે, “કન્ટેન્ટ પ્રોસેસ કરવામાં ટેકનિકલ વિલંબને કારણે, ‘પુષ્પા 2 ધ રૂલ’ ના રીલોડેડ વર્ઝનની રિલીઝમાં વિલંબ થઈ રહ્યો છે. તે હવે 11 જાન્યુઆરીને બદલે 17 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેમ કે પહેલાનું શેડ્યૂલ હતું. બધાને સંક્રાંતિની શુભકામનાઓ! ફરીથી સીટી વગાડવા માટે તૈયાર થઈ જાઓ. જંગલની આગ વધુ ભડકશે.”

#Pushpa2Reloaded in cinemas from January 17th. #Pushpa2 #Pushpa2TheRule#WildFirePushpa https://t.co/rLmX4PECLf pic.twitter.com/XXcmRoOVts

— Mythri Movie Makers (@MythriOfficial) January 8, 2025


પુષ્પા 2 ના રીલોડેડ રિલીઝ ના વિલંબ ને કારણે લોકો આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અલ્લુ અર્જુને ગેમ ચેન્જરની રિલીઝને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.’ તમને જણાવી દઈએ કે અલ્લુ અર્જુન અને રામ ચરણ પિતરાઈ ભાઈઓ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ram charan received doctrate degree from vals university in chennai
મનોરંજન

Ram charan: રામ ચરણ ના નામે જોડાઈ વધુ એક ઉપલબ્ધી, અભિનેતા ની પત્ની એ ખુશી વ્યક્ત કરતા કહી આવી વાત

by Zalak Parikh April 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ram charan: ‘RRR’ની સફળતા બાદ તેલુગુ સુપરસ્ટાર રામ ચરણની લોકપ્રિયતા વધી ગઈ છે. રામ ચરણ પણ ‘RRR’થી મળેલી લોકપ્રિયતાનો આનંદ માણી રહ્યો છે. હવે તાજેતરમાં જ રામ ચરણને ચેન્નાઈની વેલ્સ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેની તસવીરો રામ ચરણ ની પત્ની ઉપાસના કામીનેનીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ વાત શેર કરતી વખતે રામ ચરણની પત્નીની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Salman khan house firing: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ ની ઘટના થઇ સીસીટીવી માં કેદ, વિડીયો સાથે બંને હુમલાખોરોની તસવીરો પણ આવી સામે, નોંધાયો આ કેસ

રામ ચરણ ને મળી ડોક્ટરેટની પદવી 

રામ ચચરણ ની ડોક્ટરેટ થયા ની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા તેની પત્ની ઉપાસના કામીનેનીએ લખ્યું, ‘ડૉ રામ ચરણ કોનિડેલા… તમારા પર ખૂબ ગર્વ છે.’ ફિલ્મ સ્ટાર રામ ચરણે આ તસવીરો શેર કરી અને લખ્યું, ‘વેલ્સ યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટના સન્માનથી હું ખૂબ જ ખુશ છું. ચેન્નાઈના લોકો અને મારી યાત્રાનો હિસ્સો બનેલા તમામ લોકોનો આભાર. હજુ ઘણા સપના અને સિદ્ધિઓ બાકી છે.’

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)


રામ ચરણ ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો હાલ અભિનેતા તેની આગામી ફિલ્મ  ‘ગેમ ચેન્જર’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અભિનેત્રી કિયારા અડવાણી સાથે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ISPL match sachin tendulkar akshay kumar ram charan surya and boman irani hookup step of natu natu song
મનોરંજન

ISPL: અક્ષય કુમાર, સચિન તેંડુલકરે, રામ ચરણ અને સૂર્યા પર ચઢ્યો નાટુ-નાટુ નો રંગ, ISPL માં કર્યો ડાન્સ, જુઓ વિડીયો

by Zalak Parikh March 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

ISPL: ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ની શરૂઆત થઇ ગઈ છે. આ એક ટેનિસ બોલ T10 ટૂર્નામેન્ટ છે, જેના માલિકો તમામ સેલિબ્રિટી છે.  ISPLની ઓપનિંગ મેચ પહેલા ક્રિકેટર સચિન તેંડુલકર અક્ષય કુમાર, રામ ચરણ, બોમન ઈરાની અને સૂર્યા સાથે નાટુ-નાટુ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Rajinikanth: અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન માં પહોંચેલા રજનીકાંત એ કેમેરા સામે કરી એવી હરકત કે ટ્રોલર્સે લગાવી સુપરસ્ટાર ની ક્લાસ

 

ISPL દરમિયાન સચિન તેંડુલકરે અભિનેતા સાથે કર્યો ડાન્સ 

મુંબઈમાં આયોજિત ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના ઓપનિંગ ડેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તેમાંના એક વિડીયો એ દર્શકો નું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, સચિન તેંડુલકર, અક્ષય કુમાર, રામ  ચરણ, બોમન ઈરાની અને સૂર્યા ‘નાટુ-નાટુ’  ગીત ના સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની પ્રથમ સિઝન 6 માર્ચથી 15 માર્ચ, 2024 દરમિયાન મુંબઈમાં રમાશે. આ ટિમો ના માલિક અમિતાભ બચ્ચન (મુંબઈ), અક્ષય કુમાર (શ્રીનગર), રામ ચરણ (હૈદરાબાદ), સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન (કોલકાતા), હૃતિક રોશન (બેંગલુરુ), અને સૂર્યા (ચેન્નઈ) છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

March 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan called ram charan to idli fans got angry on king khan
મનોરંજન

Shahrukh khan: જાણો શાહરુખ ખાને રામ ચરણ ને એવું તે શું કહ્યું કે ભડકી ગયા અભિનેતા ના ફેન, અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સાથે જોડાયેલો છે મામલો

by Zalak Parikh March 5, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Shahrukh khan: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાઉથ ની સુપરહિટ ફિલ્મ આરઆરઆર ના ગીત નાટુ નાટુ પર પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન શાહરુખ ખાને અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા આવેલ રામ ચરણ ને સ્ટેજ પર બોલાવ્યો હતો. આ દરમિયાન શાહરુખ ખાને રામ ચરણ પર કરેલી ટિપ્પણી ને કારણે ચર્ચામાં આવ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Radhika merchant: પોતાના પ્રિ વેડિંગ ફંક્શન માં રાધિકા મર્ચન્ટે સ્પીચ દરમિયાન માન્યો અંબાણી પરિવાર નો આભાર, જણાવ્યું જામનગર નું મહત્વ

શાહરુખ ખાન પર ભડકી ગયા રામ ચરણ ના ફેન્સ 

શાહરુખ, સલમાન અને આમિરે પરફોર્મન્સ દરમિયાન કાર્યક્રમમાં હાજર રામ ચરણને સ્ટેજ પર ડાન્સ કરવા માટે બોલાવ્યા. આ દરમિયાન શાહરૂખે મજાકમાં રામ ચરણને ‘ઈડલી વડા’ કહ્યો હતો.. રામ ચરણ તો કઈ બોલ્યો નહીં પરંતુ રામ ચરણ ની પત્ની ઉપાસના ની મેકઅપ આર્ટિસ્ટ અને તેના ચાહકો ગુસ્સે થઈ ગયા.

SRK calling Ram Charan and Salman and Aamir joined 🥰🔥pic.twitter.com/BsGbHhOUoW

— Aman (@amanaggar02) March 3, 2024


ઉપાસના ની મેકઅપ આર્ટિસ્ટ એ તેની ઇન્સ્ટાસ્ટોરી માં લખ્યું, ”ભેંડ ઈડલી વડા રામ ચરણ, ક્યાં છે તું??? આ પછી હું બહાર જતી રહી. રામ ચરણ જેવા સ્ટાર પ્રત્યે આટલું અપમાનજનક વર્તન?”

Shahrukh Khan is being insensitive by referring to Ram Charan as “idli,” which could be perceived as a racial stereotype against South Indians. SHAME ON YOU @iamsrk#RamCharan pic.twitter.com/kUFRd6fTUj

— YoungTiger | Fan Account | (@Sallu_Stann) March 4, 2024


ઝેબા હસનના દાવા બાદ રામ ચરણના ચાહકો ટ્વિટર પર શાહરૂખ ખાનની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ‘એક સાઉથ ઈન્ડિયન ડાયરેક્ટરે તેને તેની કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ આપી છે અને તે રામ ચરણ ઈડલી કહીને દક્ષિણ ભારતીયો સાથે જાતિવાદી વર્તન કરી રહ્યા છે?’ 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 5, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shahrukh khan will be play thief role and south superstar ram charan may play cop role in dhoom 4
મનોરંજન

Shahrukh khan Dhoom 4: યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ 4 માં શાહરુખ ખાન ભજવશે ચોર ની ભૂમિકા! અભિષેક બચ્ચન ની જગ્યા એ આ સાઉથ સુપરસ્ટાર પહેરશે પોલીસ નો યુનિફોર્મ

by Zalak Parikh December 29, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shahrukh khan Dhoom 4: વર્ષ 2023 માં શાહરુખ ખાને હેટ્રિક મારી છે. શાહરુખ ખાન ની ત્રણેય ફિલ્મો પઠાણ, જવાન અને ડંકી હિટ સાબિત થઇ છે. હાલ શાહરુખ ખાન ફિલ્મ ડંકી ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે શાહરુખ ખાન ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, કિંગ ખાનને યશ રાજ ફિલ્મ્સની આગામી બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી ‘ધૂમ 4’ માં જોવા મળશે.મીડિયા રિપોર્ટ મુજબ નિર્માતા આદિત્ય ચોપરાએ તેની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી ધૂમ 4  માટે કિંગ ખાનનો સંપર્ક કર્યો છે. એટલું જ નહીં, એવા પણ સમાચાર છે કે ધૂમ 4 માં અભિષેક બચ્ચનને પણ રિપ્લેસ કરવામાં આવનાર છે.

 

શાહરુખ ખાન ધૂમ 4 માં ભજવશે ચોર ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ધૂમ 4 માં ચોર ની ભૂમિકા ભજવશે. તો ફિલ્મમાં અભિષેક બચ્ચન ની જગ્યા એ રામ ચરણ પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવશે. જો કે, આ સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર ધૂમ 4ને લઈને ઘણી પોસ્ટ વાયરલ થઇ રહી છે. જે બાદ મનોરંજન જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો યશ રાજ ફિલ્મ્સ દ્વારા રામ ચરણને પણ ફિલ્મ માટે ઓફર મોકલવામાં આવી છે. મેકર્સ આગામી દિવસોમાં તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે.

If not #DON3 Then #Dhoom4 is best choice 💥💥💥

According to close sources #ShahRukhKhan𓀠 liked the script and will sign in movie in jan 2024💥🔥

Shooting will begin in August 2024 🔥#RamCharan𓃵 may play COP in Dhoom Franchise Now.#Pathaan #Jawan #Dunki #King #RamCharan… pic.twitter.com/44o4s5tP9O

— ThalapathyVijay Army🥷 (@Srkians_Amit) December 27, 2023


તમને જણાવી દઈએ કે યશરાજ ની ફ્રેન્ચાઇઝી ધૂમ વર્ષ 2004માં રિલીઝ થઇ હતી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, ઈશા દેઓલ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારબાદ વર્ષ 2006 માં ધૂમ 2 આવી આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, રિતિક રોશન અને ઉદય ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. વર્ષ 2013 માં ધૂમ 3 આવી જેમાં અભિષેક બચ્ચન, આમિર ખાન અને કેટરીના કૈફ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.હવે એવું કહેવાય છે કે ધૂમ 4 નું શૂટિંગ વર્ષ 2024 માં શરૂ થશે. 

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: રણબીર કપૂર ની મુશ્કેલી વધી, આ આરોપસર અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

December 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
south superstar ram charan spotted at siddhivinayak temple is he completed ayyappa initiation with bappa blessings
મનોરંજન

Ram charan siddhivinayak temple: સાઉથ સુપરસ્ટાર રામ ચરણે લીધી સિદ્ધિવિનાયક મંદિર ની મુલાકાત, શું ગણપતિ બાપ્પા ના આશીર્વાદ સાથે અભિનેતા એ પુરી કરી તેની અયપ્પા દીક્ષા?

by Zalak Parikh October 5, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ram charan siddhivinayak temple: તાજેતરમાં જ રામ ચરણ ખુલ્લા પગે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અને આ પાછળ નું કારણ પણ સામે આવ્યું હતું કે, અભિનેતા એ અયપ્પા દીક્ષા રાખી હતી જે 41 દિવસ ની હતી. હવે રામ ચરણે મુંબઈ ના  સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પા ના આશીર્વાદ સાથે અયપ્પાની દીક્ષા પૂર્ણ કરી હતી. સુપરસ્ટાર રામ ચરણે મુંબઈની આ ખાસ સફરથી ચાહકોમાં ઉત્તેજના પેદા કરી હતી.

 

રામ ચરણે લીધી સિદ્દીવિનાયક ની મુલાકાત 

સાઉથ સુપરસ્ટાર રામ ચરણે તાજેતરમાં જ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં અયપ્પાની દીક્ષા પૂર્ણ કરી હતી. આ આધ્યાત્મિક યાત્રા તેમની અતૂટ શ્રદ્ધા અને પ્રતિબદ્ધતાની સાક્ષી છે. અયપ્પા દીક્ષા એ ભગવાન અયપ્પાના ભક્તો દ્વારા મનાવવામાં આવતો પવિત્ર ઉપવાસ છે. આ સમયગાળા દરમિયાન, રામ ચરણે કડક નિયમોનું પાલન કરવાનું વચન આપ્યું હતું, જેમાં માત્ર કાળા કુર્તા અને અયપ્પાની માળા પહેરવાનો સમાવેશ થતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


દીક્ષાના પોશાકમાં સજ્જ અને ખુલ્લા પગે ચાલતા, રામ ચરણે સિદ્ધિવિનાયક મંદિર તરફ પ્રયાણ કરતાં ચાહકોને આકર્ષ્યા. સિદ્ધિવિનાયક મંદિર ભક્તોના હૃદયમાં અનન્ય સ્થાન ધરાવે છે અને રામ ચરણ માટે તેમની અયપ્પાની દીક્ષા પૂર્ણ કરવા માટે એક આદર્શ સ્થળ હતું.

આ સમાચાર પણ વાંચો: Ram Charan: હૈદરાબાદ એરપોર્ટ પર ખુલ્લા પગે જોવા મળ્યો સાઉથ સુપરસ્ટાર રામ ચરણ, જાણો કેમ અભિનેતા નહીં પહેરે 41 દિવસ ચપ્પલ

 

October 5, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ram charan spotted barefoot at airport know the reason
મનોરંજન

Ram Charan: હૈદરાબાદ એરપોર્ટ પર ખુલ્લા પગે જોવા મળ્યો સાઉથ સુપરસ્ટાર રામ ચરણ, જાણો કેમ અભિનેતા નહીં પહેરે 41 દિવસ ચપ્પલ

by Zalak Parikh October 4, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ram Charan: સાઉથ સુપરસ્ટાર રામ ચરણ અવારનવાર પોતાની ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે. જો કે, રામ ચરણ આ સમયે ચર્ચામાં છે તેનું કારણ તેની કોઈ ફિલ્મ નથી પરંતુ તેના એરપોર્ટ લુકને કારણે છે. તાજેતરમાં રામ ચરણ હૈદરાબાદ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન, અભિનેતા ખુલ્લા પગે જોવા મળ્યો હતો. હવે ચાહકો જાણવા ઉત્સુક છે કે રામચરણે કેમ ખુલ્લા પગ રાખ્યા હતા.

 

આ કારણે રામ ચરણ ખુલ્લા પગે જોવા મળ્યો 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે રામ ચરણ હૈદરાબાદ એરપોર્ટ પર ખુલ્લા પગે જોવા મળી રહ્યો છે. તે પાછળ નું કારણ એમ છે કે આ દિવસોમાં રામ ચરણ 41 દિવસના કડક ઉપવાસ પર છે. રામચરણ દર વર્ષે અયપ્પા દીક્ષા લે છે. દક્ષિણ ભારતમાં અયપ્પા દીક્ષા નામની પરંપરા છે. તે 41 દિવસ સુધી ચાલે છે, જ્યાં ભગવાન અયપ્પાના ભક્તો તામસિક જીવનશૈલીથી દૂર રહે છે અને સાત્વિક જીવન જીવે છે. આ સમયગાળા દરમિયાન ભક્તોએ 41 દિવસ સુધી કાળા વસ્ત્રો પહેરવાના હોય છે. આ સિવાય ન તો કોઈ નોન-વેજ ફૂડ ખાઈ શકે છે, ન તો હજામત કરી શકાય અને ના તો વાળ કાપી શકાય. એટલું જ નહીં, જેમને આ દીક્ષા લીધી હોય તે ભક્તોને 41 દિવસ જમીન પર સૂવું પડે છે અને આ દરમિયાન ભક્તો ઉઘાડા પગે રહે છે. રામ ચરણ પણ આ પરંપરાને અનુસરી રહ્યો છે, તેથી તે આ અવતારમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઓસ્કર પહેલા પણ ખુલ્લા પગે જોવા મળ્યો હતો રામ ચરણ 

જો કે આ પહેલીવાર નથી કે રામ ચરણ ખુલ્લા પગે જોવા મળ્યો હોય, આ પહેલા પણ રામ ચરણ ઘણી વખત ખુલ્લા પગે જોવા મળી ચુક્યો છે. અગાઉ ઓસ્કાર એવોર્ડમાં જતા પહેલા પણ રામ ચરણ ખુલ્લા પગે જોવા મળ્યો હતો એકવાર તે ગેટ્ટી ગેલેક્સી થિયેટરની બહાર પણ ખુલ્લા પગે જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચો: TMKOC new entry: મહેતા સાહેબ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આ પાત્ર ની થઇ એન્ટ્રી, જાણો કઈ અભિનેત્રી એ લીધું કોનું સ્થાન

 

October 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Deepika padukone :  શું ફરી સાથે પડદા પર જોવા મળશે દીપિકા-રણવીર? અભિનેતાએ વીડિયો શેર કરીને ચાહકોની વધારી ઉત્સુકતા

by Dr. Mayur Parikh July 3, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. કારણ કે બંને આગામી પ્રોજેક્ટ માટે ત્રિશા અને રામ ચરણ સાથે જોડાયા છે. રણવીરે તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેના કારણે ફેન્સ આતુરતાથી મોટા ખુલાસા ની રાહ જોઈ રહ્યા છે.

રણવીર સિંહે શેર કર્યો વિડિયો

વીડિયોમાં દીપિકા તેના પતિ નાગુમ થવાની ફરિયાદ નોંધાવતી જોવા મળી રહી છે. સ્ક્રીન પછી સંદેશ પ્રદર્શિત કરે છે, “કેટલાક રહસ્યો રહસ્યો જ રહે છે.” રણવીર તેના નિરીક્ષકને ટાર્ગેટ મળી જવા વિશે જાણ કરીને ફ્રેમમાં પ્રવેશે છે. વીડિયોમાં ત્રિશા પોલીસ સ્ટેશનમાં જોવા મળી રહી છે. વિડિયો શેર કરતાં રણવીરે લખ્યું, “રહસ્યો જાહેર! @showme.the.secret #showmethesecret પર મોટા ઘટસ્ફોટ માટે જોડાયેલા રહો. ચાહકોએ સ્ટાર-સ્ટડેડ સહયોગ પર તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો. એક ચાહકે લખ્યું, “રણવીર તારો લુક વાહ છે.” તમને બંનેને ફરી એકવાર શાનદાર પરફોર્મન્સ આપતા જોઈને ઉત્સાહિત છું.” અન્ય એક ચાહકે લખ્યું, “ઓએમજી દીપિકા, રણવીર અને રામચરણ…કૃપા કરીને તેઓને એક ફિલ્મમાં કાસ્ટ કરો.”

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

આ સમાચાર પણ વાંચો: Rajkot-Pune Flight : આજથી શરૂ થઈ રાજકોટ – પુણે વચ્ચેની ફ્લાઇટ: ભાડું અંદાજિત ૭૮૦૦

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ નું વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટ પર, રણવીર કરણ જોહરની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. બીજી તરફ, દીપિકા આગામી ફિલ્મ ‘ફાઇટર’ અને ‘પ્રોજેક્ટ કે’ માં જોવા મળશે.

July 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

Mukesh ambani : મુકેશ અંબાણી એ રામ ચરણ અને ઉપાસના ની પુત્રીને આપી આવી મોંઘી ભેટ! જાણીને તમે ચોંકી જશો

by Dr. Mayur Parikh July 1, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રામ ચરણ અને ઉપાસનાની પુત્રીનું નામકરણ સમારોહ યોજાયો હતો. જેમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં અંબાણી પરિવારનું નામ પણ સામેલ છે. જેમણે રામ ચરણની નાની દીકરીને ખૂબ જ ખાસ ભેટ આપી છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે.

મુકેશ અંબાણી એ રામ ચરણ ની દીકરી ને આપ્યું સોના નું પારણું

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સુપરસ્ટાર રામ ચરણની પુત્રીને સોના નું પારણું ભેટમાં આપ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પારણું શુદ્ધ સોનાનું બનેલું છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. જો કે આ અહેવાલોમાં કેટલી સત્યતા છે તેની કોઈ માહિતી નથી.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Politics: રાહુલ કનાલના જવાથી આદિત્ય ઠાકરે કેવી રીતે નબળા પડી જશે, BMCની ચૂંટણીમાં જ થશે મોટું નુકસાન!

રામ ચરણે પુત્રી નું નામ જાહેર કર્યું

તમને જણાવી દઈએ કે રામ ચરણ અને ઉપાસનાએ તેમની પુત્રીનું નામ પણ જાહેર કર્યું છે. દંપતીએ તેમની પુત્રીનું નામ ‘ક્લિન કારા કોનિડેલા’ રાખ્યું છે. પુત્રીનું નામ દાદા ચિરંજીવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રામ ચરણ અને ઉપાસના સાથે જાહેર કર્યું છે. ચિરંજીવીએ તેમના ટ્વિટમાં લખ્યું, ‘અને બાળકનું નામ ‘ક્લિન કારા કોનિડેલા’ છે… લલિતા સહસ્રનામમાંથી લેવામાં આવ્યું છે..નામ ‘ક્લિન કારા’…એક પરિવર્તનશીલ શુદ્ધિકરણ ઊર્જાનું પ્રતીક છે જે આધ્યાત્મિક જાગૃતિ લાવે છે! આપણે બધાને ખાતરી છે કે નાની છોકરી, નાની રાજકુમારી જેમ જેમ તે મોટી થશે તેમ તેના વ્યક્તિત્વમાં આ ગુણો આત્મસાત કરશે. સંમોહિત!”

July 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક