Tag: ram gopal varma

  • Rangela Re Release: 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં આવી રહી છે આમિર ખાનની ‘રંગીલા’, જાણો ક્યારે થશે રી રિલીઝ

    Rangela Re Release: 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં આવી રહી છે આમિર ખાનની ‘રંગીલા’, જાણો ક્યારે થશે રી રિલીઝ

    News Continuous Bureau | Mumbai

    Rangela Re Release: 1995માં રિલીઝ થયેલી આમિર ખાન, ઉર્મિલા માતોંડકર અને જેકી શ્રોફ અભિનિત ફિલ્મ ‘રંગીલા’  હવે 30 વર્ષ બાદ ફરીથી થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. 28 નવેમ્બરે આ ફિલ્મ 4K HD રીસ્ટોર વર્ઝનમાં રિલીઝ થશે. ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું છે કે તેઓ જૂની યાદોને તાજી કરવા સાથે નવી પેઢીને પણ આ ફિલ્મનો અનુભવ કરાવવાનો ઈરાદો રાખે છે.

    આ સમાચાર પણ વાંચો : Shilpa Shetty Restaurant: શિલ્પા શેટ્ટીના રેસ્ટોરાંમાં 920ની ચા અને 1.59 લાખની વાઇન, એક રાત માં કરે છે અધધ આટલી કમાણી

    રંગીલા – એક કલ્ટ ક્લાસિક

    રામ ગોપાલ વર્મા દ્વારા દિગ્દર્શિત રંગીલા એ સમયની એક અનોખી ફિલ્મ હતી. એ.આર. રહેમાન ના સંગીત અને ઉર્મિલાની અભિનયથી ફિલ્મે દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મે 14માંથી 7 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા, જેમાં શ્રેષ્ઠ સંગીત, સહાયક અભિનેતા અને વિશેષ જ્યુરી એવોર્ડનો સમાવેશ થાય છે.અલ્ટ્રા મીડિયા ના સીઈઓ સુશીલકુમાર અગ્રવાલે જણાવ્યું કે “રંગીલા” એ બોલીવૂડના સુવર્ણ યુગની યાદગાર યાત્રા છે. અલ્ટ્રા રિવાઇન્ડ ના માધ્યમથી આ ફિલ્મને આધુનિક દર્શકો માટે 4K ફોર્મેટમાં લાવવામાં આવી રહી છે. આ રી-રિલીઝથી ફિલ્મના ભાવનાત્મક પલ અને સંગીત ફરીથી જીવંત થશે.

     

    View this post on Instagram

     

    A post shared by Koimoi.com (@koimoi)


    આમિર ખાનની કુલ 7 ફિલ્મો રી-રિલીઝ માટે તૈયાર છે, જેમાં રંગીલા પણ સામેલ છે. આ પહેલથી જૂની ફિલ્મોને નવી ટેક્નોલોજી અને નવા દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રંગીલા 1995માં રિલીઝ થઈ હતી અને 2025માં તેની 30મી વર્ષગાંઠ નિમિત્તે ફરીથી થિયેટરમાં આવશે.આ ફિલ્મ 28 નવેમ્બરે રી રિલીઝ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ram Gopal Varma : ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા જશે જેલ! આ 7 વર્ષ જૂના કેસમાં થઈ ત્રણ મહિનાની સજા;  ફટકારાયો લાખોનો દંડ..

    Ram Gopal Varma : ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા જશે જેલ! આ 7 વર્ષ જૂના કેસમાં થઈ ત્રણ મહિનાની સજા; ફટકારાયો લાખોનો દંડ..

    News Continuous Bureau | Mumbai

    Ram Gopal Varma : જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા હાલમાં તેમની ફિલ્મ ‘સત્ય’ ની પુનઃપ્રદર્શનની ઉજવણી કરી રહ્યા છે.  જોકે, હવે સાત વર્ષ જૂનો એક કેસ તેમના માટે સમસ્યા બની ગયો છે. રામ ગોપાલ વર્માને ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. ફિલ્મ નિર્માતાને 2018 ની એક ફિલ્મના ચેક બાઉન્સ કેસમાં સજા ફટકારવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

    Ram Gopal Varma : રામ રૂપાલ વર્મા  સુનાવણી દરમિયાન ન રહ્યા હાજર 

    પોતાના વિવાદાસ્પદ નિવેદનો ને કારણે અવાર નવાર ચર્ચામાં રહેતા રામ રૂપાલ વર્મા પર 2018 માં ‘શ્રી’ નામની કંપની દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફિલ્મ નિર્માતાને 21 જાન્યુઆરીએ સુનાવણી માટે કોર્ટમાં બોલાવવામાં આવ્યા હતા પરંતુ તેઓ સુનાવણી દરમિયાન હાજર થયા ન હતા. કોર્ટે વળતર તરીકે 3.72 લાખ રૂપિયા ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે તેમના પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આરોપ મૂક્યો છે. કોર્ટનો આ નિર્ણય તેમની નવી ફિલ્મ ‘સિન્ડિકેટ’ની જાહેરાતના એક દિવસ પહેલા આવ્યો છે.

    Ram Gopal Varma : રામ ગોપાલ વર્માએ વળતર ચૂકવવું પડશે

    આ કેસની સુનાવણી છેલ્લા સાત વર્ષથી ચાલી રહી હતી. અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. કોર્ટે કહ્યું કે ચુકાદાના દિવસે આરોપીની ગેરહાજરીમાં, તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે અને તેની સંબંધિત પોલીસ સ્ટેશનમાંથી ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે ત્રણ મહિનાની અંદર ફરિયાદીને વળતર તરીકે 3 લાખ 72 હજાર રૂપિયા પણ ચૂકવવા પડશે.

    આ સમાચાર પણ વાંચો :  Saif Ali Khan stabbed : સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસે બાંદ્રા તળાવમાં દોઢ કલાક કરી શોધખોળ, પોલીસના હાથ લાગ્યા આ મોટા પુરાવા..

    Ram Gopal Varma : રામ ગોપાલ વર્માની આર્થિક સ્થિતિ નથી સારી 

    જો રામ ગોપાલ વર્મા ત્રણ મહિનાની અંદર આ વળતર ચૂકવી ન શકે તો તેમને જેલમાં જવું પડી શકે છે. શ્રીના માલિક મહેશચંદ્ર મિશ્રાએ ચેક બાઉન્સ થવાના મામલે આ કેસ દાખલ કર્યો હતો. આ મામલો રામ ગોપાલ વર્માની પેઢી સાથે સંબંધિત છે. આ કંપની હેઠળ તેમણે ‘સત્ય’, ‘રંગીલા’, ‘કંપની’, ‘સરકાર’ જેવી ફિલ્મો બનાવી. રામ ગોપાલ વર્માએ ઘણા સમયથી કોઈ ફિલ્મ બનાવી નથી. સમાચાર મુજબ, તેમની આર્થિક સ્થિતિ પણ સારી નથી.

  • Ram gopal varma: રામગોપાલ વર્મા એ જ્હાન્વી કપૂર ની તુલના શ્રીદેવી સાથે કરતા કહી આવી વાત, ફિલ્મમેકર નું નિવેદન થયું વાયરલ

    Ram gopal varma: રામગોપાલ વર્મા એ જ્હાન્વી કપૂર ની તુલના શ્રીદેવી સાથે કરતા કહી આવી વાત, ફિલ્મમેકર નું નિવેદન થયું વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Ram gopal varma: રામગોપાલ વર્મા કોઈને કોઈ કારણોસર ચર્ચામા રહે છે. ફિલ્મમેકર ના કેટલાક નિવેદનો વિવાદમાં પણ ફેરવાઈ જાય છે. તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફિલ્મમેકરે શ્રીદેવી સાથે તેની દીકરી જ્હાન્વી કપૂર ની તુલના કરી હતી જેને લઈને તે ચર્ચામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો: TMKOC Asit modi: શું ખરેખર તારક મહેતા માં વાપસી કરી રહી છે દયા ભાભી? દિશા વાકાણી વિશે વાત કરતા અસિત મોદી એ જણાવી હકીકત

    રામગોપાલ વર્મા એ જ્હાન્વી કપૂર ની તુલના શ્રીદેવી સાથે કરી 

    જ્હાન્વી કપૂર જુનિયર એનટીઆર સાથે ફિલ્મ દેવરા માં જોવા મળી થી ફિલ્મ ના ફોટોશૂટ  જુનિયર એનટીઆરએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ફોટોશૂટ દરમિયાન એક એવી ક્ષણ આવી હતી જેમાં જ્હાન્વી બિલકુલ શ્રીદેવી જેવી દેખાતી હતી. રામ ગોપાલ વર્માએ જુનિયર એનટીઆરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “તેમણે આવું કહ્યું હોવું જોઈએ કારણ કે તેમને શ્રીદેવી હેંગઓવર છે.”

     

    View this post on Instagram

     

    A post shared by RGV (@rgvzoomin)


    રામગોપાલ વર્મા ને જ્હાન્વી કપૂર સાથે કામ કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જ્હાન્વી કપૂર ની તુલના શ્રીદેવી સાથે કરતા કહ્યું, “મને માતા ગમતી હતી, પણ તેની પુત્રી નહીં. હું આ વાત નેગેટિવ રીતે નથી કહી રહ્યો. સાચું કહું તો મારી કારકિર્દી દરમિયાન ઘણા એવા કલાકારો અને મોટા સ્ટાર્સ આવ્યા છે જેમની સાથે હું કોઈ ખાસ બોન્ડ બનાવી નથી શક્યો. તેથી હા. જ્હાન્વી સાથે ફિલ્મ કરવાનો મારો કોઈ ઈરાદો નથી.” આ ઉપરાંત રામગોપાલ વર્મા એ શ્રીદેવી ના ખુબ વખાણ પણ કર્યા હતા. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ram gopal varma: રામગોપાલ વર્મા ની પાછળ પડી પોલીસ, આ કારણે થઇ શકે છે ફિલ્મ મેકર ની ધરપકડ, જાણો સમગ્ર મામલો

    Ram gopal varma: રામગોપાલ વર્મા ની પાછળ પડી પોલીસ, આ કારણે થઇ શકે છે ફિલ્મ મેકર ની ધરપકડ, જાણો સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    Ram gopal varma: રામગોપાલ વર્મા બોલિવૂડ ના જાણીતા ફિલ્મ મેકર છે તેમને રંગીલા, સત્ય, દૌડ જેવી ઘણી સફળ ફિલ્મો બનાવી છે હવે રામગોપાલ વર્મા કાનૂની મુશ્કેલી માં મુકાયા છે. રામગોપાલ વર્મા પર સોશિયલ મીડિયા પર સીએમ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે જેને લઈને આંધ્રપ્રદેશ પોલીસની એક ટીમ હૈદરાબાદમાં રામ ગોપાલ વર્માના ઘરે પહોંચી હતી.રામગોપાલ વર્મા ને આ કેસમાં પૂછપરછ માટે પોલીસ સમક્ષ હાજર થવાનું હતું પરંતુ તે હાજર થયો નહોતો.

    આ સમાચાર પણ વાંચો : Anupam Kher IFFI 2024: ઇફ્ફી 2024માં પીઢ અભિનેતા અનુપમ ખેરનું ‘ધ પાવર ઓફ ફેઈલર’ સત્ર, તેમના માસ્ટર ક્લાસમાં વિદ્યાર્થીઓને નિષ્ફળતા પર કહી ‘આ’ વાત..

    રામગોપાલ વર્મા ની થઇ શકે છે ધરપકડ 

    ઓંગોલ ગ્રામીણ પોલીસની ટીમ રામગોપાલ વર્મા ના ઘરે પહોંચી હતી. જો કે, જ્યારે પોલીસ ટીમ તેમના ઘરે પહોંચી ત્યારે જાણવા મળ્યું કે તે ઘરે નથી અને કોઈમ્બતુર જવા રવાના થઈ ગયો છે. રામગોપાલ વર્મા એ સોમવારે પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. તેમજ તેને ગયા અઠવાડિયે પોલીસ સમક્ષ હાજર થવા માટે ચાર દિવસનો સમય માંગ્યો હતો. રામ ગોપાલ વર્માએ ફિલ્મ ‘વ્યોહમ’ દરમિયાન આંધ્રપ્રદેશના સીએમ, ડેપ્યુટી સીએમ અને મંત્રી લોકેશ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરી હતી, જેના કારણે આંધ્રપ્રદેશ પોલીસે તેમની અટકાયતની માંગ કરી છે.


    રામ ગોપાલ વર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરસીએમ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ વિશે અપમાનજનક વાતો લખી હતી. તેથી તેમની વિરુદ્ધ BNS એક્ટની કલમ 336 (4) અને 353 (2) અને IT એક્ટની કલમ 67 હેઠળ માડીપાડુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. 13 નવેમ્બરે પોલીસે રામ ગોપાલ વર્માને નોટિસ પાઠવી હતી અને તેમને મદ્દીપાડુ પોલીસ સ્ટેશનમાં તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.આ પછી તેમને આંધ્ર પ્રદેશ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ કોર્ટે તેમને વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ram gopal varma: રાજનીતિ માં થઇ રામ ગોપાલ વર્મા ની એન્ટ્રી, આ સીટ પરથી લડશે ચૂંટણી

    Ram gopal varma: રાજનીતિ માં થઇ રામ ગોપાલ વર્મા ની એન્ટ્રી, આ સીટ પરથી લડશે ચૂંટણી

    News Continuous Bureau | Mumbai

    Ram gopal varma: બોલિવૂડ ને ઘણી હિટ ફિલ્મો આપનાર નિર્દેશક ( Director ) રામ ગોપાલ વર્મા એ રાજકારણમાં ( politics ) પ્રવેશવાની જાહેરાત કરી છે. ડિરેક્ટરે તેમના સોશિયલ મીડિયા પર આની સત્તાવાર જાહેરાત કરી છે. રામ ગોપાલ વર્મા આંધ્રપ્રદેશની પીઠાપુરમ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. તેમને લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો છે. છે. 

    રાજનીતિ માં પ્રવેશ્યા રામ ગોપાલ વર્મા

    રામ ગોપાલ વર્મા એ પોતાના સોશિયલ મીડિયા પર આ વિશે ની જાહેરાત કરતા લખ્યું, ‘અચાનક નિર્ણય, મને જણાવતા આનંદ થાય છે કે હું પીઠાપુરમથી ( Pithapuram ) ચૂંટણી ( Lok Sabha Elections ) લડી રહ્યો છું.’ જો કે તેઓ કઇ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે અંગે તેમણે કોઇ માહિતી આપી નથી.

    આ સમાચાર પણ વાંચો : Russia: રશિયામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે, પુતિન ફરીથી રાષ્ટ્રપતિ બનશે.. જાણો તેમને હરાવવા કેમ અશક્ય છે?

    તમને જણાવી દઈએ કે રામ ગોપાલ વર્માએ અત્યાર સુધી હિન્દી અને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ઘણી રાજકીય અને ગેંગસ્ટર ડ્રામા ફિલ્મો બનાવી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Kamaal r khan: કમાલ આર ખાન ની મુંબઈ એરપોર્ટ પર થઇ ધરપકડ, ટ્વીટ કરી ને લીધું બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા નું નામ

    Kamaal r khan: કમાલ આર ખાન ની મુંબઈ એરપોર્ટ પર થઇ ધરપકડ, ટ્વીટ કરી ને લીધું બોલિવૂડ ના આ સુપરસ્ટાર અભિનેતા નું નામ

    News Continuous Bureau | Mumbai

    Kamaal r khan: સોશિયલ મીડિયા પર પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતો અભિનેતા કેઆરકે વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. કેઆરકેની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. અભિનેતા એ પોતે ટ્વીટ કરીને આ વાત ની માહિતી આપી છે. સાથે તે પણ લખ્યું કે જો તેને કઈ થશે તો તેનો જવાબદાર કોણ હશે. 

     

     કેઆરકે ની થઇ ધરપકડ 

    કેઆરકે એ પોતાના ટ્વીટ માં લખ્યું છે કે, ‘હું એક વર્ષથી મુંબઈમાં છું. હું કોર્ટની તમામ તારીખોમાં સમયસર હાજર રહું છું. આજે હું નવા વર્ષની ઉજવણી માટે દુબઈ જઈ રહ્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે એરપોર્ટ પરથી જ મારી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હું 2016માં નોંધાયેલા કેસમાં વોન્ટેડ છું.સલમાન ખાનનું કહેવું છે કે તેની ફિલ્મ ‘ટાઈગર 3’ મારા કારણે ફ્લોપ થઈ છે. જો કોઈ પણ સંજોગોમાં હું પોલીસ સ્ટેશન કે જેલમાં મૃત્યુ પામું તો તમે બધા જાણી લો કે તે હત્યા છે. અને આ માટે જવાબદાર કોણ છે તે તમે બધાને જાણવું જોઈએ! KRKએ પોતાના ટ્વિટમાં PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ ટેગ કર્યા છે.

    kamaal r khan arrested in mumbai actor shares post

    વર્ષ 2016માં વિક્રમ ભટ્ટે કેઆરકે વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ ઉપરાંત ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેઆરકે ના  ફિટનેસ ટ્રેનરે પણ તેના પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ પછી અભિનેતા ની ધરપકડ કરવામાં આવી હતી.

  • ટાઇગર શ્રોફ બર્થડે સ્પેશિયલ: રામગોપાલ વર્મા એ ટાઇગર શ્રોફ ને કહ્યો હતો ટ્રાન્સજેન્ડર, ગુસ્સે થઇ હતી અભિનેતા ની માતા

    ટાઇગર શ્રોફ બર્થડે સ્પેશિયલ: રામગોપાલ વર્મા એ ટાઇગર શ્રોફ ને કહ્યો હતો ટ્રાન્સજેન્ડર, ગુસ્સે થઇ હતી અભિનેતા ની માતા

    News Continuous Bureau | Mumbai

    બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફનો આજે 36મો જન્મદિવસ છે. અભિનેતાએ ડાન્સ, એક્શન, રોમાન્સ જેવી તમામ શૈલીમાં પોતાની પ્રતિભા દર્શાવી છે. પરંતુ તેમ છતાં તે તેના ફેમિનાઈન લુકને કારણે તેને ટ્રોલ નો સામનો કરવો પડે છે. એકવાર એક દિગ્દર્શકે તેની મજાક ઉડાવી. ડાયરેક્ટરે ટાઈગર શ્રોફને ટ્રાન્સજેન્ડર અને સૌથી સુંદર મહિલા પણ ગણાવી હતી. ડાયરેક્ટરનું આ નિવેદન સામે આવતા ટાઈગર ની માતા આયેશા શ્રોફ ગુસ્સે થઈ ગઈ હતી. પરંતુ, સવાલ એ થાય છે કે દિગ્દર્શકે આવું કેમ કહ્યું? આવો જાણીએ…

     

    ડિરેક્ટરે આવું કેમ કહ્યું 

    આ વાત વર્ષ 2017ની છે. બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલે તેના સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ પોસ્ટ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે દિગ્દર્શક રામ ગોપાલ વર્મા નશાની હાલતમાં તેને અને ટાઈગર શ્રોફને મારવાની વાત કરી રહ્યા હતા. 2.17 મિનિટની આ ક્લિપમાં રામ ગોપાલ વર્માએ ટાઇગર શ્રોફને ટ્રાન્સજેન્ડરની સાથે સૌથી સુંદર મહિલા પણ ગણાવી હતી. એટલું જ નહીં, તેણે વિદ્યુત સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.

    આયેશા શ્રોફે આપ્યો જવાબ 

    આ ઓડિયો વાયરલ થયા બાદ ભારે હોબાળો થયો હતો. એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, ટાઈગરની માતા આયેશા શ્રોફ નારાજ હતી. આ ઓડિયો ના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘કુતરા ભસતા રહે છે’. તેનાથી કોઈ ફરક પડતો નથી.’ તે જ સમયે, ટાઇગરના પિતા, અભિનેતા જેકી શ્રોફની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. તેણે કહ્યું હતું કે, “હવે હું શું કહું? મારા પુત્રનો અમુક લોકો પર એટલો પ્રભાવ છે કે તેઓ પોતાનું કામ છોડીને સિંહના બચ્ચા પર ટિપ્પણી કરવાનું શરૂ કરી દે છે.” જો કે વિવાદ વધ્યા બાદ રામ ગોપાલ વર્માએ માફી માંગી લીધી હતી. માફી માગતા તેણે લખ્યું, ‘જો કે આ બધી વાતો મજાક હેઠળ કહેવામાં આવી હતી પરંતુ, હું વિદ્યુત જામવાલ અને ટાઈગર શ્રોફની માફી માંગવા માંગુ છું.’

    ટાઇગર શ્રોફ નું અસલી નામ 

    બોલિવૂડ એક્ટર જેકી શ્રોફના ઘરે જન્મેલા ટાઈગર શ્રોફનું અસલી નામ જય હેમંત શ્રોફ છે. આ નામ ટાઇગરને તેના પિતાએ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે એક્ટર જેકી શ્રોફના પુત્ર જય હેમંત શ્રોફને તેના  તોફાનને કારણે ટાઈગર કહેવામાં આવતો હતો. મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક વખત જેકી શ્રોફે કહ્યું હતું કે, જ્યારે ટાઇગર નાનો હતો ત્યારે તેને કરડવાની આદત હતી, તે ટાઇગરની જેમ કરડતો હતો, તેથી જ તેનું નામ ટાઇગર રાખવામાં આવ્યું હતું.ટાઇગર શ્રોફે ફિલ્મ ‘હીરોપંતી’ થી બોલિવૂડ માં ડેબ્યૂ કર્યું હતું

  • કોરોના કાળ માં ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની હાલત થઇ હતી કફોડી- વેચવી પડી ઓફિસ-જાણો હાલ ક્યાંથી કરી રહ્યા છે કામ

    કોરોના કાળ માં ડાયરેક્ટર રામ ગોપાલ વર્માની હાલત થઇ હતી કફોડી- વેચવી પડી ઓફિસ-જાણો હાલ ક્યાંથી કરી રહ્યા છે કામ

    News Continuous Bureau | Mumbai

    રામ ગોપાલ વર્માના જણાવ્યા અનુસાર, કોરોના (COVID19) રોગચાળાને કારણે તેમનો બિઝનેસ(business) એટલો પ્રભાવિત થયો હતો કે તેમને તેમની મુંબઈ (mumbai)ઓફિસ વેચવી પડી હતી. તે એક ઈન્ટરવ્યુમાં તેની આગામી ફિલ્મ 'લડકી'ના પ્રમોશન વિશે વાત કરી રહ્યો હતો. વર્માની ઓફિસ 'કંપની' મુંબઈમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શન (Dharma production)અને ઈરોઝ ઈન્ટરનેશનલ પાસે આવેલી હતી.

    એક મીડિયા હાઉસ  સાથે વાત કરતા રામ ગોપાલ વર્માએ કહ્યું, "રોગચાળાને(cororna) કારણે મારે મારી ઓફિસ વેચવી પડી. હું મૂળ હૈદરાબાદનો(Hyderabad) છું અને મારો પરિવાર પણ ત્યાં રહે છે. તેથી જ્યારે લોકડાઉન આવ્યું ત્યારે હું ગોવા(Goa) શિફ્ટ થઈ ગયો અને હવે મારી ઑફિસ. ત્યાં છે." " જો કે વર્મા એ પણ કહે છે કે તેણે પોતાનો ફિલ્મ બિઝનેસ મુંબઈથી(Mumbai) શિફ્ટ કર્યો નથી. તેણે કહ્યું, "મેં 'લડકી'નું શૂટિંગ મુંબઈમાં(Ladki shooting) કર્યું છે. અમે બધી જગ્યાએ શૂટિંગ કરી રહ્યા છીએ. તે ફિલ્મ માટે કેવા લોકેશનની જરૂર છે તેના પર નિર્ભર છે. પરંતુ મારી હેડ ઑફિસ RGF ફિલ્મ્સ ગોવામાં છે."વર્માએ આ જ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "મેં બે વર્ષ પહેલા ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. પછી રોગચાળો આવ્યો. કારણ કે, તેનું આઉટડોર શૂટ કરવાનું હતું, તેથી અમારે ઘણા લોકોને મળવાનું અને વાતચીત કરવાની હતી. પરંતુ પ્રતિબંધોને કારણે અમે બહાર નહોતા જઈ શકતા.બીજું અમારી ફિલ્મમાં કેટલાક ચાઈનીઝ કલાકારો(Chinese artist) હતા, જેઓ કોરોના પ્રતિબંધને કારણે ભારત (India)આવી શક્યા ન હતા.તે સંયુક્ત (India-China) પ્રોડક્શન હોવાથી અમે તેને રોકી શક્યા નહીં અને અમારે બંનેએ તેને રોકવું પડ્યું. દેશોમાં સ્થિતિ સામાન્ય થવાની રાહ જોવી પડી.

    આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ દિગ્ગજ ડાયરેક્ટરના ત્રાસથી કંટાળીને રણબીર કપૂરે છોડી હતી ફિલ્મ-અભિનેતા એ સંભળાવી આપવીતી

    રામ ગોપાલ વર્માનું કહેવું છે કે તેમની ફિલ્મ 'લડકી' ચીનમાં (China)30 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે. તે કહે છે, "તે ઈન્ડો-ચાઈના પ્રોડક્શન છે. તે હિન્દી ફિલ્મો જેવી નથી, જેને પાછળથી ચાઈનીઝ પ્રેક્ષકો માટે ડબ કરવામાં આવશે. તેથી તે ત્યાં 30,000 થી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે. કારણ કે માર્શલ આર્ટ(Martial arts) પર બનેલી ઇન્ડિયન (Indian) ફિલ્મ આકર્ષે છે.વર્માએ આ ફિલ્મનું શૂટિંગ 2019માં શરૂ કર્યું હતું. પૂજા ભાલેકર આ ફિલ્મથી મોટા પડદે ડેબ્યૂ કરી રહી છે.

  • બોલીવુડના આ જાણીતા ડિરેક્ટરને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર ટિપ્પણી કરવી પડી ભારે- ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ-જાણો શું છે સમગ્ર મામલો

    બોલીવુડના આ જાણીતા ડિરેક્ટરને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ પર ટિપ્પણી કરવી પડી ભારે- ડિરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ-જાણો શું છે સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai 

    બોલિવૂડ ડિરેક્ટર(Bollywood director) રામ ગોપાલ વર્મા(Ram Gopal Varma) NDAના રાષ્ટ્રપતિ પદના(presidency) ઉમેદવાર દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી(Controversial comment) કરીને વિવાદમાં ફસાઈ ગયા છે. 

    તેલંગાનાના(Telangana) ભાજપ નેતા(BJP leader) ગુદુર નારાયણ રેડ્ડીએ(Gudur Narayana Reddy) દ્રૌપદી મુર્મુ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

    હૈદરાબાદ પોલીસે(Hyderabad Police) જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં જ ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા વિરુદ્ધ દ્રૌપદી મુર્મુ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ફોજદારી કેસ દાખલ કરશે. 

    જોકે આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ રામ ગોપાલ વર્માએ પોતાના ટ્વિટ(Tweet) પર માફી માંગી છે અને સ્પષ્ટતા કરી છે.

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં(New Delhi) રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી છે.

    આ સમાચાર પણ વાંચો :  દ્રૌપદી મુર્મુની જીત નિશ્ચિત થઈ ગઈ-મતનું ગણિત બેસી ગયું-હવે વિપક્ષની આ પાર્ટીએ પણ એનડીએને સમર્થન આપ્યું