• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Ram Mandir Pran Pratishtha
Tag:

Ram Mandir Pran Pratishtha

Why didn't you come to the Pran Pratishtha ceremony of Ram Mandir Amit Shah targeted Uddhav Thackeray and asked these four questions
રાજ્યMain PostTop Postદેશરાજકારણલોકસભા ચૂંટણી 2024

Amit Shah: તમે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં કેમ ન આવ્યા ? અમિત શાહે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા પૂછ્યા આ ચાર પ્રશ્નો..

by Bipin Mewada May 14, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Amit Shah: ભાજપના નેતા, અગ્રણી સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સોમવારે મહારાષ્ટ્રના ધુલેમાં એક ચૂંટણી રેલીને ( Election rally )  સંબોધિત કરી હતી. આ વખતે અમિત શાહે પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ હતું. અમિત શાહે તેમના ભાષણમાં કહ્યું હતું કે, તેઓ તેમના ભાષણની શરૂઆત આઝાદીના નાયક વીર સાવરકરને શ્રદ્ધાંજલિ આપીને કરી રહ્યા છે, જેમનું નામ ઉદ્ધવ ઠાકરેએ હાલમાં લેવાનું બંધ કરી દીધું છે. આ વખતે અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને 5 સવાલ પૂછ્યા હતા.

તમને અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમ છતાં તમે પ્રાણ પ્રતિષ્ઠા ( Ram Mandir Pran Pratishtha ) મહોત્સવમાં કેમ ન આવ્યા? અમિત શાહે ( Amit Shah ) ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું હતું. રાહુલ ગાંધી કહે છે કે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી, તે યોગ્ય નથી. અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને ( Uddhav Thackeray ) અપીલ કરી હતી કે આ સાચું છે કે ખોટું, ઉદ્ધવ ઠાકરેએ તેનો જવાબ આપવો જોઈએ. તેમજ અન્ય સવાલો પણ પૂછવામાં આવ્યા હતા જે આ પ્રમાણે છે.

Amit Shah: નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ ભારત તરફ જોવાની હિંમત કોઈએ દેખાડી તો સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત નરેન્દ્ર મોદી સરકારે બતાવી…

–કોંગ્રેસના ( Congress ) નેતાઓ આતંકવાદી કસાબનું સમર્થન કરે છે. શું ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સાથે છે? તેમણે મહારાષ્ટ્રની જનતાને આનો જવાબ આપવો જોઈએ.

-કોંગ્રેસ ત્રિપલ તલાક કાયદાને રદ્દ કરવાની વાત કરી રહી છે. શું આ મામલે ઉદ્ધવ ઠાકરે તેમની સાથે છે?

આ સમાચાર પણ વાંચો :  IPGL: શાહિદ બેહેશ્તી પોર્ટ ટર્મિનલ, ચાબહારના વિકાસ માટે લાંબા ગાળાના મુખ્ય કરાર પર IPGL અને ઈરાનના PMO વચ્ચે હસ્તાક્ષર થયા

-કોંગ્રેસ પાર્ટી મુસ્લિમ પર્સનલ લો લાગુ કરવા માંગે છે. શું ઉદ્ધવ ઠાકરે આ મુદ્દે રાહુલ ગાંધી સાથે સહમત છે?

-કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી વીર સાવરકરનો વિરોધ કરે છે. શું ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સાથે છે?

-સ્ટાલિન અને તેના સનાતન ધર્મનો વિરોધ કરી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાનું સમગ્ર જીવન હિંદુ સ્વરાજની સ્થાપના માટે ખર્ચી નાખ્યું. તે સનાતન ધર્મનો તેઓ વિરોધ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે તેમની સાથે હાથ મિલાવે છે. તો તેમણે મહારાષ્ટ્રની જનતાને સમજાવવું જોઈએ કે જે સનાતન ધર્મની વિરુદ્ધમાં છે તેને ઉદ્વવ ઠાકરે શું કામ સમર્થન કરે છે? આવા સવાલો અમિત શાહે ઉદ્વવ ઠાકરેને પૂછ્યા હતા.

અમિત શાહે લોકોને સંબોધતા વધુમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મતદારોને જવાબ આપવો જોઈએ કે તેઓ આમંત્રણ હોવા છતાં અયોધ્યામાં રામ મંદિરના સમર્પણ સમારોહમાં કેમ ન ગયા. મુસ્લિમ સમુદાયના મત માટે ઉદ્વવ ઠાકરે  અયોધ્યા ગયા નથી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં કેન્દ્રમાં મનમોહન સિંહની સરકાર હતી. તે સરકારમાં શરદ પવાર પણ મંત્રી હતા. તે દસ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતમાં અનેક બોમ્બ વિસ્ફોટ થયા. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ ભારત તરફ જોવાની હિંમત કોઈએ દેખાડી તો સર્જિકલ સ્ટ્રાઈક કરવાની હિંમત નરેન્દ્ર મોદી સરકારે બતાવી.

May 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fatwa againstImam Umar Ahmed Ilyasi for going to Ram Mandir's Pran Prishti ceremony, to which the Imam replied
દેશ

Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જવા બદલ ઈમામ ઉમર અહેમદ સામે ફતવો, જેના જવાબમાં ઈમામે કહ્યું જેને તકલીફ હોય તે પાકિસ્તાન…

by Bipin Mewada January 30, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ ( Ram Mandir Pran Pratishtha ) યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડો. ઈમામ ઉમર અહમદ ઈલ્યાસી ( Imam Umar Ahmed Ilyasi  ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજરી આપી ત્યારથી ડૉ. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસીને ઉગ્રવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. તેમની સામે ફતવો ( Fatwa ) પણ બહાર પાડવામાં આવ્યો છે. તેમને ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ ( Death Threat ) મળી રહી છે. તો આ અંગે મિડીયા સાથે વાત કરતા ઈમામે કહ્યું હતું કે, “હું આવા ફતવામાં માનતો નથી. ભલે ગમે તે થાય, હું માફી માંગીશ નહીં. જેમને સમસ્યા છે તેઓએ ભારત છોડીને પાકિસ્તાન ( Pakistan ) જવું જોઈએ.” 

તેમની સામે જારી કરાયેલા ફતવા અંગે ઉમર અહેમદે કહ્યું મીડીયા રિપોર્ટમાં જણાવ્યુ હતું કે, મુખ્ય ઈમામ તરીકે મને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ ( Shri Ram Janmabhoomi Tirtha Trust ) તરફથી આમંત્રણ મળ્યું હતું. બે દિવસ વિચાર કર્યા પછી મે અયોધ્યા જવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછી આ ફતવો ગઈકાલે જારી કરવામાં આવ્યો હતો પરંતુ મને 22 જાન્યુઆરીની સાંજથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.

તેણે વધુમાં કહ્યું હતું કે, મેં કેટલાક કોલ રેકોર્ડ કર્યા છે. જેમાં કોલ કરનારાઓએ મને મારી નાખવાની ધમકી આપી છે. જે લોકો મને અને દેશને પ્રેમ કરે છે, તેઓ મને સાથ આપશે. જે લોકો મને નફરત કરે છે કારણ કે મેં ફંક્શનમાં ભાગ લીધો હતો તેમણે પાકિસ્તાન જવું જોઈએ. મેં દેશને પ્રેમનો સંદેશ આપ્યો છે. કોઈ ગુનો કર્યો નથી. હું માફી માંગીશ નહીં કે રાજીનામું આપીશ નહીં. ધમકીઓ આપનારા તેઓ ગમે તે કરી શકે છે.

FATWA against “Imam Umar Ahmed Ilyasi” for attending Ram temple event.@khanumarfa @_sayema @ravishndtv @RanaAyyub
Where is “Mohobbat ki Dukaan” @RahulGandhi @SupriyaShrinate @NayakRagini pic.twitter.com/ouvS2n2xaq

— Vinay Singh Kshatriye (@LKshatriye) January 30, 2024

 હું આવા ફતવાઓનો બહિષ્કાર કરવા માંગુ છુંઃ ડૉ. ઈમામ ઈલ્યાસી..

મિડીયા રિપોર્ટમાં વધુમાં જણાવતા કહ્યું હતું કે અમે ભારતમાં રહીએ છીએ, અમે ભારતીય છીએ. આવો આપણે સૌ સાથે મળીને ભારતને મજબૂત બનાવીએ. આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી છે. તે મારું નિવેદન હતું. તેની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. મારી વિરુદ્ધ દેશભરમાંથી ફતવા આવી રહ્યા છે. જ્યારથી હું અયોધ્યાથી પાછો આવ્યો છું, ત્યારથી મને અને મારા પરિવારને મારા ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Pension Rules: મોદી સરકારે ફેમિલી પેન્શનના નિયમોમાં કર્યો આ ફેરફાર.. હવે મહિલા કર્મચારીઓને મળશે મોટી રાહત.

હું ફતવા જારી કરનારાઓને કહેવા માંગુ છું, હું આ ફતવો સ્વીકારતો નથી. હું માફી પણ માંગીશ નહીં અને રાજીનામું આપીશ નહીં. હું આવા ફતવાઓનો બહિષ્કાર કરવા માંગુ છું. મને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. હું શહીદ થવા તૈયાર છું. હું રાષ્ટ્રહિત માટે અયોધ્યા ગયો હતો. હું રાષ્ટ્રીય હિત માટે શહીદ પણ થઈ શકું છું.

નોંધનીય છે કે, મુસ્લિમ ધાર્મિક નેતા ડૉ. ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (AIIO)ના મુખ્ય ઈમામ છે. ઓમર અહેમદ ઇલ્યાસી ઇમામ સંસ્થાનો વૈશ્વિક ચહેરો છે અને ધર્મ, આધ્યાત્મિકતા અને આંતર-ધાર્મિક સંવાદના તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર સંસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. તાજેતરમાં પંજાબની દેશ ભગત યુનિવર્સિટી દ્વારા ડો.ઇમામ ઓમર અહેમદ ઇલ્યાસીને ફિલોસોફીની ડોક્ટરેટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મસ્જિદના ઈમામને શિક્ષણના સર્વોચ્ચ પદથી સન્માનિત કરવામાં આવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

January 30, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Questions are being raised in the mind about how the arrangement will be from the darshan of the Ram Mandir in Ayodhya.
દેશ

Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના દર્શનથી લઈને રોકાવવાની વ્યવસ્થા કેવી રહેશે તે બાબતે ઉઠી રહ્યા છે મનમાં પ્રશ્નો.. તો જાણો અહીં તમામના જવાબો..

by Bipin Mewada January 23, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram Mandir: અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્ણ થઈ ગયો છે. રામ મંદિરમાં રામની જૂની મૂર્તિ વિધિવત રીતે બિરાજમાન થઈ ગઈ છે. ભક્તો ( Devotees ) માટે પ્રવેશ ખોલી દેવામાં આવ્યો છે. દરમિયાન રામ મંદિર ( ayodhya ram janmabhoomi ) વિસ્તારમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. અયોધ્યામાં રામનામનો સતત જાપ ચાલુ છે. પરંતુ રામ મંદિરના ઉદ્ઘાટન ( Ram Mandir Inauguration )  બાદ પણ જો તમારા મનમાં ઘણા પ્રશ્નો હોય તો આજે અહીં તમારા મનમાં રહેલા ઘણા પ્રશ્નોના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ. જે આ મુજબ રહેશે. 

પ્ર. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ મંદિરના ઉદ્ઘાટન પછી, સામાન્ય ભક્તો ક્યારે દર્શન કરી શકશે?

ભગવાન શ્રી રામના દર્શન 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે ખુલ્લા રહેશે. રામ ભક્તોની ભીડને જોતા, દર્શનનો સમય પણ લંબાવવામાં આવશે.

પ્ર. પ્રાણપ્રતિષ્ઠા ( Ram Mandir Pran Pratishtha ) પછી ભગવાન શ્રી રામના દર્શન ક્યારે થશે?

હાલ પ્રવેશ દ્વારા ખોલી મુકવામાં આવ્યા છે. તેથી ભક્તો રામ લલાના દર્શન લઈ શકે છે.

પ્ર. અયોધ્યામાં ભક્તો માટે આવાસની શું વ્યવસ્થા છે?

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે હોટલ અને ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે

પ્ર. રામ મંદિરમાં એક દિવસમાં કેટલા રામ ભક્તો દર્શન કરી શકશે?

મંદિર ભક્તો માટે 12 થી 14 કલાક ખુલ્લું રહેશે.

પ્ર. ભગવાન શ્રી રામની જૂની મૂર્તિનું શું થશે? શું જૂની મૂર્તિ નવા મંદિરમાં હશે?

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલાની દિવસમાં આટલી વખત થશે આરતી.. આરતીમાં પ્રવેશ માટે મળશે પાસ..

તમામ જૂની મૂર્તિઓ નવા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.

પ્ર. રામ ભક્તો માટે દર્શનનો સમય શું હશે?

દર્શનનો સમય સવારે 7 થી 11, બપોરે 2 થી 7 અને આરતીનો સમય બપોરે 12 અને સાંજે 7 રહેશે.

પ્ર. રામ મંદિરમાં કોની કોની મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે?

રામ દરબારમાં ચાર ભાઈઓ તથા, સીતામા, હનુમાની મુર્તિ સ્થાપિત કરવામાં આવશે.

પ્ર. આરતીનો સમય શું છે? શું સામાન્ય નાગરિકો ભાગ લઈ શકશે?

આરતી દરરોજ બપોરે 12 અને સાંજે 7 વાગ્યે આરતી માટે ખાસ પાસની વ્યવસ્થા રહેશે

પ્ર. રામ મંદિરના દર્શન માટે પાસ કે ટિકિટ છે?

ભગવાન શ્રી રામના દર્શન મફત અને બધા માટે ખુલ્લા રહેશે.

પ્ર. અયોધ્યામાં રહેવા અને ભોજનની વ્યવસ્થા શું હશે?

અયોધ્યામાં ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યામાં અનેક જગ્યાએ ભંડારાનું આયોજન થઈ રહ્યું છે. તેમ જ કેન્ટીનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

પ્ર. કેટલા શહેરોમાંથી અયોધ્યા માટે સીધી ફ્લાઈટ છે?

દિલ્હી, મુંબઈ, અમદાવાદથી સીધી ફ્લાઈટ્સ છે અને ટૂંક સમયમાં બેંગ્લોર અને હૈદરાબાદથી ફ્લાઈટ્સ શરૂ થશે

પ્ર. કયા દેશમાંથી અયોધ્યા જવા માટે ફ્લાઇટ સેવા શરૂ થશે?

લખનઉ અને દિલ્હીથી અયોધ્યા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ આવશે

પ્ર. ક્યા રાજ્યમાંથી ટ્રેન અયોધ્યા જઈ રહી છે?

દેશના દરેક રાજ્યમાંથી અયોધ્યા જવા માટે ટ્રેન છે.

પ્ર. રામ મંદિરના દર્શન પછી કયો પ્રસાદ મળશે?

તિરુપતિ બાલાજી મંદિરની જેમ રામ મંદિરમાં પણ પ્રસાદ મળશે. આ પ્રસાદ 10 થી 15 દિવસ સુધી ખરાબ નહી થશે. મંદિરમાંથી પ્રસાદ ખરીદી પણ શકાય છે

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: અયોધ્યના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિ બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે અભિષેક બાદ કહ્યું હુ દુનિયાનો…

January 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ram Mandir Pran Pratishtha, Along with India, New York also became Rammay, Huge crowd of Ram devotees at Time Square
દેશઆંતરરાષ્ટ્રીય

Ram Mandir Pran Pratishtha: ભારત સાથે ન્યુયોર્ક પણ બન્યુ રામમય.. ટાઈમ સ્કવેર પર રામ ભક્તોની ઉમટી ભીડ.. જુઓ વિડીયો..

by Bipin Mewada January 22, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં આજે 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે અમેરિકા પણ રામમય બની ગયો છે. ત્યાં રહેતા તમામ હિન્દુ ભારતીયો રામની ભક્તિમાં લીન છે. આ ખાસ અવસર પર ન્યૂયોર્કના  ( New York )  ટાઈમ્સ સ્ક્વેર ખાતે મોટી સંખ્યામાં ભારતીયો જોવા મળી રહ્યા છે. ટાઈમ્સ સ્ક્વેરમાં ( Times Square ) તમામ ભારતીયો ( Indians )  રામના ગીતો ગાતા, નાચતા અને ગાતા હોય સાથે દરેકના હાથમાં રામના ફોટા સાથે ઝંડા દેખાય રહ્યા છે. 

Times Square, New York. The entire world has become Ram-may..🥳

pic.twitter.com/aHgCy6xULv

— Mr Sinha (@MrSinha_) January 22, 2024

રામ મંદિરના ( ayodhya ram mandir ) અભિષેકની ઉજવણી કરવાની રીત પણ એકદમ આધુનિક છે. ટાઇમ્સ સ્ક્વેરની સ્ક્રીન પર રામના ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. ત્યારે ઘણા લોકોએ રામના ફોટા સાથે ભગવા ઝંડા લહેરાવ્યા હતા. દરમિયાન, ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિર’ના સભ્યોએ ટાઈમ્સ સ્ક્વેર ખાતે લાડુનું વિતરણ પણ કર્યું હતું. સંસ્થાના સભ્ય પ્રેમ ભંડારીના જણાવ્યા અનુસાર, આ કાર્યક્રમ અમેરિકામાં ખૂબ જ ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે. તેમણે આ કાર્યક્રમ સાથે વિશ્વભરના લોકોને જોડવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

Ram Aayenge’! Celebrations are underway at Times Square for the grand Ram Mandir Pran Pratishtha- WATCH.#RamMandirPranPrathistha #RamMandir #TimesSquare #RamMandirUtsav pic.twitter.com/qr4JMckihq

— UNKNOWN (@UNKNOWN__EDIT) January 22, 2024

આ સમાચાર પણ વાંચો : Thailand: ભારતની જેમ આ દેશમાં પણ વસે છે અયોધ્યા શહેર…. અહીં રામની પૂજા સાથે રામાયણનો પાઠ પણ થાય છે.. જાણો ક્યો છે આ દેશ..

This is from Times Square, New York.

Far Right Hindus chanted slogans to take over mosques in Mathura and Kashi.

“Ayodhya toh jhanki hai, Mathura Kashi baaki hai”
(Ayodhya is just a teaser, Mathura and Kashi are pending)pic.twitter.com/iCyrb5EKTr

— Md Asif Khan‏‎‎‎‎‎‎ (@imMAK02) January 22, 2024

 ટાઇમ્સ સ્ક્વેરમાં પણ લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે…

ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ રામ મંદિર’ ના સભ્યે જણાવ્યું હતું કે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે અમારા જીવનકાળમાં આ દિવ્ય દિવસના સાક્ષી બની રહ્યા છે. અભિષેક વિધી અયોધ્યામાં ચાલુ થઈ ગઈ છે. ટાઇમ્સ સ્ક્વેરમાં પણ લોકો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યા છે અને આ જગ્યા અયોધ્યાથી ઓછી નથી લાગી રહી. અહીં ભારતીય મૂળના લોકો જોરશોરથી ઉજવણી કરી રહ્યા છે અને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે અહીં વિવિધ સ્થળોએ વિવધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટાઈમ્સ સ્ક્વેરમાં કેટલાક બિલબોર્ડ પર ભગવાન રામની તસવીરો પણ જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ram Mandir Pran Pratishtha unique procession will take place in Dapoli today amidst the Pran Pratishtha of Ayodhya's Ram temple.
રાજ્યદેશ

Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વચ્ચે દાપોલીમાં આજે નિકળશે આ અનોખી શોભાયાત્રા..

by Bipin Mewada January 22, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: પહેલાના જમાનામાં તહેવારોની ઉજવણી માટે હાથી પર બેસી શહેરભરમાં ખાંડ વહેંચવામાં આવતી હતી. ઈતિહાસના પુસ્તકોમાં ઉલ્લેખ છે કે જીજાબાઈના જન્મ સમયે તેમના પિતા લખુજીરાવ જાધવે હાથી પર બેસીને ખાંડ વહેંચી હતી. ઘણા વર્ષો પછી આજે દાપોલીનો ( Dapoli  ) એક યુવક રામ મંદિરના નિર્માણ માટે ઉજવાતા પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ અનોખા ખ્યાલને અમલમાં મૂકવા જઈ રહ્યો છે. તેની પાછળનું કારણ પણ એટલું જ રસપ્રદ છે. 

અક્ષય ફાટક જેઓ બાંધકામ વ્યવસાયમાં પ્રોફેશનલ છે અને ભાજપ યુવા મોરચાના ( BJP Yuva Morcha ) રાજ્ય કાર્યકારી સભ્ય છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં શ્રી રામ મૂર્તિની સ્થાપનાના દિવસે દાપોલીમાં ભવ્ય શોભાયાત્રા ( Shobha yatra ) કાઢવામાં આવી રહી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આ દિવસે હાથી પર બેસીને ખાંડ વહેંચવા પાછળની ભાવના શું છે, તો તેમણે કહ્યું હતું કે ‘રામ મંદિર’નું ( Ram Mandir ) નિર્માણ એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં રહેતા કોઈપણ ધર્મના રામ ભક્તો માટે સૌથી ખુશીનો દિવસ છે. અમે 5 પેઢીઓથી દાપોલીમાં રહીએ છીએ. 1994થી મારા પિતા શ્રીધર વાસુદેવ ફાટક વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) તાલુકદાર હતા. તે સમયે પરિષદના ઘણા કાર્યક્રમો અહીં થતા હતા. તે સમયે, એક સ્થાનિક કાર્યક્રમમાં મારા પિતાએ કાર્યકરોની સામે કહ્યું હતું કે, ‘જ્યારે રામ મંદિર પૂર્ણ થશે, ત્યારે અમે હાથી પર બેસીને ખાંડ ખવડાવીશું.’ ત્યારબાદ, હવે રામ મંદિરનું સપનું ખરેખર સાકાર થયું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ નક્કી થયા પછી, મે મારા પિતાના કારસેવક મિત્રો અને જાણતા કેટલાક લોકોએ અને મારા પિતાના આ નિવેદનની યાદ અપાવી. મારા પિતા 2010માં મૃત્યુ પામ્યા હતા. તેથી હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ આજે ઉજવાય રહ્યો છે, ત્યારે દાપોલીમાં આજે યોજાનારી આ ભવ્ય ગજરાજ શોભાયાત્રા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 ઉજવણીનો આ ખ્યાલ કંઈક એવો છે જેના વિશે આપણે ફક્ત સાંભળીએ છીએ…

આજે પણ કેટલાક શ્રીમંત લોકો લગ્ન, પાર્ટી, ફંક્શન અને તહેવારો માટે હાથી ભાડે રાખે છે અને ખાંડ વહેંચે છે. સમય સાથે વસ્તુઓ બદલાઈ છે. ઉજવણીનો આ ખ્યાલ કંઈક એવો છે જેના વિશે આપણે ફક્ત સાંભળીએ છીએ. રામ મંદિરને પૂર્ણ કરવામાં લગભગ 500 વર્ષનો સંઘર્ષ થયો. આટલા વર્ષો પછી અનેક કાર્યકરો અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થઈ છે. આથી આ અવર્ણનીય ખુશીને અનોખી રીતે ઉજવવાથી મારા પિતાની ઈચ્છા પૂરી થઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram Mandir: આજે દેશમાં દિવાળી, રામલલા થશે બિરાજમાન… જય શ્રી રામ

રામ મંદિરમાં શ્રી રામની મૂર્તિના સ્થાપન સમારોહની તારીખ નક્કી કર્યા બાદ દાપોલીમાં લક્ષ્મીનારાયણ દેવસ્થાન, ભૈરી દેવસ્થાન, મારુતિ મંદિર અને રામ મંદિરના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ભવ્ય શોભાયાત્રા કાઢવાનું નક્કી કરાયું હતું. આ શોભાયાત્રામાં હાથી પર બેસીને ગામમાં ખાંડનું વિતરણ કરવામાં આવશે. આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભાગ છે. આ માટે કર્ણાટકમાંથી હાથીનું બુકિંગ કરવામાં આવ્યું છે. હાથીની સંભાળ લેવા માટે હાથીની સાથે બે-ત્રણ લોકો પણ હાજર રહેશે. હાથી 21 જાન્યુઆરીની રાત્રે દાપોલી પહોંચશે અને 22 જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યા સુધી શોભાયાત્રામાં શરુ થશે. ગજરાજ શોભાયાત્રા માટે વન વિભાગ અને પોલીસ પાસેથી પરવાનગી લેવામાં આવી છે. આ શોભાયાત્રા માટે 200 ગ્રામના 7000 ખાંડના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સોલાપુરથી લાવવામાં આવેલ હલગી વાદ્ય અને કોંકણનું પ્રખ્યાત ખાનુબાજા વાદ્ય વગાડવામાં આવશે.

January 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
On the occasion of Ayodhya Ram Mandir Pran Pratisthan, Now the day-long program has started in the ancient Raghunath Temple in Jammu Kashmir..
દેશરાજ્ય

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે.. હવે જમ્મુ કાશ્મીરમાં પ્રાચીન રઘુનાથ મંદિરમાં શરુ થયો આટલા દિવસીય કાર્યક્રમનો પ્રારંભ..

by Hiral Meria January 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે, જમ્મુ કાશ્મીરમાં ( Jammu and Kashmir ) સ્થિત પ્રાચીન રઘુનાથ મંદિરમાં ( Raghunath temple ) શનિવારથી ત્રણ દિવસીય કાર્યક્રમ શરૂ થયો છે.

આ કાર્યક્રમની શરૂઆત 20 જાન્યુઆરીની સવારે પવિત્ર સુંદરકાંડના ( Sundara Kanda ) પાઠ સાથે થઈ હતી. કારણ કે ચેરિટેબલ ટ્રસ્ટે 20-22 જાન્યુઆરી સુધી ચાલનારા ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા માટે વિસ્તારના લોકોને આમંત્રણ આપ્યું છે. જમ્મુ અને કાશ્મીર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પૂર્વ મંત્રી જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ચેરીટેબલ ટ્રસ્ટ ( Charitable Trust ) વતી અમે જમ્મુના લોકોને ભવ્ય સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપીએ છીએ.

તેમણે કહ્યું કે અમે 21 અને 22 જાન્યુઆરીએ ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું છે, જેમાં રામાયણનું પઠન, નૃત્ય, સંગીત અને કલાકારો દ્વારા ગાયેલા ભજનોનો સમાવેશ થશે. તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

 સાત મંદિરો ધરાવતું રઘુનાથ મંદિર ઉત્તર ભારતમાં સૌથી મોટા પ્રાચીન મંદિર સંકુલમાંનું એક છે..

રઘુનાથ મંદિર પરિસરમાં સ્થિત અનેક મંદિરોમાં પ્રાર્થના કરવા અને મંદિરના પૂજારીઓની આગેવાની હેઠળના સુંદરકાંડ પાઠમાં ભાગ લેવા માટે ભક્તો મંદિરમાં ઉમટી રહ્યા છે. કિર્તન પર નાચતા લોકો સાથે સુંદર ભજનોથી વાતાવરણ રામમય બન્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે વિદેશીઓ પણ બન્યા રામ ભક્ત. આ બેલ્જિયમના લેખકેને પણ મળ્યું આમંત્રણ..

શ્રી રામ પોતાના ઘર અયોધ્યા પરત ફરી રહ્યા છે. અમે ખૂબ જ ખુશ છીએ. એક ભક્ત સંગીત દેવીએ કહ્યું કે અમે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે આજથી ત્રણેય દિવસે રઘુનાથ મંદિરમાં ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છીએ.

સાત મંદિરો ધરાવતું રઘુનાથ મંદિર ઉત્તર ભારતમાં સૌથી મોટા પ્રાચીન મંદિર સંકુલમાંનું એક છે. તેના પર આતંકવાદીઓ દ્વારા બે વખત હુમલો કરવામાં આવ્યો હતો. મહારાજા ગુલાબ સિંહ અને તેમના પુત્ર મહારાજ રણબીર સિંહે 1853-1860 ની વચ્ચે મંદિર બનાવ્યું હતું.

એક રિપોર્ટ મુજબ, રઘુનાથ મંદિરમાં 33,000 દેવી-દેવતાઓ નિવાસ કરે છે અને સંકુલની બહાર 32 મંદિરો છે. લોકો અયોધ્યા જઈ શકતા નથી તેઓ આ મંદિરમાં આવે છે અને અહીંના ઉત્સવોમાં ભાગ લે છે. તેમણે કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે અને ત્રણ દિવસીય કાર્યક્રમના ભાગરૂપે રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જે-કે ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું હતું કે મંદિર પરિસરની પુષ્પ શણગાર અને નવી ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે.

January 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
foreigners also became Ram devotees During the Ayodhya Ram Mandir Pran Pratishtha Mohotsav This Belgian writer also got an invitation
દેશઆંતરરાષ્ટ્રીય

Ayodhya: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વચ્ચે વિદેશીઓ પણ બન્યા રામ ભક્ત. આ બેલ્જિયમના લેખકેને પણ મળ્યું આમંત્રણ..

by Hiral Meria January 21, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Ayodhya: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ( Ram Mandir Pran Pratishtha ) માટે આખો દેશ રામમય છે. આ ઐતિહાસિક સમારોહમાં ભાગ લેવા માટે દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આમંત્રણ પર અયોધ્યા પહોંચી રહ્યા છે. તેમાંથી એક બેલ્જિયમ સ્થિત લેખક કોએનરાડ એલ્સ્ટ ( Koenraad Elst ) છે, જેમણે ભગવાન રામથી ( Lord Ram ) પ્રભાવિત થઈને અયોધ્યા પર છ પુસ્તકો ( Books ) લખ્યા હતા. તેઓ શ્રી રામના જીવન અને અયોધ્યા શહેરથી એટલા પ્રભાવિત છે કે તેઓ છેલ્લા 35 વર્ષમાં લગભગ 42 વખત ભારતની મુલાકાતે આવ્યા છે અને અયોધ્યા શહેર પર સંશોધન પુસ્તકો લખ્યા છે. રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપવા આવેલા કોનરેડ એલ્સ્ટે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે શ્રી રામ માત્ર એક ઐતિહાસિક પુરૂષ જ નહીં પરંતુ એક રક્ષકની ભૂમિકા પણ ભજવી હતી. પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભગવાન રામના મંદિરનો અભિષેક એ ખરેખર એક મહત્વપૂર્ણ ક્ષણ છે. જેને સમગ્ર ભારત ઉત્સાહથી ઉજવી રહ્યું છે. હું આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા માટે અત્યંત ઉત્સાહિત અનુભવું છું. 

  રામજન્મભૂમિ ( Ram Janmabhoomi ) માટે હિંદુઓ પર ઘણા અત્યાચાર અને નરસંહાર થયા હતા..

કોનરાડ કહે છે કે રામજન્મભૂમિ માટે હિંદુઓ પર ઘણા અત્યાચાર અને નરસંહાર થયા હતા પરંતુ ભારતીય ઈતિહાસકારોએ તેનો ઉલ્લેખ કર્યો નથી જે દુઃખદ છે. નરસંહાર કરનાર મોહમ્મદ ઘોરી, બાબર, ઔરંગઝેબ જેવા શાસકોને મહિમા આપવામાં આવ્યો છે. યહૂદીઓ પરના અત્યાચાર વિશે દરેક બોલે છે પરંતુ હિંદુઓના ( Hindus  ) નરસંહાર અંગે મૌન રહે છે. ખાસ કરીને ડાબેરી ઈતિહાસકારોને તો બધું જ ખોટું લાગે છે. સનાતન ધર્મ અને સભ્યતા બચાવવા હિંદુઓના સંઘર્ષની કથા પણ લખવી જોઈએ. મુસ્લિમ આક્રમણકારોએ હિન્દુઓના અસ્તિત્વને ખતમ કરવા માટે દેશભરમાં 40 હજારથી વધુ મંદિરોનો નાશ કર્યો હતો. ઇતિહાસમાં બધું નોંધાયેલું છે પરંતુ ડાબેરી ઇતિહાસકારોએ તેની અવગણના કરી. ડાબેરી ઈતિહાસકારોએ તથ્યોને ખોટી રીતે રજૂ કરીને આક્રમણકારોનો મહિમા કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Ram Mandir : PoKથી મુસ્લિમ વ્યક્તિએ રામ મંદિર માટે મોકલી આ ખાસ ભેટ… જાણો બ્રિટન થઈને ભારત કેમ લાવવું પડ્યું?

તેઓ નિર્દેશ કરે છે કે ભારતની આઝાદી પછી પણ સરકારે હિંદુઓ પર થયેલા અત્યાચારો શોધવા માટે ગંભીર પ્રયાસો કર્યા નથી. તેમજ તેના પર કોઈ સંશોધન પણ કરવામાં આવ્યું નથી. અયોધ્યાના લેખક કહે છે કે પહેલા લોકો આ મુદ્દે ખુલીને બોલતા અચકાતા હતા પરંતુ હવે લોકો ખુલીને બોલી રહ્યા છે જે સારી વાત છે. છેલ્લા 35 વર્ષથી ફિલોસોફી અને રિસર્ચ વર્ક માટે ભારત આવી રહેલા લેખકોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓની અસર વિકાસના રૂપમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. વાહનવ્યવહારની વાત હોય કે પ્રવાસીઓ માટેની સુવિધાઓની વાત હોય દરેક શહેરમાં વિકાસ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા એલ્સ્ટ કહે છે કે તેઓ એક સારા રાજકારણી છે જે લોકોની નાડી સમજે છે. તેની બોલવાની અને પહેરવાની શૈલી પણ અદ્ભુત છે.

January 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Now such a special gift from this country for the Prana Pratishtha Mohotsav of Ayodhya's Ram Temple.. So Kashmiris also sent this love message.
દેશઆંતરરાષ્ટ્રીય

Ram Mandir Pran Pratishtha: અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે હવે આ દેશથી આવી ખાસ ભેટ.. તો કાશ્મીરીઓએ પણ મોકલ્યો આ પ્રેમ સંદેશ..

by Bipin Mewada January 20, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ માટે, આજે શનિવાર (20 જાન્યુઆરી) વૈદિક અનુષ્ઠાનનો પાંચમો દિવસ છે જે એક અઠવાડિયા પહેલા ચાલુ કરવામાં આવ્યું હતું.

દરમિયાન, વિશ્વભરમાંથી શ્રી રામ મંદિરને ( Ram Mandir  ) ભેટ ( gift ) આવી રહી છે. જેમાં અફઘાનિસ્તાન ( Afghanistan ) પણ સામેલ છે. એક અહેવાલ મુજબ, વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) પ્રમુખે કાશ્મીર ( Kashmir ) , તમિલનાડુ અને અફઘાનિસ્તાનથી મળેલી ભેટ શ્રી રામ મંદિરના યજમાન અનિલ મિશ્રાને સોંપી દીધા છે..

#WATCH | Ayodhya, UP: Vishwa Hindu Parishad President Alok Kumar hands over gifts received from Kashmir, Tamil Nadu, and Afghanistan to ‘Yajman’ of Shri Ram Temple Anil Mishra.

He says, “Muslim brothers and sisters from Kashmir came to meet me and expressed their happiness at… pic.twitter.com/g8Vywcde6J

— ANI (@ANI) January 20, 2024

વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે દાવો કર્યો છે કે શ્રી રામ મંદિરના નિર્માણથી મુસ્લિમ સમુદાય પણ ખુશ છે. તેમણે કહ્યું કે “કાશ્મીરના મુસ્લિમ ભાઈઓ અને બહેનો મને મળવા આવ્યા હતા અને રામ મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ભલે અમે અલગ-અલગ ધર્મોને અનુસરીએ છીએ, પરંતુ અમારા પૂર્વજો એક જ છે. તેમણે 2 કિલો ઓર્ગેનિકલી ઉત્પાદિત શુદ્ધ કેસરને પણ આપ્યું હતું.”

 રામ મંદિર માટે દેશ વિદેશથી ભેટો આવી રહી છે..

અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર, દુનિયાના અન્ય દેશો સિવાય અફઘાનિસ્તાન તરફથી પણ ખાસ ભેટ મળી છે. અફઘાનિસ્તાન તરફથી કાબુલ નદીનું પાણી, જેને સ્થાનિક ભાષામાં “કુભા” કહેવામાં આવે છે, શ્રી રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક માટે ભેટ તરીકે પ્રાપ્ત થયું છે. તેમ જ “તામિલનાડુના સિલ્ક ઉત્પાદકોએ શ્રી રામ મંદિરના ચિત્ર સાથે વણાયેલી સિલ્કની ચાદર મોકલી છે .

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir: શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદના નામે મીઠાઈની આડમાં ચાલી રહી છે છેતરપિંડી.. હવે આ ઈ- કોમર્સ પ્લેટફોર્મને ફટકારી નોટીસ..

નોંધનીય છે કે, પ્રાણ પ્રતિષ્ઠા વિધિના ચોથા દિવસે શુક્રવારે નિયત સમયે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અરણિ મંથન પદ્ધતિથી અગ્નિ દેવને પ્રગટ કરીને વિધિની શરૂઆત કરવામાં આવી હતી.. આ પદ્ધતિમાં શમી અને પીપળના લાકડાના ઘર્ષણથી આગ ઉત્પન્ન થાય છે. શ્રી રામ લલ્લાની મૂર્તિના અભિષેક સમારોહમાં તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા એક લાખ (ત્રણ ટન) મહાપ્રસાદ (લાડુ)નું વિતરણ પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રામલલાની મૂર્તિના અભિષેકના આનંદને દર્શાવતો દશરથ દીપ શુક્રવારે દિવસ પડતાની સાથે જ પ્રગટાવવામાં આવ્યો હતો. તપસ્વી છાવણીના તુલસીબારી પરિસરમાં સ્થાપિત આ દીવાનો પરિઘ ત્રણસો ફૂટ છે. જેમાં 1.25 ક્વિન્ટલ કપાસની વાટ સાથે 21 હજાર લિટર તેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાશીના સુમેરુ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી નરેન્દ્રનંદ સરસ્વતી સહિત મોટી સંખ્યામાં સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રામલલાની નવી મૂર્તિની આંખો હાલમાં ઢંકાયેલી છે. જેને 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે.

January 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pran Pratishtha Mohotsav of Ram Mandir created a stir abroad too Now this country will give 2 hours of break to the employees on the inauguration day of Ram Mandir..
આંતરરાષ્ટ્રીયદેશ

Ram Mandir Pran Pratishtha: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિદેશમાં પણ મચી ધૂમ.. હવે આ દેશ રામ મંદિરના ઉદ્ઘાટન દિવસે કર્મચારીઓને આપશે આટલા કલાકનો બ્રેક..

by Bipin Mewada January 13, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Ram Mandir Pran Pratishtha: અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે . દરમિયાન, ભારતના મિત્ર દેશ મોરેશિયસ ( Mauritius )  દેશે શુક્રવારે (12 જાન્યુઆરી)એ જાહેરાત કરી હતી કે હિંદુ ધર્મના લોકોને ( Hindu People ) 22 જાન્યુઆરીએ 2 કલાકનો બ્રેક આપવામાં આવશે. મોરેશિયસ સરકારે કહ્યું કે આ બ્રેક હિંદુ ધર્મનું ( Hinduism ) પાલન કરનારા સરકારી કર્મચારીઓને ( government employees ) આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ સામાજિક-સાંસ્કૃતિક સંગઠનોએ આ માટે સરકારને વિનંતી કરી હતી.  

પ્રાપ્ત માહિતી મુજબ, તાજેતરમાં મોરેશિયસ સનાતન ધર્મ મંદિર ફેડરેશને ( Mauritius Sanatan Dharma Temples Federation ) મોરેશિયસ દેશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથને ( Pravind Kumar Jugnauth ) પત્ર લખ્યો હતો. ફેડરેશને પત્રમાં લખ્યું હતું કે, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દિવસ હિન્દુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આવી સ્થિતિમાં, 22 જાન્યુઆરીએ સમારોહનું પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવા માટે હિંદુ ધર્મના લોકોને બે કલાકનો વિરામ આપવો જોઈએ.

મોરેશિયસમાં 48.5% વસ્તી હિન્દુ ધર્મની છે…

નોંધનીય છે કે, મોરેશિયસમાં 48.5% વસ્તી હિન્દુ ધર્મની છે. આ નિર્ણય અંગે મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથે કહ્યું કે ભાવનાઓ અને પરંપરાઓનું સન્માન કરવાની આ એક નાની પહેલ છે. રામ મંદિરનું નિર્માણ સમગ્ર હિંદુ ધર્મ માટે એક ઐતિહાસિક ઘટના છે, તે રામલલાના અયોધ્યા પરત ફરવાનું પ્રતીક છે. હિંદુ સામાજિક-સાંસ્કૃતિક જૂથોની અપીલ પર, મોરેશિયસના પીએમ પ્રવિંદ જુગનાથએ શુક્રવારે મંત્રી પરિષદને બોલાવી. જે પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હિંદુ ધર્મનું પાલન કરનારા લોકોને 22 જાન્યુઆરીએ 2 કલાકનો બ્રેક આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Ram Mandir: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા કરશે, યમ નિયમનું પાલન.. જાણો શું છે આ યમ નિયમ.. કેમ છે શાસ્ત્રોકત રીતે મહત્ત્વપૂર્ણ આ નિયમ.

આ વિરામ મોરેશિયસમાં રહેતા સનાતન ધર્મના શ્રમજીવી વર્ગના લોકોને ( Ayodhya ) અયોધ્યામાં અભિષેક સમારોહનું જીવંત પ્રસારણ જોવા અને ધાર્મિક વિધિઓ કરવાની મંજૂરી આપશે. આફ્રિકામાં મોરેશિયસ એકમાત્ર એવો દેશ છે જ્યાં મોટાભાગના લોકો હિંદુ ધર્મનું પાલન કરે છે. સંખ્યાના આધારે, ભારત અને નેપાળ પછી અહીં હિન્દુઓની વસ્તી સૌથી વધુ છે.

January 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ram Mandir inauguration Prime Minister Modi announced this audio message before the Pran Pratishtha Mohotsav of Ram Mandir
રાજ્યTop Postદેશ

Ram Mandir inauguration: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન મોદીએ જાહેર કર્યો ઓડિયો સંદેશ… જાણો શું કહ્યું પીએમ મોદીએ..

by Bipin Mewada January 12, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ram Mandir inauguration: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન મોદીએ ( PM Narendra Modi ) એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાનો ઓડિયો સંદેશ પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘અયોધ્યામાં રામલલાના અભિષેકને ( Ram Mandir Pran Pratishtha ) માત્ર 11 દિવસ જ બાકી છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. ભગવાને મને આ અભિષેક દરમિયાન ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત બનાવ્યો છે. આને ધ્યાનમાં રાખીને હું આજથી 11 દિવસની વિશેષ અનુષ્ઠાનો શરૂ કરી રહ્યો છું. હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું. આ ક્ષણે, મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે. 

अयोध्या में रामलला की प्राण प्रतिष्ठा में केवल 11 दिन ही बचे हैं।

मेरा सौभाग्य है कि मैं भी इस पुण्य अवसर का साक्षी बनूंगा।

प्रभु ने मुझे प्राण प्रतिष्ठा के दौरान, सभी भारतवासियों का प्रतिनिधित्व करने का निमित्त बनाया है।

इसे ध्यान में रखते हुए मैं आज से 11 दिन का विशेष…

— Narendra Modi (@narendramodi) January 12, 2024

ઓડિયોની ( Audio message ) શરૂઆતમાં પીએમ મોદીએ ‘સિયાવર રામચંદ્ર કી જય’ અને ‘રામ-રામ’ ના મંત્રોચ્ચાર સાથે કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જીવનની કેટલીક ક્ષણો માત્ર દૈવી આશીર્વાદથી જ વાસ્તવિકતામાં ફેરવાય છે. આજનો દિવસ આપણા બધા ભારતીયો માટે અને વિશ્વભરમાં ફેલાયેલા રામ ભક્તો માટે આવો પવિત્ર અવસર છે. સર્વત્ર ભગવાન શ્રી રામની ભક્તિનું અદ્ભુત વાતાવરણ છે. ચારે દિશામાં રામના નામનો ઘોંઘાટ છે. રામ ભજનોની અદ્ભુત સુંદરતા એ ધૂન છે. બધા 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. આ એક ઐતિહાસિક પવિત્ર ક્ષણ છે.

PM Modi to undertake all rituals, prayers and niyams during a 11-day Anusthan ahead of Pran Pratishta, which he starts from today from Panchvati where Lord Ram spent a lot of time during his exile in Ayodhya pic.twitter.com/9ul7dWfktB

— Megh Updates 🚨™ (@MeghUpdates) January 12, 2024

અયોધ્યામાં ( Ayodhya ) રામલલાના અભિષેકને હવે માત્ર 11 દિવસ બાકી છે: પીએમ મોદી..

તેમણે કહ્યું, ‘અયોધ્યામાં રામલલાના અભિષેકને હવે માત્ર 11 દિવસ બાકી છે. હું ભાગ્યશાળી છું કે મને પણ આ શુભ પ્રસંગના સાક્ષી બનવાનો અવસર મળી રહ્યો છે. આ મારા માટે અકલ્પનીય અનુભવોનો સમય છે. હું લાગણીશીલ છું. હું લાગણીઓથી ભરાઈ ગયો છું. હું મારા જીવનમાં પહેલીવાર આવી લાગણીઓમાંથી પસાર થઈ રહ્યો છું. હું ભક્તિની એક અલગ જ અનુભૂતિ અનુભવી રહ્યો છું. મારી અંદરની આ ભાવનાત્મક યાત્રા એ અભિવ્યક્તિ નથી પણ મારા માટે અનુભવની તક છે. જો હું પ્રયત્ન કરું તો પણ હું તેની ઊંડાઈ, તીવ્રતા અને વ્યાપકતાને શબ્દોમાં રજૂ કરી શકતો નથી.

આ સમાચાર પણ વાંચો : રાખી સાવંત ની મુશ્કેલી વધી, શું પતિ આદિલ ના મામલામાં જેલ જશે ડ્રામા ક્વીન? અભિનેત્રી ની જામીન અરજી પર કોર્ટે લીધો આ નિર્ણય

પીએમ મોદીએ આગળ કહ્યું, ‘તમે પણ મારી સ્થિતિ સમજી શકો છો. જે સપનું વર્ષોથી એક ઠરાવની જેમ અનેક પેઢીઓ તેમના હૃદયમાં વસાવ્યું હતું. તે સ્વપ્નની પૂર્તિ વખતે મને હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું છે. ભગવાને મને તમામ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત બનાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ સંબંધિત શાસ્ત્રોમાં ઉલ્લેખિત કડક માર્ગદર્શિકાનું પાલન કરશે. તેમજ 11 દિવસ વિશેષ અનુષ્ઠાનો પણ કરશે.

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહ માટે વૈદિક વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થશે. વારાણસીના વૈદિક વિદ્વાન લક્ષ્મીકાંત દીક્ષિત 22 જાન્યુઆરીએ રામ લાલાના અભિષેક સમારોહની મુખ્ય વિધિ કરશે. તેમજ 22 જાન્યુઆરીએ રામ લલ્લાના અભિષેક માટે 84 સેકન્ડનો ખૂબ જ સૂક્ષ્મ શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે. જે 12:29 મિનિટ 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. વડાપ્રધાન મોદી બપોરે મૃગશિરા નક્ષત્રમાં 84 સેકન્ડના શુભ મુહૂર્તમાં રામ લલ્લાની મૂર્તિના દિવ્ય દર્શન બાદ, ભગવાન રામ લલ્લાની મહા આરતી કરશે.

January 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક