• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - ramanand sagar
Tag:

ramanand sagar

not amitabh bachchan but arun govil may play king dashrath role in nitesh tiwari ramayana
મનોરંજન

Ramayana: રામાયણ માં રાજા દશરથ ની ભૂમિકા માટે અમિતાભ બચ્ચન નો નહીં આ અભિનેતા નો કરવામાં આવ્યો સંપર્ક, મેકર્સે અપનાવી આવી યુક્તિ

by Zalak Parikh February 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ramayana: નિતેશ તિવારી તેમની ફિલ્મ રામાયણ ને કારણે ચર્ચામા છે. આ ફિલ્મ ની સ્ટારકાસ્ટ ને લઈને રોજ નવા અપડેટ આવતા રહે છે. હાલમાંજ એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં રાજા દશરથના રોલ માટે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેઓ તેમાં કામ કરવા માટે રસ દાખવી રહ્યા છે. આ પછી હવે નવું અપડેટ સામે આવી રહ્યું છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે અમિતાભ બચ્ચનની જગ્યાએ અરુણ ગોવિલ રાજા દશરથનું પાત્ર ભજવશે.જેમને રામાનંદ સાગર ની રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી. 

આ સમાચાર પણ વાંચો : Chandni bhabhda: આલિયા ભટ્ટ ની મિમિક્રી કરીને ફેમસ થયેલી ઇન્ફ્લુએન્ઝર ચાંદની એ મુંબઈ માં ખરીદ્યું આ અભિનેતા નું ઘર

અમિતાભ બચ્ચન નહીં અરુણ ગોવિલ ભજવશે રાજા દશરથ ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ નિતેશ તિવારી ની ‘રામાયણ’ માટે અમિતાભ બચ્ચન નો નહીં પરંતુ અરુણ ગોવિલનો સંપર્ક કરવામાં આવ્યો છે. નિર્માતાઓએ અમિતાભનો સંપર્ક કર્યો નથી. નિતેશ તિવારી એ એટલા માટે અરુણ ગોવિલ નો સમ્પર્ક કયો કેમકે તેમને રામાનંદ સાગર ની રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી આ માટે તેઓ દર્શકો ને રામાયણ સાથે જોડી શકે. જોકે હજુ સુધી ફિલ્મના નિર્માતા કે અરુણ ગોવિલ તરફ થી ફિલ્મના કાસ્ટિંગની કોઈ પુષ્ટિ આવી નથી.

 

February 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ramanand sagar ramayan is again starting on doordarshan
મનોરંજન

Ramayan: ફરી એકવાર રામ ભક્તિ માં લીન થવા થઇ જાઓ તૈયાર, વધુ એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે રામાયણ, જાણો ક્યાં જોઈ શકશો રામાનંદ સાગર ની ધારાવાહિક

by Zalak Parikh January 31, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ramayan: વર્ષ 1987 માં આવેલી રામાનંદ સાગર ની રામાયણ આજે પણ દર્શકો માં પ્રિય છે. રામાયણ નું નામ લેતા જ રામાનંદ સાગર ની રામાયણ યાદ આવે છે. આ શો ના તમામ પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તે પછી અરુણ ગોવિલ હોય દીપિકા ચીખલીયા હોય કે દારા સિંહ હોય આજે ય લોકો તેમને રામાયણ માં તેમના પાત્ર થી જ ઓળખે છે. હવે રામાયણ ના ચાહકો માટે સા સમાચાર છે. રામાયણ ફરી એક વખત ટીવી પર ટેલિકાસ્ટ થવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Dunki: આંતરરાષ્ટ્રીય વાગ્યો ડંકી નો ડંકો, આ દેશની સંસદમાં બતાવાશે શાહરૂખ ખાનની ફિલ્મ

 

રામાયણ થશે ટીવી પર ટેલિકાસ્ટ 

દૂરદર્શન પર રામાયણ ફરી એક વખત ટેલિકાસ્ટ થવાની છે. આ વાત ની માહિતી દૂરદર્શને તેમના સોશિયલ મીડિયા પર આપી છે. ચેનલે આ વાત ની સત્તાવાર રીતે જાહેરાત કરતા લખ્યું,’ધર્મ, પ્રેમ અને સમર્પણની અનોખી ગાથા… ફરી એકવાર સમગ્ર ભારતનો સૌથી લોકપ્રિય શો ‘રામાયણ’ આવી રહ્યો છે, જલ્દી જ જુઓ # DDNational પર .

धर्म, प्रेम, और समर्पण की अद्वितीय गाथा…एक बार फिर आ रहा है पूरे भारत का सबसे लोकप्रिय शो ‘रामायण’, जल्द देखिए #DDNational पर। #Ramayan | @arungovil12 | @ChikhliaDipika | @LahriSunil pic.twitter.com/zqOrwx2pOg

— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) January 30, 2024


આ પોસ્ટ બાદ ચાહકો માં એક અનોખો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ શો ક્યારે ટેલિકાસ્ટ થશે તેની તારીખ જાહેર કરવામાં આવી નથી.રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા માં અરુણ ગોવિલ, માતા સીતા ની ભૂમિકા માં દીપિકા ચીખલીયા, લક્ષ્મણ ની ભૂમિકામાં સુનિલ લહરી, હનુમાન ના રોલ માં દારા સિંહ અને રાવણ ના રોલ માં અરવિંદ ત્રિવેદી જેવા મહાન કલાકારો જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
prem sagar says dara singh facing many issue due to hanuman role in ramanand sagar ramayan
મનોરંજન

Ramayan Hanuman: રામાનંદ સાગર ની રામાયણ માં હનુમાન નું પાત્ર ભજવવા દારા સિંહ ને પડી હતી આવી મુશ્કેલી, પ્રેમ સાગરે અભિનેતા વિશે કર્યો ચોંકવનારો ખુલાસો

by Zalak Parikh January 21, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ramayan Hanuman:  22 જાન્યુઆરી એ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવાનો છે. આ સમારોહ ને લઈને લોકો માં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામાયણ નું નામ લેતાજ રામાનંદ સાગર ની રામાયણ ની જ યાદ આવે છે. આ સિરિયલ માં ભજવેલા પાત્રો ને આજે પણ તેમના પાત્રો ના નામ થી જ ઓળખવામાં આવે છે ભગવાન રામ નું નામ લેતાજ અરુણ ગોવિલ ની છબી આંખ સામે આવે છે તેવી જરીતે હનુમાન નું નામ લેતા જ દારા સિંહ યાદ આવે છે. હવે આ બધાની વચ્ચે રામાનંદ સાગર ના દીકરા પ્રેમ સાગરે હનુમાન ના પાત્ર માં જોવા મળેલા દારા સિંહ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 

 

પ્રેમ સાગરે દારા સિંહ વિશે કર્યો ખુલાસો 

તાજેતરમાં પ્રેમ સાગરે મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો આ ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રેમ સાગરે જણાવ્યું હતું કે ‘રામાયણ’ની આખી ટીમ સમર્પણ સાથે કામ કરતી હતી. પ્રેમ સાગરે દારા સિંહ વિશે વાત કરતા કહ્યું કે “દારા સિંહે આ પાત્ર ભજવવા માટે ઘણી મહેનત કરી હતી. તેઓ દરરોજ સવારે 4 વાગ્યે સેટ પર આવતા હતા, કારણ કે તેમાં મેક-અપમાં લગભગ ત્રણથી ચાર કલાકનો સમય લાગતો હતો. તે દિવસોમાં અમારી પાસે પ્રોસ્થેટિક્સ નહોતા અને અમારે હનુમાનજી સાથે લુક મેચ કરવો પડતો હતો. મેકઅપના ત્રણથી ચાર કલાક પછી શૂટ શરૂ થતું. આ સમયગાળા દરમિયાન તેઓ કંઈપણ ખાઈ શકતા નહોતા. આવી સ્થિતિમાં દારા સિંહને દરરોજ આઠથી નવ કલાક ભૂખ્યા રહેવું પડતું હતું. જે ખુબ મુશ્કેલ હતું.

આ સમાચાર પણ વાંચો : Vijay devarakonda: વિજય દેવરકોન્ડા એ તેની અને રશ્મિકા મંડન્ના ની સગાઈ પર તોડ્યું મૌન, પોતાના લગ્ન વિશે કહી આવી વાત

વધુમાં પ્રેમ સાગરે જણાવ્યું કે ‘દારા સિંહને પૂંછડી લગાવ્યા બાદ બેસવામાં તકલીફ પડતી હતી આ કારણોસર, તેમના માટે એક ખાસ સ્ટૂલ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં એક કટ હતો, જેથી તેઓ તેમની પૂંછડીની મદદથી બેસી શકે.’ ‘લોકડાઉન દરમિયાન રામાનંદ સાગરની રામાયણ ઘણી ચર્ચામાં રહી હતી. દર્શકોની માંગ પર આ સિરિયલ ફરીથી ટીવી પર પ્રસારિત કરવામાં આવી. આજે પણ લોકો આ સિરિયલને ખૂબ જ રસથી જુએ છે.

January 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Ayodhya Broadcasting of Ramayana started in these places in Ayodhya city.. Huge crowd of people.
દેશમનોરંજન

Ayodhya: અયોધ્યા શહેરમાં આ સ્થળોએ શરૂ થયું રામાયણનું પ્રસારણ.. લોકોની ઉમટી ભીડ..

by Bipin Mewada January 2, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Ayodhya: અયોધ્યામાં યોજાનાર ભગવાન શ્રી રામના રાજ્યાભિષેક સમારોહની દેશભરના નાગરિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક રામ ભક્તો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાની લાગણી ધરાવી રહ્યા છે. ત્યારે ભગવાન શ્રી રામના ( Ram ) વિવિધ જીવન આદર્શો વિશે ભક્તોમાં જાગૃતિ લાવવા માટે રામાનંદ સાગર ( Ramanand Sagar ) દ્વારા નિર્દેશિત ‘રામાયણ’ ( Ramayan ) સિરિયલ અયોધ્યા શહેરમાં બતાવવામાં આવી રહી છે.

નવી પેઢીમાં શ્રી રામના જીવન આદર્શો અને મૂલ્યોને સ્થાપિત કરવા યોગી સરકારે રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલનું ( Serial ) અયોધ્યા શહેરમાં વિવિધ સ્થળોએ પ્રસારણ શરૂ કર્યું છે. આ માટે શહેરમાં વિવિધ સ્થળોએ LED ડિસ્પ્લે સ્ક્રીન ( LED display screen ) પણ લગાવવામાં આવી છે. જે દ્વારા લોકોને ફરી રામાયણ સિરિયલ જોવાનો મોકો મળી રહ્યો છે.

રામાયણ સિરિયલનું ટેલિકાસ્ટ 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ જગ્યાએ શરૂ ..

આ સિરિયલનું ટેલિકાસ્ટ ( telecast ) 25મી ડિસેમ્બરથી અયોધ્યા શહેરમાં 7 અલગ-અલગ સ્થળોએ શરૂ કરવામાં આવ્યું છે. ‘રામાયણ’ સીરીયલ માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા રામકથા પાર્ક મ્યુઝિયમ, કનક ભવન, શ્રી રામ આશ્રમ, અશરફી ભવન, લક્ષ્મણ કિલ્લો વગેરે સ્થળોએ સાંજે 5 થી 11 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. આ સિરીયલ જોવા માટે અહીંયા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. તેથી અયોધ્યામાં હાલ દરેક જગ્યાએ રામાયણ સિરિયલનું જ સંગીત સંભળાઈ રહ્યું છે. જેના ગીતો સંગીતકાર રવિન્દ્ર જૈને કમ્પોઝ કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  Bhupendra Patel : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઇ

January 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
HN Golibar (9)_11zon
ઇતિહાસ

Ramanand Sagar: 29 ડિસેમ્બર 1917ના રોજ જન્મેલા રામાનંદ સાગર ભારતીય ફિલ્મ નિર્દેશક હતા. તે રામાયણ ટેલિવિઝન શ્રેણી બનાવવા માટે સૌથી વધુ પ્રખ્યાત છે.

by NewsContinuous Bureau December 22, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Ramanand Sagar: 29 ડિસેમ્બર 1917ના રોજ જન્મેલા રામાનંદ સાગર ભારતીય ફિલ્મ નિર્દેશક હતા. તે રામાયણ ટેલિવિઝન શ્રેણી બનાવવા માટે સૌથી વધુ પ્રખ્યાત છે, જે એ જ નામના પ્રાચીન ભારતીય મહાકાવ્યનું 78-ભાગનું ટીવી અનુકૂલન છે, જેમાં ભગવાન રામ તરીકે અરુણ ગોવિલ અને સીતા તરીકે દીપિકા ચિખલિયા અભિનિત છે. આ ટીવી સિરિયલ ત્યારપછી દેશભરમાં બહોળા પ્રમાણમાં જોવામાં અને પસંદ કરવામાં આવી હતી. ભારત સરકારે તેમને 2000માં પદ્મશ્રીનું નાગરિક સન્માન આપ્યું હતું.

 

 

December 22, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Adipurush: Urfi Javed also raised objections about 'Adipurush';
મનોરંજન

Adipurush: ઉર્ફી જાવેદે પણ ‘આદિપુરુષ’ વિશે વાંધો ઉઠાવ્યો; તેણીએ કહ્યું, “હનુમાનના સંવાદો સાંભળીને..”

by Dr. Mayur Parikh June 26, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

Adipurush: ઓમ રાઉત (Om Raut) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘આદિપુરુષ‘ (Adipurush) 16 જૂને રિલીઝ થઈ હતી. મોટા બજેટની આ ફિલ્મને લઈને દર્શકોમાં ઘણી એક્સાઈટમેન્ટ હતી. વધુમાં, ઘણા એ જોવા માંગતા હતા કે પ્રભાસ, કૃતિ સેનન, સૈફ અલી ખાન જેવા કલાકારો દ્વારા રામાયણ (Ramayan) ની વાર્તા કેવી રીતે ઘડવામાં આવશે. જ્યારે ‘આદિપુરુષ’ રિલીઝ થઈ, ત્યારે ફિલ્મ નિહાળીને, દર્શકો નિરાશ થયા છે. ઘણાએ ટિપ્પણી કરી કે ‘આદિપુરુષ’ એ એક અનુકરણીય ઉદાહરણ છે કે કેવી રીતે ‘રામાયણ’ ન બતાવવી જોઈએ. સામાન્ય દર્શકોની સાથે સાથે વિવિધ સેલિબ્રિટીઓએ પણ ફિલ્મના દ્રશ્યો અને સંવાદો સામે વાંધો ઉઠાવ્યો છે. હવે ફિલ્મ ‘આદિપુરુષ’ પર અભિનેત્રી ઉર્ફી જાવેદ (Urfi Javed) ની પ્રતિક્રિયા સામે આવી છે.

ઉર્ફીએ શું કહ્યું?

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ‘આદિપુરુષ’ વિશે ટિપ્પણી કરતાં, ઉર્ફીએ કહ્યું, “મેં હજુ સુધી આદિપુરુષ ફિલ્મ જોઈ નથી. પરંતુ રીલમાં ફિલ્મના વિવિધ વીડિયો જોયા છે. ફિલ્મ જોઈ નથી તેથી વધુ કહી શકું તેમ નથી. પરંતુ કેટલાક સંવાદો જોયા પછી પ્રશ્ન થયો કે હનુમાનજી આવું કેવી રીતે બોલી શકે? મારા મતે શ્રેષ્ઠ રામાયણ એ હતી જે મેં બાળપણમાં જોઈ હતી. મને લાગે છે કે બધાએ તે રામાયણ જોઈ જ હશે. પછી તે હિંદુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી હોય.. દરેક વ્યક્તિએ તે રામાયણ ને ઓછામાં ઓછું એકવાર જોઈ જ હશે. તે રામાયણની છબી મનમાં એવી રીતે રચાય છે કે તેની તુલના અન્ય કોઈ સાથે થઈ શકે નહીં. ફિલ્મ ‘આદિપુરુષ’ની તુલના રામાનંદ સાગર (Ramanand Sagar) ની ‘રામાયણ’ શ્રેણી સાથે સતત કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Bandra- Worli SeaLink Accident: બાંદ્રા-વરલી સીલિંક અકસ્માતમાં વિદ્યાર્થી ગંભીર; કોર્ટે કોલેજની અતિસંવેદનશીલતાની નોંધ લીધી હતી

સિરિયલ રામાયણમાં સીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા, શ્રી રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલ અને લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનિલ લહરીએ પણ ફિલ્મ ‘આદિપુરુષ’ સામે વાંધો ઉઠાવ્યો છે. આ સિવાય ‘શક્તિમાન’ ફેમ અભિનેતા મુકેશ ખન્નાએ પણ ‘આદિપુરુષ’ની આકરા શબ્દોમાં ટીકા કરી છે.

 

June 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ramanand sagar ramayan arvind trivedi who played ravan had to apologize for kidnapping sita on screen
મનોરંજન

આને કહેવાય રામભક્ત:સીતા હરણ નું દ્રશ્ય ભજવી ને દુઃખી થયા હતા અરવિંદ ત્રિવેદી,લંકેશે માંગી હતી જાહેરમાં માફી,જાણો સિરિયલ સાથે જોડાયેલો કિસ્સો

by Zalak Parikh June 20, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હવે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ જોર પકડી રહી છે. એટલું જ નહીં કેટલાક લોકોએ આદિપુરુષના નિર્માતા અને ડાયલોગ રાઇટર ને પણ ધમકી આપી રહ્યા છે. લોકોએ ફિલ્મમાં ટપોરી ડાયલોગ્સ અને તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને ડાઉલોંગ રાઇટર મનોજ મુન્તશીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ જોયા બાદ હવે દર્શકો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ સિરિયલ ની પ્રશંસા કરી રહ્યા છે. દર્શકો કહે છે કે 36 વર્ષ પહેલા આવેલી આ સિરિયલ આદિપુરુષ કરતા ઘણી ચડિયાતી છે. 

 

રામાનંદ સાગર ની રામાયણ માં અરવિંદ ત્રિવેદી એ ભજવ્યું હતું રાવણ નું પાત્ર 

લગભગ 4 દાયકા પહેલાં ટીવી પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ ભલે પોતાના અભિનયથી દિલ જીતી લીધું હોય, પરંતુ તેણે આ પાત્ર નિભાવવા માટે જીવનભરનું પ્રાયશ્ચિત કર્યું. અરવિંદ ત્રિવેદી પોતે રામ ભક્ત હતા. પરંતુ તેમણે રાવણના રોલમાં એટલો જીવ રેડ્યો કે વાસ્તવિક જીવનમાં પણ લોકો તેને રાવણ સમજવા લાગ્યા. પરંતુ અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી. રામના ભક્ત હોવાને કારણે તે એક્ટિંગ કરતી વખતે પણ સિરિયલમાં રામ વિશે ખરાબ બોલીને દુઃખી થતો હતો. આ સિરિયલમાં માતા સીતાના અપહરણના દ્રશ્યનું શૂટિંગ કર્યા બાદ અરવિંદ ત્રિવેદીએ શ્રી રામની માફી માંગી હતી.અરવિંદ ત્રિવેદીએ આ સીન માટે જાહેરમાં લોકોની માફી માંગી હતી અને કહ્યું હતું કે ભલે તેને અભિનય અને પાત્ર માટે આ કરવું પડ્યું, પરંતુ તેને આખી જીંદગી તેનો પસ્તાવો રહ્યો. 

So touching. 84 year old veteran #ArvindTrivedi ji watched his #Ravana role after 30 years & seeks forgiveness from others in the room! 🙏 Hindu samskaras. 🙏 pic.twitter.com/37QDygvT0y

— Ratan Sharda 🇮🇳 रतन शारदा (@RatanSharda55) April 12, 2020

રામાનંદ સાગર ના પુત્ર એ આદિપુરુષ પર વ્યક્ત કરી હતી નારાજગી 

આ દરમિયાન રામાયણ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરના પુત્રએ પણ આદિપુરુષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રેમ સાગરે ‘આદિપુરુષ’માં પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનું ખોટું અર્થઘટન કરવા બદલ ડિરેક્ટર ઓમ રાઉતની ટીકા કરી હતી. એક ઈન્ટરવ્યુમાં પ્રેમ સાગરે કહ્યું, ‘મેં ફિલ્મ જોઈ નથી, પરંતુ ટીઝર અને ટ્રેલર જોયુ છે. તેના પર પ્રતિક્રિયા આપતા પ્રેમ સાગરે કહ્યું, ‘મારા પિતા રામાનંદ સાગરે પણ ‘રામાયણ’ બનાવતી વખતે સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેઓ ભગવાન રામને સમજી ગયા હતા. ઘણા ગ્રંથો વાંચ્યા પછી, તેમણે તેમાં નાના ફેરફારો કર્યા પરંતુ ક્યારેય તથ્યો સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો નથી.’ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: સુહાના ખાન,ખુશી કપૂર અને અગત્સ્ય નંદા ની ‘ધ આર્ચીઝ’નું ટીઝર થયું રિલીઝ, મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા સ્ટાર કિડ્સ

June 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક