Tag: rampur

  • Akhilesh Yadav: અખિલેશ યાદવને બરેલીમાં નો એન્ટ્રી, હવે એરપોર્ટ પરથી સીધા આ જગ્યા એ જશે

    Akhilesh Yadav: અખિલેશ યાદવને બરેલીમાં નો એન્ટ્રી, હવે એરપોર્ટ પરથી સીધા આ જગ્યા એ જશે

    News Continuous Bureau | Mumbai 
    Akhilesh Yadav સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ હવે મુરાદાબાદને બદલે બરેલી એરપોર્ટથી સીધા રામપુર જશે. માહિતી અનુસાર, પ્રશાસને તેમને બરેલી શહેરમાં પ્રવેશની મંજૂરી આપી નથી, જેના પછી તેમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અખિલેશ યાદવ હવે બરેલી એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા રામપુર પહોંચશે, જ્યાં તેઓ સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને મળશે.

    બરેલી શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ

    કાર્યક્રમ મુજબ, અખિલેશ યાદવનું વિમાન બુધવારે બરેલી એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી તેઓ હેલિકોપ્ટરથી રામપુર જવા રવાના થશે અને જૌહર યુનિવર્સિટીના હેલિપેડ પર લેન્ડ કરશે. પ્રશાસન તરફથી સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી મુજબ, બરેલીમાં અખિલેશ યાદવની એન્ટ્રી પર રોક લગાવવાનો આ નિર્ણય સ્થાનિક પ્રશાસને કાયદા-વ્યવસ્થા જાળવી રાખવાના ઉદ્દેશ્યથી લીધો છે.

    આ સમાચાર પણ વાંચો : Flipkart fraud: ભાયંદર માં આંતરરાજ્ય સાયબર ઠગ ગેંગ ઝડપાઈ:Flipkart માંથી મોંઘા મોબાઇલ મંગાવી ₹ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    મુલાકાતનું રાજકીય મહત્વ

    રામપુરમાં અખિલેશ યાદવનો આ પ્રવાસ ઘણો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ આઝમ ખાનની રિહાઇ પછી બંને નેતાઓની પહેલી મુલાકાત હશે. રાજકીય વર્તુળોમાં આ મુલાકાતને સપાની આંતરિક રણનીતિ સાથે જોડીને જોવામાં આવી રહી છે. આઝમ ખાનની પ્રદેશમાં પોતાના સમાજમાં સારી પકડ છે અને મુસ્લિમોના વોટ મેળવવા માટે બસપા હંમેશા બેચેન રહે છે. આઝમના બસપામાં જવાની ચર્ચાઓને લઈને મુસ્લિમ વોટ બેંકમાં ભાગલા પડવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેથી જ અખિલેશ અને આઝમની આ મુલાકાત પર રાજકીય પક્ષોની નજર છે. માનવામાં આવી રહ્યું છે કે અખિલેશ પણ તેમને મળીને સંદેશ આપશે કે બંનેના સંબંધોમાં કોઈ ખટાશ નથી. પાર્ટી સૂત્રો અનુસાર, અખિલેશ યાદવ આઝમ ખાન સાથે સંગઠનાત્મક અને આગામી ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરી શકે છે.

    સુરક્ષાની વ્યવસ્થા

    પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓએ જણાવ્યું કે બરેલી અને રામપુર બંને જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. જૌહર યુનિવર્સિટીની આસપાસ વધારાનો ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય.

  • Himachal Pradesh Cloudburst: હિમાચલ પ્રદેશ મોટી હોનારત, બે જિલ્લામાં વાદળ ફાટ્યુ,;નદીઓમાં આવ્યું ઘોડાપૂર, સેંકડો લોકો લાપતા

    Himachal Pradesh Cloudburst: હિમાચલ પ્રદેશ મોટી હોનારત, બે જિલ્લામાં વાદળ ફાટ્યુ,;નદીઓમાં આવ્યું ઘોડાપૂર, સેંકડો લોકો લાપતા

    News Continuous Bureau | Mumbai 

    Himachal Pradesh Cloudburst : હિમાચલ પ્રદેશ ( Himachal Pradesh ) માં બુધવારે રાત્રે ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે. વાદળ ફાટવાથી ( Cloudburst )  શિમલા ( Shimla ) , કુલ્લુ અને મંડી જિલ્લાના ઉપરના ભાગોમાં તબાહી સર્જાઈ છે. 

    Himachal Pradesh Cloudburst: જુઓ વિડીયો 

    Himachal Pradesh Cloudburst: બે જિલ્લામાં વાદળ ફાટ્યું

    શિમલા જિલ્લાના રામપુર ( Rampur ) વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. આ સાથે મંડીના પધર સબ-ડિવિઝનના થલતુખોડ વિસ્તારમાં પણ વાદળ ફાટવાથી ભારે તબાહી સર્જાઈ છે. આ બંને જિલ્લામાં વાદળ ફાટવાના કારણે કુલ 28 લોકો ગુમ થયા છે. બચાવ ટુકડીઓને ઘટના સ્થળે મોકલવામાં આવી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : LPG Cylinder: તહેવારો પહેલા મોંઘવારીનો માર, આજથી વધી ગયા LPG સિલિન્ડર ભાવ; જાણો કેટલા વધ્યા..

    Himachal Pradesh Cloudburst: જાન-માલનું મોટું નુકસાન થયું 

    જો કે, ભારે વરસાદને કારણે રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. શિમલાના રામપુરમાં વાદળ ફાટવાને કારણે જાન-માલનું મોટું નુકસાન થયું છે. સમેજ ખાડમાં ગઈકાલે રાત્રે આવેલા પૂરથી આજુબાજુના ગામોમાં તબાહીનો માહોલ સર્જાયો હતો. ગુરુવારે વહેલી સવારે વાદળ ફાટવાની માહિતી મળ્યા બાદ ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપ અને પોલીસ અધિક્ષક સંજીવ ગાંધી પણ ત્યાંથી રવાના થઈ ગયા છે. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Azam Khan: ડુંગરપુર કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ઝટકો, આઝમ ખાનને સંભળાવી 7 વર્ષની સજા, ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ..

    Azam Khan: ડુંગરપુર કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ઝટકો, આઝમ ખાનને સંભળાવી 7 વર્ષની સજા, ફટકાર્યો લાખો રૂપિયાનો દંડ..

    News Continuous Bureau | Mumbai

    Azam Khan: ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રીને મોટો ઝટકો લાગ્યો છે. રામપુરની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ડુંગરપુર કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. ડુંગરપુરમાં મકાનો તોડવાના કેસમાં પૂર્વ મંત્રી મોહમ્મદ આઝમ ખાનને કલમ 452 હેઠળ સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. બાકીના ગુનેગારોને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ સજા ડુંગરપુર કેસમાં આપી છે. કોર્ટે આઝમ ખાનને IPC કલમ 427,504,506,447 અને 120 B હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

    આ મામલામાં આઝમ ખાન, પૂર્વ મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ અઝહર અહમદ ખાન, કોન્ટ્રાક્ટર બરકત અલી, રિટાયર્ડ સીઓ આલે હસનને દોષી ઠેરવવામાં આવ્યા છે. આજે ચોરોને સજા થઈ. આ દરમિયાન આઝમ ખાન સીતાપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેખાયા હતા.

    આઝમ ખાનને પુત્રના નકલી પ્રમાણપત્ર કેસમાં સાત વર્ષની જેલની સજા 

    મીડિયા રિપોર્ટ મુજબ સ્પેશિયલ કોર્ટે આઝમ ખાનને ઘર તોડવા, મારપીટ, તોડફોડ, દુર્વ્યવહાર અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આ પહેલા આઝમ ખાનને પુત્રના નકલી પ્રમાણપત્ર કેસમાં સાત વર્ષની જેલની સજા થઈ હતી. આઝમ ખાનને નફરત ફેલાવવાના કેસમાં બે વર્ષની જેલની સજા પણ થઈ ચુકી છે. 

    આ સમાચાર પણ વાંચો : Western Railway : મુસાફરોની સુવિધામાં વધારો, પશ્ચિમ રેલવે દ્વારા આ બે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોના ફેરા કરાયા વિસ્તારિત

    જાણો શું છે સમગ્ર મામલો

    સપાના શાસનમાં ડુંગરપુરમાં આસરા મકાનો બનાવવામાં આવ્યા હતા. આ જગ્યા પર કેટલાક લોકોએ પહેલાથી જ મકાનો બનાવી લીધા હતા. આરોપ હતો કે તે સરકારી જમીન પર હોવાના કારણસર તેને વર્ષ 2016માં તોડી પાડવામાં આવ્યું હતું. આ કેસમાં પીડિતોએ લૂંટનો આક્ષેપ પણ કર્યો હતો. વર્ષ 2019માં જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે રામપુરના ગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે લગભગ એક ડઝન જેટલા અલગ-અલગ કેસ નોંધાયા હતા. આરોપ છે કે સપા સરકારમાં આઝમ ખાનના કહેવા પર પોલીસે શેલ્ટર હાઉસ બનાવવા માટે બળજબરીથી તેમના ઘર ખાલી કરાવ્યા હતા. ત્યાં પહેલાથી બનેલા મકાનોને પણ બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યા હતા.

    સીતાપુર જેલમાં બંધ છે આઝમ ખાન

    આઝમ ખાન હાલમાં સીતાપુર જેલમાં બંધ છે. આઝમ ખાનને અત્યાર સુધીમાં પાંચ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પુત્ર અબ્દુલ્લા આઝમના બનાવટી જન્મ પ્રમાણપત્રના કેસમાં પાંચ મહિના પહેલા તેમને સાત વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી. આ કેસમાં તે સીતાપુર જેલમાં બંધ છે. તેમની પત્ની, પૂર્વ સાંસદ તાજીન ફાતમા અને પુત્ર, પૂર્વ ધારાસભ્ય અબ્દુલ્લા આઝમને સાત વર્ષની જેલની સજા થઈ ચૂકી છે.

     

  • સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, કોર્ટે આ કેસમાં આપ્યા વચગાળાના જામીન.

    સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, કોર્ટે આ કેસમાં આપ્યા વચગાળાના જામીન.

     

    News Continuous Bureau | Mumbai

    સમાજવાદી પાર્ટીના(Samajwadi party) નેતા આઝમ ખાનને(Azam Khan) સુપ્રીમ કોર્ટમાંથી(Supreme court) મોટી રાહત મળી છે. 

    2 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ સપા નેતાને કોર્ટે વચગાળાના જામીન(Bail) આપ્યા છે. 

    ઉત્તર પ્રદેશના(Uttar pradesh) રામપુરના(Rampur) કોતવાલી પોલીસ સ્ટેશન(Kotwali Police Station) સંબંધિત કેસમાં તેમને આ રાહત મળી છે.

    જો કે આ જામીન બાદ પણ આઝમ ખાન કેટલા સમય સુધી જેલમાંથી બહાર આવી શકશે તે સ્પષ્ટ નથી.
    સપા નેતા આઝમ ખાન હાલ સીતાપુર જેલમાં (Sitapur jail)બંધ છે. 

    ઉલ્લેખનીય છે કે આ જામીન 89મા કેસમાં આપવામાં આવ્યા છે. આ પહેલા આઝમ ખાનને 88 કેસમાં જામીન મળી ચૂક્યા છે.

    આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં સર્વે રિપોર્ટ કોર્ટમાં રજૂ, સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટને અપાયા આ આદેશ.. 

  • ઉત્તર પ્રદેશમાં ગોઝારો શનિવાર, સ્પીડ બ્રેકરથી ઉછળ્યા બાદ ટ્રકમાં ઘૂસી ગઈ કાર; અકસ્માતમાં આટલા લોકો થયા કરુણ મોત

    ઉત્તર પ્રદેશમાં ગોઝારો શનિવાર, સ્પીડ બ્રેકરથી ઉછળ્યા બાદ ટ્રકમાં ઘૂસી ગઈ કાર; અકસ્માતમાં આટલા લોકો થયા કરુણ મોત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022          

    શનિવાર  

    ઉત્તર પ્રદેશમાં શુક્રવારની રાત ખૂબ અકાળ સાબિત થઈ છે, જેમાં એક મોટા અકસ્માતમાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

    પૂરપાટ ઝડપે આવતી કાર ટક્કર બાદ પલટી ગઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે

    અકસ્માતમાં  એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. 

    તમામ મૃતકો મુરાદાબાદના જયંતિપુરના રહેવાસી હતા અને લગ્ન સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા.

    કહેવામાં આવી રહ્યું છે કે કારમાં કુલ છ લોકો સવાર હતા. 

    ભારતને મળી મોટી સફળતા, 29 વર્ષ બાદ UAEમાં ગિરફ્તાર થયો 1993ના મુંબઈ બ્લાસ્ટનો આ મોસ્ટ વોન્ટેડ આતંકવાદી; જાણો વિગતે