Tag: ranveer singh

  • Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન

    Dhurandhar: રેટ્રો ટચ અને હાઈ-વોલ્ટેજ એક્શન! ‘ધુરંધર’ના સંગીતે જીત્યા દિલ, રણવીર-અક્ષયના સીન્સમાં મ્યુઝિકે ફૂંકી જાન

    News Continuous Bureau | Mumbai

    Dhurandhar: આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર’ તેના દમદાર એક્શન અને રાષ્ટ્રવાદની વાર્તાની સાથે તેના અનોખા સંગીત પ્રયોગોને કારણે પણ ચર્ચામાં છે. રણવીર સિંહ અને અક્ષય ખન્નાની આ એક્શન-થ્રિલરમાં રેટ્રો ગીતોને જે રીતે નવા સંદર્ભમાં વાપરવામાં આવ્યા છે, તેણે 3 કલાક 34 મિનિટની આ ફિલ્મને વધુ રોમાંચક બનાવી દીધી છે.

    આ સમાચાર પણ વાંચો : Vikram Bhatt: વિક્રમ ભટ્ટ અને તેમના પત્ની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી, જાણો કયા કેસમાં ફસાયા?

    રેટ્રો ગીતો અને હિંસાનો વિરોધાભાસ

    દિગ્દર્શક આદિત્ય ધરે ફિલ્મ ‘ધુરંધર’માં જૂના અને લોકપ્રિય રેટ્રો ગીતોનો જે રીતે ઉપયોગ કર્યો છે, તેણે પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ખાસ કરીને ‘રંબા હો’ જેવું મૂળ રીતે ઉલ્લાસભર્યું અને ડાન્સિંગ ગીત, ફિલ્મમાં અત્યંત ક્રૂરતા અને આયોજિત હિંસા દર્શાવતા હાઈ-ઈન્ટેન્સિટી એક્શન સીન દરમિયાન વગાડવામાં આવ્યું છે, જે દ્રશ્યની ગંભીરતાને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. તેવી જ રીતે, ક્લાસિક ટ્રેક ‘મોનિકા ઓહ માય ડાર્લિંગ’ને ‘રન ડાઉન ધ સિટી – મોનિકા’ નામ આપીને રણવીર સિંહ અને પોલીસ વચ્ચેના રોમાંચક ચેઝ સિક્વન્સમાં વાપરવામાં આવ્યું છે. આ અનોખા સંગીત પ્રયોગે પ્રેક્ષકોને સતત એલર્ટ રાખ્યા છે અને ફિલ્મમાં એક અનોખો રોમાંચ જગાડવામાં સફળતા મેળવી છે.

    View this post on Instagram

    A post shared by Ranveer Singh (@ranveersingh)

    રણવીર સિંહે ભજવેલા હમઝા અલી મઝારીના પાત્રને સ્થાપિત કરવામાં સંગીતની મોટી ભૂમિકા છે.પ્રખ્યાત કવ્વાલી ‘ના તો કારવાં કી તલાશ હૈ’ ને આ ફિલ્મમાં ‘ઇશ્ક જલકર – કારવાં’ તરીકે રજૂ કરવામાં આવી છે. આ ગીત હમઝા અલીના પાત્રની ગંભીરતા અને દાર્શનિક બાજુ રજૂ કરે છે.ફિલ્મ ‘ધુરંધર’માં યુવા પ્રેક્ષકોને આકર્ષવા માટે મેકર્સે આધુનિક સંગીત અને ક્લાસિક ગઝલોનું શાનદાર સંતુલન જાળવ્યું છે. ફેમસ રેપર હનુમાનકાઇન્ડ અને રણવીર સિંહ વચ્ચેનું ‘ના દે દિલ પરદેસી નૂ’ ગીત ફિલ્મમાં એક અલગ જ લેવલની હાઈ એનર્જી પેદા કરે છે, જે હનુમાનકાઇન્ડનું ઓફિશિયલ ડેબ્યૂ પણ માનવામાં આવે છે. બીજી તરફ, પાકિસ્તાનના સીન્સમાં વાસ્તવિકતા અને ઊંડાણ લાવવા માટે દિગ્ગજ ગાયક ગુલામ અલીની પ્રખ્યાત ગઝલ ‘ચુપકે ચુપકે’ અને નુસરત ફતેહ અલી ખાનની ‘આફરીન આફરીન’ જેવી ક્લાસિક રચનાઓનો ખૂબ જ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે. સંગીતનો આ વૈવિધ્યસભર અભિગમ ફિલ્મને દરેક પેઢીના દર્શકો માટે મનોરંજક બનાવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?

    Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?

    News Continuous Bureau | Mumbai

     ‘Dhurandhar’ Success: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ છે. ફિલ્મમાં ‘રહેમાન ડકૈત’ ના પાત્રમાં અક્ષય ખન્નાના અભિનયના ચોતરફ વખાણ થઈ રહ્યા છે. માત્ર 12 દિવસમાં 400 કરોડનો આંકડો પાર કરનાર આ ફિલ્મની સફળતા પર અક્ષય ખન્નાએ પોતાની આગવી શૈલીમાં પ્રતિક્રિયા આપી છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ અભિનેતાની આ બેફિકર અંદાજ વિશે ખુલાસો કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Thamma OTT Release: OTT પર હોરરનો ડબલ ડોઝ! જાણો, આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘થામા’ કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે.

    સફળતા છતાં અક્ષય ખન્ના બેફિકર

    કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અક્ષય તેની સફળતાને કેવી રીતે જુએ છે. મુકેશ છાબડાએ કહ્યું, “આજે સવારે જ્યારે મેં તેની સાથે વાત કરી, ત્યારે તે ખૂબ જ શાંત અને બેફિકર હતો. તેણે માત્ર એટલું જ કહ્યું, ‘હા, મજા આવી.’”અક્ષય પોતાના કામમાં કેટલો ગંભીર છે તે તેના પર્ફોર્મન્સ પરથી દેખાય છે, પરંતુ તે ક્યારેય સફળતાનો દેખાડો કરતો નથી.કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ અક્ષય ખન્નાની અનોખી એક્ટિંગ સ્ટાઇલ વિશે અત્યંત રસપ્રદ વિગતો શેર કરતા જણાવ્યું કે, અક્ષય ક્યારેય કોઈ અન્ય કલાકારની નકલ કરવામાં માનતો નથી, પરંતુ તે દરેક પાત્રમાં પોતાનો એક મૌલિક અને અલગ અંદાજ ઉમેરે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, અક્ષય સેટ પર હંમેશા પોતાની એક અલગ દુનિયામાં રહે છે અને કેમેરા સામે આવતા પહેલા પોતાના સીન્સને વારંવાર વાંચીને તેની પાછળ ગહન વિચાર-મંથન કરે છે. આ પ્રકારની ઝીણવટભરી અને સંપૂર્ણ તૈયારી સાથે તે શૂટિંગ કરે છે, જેના કારણે જ તેનો એક ખાસ જાદુ ફિલ્મના પડદા પર પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

    View this post on Instagram

    A post shared by Ranveer Singh (@ranveersingh)

    ‘ધુરંધર’ ફિલ્મની સ્ટાર કાસ્ટ અને વાર્તાએ પ્રેક્ષકોને જકડી રાખ્યા છે.ફિલ્મે માત્ર 12 દિવસમાં જ બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે.રણવીર સિંહ અને અક્ષય ખન્ના ઉપરાંત આર. માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ જેવા કલાકારોની કાસ્ટિંગ પણ મુકેશ છાબડાએ જ કરી હતી.‘ધુરંધર’ પછી અક્ષય ખન્ના હવે વધુ 6 મોટી ફિલ્મોમાં જોવા મળવાનો છે. તેની યુનિક એક્ટિંગ સ્ટાઇલને કારણે તે ફરી એકવાર બોલિવૂડમાં છવાઈ ગયો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન

    Akshaye Khanna: ધુરંધર’ની સફળતા બાદ અક્ષય ખન્ના રિલેક્સ મૂડમાં! અલીબાગના ઘરમાં કરાવ્યો વાસ્તુ શાંતિ હવન

    News Continuous Bureau | Mumbai

    Akshaye Khanna: ફિલ્મ ‘ધુરંધર’ માં શાનદાર અભિનયથી ધૂમ મચાવનાર અભિનેતા અક્ષય ખન્ના હાલમાં ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યા છે. તેઓ લાઇમલાઇટથી દૂર અલીબાગમાં પોતાના બંગલા પર છે, જ્યાં તેમણે વાસ્તુ શાંતિ હવન કરાવ્યું છે. ફિલ્મમાં તેમના ‘રહેમાન ડકૈત’ ના પાત્રને જબરદસ્ત લોકપ્રિયતા મળી છે.

    આ સમાચાર પણ વાંચો : Smriti Irani : અક્ષય ખન્નાની એક્ટિંગ પર સ્મૃતિ ઈરાની ફિદા! સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી કહી આવી વાત

    અક્ષય ખન્નાએ કરાવ્યો હવન

    ‘ધુરંધર’ની સફળતા વચ્ચે અક્ષય ખન્ના લાઇમલાઇટથી દૂર પોતાની પ્રાઇવેટ લાઇફ એન્જોય કરી રહ્યા છે અને હાલમાં તેઓ અલીબાગમાં પોતાના બંગલા પર છે. તાજેતરમાં, અક્ષય ખન્નાએ પોતાના અલીબાગ વાળા બંગલામાં વાસ્તુ શાંતિ હવન કરાવ્યોછે. મીડિયા રિપોર્ટ મુજબ, આ હવનનો ફોટો પંડિત એ શેર કરીને લખ્યું હતું કે, “મને અક્ષય ખન્નાના ઘરે આ પરંપરાગત અને ભક્તિમય પૂજા કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમનો શાંત સ્વભાવ, સાદગી અને સકારાત્મક ઊર્જાએ મારા અનુભવને વિશેષ બનાવી દીધો.” આ ઉપરાંત, પંડિતે અક્ષય ખન્નાના અભિનયના વખાણ પણ કર્યા હતા અને ‘છાવા’, ‘ધુરંધર’, ‘દ્રશ્યમ ૨’ અને ‘સેક્શન ૩૭૫’ માં તેમના કામને યાદ કરીને તેમને ક્લાસની વ્યાખ્યા ગણાવ્યા હતા.

    અક્ષય ખન્નાએ ફિલ્મમાં રહેમાન ડકૈત નો રોલ પ્લે કર્યો છે. આ રોલે અક્ષયને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી છે. દરેક જગ્યાએ તેમની જ વાતો થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ તો ત્યાં સુધી કહી દીધું કે અક્ષય ખન્નાને ઓસ્કાર આપી દેવામાં આવે.ફિલ્મ ‘ધુરંધર’ ની વાત કરીએ તો આ ફિલ્મને આદિત્ય ધરે બનાવી છે.આ ફિલ્મમાં રણવીર સિંહ લીડ રોલમાં છે. અક્ષય ખન્ના ઉપરાંત સંજય દત્ત, આર માધવન, અર્જુન રામપાલ અને સારા અર્જુન જેવા સ્ટાર્સ પણ છે. સારા અર્જુન રણવીર સિંહના ઓપોઝિટ રોલમાં છે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મે દુનિયાભરમાં ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rishab Shetty: રણવીર સિંહના ‘દૈવ્ય’ અનુકરણ પર ઋષભ શેટ્ટીનો સંવેદનશીલ પ્રતિભાવ: ‘તે પ્રદર્શનથી હું ભાવનાત્મક રીતે જોડાયેલો છું’

    Rishab Shetty: રણવીર સિંહના ‘દૈવ્ય’ અનુકરણ પર ઋષભ શેટ્ટીનો સંવેદનશીલ પ્રતિભાવ: ‘તે પ્રદર્શનથી હું ભાવનાત્મક રીતે જોડાયેલો છું’

    News Continuous Bureau | Mumbai

    Rishab Shetty: સાઉથના સ્ટાર ઋષભ શેટ્ટી દરેક જગ્યાએ છવાયેલા છે. તેમની ફિલ્મ ‘કાન્તારા ચેપ્ટર ૧’ એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં રણવીર સિંહે ‘કાન્તારા’ના દૈવ્યની નકલ ઉતારી હતી, જેના પછી તે ખરાબ રીતે ટ્રોલ થયો હતો. રણવીરે મિમિક્રી કરવા બદલ માફી પણ માંગી લીધી છે. હવે આ વિવાદ પર ઋષભ શેટ્ટીએ મૌન તોડ્યું છે અને તેના પર પ્રતિક્રિયા આપી છે.

    આ સમાચાર પણ વાંચો : Dhurandhar : રણવીર સામે સારા: કાસ્ટિંગ ડિરેક્ટરે ખોલ્યું રહસ્ય, ૨૦ વર્ષનો તફાવત હોવા છતાં આ અભિનેત્રીની પસંદગીનું કારણ શું હતું?

    રણવીરે ઉતારી હતી નકલ

    આ મહિનાની શરૂઆતમાં ગોવામાં યોજાયેલા IFFI (ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા) દરમિયાન રણવીર સિંહે ઋષભ શેટ્ટીની સામે જ ‘કાન્તારા’ના દેવતાની નકલ ઉતારી હતી. ઋષભ તેમને ના પણ પાડી રહ્યા હતા, પરંતુ રણવીર માન્યા નહીં, જેના પછી તેમને ખરાબ રીતે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.ચેન્નઈમાં યોજાયેલા એક ઇવેન્ટમાં ઋષભ શેટ્ટીએ રણવીર સિંહનું નામ લીધા વિના એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રકારની ફિલ્મ બનાવવામાં જોખમ હોય છે, કારણ કે આપણી સંસ્કૃતિ અને પરંપરા પોપ કલ્ચર ન લાગે. ઋષભ શેટ્ટીએ ભારપૂર્વક જણાવ્યું કે દૈવી તત્વ સંવેદનશીલ અને પવિત્ર હોય છે. તેમણે ઉમેર્યું કે, “ફિલ્મ રિલીઝ પછી જ્યારે લોકો સ્ટેજ પર દેવતાની નકલ કરે છે, તો હું ખૂબ જ અનકમ્ફર્ટેબલ થઈ જાઉં છું.” આ સંદર્ભમાં તેમણે સૌને વિનંતી કરતાં કહ્યું કે, “હું જ્યાં પણ જાઉં છું તો લોકોને વિનંતી કરું છું કે તેને સ્ટેજ પર પર્ફોર્મ ન કરે અને નકલ ન ઉતારે. હું તેનાથી ભાવનાત્મક રીતે જોડાયેલો છું.”

    View this post on Instagram

    A post shared by Pinkvilla South (@pinkvillasouth)

    ટ્રોલ થયા પછી રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માફી માંગી હતી.તેમણે લખ્યું હતું – ‘મારો હેતુ માત્ર ઋષભ શેટ્ટીના પર્ફોર્મન્સની પ્રશંસા કરવાનો હતો. મેં હંમેશા દરેક સંસ્કૃતિ, પરંપરા અને વિશ્વાસનું સન્માન કર્યું છે. જો મેં ક્યારેય કોઈની ભાવનાઓનો મજાક ઉડાવ્યો હોય તો હું માફી માંગુ છું.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

    Ranveer Singh : ‘ધુરંધર’ની સફળતા ની વચ્ચે રણવીર સિંહ ની પોસ્ટ થઇ વાયરલ,સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી દિલની લાગણી

    News Continuous Bureau | Mumbai

    Ranveer Singh : રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ૭ વર્ષના લાંબા સમયગાળા પછી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક ભાવનાત્મક નોંધ શેર કરી છે, જેમાં લખ્યું છે: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.” ફિલ્મની ૧૦ દિવસની કમાણી ભારતમાં  ૩૫૦ કરોડ અને વિશ્વભરમાં  ૫૦૦ કરોડને પાર કરી ગઈ છે.

    આ સમાચાર પણ વાંચો : Lionel Messi: ફૂટબોલના ‘કિંગ’ લિયોનેલ મેસીને મળ્યા શાહરૂખ ખાન, પુત્ર અબરામનું રિએક્શન વાયરલ

    લાંબા સમય પછી બ્લોકબસ્ટર

    લાંબા સમયથી રણવીર સિંહ એક બ્લોકબસ્ટર ફિલ્મની શોધમાં હતા, કારણ કે ૨૦૨૩ માં તેમની રિલીઝ થયેલી ફિલ્મો ‘૮૩’, ‘જયેશભાઈ જોરદાર’ અને ‘સર્કસ’ ફ્લોપ સાબિત થઈ હતી. હવે ૭ વર્ષ પછી રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ એ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે.’ધુરંધર’ની સફળતા વચ્ચે હવે અભિનેતાએ એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.તેને પોસ્ટમાં લખ્યું: “કિસ્મતની એક બહુ સુંદર આદત છે કે તે સમય આવ્યે બદલાય છે, પણ હાલમાં નજર અને ધીરજ.”રણવીર સિંહના આ પોસ્ટને જોઈને ચાહકો કયાસ લગાવી રહ્યા છે કે ‘ધુરંધર’ને મળી રહેલી સફળતાથી અભિનેતા ખૂબ ખુશ છે.

    રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે.ભારતમાં આ ફિલ્મે ૧૦ દિવસની અંદર ૩૫૦ કરોડ ની કમાણી કરી લીધી છે.વિશ્વભરમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.આ આંકડા સાથે અભિનેતાએ પોતાની જ ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dhurandhar: જમ્મુ-કાશ્મીરમાં ‘ધુરંધર’ની સુનામી! ફિલ્મ જોવા થિયેટરોમાં ઉમટ્યું માનવ મહેરામણ, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી

    Dhurandhar: જમ્મુ-કાશ્મીરમાં ‘ધુરંધર’ની સુનામી! ફિલ્મ જોવા થિયેટરોમાં ઉમટ્યું માનવ મહેરામણ, બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી

    News Continuous Bureau | Mumbai

    Dhurandhar: ફિલ્મ ધુરંધર  આ સમયે બોક્સ ઓફિસ પર કમાણીના મોટા રેકોર્ડ્સ તોડવામાં લાગી છે. ફિલ્મને મળી રહેલા આટલા શાનદાર રિસ્પોન્સએ સાબિત કરી દીધું છે કે જો વાર્તામાં દમ હોય તો બોક્સ ઓફિસ પર ફિલ્મ આપોઆપ જ હિટ થઈ જાય છે. ફિલ્મમાં પાકિસ્તાનની આંતરિક રાજનીતિથી લઈને ૨૬/૧૧ ના હુમલાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો, આ બધી બાબતો વિશે જણાવવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : Dhurandhar: ‘ધુરંધર’ માં રોલ મેળવવા ‘તુલસી’ ની પુત્રી પણ મેદાનમાં, સારાએ કેવી રીતે બાજી પલટી?

    કાશ્મીરમાં ‘ધુરંધર’ના હાઉસફુલ શો

    રણવીર સિંહ અને અક્ષય ખન્ના અભિનીત આ ફિલ્મને કાશ્મીરમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને આદિત્ય ધરના નિર્દેશનની ખૂબ પ્રશંસા થઈ રહી છે.એક તરફ જ્યાં ફિલ્મ મોટા શહેરો અને વિદેશોમાં છવાયેલી છે, ત્યાં બીજી તરફ નાના શહેરોમાં પણ ‘ધુરંધર’ ને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. કાશ્મીરમાં સિનેમાઘરોની કમી હોવા છતાં, કાશ્મીરના શોપિયાં અને પુલવામા જેવા વિસ્તારોમાં પણ ‘ધુરંધર’ના શો હાઉસફુલ ચાલી રહ્યા છે. ફિલ્મને જોવા માટે આસપાસના લોકો થિયેટરોમાં પહોંચી રહ્યા છે અને લાંબી-લાંબી કતારો લાગી રહી છે.

    View this post on Instagram

    A post shared by Jio Studios (@officialjiostudios)

    કાશ્મીરમાં હંમેશાથી થિયેટરો અને મલ્ટીપ્લેક્સ ચેઇન્સની કમી રહી છે. આવી સ્થિતિમાં ત્યાંના લોકો નવી ફિલ્મોથી વંચિત રહી જાય છે.કાશ્મીરના લોકો વચ્ચે જ્યારે ‘ધુરંધર’ આવી, ત્યારે લોકોએ તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો. શોપિયાં અને પુલવામા જેવી જગ્યાઓ પર જ્યાં લોકો સિનેમાઘરોમાં પહોંચતા નહોતા, ત્યાં હવે લોકો પહોંચી રહ્યા છે અને સીટો ફૂલ ચાલી રહી છે.’ધુરંધર’ની કમાણી ધમાકેદાર થઈ રહી છે.ફિલ્મે આખી દુનિયામાં લગભગ૫૫૨ કરોડથી વધુ નો કારોબાર કરી લીધો છે.ભારતમાં ફિલ્મની કમાણી ૩૬૪ કરોડથી વધુ થઈ ગઈ છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dhurandhar : રણવીર સામે સારા: કાસ્ટિંગ ડિરેક્ટરે ખોલ્યું રહસ્ય, ૨૦ વર્ષનો તફાવત હોવા છતાં આ અભિનેત્રીની પસંદગીનું કારણ શું હતું?

    Dhurandhar : રણવીર સામે સારા: કાસ્ટિંગ ડિરેક્ટરે ખોલ્યું રહસ્ય, ૨૦ વર્ષનો તફાવત હોવા છતાં આ અભિનેત્રીની પસંદગીનું કારણ શું હતું?

    News Continuous Bureau | Mumbai

    Dhurandhar : આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધુરંધર’ ૫ ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. ફિલ્મમાં કલાકારોના શાનદાર પર્ફોર્મન્સની પ્રશંસા થઈ રહી છે. આમાં રણવીર સિંહે પોતાનાથી ૨૦ વર્ષ નાની અભિનેત્રી સારા અર્જુન સાથે રોમાન્સ કર્યો છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, ત્યારથી બંનેની ઉંમરને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. હવે ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ બંને વચ્ચેની ઉંમરના તફાવત પર વાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Dhurandhar Box Office:ધુરંધરનો ધમાકો: ‘પુષ્પા ૨’ ને ઝટકો! રણવીર સિંહની ફિલ્મે કરી આટલા કરોડની જંગી કમાણી!

    ઉંમરના તફાવત પર કાસ્ટિંગ ડિરેક્ટરનો ખુલાસો

    એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં મુકેશ છાબડાએ રણવીર સિંહ અને સારા અર્જુન વચ્ચેના ઉંમરના તફાવત પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો.તેમણે કહ્યું કે, “મને ખબર હતી. વાર્તા એવી છે કે તે (રણવીર) તેને (સારા) ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેથી અમને ખબર હતી કે અમને એક ૨૦ થી ૨૧ વર્ષની છોકરી જોઈએ.એવું નથી કે અમારી પાસે ૨૬-૨૭ વર્ષની ઉંમરના સારા કલાકારો નથી. પરંતુ આ ફિલ્મની જરૂરિયાત હતી. તમે દરેક વસ્તુ લોકોને સમજાવી શકતા નથી.”તેમણે ઉમેર્યું કે જ્યારે તેમને ઉંમરના તફાવત વિશે ખબર પડી ત્યારે તેઓ પણ હસી રહ્યા હતા. ફિલ્મ પ્રમાણે આ બિલકુલ સાચું છે.

    View this post on Instagram

    A post shared by Sara Arjun (@saraarjunn)

    મુકેશ છાબડાએ કહ્યું કે ઉંમરના તફાવતના સવાલનો જવાબ આવતા વર્ષે રિલીઝ થઈ રહેલી ‘ધુરંધર ૨’ માં મળી જશે. ફિલ્મ ‘ધુરંધર’ માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે સારા અર્જુન, સંજય દત્ત, અર્જુન રામપાલ, અક્ષય ખન્ના અને આર. માધવન છે. નિર્માતાઓએ પુષ્ટિ કરી છે કે તેનો સીક્વલ, ‘ધુરંધર ૨’, ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dhurandhar Box Office:ધુરંધરનો ધમાકો: ‘પુષ્પા ૨’ ને ઝટકો! રણવીર સિંહની ફિલ્મે કરી આટલા કરોડની જંગી કમાણી!

    Dhurandhar Box Office:ધુરંધરનો ધમાકો: ‘પુષ્પા ૨’ ને ઝટકો! રણવીર સિંહની ફિલ્મે કરી આટલા કરોડની જંગી કમાણી!

    News Continuous Bureau | Mumbai

    Dhurandhar Box Office: આદિત્ય ધર દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધુરંધર’નો કમાલ યથાવત છે. ફિલ્મને રિલીઝ થયાને એક સપ્તાહ થઈ ગયો હોવા છતાં તેની કમાણીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે ફિલ્મના ૮મા દિવસનો બોક્સ ઓફિસ રિપોર્ટ આવ્યો છે, અને શુક્રવારની કમાણી જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો.

    આ સમાચાર પણ વાંચો : 48 Week TRP List: ટીવીનો જંગ: ‘અનુપમા’ કે ‘ક્યોંકી સાસ’ – કોણ છે TRP નો કિંગ? ૪૮મા સપ્તાહના આંકડાએ બધાને ચોંકાવ્યા!

    ૮મા દિવસની કમાણી અને કુલ કલેક્શન

    મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મે શુક્રવારે (૮મા દિવસે) ૩૨ કરોડની કમાણી કરી છે. આ રકમ ફિલ્મના બીજા દિવસની કમાણી જેટલી જ છે.શુક્રવારનું કલેક્શન ઉમેરીને ફિલ્મે હવે સુધીમાં ૨૩૯.૨૫ કરોડ ની કમાણી કરી લીધી છે.મીડિયા રિપોર્ટ મુજબ, ફિલ્મે બીજા શુક્રવારે જે કમાણી કરી છે, તે બીજા શુક્રવારે સૌથી વધુ કમાણી કરનારી મૂવી બની ગઈ છે.આ મૂવીએ અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા ૨’ ને પછાડી દીધી છે, જેણે બીજા શુક્રવારે ૨૭ કરોડની કમાણી કરી હતી.

    ફિલ્મ ‘ધુરંધર’ નું ૮ દિવસનું કુલ કલેક્શન ૨૩૯.૨૫ કરોડ થયું છે. ફિલ્મે પ્રથમ દિવસે ૨૮ કરોડ, બીજા દિવસે ૩૨ કરોડ અને ત્રીજા દિવસે ૪૩ કરોડ ની કમાણી કરી હતી. ત્યારબાદ ચોથા દિવસે ૨૩.૨૫ કરોડ, પાંચમા દિવસે ૨૭ કરોડ, છઠ્ઠા દિવસે ૨૭ કરોડ અને સાતમા દિવસે ૨૭ કરોડ નો વકરો થયો હતો, જેનાથી પ્રથમ સપ્તાહનું કુલ કલેક્શન ૨૦૭.૨૬ કરોડ રહ્યું હતું. આઠમા દિવસે (શુક્રવારે) ફિલ્મે ફરી ઉછાળો લેતા ૩૨ કરોડ ની કમાણી કરી, જેથી ૮ દિવસનું કુલ કલેક્શન ૨૩૯.૨૫ કરોડ પર પહોંચ્યું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dhurandhar: ગુજરાતમાં ‘ધુરંધર’નો વિરોધ: રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધની માંગ કેમ? જાણો શું છે વિવાદનું મૂળ કારણ!

    Dhurandhar: ગુજરાતમાં ‘ધુરંધર’નો વિરોધ: રણવીર સિંહની ફિલ્મ પર પ્રતિબંધની માંગ કેમ? જાણો શું છે વિવાદનું મૂળ કારણ!

    News Continuous Bureau | Mumbai

    Dhurandhar: રણવીર સિંહ અને અક્ષય ખન્નાની ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર જોરદાર બિઝનેસ કરી રહી છે. રિલીઝના માત્ર છ દિવસની અંદર ફિલ્મનું કલેક્શન  ૨૫૦-૨૬૦ કરોડની નજીક પહોંચી ગયું છે. જોકે, જ્યાં એક તરફ ફિલ્મની ચર્ચા ચારેય બાજુ છે, તો બીજી તરફ તેને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. ગુજરાતના જૂનાગઢમાં બલોચ મકરાણી સમાજે ફિલ્મના વિરોધમાં પ્રદર્શન શરૂ કરી દીધું છે.

    આ સમાચાર પણ વાંચો : Dhurnadhar: ધુરંધર ને મળ્યો ઋત્વિક અને અક્ષય કુમાર નો સાથ, દિગ્ગ્જ અભિનેતાઓએ ફિલ્મ ના વખાણ કરતા કહી આવી વાત

    વિવાદનું મુખ્ય કારણ

    વિરોધ કરી રહેલા સમાજનું કહેવું છે કે ફિલ્મમાં સંજય દત્ત દ્વારા બોલાયેલો એક ડાયલોગ તેમની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.ફિલ્મમાં સંજય દત્ત એક ડાયલોગમાં કહે છે,”હંમેશા બોલતા હૂં બડે સાહબ, મગરમચ્છ પર ભરોસા કર સકતે હૈં, લેકિન બલોચ પર નહીં”આ ડાયલોગને લઈને સમાજે નારાજગી વ્યક્ત કરી છે.રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ પરના વિવાદને પગલે મકરાણી સમાજે તેમની ત્રણ મુખ્ય માંગો રજૂ કરી છે. તેમની પ્રથમ માંગ છે કે ફિલ્મમાંથી આ વિવાદિત ડાયલોગને તાત્કાલિક હટાવવામાં આવે. બીજી માંગ એ છે કે જ્યાં સુધી ડાયલોગ હટાવવામાં ન આવે, ત્યાં સુધી ફિલ્મનું પ્રસારણ રોકવામાં આવે. અને ત્રીજી માંગ મુજબ, સમાજની ભાવનાઓને આહત કરવા બદલ નિર્માતાઓ અને કલાકારો દ્વારા સાર્વજનિક માફી માંગવામાં આવે.

    જૂનાગઢમાં થયેલા પ્રદર્શનમાં ગુજરાત બલોચ મકરાણી સમાજના અધ્યક્ષ, અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં સમાજના લોકો સામેલ થયા હતા. સમાજનું કહેવું છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ ગાંધીજીના અહિંસક માર્ગે સમગ્ર ગુજરાતમાં વ્યાપક આંદોલન શરૂ કરશે.તેમણે એ પણ ચેતવણી આપી છે કે જરૂર પડ્યે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ યાચિકા દાખલ કરવામાં આવશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Dhurandhar: રણવીર સિંહની ફિલ્મને ફટકો: પાકિસ્તાન વિવાદના કારણે ‘ધુરંધર’ આ ૬ દેશોના સિનેમાઘરોમાંથી ગાયબ!

    Dhurandhar: રણવીર સિંહની ફિલ્મને ફટકો: પાકિસ્તાન વિવાદના કારણે ‘ધુરંધર’ આ ૬ દેશોના સિનેમાઘરોમાંથી ગાયબ!

    News Continuous Bureau | Mumbai

    Dhurandhar: બોલિવૂડ એક્ટર રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થયા બાદથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. ફિલ્મ ભારતમાં તેમજ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, પરંતુ ‘ધુરંધર’ ઘણા દેશોમાં રિલીઝ થઈ શકી નથી, જેના કારણે ફિલ્મને ભારે નુકસાન થયું છે. ગલ્ફ કન્ટ્રીઝના દેશોમાં ‘ધુરંધર’ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો :  Dhurandhar box office collection: ફિલ્મ ‘ધુરંધર’ નો બોક્સ ઓફિસ પર દબદબો: છઠ્ઠા દિવસના કલેક્શન સાથે બન્યો નવો રેકોર્ડ

     આ ૬ દેશોમાં ‘ધુરંધર’ પર પ્રતિબંધ

    ફિલ્મ ‘ધુરંધર’ને ૬ દેશોમાં રિલીઝ કરવાની મંજૂરી મળી નથી. આ પાછળનું કારણ ફિલ્મને ‘એન્ટી-પાકિસ્તાની’ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ‘ધુરંધર’ રિલીઝ થઈ નથી.’ધુરંધર’ પર ગલ્ફ દેશોમાં પ્રતિબંધ મૂકવા અંગેના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે “આવું થવાની અપેક્ષા હતી કારણ કે આ ફિલ્મને પાકિસ્તાન વિરોધી ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે. અગાઉ પણ આવી ફિલ્મો આ ક્ષેત્રમાં રિલીઝ થવામાં નિષ્ફળ રહી છે. ‘ધુરંધર’ની ટીમે પ્રયાસ કર્યો, પરંતુ કમનસીબે, તમામ દેશોએ ફિલ્મના કન્ટેન્ટને સ્વીકાર્યું નહીં. આ જ કારણ છે કે ‘ધુરંધર’ ખાડી દેશોમાંથી કોઈ પણ દેશમાં રિલીઝ થઈ શકી નથી.”

    View this post on Instagram

    A post shared by Saregama India (@saregama_official)

    રણવીર સિંહ અભિનીત ફિલ્મ ‘ધુરંધર’એ વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ૬ દિવસમાં  ૨૭૪.૨૫ કરોડનું કલેક્શન કર્યું છે.જો આ ફિલ્મ ગલ્ફ દેશોમાં પણ રિલીઝ થઈ હોત, તો ફિલ્મનું કલેક્શન ઘણું વધારે હોત. ૬ દેશોમાં પ્રતિબંધ હોવાને કારણે ફિલ્મને બોક્સ ઓફિસ પર ભારે નુકસાન થયું છે.જોકે, ૬ દિવસની કમાણી સાથે ‘ધુરંધર’એ તેનું ૨૫૦ કરોડનું બજેટ વસૂલ કરી લીધું છે.આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સંસદ પર થયેલા આતંકવાદી હુમલા અને ૨૬/૧૧ ની ઘટનાઓ પર આધારિત છે.