• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rbsk
Tag:

rbsk

GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ
રાજ્યMain Post

GujaratHealthScheme: સરકારની આર.બી.એસ.કે.યોજનાની કમાલઃ દોઢ વર્ષની પ્રિશા આજે સ્વસ્થ બની હસતી-રમતી કિલકિલાટ કરે છે

by Dr. Mayur Parikh September 23, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

  • મજૂરી કામ કરીને પેટીયું રળતા પ્રજ્ઞેશ ચૌધરીની દીકરી પ્રિશાના હોઠ અને તાળવાની જન્મજાત ખામી દૂર થઈ
  • જન્મ પછી ૮મા માસે હોઠ અને તાળવાનું ઓપરેશન RBSK યોજના હેઠળ સફળતાપૂર્વક થયુઃ
  • બે થી ત્રણ લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થયું
  • રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકોના ઓપરેશન વિનામૂલ્યે થઈ રહ્યા છે

માહિતી બ્યુરો,સુરતઃમંગળવારઃ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામના વતની અને હાલ ભેંસુદલા ગામે રહેતા પ્રજ્ઞેશ ચૌધરીની દોઢ વર્ષીય દીકરીનું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ વિનામુલ્યે સફળ ઓપરેશન થયું છે. મજુરી કામ કરીને પેટીયું રળતા પ્રજ્ઞેશ ચૌધરીની દીકરી પ્રિશાને જન્મથી જ ફાટેલા હોઠ અને તાળવાની (Cleft Lip and Palate) ખામી હતી. જેનું બે થી ત્રણ લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારની યોજના હેઠળ વિનામૂલ્યે થતા પરિવારને ખુશીઓની ભેટ મળી છે.

આવા લાખો બાળકોના જીવનમાં ઉમંગ, આશા અને આરોગ્યના રંગ ભરવાની શક્તિ ભારત સરકારના આરોગ્ય મિશન અંતર્ગત ચાલતી ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)માં છે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજનાને રાજ્યના પ્રત્યેક બાળકને સ્વસ્થ, ચુસ્ત-દુરસ્ત રાખવાની નેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ધરાવે છે.
મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રજ્ઞેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તા.૯ એપ્રિલ,૨૦૨૪ના રોજ મારી પત્ની પાયલ સગર્ભા હતી. તેને પ્રસૂતિની પીડા થતા નજીક માંડવી કેવલ કૃપા હોસ્પિટલ ખાતે લઈ ગયા, જયાં નોર્મલ ડિલીવરી થઈ. દીકરીનો જન્મ થયો. જ્યાં ડોક્ટરે અમને કહ્યું કે, દીકરીને જન્મથી જ ફાટેલા હોઠ અને તાળવાની (Cleft Lip and Palate) ખામી છે, જેથી વહેલી તકે ઓપરેશન કરવું પડશે એવું જણાવાવામાં આવ્યું હતું. પણ ઓપરેશનનો ખર્ચ બે થી ત્રણ લાખ કહ્યો. ખર્ચની વાત સાંભળતા જ અમને આંચકો લાગ્યો.

RBSK Program Enables Free Successful Cleft Lip and Palate Surgery for Prisha Chaudhary in Gujarat


એક તરફ દીકરીના જન્મની ખુશી અને ઓપરેશનનો માતબર ખર્ચ. પરંતુ ત્યારબાદ આરબીએસકે ટીમનો સંપર્ક થયો અને તેમણે અમને સરકારની બાળકોના સ્વાસ્થ્ય માટે યોજના વિશેની વિગતવાર સમજ આપી અને RBSKની ટીમના ડો.રૂનાલી કપ્તાનએ કહ્યું કે, ઓપરેશનનો તમામ ખર્ચ RBSK યોજના હેઠળ ફ્રી માં થશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂરી નથી એમ જણાવતા અમને મોટી રાહત થઇ એમ પ્રગ્નેશભાઇ કહે છે.
આરબીએસકેની ટીમના માર્ગદર્શન હેઠળ પ્રિશાને કામરેજની યુ.એન.એમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં તપાસ માટે લાવ્યા. જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી ચાર થી પાંચ મહિના પછી બાળકનુ વજન પાંચ કિલો થાય ત્યારે ઓપરેશન કરાવવાની સલાહ આપી. પરંતુ ચાર મહિના બાદ પણ પ્રિશામાં લોહીનું પ્રમાણ ઓછું અને વજન વધ્યું ન હતું, જેથી આરસીબીએસકેની ટીમના મેડિકલ ઓફિસર ડો.રૂનાલી કપ્તાન દ્વારા બાળકીની માતાને સ્તનપાન કરાવવાની ટેકનીક અને યોગ્ય આહાર આરોગવો માટેની સમજણ આપી, જેના થકી પ્રિશાનું વજન વધ્યું, ત્યારબાદ કામરેજની યુ.એન.એમ.ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. વિતરાગ શાહના માર્ગદર્શનમાં સફળતાપુર્વક પ્રિશાનું નિશુલ્ક ઓપરેશન કરાયું હતું.
પિતા પ્રજ્ઞેશ ચૌધરી કહે છે કે, આજે મારી દીકરી પ્રિશાની તબિયત ખૂબ સારી છે, સંપૂર્ણ સ્વસ્થ છે. તત્કાલ અમને સહયોગી બનવા બદલ RBSK ટીમ તથા જિલ્લા આરોગ્ય અધિકારી તથા રાજ્યના આરોગ્ય વિભાગના સૌ અધિકારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
માતા પાયલબેન ચૌધરી ભાવુક થઇને કહ્યું કે, મારી દિકરી પ્રિશાને હોઠ અને તાળવાની જન્મજાત ખામી આવતા એકદમ પડી ભાગી હતી, દિકરીના ફાટેલા હોઠના કારણે સ્તનપાન કેવી રીતે કરાવીશ, દૂધ કેવી રીતે પીવડાવશી એવી સતત ચિંતા મનમાં હતી, પરંતુ આરબીએસકેની ટીમના સહકારથી આજે મારી દિકરીને નોર્મલ બાળકની જેમ સ્તનપાન કરાવી શકું છું, અમે સરકારના હંમેશા આભારી રહીશું.

આ સમાચાર પણ વાંચો : Mehsana Garba Mahotsav 2025: આર.જે. ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ મહેસાણા ખાતે નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભવ્યાતિ ભવ્ય ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

મેડિકલ ઓફિસર ડો.રૂનાલી કપ્તાને જણાવ્યું કે, આવા દુર્લભ કેસોમાં સમયસર ડાયગ્નોસિસ અને ત્વરિત સારવાર આપવામાં આવે તો બાળકને સામાન્ય જીવન આપી શકાય છે. પ્રિશાને સમયસર સારવાર પ્રાપ્ત થતા હવે સંપૂર્ણ સ્વસ્થ છે, એને જોઈને અમારી આંખો ઠરે છે. જો આ યોજના ન હોત ન જાણે પ્રિશાનું જીવન કઈ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોત અને કેવી કઠિનાઈ વેઠવી પડતી હોત એ વિચારથી કંપારી આવી જાય છે.
ડો.કપ્તાને વધુમાં કહ્યું કે, પ્રિશાનું ઓપરેશન આર.બી.એસ.કે. યોજના હેઠળ સફળતાપુર્વક સંપન્ન થયું છે. યુ.એન.એમ.ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ RBSK ટીમ દ્વારા ઘરની નિયમિત મુલાકાત લેવામાં જાય છે. હાલ દોઢ વર્ષ બાદ દીકરી સંપુર્ણ સ્વસ્થ છે. નિયમિત હોસ્પિટલ ખાતે ચેકઅપ માટે લઈ પણ લઈ જવામાં આવે છે.

આર.બી.એસ.કે. (RBSK) યોજના શું છે?

ભારત સરકારના RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષ સુધીના બાળકોના આરોગ્યની નિ:શુલ્ક તપાસ કરવામાં આવે છે, અને જો કોઈ ગંભીર તકલીફ હોય તો સારવાર કે ઓપરેશન પણ વિનામૂલ્યે કરાવવામાં આવે છે. ગુજરાતમાં હજારો બાળકોને નવજીવન અપાવતી આ યોજના અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે.

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives
સુરત

Surat New Civil Hospital: સુરત સિવિલ હોસ્પિટલમાં ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી: જન્મથી મૂકબધિર ત્રણ ભૂલકાઓને મળ્યું નવ જીવન

by Hiral Meria June 13, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Surat New Civil Hospital: જન કલ્યાણને સર્વોપરિ રાખી વિવિધ યોજનાઓના માધ્યમથી જન જન સુધી પહોંચતી રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’( RBSK)  અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની ( Cochlear Implant ) વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં થતાં રૂ. ૮ થી ૧૦ લાખના ઓપરેશન ખર્ચના સ્થાને રાજ્ય સરકારની સહાયથી વિનામૂલ્યે સફળ સારવાર કરાઇ. સુરતના ઓલપાડ તાલુકાના સતિશકુમાર પટેલનો પાંચ વર્ષનો દિકરો તસ્મય જન્મથી જ મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) અને કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઇ જગદાલેની બે વર્ષની દિકરી સારાંશીને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થકી ‘વાણી-શ્રવણ’નું સુખ મળ્યું છે. સુરત શહેરના વરિયાળી બજાર, ધાસ્તિપુરા ખાતે રહેતા રાહુલભાઈ રાઠોડનો ૫ વર્ષીય દિકરાની સર્જરી કરવામાં આવી છે. સુરત સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી ત્રણેય બાળકોની ( Deaf Children )  સફળતાપૂર્વક સર્જરી કરી છે.  

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

      

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

    

સારાંશી, અંશ અને તસ્મયના પરિવારે પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરાવતા આશરે ૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોવાનું માલૂમ પડ્યું હતું.  જે આ મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રીતે પોષાય તેમ ન હતું. પરંતુ ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ તેમના માટે આશીર્વાદરૂપ બન્યો અને સુરતની નવી સિવિલ તજજ્ઞ તબીબોએ આ બંને ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યા છે.             ‘

             સુરત સિવિલના ( New Civil Hospital ) ઇ.ચા.તબીબી અધિક્ષક ડો. જીગીશા પાટડીયા વિગતો આપતા જણાવ્યુ હતુ કે, સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખુબ ટુંકા સમયમાં 3 બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી કરવામાં આવી છે. પિડિયાટ્રીસિયન, એનેશથેશિયા અને ENT વિભાગની ટીમ બાળકોનું નિરીક્ષણ અને પરીક્ષણ કર્યુ અને ENT વિભાગ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યુ હતું. લાખો રૂપિયાની કિંમતના કોક્લિયર ઈમ્પ્લાન્ટ જે સરકાર તરફથી વિનામુલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. ઓપરેશન કર્યા બાદ બાળકોને રિહેબિલીટેશનની જરૂરી હોઇ જેમાં બાળક સાંભળતું, સમજતું થયુ છે, બાળક પોતાની નોર્મલ લાઇફમાં કઇ રીતે આવે તે માટેના પ્રયત્નો ટીમ દ્વારા કરવામાં આવે છે.

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

        કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે વધુ વિગતો આપતા સુરત સિવિલના ENT વિભાગની ડૉ.પ્રાંચી રોયે જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ ( Surat Civil Hospital )  ખાતે અત્યાર સુધીમાં ૧૨ સર્જરીઓ કરવામાં આવી છે. તાજેતરમાં જ ૩ સર્જરી કરવામાં આવી છે, આ સર્જરી બહાર કરાવવામાં આવે તો તેના ઈમ્પ્લાન્ટની કિંમત જ ૭ થી ૧૦ લાખનીમાં થાય પણ આ સર્જરી સરકારની યોજનામાં વિના મૂલ્યે કરવામાં આવે છે. સુરત સિવિલના ENT વિભાગની સાથે પિડિયાટ્રીસિયન, એનેશથેશિયા વિભાગ મળીને સફળ સર્જરીઓ કરવામાં આવી છે. બાળકોને રિહેબિલીટેશનની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે એમ તેમણે ઉમેર્યું હતું. 

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

આ સમાચાર  પણ વાંચો:Retail inflation : મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, છૂટક ફુગાવામાં આવ્યો ઘટાડો; જાણો આંકડા..

            નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યાર બાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. 

             નવી સિવિલમાં સફળ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’માં સુરત સિવિલના ENT વિભાગના વડા ડૉ.જૈમિન કોન્ટ્રાકટર, ડો.ગુણવંત પરમાર દાંત વિભાગના વડા, આર.એમ.ઓ.ડૉ કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી ઈકબાલ કડીવાલા, સહિત નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું. 

બોક્સ આઇટમ :- 

     

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

          

કામરેજ તાલુકાના નનસાડ ગામના યોગેશભાઈ જગદાલે જણાવે છે કે, મારી દીકરીને સાંભળવામાં તકલીફ છે એ ત્યારે ખબર પડી જ્યારે બાળકી ધ્યાન આપતી ન હતી. અમને શંકા જતાં કામરેજમાં ખાનગી ENT ડોકટરને બતાવી રિપોર્ટ કરાવ્યા હતો અને તેમણે જણાવ્યું કે તે સાંભળી શકતી નથી જેનો સારવાર ખર્ચ ૮ થી ૧૦ લાખ થશે. ત્યાર બાદ કામરેજ આરોગ્ય ખાતામાં બતાવ્યું તેમને સુરત સિવિલ જવા જણાવ્યું. સુરત સિવિલ લાવવામાં આવી. અહી ડોક્ટરોએ યોગ્ય નિદાન કરી તેની સફળ વિના મુલ્યે સર્જરી કરી છે જે હાલ અમારી દિકરીની હાલત સ્થિર છે. આ વિના મુલ્યે સારવાર માટે અમે સરકારના આભારી છીએ. 

 

Successful 'Cochlear Implant' Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

Successful ‘Cochlear Implant’ Surgery at Surat Civil HospitalThree Bugs, Deaf and Mute from Birth, Get Nine Lives

ઓલપાડ તાલુકાના ઓરમા ગામના સતિષકુમાર પટેલ જણાવે છે કે, મારા પિતા દ્વારા મને જાણવા મળ્યું કે આપણું બાળક બોલતું નથી અને રિસ્પોન્સ આપતું નથી. ત્યાર બાદ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા અને રિપોર્ટ કરાવ્યા અને ડોકટર કહ્યું બાળક સાંભળી શકતું નથી ઓપરેશન કરાવું પડશે જેનો ૮ થી ૧૦ લાખનો ખર્ચ થશે એમ જણાવ્યું હતું. અમને જાણવા મળ્યું કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે સારવાર ઉપલબ્ધ છે. અમે અમારા દીકરાને  સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા જ્યાં તેનું વિના મૂલ્યે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પછીના તમામ રિપોર્ટની કાર્યવાહી પૂર્ણ કરતાં અમારો દીકરો પણ સામાન્ય બાળકની જેમ સાંભળતો થયો છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમે મારા દીકરાને જ નહીં મારા પરિવારના સભ્યોને ખુશીમાં ગરકાવ કરી દીધા છે. 

આ સમાચાર  પણ વાંચો: Today’s Horoscope : આજે ૧૩ જૂન ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

June 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Successful cochlear implant surgery of two deaf and mute children from birth in Surat Civil Hospital
રાજ્ય

Surat Civil Hospital: સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી

by Hiral Meria September 30, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat Civil Hospital: રાજ્ય સરકારના ( State Govt ) ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર વર્ષની વયના બે બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની ( Cochlear implant ) વિનામૂલ્યે સફળ સર્જરી ( Surgery ) કરવામાં આવી છે. સુરત સિવિલના ઈએનટી વિભાગના વડા ડો.જૈમિન કોન્ટ્રકટર તથા ડો.રાહુલ પટેલ દ્વારા શહેરના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ચાર વર્ષીય આયેશા અબ્દુલરઉફ શેખ તથા અમરોલી ખાતે રહેતા ચાર વર્ષીય હાર્દિક મોતીભાઈ બેરડીયાની સર્જરી કરવામાં આવી હતી. જન્મથી મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) બન્ને બાળકોને ‘વાણી-શ્રવણ’ અને નવી જિંદગીની ભેટ મળી છે. આ સાથે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ૭મુ અને ૮મુ સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ થયું છે.

પ્રાઈવેટ હોસ્પિટલમાં જે સર્જરીનો અંદાજે રૂ.૧૦ થી ૧૨ લાખ જેટલો ખર્ચ થતો હોય છે, તે સર્જરી નવી સિવિલમાં ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત નિ:શુલ્ક કરવામાં આવતા બે મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત સાથે બાળકોને નવી જિંદગી મળી છે. આ પહેલા નવી સિવિલ દ્વારા ૬ બાળકોની સર્જરી થઈ ચૂકી છે. વધુ બેન બાળકોની સર્જરી થતા કુલ ૮ સફળ ઈમ્પ્લાન્ટ થયા છે. નવી સિવિલના તબીબોની જહેમતથી બે બાળકોને નવું જીવન મળ્યું છે.

જન્મથી મૂકબધિર બન્ને બાળકોના પરિવારો માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ આશાનું કિરણ બનીને આવ્યો છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતા સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે સિવિલના ENT વિભાગના ડો. રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આ સર્જરીમાં ચારથી પાંચ કલાક ઓપરેશનમાં સમય લાગે છે. નાની વયે એટલે કે, છ વર્ષથી નીચેથી વય હોય તો સફળતા વધુ મળે છે. આ પધ્ધતિ વિશે જણાવ્યું કે, બાળકના કાનની ચામડીના અંદરના ભાગમાં સર્જરી કરીને ઈલેકટ્રોડ મશીન ફીટ કરવામાં આવે છે, પછી ત્રણ અઠવાડિયા બાદ ટાંકાઓ ખોલી મશીનની સ્વીચ ઓન કરવામાં આવે છે. આ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરેપી’(AVT) માટેની જરૂરી ટ્રેનિંગ પણ લેવી પડે છે. જેથી ધીમેધીમે બાળક સાંભળુ અને બોલતુ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Nitin Gadkari: જેને વોટ આપવો હોય એ આપે, ન આપવો હોય તો ના આપે, પણ 2024માં નહીં કરું આ કામ: નીતિન ગડકરીનું મોટું એલાન..જાણો શું છે આ મામલો. વાંચો વિગતે અહીં..

આયેશા શેખના પિતાએ અબ્દલરઉફ શેખે જણાવ્યું કે, મારી દીકરી આયેશા નાનપણથી બોલી કે સાંભળી શકતી ન હતી. આજે મારી દીકરીનું વિનામૂલ્યે ઓપરેશન થયું છે જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

આવી જ રીતે બોટાદ જિલ્લાના જોટીંગડા ગામના વતની અને સુરતમાં રહેતા હાર્દિકના માતા રંજનીબેન બેરડીયાએ જણાવ્યું કે, અમારા પરિવારની પરિસ્થિતિ સામાન્ય છે. મારા પુત્રનું ઓપરેશન સરકારની આર.બી.એસ.કે. યોજના અંતર્ગત વિનામૂલ્યે થયું છે, અને તે સાંભળતો-બોલતો થઈ જશે એની વિશેષ ખુશી છે, રાજ્ય સરકારનો આભાર માનીએ એટલો ઓછો છે.

નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૧૦ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે.

નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ ઈ.એન.ટી. વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રકટર તથા ડો.રાહુલ પટેલ, બે રેસિડેન્ટ ડોકટરો તથા એનેસ્થેટીસ્ટ ટીમના ડો.હેમાંગિની પટેલ તથા ડો.તેજલ ચૌધરીના સહયોગથી બન્ને સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી પાર પાડવામાં આવી હતી. સર્જરીમાં નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ પણ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું. 

 

September 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat: Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office
રાજ્ય

Surat: સુરત જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક કચેરીની સરાહનીય કામગીરી.

by Hiral Meria September 23, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat:  દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારને ‘વિશ્વ મૂક બધિર દિવસ’ ( World Day of the Deaf Mute ) રૂપે ઉજવવામાં આવે છે. આ વર્ષે ‘Ear and Hearing Care for All ’ની થીમ પર વિશ્વ મૂકબધિર દિવસ તા.૨૪ સપ્ટેમ્બરના રોજ ઉજવાશે. વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ (WFD) અને સંબંધિત વિશ્વભરના રાષ્ટ્રીય સંગઠનો ( National Associations ) દ્વારા સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહને આંતરરાષ્ટ્રીય મૂક-બધિર સપ્તાહ ( Deaf-mute week ) તરીકે પણ ઉજવવામાં આવે છે. 

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office 1

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office 1

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office 1

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મૂકબધિર (સાંભળી-બોલી ન શકતા) વર્ગના લોકોને કલ્યાણકારી યોજનાઓ જેવી કે એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી, લગ્ન સહાય, દિવ્યાંગતામાં રાહત થાય તેવા સાધન, રોજગારલક્ષી સાધન-સહાય આપવામાં આવે છે. સુરત જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક કચેરી દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મૂકબધિર લાભાર્થીઓને આપવામાં આવ્યો છે, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧,૫૯૨ મૂકબધિરોને એસ.ટી.બસ નિ:શુલ્ક મુસાફરી યોજના હેઠળ બસ પાસ, ૧૨૩ લાભાર્થીઓને હિયરીંગ એઈડ, ૨૬૨ને રોજગારીલક્ષી સાધનો અને ૧૦૮ લાભાર્થીઓને લગ્ન સહાય યોજનાનો લાભ અપાયો છે કચેરી દ્વારા મૂકબધિરોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ અને માર્ગદર્શન સાથે જનજાગૃત્તિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

 

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

વિશ્વ મૂક બધિર દિવસની ઉજવણીના ઉદ્દેશ્ય વિષે બાળ લગ્ન પ્રતિબંધક અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જિજ્ઞેશ એમ.ચૌધરીએ જણાવ્યું કે, મૂકબધિરોમાં સ્વસ્થ જીવન, સ્વાભિમાન, ગૌરવની ભાવના જાગૃત કરવાના હેતુથી મૂક બધિર દિવસ ઉજવવામાં આવે છે. તેમની ક્ષમતાઓ, સિદ્ધિઓ વગેરે તરફ ધ્યાન કેન્દ્રિત કરી કાર્યપ્રશંસા, સન્માન આપવાનો હેતુ પણ છે. શાળાઓ, કોલેજો, એનજીઓ સહિત ઘણી સરકારી, સામાજિક સંસ્થાઓ મૂક બધિરોના સામાજિક, આર્થિક અને રાજકીય અધિકારો અને ઉત્થાનના હેતુ સાથે લોકોમાં મૂકબધિરતા વિશે જાગૃતિ ફેલાવે છે. 

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

આ સમાચાર પણ વાંચો : PM Modi in Kashi: PM મોદી આજે વારાણસીમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો કર્યો શિલાન્યાસ, જાણો અધધ 451 કરોડના આ પ્રોજેક્ટની ખાસિયતો.

  વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જન્મથી મૂકબધિર ચાર બાળકોના પરિવારો માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ બનીને આવ્યો છે. જેમાં ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોમાં ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી કરી તેમને પુન; બોલતા-સાંભળતા કરી શકાય છે. આ સર્જરી ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે. આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરપી’(ATB) માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

વિશ્વ મૂક બધિર દિવસની ઉજવણીની તવારીખ

 વર્ષ ૧૯૫૮માં વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ સંસ્થા દ્વારા વિશ્વ મૂક બધિર દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફની પ્રથમ વિશ્વ પરિષદ ૧૯૫૧માં ઈટાલીના રોમમાં યોજાઈ હતી. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહને મૂકબધિરોના અધિકારો માટેના આંતરરાષ્ટ્રીય સપ્તાહ અને સાંકેતિક ભાષાના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. ૧૯૫૯માં યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફને માન્યતા આપી હતી.

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

Surat-Comparative performance of Surat District Social Security and Child Marriage Prevention Office

September 23, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Successful cochlear implant surgery of four deaf and mute children from birth in a single day at Surat Civil Hospital.
રાજ્ય

Surat : સુરત સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ની સફળ સર્જરી

by Akash Rajbhar August 26, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Surat : રાજ્ય સરકારના ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’(RBSK) અંતર્ગત સુરતની નવી સિવિલ હોસ્પિટલ(Civil Hospital) ખાતે આજે એક જ દિવસમાં જન્મથી મૂકબધિર ચાર થી છ વર્ષની વયના ચાર બાળકોની ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’(Cochlear Implant) ની વિનામૂલ્યે સફળ સર્જરી કરવામાં આવી છે. મૂળ અને સુરત સિવિલ અને અમદાવાદ સિવિલના નિષ્ણાત તબીબોએ સાથે મળી સફળતાપૂર્વક ચાર સર્જરી કરીને સુરતમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના બે, અમરેલી જિલ્લાના એક અને બારડોલીના વતની એક એમ કુલ ચાર પરિવારોના મૂકબધિર (બોલી અને સાંભળી ન શકતા) ત્રણ બાળકો અને એક બાળકીને ‘વાણી-શ્રવણ’ અને નવી જિંદગીની ભેટ આપી છે.

પ્રાઈવેટ હોસ્પિટલમાં જે સર્જરીનો રૂ.૮ થી ૧૦ લાખ જેટલો ખર્ચ થતો હોય છે, તે સર્જરી નવી સિવિલમાં ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ અંતર્ગત નિ:શુલ્ક(free of cost) કરવામાં આવતા ચાર મધ્યમવર્ગીય પરિવારોને મોટી આર્થિક રાહત સાથે બાળકોને નવી જિંદગી મળી છે. મૂળ જલગાંવ, મહારાષ્ટ્રના અને હાલ સુરતના ભેસ્તાનમાં રહેતા સોમનાથ મરાઠેના ૪ વર્ષીય પુત્ર કુણાલ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના વતની અને હાલ વરાછામાં રહેતા લક્ષ્મણભાઈ રાણાવાડીયાની ૪ વર્ષીય પુત્રી વૈશાલી, બારડોલીના અનિલભાઈ હળપતિના ૫ વર્ષીય પુત્ર પ્રિન્સ અને મૂળ મહારાષ્ટ્રના અને સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ રાઠોડના ૫ વર્ષીય પુત્ર સમરની સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી(surgery) સુરત અને અને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ સફળતાપૂર્વક પાર પાડી છે.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 26 ઓગસ્ટ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

જન્મથી મૂકબધિર ચાર બાળકોના પરિવારો માટે ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ આશાનું કિરણ બનીને આવ્યો છે. આ બાળકોના પરિવારજનોએ સરકારની સહાયથી અને દેવદૂત સમાન તબીબોની જહેમતથી સફળ ઓપરેશન થતા સુખની નવી દુનિયા મળી ગઈ હોવાનું જણાવી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ વિષે સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટરે જણાવ્યું હતું કે, આ સર્જરી જેટલી નાની વયે થઈ શકે એમાં એટલા જ સારા અને પ્રોત્સાહક પરિણામ આવે છે. તેમજ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ ૧ થી ૨ વર્ષ સુધી બાળકોને ‘ઓડિટરી વર્બલ થેરપી’(ATB) માટેની જરૂર મુજબની સિટિંગો આપવામાં આવે છે. જે બાળકોને સ્પીચમાં મદદરૂપ થાય છે.

નોંધનીય છે કે, ૬ વર્ષ કે તેથી નાના, જન્મથી મૂકબધિર બાળકોને ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ અને ત્યારબાદના રિહેબિલીટેશન (પુનર્વસન)ની સંપૂર્ણ સારવાર માટે રૂ.૮ લાખથી વધુનો ખર્ચ થાય છે. તેમાં ઓપરેશન પહેલા કે દરમિયાનની સ્ક્રિનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સીનેશન તેમજ રિહેબિલીટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિ:શુલ્ક આપવામાં આવે છે.
નવી સિવિલના તબીબી અધિક્ષક ડો. ગણેશ ગોવેકરના માર્ગદર્શનમાં GMERS(ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી)- મેડિકલ કોલેજ, સોલાના ડીન ડો. ડૉ.નીના ભાલોડિયા, બી.જે. મેડિકલ કોલેજ-અમદાવાદના સહ પ્રાધ્યાપક ડૉ.દેવાંગ ગુપ્તા, પ્રિન્સિપલ ઓડિયોલોજીસ્ટ અને ઓડિયોલોજી કોલેજ-સોલા(અમદાવાદ)ના સહ પ્રાધ્યાપક ડૉ.ગુંજન મહેતા, એનેસ્થેટીસ્ટ ટીમના ડો.જિજ્ઞાસા પટેલ (AP) અને ટીમ, આર.એમ.ઓ.ડૉ કેતન નાયકના સહિયારા પ્રયાસો અને ટીમવર્કથી નવી સિવિલના ENT વિભાગના વડા ડૉ. જૈમિન કોન્ટ્રાકટર અને સહ પ્રાધ્યાપક ડૉ. રાહુલ પટેલ દ્વારા આ ચાર સફળ ‘કોક્લિયર ઈમ્પ્લાન્ટ’ સર્જરી પાર પાડવામાં આવી હતી. સર્જરીમાં નર્સિંગ સ્ટાફ, ઓ.ટી.સ્ટાફ અને સહાયક કર્મચારીઓએ પણ સફળ સર્જરીમાં પોતાનું યોગદાન આપ્યું હતું.

August 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

કોકિલાબેન માં બધિર 126 બાળકોને અવાજની પરિચય થયો. છેલ્લાં એક વર્ષમાં 126 બાળકોમાં જન્મજાત બહેરાશની સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યુ. 

by Dr. Mayur Parikh April 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 બહેરાશ ધરાવતા બાળકને શ્રેષ્ઠ ભેટ કઈ હોઈ શકે? ચોક્કસ, અવાજ સાંભળવાની ક્ષમતા ની ભેટ, અવાજનો જાદુ. આપણી પાંચ ઇન્દ્રિયો માંથી એક ઇન્દ્રિય નો સંબંધ સાંભળવા કે શ્રવણ ક્ષમતા(Hearing ability) સાથે સંબંધિત છે. શ્રવણ ક્ષમતા સંચાર, માનસિક સ્તરે સંબંધો સ્થાપિત કરવા અને કંઈ પણ શીખવા માટે મહત્વપૂર્ણ છે. કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કેડીએએચ) એ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આરબીએસકે)(KDAH) સાથે જોડાણમાં છેલ્લા એક વર્ષથી વધારે સમયગાળામાં જન્મજાત બહેરાશ ધરાવતા 126 બાળકોને અવાજ સાંભળવાની ભેટ ધરી છે. આરબીએસકે એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય અભિયાન (એનઆરએચએમ)(NRHM) અને મહારાષ્ટ્ર સરકારનો(State govt) મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે.

કોવિડના(Covid) પડકારો વચ્ચે પણ પીપીપી (સરકારી-ખાનગી-ભાગીદારી) મોડલ તરીકે અમલ થયેલો આ કાર્યક્રમ સમાજના આર્થિક રીતે નબળાં વર્ગના બાળકો અને તેમના માતાપિતાઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે. જાન્યુઆરી, 2021માં આ કાર્યક્રમની શરૂઆત થયા પછી અત્યાર સુધી કેડીએએચએ 126થી વધારે બાળકોમાં સફળતાપૂર્વક સર્જરી કરી છે. બાળકોના માતાપિતાઓ ખુશ છે કે તેમના બાળકો છેવટે શાળામાં અભ્યાસ કરવા જાય છે, તેઓ સાંભળી શકે છે, તેઓ વાત પણ કરી શકશે. આના માટે જરૂરી નાણાકીય સહાય રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમાં કોકિલાબેન હોસ્પિટલ દર્દીઓ(hospital patients) અને માતાપિતાઓ માટે પરીક્ષણ અને ઇમેજિંગ, સર્જરી, સ્પીચ થેરેપી અને રોકાણ માટે જવાબદાર છે. કોકિલાબેન હોસ્પિટલ બે વર્ષ સુધી સઘન મૌખિક પુનર્વસન(Oral rehabilitation) પણ હાથ ધરે છે તથા આ માટે માતાપિતાઓ અને બાળકની સારસંભાળ રાખતા લોકોને તાલીમ પણ આપે છે.

અત્યારે દર્દીઓ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નિષ્ણાતો અને સિવિલ સર્જનની(Civil surgeon) ટીમ દ્વારા જિલ્લા સ્તરે શાળાઓ અને આંગણવાડીઓમાં ચકાસણી કરીને આ પ્રકારની ખામી ધરાવતા બાળકોની ઓળખ કરે છે. ઇમ્પ્લાન્ટ માટે પસંદગી અગાઉ બ્રેઇનસ્ટેમ ઇવોક્ડ રિસ્પોન્સ ઓડિયોમેટ્રી (બીઇઆરએ)(BERA) હાથ ધરવામાં આવે છે, જેથી બાળકની સાંભળવાની ક્ષમતા નક્કી થાય છે અને શ્રવણક્ષમતા ગુમાવવાની પુષ્ટિ થાય છે. આ પુષ્ટિ થયા પછી બાળકને 3 મહિના માટે સાંભળવા માટે સહાયક ઉપકરણ આપવામાં આવે છે, જેથી તેને ઇમ્પ્લાન્ટની જરૂર છે કે નહીં એની ચકાસણી થાય છે. જો તેને જરૂર જણાય, તો કોકિલાબેનન હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો : સારા સમાચારઃ સાયન હોસ્પિટલના 75માં સ્થાપના દિને બે નવા ઓપરેશન થિયેટરનું ઉદ્ઘઘાટન જાણો વિગતે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ઇએનટી વિભાગના કન્સલ્ટન્ટ અને હેડ ડૉ. સંજીવ બધવારે કહ્યું હતું કે, “સાંભળવાની સમસ્યા ધરાવતા બાળકોને ફરી સાંભળવાની તક આપતી આ પહેલનો ભાગ બનવાની અમને ઘણી ખુશી છે. શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં સાંભળવાની ખામી સ્વાસ્થ્ય સાથે ગંભીર સમસ્યા છે તથા એનાથી તેમના બોલવા અને શિક્ષણ પર માઠી અસર થઈ શકે છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજનાના ટેકા સાથે અમે બહુ મોડું થાય એ અગાઉ આ બાળકો માટે સમયસર સારવાર શરૂ કરવા સક્ષમ બન્યાં છીએ. કોકલીઅર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ સાથે અમે તેમને શ્રવણક્ષમતાની ભેટ આપવાની સાથે તેમને બોલવા, અવાજ, શબ્દો અને ભાષાઓ શીખવાની તાલીમ પણ આપીએ છીએ.”

126 બાળકોમાં પ્રજ્ઞા ગડચિરોલીની 3 વર્ષની બાળકી છે. જ્યારે તે નવ મહિનાની હતી, ત્યારે તેના માતાપિતાને સમજાયું હતું કે, તે હાથ હલાવવા સામે પ્રતિભાવ આપે છે, પણ અવાજ સામે તે પ્રતિભાવ આપતી નહોતી. પરીક્ષણમાં પુષ્ટિ થઈ હતી કે, તે બંને કાનોમાં સાંભળતી નહોતી. તેમને સારવાર માટે બાળકીને કેડીએએચમાં લઈ જવાની સલાહ આપવામાં આવી હતી, પણ કોવિડના નિયંત્રણોને કારણે એ સમયે મુંબઈ આવી શક્યાં નહોતાં. અત્યારે બે વર્ષ પછી તેઓ કેડીએએચમાં બાળકીને લાવ્યાં હતાં, જ્યાં એક કાનમાં કોકલીઅર ઇમ્પ્લાન્ટથી પ્રજ્ઞા માટે અવાજની નવી દુનિયા ખુલી છે.

ગડચિરોલીના 5 વર્ષના સમીરની બહેરાશનું નિદાન એક વર્ષની વયે થયું હતું. તે સમયે તેના માતાપિતા સારવાર ન કરાવી શક્યાં, કારણ કે એ સમયે તેમના નાણાકીય મદદ કરવા કોઈ સરકારી યોજના ચાલતી નહોતી. આ યોજના અંતર્ગત શરૂઆતમાં સર્જરી 2 વર્ષ સુધીની વય ધરાવતા બાળકો પૂરતી મર્યાદિત હતી. ઓક્ટોબર, 2020માં વયની લાયકાત વધારવામાં આવી હતી એટલે ચાર વર્ષ પછી કોકલીઅર ઇમ્પ્લાન્ટ માટે પરિવાર કેડીએચએચમાં આવ્યો હતો. અત્યારે સમીર સાંભળી શકે છે!

આ સમાચાર પણ વાંચો : ટ્રેનમાં ભીડ ને કારણે પડીને જખમી થયા તો રેલવેએ આપવું  પડશે વળતરઃ હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. જાણો વિગતે.

સર્જરી પછી પુનર્વસનની પ્રક્રિયામાં એક વર્ષ લાગે છે. એમાં દરેક મહિને મશીનની અવાજની ક્ષમતામાં તબક્કાવાર વધારો કરવાની સાથે ઇમ્પ્લાન્ટ કરેલા મશીનના સાઉન્ડનું મેપિંગ સામેલ છે. આ બાળકને અવાજના તરંગોથી પરિચિત થવામાં, અવાજને ઓળખવામાં તથા ધીમે અને સાતત્યપૂર્ણ રીતે સમજવામાં મદદ મળે છે. દર્દીઓને દર 2થી 3 મહિને ફોલો-અપ ચેક કરાવવાની જરૂર હોવાથી કોકિલાબેન હોસ્રપિટલ તેમની ઘરની નજીક શહેરોમાં ચેક-અપ કેમ્પની વ્યવસ્થા કરે છે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઇઓ ડૉ. સંતોષ શેટ્ટીએ કહ્યું હતું કે, “વંચિત પરિવારોના બાળકો માટે રાજ્ય સરકારે હાથ ધરેલી હેલ્થકેર પહેલનો ભાગ બનવું અમારા માટે ગર્વની વાત છે. ભારત શ્રવણક્ષમતાની ખામીઓ ધરાવતા શાળાએ જતાં સૌથી વધુ બાળકો ધરાવે છે. પણ તેમાંથી મોટા ભાગના બાળકોમાં આ ખામીનું નિદાન થતું નથી અને શ્રવણક્ષમતાનું નિરીક્ષણ કરવાના એક પ્રતિબદ્ધ કાર્યક્રમના અભાવે આ બાળકોને સારવાર પણ મળતી નથી. જરૂરિયાતમંદ દર્દીઓને સંપૂર્ણ સારવાર પ્રદાન કરવાની કામગીરીને આપણી સામાજિક પહેલોમાં સામેલ કરવાની જરૂર છે. એટલે અમે દરેક પગલે રાજ્ય સરકારને સહાય કરવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેમાં સાંભળી ન શકતા બાળકોનો ઓળખવાથી લઈને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર પ્રદાન કરવા સુધીની સહાય સામેલ છે. કેડીએએચમાં અમારો ઉદ્દેશ અમારી કામગીરીને કોઈ વિસ્તાર પૂરતી મર્યાદિત રાખવાનો નથી અને સૌથી વધુ જરૂરિયાત ધરાવતા દર્દીઓ સુધી પહોંચીને તેમના જીવનમાં સતત, સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.”

April 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક