• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rebel mlas
Tag:

rebel mlas

Maharashtra assembly elections Congress suspends 28 rebel candidates
vidhan sabha election 2024Main PostTop Post

Maharashtra assembly elections: મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે કોંગ્રેસની મોટી કાર્યવાહી, આટલા બળવાખોર ઉમેદવારોને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા..

by kalpana Verat November 11, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Maharashtra assembly elections:  મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા સીટો પર આગામી 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થવાનું છે. તે પહેલા મહા વિકાસ આઘાડીનો ભાગ કોંગ્રેસે બળવાખોર ઉમેદવારો સામે મોટી કાર્યવાહી કરી છે. કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમે રવિવારે 28 બળવાખોર ઉમેદવારોને ‘પાર્ટી વિરોધી’ પ્રવૃત્તિઓ માટે છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. 

Maharashtra assembly elections:  22 વિધાનસભા બેઠકો પર  લડી રહ્યા છે ચૂંટણી 

આ ઉમેદવારો રાજ્યની 22 વિધાનસભા બેઠકો પર મહા વિકાસ અઘાડીના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે. જે અગ્રણી નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં પૂર્વ મંત્રી રાજેન્દ્ર મુલક (રામટેક મતવિસ્તાર), યાજ્ઞવલ્ક્ય જીચકર (કાટોલ), કમલ વ્યાવહે (કસબા), મનોજ શિંદે (કોપરી પચપખાડી) અને આબા બાગુલ (પાર્વતી)નો સમાવેશ થાય છે. કોંગ્રેસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય AICC પ્રભારી રમેશ ચેન્નીથલાના નિર્દેશ પર લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Baba Siddique murder case: બાબા સિદ્દીકી હત્યા કેસમાં મોટી સફળતા, મુખ્ય આરોપીની બહરાઈચમાંથી ધરપકડ; થશે અનેક ચોંકાવનારા ખુલાસા..

Maharashtra assembly elections:  23  નવેમ્બરે થશે મતગણતરી 

જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં મહાયુતિ અને મહા વિકાસ અઘાડી વચ્ચે જબરદસ્ત મુકાબલો થવાનો છે. 20મી નવેમ્બરે મતદાન થશે અને 23  નવેમ્બરે મતગણતરી થશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને લોકસભા ચૂંટણીના પરિણામોનું પુનરાવર્તન કરવાનો પડકાર છે, જ્યારે મહાયુતિને સત્તામાં પાછા આવવા માટે 145 બેઠકો મેળવવી પડશે. બંન્ને પક્ષો પોતપોતાની તાકાત બતાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.

 

November 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Assembly Election 2024 Shiv Sena UBT expels former Hingoli MP Subhash Wankhede for anti-party activity
vidhan sabha election 2024Main PostTop Post

Maharashtra Assembly Election 2024: એકનાથ શિંદે બાદ ઉદ્ધવ ઠાકરે એક્શનમાં, આ બાગી નેતાઓ સામે કરી કડક કાર્યવાહી..

by kalpana Verat November 9, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે ઉદ્ધવ ઠાકરેની શિવસેના યુબીટીએ બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. હિંગોલીના પૂર્વ સાંસદ સુભાષ વાનખેડેને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આદેશ પર પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. શિવસેનાના કેન્દ્રીય કાર્યાલય (UBT) તરફથી એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપવામાં આવી છે.

 Maharashtra Assembly Election 2024: ઉદ્ધવ ઠાકરે એ  બળવાખોરો સામે કાર્યવાહી કરી 

મહત્વનું છે કે ઉદ્ધવ ઠાકરે અગાઉ પણ બળવાખોરો સામે કાર્યવાહી કરી ચૂક્યા છે. ઠાકરેએ પક્ષ વિરોધી ગતિવિધિઓને કારણે પાંચ નેતાઓની હકાલપટ્ટી કરી હતી. તેમાં ભિવંડીના પૂર્વ ધારાસભ્ય રૂપેશ મ્હાત્રે, વિશ્વાસ નાંદેકર, ચંદ્રકાંત ઘુગુલ, સંજય અવારી અને પ્રસાદ ઠાકરેનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Maharashtra : મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર આવતાની સાથે જ દેવેન્દ્ર ફડણવીસની આ ઇચ્છા પૂરી કરશે વડાપ્રધાન, PM મોદીએ આપ્યું મોટું વચન

આ ઉપરાંત વાણી વિધાનસભા જિલ્લા પ્રમુખ વિશ્વાસ નંદેક, ઝરી તાલુકા પ્રમુખ ચંદ્રકાંત ઘુગુલ, મારેગાંવ તાલુકા પ્રમુખ સંજય અવારી, યવતમાલ જિલ્લાના વાણી તાલુકા પ્રમુખ પ્રસાદ ઠાકરેને પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

 Maharashtra Assembly Election 2024: ઉદ્ધવ ઠાકરેએ અલ્ટીમેટમ આપ્યું હતું

નોંધનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 4 નવેમ્બરે નામાંકન પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. MVAના અન્ય સાથી પક્ષોમાં શિવસેના અને UBT સહિત ઘણા નેતાઓ એવા હતા જેમણે બળવાખોર તરીકે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી. આવી સ્થિતિમાં, MVA ઘટક શરદ પવાર (NCP SP) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના UBT) ના વડાઓએ તેમના બળવાખોર નેતાઓને છેલ્લી તક આપીને અલ્ટીમેટમ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જો સમયસર નામો પાછા ખેંચવામાં નહીં આવે તો પાર્ટી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન ઘણા નેતાઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા, પરંતુ ઘણા પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. હવે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

 

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.

 

 

November 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મને જમીન દેખાડવવા વાળા અમીત શાહ- અમે તને આસમાન દેખાડી દેશું- મહારાષ્ટ્રમાં આરોપ પ્રત્યારોપ જોરમાં

by Dr. Mayur Parikh September 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહ પ્રધાન(Union Home Minister) અમિત શાહે(Amit Shah) રવિવારે મુંબઈની મુલાકાતે(Mumbai Visit) આવ્યા હતા. એ  દરમિયાન આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં(BMC Election) શિવસેનાને(Shivsena) જમીન પર ઉતારી દેવાની અમિત શાહે ચીમકી આપી હતી. ભાજપે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)  પર કરેલા પ્રહારનો હવે શિવસેનાએ હવે વળતો જવાબ આપ્યો છે.

અમિત શાહે ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાને આગમી સમયમાં પાઠ ભણાવવાનો નિર્દેશ પોતાના કાર્યકર્તાઓને આપ્યો હતો. ત્યાર બાદ શિવસેના શું જવાબ આપે છે તેના પર સૌ કોઈની નજર હતી. છેવટે ઉદ્ધવ ઠાકરેએ પોતાનું મોં ખોલ્યું હતું અને કહ્યું હતું કે દશેરાના મેળામાં તમામ હિસાબ ચૂકતો કરશું, હવે મો પર મુખ્યમંત્રીની સંયમનો(Chief Minister) માસ્ક નથી. નાસી છૂટેલા લોકો કરતા મૂઠ્ઠીભર વફાદારો કોઈ પણ દિવસ સારા. આવા મૂઠ્ઠીભરો સાથે જ અમે મેદાન ગજાવશું એવો કટાક્ષ પણ ઉદ્ધવ ઠાકરેએ શિંદે ગ્રુપમાં(Shinde Group) જોડાઈ ગયેલા બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs) પર કર્યો હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : શિવસેના-ભાજપ વચ્ચે હવે શરૂ થયું પોસ્ટર ફાડો યુદ્ધ- ભાજપે શિવસેનાની સ્ટાઈલમાં રસ્તા વચ્ચે લાગેલા ઉદ્ધવના પોસ્ટર ફાડી નાખ્યા- જાણો સમગ્ર મામલો

મંગલમૂર્તિ સામે અભદ્ર ભાષામાં(Vulgar language) વતા કરવાની ના હોય, પરંતુ શિવસેનાને જમીન દેખાડશું એવું બોલીને તેઓ ગયા છે. તેમને શું બોલવું છે તે બોલવા દો. પણ હવે શિવસેના ભાજપને પાલિકાની ચૂંટણીમાં આસ્માન દેખાડશે, ભાજપને મૂહતોડ જવાબ આપશું એવું ઉદ્ધવ ઠાકરેએ એવું કહ્યું હોવાનું માનવામાં આવે છે. શિવસેના તમામ હિસાબ દશેરાના મેળામાં ચૂકવશે એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.

 

September 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉચક્યું મોટું પગલું- બળવાખોર ધારાસભ્યોના ખાતા આંચકી લીધા- જાણો વિગતે 

by Dr. Mayur Parikh June 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)માં ચાલી રહેલા રાજકીય સંકટનો મામલો સુપ્રીમ કોર્ટ(supreme court)માં પહોંચી ગયો છે ત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમ નવો વળાંક લઈ રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સરકાર તથા પાર્ટીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ જ ક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ તમામ બળવાખોર ધારાસભ્યો(rebele MLAs)ના ખાતા આંચકી લીધા છે અને મંત્રીમંડળમાં ફેરબદલ કર્યો છે. નવા મંત્રીઓને આ વિભાગોનો હંગામી હવાલો સોંપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર મંત્રીઓના ખાતા અન્ય મંત્રીઓને સોંપ્યા જેથી લોકોના કામ અટકે નહીં.  

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રમાં  રાજકીય સમીકરણો ફરી બદલાશે- સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે શિંદે જૂથના આટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં હોવાનો દાવો-જાણો વિગતે 

એકનાથ શિંદે(Eknath shinde) (શહેરી વિકાસ મંત્રી) – સુભાષ દેસાઈ

ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil) (પાણી પુરવઠા અને સ્વચ્છતા મંત્રી) – અનિલ પરબ

દાદા ભુસે(Dada Bhuse) (કૃષિ મંત્રી) – શંકરરાવ ગડાખ

અબ્દુલ સત્તાર (રાજ્ય મંત્રી, મહેસૂલ, ગ્રેવિકાસ, બંદરે, ખાર જમીન વિકાસ) – પ્રાજક્તા તાનપુરે

ઉદય સામંત(Uday Samant) (ઉચ્ચ ટેકનીકલ શિક્ષણ મંત્રી) – આદિત્ય ઠાકરે

રાજેન્દ્ર પાટીલ યાદવરકર (રાજ્ય મંત્રી, જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ખાદ્ય અને ઔષધ વહીવટ, કાપડ, સાંસ્કૃતિક બાબતો) – સુભાષ દેસાઈ

બચ્ચુ કડુ (રાજ્ય મંત્રી, શાળા શિક્ષણ) – અદિતિ તટકરે

June 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઓય બાપા-ઉદ્ધવ ઠાકરેના સુપુત્ર એવા આદિત્ય ઠાકરે હવે એકલા મંત્રી બચ્યા છે જે શિવસેનામાં છે- બાકી બધાય ફુરરરર-જાણો વિગત

by Dr. Mayur Parikh June 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

શિવસેનાના નેતા(Shiv Sena leader) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવા બાદ શિવસેના હવે વિભાજિત થઈ ગઈ છે.  બળવાખોર ધારાસભ્યોની(Rebel MLAs) સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર ધારાસભ્યો જ નહીં પરંતુ અન્ય ઘણા મંત્રીઓ પણ શિંદે સાથે જોડાઈ ગયા  છે.રવિવારે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ પ્રધાન(Minister of Higher and Technical Education) ઉદય સામંત(Uday samant) પણ શિંદે જૂથમાં(Shinde group) જોડાયા હતા. તેથી ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) વધુ ફટકો પડ્યો છે. મહાવિકાસ આઘાડીમાં(Mahavikas Aghadi) શિવસેનાના કુલ મંત્રીઓમાંથી હવે માત્ર ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે(Aditya Thackeray) જ મંત્રી તરીકે બચ્યા છે.

શહેરી વિકાસ મંત્રી(Minister of Urban Development) એકનાથ શિંદેએ પોતે બળવો કર્યા બાદ શિવસેનાના ઘણા મંત્રીઓ તેમની સાથે જોડાઈ ગયા  છે. રવિવારે મંત્રી ઉદય સામંતના ગુવાહાટી(Guwahati) જવા સાથે શિંદે ગ્રુપના મંત્રીઓની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. પરિણામે, આદિત્ય ઠાકરે, જે હવે પર્યાવરણ અને શિષ્ટાચાર પ્રધાન છે, તેઓ એકલા જ બચ્યા છે.  જ્યારે શિવસેનાનું રાજ્ય કેબિનેટ(State cabinet) આસામમાં(Assam) સ્થળાંતરિત થયું છે. 

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રનો જંગ હવે સુપ્રીમ કોર્ટમાં- એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર જૂથે સુપ્રીમમાં આટલી અરજી કરી-આ મામલે આજે થશે સુનાવણી 

શિંદે ગ્રુપમાં શિવસેનાના આ મંત્રીઓ જોડાઈ ગયા છે, જેમાં એકનાથ શિંદે- શહેરી વિકાસ મંત્રી, ઉદય સામંત – ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી, દાદા ભુસે(Dada Bhuse) – કૃષિ મંત્રી(Minister of Agriculture), ગુલાબરાવ પાટીલ(Gulabrao Patil)- પાણી પુરવઠા મંત્રી, સંદીપન ભુમરે- રોજગાર ગેરંટી મંત્રી, શંભુરાજ દેસાઈ – ગૃહ રાજ્ય મંત્રી, અબ્દુલ સત્તાર – રાજ્ય મંત્રી, બચ્ચુ કડુ- રાજ્યમંત્રી અને રાજેન્દ્ર યાદ કર – આરોગ્ય રાજ્ય મંત્રીનો સમાવેશ થાય છે.
 

June 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

CM ઉદ્ધવ ઠાકરેએ આપી બળવાખોર MLA ને ચેલેન્જ- કહ્યું – ઠાકરેનું નામ લીધા વિના આ કામ કરી બતાવો

by Dr. Mayur Parikh June 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra Politics drama)ના રાજકારણમાં જે રીતે ઉથલપાથલ ચાલી રહી છે, તે જોઈને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) નિશ્ચિતપણે દુ:ખી છે, જે બાદ તેમણે બળવાખોર ધારાસભ્યો(Rebel MLAs)ને સણસણતો જવાબ આપ્યો છે. આજે મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકાર(MVA Govt)ના નેતા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા પ્રમુખો સાથેની વર્ચ્યુઅલ બેઠક(virual meeting)માં શિંદે જૂથના બળવાખોર ધારાસભ્યો પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ લોકો એકવાર ઠાકરે(Thackeray)નું નામ લીધા વિના જીતી બતાવે.

CM ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે(EKnath Shinde)ના નેતૃત્વમાં બળવાખોર બનેલા ધારાસભ્યો પર કટાક્ષ કરતા કહ્યું કે, કોણ કેવા પ્રકારનો વ્યવહાર કરી રહ્યું છે, તેમા નથી જવું, જે લોકો કહેતા હતા કે અમે મરી જઈશું પણ શિવસેના(Shivsena) નહીં છોડીએ,તે મર્યા પહેલા જ છોડીને જતાં રહ્યા. તેઓ ઠાકરે અને શિવસેનાનું નામ લીધા વિના કઈં કરી બતાવે. બળવાખોર ધારાસભ્યોએ શિવસેના(party)ને તોડવાનું કામ કર્યું છે, મારા ફોટાનો ઉપયોગ કર્યા વિના કરીને બતાવે. જે છોડીને જતાં રહ્યા છે, તેમને લઈને મને શું કામ ખોટું લાગશે. મને મુખ્યમંત્રી(CM post) તરીકે પસંદ ન કરવું એક રીતે રાક્ષસી મહત્વકાંક્ષા છે. મને લાગતું હતું કે, મુખ્યમંત્રીની ખુરશી ડગી રહી છે, પણ આતો આખું થડ ડગમગી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ

તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ઝડપથી બદલાતી ઘટનાઓ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે તેમને મુખ્યમંત્રી પદ સાથે કોઈ લગાવ નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે તેમણે આ પદ પર ચાલુ રહેવાની જીદ છોડી નથી. આ ઉપરાંત તેમણે શિવસેનામાં થયેલા બળવા માટે ભારતીય જનતા પાર્ટી(BJP)ને જવાબદાર ઠેરવી છે. તેમણે કહ્યું કે, એકનાથ શિંદેએ ભાજપની લગાવેલી ચિંગારીને આગનું રૂપ આપ્યું છે. ધારાસભ્યોને લાલચ આપીને પોતાના તરફ ખેંચી લીધા. એકનાથ શિંદે માટે શું ઓછુ કર્યું છે, નગર વિકાસ મંત્રાલય(Urban development ministry) આપ્યું. સંજય રાઠોડ(Sanjay Rathore) પર ગંભીર આરોપ હોવા છતાં પણ તેમને સંભાળી લીધા હતા. તમે ઝાડના ફૂલો લઈ શકો છો, તમે ડાળીઓ પણ લઈ શકો છો. પરંતુ તેમના મૂળ ઉખેડી શકતા નથી. હવે સમય આવી ગયો છે કે જેઓ શિવસેનાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે તેઓને બતાવવાનો કે સાચા શિવસૈનિકોના હૃદયમાં શિવસેના પ્રત્યે કેવી નિષ્ઠા હોય છે. 

June 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આ તે કેવું આશ્ચર્ય- જે ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના ખાસમખાસ છે તેઓ પણ ગુવાહાટી પહોંચ્યા- શું દાળમાં ખરેખર કંઈક કાળું છે

by Dr. Mayur Parikh June 23, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

 ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) અને આદિત્ય ઠાકરે(Aditya Thackeray)ના સૌથી નજીકના ગણાતા તેમજ ઠાકરે પરિવારના રાઝદાર કહી શકાય તેવા ધારાસભ્યો(MLAs)એ હવે મુંબઈ(Mumbai) છોડવાનું શરૂ કરી દીધું છે. આ એવા ધારાસભ્યો છે જે ગમે તે પરિસ્થિતિમાં ઠાકરે પરિવાર(Thackeray Family) સાથે છેડો ફાડે તેમ નથી. હવે સવાલ એ પૂછવામાં આવી રહ્યો છે કે આ ધારાસભ્યોએ મુંબઈ છોડવાની જરૂર કેમ પડી? શું આ ધારાસભ્યો(MLAs)ને ડિસ્કોલીફાય થવાનો ડર સતાવી રહ્યો છે? કે પછી તેમને મોકલવામાં આવી રહ્યા છે. જે ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guwahati) જઈ રહ્યા છે તેમના નામ આ મુજબ છે. મંગેશ કુડાલકર, સદા સરવણકર, દાદા ભુસે, દીપક કેસરકર, સંજય રાઠોડ અને દિલીપ લાંડે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર –  મહારાષ્ટ્રમાં રાજનૈતિક લડાઇ વચ્ચે અચાનક પ્રિયંકા ગાંધી મુંબઈ પહોંચ્યા

આ તમામ ધારાસભ્યોના ગુવાહાટી પહોંચી જવાની સાથે જ એકનાથ શિંદે ને પૂરતું સંખ્યાબળ મળી જશે.

June 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો પ્રમાણે શિવસેના (Shivsena)નારાજ ધારાસભ્યો (rebel MLAs)આજે બપોર પછી મુંબઈ(Mumbai) ભણી રવાના થઇ શકે છે. આ ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guvahati) ખાતે મુકામ કરીને બેઠા છે. એક અહેવાલ મુજબ 3:00 પછી ચાર્ટર્ડ વિમાન(Charted plan)ના માધ્યમથી તેઓ મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બસમાં બેસીને સીધા રાજભવન જશે. અહીં વધુ રાજનૈતિક દાવ ખેલાશે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક