Tag: record

  • Priya Ahuja Rajda: ‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’એ બનાવ્યો રેકોર્ડ, પીઠ પર રાખ્યું આટલા કિલો વજન,જેને જોઈએ તમે પણ રહી જશો દંગ

    Priya Ahuja Rajda: ‘તારક મહેતા’ની ‘રીટા રિપોર્ટર’એ બનાવ્યો રેકોર્ડ, પીઠ પર રાખ્યું આટલા કિલો વજન,જેને જોઈએ તમે પણ રહી જશો દંગ

    News Continuous Bureau | Mumbai

    Priya Ahuja Rajda: ટીવીના લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની રીટા રિપોર્ટર  એટલે કે પ્રિયા આહૂજા રાજડા ફરી ચર્ચામાં છે. 40 વર્ષની પ્રિયાએ પોતાની પીઠ પર 60 કિલો વજન રાખીને પ્લેન્ક પોઝમાં સૌથી લાંબા સમય સુધી રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સિદ્ધિ સાથે પ્રિયાએ એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો

    માતૃત્વ પછી પણ ફિટનેસમાં કમાલ

    પ્રિયાએ જણાવ્યું કે તેઓ પોતાના 40મા જન્મદિવસે કંઈક ખાસ કરવાનું ઇચ્છતી હતી. લોકો માનતા હોય છે કે માતા બન્યા પછી અને 40ની ઉંમરે પહોંચ્યા પછી કંઈક અચીવ કરવું મુશ્કેલ છે, પરંતુ પ્રિયાએ આ માન્યતાને ખોટી સાબિત કરી. એક અઠવાડિયામાં તેમણે 20 કિલોથી 60 કિલો સુધી વજન રાખવાની પ્રેક્ટિસ કરી.પ્રિયાનો આગલો લક્ષ્ય 75 કિલો વજન રાખવાનો છે જેથી મહિલા કેટેગરીમાં નવો રેકોર્ડ બનાવી શકે. તેણે કહ્યું કે શરૂઆત મજાકમાં થઈ હતી, પરંતુ હવે આ ફિટનેસ ગોલને લઈને તે ગંભીર બની ગઈ છે.

    પ્રિયાએ એક મીડિયા હાઉસ સાથે ની  વાતચીતમાં કહ્યું કે ઉંમર માત્ર એક નંબર છે. જો તમારા માં જુનુન હોય તો કોઈપણ ઉંમરે કંઈપણ હાંસલ કરી શકાય છે. તેણે પોતાની સફળતાનું શ્રેય પોતાના પતિને આપ્યું છે અને જણાવ્યું કે દિવસની શરૂઆત સવારે 4 વાગ્યે થાય છે — ધ્યાન, પ્રાર્થના અને વર્કઆઉટ પછી પરિવારની જવાબદારી નિભાવે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Kantara Chapter 1: ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપટર 1 એ 2025 ની તમામ બોલીવૂડ ફિલ્મોને છોડી  પાછળ, ફિલ્મે કરી અધધ આટલી કમાણી

    Kantara Chapter 1: ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપટર 1 એ 2025 ની તમામ બોલીવૂડ ફિલ્મોને છોડી પાછળ, ફિલ્મે કરી અધધ આટલી કમાણી

    News Continuous Bureau | Mumbai

    Kantara Chapter 1: ઋષભ શેટ્ટી દ્વારા લખાયેલી, દિગ્દર્શિત અને અભિનય કરેલીકાંતારા ચેપટર 1 એ 2 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થઈ હતી અને તેના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી. મીડિયા રિપોર્ટ અનુસાર, કાંતારા ચેપટર 1 એ પ્રથમ દિવસે  60 કરોડની કમાણી કરી છે, જે 2025ની કોઈ પણ બોલીવૂડ ફિલ્મ કરતાં વધુ છે.

    આ સમાચાર પણ વાંચો : Avika Gor marries Milind Chandwani: લગ્ન ના બંધન માં બંધાઈ બાલિકા વધુ, નેશનલ ટીવી પર લીધા અવિકા ગોર એ મિલિંદ ચંદવાણી સાથે સાત ફેરા

    બોલીવૂડના રેકોર્ડ તોડ્યા

    2025માં બોલીવૂડની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ “છાવા”  હતી, જેની પ્રથમ દિવસની કમાણી  31 કરોડ હતી. કાંતારા ચેપટર 1 એ આ રેકોર્ડને લગભગ ડબલ કરીને તોડ્યો છે. ફિલ્મના હિન્દી વર્ઝનમાં પણ  19-21 કરોડની કમાણી થઈ છે. કાંતારા ચેપટર 1 એ 2022ની કાંતારા ફિલ્મ ની પ્રીક્વલ છે. ફિલ્મમાં ઋષભ શેટ્ટી મુખ્ય ભૂમિકા ભજવે છે, સાથે રુક્મિણી વસંત, જયરામ અને ગુલશન દૈવૈયા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ફિલ્મનું બજેટ 125 કરોડ છે.

    ફિલ્મને જુનિયર એનટીઆર, પ્રભાસ જેવા સેલિબ્રિટીઓએ પ્રશંસા આપી છે. જુનિયર એનટીઆર એ ટ્વીટ કરીને લખ્યું કે “ઋષભ શેટ્ટી એ એક અદભૂત અભિનેતા અને દિગ્દર્શક તરીકે અવિસ્મરણીય કામ કર્યું છે”. પ્રભાસએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે “આ વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર છે.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • PM Modi: સ્વાતંત્ર્ય દિન નિમિત્તે PM મોદીના નામે એક નવો વિક્રમ

    PM Modi: સ્વાતંત્ર્ય દિન નિમિત્તે PM મોદીના નામે એક નવો વિક્રમ

    News Continuous Bureau | Mumbai

    PM Modi: ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ (PM Modi) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવો વિક્રમ સ્થાપિત કરશે. આ વર્ષના સ્વતંત્રતા દિવસ નિમિત્તે, તેઓ સળંગ ૧૨મી વખત લાલ કિલ્લાની (Lal Kila) દીવાલ પરથી રાષ્ટ્રધ્વજ (National Flag) ફરકાવશે. આ સિદ્ધિ તેમને દેશના ઇતિહાસમાં એક વિશેષ સ્થાન અપાવશે, કારણ કે અત્યાર સુધી કોઈપણ બિન-કોંગ્રેસી વડાપ્રધાને (PM) આ સિદ્ધિ હાંસલ કરી નથી.

    સળંગ ૧૨મી વખત ધ્વજવંદન

    નરેન્દ્ર મોદીએ (Narendra Modi) ૨૦૧૪માં પહેલીવાર વડાપ્રધાન પદના શપથ (oath) લીધા બાદ દર વર્ષે લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો છે અને દેશને સંબોધિત કર્યો છે. ૨૦૨૫માં તેમની આ શ્રેણી ૧૨ વર્ષની થશે. આ પહેલા, બિન-કોંગ્રેસી વડાપ્રધાનોમાં (PM) આ વિક્રમ અટલ બિહારી વાજપેયીના (Atal Bihari Vajpayee) નામે હતો, જેમણે ૬ વખત લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવ્યો હતો. જોકે, તમામ વડાપ્રધાનોનો વિચાર કરીએ તો, આ વિક્રમ પંડિત જવાહરલાલ નહેરુના (Jawaharlal Nehru) નામે છે, જેમણે કુલ ૧૭ વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો, જેમાં સળંગ ૧૫ વખત અને મૃત્યુ પહેલા બે વખતનો સમાવેશ થાય છે.

    રાજકીય સ્થિરતા અને મજબૂત નેતૃત્વનું પ્રતીક

    મોદીનો આ વિક્રમ માત્ર આંકડાઓની રમત નથી, પરંતુ તેમના લાંબા કાર્યકાળ અને રાજકીય સ્થિરતાનું (political stability) પ્રતીક પણ છે. તેના કારણે તેઓ સ્વતંત્રતા દિવસ પર સળંગ સૌથી વધુ વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપનાર બિન-કોંગ્રેસી વડાપ્રધાન (PM) તરીકે ઓળખાશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ સીમાચિહ્ન મોદીની પ્રતિષ્ઠાને વધુ મજબૂત કરશે અને તેમને ભારતના સમકાલીન રાજકારણમાં (politics) એક મુખ્ય નેતા તરીકે વધુ ઊંચું સ્થાન અપાવશે. ઉપરાંત, ૨૦૨૪ની લોકસભા (Lok Sabha) ચૂંટણીમાં સળંગ ત્રીજી વખત જીત મેળવ્યા બાદનો તેમનો આ પહેલો સ્વતંત્રતા દિવસ હોવાથી આ પ્રસંગનું મહત્વ વધુ વધી ગયું છે.

    આ સમાચાર પણ વાંચો : Himachal Pradesh Cloudburst: હિમાચલના કિન્નૌરમાં વાદળ ફાટ્યું, ૩૨૫ રસ્તા બંધ; ભયાનક દ્રશ્યનો વીડિયો વાયરલ

    લાલ કિલ્લા પર ઇતિહાસની રચના

    ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ, સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન લાલ કિલ્લા પર કેન્દ્રિત રહેશે, જ્યારે નરેન્દ્ર મોદી ત્રિરંગાને સલામી આપશે અને સ્વતંત્રતા દિવસના આ ઐતિહાસિક અધ્યાયમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવશે.

  • Deepika padukone Padmavat: ‘પદ્માવત’ ના ગીત ઘુમર માટે અધધ આટલા કિલો નો લહેંગો પહેરી નાચી હતી દીપિકા પાદુકોણ, ૬૬ વખત ફરવાનો બનાવ્યો હતો રેકોર્ડ

    Deepika padukone Padmavat: ‘પદ્માવત’ ના ગીત ઘુમર માટે અધધ આટલા કિલો નો લહેંગો પહેરી નાચી હતી દીપિકા પાદુકોણ, ૬૬ વખત ફરવાનો બનાવ્યો હતો રેકોર્ડ

    News Continuous Bureau | Mumbai

    Deepika padukone Padmavat: ‘પદ્માવત’ એ સંજય લીલા ભણસાલી ના નિર્દેશન માં બનેલી ફિલ્મ છે.આ ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ માં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ રી રિલીઝ થઇ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે 30 કિલોનો લહેંગા પહેરીને 66 વાર ફરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: Salman khan and Rashmika mandanna: સિકંદર બાદ વધુ એક ફિલ્મ માં સાથે જોવા મળશે રશ્મિકા અને સલમાન ખાન! ટૂંક સમયમાં કરવામાં આવશે જાહેરાત

    ‘પદ્માવત’ ના ઘુમર ગીત માં દીપિકા એ પહેર્યો હતો 30 કિલો નો લેહંગા

    ‘પદ્માવત’ના ગીત ઘુમર માં દીપિકા પાદુકોણે પહેરેલો લહેંગા 30 કિલો વજનનો હતો. આ લહેંગો પ્રખ્યાત ડિઝાઇનર રિમ્પલ નરુલા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો જેની કિંમત લગભગ 30 લાખ રૂપિયા હતી. આ ભારે લહેંગા ઉપર દીપિકાએ રાજસ્થાની ઝવેરાત પણ પહેર્યા હતા.આટલા ભારે કપડાં પહેરીને નૃત્ય કરવું સહેલું નહોતું, પરંતુ દીપિકાએ કોઈપણ મુશ્કેલી વિના તેને પૂર્ણ કર્યું.

    ‘ઘૂમર’ ગીતની તૈયારી માટે, દીપિકા પાદુકોણે પરંપરાગત રાજસ્થાની નૃત્યની સખત તાલીમ લીધી હતી.. આ નૃત્યની ખાસિયત તેના ગોળાકાર સ્ટેપ્સ છે, જે દીપિકાએ ખૂબ જ સારી રીતે શીખ્યા અને પડદા પર ઉત્તમ શૈલીમાં રજૂ કર્યા. નવાઈ ની વાત તો એ છે કે આ ગીત ના શૂટિંગ દરમિયાન દીપિકાએ 66 થી વધુ ઘૂમર ઘૂમી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Saif Ali Khan stabbing case: સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પત્ની કરીના કપૂર એ પણ નોંધાવ્યું નિવેદન, અત્યાર સુધીમાં આટલા લોકો ની થઇ ચુકી છે પૂછપરછ

    Saif Ali Khan stabbing case: સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પત્ની કરીના કપૂર એ પણ નોંધાવ્યું નિવેદન, અત્યાર સુધીમાં આટલા લોકો ની થઇ ચુકી છે પૂછપરછ

    News Continuous Bureau | Mumbai

    Saif Ali Khan stabbing case: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘર માં એક ચોર ઘુસ્યો હતો તેને અભિનેતા પર ચાકુ થી હુમલો કર્યો હતો. ઘાયલ અભિનેતા ને લીલાવતી હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ સૈફ અલી ખાન ની સર્જરી કરવામાં આવી હતી. હાલ સૈફ અલી ખાન ખતરા ની બહાર છે. હાલ પોલીસ સૈફ અલી ખાન ના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને બનેલી ઘટનાઓનો ક્રમ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે આ મામલે સૈફ ની પત્ની અને અભિનેત્રી કરીના કપૂરે પણ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો:  Kareena kapoor on Saif ali khan: સૈફ અલી ખાન પર હુલમો થયા બાદ કરીના કપૂર એ શેર કરી પોસ્ટ, અભિનેત્રી એ મીડિયા ને કરી ખાસ વિનંતી

    સૈફ પર થયેલા હુમલા મામલે કરીના કપૂરે નોંધાવ્યું નિવેદન 

    મીડિયા રિપોર્ટ મુજબ સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસે અભિનેતા ની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાનનું પણ નિવેદન નોંધ્યું છે. જ્યારે કરીના કપૂરનું નિવેદન નોંધવામાં આવી રહ્યું હતું, ત્યારે મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતા

    સૈફ અલી ખાન ના કેસ માં પોલીસ અત્યાર સુધીમાં 40 થી 50 લોકોની પૂછપરછ કરી ચુકી છે. જે લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે તેમાંથી મોટાભાગના લોકો સૈફના પરિચિત છે. આ પૂછપરછમાં સૈફ અલી ખાનના સ્ટાફના સભ્યોનો પણ સમાવેશ થાય છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  •   Jasprit Bumrah : નવા વર્ષના પહેલા જ દિવસે જસપ્રિત બુમરાહના નામે વર્લ્ડ રેકોર્ડ જોડાયો, આવું કરનાર બન્યો પ્રથમ ભારતીય બોલર

      Jasprit Bumrah : નવા વર્ષના પહેલા જ દિવસે જસપ્રિત બુમરાહના નામે વર્લ્ડ રેકોર્ડ જોડાયો, આવું કરનાર બન્યો પ્રથમ ભારતીય બોલર

    News Continuous Bureau | Mumbai

    Jasprit Bumrah :

    • ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICC ટેસ્ટ રેન્કિંગમાં ઈતિહાસ રચ્યો છે. 

    • જસપ્રીત બુમરાહ બોલરોની રેન્કિંગમાં ટોચ પર છે અને હવે સૌથી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કરનાર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. 

    • બુમરાહે તાજેતરમાં નિવૃત્ત થયેલા સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિનને પાછળ છોડી દીધો, જેણે 2016માં 904 પોઈન્ટનું પોતાનું સર્વોચ્ચ રેટિંગ હાંસલ કર્યું હતું. 

    • બુમરાહે હાલમાં જ અશ્વિનની બરાબરી કરી હતી અને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે તે નવો ભારતીય રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યો હતો. તેના નામે હવે 907 રેટિંગ પોઈન્ટ છે. 

    • બુમરાહ 907 રેટિંગ પોઈન્ટ સાથે ઓલ ટાઈમ લિસ્ટમાં ઈંગ્લેન્ડના ડેરેક અંડરવુડ સાથે સંયુક્ત 17માં સ્થાને છે.

    આ સમાચાર પણ વાંચો : Fertilizer Subsidy : વર્ષ 2025ની પ્રથમ કેબિનેટ બેઠકમાં મોદી સરકારની ખેડૂતોને ભેટ, આ મહત્વના પ્રસ્તાવોને આપી મંજૂરી… 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Pushpa 2: દંગલ નો આ રેકોર્ડ તોડવા તરફ આગળ વધી  પુષ્પા 2, આમિર ખાને એડવાન્સ માં આપેલા અભિનંદન પર અલ્લુ અર્જુને આપી આવી પ્રતિક્રિયા

    Pushpa 2: દંગલ નો આ રેકોર્ડ તોડવા તરફ આગળ વધી પુષ્પા 2, આમિર ખાને એડવાન્સ માં આપેલા અભિનંદન પર અલ્લુ અર્જુને આપી આવી પ્રતિક્રિયા

    News Continuous Bureau | Mumbai

    Pushpa 2: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. પુષ્પા 2 બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી રહી છે તે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ બની ગઈ છે.અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા 2 એ 25 દિવસમાં 1760 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમિર ખાનની દંગલનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન રૂ. 2070.3 કરોડ હતું. હવે ટૂંક સમયમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘દંગલ’નો રેકોર્ડ તોડવા જઈ રહી છે જેને લઈને આમિર ખાને ફિલ્મ ની ટિમ ને એડવાન્સ માં જ અભિનંદન પાઠવ્યા હતા. 

    આ સમાચાર પણ વાંચો : Diljit dosanjh: દિલજીત દોસાંજે તેના કોન્સર્ટ દરમિયાન આ રીતે ડો. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી જીત્યા ચાહકો ના દિલ

    આમિર ખાને પાઠવ્યા અભિનંદન

    આમિર ખાન પ્રોડક્શન્સે તેના X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતાં લખ્યું, ‘પુષ્પા 2: ધ રૂલ ફિલ્મની બ્લોકબસ્ટર સફળતા માટે આમિર ખાન પ્રોડક્શન તરફથી આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. તમને સતત સફળતા મળે તેવી શુભેચ્છા. પ્રેમ.’ 

    અલ્લુ અર્જુને પોતે પણ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા શેર કરી અને ખુશી વ્યક્ત કરી. આ પોસ્ટનો જવાબ આપતા અલ્લુ અર્જુને ટ્વીટ કર્યું, ‘તમારી શુભકામનાઓ માટે ખૂબ ખૂબ આભાર. આમિર ખાન પ્રોડક્શનની સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.’આ સાથે તેણે હાર્ટ ઈમોજી પણ શેર કરી છે.

    આ સાથે પુષ્પા 2 ના નિર્માતાઓએ પણ આમિર ખાન અને તેની ટીમ ને ધન્યવાદ કર્યું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Bhool bhulaiyaa 3: રિલીઝ ના માત્ર 24 કલાકમાં જ અધધ આટલા બધા લોકોએ જોયું ભૂલ ભુલૈયા 3 નું ટ્રેલર, ફિલ્મ ના મેકર્સે શેર કરી માહિતી

    Bhool bhulaiyaa 3: રિલીઝ ના માત્ર 24 કલાકમાં જ અધધ આટલા બધા લોકોએ જોયું ભૂલ ભુલૈયા 3 નું ટ્રેલર, ફિલ્મ ના મેકર્સે શેર કરી માહિતી

    News Continuous Bureau | Mumbai 

    Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થઇ રહી છે. તાજેતર માં જ કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું.ફિલ્મ નું ટ્રેલર લોકો ને એટલું પસંદ આવ્યું કે રિલીઝ ના માત્ર 24 જ કલાક માં અધધ આટલા બધા વ્યૂઝ મળી ચુક્યા છે. જેની માહિતી ફિલ્મ ના મેકર્સે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

    આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3: ડરવા ની સાથે સાથે હસવા માટે પણ થઇ જાઓ તૈયાર,ભૂલ ભુલૈયા 3 નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ

    ભૂલ ભુલૈયા 3 ને મળ્યા અધધ આટલા બધા વ્યૂઝ 

    ભૂલ ભુલૈયા 3 ના મેકર્સે તેમના સોશિયલ મીડિયા પર ફિલ્મ નું પોસ્ટર શેર કરતા લખ્યું, ભૂલ ભુલૈયા 3 ટ્રેલર માત્ર 24 કલાકમાં 155M+ વ્યૂ મેળવીને દેશનું સૌથી પ્રિય ટ્રેલર બની ગયું છે! સોશિયલ મીડિયા પર આ ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે. 

    View this post on Instagram

    A post shared by tseriesfilms (@tseriesfilms)

    ભૂલ ભુલૈયા 3 માં કાર્તિક આર્યન રૂહ બાબા બી ભૂમિકા સાથે પરત ફરી રહ્યો છે. જયારે કે આ વખતે માત્ર વિદ્યા બાલન જ નહીં માધુરી દીક્ષિત પણ મંજૂલિકા ના રૂપ માં જોવા  મળશે.જયારે કે તૃપ્તિ ડીમરી કાર્તિક આર્યન ની પ્રેમિકા ની ભૂમિકામાં જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Govinda firing case: ગોવિંદા ના કેસમાં પોલીસ ફરીથી નોંધશે અભિનેતા નું નિવેદન, ક્રાઇમ બ્રાન્ચ ને છે આ વાત ની શંકા

    Govinda firing case: ગોવિંદા ના કેસમાં પોલીસ ફરીથી નોંધશે અભિનેતા નું નિવેદન, ક્રાઇમ બ્રાન્ચ ને છે આ વાત ની શંકા

    News Continuous Bureau | Mumbai 

    Govinda firing case:ગોવિંદા ને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગોવિંદા એ એક નિવેદન જારી કરીને તેના ચાહકો અને ડોકટરો નો આભાર માન્યો હતો.ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગોવિંદા ને મળવા હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસે અભિનેતા નું નિવેદન નોંધ્યું હતું પરંતુ પોલીસ ગોવિંદા ના નિવેદન થી સંતુષ્ટ નથી તેઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે પોલીસ ફરીથી ગોવિંદાનું નિવેદન નોંધી શકે છે.

    આ સમાચાર પણ વાંચો : Govinda Health Update : ‘હીરો નંબર વન’ એક્ટર ગોવિંદા ખતરાની બહાર, આટલા કલાક માટે ICUમાં રહેશે; પુત્રી ટીનાએ આપી હેલ્થ અપડેટ

    ગોવિંદા ના કેસ માં પોલીસ ને છે શંકા 

    મીડિયા રિપોર્ટ મુજબ ગોવિંદા ના કેસ માં શરૂઆત માં પોલીસે ઘરના સભ્યો ના પણ નિવેદન નોંધ્યા છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે જ્યારે રિવોલ્વર 0.32 બોરની હતી તો તેમાંથી નીકળેલી ગોળી 9 એમએમની કેવી રીતે હોઈ શકે. કારણ કે આ રિવોલ્વરમાં 9 એમએમની ગોળી ફિટ જ થઈ શકતી નથી. હવે પોલીસ અકસ્માત કે ઘટનાના એંગલથી તપાસ કરીને કેસની તપાસ કરશે. આટલું જ નહીં, પોલીસને એવી પણ શંકા છે કે ગોવિંદાને ગોળી વાગી ત્યારે અભિનેતા સાથે અન્ય કોઈ વ્યક્તિ પણ હાજર હતી.

    ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું કે તેઓ હવે આ બીજા વ્યક્તિને શોધી રહ્યા છે.આ દરમિયાન ગોવિંદા ની દીકરી ટીના આહુજા જે અભિનેતા ની હેલ્થ અપડેટ શેર કરી હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Devra part 1 advance booking: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ દેવરા ને મળી રહ્યો છે દર્શકો નો સાથ, એડવાન્સ બુકીંગ માં જ વેચાઈ ફિલ્મ ની અધધ આટલી બધી ટિકિટ

    Devra part 1 advance booking: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ દેવરા ને મળી રહ્યો છે દર્શકો નો સાથ, એડવાન્સ બુકીંગ માં જ વેચાઈ ફિલ્મ ની અધધ આટલી બધી ટિકિટ

    News Continuous Bureau | Mumbai

    Devra part 1 advance booking: જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ દેવરા પાર્ટ 1 એ 27 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થશે.જ્હાન્વી કપૂર આ ફિલ્મ હતી સાઉથ માં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મ ની એડવાન્સ બુકીંગ માં જ અધધ આટલી બધી ટિકિટ વેચાઈ ગઈ છે.મીડિયા રિપોર્ટ મુજબ શિવ કોરાટાલાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે

    આ સમાચાર પણ વાંચો : Paris fashion week 2024: પેરિસ ફેશન વીક માં છવાઈ આલિયા ભટ્ટ, અભિનેત્રી ની ક્યુટનેસ એ જીત્યા ચાહકો ના દિલ, જુઓ વિડીયો

    દેવરા પાર્ટ 1 એ તેના એડવાન્સ બુકીંગ માં જ કરી કરોડો ની કમાણી

    મીડિયા રિપોર્ટ મુજબ જુનિયર એનટીઆર અને જ્હાન્વી કપૂર ની ફિલ્મ દેવરા પાર્ટ-1′ની અત્યાર સુધીમાં 6,50,118 ટિકિટ એડવાન્સ બુકિંગ માં વેચાઈ છે. આ ફિલ્મે 25 સપ્ટેમ્બર સુધી એડવાન્સ બુકિંગ દ્વારા 16.67 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    ટ્રેડ વિશ્લેષકોનું માનવું છે કે ‘દેવરા’ ભારતમાં પ્રથમ દિવસે 50 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)