Tag: record

  • મુંબઈ શહેરમાં વરસાદે મે મહિનાના તમામ રેકૉર્ડ તોડ્યા; આટલો બધો વરસાદ પડ્યો… જાણો વિગત…

    મુંબઈ શહેરમાં વરસાદે મે મહિનાના તમામ રેકૉર્ડ તોડ્યા; આટલો બધો વરસાદ પડ્યો… જાણો વિગત…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૮ મે 2021

    મંગળવાર

    વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં ભારે વરસાદ થયો છે. આ વરસાદે મે મહિનામાં મુંબઈ શહેરમાં પડેલા વરસાદના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. વેધશાળાના જણાવ્યા મુજબ કોલાબામાં 114 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

    જ્યારે કોલાબા વિસ્તારમાં 214 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો અને બાંદ્રા વિસ્તારમાં 243 મિલીમીટર વરસાદ પડ્યો. બીજી તરફ મલાડ અને ગોરેગામ વિસ્તારમાં ૨૩૬ મિલીમીટર જ્યારે અંધેરી-જુહુ વિસ્તારમાં 231 મિલીમીટર વરસાદ પડ્યો છે. માલાબાર હિલ અને બ્રીચકૅન્ડી વિસ્તારમાં 229 મિલીમીટર. વરલી અને પ્રભાદેવી વિસ્તારમાં 216 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

    મુંબઈ શહેરમાં મે મહિનામાં આટલો વરસાદ અગાઉ કદી નોંધાયો નથી.

  • તાઉતે વાવાઝોડાએ છેલ્લા બે દાયકામાં આવેલા તમામ વાવાઝોડાઓનો રેકૉર્ડ તોડ્યો; વિનાશની સાથે આ રેકૉર્ડ બનાવ્યા…

    તાઉતે વાવાઝોડાએ છેલ્લા બે દાયકામાં આવેલા તમામ વાવાઝોડાઓનો રેકૉર્ડ તોડ્યો; વિનાશની સાથે આ રેકૉર્ડ બનાવ્યા…

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

    મુંબઈ, ૧૮ મે 2021

    મંગળવાર

    તાઉતે વાવાઝોડું લક્ષદ્વીપની દક્ષિણ દિશામાં વિકસિત થઈ ગુજરાતની પાસે દીવના દરિયાકિનારે ટકરાવા સુધીમાં અંદાજે 1200 કિલોમીટરનું અંતર કાપ્યું.

    છેલ્લા બે દાયકામાં અરબ સાગરમાં ઉદભવેલા કોઈ પણ વાવાઝોડાએ આટલું મોટું અંતર કાપ્યું નથી.

    તાઉતે વાવાઝોડાએ આ અંતર સાત દિવસમાં કાપ્યું અને પશ્ચિમી તટના તમામ પાંચ રાજ્યો અને બે આઇલૅન્ડમાં ભયંકર તબાહી મચાવી.

  • મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી મહિલા ભારતીય ક્રિકેટર બની. જાણો વિગતે

    મિતાલી રાજે રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ હાંસલ કરનારી પહેલી મહિલા ભારતીય ક્રિકેટર બની. જાણો વિગતે

    ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે આજે ઇતિહાસ રચી દીધો છે.

    ભારતીય બેટ્સમેન મિતાલી 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારી વિશ્વની બીજી અને ભારતની એકમાત્ર મહિલા ક્રિકેટર બની છે.

    મિતાલીએ લખનઉમાં રમાઇ રહેલી મૅચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

    ઉલ્લેખનીય છે કે મિતાલી પહેલા ઇંગ્લેન્ડની ચાર્લેટ એડવર્ડ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 309 મેચમાં 10273 રન બનાવ્યા છે.]

     

  • અનોખો રેકોર્ડ. આ ભારતીય બેટ્સમેને સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો. જાણો આ ‘હીરો’ નું નામ.

    અનોખો રેકોર્ડ. આ ભારતીય બેટ્સમેને સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો. જાણો આ ‘હીરો’ નું નામ.

    ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ શરમ જનક રેકોર્ડ બનાવ્યો છે.

    કપ્તાન તરીકે વિરાટ કોહલી આઠમી વખત શૂન્ય પર આઉટ થયો. વિરાટ કોહલીએ આ રીતે કપ્તાન તરીકે ફરજ બજાવતા સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો મહેન્દ્રસિંહ ધોનીના રેકોર્ડની બરોબરી કરી.

    હવે જો વધુ એક વખત તે શૂન્ય પર આઉટ થયો તો આ રેકોર્ડ તેને નામ પર બોલાશે.