Tag: red fort

  • સ્વતંત્રતા દિવસના દિવસે આ ખાસ મહેમાન રહેશે ઉપસ્થિત, વડાપ્રધાન મોદીએ આપ્યું વિશેષ આમંત્રણ 

    સ્વતંત્રતા દિવસના દિવસે આ ખાસ મહેમાન રહેશે ઉપસ્થિત, વડાપ્રધાન મોદીએ આપ્યું વિશેષ આમંત્રણ 

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

    મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

    મંગળવાર 

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ઓલંપિક ખેલાડીઓને વિષેશ રૂપે આમંત્રણ આપ્યું છે. 

    સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતના તમામ ખેલાડીઓને 15 ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર કરાતા ધ્વજવંદનના કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્ર્યા છે.

    લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કર્યા બાદ, ઓલિમ્પિકમાં ભાગ લેવા ટોક્યો ગયેલા તમામ ભારતીય ખેલાડીઓને વ્યક્તિગત મુલાકાત કરીને તેમની સાથે વાતચીત કરશે.  

    ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત તરફથી અત્યાર સુધી પ્રદર્શન મધ્યમ રહ્યું છે. 11 દિવસની રમતોમાં અત્યાર સુધીમાં બે એવોર્ડ મેળવ્યા છે. જેમાં પહેલો રજત ચંદ્રક વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુએ મેળવ્યો છે. તો બીજો બ્રોન્ઝ મેડલ બેડમિન્ટનમાં પી વી સિંધુએ મેળવ્યો છે. 

    રોજરોજના ઝઘડાઓથી અનુપમા પોતાના પરિવાર વચ્ચે ચાલી રહેલી લડાઈ કઈ રીતે શાંત કરશે? જાણો ‘અનુપમા’ના આગલા એપિસોડ વિશે

  • અરે બાપ રે… આંદોલનકારીઓ ચોર નીકળ્યા. લાલ કિલ્લામાંથી આ વસ્તુની ચોરી થઇ. જાણો વિગત

    અરે બાપ રે… આંદોલનકારીઓ ચોર નીકળ્યા. લાલ કિલ્લામાંથી આ વસ્તુની ચોરી થઇ. જાણો વિગત

    ગણતંત્ર દિન પર ટ્રેક્ટર રેલી દરમિયાન ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લાને ઘણું નુકસાન થયું હતું, ત્યારે ઘણી પ્રાચીન વસ્તુઓ પણ ગાયબ થઈ ગઈ છે. 

    આ ઘટના પછી ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ખુલાસો થયા બાદ કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદસિંહ પટેલે દિલ્હી પોલીસને શોધખોળ કરવાના આદેશ આપ્યા છે.

    સંસ્કૃતિ પ્રધાને જણાવ્યું હતું કે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેના આધારે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ગુમ થયેલ પુરાતત્ત્વીય અવશેષો ફરીથી મેળવશે.

  • મોટા સમાચાર: પ્રવાસીઓ માટે બંધ કરાયો લાલ કિલ્લો, આ તારીખ સુધી રહેશે બંધ. જાણો વિગતે

    મોટા સમાચાર: પ્રવાસીઓ માટે બંધ કરાયો લાલ કિલ્લો, આ તારીખ સુધી રહેશે બંધ. જાણો વિગતે

    ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ના આદેશ મુજબ લાલ કિલ્લો 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે.

    જો કે આદેશમાં આની પાછળના કારણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ તેમાં 6 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીના જૂના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

    અગાઉ પ્રતિષ્ઠિત સ્મારકને બર્ડ ફ્લૂ એલર્ટના કારણે 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યું હતુ.

  • ખેડૂતો નું સમર્થન કરનાર આ મુખ્યમંત્રીએ લાલકિલ્લા ની ઘટના બાદ પોતાના સુર બદલ્યા. હવે કરે છે અફસોસ. જાણો વિગત

    ખેડૂતો નું સમર્થન કરનાર આ મુખ્યમંત્રીએ લાલકિલ્લા ની ઘટના બાદ પોતાના સુર બદલ્યા. હવે કરે છે અફસોસ. જાણો વિગત

    પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જે થયું તે રાષ્ટ્રનું અપમાન છે. તેમજ આ ઘટનાએ દેશને શર્મસાર કરી છે. 

    તેમણે માંગણી મુકી છે કે દિલ્હી પોલિસે ઘટનાની તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ.

    મુખ્યમંત્રીએ કહ્યું કે આ ઘટનાથી ખેડૂતોનું આંદોલન નબળું થયું છે.

  • આ આંદોલનકારી ખેડૂતો છે કે પછી બીજાકોઈ? લાલ કિલ્લા પર ચઠી આવ્યા અને પોતાનો ઝંડો લહેરાવ્યો. જાણો વિગત…

    આ આંદોલનકારી ખેડૂતો છે કે પછી બીજાકોઈ? લાલ કિલ્લા પર ચઠી આવ્યા અને પોતાનો ઝંડો લહેરાવ્યો. જાણો વિગત…

     લાલ કિલ્લા પર પહોચેલા પ્રદર્શનકારીઓએ હંગામો શરૂ કર્યો હતો. સાથે જ સંગઠને ઝંડો લહેરાવ્યો હતો

    પોતાનો ધ્વજ લહેરાવ્યા બાદ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.

    આ ઝંડો ત્યા ફરકાવ્યો હતો જ્યા 15 ઓગસ્ટે વડાપ્રધાન તિરંગો ફરકાવે છે. 

    ખેડૂતે પોતાનો ધ્વજ લહેરાવતા પોલીસના જવાનોએ તેને ઉપર ચઢીને નીચે ઉતાર્યો હતો.

  • દિલ્હીનો લાલ કિલ્લો આવ્યો બર્ડ ફ્લુ ની ઝપટમાં. આ કારણથી બંધ. જાણો વિગત

    દિલ્હીનો લાલ કિલ્લો આવ્યો બર્ડ ફ્લુ ની ઝપટમાં. આ કારણથી બંધ. જાણો વિગત

    દિલ્હીના લાલ કિલ્લામાં ૧૫ કાગડા મૃત હાલતમાં મળી આવ્યા.

    મૃત કાગડાઓ માંથી એકનો બર્ડ ફ્લૂ ટેસ્ટ પોઝિટિવ આવતાં લાલ કિલ્લાને આગામી ૨૬ જાન્યુઆરી સુધી જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. 

    ૨૬ જાન્યુઆરી અગાઉ આ કિલ્લો બંધ કરવામાં આવતા પર્યટકો નિરાશ થયા છે. 

    લાલ કિલ્લા માં સફાઈ અભીયાન તેમજ દવા છાંટવાનું કામ શરુ

  • લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમી વાર દેશને સંબોધન કર્યું.. વાંચો તેમના ભાષણના કેટલાંક મહત્વનાં અંશો…

    લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાતમી વાર દેશને સંબોધન કર્યું.. વાંચો તેમના ભાષણના કેટલાંક મહત્વનાં અંશો…

    ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    15 ઓગસ્ટ 2020 

    આજે આપણો 74 મો સ્વતંત્રતા દિવસ છે.. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ધ્વજ વંદન કર્યા બાદ દેશના નામ સંબોધન કર્યું હતું. વડાપ્રધાને દેશવાસીઓને આઝાદી દિનની શુભેચ્છા પાઠવી હતી.. મોદીએ સંબોધનમાં કહ્યું કે "સ્વતંત્રતા માટે લાખો દીકરા-દીકરીઓએ ત્યાગ અને બલિદાન આપ્યું છે. સ્વતંત્રતાનો તહેવાર નવા સંકલ્પો માટે ઉર્જા ઉત્પન્ન કરનારો છે."

    વડાપ્રધાન તરીકે તેઓ સાતમી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધી પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી નો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા લાલ કિલ્લા પરથી 17 વાર સંબોધન કરવાનો રેકોર્ડ પંડિત જવાહરલાલ નહેરુ ના નામે બોલાય છે.

    # મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે "કોરોના મહામારી એટલી મોટી આફત પણ નથી. જે આપણા આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે. કોરોના કાળ દરમિયાન 130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ કર્યો છે. ભારતમાં N-95 માસ્ક, PPE કીટ, વેન્ટીલેટરનું ઉત્પાદન થતું ન હતું, પણ હવે થઈ રહ્યું છે. સ્વતંત્રત ભારતની માનસિકતા 'વોકલ ફોર લોકલ' હોવી જોઈએ. જેમ જેમ સ્વદેશી વસ્તુઓ વાપરીશું તેમ તેમ દેશ તરક્કી કરશે.

    # વડાપ્રધાને પોતાના સંબોધનમાં 'ચીન'નું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે, "વિસ્તારવાદના વિચારે ભારતને દબાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળ ન થયા. વિસ્તારવાદના વિચારે ફક્ત કેટલાક દેશોને ગુલામ બનાવીને છોડી દીધા છે એવું નથી. ભીષણ યુદ્ધોની ભયાનકતા વચ્ચે પણ ભારતે સ્વતંત્રતાની જંગમાં જરા પણ કચાસ કે નરમાશ નથી આવવા દીધી.."

    # મોદીએ કોરોનાની રસી મામલે કહ્યું કે, "ભારતના વિજ્ઞાનીઓ દિવસરાત એક કરીને કોરોનાની રસી શોધવા માટેની કામગીરી કરી રહ્યા છે. ભારતમાં કોરોનાની ત્રણ કંપનીઓ અલગ-અલગ વેક્સીન પર કામ કરી રહી છે. આ રશી શોધાયા બાદ દરેક ભારતીય સુધી રસી ઝડપથી પહોંચાડવી તે સરકારનો ધ્યેય છે. જાણી ને નવાઈ લાગશે પણ સરકારે આની તમામ પૂર્વતૈયારી ઓ પણ કરી રાખી છે. આજે ભારતમાં કોરોનાની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ રસીઓ ટેસ્ટિંગના તબક્કામાં છે. વિજ્ઞાનીઓ તરફથી પુષ્ટી મળે પછી રસીનું મોટાપાયા પર ઉત્પાદન કરવાની પૂર્ણ તૈયારી છે." એમ પણ મોદીએ કહ્યું હતું.. 

    # દેશના દરેક હેલ્થ આઈડી આપવામાં આવશે. તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારી, તમને કયા ડૉકટરે કંઇ દવા આપી, કયારે આપી, તમારા રિપોર્ટસ શું હતા તે અંગેની તમામ માહિતી આ એક હેલ્થ આઇડીમાં સામેલ હશે. આ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન. ભારતના હેલ્થ સેકટરમાં નવી ક્રાંતિ લઇને આવશે.

    # પાકિસ્તાન અને ચીનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે, LOC થી લઇ LAC સુધી દેશની સંપ્રુભતા પર જે કોઈ પણ દેશે આંખ ઉઠાવી છે તેમને ભારતીય સેનાએ તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતની સંપ્રભુતાનું સમ્માન જાળવવું તે આપણા માટે સર્વોચ્ચ છે. ભારત શું કરી શકવા માટે સક્ષમ છે તે સમગ્ર દુનિયાએ 'લદ્દાખ'માં જે થયું તેના પરથી જોઈ લીધું છે..

    # ભારત જેવા દેશે આત્મનિર્ભર બનાવાની જરૂર છે. આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા કૃષિ અને ખેડૂત છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ કર્યું છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે. છેલ્લા થોડા સમયમાં ભારત સરકારે એક લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ફાળવ્યા છે. 

    ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

    https://bit.ly/3fJqhxB 

    News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

    www.newscontinuous.com               

    YouTube : https://www.youtube.com/NewsContinuous      

    Twitter : https://twitter.com/NewsContinuous         

    Facebook : https://www.facebook.com/newscontinuous         

    Instagram : https://www.instagram.com/newscontinuous/         

    Email : TheNewsContinuous@gmail.com