• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Refrigerator
Tag:

Refrigerator

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..
વેપાર-વાણિજ્ય

Godrej : ન્યુ ઈનોવેશન.. ગોદરેજ અપ્લાયન્સિસે લોન્ચ કર્યાં વુડ-ફિનિશ, નેચરલ ઈન્સ્પાયર્ડ એસી અને રેફ્રિજરેટર્સ..

by Hiral Meria February 28, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Godrej : ગોદરેજ ગ્રુપની અગ્રણી કંપની ગોદરેજ એન્ડ બૉયસનો હિસ્સો ગોદરેજ અપ્લાયન્સિસે ( Godrej Appliances ) પ્રકૃતિથી પ્રેરીત વૂડ ફિનિશ હોમ અપ્લાયન્સિસની એક નવી સિરીઝ ઈઓન વોગ ( Eon Vogue ) લોંચ કરી છે. અત્યાધુનિક રેફ્રીજરેટર અને એર કન્ડિશનરથી સજ્જ આ રેન્જ એઈસ્થેટીક્સ તથા ટેકનોલોજીનું એક ઉત્તમ સમન્વય છે,જે સમકાલીન ભારતીય હોમ ડેકોરને પૂરક બનાવે છે તથા તેને નોંધપાત્ર પ્રમાણમાં વેગ આપે છે.

બ્રાન્ડ ( wood finish home appliances ) દ્વારા હાથ ધરવામાં આવેલ ભારતીય ઘરોને લગતા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે આશરે 70 ટકાથી વધારે ઉત્તરદાતાઓનું કહેવું છે કે તેઓ એવા ઉપકરણોના વધારે વિકલ્પ જોવા ઈચ્છે છે કે જે તેમના ઘરની સજાવટ માટે વધારે યોગ્ય હોય. અડધાથી પણ વધારે લોકોનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે તેમના ઘરોમાં બધુ જ યોગ્ય રીતે મેચ થાય તેવું ઈચ્છે છે.

ન્યુ લોંચ અંગે બોલતા ગોદરેજ એપ્લાયન્સિસ ખાતેના બિઝનેસ હેડ અને એક્ઝિક્યુટીવ વાઈસ-પ્રેસિડેન્ટ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “લોકોની ખર્ચપાત્ર આવકમાં થઈ રહેલા વધારા અને લોનની સરળ ઉપલબ્ધતાને લીધે હોમ ઓનરશીપ્સની સરેરાશ ઉંમરમાં ઘટાડો થયો છે અને એવું કહેવામાં આવે છે કે તે હવે થર્ટીઝમાં છે. આ યુવા ભારતીય કન્ઝ્યુમર પોતાના ઘરોની સજાવટમાં ખૂબ જ પ્રયત્ન કરે છે, તેઓ સુનિશ્ચિત કરે છે કે તમામ ડિઝાઈન એકંદરે યોગ્ય સમન્વય ધરાવે, હવે તેમના આ ઉપકરણો એટલે કે અપ્લાયન્સિસને એઈસ્થેટીક્સ બનાવવા માટે ઘરની સજાવટની વાત વિશેષ આવે છે તો તેઓ કેટલીક અડચણનો સામનો કરે છે. એઈસ્થેટીક્સ એ આજે એક ચાવીરૂપ ખરીદી છે, જે પ્રીમિયમાઈઝેશનના વેવ્ઝ વચ્ચે સંચાલિત છે. ગોદરેજ અપ્લાયન્સિસની ફિલસૂફીની બાબતમાં તે ખરી સાબિત થઈ છે, આ શ્રેષ્ઠ બ્રાન્ડ ફરી એક વખત સમજી-વિચારીને તૈયાર કરવામાં આવેલ ઉત્તમ પ્રોડક્ટ્સને ગોદરેજ અપ્લાયન્સિસ દ્વારા રજૂ કરવા સાથે તે બ્રાન્ડને નેચર ઈન્સ્પાયર્ડ, વુડ-ફિનિશ રેન્જમાં ( Air conditioner ) એરકન્ડિશનર અને ( Refrigerator ) રેફ્રીજરેટર્સ– ગોદરેજ ઈઓન વોગ સિરીઝની ખાસ રજૂઆત સાથે જરૂરિયાતને લગતી જે ખાઈ હતી તેને પૂરી કરવાની શ્રેષ્ઠ પહેલ કરી છે. અન્ય પ્રીમિયમ લોંચ સાથે બ્રાન્ડનો લક્ષ્યાંક પોતાના પ્રીમિયમ સેગમેન્ટના યોગદાનને 45 ટકાથી વધારીને 55 ટકા કરવાનો છે અને એક મજબૂત પ્રોડક્ટ પોર્ટફોલિયો સાથે સમર ગ્રોથને 20 ટકા સુધી વધારે છે.’’

આ સમાચાર પણ વાંચો :  Ankita lokhande Vicky jain: અંકિતા લોખંડે સાથે લગ્ન કરવા નહોતો માંગતો વિકી જૈન! જાણો અભિનેત્રીએ તેના પતિ વિશે આવું કેમ કહ્યું

ડિઝાઈનની પાછળના વિચાર પર પ્રકાશ પાડતા ગોદરેજ અપ્લાયન્સિસના ડિઝાઈન બાબતના વડા કમલ પંડિતે જણાવ્યું હતું કે,”અમે ઝડપભેર બદલાઈ રહેલા શહેરોને સ્વતંત્ર ઘરોના સ્થાને બહુમાળી ઈમારતો સાથે જોઈ રહ્યા છીએ અને ગ્રાહકોને પ્રકૃતિથી દૂર થતા જોઈ રહ્યા છીએ.

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

અમે જોયુ છે કે કેવી રીતે ભારતીય ઘરોમાં ગરમાવો આવે છે, જ્યારે ઉપકરણ અપેક્ષાકૃત ઠંડા સ્થળ પર કાળા તથા સિલ્વર રંગના કાચ તથા સ્ટીલ સાથે કામ કરે છે. અમે પ્રકૃતિને અનુરૂપ યોગ્ય નિર્ણય કર્યો છે અને વ્યવહારિકતાને યથાવત રાખતા આપણા ઘરોને મિશ્રિત તથા યોગ્ય પૂરક સ્થિતિ માટે અનેક રંગોમાં કુદરતી લાકડાંના ફિનિશિંગવાળા ઉપકરણ રજૂ કર્યાં છે. ઈઓન વોગ શ્રેણી પાણી, કોઈપણ પ્રકારના ડાઘ અથવા ઘસારા વિરોધી, સાફ કરવામાં સરળ તથા ટકાઉપણાની અજોડ રજૂઆત ધરાવે છે.”

કન્ઝ્યુમરને તેમના ઘરોમાં ડિઝાઈનમાં ફેરફારને લગતા અનુભવ કરાવવા અને અપનાવવામાં સહાયકતા કરવા બ્રાન્ડે એક અનુકૂલિત હોમ ડિઝાઈન ગાઈડ માટે ઈન્ડિયા સર્કસના સ્થાપક અને ડિઝાઈન નિર્દેશક કૃષ્ણા મહેતા સાથે સહયોગ કર્યો છે, તેમાં વિવિધ પ્રકારની ઘરેલુ સજાવટને લગતી શૈલિઓ તથા ખાસ પ્રકારના ક્યુરેટેડ નવા ઈયોન વેન સિરીઝને રજૂ કરવામાં આવેલ છે, તેમાં વિવિધ પ્રકારના ઘરેલુ સજાવટની શૈલિઓ તથા ખાસ સ્વરૂપથી ક્યુરેટેડ ન્યુ ઈયોન વોગ સિરીઝને પ્રદર્શિત કરવામાં આવેલ છે. પ્રકૃતિથી પ્રેરીત ભારત સર્કસના સહાયક ઉપકરણ કે જેની કિંમત રૂપિયા 1999/- સુધી છે તે એક હજાર ગ્રાહકો માટે છે.

આ લોંચ કરવા પ્રસંગે ઈન્ડિયા સર્કસના સંસ્થાપક અને ડિઝાઈનના નિર્દેશક કૃષ્ણા મેહતાએ કહ્યું કે “ગોદરેજ એપ્લાયન્સિસની નવી વુડ-ફિનિશ સિરીઝ ભારતમાં ડેકોરની દુનિયામાં સ્વાગત કરવા યોગ્ય ન્યુ એન્ટ્રન્ટ છે. હું ડિઝાઈનમાં પ્રકૃતિથી પ્રેરીત બાબતોને એકીકરણની મદદ કરું છું, અને તમે તેને ઈન્ડિયા સર્કસમાં પણ શ્રેષ્ઠ પર્ફોમન્સ સાથે જોઈ શકો છો. વુડ એક પ્રાકૃતિક ફિનિશ હોવાને લીધે બહુપ્રતિભા સંપન છે, જે વિવિધ સજાવટોની શૈલીઓ સારી ઉત્તમ તાલમેલ ધરાવે છે. મે તેને પોતાની ડિઝાઈન ગાઈડમાં રજૂ કરી છે અને ગ્રાહકોને ડિઝાઈન સાથે એક રિયલ અભિગમનો અનુભવ કરવામાં મદદરૂપ બને છે, અમે વોગ સિરીઝના પૂરક સ્વરૂપમાં ગ્રાહકો માટે આદર્શ સોગાત સ્વરૂપમાં ઈન્ડિયા સર્કસના કેટલાક ખાસ કુદરત પ્રેરીત સામાન-ફ્રિઝ વેર અને કુશન રેફ્રીઝરેટર અને એર કન્ડિશનર સાથે પણ તૈયાર કરવામાં આવેલ છે. અમને આશા છે કે આ શ્રેષ્ઠ રજૂઆત ગ્રાહકોને તેમના ઘરોમાં પ્રકૃતિથી પ્રેરીત ડિઝાઈનને વધારે સારી કરવાનો અનુભવ પ્રાપ્ત કરવામાં મદદરૂપ બનશે.”

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

New Innovation.. Godrej Appliances Launches Wood-Finished, Natural Inspired AC & Refrigerators..

આ સમાચાર પણ વાંચો :  Jaya prada: અભિનેત્રી જયાપ્રદા ની મુશ્કેલી વધી, આ કેસમાં અદાલતે અભિનેત્રી ને કરી ‘ભાગેડુ’ જાહેર, કોર્ટ એ પોલીસ ને આપ્યો આ આદેશ

ગોદરેજ ઈઓન વોગ સિરીઝના રેફ્રિજરેટર બે રંગ ઓક અને વોલનટ વૂડમાં 272 લીટર તથા 244 લીટરની ક્ષમતામાં ઉપલબ્ધ બનેલ છે તથા ગ્રાહકો માટે રૂપિયા 27,000-32,000 રેન્જમાં ઉપલબ્ધ છે. રેફ્રીજરેટર નેનો શીલ્ડ ડિસઈન્ફેક્શન ટેકનોલોજી (પેટન્ટ લાગૂ), વિશાળ વેજીટેબલ સ્ટોરેજ અને અન્ય સુવિધાઓ સાથે પેટેન્ટેડ કૂલ શોવર ટેકનોલોજીના માધ્યમથી 96/+ સરફેસ ડિસઈન્ફેક્શન સાથે રજૂ કરવામાં આવેલ છે.

એર કન્ડિશનર 1.5 ટીઆરમાં ત્રણ રંગ-સાઈપ્રસ, ટીક અને મહોગનીમાં ઉપલબ્ધ છે,જે રૂપિયા 35,000-38,000ની કિંમત રેન્જમાં ઉપલબ્ધ છે અને વીજળી બચત માટે 5-ઈન-1 કન્વર્ટિબલ ટેકનોલોજી, વધારે આરામદાયકતા માટે 4-વે સ્વિંગ અને 52 ડિગ્રી સેલ્સિયસ પર પણ હેવી-ડ્યૂટી કૂલિંગથી સજ્જ છે. આ એસી ઈર32નો ઉપયોગ કરે છે,જે ઓછા ગ્લોબલ વોર્મિંગવાળા રેફ્રિજરેટર છે. આ સિરીઝ ટૂંક સમયમાં ભારતમાં ઈન્ડિયા સર્કસ વેબસાઈટ ઉપરાંત અધિકૃત સ્ટોર્સ અને લોકપ્રિય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનશે.

વધુ માહિતી માટે https://www.godrej.com/appliances/eonvogue ની મુલાકાત લો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

February 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kitchen Hacks smart tips to keep food fresh in the refrigerator
લાઈફ સ્ટાઇલ

Kitchen Hacks : રેફ્રિજરેટરમાં ખાદ્ય ચીજોને તાજી રાખવા આ સ્માર્ટ ટીપ્સ અપનાવો

by kalpana Verat February 13, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Kitchen Hacks : આપણામાંથી મોટાભાગના લોકો અનેક ખાદ્ય ચીજો અને સામગ્રીને લાંબો સમય સુધી તાજી રાખવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો રેફ્રિજરેટરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો લાંબો સમય સુધી ખાદ્ય ચીજોને જાળવી તેનો બગાડ થતો અટકાવી શકાય.

તમારા ફ્રીજના પર્ફોર્મન્સને જાળવી રાખવા તેમજ ફ્રીજમાં સંગ્રહ કરેલી તમારી ખાદ્ય ચીજોને લાંબો સમય સુધી તાજી રાખવા ગોદરેજ અપ્લાયન્સિસના રેફ્રિજરેટર્સ પ્રોડક્ટ ગ્રુપ હેડ અનુપ ભાર્ગવ કેટલીક ટીપ્સ આપી રહ્યા છે.

  • વર્ગીકૃત કરી સામાન ગોઠવોઃ સુવ્યવસ્થિત ફ્રીજ ખાદ્ય ચીજોને મૂકવા-બહાર કાઢવા તેમજ તેની તાજગી જાળવી રાખવામાં મદદ કરે છે. સામાન્ય રીતે ખાદ્ય પદાર્થોને તેના ઉપયોગ અને કેટેગરીના આધારે અલગ પાડી પારદર્શક કન્ટેનરમાં સંગ્રહ કરવો જોઈએ. ફ્રીજમાં બિનજરૂરી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. ઓવરલોડથી દૂર રહો.
  • યોગ્ય તાપમાન જાળવોઃ તમારા ખાદ્ય પદાર્થોના શેલ્ફ-લાઈફમાં વધારો કરવા ફ્રીજના યોગ્ય સેક્શનમાં, યોગ્ય તાપમાનમાં ખાદ્ય ચીજોનો સંગ્રહ કરો. અમુક ખાદ્ય ચીજોની તાજગી જાળવી રાખવા માટે ફ્રીજના યોગ્ય સેક્શનમાં સંગ્રહ કરવાની જરૂર છે. અમુક ખાદ્ય પદાર્થો ફ્રીજર સેક્શનમાં લાંબા સમય સુધી ફ્રેશ રહે છે. ન્યૂ એજ ફ્રોસ્ટ ફ્રી અને ફોર-ડોર ફ્રીજને ફ્રીઝરમાં તબદીલ કરવા માટે કન્વર્ટિબલ વિકલ્પો હોય છે. જેની મદદથી સ્ટોરેજની જરૂરિયાતોના આધારે ફેરફાર કરી ખાદ્ય પદાર્થોની ફ્રેશનેસ જાળવી શકાશે.
  • ફર્સ્ટ ઈન, ફર્સ્ટ આઉટ પદ્ધતિઃ જ્યારે પણ નવા ખાદ્ય પદાર્થોનો ફ્રીજમાં સંગ્રહ કરો ત્યારે, જૂની ચીજોને હાથવગી રહે તેમ બહારની તરફ ગોઠવો. આ પદ્ધતિથી ખાદ્ય ચીજોનો બગાડ થતો અટકશે. તેમજ ખાદ્ય ચીજોનો એક્સપાયરી ડેટ પહેલાં ઉપયોગ પણ થઈ શકશે.
  • ફ્રીજમાં શું મુકશોઃ ફળો, શાકભાજી, અથાણા, મસાલા, દૂધ અને દૂધની બનાવટો, ચોકલેટ્સ, રાંધેલો ખોરાક, ઈંડા સહિતની સામગ્રી ફ્રીજમાં મૂકવી યોગ્ય છે. જ્યારે આઈસક્રીમ, પલ્પ, ચટણી, મીટ-માંસ સહિતના ફ્રોઝન ફૂડ ફ્રિઝર સેક્શનમાં સંગ્રહ કરવા શ્રેષ્ઠ રહેશે. પેકેજ્ડ ફૂડ્સના લેબલના આધારે તેને ફ્રિઝર કે ફ્રીજમાં ગોઠવવા જોઈએ.
  • ફ્રીજમાં આ ચીજો ન રાખશોઃ ફ્રીજમાં ડુંગળી જેવી ચીજોનો સંગ્રહ કરશો નહિં. જે ફ્રીજમાં અનિચ્છનીય દુર્ગંધ ઉત્પન્ન કરે છે. તેલ, કોસ્મેટિક્સ, મધ, તેમજ નારંગી-કેળા જેવા અમુક ફળોને પણ ફ્રીજમાં સંગ્રહ કરવાનું ટાળો. વધુમાં રાંધેલો ખોરાક ફ્રીજમાં મુકતાં પહેલાં રૂમના તાપમાનમાં ઠંડો કરો.
  • ક્રોસ-કન્ટામિનેશનથી બચોઃ અમુક ખાદ્ય ચીજોનુ સુગંધ, સ્વાદ જાળવવા તેમજ ભેજથી બચાવવા હવાચુસ્ત ડબ્બામાં ભરી ફ્રીજમાં મૂકો. કાચુ માંસ અને સીફૂડને ફ્રીઝરમાં આપવામાં આવેલા અલગ સેક્શનમાં મૂકો, જેથી ફ્રીજને તેની ગંધથી બચાવી શકાય. ખાદ્ય પદાર્થોનો એક-બીજાના સંપર્કમાં ન આવે તે રીતે તેમજ જ્યુસ જેવા પીણાંનો સંગ્રહ કરવા લીક-પ્રુફ કન્ટેનરનો ઉપયોગ કરો.
  • ઝડપથી બગડતા ખોરાક માટે ખાસ જાળવણીઃ શાકભાજી-ફળો જેવા ખાદ્ય પદાર્થોને સ્વચ્છ અને સુકા કરી ફ્રીજમાં મૂકો. જેમાં ભેજ ઝડપથી લાગતુ હોવાથી બગડવાની સમસ્યા રહે છે. તમે આ ચીજોનો સ્પીન-ડ્રાય કરી ફ્રીજમાં સંગ્રહ કરી શકો છો.
  • ખોરાકની સુરક્ષાઃ ફ્રીજ મોટાભાગે તાપમાનને જાળવતાં (ટેમ્પરેચર મેનેજમેન્ટ) ખાદ્ય ચીજોનો સંગ્રહ કરે છે. ગોદરેજનું એડવાન્સ ફ્રોસ્ટ-ફ્રી ફ્રીજ આ સિસ્ટમમાં એક ડગલું આગળ કામ કરે છે. જે નેનો શિલ્ડ ટેક્નોલોજી (પેટેન્ટેડ)થી સજ્જ છે. જેની મદદથી ગોદરેજના ફ્રીજમાં 95%+ ફૂડ સરફેસ ડિસઈન્ફેક્શનની મદદથી કિટાણુઓ સામે રક્ષણ આપી ખાદ્ય ચીજોને વધુ સુરક્ષિત રાખે છે. આજના યુગમાં જ્યાં ખાદ્ય ચીજો તમારા ઘર સુધી પહોંચતા પહેલાં અનેક પ્રક્રિયાનો ભાગ બને છે. તેવા સમયે કિટાણુઓનું જોખમ વધી જાય છે. ટેક્નોલોજીની મદદથી અમે તમારા પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા રાખતાં ખાદ્ય ચીજોનો બગાડ થતો અટકાવીએ છીએ.

આ સમાચાર પણ વાંચો :  UPI global: ભારતીય UPIએ આખી દુનિયામાં મચાવી ધુમ! મોરેશિયસ, શ્રીલંકા બાદ આ દેશમાં કરવામાં આવ્યું લોન્ચ.. ભારતીય રૂપિયામાં કરી શકાશે ચૂકવણી.

  • વારંવાર દરવાજો ખોલવાનું ટાળો, વ્યવસ્થિત બંધ કરોઃ ફ્રીજનો દરવાજો વારંવાર ખોલ-બંધ કરવો નહિં. કારણકે, તેનાથી તેનુ તાપમાન-ઠંડી હવા જળવાતી નથી. તેમજ ઉપયોગ કર્યા બાદ ફ્રીજનો દરવાજો વ્યવસ્થિત બંધ કરવાનુ ભૂલશો નહિં. જેની મદદથી ઉર્જાની બચત તો થશે, પરંતુ સાથે ખાદ્ય ચીજોને વારંવાર લાગતા થર્મલ શોકથી પણ બચાવી લાંબો સમય સુધી તાજી રાખી શકાશે.
  • હોલિડે પહેલા સફાઈઃ રજાઓ પહેલાં તેમજ ઉપયોગ ન હોય તેમજ તમારી ગેરહાજરીમાં ઝડપથી બગડી જાય તેવી ચીજોને ફ્રીજમાંથી કાઢી નાખો. જે ફ્રીજને દુર્ગંધથી બચાવી ખાદ્ય ચીજોને બગડતા અટકાવે છે. ન્યૂ-એજ ફ્રીજ કસ્ટમાઈઝેબલ મોડનો વિકલ્પ છે. જે તમારા ફ્રીજને ‘હોલિડે મોડ’ પર સેટ કરી ઉર્જાની બચત કરી શકો છો.
  • નિયમિત સફાઈ અને સર્વિસ કરાવોઃ ફ્રીજની નિયમિત સફાઈ કરો. ફ્રીજની છાજલીઓ સાફ કરો અને નિયમિતપણે એક્સપાયર થતી ચીજોને ધ્યાનમાં રાખી તે બગડે તે પહેલાં ફ્રીજમાંથી દૂર કરો. સ્વચ્છ રેફ્રિજરેટર માત્ર ગંધ જ અટકાવતું નથી,પણ ખોરાકના સુરક્ષિત સંગ્રહની પણ ખાતરી આપે છે. જો તમને લાગે કે તમારા ફ્રિજનું કુલિંગ યોગ્ય નથી, તો અધિકૃત સર્વિસ પ્રોવાઈડર દ્વારા તમારા ફ્રિજની તપાસ કરાવી નિયમિત સર્વિસ કરાવો.

(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

February 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
The old and well-known brand Godrej has changed the face of refrigerators, with a four-door fridge
વેપાર-વાણિજ્ય

Godrej: જૂની અને જાણીતી બ્રાન્ડ ગોદરેજે રેફ્રિજરેટરના રંગરૂપ બદલ્યા, ચાર દરવાજા વાળું ફ્રીજ આવ્યું..

by NewsContinuous Bureau November 3, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai

Godrej: ગોદરેજ ઇઓન (Godrej Eon ) વેલ્વેટ  4-ડોર રેફ્રિજરેટર ( Refrigerator ) સાથે તમારા રસોડાને અપગ્રેડ કરો. જે વિવિધ જરૂરિયાતોને અનુરૂપ વર્સેટાઈલ  ( versatile ) કુલિંગ વિકલ્પો પ્રદાન કરતી સ્ટાઈલ અને કાર્યક્ષમતાનુ પર્ફેક્શન છે. પ્રભાવશાળી વિશાળ 670 લીટરની  ( 670 Liter )કુલ ક્ષમતા ( capacity) , મોટી છાજલીઓ (શેલ્વસ) ( large shelves ), ઊંડા અને સરળ-થી-સ્લાઇડ ડ્રોઅર્સ (slide drawers ) સાથે આ ફ્રિજ ( fridge ) તમારી તમામ ખાદ્ય ચીજો માટે પૂરતી સ્પેસ સાથે આવે છે. તે ભારતીય પરિવારો ( Indian families ) માટે એક આદર્શ પસંદગી બને છે.

તેનું કન્વર્ટિબલ મોડ ( convertible mode ) એક વધારાના ઝોનને મંજૂરી આપે છે જે ફ્રીઝર ( freezer ) અથવા ફ્રિજ તરીકે સેવા આપી શકે છે. -18°C થી 5°Cની વચ્ચે તાપમાન કસ્ટમાઇઝેશનની ( customization ) શક્યતા સાથે 81% ફ્રિજ સ્પેસને અનલોક કરી શકાય છે, ખાસ કરીને જ્યારે શાકભાજીનું પ્રમાણ વધારે હોય ત્યારે અત્યંત ઉપયોગી બને છે. સુપર ફ્રીઝર, સુપર કૂલ અને હોલીડે મોડ વિકલ્પો અનુક્રમે હેવી-ડ્યુટી કૂલિંગ અને વીજ બચત કરે છે. ડ્યુઅલ-ટેક કૂલિંગ અને એડવાન્સ્ડ ઇન્વર્ટર ટેક્નોલોજી દ્વારા સંચાલિત, આ રેફ્રિજરેટર કાર્યક્ષમતા  (efficiency ), ટકાઉપણું ( durability )અને શાંત કામગીરી ( quiet operation)સેવા પ્રદાન કરે છે. દરવાજો ખુલ્લો રહી જાય ત્યારે તે તમને ચેતવણી આપતું ડોર એલાર્મ ફંક્શન પણ ધરાવે છે.

નવા લોન્ચ થયેલા 4-ડોર રેફ્રિજરેટર અંગે ગોદરેજ અપ્લાયન્સિસના પ્રોડક્ટ ગ્રૂપ હેડ અનુપ ભાર્ગવે  ( Anup Bhargava ) જણાવ્યું હતું કે, “અમે ગોદરેજ ઇઓન વેલ્વેટ 4-ડોર રેફ્રિજરેટર રજૂ કરવા બદલ ઉત્સાહી છીએ. જે અમારા પ્રીમિયમ રેફ્રિજરેટર્સના પોર્ટફોલિયોમાં લેટેસ્ટ એડિશન છે. એડવાન્સ કુલિંગ સુવિધાઓ અને બહુવિધ કાર્યક્ષમતાઓના મિશ્રણ સાથે, આ પ્રોડક્ટ ગ્રાહકોના જીવનને સમૃદ્ધ બનાવવા પ્રત્યેના અમારા સમર્પણનો પુરાવો છે. અમે એક માસ્ટરપીસ બનાવ્યું છે, જે ફક્ત તમારા રસોડાની સુંદરતામાં વધારો ઉપરાંત ગ્રાહકોની ઘણી બધી જરૂરિયાતોને પણ પૂરી કરે છે, જેમાં વિસ્તૃત સ્ટોરેજ અને સગવડતા સહિત સુવિધાઓ સમાવિષ્ટ છે.”

ઇઓન વેલ્વેટ રેફ્રિજરેટર સ્ટાઈલ અને ઉત્કૃષ્ટ કામગીરીનો આનંદ આપતા રસોડાને લક્ઝ્યુરિયસ લુક આપતા ગ્રેફાઇટ બ્લેક અને આઇનોક્સ સ્ટીલ જેવા બે આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે. આ રેફ્રિજરેટર હાલ અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને ભારતમાં તમામ ઓફલાઈન સ્ટોર્સ પર રૂ. 1,20,000ની એમઆરપી પર ઉપલબ્ધ છે.

 

November 3, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક