• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - refuse
Tag:

refuse

ranveer allahbadia controversy supreme court refuse early hearing on youtuber petition
મનોરંજન

Ranveer allahbadia controversy: વિવાદ ની વચ્ચે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો રણવીર અલ્હાબાદિયા, આવું કહી કોર્ટે આપ્યો યુટ્યૂબર ને મોટો ઝટકો, જાણો સમગ્ર મામલો

by Zalak Parikh February 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer allahbadia controversy: રણવીર અલ્હાબાદિયા માતા પિતા પર અશ્લીલ ટિપ્પણી કરીને મુશ્કેલી માં મુકાયો છે  ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં રણવીર ના વિવાદાસ્પદ નિવેદન બાદ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે, આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. રણવીરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની સામે નોંધાયેલી FIR રદ કરવાની માંગ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો: Ranveer allahbadia: રણવીર અલ્હાબાદિયા એ કરેલી આ અપીલ ને મુંબઈ પોલીસે ફગાવી, જાણો વિગત

રણવીર અલ્હાબાદિયા એ કરી સુપ્રીમ કોર્ટ માં અરજી 

રણવીર અલ્હાબાદિયા શુક્રવારે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો જ્યાં તેના હાથ માં નિરાશા જ આવી. રણવીરે કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી, આ સાથે કોર્ટ ને એ અપીલ કરી કે તેની સામેની તમામ એફઆઈઆરને એકસાથે જોડવામાં આવે અને કેસની સુનાવણી ટૂંક સમયમાં કરવામાં આવે. પરંતુ ન્યાયાધીશ ની બેન્ચે રણવીર વતી હાજર રહેલા એડવોકેટ ને જણાવ્યું હતું કે અરજીની તાત્કાલિક સૂચિબદ્ધ કરવા માટેના મુદ્દાઓનો મૌખિક ઉલ્લેખ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


 

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એ હાલ રણવીર અલ્હાબાદિયાની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે અને તેમને કોઈ તારીખ આપવામાં આવી નથી. બીજી તરફ પોલીસે રણવીર ને બે વાર સમન્સ મોકલ્યા હોવા છતાં તે પોલીસ સમક્ષ હાજર રહ્યો નહોતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anushka Sharma turns down priyanka chopra role in jee le zara film
મનોરંજન

Anushka Sharma : અનુષ્કા શર્મા એ ‘જી લે ઝરા’ ની ઑફર ઠુકરાવી, આ કારણે પ્રિયંકા ચોપરાને રિપ્લેસ કરવાનો કર્યો ઇનકાર

by Dr. Mayur Parikh July 11, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ આ દિવસોમાં લાઈમલાઈટમાં છે. વાસ્તવમાં ફિલ્મની લીડ એક્ટ્રેસમાંથી એક પ્રિયંકા ચોપરાએ ‘જી લે જરા’ છોડી દીધી છે. રિપોર્ટ્સમાં એવું બહાર આવ્યું છે કે પ્રિયંકા તેના હોલિવૂડ કરિયરને સમય આપવા માંગતી હતી અને તેથી તેણે ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો. પ્રિયંકા પછી, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેટરીના કૈફે પણ ફરહાન અખ્તરની ફિલ્મ ઠુકરાવી દીધી છે, પરંતુ બાદમાં આ સમાચાર ખોટા નીકળ્યા. હવે બહાર આવી રહેલી માહિતી મુજબ, નિર્માતાઓએ પ્રિયંકાને બદલે અભિનેત્રી અનુષ્કા શર્માનો સંપર્ક કર્યો હતો. પરંતુ અનુષ્કાએ ‘જી લે ઝરા’ની ઓફર પણ ઠુકરાવી દીધી છે.

અનુષ્કા શર્મા એ ‘જી લે ઝરા‘ માટે પાડી ના

મીડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપરાની જગ્યાએ અભિનેત્રી અનુષ્કા શર્માને ‘જી લે ઝરાની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ અભિનેત્રીએ તેના વ્યસ્ત શેડ્યૂલનું કારણ આપીને ફિલ્મને નકારી કાઢી હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અનુષ્કા ફરહાન અખ્તરની ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ મેકર્સ તેની પાસેથી ‘જી લે ઝરા’ માટે જે તારીખો માંગી રહ્યા હતા, અનુષ્કાએ અન્ય જગ્યાએ કમિટમેન્ટ કર્યું છે. આવી સ્થિતિમાં અનુષ્કાએ ‘જી લે ઝરા’ની ઓફર ઠુકરાવી દીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, કાસ્ટિંગ પ્રોબ્લેમના કારણે ફરહાન અખ્તરે’જી લે ઝરા’ ને હાલ માટે હોલ્ડ કરી દીધી હતી. આવી સ્થિતિમાં ‘જી લે ઝરા પર ફરીથી કામ ક્યારે શરૂ થશે તેની કોઈ માહિતી મળી નથી.

આ સમાચાર પણ વાંચો: BSE Foundation Day: બીએસઈ ૧૪૯માં સ્થાપના દિનની ઉજવણી, નવા લોગોનું કર્યું અનાવરણ..

અનુષ્કા શર્મા નું વર્ક ફ્રન્ટ

અનુષ્કા શર્મા ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકડા એક્સપ્રેસ’માં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 16 ડિસેમ્બરે OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થશે. અનુષ્કાએ આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.

 

July 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જયા બચ્ચને કર્યો તેના લાડલા દીકરા અભિષેક ની વેબ સિરીઝ બ્રીધ ઇન ટુ ધ શેડો જોવાનો ઇન્કાર-અભિનેતા એ જણાવ્યું આના પાછળ નું કારણ

by Dr. Mayur Parikh November 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન(Abhishek Bachchan) તેની દમદાર એક્ટિંગ માટે જાણીતો છે. અભિનેતા ટૂંક સમયમાં વેબ સિરીઝ બ્રેથ ઇનટુ ધ શેડોઝ(Breath into the shadow)માં જોવા મળશે. અભિષેક આ સિરીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, હવે તેણે ખુલાસો કર્યો છે કે તેની માતા જયા બચ્ચને વેબ સિરીઝ જોવાની(refuce) ના પાડી દીધી છે. કારણ કે તેને હિંસાવાળી ફિલ્મો પસંદ નથી. જણાવી દઈએ કે બ્રેથ ઈનટુ ધ શેડોમાં અમિત સાધ, સૈયામી ખેર અને ઈવાના કૌર પણ મહત્વની ભૂમિકામાં છે અને તેનું નિર્દેશન મયંક શર્મા દ્વારા કરવામાં આવ્યું છે. એસ્પિરન્ટ્સ સ્ટાર નવીન કસ્તુરિયા પણ બીજી સીઝનનો એક ભાગ છે, જે એમેઝોન પ્રાઇમ વિડિયો(Amazon prime video) પર 9 નવેમ્બરે પ્રસારિત થશે.

હવે સિરીઝ વિશે વાત કરતાં અભિષેકે એક મીડિયા હાઉસ(media house) ના કાર્યક્રમમાં કહ્યું, 'અમારો શો રોમાંચથી ભરેલો છે અને તે એટલો શાનદાર છે કે મારી માતાએ તેને જોવાની ના પાડી. તેણે કહ્યું ના, હું આ બધું જોવા નથી માંગતી. તે ડરી(scare)જાય છે. મા વગર મારો આખો પરિવાર આ શો 8 નવેમ્બર ની મધરાત્રી એ જોશે. મારી માતા આના સિવાય બીજું કંઈક જોશે. તે એટલી હિંસા કે આક્રમકતા જોઈ શકતી નથી. એટલા માટે તે સંસદમાં(sansad) જાય છે જ્યાં આવું કંઈ થતું નથી.’વધુમાં, અભિષેકે કહ્યું કે તેના પિતા એ જ્યારે તેણે છેલ્લી સિઝન જોઈ ત્યારે તેને તે ગમી. અભિષેકે એ પણ ખુલાસો કર્યો કે જ્યારે તે પોતાના શોના પ્રમોશનમાં(promotion) વ્યસ્ત હોય છે ત્યારે બિગ બી(Amitabh bachchan) નવી સીઝન જોવા માટે ઉત્સાહિત થાય છે. તે આ નવી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: પૂર્વ ગર્લફ્રેન્ડ સાથે અનુપમા ના પુત્ર એ લગાવ્યા ઠુમકા-બન્ને વચ્ચે નો પ્રેમ જોઈ લોકોએ પૂછ્યું પેચઅપ થઇ ગયું કે શું

તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન છેલ્લે ફિલ્મ ‘દસવી’(Dasvi) માં જોવા મળ્યો હતો.આ ફિલ્મમાં અભિષેકની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે તે આર બાલ્કીની ફિલ્મ ‘ઘૂમર’(Ghumar)માં જોવા મળશે અને આમાં તેની સાથે સૈયામી ખેર મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સાથે આર બાલ્કી (R Balki)સાથે અભિષેકની આ બીજી ફિલ્મ છે. આ પહેલા બંને પા ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે.બીજી બાજુ જયા બચ્ચન કરણ જોહર ની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ માં જોવા મળશે.

November 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ભારતની તમામ ભાષાઓની જનની સંસ્કૃત નહીં બને ભારતની રાષ્ટ્રભાષા- સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી અને પુછ્યો આ સવાલ

by Dr. Mayur Parikh September 3, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેવોની ભાષા સંસ્કૃત(Sanskrit)ને રાષ્ટ્ર ભાષા ઘોષિત કરવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટ(Supreme court) દ્વારા ફગાવી દેવામાં આવી છે. 

જાહેરહિતની અરજી પર સુનાવણી(Hearing)દરમિયાન કોર્ટે કહ્યું કે, આ એક નીતિગત નિર્ણય છે અને તેના માટે બંધારણમાં સુધારો કરવાની જરૂર હોય છે. કોર્ટે અરજદારને પૂછ્યું કે, શું તમે સંસ્કૃત બોલો છો? શું તમે સંસ્કૃતમાં એક લાઈન બોલી શકો છો અથવા તમારી રિટ અરજીની પ્રાર્થનાનો સંસ્કૃતમાં અનુવાદ(Translation) કરી શકો છો? તેના પર અરજદારે એક શ્લોક(Shlok) સંભળાવ્યો ત્યારે કોર્ટે જવાબમાં કહ્યું કે આ તો બધાને ખબર છે.

દરમિયાન અરજીકર્તાએ બ્રિટિશ (British) રાજ દરમિયાન કલકત્તા(Kolkata) ના સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ(FOrmer judge) ના નિવેદનનો હવાલો આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમના તરફથી વાંચવામાં આવેલી 22 ભાષાઓ(Languages) માંથી સ્પષ્ટ છે કે, સંસ્કૃત માતૃભાષા છે. કોર્ટે કહ્યું કે, અમે પણ એ માનીએ છીએ, હિન્દુ(Hindu) અને રાજ્યોની કેટલીય ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે. પણ તેના આધાર પર કોઈ પણ ભાષાને રાષ્ટ્રભાષા(National Language) ઘોષિત કરી શકાય નહીં. અમારા માટે ભાષા ઘોષિત કરવી બહુ અઘરું છે.

આ સમાચાર પણ વાંચો : યાત્રીગણ કૃપયા ધ્યાન દે- રવિવારે  WRમાં આ બે સ્ટેશનો વચ્ચે રહેશે પાંચ કલાકનો જમ્બો બ્લોક-જાણો વિગત

કોર્ટે એમ પણ પૂછ્યું કે ભારતમાં કેટલા શહેરોમાં સંસ્કૃત બોલવામાં આવે છે? અરજદારનું કહેવું છે કે, કેન્દ્ર તરફથી તેના પર ચર્ચા ઈચ્છીએ છીએ અને કોર્ટનો એક હસ્તાક્ષેપ સરકારના સ્તર પર ચર્ચા શરૂ કરવામાં મદદરૂપ થશે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રિટાયર્ડ બ્યૂરોક્રેટ ડીજી વણઝારા દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી.  

September 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અલ્લુ અર્જુનના માર્ગે ચાલ્યો કાર્તિક આર્યન- પાન મસાલાની જાહેરાત માટે પાડી ના-મળી હતી અધધ આટલા કરોડની ઓફર

by Dr. Mayur Parikh August 30, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

ફિલ્મો સિવાય બોલિવૂડ કલાકારો જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે. કપડાથી લઈને પગરખાં સુધી તમામ પ્રકારની જાહેરાતોથી(advertise) તેઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. શાહરૂખ, અજય દેવગન અને અક્ષય કુમાર જેવા ઘણા સ્ટાર્સે પાન-મસાલાની (pan masala ad)જાહેરાત કરીને પોતાની ઇમેજ ખરાબ કરી છે, જ્યારે કાર્તિક આર્યનએ પાન-મસાલાની જાહેરાતને ઠુકરાવી દીધી છે. મળતી માહિતી મુજબ, આ એડ માટે તેને કરોડો રૂપિયાની ઓફર કરવામાં આવી રહી હતી, પરંતુ અભિનેતાએ તેમ કરવાની ના પાડી દીધી છે. તેના આ પગલાની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્તિક આર્યનએ ચાહકોના સ્વાસ્થ્ય(health) માટે આવી જાહેરાત કરવાની ના પાડી દીધી છે. આ માટે અભિનેતાને 9 કરોડ રૂપિયાની ઓફર (offer)કરવામાં આવી હતી. જો કે કાર્તિક આર્યનએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. એટલું જ નહીં સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિગલાની એ પણ કાર્તિકના આ પગલાની પ્રશંસા કરી છે.જો કે આટલી મોટી રકમ મળ્યા પછી પણ કંઈપણ ના કહેવું એટલું સરળ નથી, પરંતુ કદાચ કાર્તિક આર્યનની(Kartik Aryan) પોતાની થિયરી છે. આજના નવા કલાકારોમાં આ બાબતો ભાગ્યે જ જોવા મળે છે. કાર્તિક પાન મસાલા એડને રિજેક્ટ કરીને યુથ આઇકોન(youth icon) બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો : હંમેશામાં વિવાદોમાં રહેતા બૉલીવુડ એક્ટર KRKની થઇ ધરપકડ- મુંબઈમાં લેન્ડ કરતાં જ પોલીસે કરી અટકાયત- જાણો શું છે મામલો

અગાઉ અજય દેવગણ, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અક્ષય કુમારને પાન-મસાલાની જાહેરાત માટે નેટીઝન્સના રોષનો સામનો કરવો પડ્યો હતો. આ માટે અક્ષય કુમારે માફી પણ માંગવી પડી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ સિવાય તેનો આગામી ફિલ્મ ‘શહજાદા’ (Shahzada)પાઇપલાઇનમાં છે.

August 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના રીક્ષા અને ટેક્સી ચાલકોની અજબ મનમાની. હવે ભાડું ન લેવા માટે આ કારણ આગળ ધરે છે. ટ્રાફિક પોલીસ પણ કાંઈ કરી શકતી નથી. જાણો વિગત

by Dr. Mayur Parikh January 12, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,12 જાન્યુઆરી 2022 

બુધવાર. 

એગ્રીગેટર એપના પ્લેટફોર્મ પરથી મોટા ભાડા મળશે એ આશાએ કાળી પીળી ટેક્સીવાળા અને ઓટો રીક્ષાવાળા સામાન્ય નાગરિકોને તેમના વાહનોમાં બેસાડવાનો ઈનકાર કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે. તેમના આવા બહાના સામે ટ્રાફિક પોલીસ પણ કંઈ કરી શકતી નથી. છેવટે તેમાં હેરાન સામાન્ય મુંબઈગરાને થવું પડી રહ્યું છે. 

ટેક્સી- રિક્ષાવાળા પેસેન્જરના ભાડાનો ઇનકાર કરી રહ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવે છે ત્યારે તેઓ એગ્રીગેટર એપ પર પેસેન્જરો અથવા બુકિંગની રાહ જોઈ રહ્યા હોવાનો જવાબ આપતા હોય છે. 

આ વખતે કોરોનાનો પહેલો નિશાનો ડોક્ટરો છે. થાણાની આ હોસ્પીટલ માં 60 ડોક્ટર અને નર્સ પોઝીટીવ

તાજેતરમાં આવી અનેક ફરિયાદો આવી હતી. જેમાં એક હોસ્પિટલની બહાર દર્દી સાથે રાહ જોઈ રહેલા એક મુસાફરે કાળી અને પીળી ટેક્સીવાળાને ભાડું લેવાનું કહ્યું ત્યારે તેણે ઓલા કેબ્સ પર બુકિંગની રાહ જોઈ રહ્યો હોવાનું કારણ આગળ ધર્યું હતું. પરંતુ તેના મોબાઈલ ફોનની સ્ક્રીન પર કંઈ દેખાતું ન હતું. આ મુસાફરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મંત્રી આદિત્ય ઠાકરેને પણ સોશિયલ મીડિયા પર ટેક્સીવાળાઓની દાદાગીરીની ફરિયાદ કરી હતી.  
મુંબઈના ટેક્સી યુનિયનો પણ સંમત થયા હતા કે ઓલા, ઉબેર જેવી એપ પર પેસેન્જરનું બુકિંગ હોવાનું  કારણ આપીને ડ્રાઈવરો ભાડુ લેવાનો  ઇનકાર કરી રહ્યા છે. કાળી અને પીળી ટેક્સીઓ ચલાવતા ડ્રાઇવરો જેઓ ઓલા અને ઉબેરના એગ્રીગેટર પ્લેટફોર્મ પર છે, તેમને ઊંચા ભાડાનું વચન આપવામાં આવ્યું છે. તેથી  આ ડ્રાઇવરો એગ્રીગેટર એપ દ્વારા બુકિંગની રાહ જોતા હોય છે. તેથી અનેક વખત ખાલી કેબ હોવા છતાં નિયમિત મુસાફરો લેવાની તેઓ ના પાડી દેતા હોય છે.

January 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

તાપસી પન્નુએ મોટા અભિનેતા પર સાધ્યું નિશાન, કહી આ વાત; જાણો વિગત

by Dr. Mayur Parikh November 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

શનિવાર

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ તેની ફિલ્મી કરિયરમાં વૈજ્ઞાનિક, વકીલ, હોકી પ્લેયર, શાર્પશૂટર સહિત અનેક મજબૂત ભૂમિકાઓ ભજવી છે. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે મોટા પુરૂષ કલાકારો મારી સાથે સ્ક્રીન શેર કરવાનું ટાળે છે.

તાજેતરમાં, મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, તાપસીએ કહ્યું હતું કે મોટા, નવા સ્ટાર્સ પણ તેની સાથે કામ કરવાનું ટાળે છે. તેણે કહ્યું કે એકવાર એક મોટા સ્ટારે તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મમાં તાપસી ડબલ રોલમાં હતી. અભિનેતાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેણે કહ્યું હતું કે તાપસીને હેન્ડલ કરવી મુશ્કેલ છે, તો તે 2-2 તાપસીને કેવી રીતે હેન્ડલ કરી શકશે. તેણે વધુમાં કહ્યું કે એકવાર અન્ય સ્ટારે મારી સાથે કામ કરવાની ના પાડી દીધી જ્યારે તેને લાગ્યું કે ફિલ્મના અંતે તાપસીને સહાનુભૂતિ મળશે. તાપસીએ કહ્યું કે આ એ અભિનેતા હતો જેની સાથે મેં ભૂતકાળમાં કામ કર્યું હતું, અને તેણીને પણ તે અભિનેતા પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ અભિનેતા તાપસીની અપેક્ષાઓ પર ખરો નહોતો ઉતર્યો. આ પછી, તાપસી એ કોઈ નું નામ લીધા વિના  માત્ર એટલું જ કહ્યું કે તે ખૂબ મોટા એક્ટર હતા. તાપસીએ તેને અન્યાય ગણાવ્યો.

તાપસી વધુમાં કહે છે કે જ્યારે પણ તે કોઈ નિર્માતા સાથે ફિલ્મ અંગે ચર્ચા કરવા બેસે છે ત્યારે તેને પાંચ કલાકારોની યાદી આપવામાં આવે છે જેમણે માંડ માંડ એક કે બે ફિલ્મોમાં કામ કર્યું હોય. તે સ્થિતિમાં પણ ઘણા નવા કલાકારો મારી સાથે કામ કરવાની ના પાડી દે છે.

હૃતિક રોશનની પડોશી બની ‘દંગલ' ગર્લ સાન્યા મલ્હોત્રા, જુહુમાં ખરીદ્યું આટલું મોંઘું ઘર; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ તાપસીની ફિલ્મ 'રશ્મિ રોકેટ' આવી હતી, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં તાપસી ઉપરાંત પ્રિયાંશુ પૈન્યુલી, સુપ્રિયા પાઠક, અભિષેક બેનર્જી અને મંત્રા પણ મહત્વની ભૂમિકામાં હતા. અક્ષર ખુરાના દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રશ્મિ રોકેટ' 15 ઓક્ટોબરના રોજ OTT પર રિલીઝ થઈ હતી.

November 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક