Tag: region president

  • શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

    શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

    News Continuous Bureau | Mumbai

    ગુજરાત ચૂંટણી(Gujarat Elections) પહેલા કોંગ્રેસને(Congress) મોટો ઝટકો આપનાર હાર્દિક પટેલે(Hardik patel) પહેલીવાર પોતાના વિશે ચાલી રહેલી અટકળોનો જવાબ આપ્યો છે.

    તેમણે જણાવ્યું છે કે તેઓ ભાજપમાં(BJP) જોડાયા નથી અને હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.

    કોંગ્રેસના રાજીનામા(Resignation) બાદ હાર્દિક પટેલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે. 

    ઉલેખનીય છે કે લાંબા સમયથી કોંગ્રેસ હાઈકમાન્ડથી(Highcommand) નારાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ(Region President) હાર્દિક પટેલે ગઈકાલે રાજીનામું આપી દીધું હતું.

    આ સમાચાર પણ વાંચો :  સપા નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટ તરફથી મ)ળી મોટી રાહત, કોર્ટે આ કેસમાં આપ્યા વચગાળાના જામીન.

  • મુંબઈના વોર્ડની પુર્નરચના સામે ભાજપ બાદ હવે કોંગ્રેસ ચઢાવી બાયો, કોંગ્રેસ જશે કોર્ટમાં.. જાણો વિગતે

    મુંબઈના વોર્ડની પુર્નરચના સામે ભાજપ બાદ હવે કોંગ્રેસ ચઢાવી બાયો, કોંગ્રેસ જશે કોર્ટમાં.. જાણો વિગતે

     

    News Continuous Bureau | Mumbai 

    મહારાષ્ટ્રમાં(Maharashtra) મહાવિકાસ આઘાડી(Mahavikas aghadi) માં બધું સમુસુતરું હોય એવું જણાતું નથી. સ્થાનિક ચૂંટણીમાં(Elections) રાષ્ટ્રવાદી કોગ્રેસે(NCP) ભાજપ(BJP) સાથે યુતિ કરતા કોંગ્રેસને(Congress) ફટકો પડયો હતો. તેનાથી નારાજ કોંગ્રેસ હવે મુંબઈમાં વોર્ડ પુનઃરચનાને(Ward Reconstruction) લઈને શિવસેના(Shivsena) સામે નારાજગી વ્યક્ત કરી છે. અગાઉ ભાજપે વાંધો ઉઠાવ્યા બાદ હવે કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ(Nana patole) એવો આક્ષેપ કર્યો છે કે વોર્ડની પુનઃરચના પોતાની સુવિધા મુજબ કરવામાં આવી છે. 

    મુંબઈ મહાનગર પાલિકાની ચૂંટણી(BMC Elections) પહેલા કરવામાં આવેલ વોર્ડ પુનઃરચના સામે ભાજપે અગાઉ વાંધો ઉઠાવ્યો હતો. જો કે હવે મહારાષ્ટ્રમાં સત્તામાં રહેલી કોંગ્રેસે પણ નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ(Region President) નાના પટોલેએ આરોપ લગાવ્યો છે કે વોર્ડની  પુનઃરચના સુવિધા મુજબ કરવામાં આવી છે.

    નાના પટોલેએ કહ્યું હતું કે જ્યારે ત્રણ પક્ષોની સરકાર હોય ત્યારે તમામ પક્ષોએ સાથે મળીને વોર્ડ બનાવવો જોઈએ. જો તમારો સાથી તમારી સાથે રહીને તમને નુકસાન પહોંચાડતો હોય તો તે યોગ્ય નથી, તેથી અમારા સ્થાનિક કાર્યકરોમાં નારાજગી છે. અમે પુણે સહિત ઘણી જગ્યાએ કોર્ટમાં ગયા છીએ. કારણ કે જે રીતે વોર્ડની રચના થઈ છે તે ખોટી છે. અમારી માંગ બે વોર્ડની હતી પરંતુ ત્રણ સભ્યોનું વિભાજન કરવામાં આવ્યું છે. મુંબઈ, પુણેમાં મહાવિકાસ અઘાડીના કેટલાક પક્ષોએ પોતાની અનુકૂળતા મુજબ વોર્ડ બનાવ્યા છે. નાના પટોલેએ કહ્યું કે, અમે આ મામલે ન્યાય મેળવવા માટે કોર્ટમાં મામલો ઉઠાવીશું.

    આ સમાચાર પણ વાંચો : મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો.. મુંબઈના પૂર્વ ઉપનગરમાં આ વિસ્તારોમાં આજે 24 કલાક માટે પાણી પુરવઠો ખંડિત થશે. જાણો વિગતે..

    અહી ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે 227ને બદલે 236 વોર્ડ હશે. ચૂંટણી પંચ દ્વારા એક પરિપત્ર બહાર વોર્ડની નવી સીમાઓ જાહેર કરવામાં આવી છે. દરેક વોર્ડ કેવો હશે તેની વિગતો આ પરિપત્રમાં આપવામાં આવી છે. વોર્ડ નંબર, સ્થળની કુલ વસ્તી જાહેર કરવામાં આવી છે. તે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વસ્તીની માહિતી પણ છે.