Tag: registered

  • Fake SIM Card: શું તમારા નામે બીજું કોઈ સિમ કાર્ડ વાપરી રહ્યું છે? આ સરળ રીતે સરકારી વેબસાઈટથી ખબર પડશે..

    Fake SIM Card: શું તમારા નામે બીજું કોઈ સિમ કાર્ડ વાપરી રહ્યું છે? આ સરળ રીતે સરકારી વેબસાઈટથી ખબર પડશે..

    News Continuous Bureau | Mumbai

    Fake SIM Card: આજના ડિજિટલ યુગમાં,  મોબાઇલ નંબર ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. બેંકિંગ, આધાર કાર્ડ, સરકારી સેવાઓ અને ઘણી બધી મહત્વપૂર્ણ ઓનલાઈન સેવાઓ હવે તમારા મોબાઇલ નંબર સાથે જોડાયેલી છે. પરંતુ આ કારણે, મોબાઇલ નંબર હવે છેતરપિંડી કરનારાઓ માટે સરળ લક્ષ્ય બની ગયા છે. સાયબર ગુનેગારો ચોરાયેલી ઓળખનો ઉપયોગ કરીને નકલી સિમ કાર્ડ જારી કરી રહ્યા છે અને ઘણીવાર લોકોને ખબર પણ નથી હોતી કે તેમના નામે કેટલા મોબાઇલ નંબર જારી કરવામાં આવ્યા છે.

    Fake SIM Card: ભારત સરકારે સંચાર સાથી નામનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું

    આ વધતા જોખમોને પહોંચી વળવા માટે, ભારત સરકારે સંચાર સાથી નામનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. તે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ (C-DOT) દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો હેતુ મોબાઇલ ઓળખને સુરક્ષિત કરવાનો અને ટેલિકોમ છેતરપિંડી અટકાવવાનો છે. આ પ્લેટફોર્મમાં ઘણી ઉપયોગી સુવિધાઓ છે:

    Fake SIM Card: નકલી સિમ કાર્ડ કેવી રીતે જાણવું ?

    • સંચાર સાથી પોર્ટલ (sancharsaathi.gov.in) પર જાઓ.
    • હોમપેજ પર ‘નાગરિક કેન્દ્રિત સેવાઓ’ વિભાગ પર જાઓ.
    • ‘તમારા મોબાઇલ કનેક્શન્સ જાણો (TAFCOP)’ વિકલ્પ પસંદ કરો.
    • હવે તમારો 10-અંકનો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો.
    • આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.
    • તમે OTP દાખલ કરતાની સાથે જ, તમારા ઓળખ દસ્તાવેજો જેવા કે આધાર સાથે જોડાયેલા બધા મોબાઇલ નંબરોની સૂચિ સ્ક્રીન પર દેખાશે.

    Fake SIM Card: ખોટા નંબરને કેવી રીતે બ્લોક કરવો?

    જો તમને પોર્ટલ પર કોઈ અજાણ્યો મોબાઇલ નંબર દેખાય, તો તમે તેને “મારો નંબર નથી” તરીકે રિપોર્ટ કરી શકો છો જેથી તે નંબર તમારા ID માંથી દૂર કરી શકાય. તે જ સમયે, તમે જૂના અને નિષ્ક્રિય સિમ કાર્ડ માટે “જરૂરી નથી” વિકલ્પ પસંદ કરી શકો છો. પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારા રિપોર્ટના આધારે સંબંધિત નંબરો નિષ્ક્રિય કરવામાં આવશે. જે વ્યક્તિઓના નામે 9 થી વધુ સિમ કાર્ડ નોંધાયેલા છે તેમને SMS દ્વારા આ વિશે જાણ કરવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો :  Mumbai Lake Water Level : નવા નીરના વધામણા,.. મુંબઈને પાણી પૂરું પાડતા સાત જળાશયના જળસ્તરમાં મોટો વધારો..

    Fake SIM Card:  20 લાખથી વધુ ચોરાયેલા મોબાઈલ ફોન ટ્રેક કરવામાં આવ્યા

    • ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોનની જાણ કરો અને બ્લોક કરો
    • IMEI નંબર દ્વારા ડિવાઇસને ટ્રેક કરો
    • તમારા નામે જારી કરાયેલા બધા મોબાઈલ નંબરો વિશે માહિતી મેળવો
    • નકલી કે સ્પામ કોલ્સ અને મેસેજની જાણ કરો
    • મોબાઈલ ફોનની પ્રમાણિકતા તપાસો

    ટેલિકોમ મંત્રી ચંદ્રશેખર પેમ્માસાનીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ દ્વારા 33. 5 લાખ નકલી કે ચોરાયેલા ફોન બ્લોક કરવામાં આવ્યા છે અને 20 લાખથી વધુ ચોરાયેલા મોબાઈલ ફોન ટ્રેક કરવામાં આવ્યા છે. તેમાંથી 4.64 લાખ ફોન તેના સાચા માલિકોને પરત કરવામાં આવ્યા છે. 

    સરકાર હવે નાગરિકોને અપીલ કરી રહી છે કે તેઓ કોના નામે નકલી સિમ કાર્ડ છે તે ચોક્કસપણે તપાસે. આ માટે, તમે સંચાર સાથી પોર્ટલની મદદ લઈ શકો છો.

     

  • Gujarat Drinking Water problems : ગુજરાતમાં ગ્રામજનોના પીવાના પાણીની 99%થી વધુ ફરિયાદોનું ટોલ ફ્રી નં.1916 દ્વારા નિવારણ

    Gujarat Drinking Water problems : ગુજરાતમાં ગ્રામજનોના પીવાના પાણીની 99%થી વધુ ફરિયાદોનું ટોલ ફ્રી નં.1916 દ્વારા નિવારણ

     News Continuous Bureau | Mumbai

    Gujarat Drinking Water problems : ગુજરાતના જળ વ્યવસ્થાપન અને ગુજરાતમાં થયેલી જળક્રાંતિએ રાજ્યના વિકાસમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક સમયે પાણીની ભયંકર અછતનો સામનો કરતું ગુજરાત આજે દેશભરમાં પાણીદાર ગુજરાત તરીકે ઓળખાય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે પાણીનું નક્કર આયોજન કરીને રાજ્યના નગરિકોને પીવા માટે, ખેડૂતોને સિંચાઇ માટે અને ઉદ્યોગોને ઉત્પાદન માટે પર્યાપ્ત પાણી પુરૂં પાડ્યું છે.

    Gujarat Drinking Water problems 1916 Helpline for Drinking Water problems registered 65,553 complaints in Jan-March period 2025

     

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જોકે, પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માન્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નં.1916 સેવા પણ ઉપલબ્ધ કરાવી છે. આ ટોલ ફ્રી નંબરની સેવાના કારણે રાજ્યના ગ્રામીણ વિસ્તારના લોકો સરળતાથી પીવાના પાણી બાબતની ફરિયાદ સરકાર સુધી પહોંચાડી શકે છે, અને તેનું નિરાકરણ પણ મેળવે છે. ઉલ્લેખનીય છે કે આ ટોલ ફ્રી નં.1916 સેવા શરૂ થયેથી અત્યારસુધીમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણી સંબંધિત 99% થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું છે.

    Gujarat Drinking Water problems : 99%થી વધુ ફરિયાદોનું સફળતાપૂર્વક નિરાકરણ

    પાણી પુરવઠા વિભાગ દ્વારા ટોલ ફ્રી નં.1916 સેવા શરૂ થયેથી અત્યારસુધીમાં કુલ 2,22,116 ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાંથી 2,21,364 ફરિયાદો એટલે કે 99.66% ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે. વર્ષ 2023-24માં 89,410 ફરિયાદો નોંધાયેલ હતી જેમાંથી 88,992 (99.53%) ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે તથા જાન્યુઆરી 2024થી માર્ચ 2025 સુધીમાં 65,553 ફરિયાદો નોંધાયેલી હતી, જેમાંથી 65,509 (99.93%) ફરિયાદોનું સંતોષપૂર્વક નિવારણ કરવામાં આવ્યું છે.

    Gujarat Drinking Water problems 1916 Helpline for Drinking Water problems registered 65,553 complaints in Jan-March period 2025

     

    Gujarat Drinking Water problems : કેવી રીતે કામ કરે છે ટોલ ફ્રી સેવા નં.1916

    ગ્રામજનોને નડતી પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ તેઓ ટોલ ફ્રી નં.1916 પર કરી શકે છે. તેમના દ્વારા ફરિયાદ મળ્યા બાદ, સંબંધિત ફરિયાદ વિશે સિવિલ, મિકેનિકલ, વાસ્મો જેવા સંબંધિત વિભાગોને જાણ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાના નામ, ગામ, તાલુકો, જિલ્લો, મોબાઇલ નંબર અને ફરિયાદ અંગેની વિગતવાર માહિતી નોંધીને તેને ERP પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવે છે. ઓનલાઇન નોંધણી થયા પછી ફરિયાદીને ટેક્સ્ટ મેસેજ (SMS) અને ઇ-મેઇલ દ્વારા તેમની ફરિયાદનો નંબર આપવામાં આવે છે. ત્યારબાદ જે જિલ્લામાંથી ફરિયાદ આવી હોય, તેના સંબંધિત જવાબદાર વિભાગના સબ ડિવિઝન અધિકારીને ટેક્સ્ટ મેસેજ (SMS)અને ઇ-મેઇલ દ્વારા ફરિયાદની વિગતો જણાવવામાં આવે છે.

    જિલ્લા કક્ષાએ ફરિયાદ મેળવ્યા પછી, અધિકારી ફરિયાદની સ્થળની મુલાકાત લઇને 48 કલાકમાં ફરિયાદનું નિરાકરણ લાવે છે. એકવાર ફરિયાદનું નિરાકરણ થઈ જાય, પછી સંબંધિત અધિકારી દ્વારા ERPમાં તે ફરિયાદને રિસોલ્વ કરવામાં આવે છે. ત્યારબાદ ફરિયાદકર્તાને ટેક્સ્ટ મેસેજ (SMS) દ્વારા ફરિયાદનું નિવારણ થઈ ગયું હોવાની જાણ કરવામાં આવે છે. પાણી પુરવઠા વિભાગના કોલ સેન્ટર દ્વારા ફરિયાદીને ફોન કરીને ફરિયાદ નિવારણ માટે કરવામાં આવેલ કામગીરી અંગેનો ફીડબેક પણ લેવામાં આવે છે.

    Gujarat Drinking Water problems : ટોલ ફ્રી નંબર 1916 પર કેવા પ્રકારની ફરિયાદો કરવામાં આવે છે?

    ગામમાં પીવાનું પાણી મળતું ન હોય, આંતરિક પાઇપલાઇનમાં લિકેજ હોય, બોરમાં ખરાબી હોય, પમ્પિંગ મશીનરીની મરામત, ઓપરેટર સતત ગેરહાજર રહેતો હોય, જૂથ યોજનાનું પાણી મળતું ન હોય, પાણી ચોરીની ફરિયાદ, પાણી ગુણવત્તાની ફરિયાદ, મિનિ સ્કીમની મરામત અને સોલાર પેનલની મરામત, હેન્ડ પમ્પ રીપેરીંગ અંગેની ફરિયાદ વગેરે જેવી ગ્રામ્ય પેયજળ યોજનાને લગતી ફરિયાદો ટોલ ફ્રી નં.1916 પર કરવામાં આવે છે, જે ફરિયાદોનું ત્વરિત નિરાકરણ પણ લાવવામાં આવે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • ફિલ્મ ‘રંગીલા’ ના ડાયરેક્ટર ની મુશ્કેલી વધી, રામ ગોપાલ વર્મા વિરુદ્ધ નોંધાયો કેસ, ફરિયાદીએ લગાવ્યા આ આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

    ફિલ્મ ‘રંગીલા’ ના ડાયરેક્ટર ની મુશ્કેલી વધી, રામ ગોપાલ વર્મા વિરુદ્ધ નોંધાયો કેસ, ફરિયાદીએ લગાવ્યા આ આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

    News Continuous Bureau | Mumbai

    ફેમસ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા (director Ram gopal verma)મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. પ્રોડક્શન હાઉસના (production house)માલિક પાસેથી કથિત રીતે 56 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ પૈસા પરત ન કરવા બદલ પોલીસે તેની સામે કેસ (police case)નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદના આધારે વર્મા વિરુદ્ધ મિયાપુર પોલીસ સ્ટેશનમાં (Miyapur police station)સંબંધિત IPC કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી અનુસાર, રામ ગોપાલ વર્માએ વર્ષ 2020માં એક તેલુગુ ફિલ્મ 'દિશા'ના(Telugu film Disha) નિર્માણ માટે તેમની પાસેથી પૈસા ઉછીના લીધા હતા, પરંતુ બાદમાં તેણે પૈસા પરત કર્યા ન હતા. ફરિયાદીએ જણાવ્યું કે તે 2019માં એક કોમન ફ્રેન્ડ મારફતે રામ ગોપાલ વર્માને મળ્યો હતો.

    ફરિયાદીએ આરોપ લગાવ્યો કે જાન્યુઆરી 2020ના પહેલા સપ્તાહમાં વર્માએ ફિલ્મના નિર્માણ માટે તેમની પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ તેણે ફરીથી 20 લાખ રૂપિયા ઉધાર આપવા વિનંતી કરી, જે 22 જાન્યુઆરી, 2020 ના રોજ ડિરેક્ટરને ચેક દ્વારા લોનના રૂપમાં આપવામાં આવી હતી. તે સમયે વર્માએ છ મહિનામાં રકમ ચૂકવી દેવાની ખાતરી આપી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પછીથી ફેબ્રુઆરી 2020 ના બીજા સપ્તાહમાં, વર્માએ તેમની ફિલ્મ નિર્માણ માટે (film production) નાણાકીય જરૂરિયાતોને ટાંકીને વધુ 28 લાખ રૂપિયાની માંગણી કરી હતી.ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે ડિરેક્ટરની વાત માનીને વર્માને રૂ. 28 લાખ ફરીથી ટ્રાન્સફર (fund transfer) કરવામાં આવ્યા હતા. તે સમયે દિગ્દર્શકે વચન આપ્યું હતું કે તે ફિલ્મ 'દિશા'ની રિલીઝ પર અથવા તે પહેલાં 56 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ ચૂકવશે. ફરિયાદી અનુસાર, તેને જાન્યુઆરી 2021માં ખબર પડી કે વર્મા ફિલ્મ 'દિશા'ના નિર્માતા નથી. તેણે આરોપ લગાવ્યો હતો કે વર્માએ ખોટી લાલચ આપીને તેની પાસેથી આ પૈસા લીધા (fraud case) હતા.

    આ સમાચાર પણ વાંચો :‘કભી ઈદ કભી દિવાળી’ માં શહનાઝ ગિલ પછી આ સ્ટાર્સની થઇ એન્ટ્રી, જાણો કોણ કયું પાત્ર ભજવશે

    રામ  ગોપાલ વર્મા સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 406 (વિશ્વાસનો ફોજદારી ભંગ), 417 (છેતરપિંડી માટે સજા), 420 (છેતરપિંડી) અને 506 (ગુનાહિત ધમકી માટે સજા) હેઠળ કેસ (faud case)નોંધવામાં આવ્યો હતો.

  • સાઉથના આ સુપરસ્ટાર સામે નોંધાયોદુષ્કર્મનો કેસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચી ગયો ખળભળાટ

    સાઉથના આ સુપરસ્ટાર સામે નોંધાયોદુષ્કર્મનો કેસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મચી ગયો ખળભળાટ

    News Continuous Bureau | Mumbai

    ફિલ્મી દુનિયામાં (film industry) મહિલાઓ સાથે દુષ્કર્મના કેસો સતત વધી રહ્યાં છે. મલયાલમ (malyalam)ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિજય બાબુની (Vijay Babu) એક અલગ ઓળખ છે. નિર્માતા, અભિનેતા અને ઉદ્યોગપતિ વિજય બાબુ આ દિવસોમાં મુશ્કેલીમાં છે.અભિનેતા વિરુદ્ધ બળાત્કારનો (rape case)કેસ નોંધવામાં આવ્યો છે. એક્ટર પર આરોપ છે કે, તેને ફિલ્મોમાં કામ અપાવવાના બદલે એક મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા. જાણકારી અનુસાર, કોઝીકોડની (cozycode) રહેવાસી ફરિયાદી મહિલાએ વિજય બાબુ વિરુદ્ધ બળાત્કાર કરવાનો કેસ નોંધાવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.

    વિજય બાબુએ (Vijay Babu)પહેલા તેને ફિલ્મોમાં કામ અપાવવાની વાત કરી, અને તેને પોતાના ઘરે બોલાવી હતી, અને તેની સાથે અનેકવાર શરીર સુખ માણ્યુ હતુ. એક્ટર વિરુદ્ધ આ કેસ ૨૨ એપ્રિલે નોંધાયો છે. પીડિતાનો આરોપ છે કે ફરિયાદના ચાર દિવસ વીતી ગયા બાદ પણ પોલીસે (police) એક્ટર સાથે કેસને લઇને કોઇ પુછપરછ નથી કરી. પોલીસે વિજય બાબુના રહેવાસનો પણ હજુ સુધી ખુલાસો નથી કર્યો. જાેકે, એક્ટર પર લાગેલા આરોપથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.

    આ સમાચાર પણ વાંચો: કંગનાના શો લોક અપ માં આ પ્રખ્યાત અભિનેતા ને રિપ્લેસ કરશે શહેનાઝ ગિલ? ચલાવશે પોતાનો જાદુ

    વિજય બાબુ (Vijay Babu) મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (Malayalam film industry) એક શાનદાર નિર્માતા અને અભિનેતા છે. એક્ટરના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. વિજય બાબુએ ઇન્ડસ્ટ્રીમાં કેટલીય હીટ ફિલ્મો આપી છે. તેની ફ્રાઇડે ફિલ્મ હાઉસ (friday film house) નામની એક પ્રૉડક્શન કંપની છે. તેને આ પ્રૉડક્શન હાઉસમાંથી કેટલીય નવી ફિલ્મો બનાવવાની જાહેરાત કરી છે.

  • કાંદીવલીની ગગનચૂંબી ઈમારતમાં લાગેલી આગ માટે આ લોકો જવાબદાર, પોલીસમાં નોંધાયો ગુનો; આગમાં બે સિનિયર સિટિઝન ગુજરાતી મહિલાના થયા હતા મોત. જાણો વિગત

    કાંદીવલીની ગગનચૂંબી ઈમારતમાં લાગેલી આગ માટે આ લોકો જવાબદાર, પોલીસમાં નોંધાયો ગુનો; આગમાં બે સિનિયર સિટિઝન ગુજરાતી મહિલાના થયા હતા મોત. જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
    મુંબઈ, 22 નવેમ્બર  2021 
    સોમવાર.

    પખવાડિયા પહેલા કાંદિવલીની ગગનચૂંબી ઈમારતમાં લાગેલી આગે બે સિનિયર સિટઝન ગુજરાતી મહિલાનો ભોગ લીધો હતો. આ ગોઝારી દુઘર્ટના માટે બિલ્ડિંગના સેક્રેટરી, ચેરમેન, આર્કિટેક્ટ અને ડેવલપર સામે બેદરકારી દાખવવા બદલ પોલીસે ગુનો નોંધ્યો છે. બિલ્ડિંગમાં રહેલા ફાયર સેફ્ટી સિસ્ટમ બરોબર કામ કરતા ન હોવાને કારણે આગે વધુ ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેને સમયસર બુઝાવી શકાઈ નહોતી.

    દિવાળીમાં ભાઈબીજના દિવસે 6 નવેમ્બરના ગ્રાઉન્ડ પ્લસ 14 માળાની હંસા હેરિટેજ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી, જેમાં  89 વર્ષના રંજનબેન પારેખ અને 60 વર્ષના તેમના વહુનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટના બાદ પોલીસે તપાસ ચાલુ કરી હતી. એ દરમિયાન જણાઈ આવ્યું હતું કે 2014માં ફાયર બ્રિગેડે એનઓસી આપતા સમયે બિલ્ડિંગમાં ફાયર સેફટી સીસ્ટમમાં અમુક સુધારા કરવા જણાવ્યા હતા. તેમ જ ઈમરજન્સી માટે ઇલેક્ટ્રિક જનરેટર અને ઈલેક્ટ્રિક સબસ્ટેશન બેસાડવા કહ્યું હતું, જેથી વોટર પંપને ઉપયોગી સાબિત થઈ શકે. તે માટે 90 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જોકે બિલ્ડરે આમાથી કોઈ સૂચનાનું પાલન કર્યું નહોતું. 

    હવેથી હિંદુઓ ઉપર હુમલાઓ સહન કરવામાં આવશે નહીઃ ભાજપની મહારાષ્ટ્ર સરકારને ચીમકી, બાંદરામાં ભાજપનું આંદોલન; જુઓ તસવીરો અને જાણો વિગત

    6 નવેમ્બરના જ્યારે 14 માળે દીપક પારેખના ઘરની બહાર દરવાજામાં જયારે આગ લાગી ત્યારે તેને બુઝાવવામાં સફળતા મળી નહોતી. આગ વધુ ફેલાઈ ગઈ હતી. જો બિલ્ડંગની ફાયર સેફ્ટી સિસ્ટમ કામ કરતી હોત તો આ દુઘર્ટના ટાળી શકાઈ હોત. બિલ્ડિંગનું કામ પૂરું થયા બાદ તેને સોંપતા સમયે બિલ્ડરે એનઓસીમાં આવશ્યક રહેલી કોઈ સૂચનાનું પાલન કર્યું નહોતું. તેમ જ બિલ્ડિંગમાં સોસાયટી બન્યા બાદ સોસાયટીના કમિટી મેમ્બરો પણ આ સૂચનાનું પાલન કર્યું નહોતું. તેથી બિલ્ડર સહિત સોસાયટીના કમિટી સભ્યો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

  • મંદી ક્યાં છે ભાઈ? મુંબઈ શહેરમાં સપ્ટેમ્બરમાં આટલાં હજાર ઘર વેચાયાં; જાણો વિગત

    મંદી ક્યાં છે ભાઈ? મુંબઈ શહેરમાં સપ્ટેમ્બરમાં આટલાં હજાર ઘર વેચાયાં; જાણો વિગત

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021

    સોમવાર

    કોરોના મહામારીને પગલે દેશના અનેક ઉદ્યોગધંધાને આર્થિક ફટકો પડ્યો હતો. જોકે હવે ધીમે ધીમે આર્થિક મંદીમાંથી ઉદ્યોગધંધા બહાર આવી રહ્યા છે. ખાસ કરીને કોરોનાની પહેલી લહેર દરમિયાન રિયલ એસ્ટેટમાં ભારે મંદી છવાયેલી જોવા મળી હતી. જોકે હવે છેલ્લા થોડ મહિનાથી રિયલ એસ્ટેટ વ્યવસાયમાં તેજી જોવા મળી રહી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં મુંબઈમાં ઘરોનું રજિસ્ટ્રેશ 7,000 સુધી પહોંચી ગયું છે.

    કોરોનાની બીકે લોકો ઘરની ખરીદી કરતાં સમયે મોટું ઘર, પ્રદૂષણમુક્ત વિસ્તાર જેવી બાબતોને ધ્યાનમાં રાખી રહ્યા છે. મુંબઈ  અને એના આજુબાજુના પરિસરમાં નવા ગૃહનિર્માણ પ્રોજેક્ટ મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. ઘરની ખરીદી સતત વધી રહી છે. એમાંથી જ 21 સપ્ટેમ્બર સુધીમાં 6,000થી વધુ ઘરનું રજિસ્ટ્રેશન થયું છે. સપ્ટેમ્બર મહિનામાં હાલ પ્રતિ દિન સરેરાશ 300 ઘરનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે. ઑગસ્ટ મહિનામાં આ સંખ્યા 225 હતી.

    ભર્યો નથી પ્રૉપર્ટી ટૅક્સ એટલે લિલામ થશે હેલિકૉપ્ટર, પાલિકાનું કડક વલણ; જાણો વિગત

    કોરોના મહામારી અને આર્થિક મંદી વચ્ચે પણ છેલ્લા એક દાયકામાં ચાલુ વર્ષમાં ઘરનું રજિસ્ટ્રેશન મોટા પ્રમાણમાં થયું હોવાનું જણાઈ આવ્યું છે. 2012માં 1,066 ઘરનું રજિસ્ટ્રેશન થયું હતું. 2013માં 4,116, 2014માં 4,781, 2015માં 4,087, 2016માં 4,429, 2017માં 5,714, 2018માં 5,913, 2019માં 4,032, 2020માં 5,597 અને 2021માં 6,021 ઘરનું રજિસ્ટ્રેશન થયું છે.

  • ભ્રષ્ટાચારથી કંટાળેલા છો? હવે પોલીસ કચેરીના ધક્કા નહીં ખાવા પડે, એન્ટી કરપ્શન બ્યુરો તમારા ઘર સુધી આવશે; જાણો નવી યોજના

    ભ્રષ્ટાચારથી કંટાળેલા છો? હવે પોલીસ કચેરીના ધક્કા નહીં ખાવા પડે, એન્ટી કરપ્શન બ્યુરો તમારા ઘર સુધી આવશે; જાણો નવી યોજના

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

    બુધવાર

    પોલીસના રેઢિયાળ કારભારને કારણે મોટા ભાગની ભ્રષ્ટાચારની ફરિયાદ પોલીસના ચોપડા સુધી પહોંચતી જ નથી. જોકે હવે પોલીસે જ ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે કમર કસી છે. એન્ટી કરપ્શન બ્યુરો હવે પોતાની જાતને અપડેટ કરી રહ્યું છે. બહુ જલદી હવે એન્ટી કરપ્શન બ્યુરો ફરિયાદીના ઘરે જઈને ફરિયાદ નોંધવાનું કામ કરવાની છે. એ માટે તેઓએ તમારા ઘરેઆ યોજના અમલમાં મૂકી છે. હાલ આ યોજનાને કોંકણના રત્નાગિરિમાં અમલમાં મૂકવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીના કહેવા મુજબ ફરિયાદીના ઘરે ફરિયાદ નોંધવા જવાથી ફરિયાદીને થતી ખોટી ભાગાદોડથી છુટકારો મળશે. જવાબ નોંધવામાં અને દસ્તાવેજોમાં સમય બચશે. ફરિયાદીનો સમય અને પૈસા બંને બચી જશે. વ્હોટ્સઍપથી પણ ફરિયાદ કરી શકાશે.

    આઇ.આઇ.ટી. પાસ કર્યા પછી બન્યા નેતા : જાણો એવા પાંચ સફળ નેતા વિશે જેમણે પોતાની તકદીર પોતે બનાવી

    બહુ જલદી આ યોજનાને  રાજ્યના અન્ય જિલ્લામાં પણ અમલમાં મૂકવા બાબતે સરકાર વિચાર કરી રહી હોવાનું કહેવાય છે.