Tag: reliance foundation

  • Nita Ambani: પરંપરાગત ઘરચોળા સાડી પહેરી ‘સ્વદેશ’ શોરૂમ ની પૂજા માં પહોંચી નીતા અંબાણી, મુકેશ અંબાણી ની પત્ની ની તસવીરો અને વિડીયો થયા વાયરલ

    Nita Ambani: પરંપરાગત ઘરચોળા સાડી પહેરી ‘સ્વદેશ’ શોરૂમ ની પૂજા માં પહોંચી નીતા અંબાણી, મુકેશ અંબાણી ની પત્ની ની તસવીરો અને વિડીયો થયા વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Nita Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 25 જુલાઈ, 2025ના રોજ મુંબઈના ઇરોસ ખાતે ‘સ્વદેશ’ ના નવા ફ્લેગશિપ સ્ટોરનું ઉદ્ઘાટન કરવા જઈ રહી છે. આ પ્રસંગે નીતા અંબાણી એ પોતાની દીકરી ઈશા અને બે વહુઓ શ્લોકા અને રાધિકા સાથે એક શુભ પૂજા કરી. આ પૂજામાં ભારતીય હસ્તકલા અને પારિવારિક વારસાની ઝાંખી જોવા મળી.

    આ સમાચાર પણ વાંચો : Isha ambani: શું તમને ખબર છે લાખો રૂપિયા ની બેગ,હજારો રૂપિયા ના જૂતા પહેરે છે ઈશા અંબાણી, તેના સસરાએ તેને ગિફ્ટ માં આપ્યો છે અધધ આટલા કરોડ નો વિલા

    ઘરચોળા સાડી અને પરંપરાગત લુક

    પૂજામાં નીતા અંબાણી એ એક ખાસ મદુરાઈ કોટન ઘરચોળા સાડી પહેરી હતી, જેને રાજકોટના કારીગર રાજશ્રીંદરે 10 મહિના સુધી હસ્તકલા દ્વારા તૈયાર કરી હતી. આ સાડી ભારતીય પરંપરાની સુંદર રજૂઆત છે.નીતા અંબાણી એ પૂજામાં એક ખાસ બાજુબંધ પહેર્યો હતો, જે તેની માતૃવંશીય પરદાદીનો હતો. આ બાજુબંધ તેણે પોતાના લગ્નના દિવસે પણ પહેર્યો હતો. હવે તે આ વારસો પોતાની દીકરી ઈશા અને ભવિષ્યમાં પૌત્રી વેદા આકાશ અંબાણી ને આપવાનું વિચારી રહી છે.

     

    View this post on Instagram

     

    A post shared by Swadesh Online (@swadesh_online)

     

    View this post on Instagram

     

    A post shared by Swadesh Online (@swadesh_online)


    ‘સ્વદેશ’  સ્ટોર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી એક પહેલ છે, જે ભારતીય હસ્તકલા અને પરંપરાગત કારીગરીને પ્રોત્સાહન આપે છે. આ સ્ટોરમાં દેશભરના કારીગરોની કૃતિઓ અને વારસાગત ઉત્પાદનો ઉપલબ્ધ રહેશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Wayanad landslides:  કેરળના લોકોની મદદે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન,ભૂસ્ખલનથી તબાહ થયેલા વાયનાડના લોકો માટે કરી આ ઘોષણા.

    Wayanad landslides: કેરળના લોકોની મદદે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન,ભૂસ્ખલનથી તબાહ થયેલા વાયનાડના લોકો માટે કરી આ ઘોષણા.

     News Continuous Bureau | Mumbai  

    Wayanad landslides: વાયનાડમાં ભૂસ્ખલને વિનાશના કાળજું કંપાવી દેનારા દૃશ્યો સર્જ્યા છે. આવી આફતના સમયે, રાષ્ટ્ર પ્રત્યેની ગહન પ્રતિબદ્ધતાના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશને ( Reliance Foundation ) , વાયનાડના લોકોને તાકીદની, મધ્યમ-ગાળાની અને લાંબા-ગાળાની મદદ પૂરી પાડવા અનેકવિધ પ્રયાસોની જાહેરાત કરી છે. 

    વાયનાડ ( Wayanad  ) જિલ્લામાં આ હોનારત બાદ કેમ્પમાં રહેતાં અસરગ્રસ્તોને રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો દૂધ અને ફળો સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ સાથે તાત્કાલિક રાહત પૂરી પાડી રહી છે. આ સાથે આપદા નિવારવા માટે આગોતરી માહિતી મળે અને તે મુજબ આગોતરી વ્યવસ્થા કરી શકાય તે માટેની પહેલ પણ હાથ ધરાઈ છે.

    કેરળની ( Kerala ) હોનારત અંગે શોક પ્રગટ કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ ( Nita Ambani ) કહ્યું કે, “અમે વાયનાડમાં ભૂસ્ખલનથી થયેલા ભારે નુકસાન તેમજ લોકોની વેદનાથી વ્યથિત છીએ. આ અત્યંત દુઃખની પળોમાં અમારું હૃદય એવી દરેક અસરગ્રસ્ત વ્યક્તિ અને પરિવારની સાથે છે. ઘટનાસ્થળે અમારી રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમો જિલ્લાના લોકો માટે તાત્કાલિક રાહત, પુનઃવસન અને લાંબાગાળાની જરૂરિયાતોને પૂરી કરવા ખડેપગે કામ કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં અમે કેરળના લોકોની પડખે છીએ.”

    અગાઉ 2018, 2019, 2021ના મહાવિનાશક​​પૂર અને તેની સાથે કોવિડ-19 મહામારી દરમિયાન રિલાયન્સ ફાઉન્ડેશને ( Wayanad landslides Reliance Foundation ) કેરળ રાજ્ય માટે રાહત કામગીરી હાથ ધરી હતી અને તે પછીની સહાય પણ પૂરી પાડી છે. રિલાયન્સ ફાઉન્ડેશન વાયનાડ અને દેશના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં સહયોગી અને સમુદાય આધારિત પ્રયાસોને મજબૂત બનાવશે.

    આ સમાચાર પણ વાંચો : National Handloom Day: કેન્દ્ર સરકાર 7 ઓગસ્ટ, 2024ના રોજ 10માં રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરશે

    Wayanad landslides: રિલાયન્સ ફાઉન્ડેશને વાયનાડ માટે હાથ ધરેલી વિવિધ પહેલો

    1. આહાર અને પોષણ- જેમાં ફળો અને દૂધ, સૂકું રાશન, રસોડાનાં વાસણો અને પરિવારોને રસોડું ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે સ્ટવ જેવી જરૂરી ચીજો ઉપરાંત રેડી ટુ ઈટ પૌષ્ટિક આહાર પૂરો પાડવો.
    1. વોટર, સેનિટેશન અને હાઇજીન (WASH)- જેમાં ટોયલેટ્રીઝની જોગવાઈ, સ્વચ્છતાની જરૂરિયાતો અને સ્વાસ્થ્ય માટેની મૂળભૂત દૈનિક જરૂરિયાતો સામેલ છે.
    1. આશ્રયસ્થાનો અને જીવન જરૂરિયાતની વસ્તુઓ – જેમાં અસરગ્રસ્તો માટે હંગામી આશ્રયસ્થાનો, પથારી, સૌલાર ફાનસ અને મશાલ, કપડાં તથા સફાઈ સામગ્રી સહિતની જીવન જરૂરી વસ્તુઓ લોકોને પૂરી પાડવી.
    1. ટકાઉ આજીવિકાની પુનઃપ્રાપ્તિ – બિયારણ, ઘાસચારો, કૃષિસાધનો અને આવકના સ્ત્રોતમાં વિવિધતા લાવવા અને વાયનાડની ઇકોસિસ્ટમને અનુરૂપ કૃષિ પર ધ્યાન આપવા માટે વ્યાવસાયિક તાલીમ.
    1. શૈક્ષણિક મદદ – અસરગ્રસ્ત બાળકો માટે શિક્ષણનું સાતત્ય સુનિશ્ચિત કરવા પુસ્તકો અને રમત ગમતની સામગ્રી સહિતની શિક્ષણ સહાય.
    1. વિશ્વસનીય કનેક્ટિવિટી – રિલાયન્સ જિયોએ ડેડિકેટેડ ટાવર્સ ઇન્સ્ટોલ કરીને જિયો ભારત ફોન પૂરા પાડ્યા છે. અસરગ્રસ્તો, બચાવ અને રાહત કાર્યકરો તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના સભ્યોના કામને સુવ્યવસ્થિત કરવા અને તેમજ પુનર્વસન માટે સંદેશાવ્યવહાર વધાર્યો છે.
    1. સાયકો-સોશિયલ સપોર્ટ અને કમ્યુનિટી હીલિંગ – જેમાં આઘાત પામેલી વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા કાઉન્સેલિંગ કરી સાજા થવામાં મદદ પૂરી પાડવી. બાળકો અને યુવાનોને ખાસ મદદ માટે વિશેષ પ્રયાસો.

    રિલાયન્સ ફાઉન્ડેશને રાહતકાર્ય માટે પહેલાથી જ ઝડપથી કર્મચારીઓને મેદાનમાં તૈનાત કરી દીધા છે અને રાજ્ય સરકાર ( Kerala Government ) સાથે ચર્ચા કરી રહી છે. દરેક પગલાંને રાજ્ય અને ડિઝાસ્ટર રિસ્પોન્સ એજન્સીઓ સાથે સંકલન સાધીને અમલમાં મુકાઈ રહ્યા છે જેથી પડકારજનક સમયમાં લોકો સુધી રાહતકાર્ય અસરકારક રીતે વેળાસર પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો :  FCI Ahmedabad : ચોખાના વેચાણ માટે વેપારીઓ/સાંકળિત જથ્થાબંધ ખરીદદારો/ચોખાના ઉત્પાદનોના ઉત્પાદકો પાસેથી બિડ આમંત્રિત

  • Nita Ambani Gift To Radhika-Shloka : નીતા અંબાણીએ શ્લોકાને 450 કરોડનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વાળો નેકલેસ ભેટમાં આપ્યો, શું રાધિકાને મળી તેની ભેટ..

    Nita Ambani Gift To Radhika-Shloka : નીતા અંબાણીએ શ્લોકાને 450 કરોડનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ વાળો નેકલેસ ભેટમાં આપ્યો, શું રાધિકાને મળી તેની ભેટ..

    News Continuous Bureau | Mumbai

    Nita Ambani Gift To Radhika-Shloka : નીતા અંબાણી તેમની બંને પુત્રવધૂઓને ખૂબ પ્રેમ કરે છે, તમે આવી પ્રેમાળ ક્ષણો ઘણી વખત જોઈ હશે. તે તેની પુત્રી ઈશાને તેટલો જ પ્રેમ કરે છે, જેટલો તે તેની બંને પુત્રવધૂઓને પ્રેમ કરે છે. લગ્નમાં રાધિકા-શ્લોકાનો હાથ પકડેલો ફોટો ક્લિક કરવાનો હોય કે પછી રિલાયન્સ ફાઉન્ડેશનના ( Reliance Foundation ) કોઈપણ કાર્યક્રમમાં પોતાની પુત્રવધૂ પ્રત્યેનો અનોખો પ્રેમ વ્યક્ત કરવાનો હોય, નીતા અંબાણી રાધિકા-શ્લોકાને ખાસ અનુભવવાની કોઈ તક છોડતા નથી. આ જ કારણ છે કે જ્યારે પણ આ સાસુ-વહુની જોડી એકસાથે જોવા મળે છે, ત્યારે બધા તેમના બોન્ડિંગના વખાણ કરવાનું બંધ કરતા નથી. 

    2019માં મુકેશ અંબાણી ( Mukesh Ambani ) અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીના લગ્ન થયા ત્યારે પણ કંઈક આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નીતા અંબાણીએ આ ઈવેન્ટને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી. કારણ કે નીતા અંબાણીએ તેમની મોટી વહુ શ્લોકા મહેતાને ( Shloka Mehta ) ખૂબ જ કિંમતી ભેટ આપી હતી, જેની ચર્ચા આજે પણ થાય છે.

    અહેવાલો અનુસાર, નીતાએ તેની વહાલી વહુ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો હતો, જે લેબનીઝ જ્વેલર મૌવાદે ડિઝાઇન કર્યો હતો. ગળાનો હાર ‘L’Incomparable‘ તરીકે ઓળખાતો હતો, તેના કેન્દ્રમાં 407 કેરેટ પીળા શિલ્ડ કટ હીરો હતો. આ હીરાની શોધ 1980માં આફ્રિકામાં થઈ હતી. આ ગળાનો હાર પાંદડાની પેટર્નમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં હીરા જડેલી રોઝ ગોલ્ડ ચેઇન છે.

     રાધિકાએ પોશાકની સાથે સુંદર પોલ્કી અને ડાયમંડ નેકપીસ પહેર્યો હતો..

    આ નેકલેસમાં 200 કેરેટ રોઝ ગોલ્ડ બેઝ પર લગભગ 91 સફેદ હીરા છે, જે આ નેકલેસની સુંદરતા બમણી કરે છે. એટલું જ નહીં, આ હીરાને વર્ષ 2013માં પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો. તે સમયે તેની કિંમત 55 મિલિયન ડોલર એટલે કે 450 કરોડ રૂપિયા હતી. આ કિંમતના કારણે આ નેકલેસને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. કેટલાક અહેવાલો અનુસાર, નીતા અંબાણી તેમની પુત્રવધૂને પરિવારના ઘરેણાં આપવા માંગતા હતા, જે તેમને તેમના સાસુ કોકિલા અંબાણી પાસેથી મળ્યા હતા. પરંતુ પાછળથી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને શ્લોક માટે ‘L’Incomparable’ પસંદ કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Bihar Board: બિહારમાં વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષામાં મોદી-નીતીશ લખ્યા, શ્રી રામના નામ પર સારા માર્ક્સ માંગ્યા, જાણો વિગતે..

    જો તમને મુકેશ અંબાણીની ભત્રીજી ઈશિતા સલગાંવકરના બીજા લગ્ન યાદ હોય, તો નીતા અંબાણીની ભાવિ નાની વહુ રાધિકા મર્ચન્ટ ( Radhika Merchant )  પણ આ લગ્નમાં હાજર હતી. આ વખતે, તેણીએ પેસ્ટલ ગુલાબી લહેંગા પહેર્યો હતો, જે તેણીએ તેના મનપસંદ ફેશન ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાના કલેકશનમાંથી પસંદ કર્યો હતો. આ આઉટફિટમાં સફેદ દોરાઓથી ભરતકામ કરવામાં આવ્યું હતું અને તેને સજાવવા માટે એમરોડરી કામ ઉમેરવામાં આવ્યું હતું. એમાં કોઈ શંકા નથી કે આ લહેંગામાં રાધિકા અદભૂત લાગી રહી હતી. પરંતુ એક વસ્તુ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું તે તેના ગળામાં લાખોનો હાર હતો.

    રાધિકાએ આ પોશાકની સાથે સુંદર પોલ્કી અને ડાયમંડ નેકપીસ પહેર્યો હતો, જે નીતા અંબાણીએ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના રિસેપ્શનમાં પહેર્યો હતો. નીતા અંબાણીએ એ જ હીરા અને મોતીનો હાર રાધિકાને તેની નણંદના લગ્નમાં પહેર્યો હતો.

    નોંધનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ધમાકેદાર રીતે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાધિકાએ પણ દરેક થીમમાં અનેક ડાયમંડ જ્વેલરી સાથે ઘણી એક્સેસરીઝ પહેરી હતી. ભારે હીરાનો નેકલેસ અને એ જ ડિઝાઈનની મોટી બુટ્ટી પહેરવામાં આવી હતી. જ્યારે માંગટિકાને પહેરવામાં આવ્યો, તે પણ હીરાથી જડીત હતો. તેના પર સુંદર કારીગરી દેખાતી હતી. તો આ કાર્યક્રમમાં અંબાણીની મોટી વહુ શ્લોકાએ પણ પોતાની જ્વેલરીનો રોયલ ચાર્મ બતાવ્યો હતો. માથાથી પગ સુધી, શ્લોકાએ વાસ્તવિક હીરાના મોતીથી શણગારેલી ઘરેણા પહેર્યા હતા. તેમજ હીરાથી જડિત માંગટીકો, ફુલ ઈયર ડાયમંડ ઈયરિંગ્સ, ગળામાં બહુ નાના પીળા મોતીનો હારમાંથી મલ્ટી લેયર્ડ પર્લ નેકલેસ. લેયર્ડ ડાયમંડ નેકલેસ પણ પહેર્યો હતો. તેમજ હાથમાં મોતી અને હીરાની બંગડીઓ મેચ કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Gokhale Bridge : ગોખલે-બરફીવાલા બ્રિજનો જોડાણ શક્ય નહીં, બીએમસીના 100 કરોડ વેડફાયા..

  • Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશન નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે કરી ભાગીદારી, આટલા લાખથી વધુ યુવાઓને થશે ફાયદો

    Reliance Foundation: રિલાયન્સ ફાઉન્ડેશન નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે કરી ભાગીદારી, આટલા લાખથી વધુ યુવાઓને થશે ફાયદો

    News Continuous Bureau | Mumbai

    Reliance Foundation: 

    • આગામી ત્રણ વર્ષમાં, 500,000 યુવાઓને આ ભાગીદારીની અસરરૂપે લાભ થશે
    • આ ભાગીદારી દ્વારા ભાવિ પેઢીમાં કૌશલ્યો વિકસાવવા અત્યાધુનિક કોર્સ તૈયાર કરાશે

     રિલાયન્સ ફાઉન્ડેશન અને નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશને (NSDC) 500,000 ભારતીય યુવાઓમાં ફ્યુચર-રેડી કૌશલ્યો વિકસાવનારા કોર્સની રચના કરવા વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી થકી એડટેક, સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), પર્યાવરણની જાળવણી, પોલિસી એનાલિસિસ તથા બીજા ઘણા સહિતના ક્ષેત્રોમાં યુવાઓ માટે ક્ષમતા સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરતા અભ્યાસક્રમો તૈયાર કરાશે. રિલાયન્સ ફાઉન્ડેશનના ડિજિટલ-ફોરવર્ડ અભિગમની મદદથી, આ ભાગીદારી દ્વારા કારકિર્દીના ભવિષ્યલક્ષી વિચારધારાની જરૂરિયાત ધરાવનારા નવા આયામોમાં રસ ધરાવનારા યુવા વર્ગમાં ખાસ્સી લોકપ્રિયતાનું સર્જન કરાય તેવી અપેક્ષા છે.

    આ પ્રસંગે, કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી, શ્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, “ભારત હવે કૌશલ્ય, કૌશલ્યવર્ધન અને કૌશલ્ય-ઉત્થાનના મંત્રને વળગી ચૂક્યું હોવાથી કોઈના રોકાયે રોકાય તેમ નથી. સ્કીલિંગ ઈકોસિસ્ટમમાં વિવિધ ડિજિટલ પહેલો હાથ ધરાઈ છે, જેના થકી કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે અને કોઈના પણ માટે કૌશલ્યને સુનિશ્ચિત કરી શકાયું છે. ભારત હવે ટેકનોલોજી, વ્યાપ અને સાતત્યતાના લાભો ઉઠાવીને વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ધસમસતું આગળ વધી રહ્યું છે ત્યારે ભારતની વર્કફોર્સ ઘરેલુ માગોને તો પરિપૂર્ણ કરી જ શકશે, પરંતુ સાથે વૈશ્વિક માગોને પણ પહોંચી વળવાની સાથે નવા સીમાચિહ્નો સર કરશે.”

    આ વ્યૂહાત્મક ભાગીદારીની મહત્ત્વતા પર ભાર મૂકતા, રિલાયન્સ ફાઉન્ડેશનના CEO, શ્રી જગન્નાથ કુમારે જણાવ્યું હતું કે, “આખા વિશ્વમાં ભારત પાસે સૌથી વિશાળ સંખ્યામાં યુવા બળ છે, અને તેઓને ભવિષ્ય માટે તૈયાર કરનારા કૌશલ્યોથી સુસજ્જ બનાવવામાં આનાથી મદદ મળશે તેવું અમારું માનવું છે. NSDC સાથેની આ ભાગીદારી દ્વારા યુવા વર્ગને કૌશલ્યની પ્રાપ્તિ ઉપરાંત સતત ઉત્ક્રાંતિ પામી રહેલી વર્ક પ્રોફાઈલ્સ અને તકોને આત્મસાત કરવામાં પણ મદદ મળશે. રિલાયન્સ ફાઉન્ડેશન અને NSDC એક સમાન દૃષ્ટિકોણ તથા ઉદ્દેશને પ્રસ્તુત કરે છે જેની સાથે અમારી અનોખી ક્ષમતાઓ જોડાયેલી છે જેથી આપણા યુવાવર્ગ માટે કોઈ યોગદાન આપી શકાય.”

    આ સમાચાર પણ વાંચો :  Rajya Sabha nomination: રાજ્યસભાના 4 ઉમેદવારોમાં 4 ઉમેદવાર છે કરોડપતિ, તો 2 પાસે છે આટલી નેટવર્થ! જાણો કોની પાસે કેટલી છે સંપત્તિ..

    ઉચ્ચ-ગુણવત્તાશીલ અભ્યાસક્રમનું ઘડતર અને તેનો વિકાસ, વિદ્યાર્થી સેવાની સ્થાપના, તાલીમાર્થીઓને તાલીમ, સહાયરૂપ સહકાર, AIની મદદ ધરાવતું ઓનલાઈન એસેસમેન્ટ, સર્ટિફિકેશન અને ઉદ્યોગ સાથે સંકલિત પ્લેસમેન્ટ એ આ ભાગીદારીનું અભિન્ન અંગ છે.

    સમાજના કોરાણે ધકેલાયેલા વર્ગો તેમજ યુવાનો માટે આજીવિકાને ઉન્નત કરનારી વિપુલ તકોના સર્જન અને તેના વિસ્તાર માટે કાર્યરત છે. NSDC સાથેની આ ભાગીદારી તે દિશામાંનું વધુ એક કદમ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Maharashtra: રિલાયન્સ ગ્રુપ આટલા વર્ષ માટે મહારાષ્ટ્રની 5,000 સરકારી શાળાઓને દત્તક લઈ શકે છે: અહેવાલ.. જાણો વિગતે અહીં..

    Maharashtra: રિલાયન્સ ગ્રુપ આટલા વર્ષ માટે મહારાષ્ટ્રની 5,000 સરકારી શાળાઓને દત્તક લઈ શકે છે: અહેવાલ.. જાણો વિગતે અહીં..

    News Continuous Bureau | Mumbai

    Maharashtra: શાળા શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે ( Deepak Kesarkar ) શનિવારે જણાવ્યું હતું કે શહેર સ્થિત બહુરાષ્ટ્રીય જૂથ રાજ્યની 5,000 સરકારી શાળાઓને ( government schools ) દત્તક લેવા માંગે છે.

    સૂત્રોએ FPJને જણાવ્યું છે કે મંત્રીએ જે બિઝનેસ હાઉસનો ઉલ્લેખ કર્યો છે તે કદાચ મુકેશ અંબાણીની ( Mukesh Ambani ) આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) લિ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કોર્પોરેટ હાઉસની ચેરિટી શાખા રિલાયન્સ ફાઉન્ડેશન ( Reliance Foundation ) દ્વારા આ શાળાઓને દત્તક ( Adoption ) લેવામાં આવશે.

    કેસરકરે જણાવ્યું હતું કે બિઝનેસ ગ્રુપે મુખ્યમંત્રી એકનાથ શિંદેને એક શાળા સેંટરમાં ઓછામાં ઓછી એક શાળાની સંભાળ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જેમાં લગભગ 8-10 સંસ્થાઓનો સમાવેશ થાય છે. જો આ પગલું સાકાર થાય છે, તો રિલાયન્સ આગામી કેટલાક વર્ષોમાં આ શાળાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડવા માટે નોંધપાત્ર રકમ ખર્ચ કરશે.

    આ કાર્યક્રમનો હેતુ શૈક્ષણિક હેતુઓ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી દાનને સુવ્યવસ્થિત કરવાનો..

    મહારાષ્ટ્રે આ સંસ્થાઓ પર રૂ. 50 લાખથી રૂ. 3 કરોડ વચ્ચે ક્યાંય પણ ખર્ચ કરવાનું વચન આપીને પરોપકારીઓ અને વ્યવસાયો માટે પાંચ કે 10 વર્ષના સમયગાળા માટે સરકારી શાળાઓને દત્તક લેવાની યોજના શરૂ કર્યા પછી વિકાસ થયો. આ સમયગાળા દરમિયાન, વાલી સંસ્થાઓ તેમની દત્તક લીધેલી શાળાઓમાં તેમના નામ ઉમેરી શકશે. આ કાર્યક્રમનો હેતુ શૈક્ષણિક હેતુઓ માટે કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) દાનને સુવ્યવસ્થિત કરવાનો છે.

    મંત્રીએ કહ્યું કે રાજ્યમાં ખાનગી પરોપકારને આકર્ષવાની અપાર ક્ષમતા છે. કેસરકરે જણાવ્યું હતું કે, “દર વર્ષે, વેપારી ગૃહો શિક્ષણ અને આરોગ્ય પર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. બીજી તરફ, રાજ્ય પાસે મર્યાદિત સંસાધનો છે. જોકે જિલ્લા વહીવટીતંત્ર શાળાઓને અપગ્રેડ કરવા માટે ભંડોળ ફાળવે છે, તે પૂરતું નથી.”

    આ સમાચાર પણ વાંચો : Sensex Today: રોકાણકારોના ખિસ્સામાં 4 લાખ કરોડનો ઉમેરો… શેર બજારમાં આવી તેજી, BSE સેન્સેક્સમાં 1000 અંકનો ઉછાળા પાછળ જવાબદાર આ 6 પરિબળો..

    સપ્ટેમ્બરમાં શરૂ કરાયેલી યોજના અનુસાર, આશ્રયદાતા સંસ્થાઓ અને વ્યક્તિઓ નાણાકીય દાન આપી શકશે નહીં અને મૂળભૂત સુવિધાઓ (પાણીની ટાંકી, શૌચાલય, સુરક્ષા દિવાલો) સહિત માત્ર સામાન અને સેવાઓના સ્વરૂપમાં જ સહાય આપી શકશે. , ઇલેક્ટ્રિકલ સાધનો, શૈક્ષણિક સંસાધનો (બોર્ડ, પુસ્તકો અને ડેસ્ક), ડિજિટલ સાધનો (કોમ્પ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટ ટીવી), આરોગ્ય સંભાળ સુવિધાઓ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલાહ અને તાલીમ.

     દાન બિનશરતી હશે અને તે શાળાના સંચાલન પર કોઈ જવાબદારી ઉભી કરશે નહીં…

    જો કે, સરકારે સ્પષ્ટતા કરી છે કે દાતાઓને આ શાળાઓના સંચાલનમાં દખલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દાન બિનશરતી હશે અને તે શાળાના સંચાલન પર કોઈ જવાબદારી ઉભી કરશે નહીં અને દાતાઓ તેમના દ્વારા પ્રદાન કરવામાં આવેલી વસ્તુઓની કોઈપણ માલિકીનો દાવો કરી શકશે નહીં, પરંતુ તેમની સમયાંતરે જાળવણી માટે વ્યવસ્થા કરવી પડશે, એમ સરકારી કાર્યક્રમ પ્રસ્તાવમાં જણાવાયું છે.

    કેટલાક શિક્ષણવિદોએ આ કાર્યક્રમ અંગે આશંકા વ્યક્ત કરી છે. તેઓ માને છે કે આનાથી સરકાર શિક્ષણ ક્ષેત્રમાંથી ખસી જશે અને અસમાનતા પણ વધશે. તેઓ યોજનાની ટકાઉપણું વિશે પણ ચિંતિત છે, ભૂતકાળના ઉદાહરણો તરફ ધ્યાન દોરે છે જ્યાં દાનમાં આપેલા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવા માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવી ન હતી.

  • રિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, નીતા અંબાણીએ કર્યુ આ સ્ટોરનું ઉદ્ધાટન- જુઓ ફોટોઝ

    રિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, નીતા અંબાણીએ કર્યુ આ સ્ટોરનું ઉદ્ધાટન- જુઓ ફોટોઝ

    News Continuous Bureau | Mumbai 

    ભારતીય કલા અને શિલ્પ તથા શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ રિટેલે પ્રથમ સ્વદેશ સ્ટોર ખોલ્યો છે. રિલાયન્સ ફાઉંડેશનના ફાઉંડર અને ચેરપર્સન નીતા અંબાણી(Nita Ambani)એ બુધવારે હૈદરાબાદમાં આ સ્ટોરનું ઉદ્ધાટન કર્યું છે.

    Nita Ambani: Nita Ambani launches first 'Swadesh' handicrafts store in Hyderabad to promote Indian craftwork - The Economic Times

    રિલાયન્સ ફાઉંડેશન(Reliance Foundation) પરંપરાગત કલાકારો તથા શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી કટિબદ્ધ છે. આ ઉદ્દેશ્ય સાથે સ્વદેશ સ્ટોર ખોલવામાં આવ્યો છે. દેશના શિલ્પકાર અને કારીગરોને એક મંચની જરુર છે, જેથી તે વિશ્વ સ્તર પર ભારતની સદીઓ જુની શિલ્પ કલાને પ્રદર્શિત કરી શકે.

    Nita Mukesh Ambani Cultural Centre extends SWADESH craft exhibition due to surge in demand

    રિલાયન્સ રિટેલ(Reliance Retail)નો સ્વદેશ સ્ટોર ન ફક્ત ભારતની સદીઓ જુની કલા અને રચનાત્મક અભિવ્યક્તિઓને દુનિયાની સામે રજૂ કરશે, પણ તેના માધ્યમથી કારીગરો અને શિલ્પકારો માટે સ્થાયી આજીવિકાના દ્વાર પણ ખોલશે.

    Nita Ambani: Nita Ambani launches first 'Swadesh' handicrafts store in Hyderabad to promote Indian craftwork - The Economic Times

    રિલાયંસ રિટેલનો પ્રથમ સ્વદેશ સ્ટોર(first Swadesh store) જુબલી હિલ્સમાં આવેલો છે, જે 20,000 વર્ગ ફુટમાં ફેલાયેલો છે. જ્યાં સ્વદેશી વસ્તુઓનો ભંડાર છે. આ સ્ટોરમાં વિજિટર્સ વિવિધ સ્વદેશી વસ્તુઓ ખરીદી શકશે. તેમાં ખાદ્ય પદાર્થ અને કપડાથી લઈને હસ્તશિલ્પ જેવી પ્રોડક્ટ સામેલ છે. આ વસ્તુમાં ભારતની રચનાત્મક અભિવ્યક્તિ જોવા મળશે.

    હૈદરાબાદમાં સ્વદેશ સ્ટોરના લોન્ચિંગ(Launch of Swadesh Store)ના અવસર પર નીતા અંબાણીએ કહ્યું કે, સ્વદેશ સ્ટોર ભારતની પરંપરાગત કલાઓ અને કારીગરોનું એક પ્રતીક છે. આ આપણા દેશની સદીઓ જુની કલા અને શિલ્પને સંરક્ષિત અને પ્રોત્સાહન આપવાની વિનમ્ર પહેલ છે. સ્વદેશ સ્ટોર મેક ઈન ઈંડિયા(Make in India)ની ભાવના અનુરુપ છે.

     

    ઉલ્લેખનીય છે કે, રિલાયંસ ફાઉંડેશન પોતાના કામ દ્વારા 54200 ગામ અને અમુક શહેરી વિસ્તારમાં 6.95 કરોડ લોકો સુધી પહોંચ બનાવી છે.

     

  • The Boodles : ધ બૂડલ્સ ખાતે યોજાયો ટેનિસ સ્ટાર મેળો, નીતા અંબાણીએ રજૂ કર્યો પ્રથમ રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપ…

    The Boodles : ધ બૂડલ્સ ખાતે યોજાયો ટેનિસ સ્ટાર મેળો, નીતા અંબાણીએ રજૂ કર્યો પ્રથમ રિલાયન્સ ફાઉન્ડેશન ESA કપ…

    News Continuous Bureau | Mumbai

    રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ બકિંગહામશાયરના સ્ટોક પાર્ક ખાતે ધ બૂડલ્સ ટેનિસ ઈવેન્ટમાં ડીએગો શ્વાર્ટઝમેનને પહેલો રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપ એનાયત કર્યો હતો. સ્ટોક પાર્ક ખાતે ધ બૂડલ્સ ખરેખર અનોખી સ્પર્ધા છે. આ એક એક્ઝિબિશન ટેનિસ ઇવેન્ટ છે, જે વિમ્બલ્ડન ખાતે ચેમ્પિયનશિપ્સ માટેની સૌથી ભવ્ય વોર્મ-અપ ગેમ છે. સ્ટોક પાર્કમાં રમાનારી આ ટેનિસ ઇવેન્ટ આ વર્ષે તેની 19મી વર્ષગાંઠની ઉજવણી કરે છે અને આ વર્ષે 27મી જૂનથી પહેલી જુલાઈ 2023 દરમિયાન યોજાઈ રહેલી પાંચ દિવસની ટેનિસ ઇવેન્ટમાં દરરોજ રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપનો એવોર્ડ ધ આપવામાં આવશે.

    મંગળવાર (27મી જૂન)ના રોજ શ્રીમતી નીતા એમ. અંબાણીએ વિજેતા આર્જેન્ટિનિયન ખેલાડી ડીએગો શ્વાર્ટઝમેનને પહેલો રિલાયન્સ ફાઉન્ડેશન ઇએસએ કપ એનાયત કર્યો અને યુકેના બકિંગહામશાયર સ્થિત એક્શન4યુથને દાન આપ્યું, જેની પાછળનો ઉદ્દેશ આપણે જાણીએ છીએ એ મુજબ વિજેતાની સંવેદનાઓની ખૂબ જ નજીક છે.

    આ સમાચાર પણ વાંચો: KG D6 : ભારતના કેજી ડી6 બ્લોકમાં ત્રીજા ડીપવોટર ફિલ્ડમાંથી રિલાયન્સ અને આ કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું

    આ પ્રસંગે બોલતા રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે “અહીં એકદમ અદભુત વાતાવરણ હતું. અમને કેટલીક ખૂબ સુંદર ટેનિસ જોવા મળી. રમતની સાથે સમાજસેવા કરવાના અવસરે આ ઇવેન્ટને વધારે સાર્થક બનાવી. તમામ યુવાનોને શુભકામના આપું છું અને આશા રાખું છું કે તેઓ તેમની પસંદગીની કોઈપણ રમત અપનાવે અને તેમનામાં અને તેમની આસપાસના લોકોમાં ઉત્સાહ, વિશ્વાસ, સકારાત્મક વલણ અને જીવનમાં સ્થિતિસ્થાપકતા, આનંદ લાવે.

    એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) અભિયાન એ એક વ્યાપક વિકાસ કાર્યક્રમ છે જે રિલાયન્સ ફાઉન્ડેશન (રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સીએસઆર પાંખ) દ્વારા સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીના નેતૃત્વ હેઠળ ચલાવવામાં આવે છે જે બાળકો માટે શિક્ષણ અને રમતગમતની તકોના સર્વગ્રાહી વિકાસ અને સમાનતાને પ્રોત્સાહન આપતી વિવિધ પહેલોને સમર્થન આપે છે. બૂડલ્સ ટેનિસ ચેલેન્જ સાથે ઇએસએ અભિયાન ભારતની બહાર તેની પાંખો ફેલાવશે. ભારતમાં લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યા બાદ આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય હવે સ્ટોક પાર્કમાં બાળકોના જીવનને સ્પર્શવાનો અને દરેક માટે રમતગમતને સુલભ બનાવવાનો પ્રયાસ કરશે અને સાથે સાથે આગામી પેઢીને તેમના રોજિંદા જીવનમાં રમતગમતને અપનાવવા માટે પ્રેરણા આપશે.

  • નીતા અંબાણીના એક નિર્ણયથી આ લોકોનું ભાગ્ય બદલાશે; બનારસના કારીગરોની મદદે આવ્યા

    નીતા અંબાણીના એક નિર્ણયથી આ લોકોનું ભાગ્ય બદલાશે; બનારસના કારીગરોની મદદે આવ્યા

    News Continuous Bureau | Mumbai

    Nita Ambani: બનારસી સાડી (Banarasi saree) ઓ દુનિયાભરમાં ફેમસ છે. આ સાડીઓ સાથે, આજે તેને બનાવનારા કારીગરો પણ એટલા જ પ્રખ્યાત છે. કાશીના કારીગરોની આંગળીઓનો જાદુ અહીંની સાડીઓ અને વસ્ત્રોમાં જોઈ શકાય છે. હવે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની પત્ની નીતા અંબાણી (Nita Ambani) તેમની મદદ માટે આગળ આવી છે. તેમની મદદથી મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (Cultural Center) ખાતે ‘સ્વદેશ’ (Swadesh) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશને પણ આ કાર્યને આગળ વધારવા માટે શક્ય તમામ મદદ આપવાનું વચન આપ્યું છે.

    નીતા અંબાણીએ કર્યું…

    નીતા-મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે યોજાયેલા એક પ્રદર્શનમાં આ બનારસની સુંદર કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમનું કળાનું કામ એવું હતું કે તેણે બધાના દિલ જીતી લીધા. બનારસી વણકર માસ્ટર્સ રામજી અને મોહમ્મદ હારુને આ હસ્તકલાને વિશ્વભરના ગ્રાહકો સમક્ષ રજૂ કરી હતી. યુવા પેઢી આ કલાને નવી ઉંચાઈએ લઈ જશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. રિલાયન્સ ફાઉન્ડેશન (Reliance Foundation) આ કાર્યમાં જે પણ મદદની જરૂર પડશે તે આપશે.

    બનારસ પાસેના ગામ સરાય મોહનાની વસ્તી 25 હજાર છે. આ ગામમાં મોટાભાગના લોકો વણકર છે. રામજી પણ એ જ ગામના છે. ‘સ્વદેશ’ પ્રદર્શનમાં પોતાનો અનુભવ જણાવતા રામજીએ કહ્યું, “બનારસી સાડી બનાવવામાં કેટલો સમય અને મહેનત જાય છે તેની દુનિયાને કોઈ ખબર નથી. અહીં આવ્યા પછી મને લાગ્યું કે અમારી કળા હજી પૂરી રીતે બહાર આવી નથી. નીતા અંબાણીએ બનારસી વણાટને સમગ્ર વિશ્વમાં ગ્રાહકો સુધી લાવીને અત્યાર સુધી જે શક્ય નહોતું તે કરી બતાવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો: મીરા રોડ સાયબર સેલની પ્રશંસનીય સિદ્ધિ, આંતરરાષ્ટ્રીય ગુનાનો ભેદ ઉકેલ્યો.

    નવા કારીગરો પણ જોડાશે

    વણકર મોહમ્મદ હારૂન પણ ‘સ્વદેશ’ની લોકપ્રિયતા અને ગ્રાહકોની સંખ્યા જોઈને ખુશ છે. તેમણે કહ્યું, “દેશના લોકોએ અમારી કુશળતાની પ્રશંસા કરી છે. આવા પ્રદર્શનો કલાકારોને નવી ઓળખ આપે છે. આનાથી કૌશલ્યની ઉન્નતિને નવો સ્વરુપ મળશે અને નવા કારીગરો પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કરશે.

    ભારતીય કલા અને સંસ્કૃતિના જતન માટે વર્ષોથી કાર્યરત રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીનું માનવું છે કે કળાની બારીકાઈઓને પેઢી દર પેઢી પસાર કરીને અને કારીગરોને યોગ્ય મહેનતાણું આપીને જ કળાનું જતન કરી શકાય છે. નીતા અંબાણી કહે છે કે નવી પેઢીએ પરંપરાગત વ્યવસાયને સંભાળવા માટે આગળ આવવું પડશે. નીતા અંબાણી કહે છે કે કલાકારો ‘સ્વદેશ’ જેવા પ્રદર્શનો દ્વારા ભારતની અમૂલ્ય સંસ્કૃતિ અને વારસાને સાચવીને ગ્રાહકો સાથે સીધા જોડાઈ રહ્યા છે.

  • વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશને હરિયાળી આવતીકાલ માટે ‘આ’  ખાસ અભિયાન શરૂ કર્યું

    વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશને હરિયાળી આવતીકાલ માટે ‘આ’ ખાસ અભિયાન શરૂ કર્યું

    News Continuous Bureau | Mumbai

    રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રીન કવર વધારવા અને પૃથ્વીની સંભાળ રાખવા માટે એક સમુદાય-સંચાલિત પર્યાવરણ અભિયાન ‘પ્લાન્ટ4લાઇફ’ 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યું હતું.

    આગામી કેટલાક મહિનાઓમાં ‘પ્લાન્ટ4લાઈફ’ દ્વારા ઓછામાં ઓછા 50,000 સ્વયંસેવકોના સહયોગથી દેશભરમાં 500,000 રોપાઓ વાવવાની તૈયારી કરવામાં આવી છે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને સમુદાયની સહભાગિતાથી એક ઝુંબેશ તૈયાર કરવાનો છે. રિલાયન્સના સ્વયંસેવકોના સમુદાય દ્વારા ‘વી કેર’ની ભાવનાને આત્મસાત કરવાથી અભિયાનને મજબૂત વેગ મળશે.

    Reliance Foundation launches ‘Plant4Life’ initiative for a greener tomorrow

     

    “વિશ્વ પર્યાવરણ દિવસની 50મી વર્ષગાંઠ નિમિત્તે અમે આ પ્રસંગને એક વિશેષ અભિયાન સાથે ચિહ્નિત કરવા માગીએ છીએ, ભવિષ્યની પેઢીઓ માટે આપણી પૃથ્વીનું રક્ષણ કરવા અને જાળવણી કરવા માટેની વ્યક્તિગત અને સામુદાયિક ઝુંબેશને વેગ આપવા માટે દેશભરના હજારો રિલાયન્સ સ્વયંસેવકોને એકસાથે લાવીશું,” તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ શ્રી જગન્નાથ કુમારે જણાવ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો: ઝાટકો / ભારતીય મૂળના બંગાના વર્લ્ડ બેંકના પ્રમુખ બનતા જ ભારતને ફટકો, રિપોર્ટ વાંચીને ચીન ખુશ

    સોમવારે અભિયાનની શરૂઆત 25 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક લાખથી વધુ રોપાઓ વાવવા સાથે થઈ હતી. પ્લાન્ટ4લાઇફ અભિયાન હેઠળ રિલાયન્સના કર્મચારીઓ  તેમના પોતાના છોડની સંભાળ રાખશે. આ ઝુંબેશ આગામી કેટલાક મહિનાઓ સુધી ચાલુ રહેશે, તેમાં સ્વયંસેવકો અને તેમના પરિવારો દ્વારા સીડબોલ્સ બનાવવાનો સમાવેશ થાય છે. કાદવ અને ખાતરથી બનેલા સીડબોલ્સ અંકુરિત થાય છે અને વરસાદ દરમિયાન વિખેરાઈ જાય ત્યારે છોડ વધવાનો માર્ગ આપે છે.

    વિવિધ સ્થળો પર હાથ ધરાયેલી પ્રવૃત્તિઓમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં મોટા પાયે મેન્ગ્રોવ પ્લાન્ટેશન અને રાજ્યના વન વિભાગના સહયોગથી ગુજરાતના કચ્છમાં મિયાવાકી જંગલના સહ-વિકાસનો સમાવેશ થાય છે. કચ્છમાં ઉનાળા દરમિયાન ઘાસચારાની ઉપલબ્ધતા વધારવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચરલ રિસર્ચ દ્વારા ભલામણ કરાયેલા કેક્ટસના ચારાની જાતોનું વાવેતર કરવામાં આવશે.

    વર્ષોથી રિલાયન્સે કુદરતી સંસાધન વ્યવસ્થાપન અને વૃક્ષારોપણ સહિતની વિવિધ પર્યાવરણ સંરક્ષણ પહેલોને સમર્થન આપ્યું છે. આજની તારીખે રિલાયન્સે સમગ્ર દેશમાં 2.39 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કર્યું છે.

    પ્લાન્ટ4લાઇફ અભિયાનનો ઉદ્દેશ્ય કર્મચારીઓને પૃથ્વીનું જતન કરવા માટેના પ્રયાસોને આગળ વધારવા માટે એકત્ર કરવાનો છે અને ભારતના માનનીય વડાપ્રધાન દ્વારા પર્યાવરણના રક્ષણ અને જાળવણી માટે વ્યક્તિગત અને સામુદાયિક પગલાંને આગળ ધપાવવા માટેના જન અભિયાન માટે શરૂ કરાયેલા લાઇફ કેમ્પેન મિશનને ઉત્તેજન પૂરું પાડે છે.

  • Odisha Train Accident: પીડિતોની વ્હારે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન, રાશન -નોકરી સહિત 10 રાહત સેવાની જાહેરાત..

    Odisha Train Accident: પીડિતોની વ્હારે આવ્યું રિલાયન્સ ફાઉન્ડેશન, રાશન -નોકરી સહિત 10 રાહત સેવાની જાહેરાત..

     News Continuous Bureau | Mumbai

    ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત બાદ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણી આગળ આવ્યા છે. અંબાણી જૂથના રિલાયન્સ ફાઉન્ડેશને પીડિતોની મદદ માટે દાનની જાહેરાત કરી છે. નીતા અંબાણીએ કહ્યું છે કે તેઓ આ મુશ્કેલ સમયમાં પીડિતોની પાછળ મક્કમતાથી ઉભા છે. રિલાયન્સ ફાઉન્ડેશને 10-પોઇન્ટ સહાય પેકેજની જાહેરાત કરી છે. આ લાભોમાં મૃતકના પરિવારના સભ્ય માટે 6 મહિના માટે મફત રાશન, દવાઓ અને રોજગારનો સમાવેશ થાય છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

    તમામ પ્રકારની મદદની જાહેરાત

    રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ શોક વ્યક્ત કરતાં કહ્યું કે, ‘હું ટ્રેન દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકો સાથે ઉભી છું અને ભારે હૃદયથી સંવેદના વ્યક્ત કરું છું. હું આ દુર્ઘટનાને કારણે થયેલા દુઃખને દૂર કરી શકતી નથી, પરંતુ અમે શોકગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે પીડિતોની સાથે મજબૂતીથી ઉભા છીએ.

    જીવન જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી 

    દુર્ઘટના પછી, બાલાસોરમાં હાજર રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ બાલાસોર જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ સાથે સંકલનમાં કામ કરી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશન ઘાયલોને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં મદદ કરી રહ્યું છે, માસ્ક, ગ્લોવ્સ, ORS, બેડશીટ્સ, લેમ્પ્સ અને ગેસ કટર વગેરે જેવી અન્ય આવશ્યક બચાવ વસ્તુઓ તાત્કાલિક પૂરી પાડે છે.

    આ સમાચાર પણ વાંચો: Petrol-Diesel Price: દેશના આ શહેરોમાં સસ્તા થયા પેટ્રોલ અને ડીઝલના ભાવ, ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટ્યા.. જાણો નવા રેટ્સ..

    સહાય પેકેજ જાહેર કર્યું

    > Jio-BP નેટવર્કથી એમ્બ્યુલન્સ માટે મફત ઇંધણ

    > રિલાયન્સ સ્ટોર્સ દ્વારા અસરગ્રસ્ત પરિવારોને આગામી છ મહિના માટે લોટ, ખાંડ, કઠોળ, ચોખા, મીઠું અને રાંધણ તેલ સહિત મફત રાશન સપ્લાયની જોગવાઈ

    > ઇજાગ્રસ્તોને ઝડપી સાજા થવા માટે મફત દવાઓ

    > અકસ્માતના કારણે હોસ્પિટલમાં દાખલ લોકોની તબીબી સારવાર

    > ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક પરામર્શ સેવાઓ.

    > જો જરૂરી હોય તો જિયો અને રિલાયન્સ રિટેલ દ્વારા મૃતકના પરિવારના સભ્યને રોજગારની તકો પૂરી પાડવી

    > વિકલાંગ લોકો માટે વ્હીલચેર, પ્રોસ્થેસિસ સહિતની સહાયની જોગવાઈ

    > નવી રોજગારીની તકો શોધવા અસરગ્રસ્ત લોકોને વિશેષ કૌશલ્ય તાલીમ

    > તેમના પરિવારની એકમાત્ર કમાણી ગુમાવનાર મહિલાઓ માટે માઇક્રોફાઇનાન્સ અને તાલીમની તકો

    > આપત્તિ અસરગ્રસ્ત ગ્રામીણ પરિવારોને વૈકલ્પિક આજીવિકા માટે ગાય, ભેંસ, બકરી, પક્ષીઓ જેવા પશુધન પૂરા પાડવા.

    > શોકગ્રસ્ત પરિવારના સભ્યોને તેમની આજીવિકા પુનઃનિર્માણમાં મદદ કરવા માટે એક વર્ષ માટે મફત મોબાઇલ કનેક્ટિવિટી.