• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - reliance retail - Page 2
Tag:

reliance retail

Reliance Retail Ready for this new business of Mukesh Ambani, everything from AC-fridge to LED bulbs will now be available in Reliance..
વેપાર-વાણિજ્ય

Reliance Retail: મુકેશ અંબાણી આ નવા બિઝનેસ માટે તૈયાર, હવે રિલાયન્સમાં પણ મળશે AC-ફ્રિજથી લઈને LED બલ્બ સુધી બધું જ..

by Bipin Mewada April 24, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Reliance Retail: દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ ( Mukesh Ambani ) ઝડપથી વધી રહેલા કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ બિઝનેસ માટે હવે નવી વ્યૂહરચના તૈયાર કરી છે. આ અંતર્ગત અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે એલઈડી બલ્બથી લઈને એસી અને ફ્રીજ સુધીની દરેક વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરવા જઈ રહી છે. 

ETના અહેવાલ મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સ સેગમેન્ટમાં વિદેશી કંપનીઓના વર્ચસ્વને પડકારવાની યોજના ધરાવી રહ્યું છે. આ માટે Wyzr બ્રાન્ડ હેઠળ હવે મેડ-ઇન-ઇન્ડિયા પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે. અંબાણીની કંપની આ યોજના હેઠળ આગામી દિવસોમાં એલઇડી બલ્બ, ટીવી, એસી, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની શક્યતા છે.

 Reliance Retail: Wyzr બ્રાન્ડ નામ હેઠળ એર કૂલર્સ લોન્ચ કર્યા હતા…

ETના અહેવાલમાં રિલાયન્સની યોજના સાથે જોડાયેલા બે એક્ઝિક્યુટિવ્સને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શનને અંતિમ સ્વરૂપ આપવા માટે હવે વાતચીત પણ શરૂ કરી દીધી છે. હાલમાં, Wyzr બ્રાન્ડ હેઠળ ઘર વપરાશ માટે ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું ( Electronic devices ) ઉત્પાદન કરવા માટે સ્થાનિક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ડિક્સોન ટેક્નોલોજી અને મર્ક ઈલેક્ટ્રોનિક્સ (ઓનિડાની મૂળ કંપની) સાથે કરાર કરવા માટે કામ હાથ ધરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Air Conditioner: જો તમે AC નો ઉપયોગ કરો છો તો આ મહત્વની બાબતોનું રાખો ધ્યાન, નહીં તો AC બગડી શકે છે..

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ( Reliance Industries ) છૂટક શાખા રિલાયન્સ રિટેલે તાજેતરમાં Wyzr બ્રાન્ડ નામ હેઠળ એર કૂલર્સ લોન્ચ કર્યા હતા. જો કે કંપની હવે આ બ્રાન્ડને વિસ્તારવાની યોજના ધરાવે છે. હાલમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અન્ય ઉત્પાદકો પાસેથી કરાર પર આ બ્રાન્ડ હેઠળ ટીવી, ફ્રિજ, એસી, વોશિંગ મશીન, એલઇડી બલ્બ જેવી પ્રોડક્ટ્સ બનાવશે. જ્યારે આ બ્રાન્ડ માર્કેટમાં યોગ્ય હિસ્સો હાંસલ કરી લેશે, ત્યારે કંપની પોતાનો પ્લાન્ટ પણ સ્થાપી શકે છે અને પોતાના કંપનીમાં જ ઉત્પાદન પણ શરૂ કરી શકે છે.

હાલમાં, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ( Consumer Electronics ) સેગમેન્ટમાં રિલાયન્સની હાજરી મર્યાદિત છે. 2022માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કંપની Sanmina ભારતીય યુનિટમાં 50.1 ટકા હિસ્સો રૂ. 1,670 કરોડમાં હસ્તગત કર્યો હતો. Sanmina ચેન્નાઈમાં 100 એકરમાં ફેલાયેલો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. આ પ્લાન્ટમાં પણ Wyzr બ્રાન્ડ પ્રોડક્ટ્સ બનાવી શકાય છે.

જોકે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હજુ સુધી આ સ્કીમને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. બે દિવસ પહેલા જ દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેમાં પણ કંપની દ્વારા આ સ્કીમ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો :  Vicky kaushal: આવા અવતાર માં જંગલ માં ફરતો જોવા મળ્યો વિકી કૌશલ, અભિનેતા ની આ ઐતિહાસિક ફિલ્મના સેટ પર ની તસવીર થઇ લીક

April 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
deepika padukone and isha ambani made a secret deal
મનોરંજન

Deepika padukone: પ્રેગ્નન્સી માં પણ કરોડો કમાશે દીપિકા પાદુકોણ, બિઝનેસ વુમન ઈશા અંબાણી સાથે અભિનેત્રી એ કરી આ ડીલ

by Zalak Parikh April 20, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Deepika padukone: દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા પિતા બનવાના છે., દીપિકા પાદુકોણ સપ્ટેમ્બર મહિનામાં તેના પહેલા બાળક ને જન્મ આપશે. હાલ દીપિકા પોતાની ગર્ભાવસ્થા નો આનંદ માણી રહી છે. આવી સ્થિતિ માં પણ દીપિકા કરોડો ની કમાણી કરશે. વાસ્તવ માં દીપિકા પાદુકોણે બિઝનેસ વુમન ઈશા અંબાણી સાથે એક ડીલ સાઈન કરી છે જેના કારણે અભિનેત્રી ને કરોડો ની કમાણી થશે. 

આ સમાચાર પણ વાંચો : Taarak mehta ka ooltah chashmah: રાજ અનડકટ એ કરી નવી શરૂઆત! આ સાથે જ ટપ્પુ એ જણાવ્યું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છોડવાનું અસલી કારણ

દીપિકા પાદુકોણે ઈશા અંબાણી સાથે કરી ડીલ 

ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનું સંચાલન કરે છે. ઈશા તેને આગળ લઈ જવા માટે ઘણી મહેનત પણ કરી રહી છે. આ માટે તેણે બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે એક ગુપ્ત ડીલ કરી છે. રિલાયન્સ રિટેલની બ્રાન્ડ વેલ્યુ 820000 કરોડ રૂપિયાની આસપાસ છે. આ માટે ઈશાએ દીપિકા પાદુકોણની સેલ્ફ કેર બ્રાન્ડ 82°E સાથે ટાઇઅપ કર્યું છે. તેના દ્વારા રિલાયન્સ રિટેલના ‘ટીરા’ ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)


ઈશા અંબાણી અને દીપિકા પાદુકોણ બંને આ ડીલથી ખૂબ જ ખુશ છે. આ ડીલથી બંનેને મોટો ફાયદો થવાનો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Industries Paan Ka Swad, Gajab Ki Mithash.. Now with Reliance.. Deal for 27 Crores..
વેપાર-વાણિજ્ય

Reliance Industries: પાન કા સ્વાદ, ગજબ કી મીઠાશ.. હવે રિલાયન્સ પાસે.. આટલા કરોડમાં સોદો થયો..

by Bipin Mewada February 12, 2024
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai 

Reliance Industries: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ કન્ઝ્યુમરે ( Reliance Consumer ) હવે એક બીજી નવી કંપની હસ્તગત કરી છે. આ કંપની કોફી બ્રેક અને પાન પસંદ ટોફી ( Pan Pasand Gold Candy ) સહિત અનેક ઉત્પાદનોનું વેચાણ કરે છે. આ 82 વર્ષ જૂની કંપની છેલ્લા કેટલાક સમયથી નાણાકીય સમસ્યાઓથી ઝઝૂમી રહી હતી. આવી સ્થિતિમાં કંપનીએ રિલાયન્સ કન્ઝ્યુમર સાથે કરાર કર્યો છે. અગાઉ મુકેશ અંબાણીની ( Mukesh Ambani ) કંપનીએ કોલ્ડ ડ્રિંક મેન્યુફેક્ચરિંગ કંપની કેમ્પાને પણ ખરીદી હતી. 

રિલાયન્સ રિટેલ ( Reliance Retail ) વેન્ચર્સની FMCG કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રાવલગાંવ સુગર કંપનીનો ( ravalgaon sugar company ) કન્ફેક્શનરી બિઝનેસ ખરીદ્યો છે. તેને ખરીદવાનો સોદો રૂ. 27 કરોડમાં પૂર્ણ થયો છે. આ ડીલમાં મુકેશ અંબાણીની કંપની પાસે ટ્રેડમાર્ક, રેસિપી અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ આવી ગયા છે.

 રાવલગાંવ સુગર કંપની હાલમાં સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં વધતી સ્પર્ધાને કારણે તેનો બજારહિસ્સો ગુમાવી બેઠી છેઃ અહેવાલ…

નોંધનીય છે કે, પાન પસંદ બનાવનારી કંપનીએ શુક્રવારે એક્સચેન્જ ફાઇલિંગમાં આ ડીલ વિશે માહિતી આપી છે. આ કંપનીની સ્થાપના ઉદ્યોગપતિ વાલચંદ હીરાચંદ દ્વારા 1933માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના રાવલગાંવ ગામમાં કરવામાં આવી હતી. 1942માં આ કંપનીએ રાવલગાંવ નામથી ટોફી બનાવવાનું શરૂ કર્યું. હાલમાં આ કંપની પાસે મેંગો મૂડ, કોફી બ્રેક, ટુટ્ટી ફ્રુટી, પાન પસંદ, ચોકો ક્રીમ અને સુપ્રીમ જેવી બ્રાન્ડ્સ છે.

આ સમાચાર પણ વાંચો : Rozgar Mela 2024 : આજે યોજાશે રોજગાર મેળો, PM મોદી આટલા લાખથી વધુ નિમણૂક પત્રનું કરશે વિતરણ, જાણો વિગત

એક અહેવાલ મુજબ, રાવલગાંવ સુગર કંપની હાલમાં સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં વધતી સ્પર્ધાને કારણે તેનો બજારહિસ્સો ગુમાવી બેઠી છે. તેમજ અસરકારક રીતે કામ કરવાની ક્ષમતા વિના કાચા માલ, ઉર્જા અને મજૂરીના ભાવમાં વધારાને કારણે કંપનીના નફાને અસર થઈ છે. તેમ છતાં કંપનીએ હજુ સુધી તેના ઉત્પાદનોની કિંમતમાં વધારો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની રિટેલ કંપનીએ આ મહિનાની શરૂઆતમાં તેની કન્ઝ્યુમર પેકેજ્ડ ગુડ્સ બ્રાન્ડ ‘Independence’ લોન્ચ કરી હતી. જ્યારે અગાઉ રિલાયન્સ કંપનીએ કેમ્પાને ખરીદી હતી.

February 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Retail: Reliance retail opens first swadesh store, artisans and handicrafts will get big help.
વેપાર-વાણિજ્ય

 Reliance Retail: રિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, કારીગરો અને હસ્તકલાને મળશે મોટી મદદ.. જાણો વિગતે અહીં..

by kalpana Verat November 9, 2023
written by kalpana Verat

 

Reliance Retail: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે (Reliance Industries) દેશમાં કારીગરોને મદદ કરવા માટે પ્રથમ ‘સ્વદેશ’ સ્ટોર (Swadesh Store) ખોલ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી (Nita Ambani) એ હૈદરાબાદ (Hyderabad), તેલંગાણા (Telangana) માં આ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. આ સ્ટોર દ્વારા, રિલાયન્સ દેશની વર્ષો જૂના કારીગરીને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે. રિલાયન્સના આ સ્વદેશી સ્ટોરમાં પરંપરાગત કારીગરોનો સામાન વેચાણ માટે રાખવામાં આવશે.

#WATCH तेलंगाना: रिलायंस फाउंडेशन की संस्थापक और चेयरपर्सन नीता अंबानी ने हैदराबाद में अलकज़ार मॉल में पहले स्टैंडअलोन स्वदेश स्टोर के लॉन्च के दौरान उन्होंने कार्यक्रम में पहुंचे अतिथियों से मुलाकात की। अतिथियों में टेनिस खिलाड़ी सानिया मिर्ज़ा, अभिनेत्री नम्रता शिरोडकर,… pic.twitter.com/DBz4Z3pdFL

— ANI_HindiNews (@AHindinews) November 8, 2023

‘સ્વદેશી’ સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું કે સ્વદેશી સ્ટોર દ્વારા રિલાયન્સ ભારતીય કલા અને હસ્તકલાને બચાવવા અને પ્રોત્સાહન આપવા માટે નમ્ર પહેલ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ દ્વારા ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ સ્ટોરની મદદથી દેશના લાખો કારીગરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે અને તેના દ્વારા તેમને વધુ સારી કમાણી કરવાની તકો મળશે. કારીગરી એ ભારતનું ગૌરવ છે અને આ પહેલ દ્વારા અમે તેને વૈશ્વિક સ્તરે વધુ ઓળખ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સાથે તેણે કહ્યું કે ભારતીય હસ્તકReliance Retail: Reliance retail opens first swadesh store, artisans and handicrafts will get big help.લાને ઓળખ આપવા માટે તે આ સ્ટોરને અમેરિકા અને યુરોપમાં પણ વિસ્તારશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈના રસ્તાઓ પરના ખાડાઓ અને ખુલ્લા મેનહોલ્સ અંગે દાખલ કરવામાં આવી કન્ટેમ્પ્ટ પિટિશન.. હાઈકોર્ટે આપ્યો આ નિર્દેશ.

  ભારતમાં કુલ 18 કેન્દ્રો હશે જેના દ્વારા દેશના 600 થી વધુ કારીગરોને જોડવાની યોજના…

હૈદરાબાદમાં સ્થિત સ્વદેશી સ્ટોર કુલ 20 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. આ સ્ટોર ખોલવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે ભારતીય કલાને વૈશ્વિક સ્તરે ઓળખ મળી શકે. આ સાથે, તે કારીગરો માટે આવકનો ઉત્તમ સ્ત્રોત સાબિત થવો જોઈએ. હસ્તકલાની વસ્તુઓની સાથે, આ સ્ટોરમાં ખાદ્ય ચીજવસ્તુઓ અને કપડાંના વિકલ્પો પણ હશે . આ સ્ટોરમાં રાખવામાં આવેલા સામાન પર સ્કેનર પણ લગાવવામાં આવ્યું છે. અહીં ગ્રાહકોને ‘Scan & Know’ ની સુવિધા મળે છે. આવી સ્થિતિમાં, તમે શિલ્પને સ્કેન કરીને સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.

કારીગરોને મદદ કરવા માટે, નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર NMACC, મુંબઈમાં એક ખાસ સ્વદેશી ઝોન બનાવવામાં આવ્યો છે. આ ઝોનમાં ભારતીય હસ્તકલા સંબંધિત સામાન રાખવામાં આવ્યો છે જેને કોઈપણ ખરીદી શકે છે. આ ઝોનમાં વેચાતા માલના આખા પૈસા કારીગરોને જાય છે. આવી સ્થિતિમાં આ સ્વદેશી ઝોનને મોટા પાયા પર બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક અલગ સ્વદેશી સ્ટોર ખોલવામાં આવ્યો છે. આ ઉપરાંત, રિલાયન્સ ફાઉન્ડેશન ટૂંક સમયમાં દેશમાં કૌશલ્ય વૃદ્ધિ માટે કારીગર પહેલ (RAISE) કેન્દ્રની સ્થાપના કરવા જઈ રહ્યું છે. સમગ્ર ભારતમાં કુલ 18 કેન્દ્રો હશે જેના દ્વારા દેશના 600 થી વધુ કારીગરોને જોડવાની યોજના છે.

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Retail opened the first Swadesh store Nita Ambani
વેપાર-વાણિજ્ય

રિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, નીતા અંબાણીએ કર્યુ આ સ્ટોરનું ઉદ્ધાટન- જુઓ ફોટોઝ

by NewsContinuous Bureau November 9, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

ભારતીય કલા અને શિલ્પ તથા શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ રિટેલે પ્રથમ સ્વદેશ સ્ટોર ખોલ્યો છે. રિલાયન્સ ફાઉંડેશનના ફાઉંડર અને ચેરપર્સન નીતા અંબાણી(Nita Ambani)એ બુધવારે હૈદરાબાદમાં આ સ્ટોરનું ઉદ્ધાટન કર્યું છે.

Nita Ambani: Nita Ambani launches first 'Swadesh' handicrafts store in Hyderabad to promote Indian craftwork - The Economic Times

રિલાયન્સ ફાઉંડેશન(Reliance Foundation) પરંપરાગત કલાકારો તથા શિલ્પકારોને પ્રોત્સાહન આપવા માટે લાંબા સમયથી કટિબદ્ધ છે. આ ઉદ્દેશ્ય સાથે સ્વદેશ સ્ટોર ખોલવામાં આવ્યો છે. દેશના શિલ્પકાર અને કારીગરોને એક મંચની જરુર છે, જેથી તે વિશ્વ સ્તર પર ભારતની સદીઓ જુની શિલ્પ કલાને પ્રદર્શિત કરી શકે.

Nita Mukesh Ambani Cultural Centre extends SWADESH craft exhibition due to surge in demand

રિલાયન્સ રિટેલ(Reliance Retail)નો સ્વદેશ સ્ટોર ન ફક્ત ભારતની સદીઓ જુની કલા અને રચનાત્મક અભિવ્યક્તિઓને દુનિયાની સામે રજૂ કરશે, પણ તેના માધ્યમથી કારીગરો અને શિલ્પકારો માટે સ્થાયી આજીવિકાના દ્વાર પણ ખોલશે.

Nita Ambani: Nita Ambani launches first 'Swadesh' handicrafts store in Hyderabad to promote Indian craftwork - The Economic Times

રિલાયંસ રિટેલનો પ્રથમ સ્વદેશ સ્ટોર(first Swadesh store) જુબલી હિલ્સમાં આવેલો છે, જે 20,000 વર્ગ ફુટમાં ફેલાયેલો છે. જ્યાં સ્વદેશી વસ્તુઓનો ભંડાર છે. આ સ્ટોરમાં વિજિટર્સ વિવિધ સ્વદેશી વસ્તુઓ ખરીદી શકશે. તેમાં ખાદ્ય પદાર્થ અને કપડાથી લઈને હસ્તશિલ્પ જેવી પ્રોડક્ટ સામેલ છે. આ વસ્તુમાં ભારતની રચનાત્મક અભિવ્યક્તિ જોવા મળશે.

VIDEO | Chairperson of Reliance Foundation Nita Ambani launches first ‘Swadesh’ handicrafts store in Hyderabad, aimed at supporting and promoting Indian craftwork. pic.twitter.com/8TCu24yCq5

— Press Trust of India (@PTI_News) November 8, 2023

હૈદરાબાદમાં સ્વદેશ સ્ટોરના લોન્ચિંગ(Launch of Swadesh Store)ના અવસર પર નીતા અંબાણીએ કહ્યું કે, સ્વદેશ સ્ટોર ભારતની પરંપરાગત કલાઓ અને કારીગરોનું એક પ્રતીક છે. આ આપણા દેશની સદીઓ જુની કલા અને શિલ્પને સંરક્ષિત અને પ્રોત્સાહન આપવાની વિનમ્ર પહેલ છે. સ્વદેશ સ્ટોર મેક ઈન ઈંડિયા(Make in India)ની ભાવના અનુરુપ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india)

ઉલ્લેખનીય છે કે, રિલાયંસ ફાઉંડેશન પોતાના કામ દ્વારા 54200 ગામ અને અમુક શહેરી વિસ્તારમાં 6.95 કરોડ લોકો સુધી પહોંચ બનાવી છે.

 

આ સમાચાર પણ વાંચોઃ નવો ફોન લેવાનો વિચારી રહ્યા છો, તો જાણો Infinix Note 30 VIPના ફિચર્સ અને કિંમત

November 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Retail and SBI Card jointly present Reliance SBI Card.
વેપાર-વાણિજ્ય

Reliance SBI Card: રિલાયન્સ રિટેલ અને એસબીઆઈ કાર્ડ સાથે મળીને પ્રસ્તુત કરે છે રિલાયન્સ એસબીઆઈ કાર્ડ.

by Hiral Meria November 4, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Reliance SBI Card: ભારતની સૌથી મોટી ક્રેડિટ કાર્ડ ( credit card ) જારી કરનારી કંપની એસબીઆઈ કાર્ડ અને ભારતના સૌથી મોટા રિટેલર, રિલાયન્સ રિટેલ ( Reliance Retail ) સાથે મળીને લોંચ કરી રહ્યા છે ‘રિલાયન્સ એસબીઆઈ કાર્ડ’. આ અનોખા લાઈફસ્ટાઈલ-કેન્દ્રિત ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચની બદલાતી જરૂરિયાતો ધરાવતા માસથી પ્રિમિયમ સુધીના સેગમેન્ટના ગ્રાહકોને એક નવીનતમ અને રિવોર્ડિંગ શોપિંગની ( rewarding shopping ) અનુભૂતિ ઓફર કરવામાં આવે છે. કાર્ડધારકોને આ કાર્ડ રિલાયન્સ રિટેલની ફેશન અને લાઈફસ્ટાઈલથી લઈને ગ્રોસરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સથી માંડીને ફાર્મા, ફર્નિચરથી લઈને જ્વેલરી તથા બીજી ઘણી વ્યાપક રેન્જ ધરાવતી સઘન અને વૈવિધ્યસભર ઈકો-સિસ્ટમમાં વ્યવહાર કરીને લાભો તથા રિવોર્ડનો ખજાનો ખોલવા સક્ષમ બનાવે છે. તદુપરાંત, રિલાયન્સ એસબીઆઈ કાર્ડ વપરાશકારો પ્રવર્તમાન ધોરણે એસબીઆઈ કાર્ડ દ્વારા પ્રસ્તુત કરાતી ખાસ કાળજીપૂર્વક બનાવાયેલી ઓફર્સને પણ માણી શકે છે.

 Reliance Retail and SBI Card jointly present Reliance SBI Card.

Reliance Retail and SBI Card jointly present Reliance SBI Card.

 બે ઉદ્યોગ અગ્રણીઓ વચ્ચેનું આ સોહાર્દપૂર્ણ જોડાણ વ્યાપક ઉપભોક્તા પહોંચ તથા અનોખી રિટેલ પ્રસ્તાવના ધરાવતી રિલાયન્સ રિટેલની સાથે એસબીઆઈ કાર્ડના સઘન નેટવર્કનો લાભ ઉઠાવવાનો ઉદ્દેશ ધરાવે છે જેથી વિશેષ વેલકમ બેનિફિટ્સથી માંડીને ખાસ-તૈયાર કરાયેલા પ્રવાસ તથા મનોરંજન બેનિફિટ્સ, તેમજ ખાસ ખર્ચ-આધારિત માઈલસ્ટોન રિવોર્ડ્સ જેવા કે રિન્યુઅલ ફી વેઈવર અને રિલાયન્સ રિટેલના સંપૂર્ણ નેટવર્કમાં વ્યવહાર કરવા માટેના રિલાયન્સ રિટેલ વાઉચર્સ જેવા એક્સક્લુઝિવ રિવોર્ડ્સને પ્રસ્તુત કરી શકાય. આ ભાગીદારીની આકાંક્ષા ગ્રાહક અનુભૂતિની પુનઃવ્યાખ્યા કરીને ભારતીય બજારમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ્સ માટે નવું સીમાચિહ્ન રચવાની છે.

 Reliance Retail and SBI Card jointly present Reliance SBI Card.

Reliance Retail and SBI Card jointly present Reliance SBI Card.

 આ કો-બ્રાન્ડેડ કાર્ડને બે વેરિઆન્ટ- રિલાયન્સ એસબીઆઈ કાર્ડ અને રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પ્રાઈમમાં લોંચ કરાયું છે, જે દરેકની ડિઝાઈન ગ્રાહકોની ભિન્ન જરૂરિયાતો માટે વૈવિધ્યપૂર્ણ રિવોર્ડ્સ તથા લાઈફસ્ટાઈલને લગતા લાભો પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાઈ છે.

આ સમાચાર પણ વાંચોઃ NMAJS: શિક્ષણ-પ્રશિક્ષણ ક્ષેત્રે નવા માપદંડો સ્થાપવાનો ઉદ્દેશ્ય સાથે નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલનો પ્રારંભ.

રિલાયન્સ રિટેલ લિમિટેડના ડાયરેક્ટર, વી. સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “રિલાયન્સ રિટેલ ખાતે, અમે હંમેશા દરરોજે શોપિંગની અનુભૂતિને વધુને વધુ આનંદદાયક બનાવીને અમારા ગ્રાહકો માટે આનંદિત રહેવાના નવા રસ્તા શોધવા પ્રયત્નશીલ રહીએ છીએ. એસબીઆઈ કાર્ડ સાથે અમારા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ આ વચનબદ્ધતા તરફનું વધુ એક ડગલું છે. એસબીઆઈ કાર્ડ હાલ કાર્ડ ઉદ્યોગમાં અગ્રણી છે અને તેની સાથે ભાગીદારી સાધવાનો અમને રોમાંચ છે. જેના થકી વ્યાપક શ્રેણીના લાભો, એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ અને અમારી સાથે ઓનલાઈન તથા અમારા તમામ સ્ટોર્સમાં શોપિંગ માટે રિવોર્ડ્સ સાથેના રિલાયન્સ એસબીઆઈ કાર્ડને અમે પ્રસ્તુત કરી શકીશું. એસબીઆઈ કાર્ડ સાથે મળીને, અમને અમારા ગ્રાહકો માટે આનંદને પ્રસ્તુત કરવા તેમજ અપેક્ષાઓથી પણ સારી કામગીરી જારી રાખવાની આશા છે.”

 એસબીઆઈ કાર્ડના એમડી અને સીઈઓ, અભિજીત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “ભારતના સંગઠિત રિટેલ ક્ષેત્રની પુનઃવ્યાખ્યા કરનારી રિલાયન્સ રિટેલ સાથે ભાગીદારી સાધવાનો અમને આનંદ છે. આ ભાગીદારી એ ગ્રાહક-કેન્દ્રિયતા તેમજ વિશ્વ-સ્તરીય ગ્રાહક અનુભૂતિ પૂરી પાડવાની વચનબદ્ધતા પર અમારા બંનેનું ધ્યાન-કેન્દ્રિત હોવાનું જ પરિણામ છે. એસબીઆઈ કાર્ડ ખાતે, અમે હંમેશાથી અમારા ગ્રાહકોની જીવનશૈલીની જરૂરિયાતોને પરિપૂર્ણ કરવાની સાથે મજબૂત મૂલ્ય ઓફર કરે તેવી પ્રોડક્ટ્સની ડિલિવરી કરવામાં માનીએ છીએ. રિલાયન્સ એસબીઆઈ કાર્ડને એક પરિપૂર્ણ પ્રોડક્ટ તરીકે વિકાવાયું છે જે મોટાભાગના ઉપભોક્તા સેગમેન્ટ સાથે સંલગ્ન છે. અમારા તીવ્રતમ કો-બ્રાન્ડ પોર્ટફોલિયોમાં આ એક શક્તિશાળી ઉમેરો છે, અને અમને અપેક્ષા છે કે તેના દ્વારા પ્રસ્તુત કરાતા યુનિવર્સલ યુઝેજ (ઉપયોગ) એવન્યૂને જોતાં તે એક લોકપ્રિય ક્રેડિટ કાર્ડ બનશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

November 4, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Big deal again in Mukesh Ambani’s Reliance Retail, ADIA invests ₹ 4,966 crore..
વેપાર-વાણિજ્ય

Reliance Retail: મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ કરશે ફરી મોટો સોદો, અબુ ધાબીની આ કંપની કરશે આટલા કરોડનું રોકાણ.. જાણો કંપનીમાં કેટલા ટક્કાની હિસ્સેદારી..

by Akash Rajbhar October 7, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Reliance Retail: અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) રૂ. 4,966.80 કરોડનું રોકાણ કરશે. આ ડીલમાં અબુ ધાબીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 0.59 ટકા ઈક્વિટી ખરીદશે.

આ રોકાણ RRVLના પ્રી-મની ઇક્વિટી મૂલ્ય પર કરવામાં આવશે, જે અંદાજિત રૂ. 8.381 લાખ કરોડ છે. નોંધનીય છે કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ દેશમાં ઈક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ પ્રથમ ચાર કંપનીઓમાં જોડાઈ છે.

મુકેશ અંબાણી (Mukesh Ambani) ની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) હેઠળ સંચાલિત રિલાયન્સ રિટેલ (Reliance Retail) ની કમાન્ડ ઈશા અંબાણી (Isha Ambani) પાસે છે. રિલાયન્સ રિટેલે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના બિઝનેસને ઝડપથી વિસ્તાર્યો છે. RRVL તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ દ્વારા સૌથી ઝડપથી વિકસતા અને સૌથી વધુ નફાકારક રિટેલ બિઝનેસમાંનું એક ચલાવે છે.

આ સમાચાર પણ વાંચો : Asian Games 2023: એશિયાડમાં ભારતે રચ્યો ઈતિહાસ, મેડલની સેન્ચ્યુરી.. જાણો કેટલા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ..

18,500થી વધુ સ્ટોર્સ…

રિલાયન્સ રિટેલ કંપની પાસે 18,500થી વધુ સ્ટોર્સ છે. કંપની ડિજિટલ કોમર્શિયલ પ્લેટફોર્મ રજિસ્ટર્ડ નેટવર્ક સાથે 26.7 કરોડ ગ્રાહકોને સેવા આપે છે. RRVL એ તેના નવા વાણિજ્ય વ્યવસાય દ્વારા 30 લાખથી વધુ નાના અને અસંગઠિત વેપારીઓને ડિજિટલ વિશ્વ સાથે જોડ્યા છે, જેથી આ વેપારીઓ તેમના ગ્રાહકોને સારી કિંમતે ઉત્પાદનો પ્રદાન કરી શકે.

ઈશા અંબાણીએ કહ્યું કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં રોકાણકાર તરીકે ADIAના સતત સમર્થનથી અમારા સંબંધો વધુ ગાઢ બન્યા છે. આ રકમથી કંપનીને વૈશ્વિક સ્તરે લાંબા ગાળે ફાયદો થશે. ઉપરાંત, ભારતીય રિટેલ સેક્ટરમાં ફેરફારોને વેગ મળશે. RRVL માં ADIA નું રોકાણ એ ભારતીય અર્થતંત્ર અને અમારા વ્યવસાયની મૂળભૂત બાબતો, વ્યૂહરચના અને ક્ષમતાઓમાં તેમના વિશ્વાસનો વધુ એક પુરાવો છે.

એડીઆઈએ (ADIA) ના પ્રાઈવેટ ઈક્વિટી વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હમદ શાહવાન અલધહેરીએ જણાવ્યું હતું કે રિલાયન્સ રિટેલે ઝડપથી વિકાસ કરી રહેલા બજારમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. તેમણે કહ્યું કે આ રોકાણ ખાસ બદલાવ લાવશે. મોર્ગન સ્ટેનલીએ આ સોદા માટે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના નાણાકીય સલાહકાર તરીકે કામ કર્યું છે.

October 7, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Retail Update: Reliance Retail Ventures gets Rs 2,000 crore from KKR
વેપાર-વાણિજ્ય

Reliance Retail Update: ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKR એ રિલાયન્સ રિટેલમાં આટલા કરોડ રૂપિયાનું કર્યું રોકાણ, ખરીદી 1.42 ટકાની હિસ્સેદારી.. જાણો સંપુર્ણ વિગતો વિગતવાર..

by Hiral Meria September 12, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Reliance Retail Update: ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ (Global Invest Firm) KKRએ પોતાની કંપની મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (Reliance Retail Venture Limited) માં 2069.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં KKRનો હિસ્સો 1.17 ટકાથી વધીને 1.42 ટકા થયો છે. KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં આ હિસ્સો 8.361 લાખ કરોડ રૂપિયાના મૂલ્યમાં ખરીદ્યો છે. આ ડીલ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ઈક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ( Reliance Industries ) એક્સચેન્જને જણાવ્યું કે KKR એ તેના ફોલો-ઓન રોકાણના ભાગરૂપે રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં વધારાનો 0.25 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 2020 માં KKR એ રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ KKRનો હિસ્સો વધીને 1.42 ટકા થઈ ગયો છે. અગાઉ રિલાયન્સ રિટેલ વેન્ચર્સે 2020માં વૈશ્વિક રોકાણકારો પાસેથી 4.21 લાખ કરોડ રૂપિયાના વેલ્યૂએશન પર 47,265 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ વૈશ્વિક રોકાણકારોમાં KKRનો પણ સમાવેશ થતો હતો.

ત્રણ વર્ષમાં રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન લગભગ બમણું થઈ ગયું છે

ઓગસ્ટ મહિનામાં જ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ રિટેલમાં 0.99 ટકા હિસ્સો 8278 કરોડ રૂપિયામાં 100 અબજ ડોલરની કિંમતે ખરીદ્યો હતો. 2020 પછી છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન લગભગ બમણું થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો :  Saudi Crown Prince: ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતી નિકટતાથી પાકિસ્તાન કેમ બેચેન છે? જાણો શું છે આ સંપુર્ણ સમીકરણો.. વાંચો વિગતે..

આ ડીલ પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણીએ ( Isha Ambani ) કહ્યું કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં રોકાણકાર તરીકે KKR તરફથી અમને જે સતત સમર્થન મળી રહ્યું છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમે KKR સાથેની ભાગીદારીનો ખૂબ આદર કરીએ છીએ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં તેમનું નવુ રોકાણ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની દ્રષ્ટિ અને ક્ષમતામાં તેમનો વિશ્વાસ દર્શાવે છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, તેની પેટાકંપનીઓ અને સહયોગીઓ દ્વારા, ભારતના સૌથી મોટા, સૌથી ઝડપથી વિકસતા અને સૌથી વધુ નફાકારક રિટેલ બિઝનેસનું સંચાલન કરે છે, જે કરિયાણા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, , અને દવાઓ, ફેશન અને જીવનશૈલીમાં 18,500 થી વધુ સ્ટોર્સ અને ઈકોમર્સ પ્લેટફોર્મના એકીકૃત ઓમ્ની-ચેનલ નેટવર્ક સાથે 267 મિલિયન ગ્રાહકોને સેવા આપે છે.

September 12, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Retail Debt: Isha Ambani's company has huge debt burden, this much was the liabilities in the last financial year
વેપાર-વાણિજ્ય

Reliance Retail Debt: રિલાયન્સની આ કંપની પર ભારે દેવાનો બોજ, રિપોર્ટના આંકડા ચોંકવનારા.. જાણો શું છે આ રિપોર્ટ.. વાંચો વિગતે અહીં…

by Hiral Meria September 9, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Reliance Retail Debt: દેશની સૌથી મોટી લિસ્ટેડ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( Reliance Industries ) રિટેલ બિઝનેસમાં આક્રમક રીતે પોતાનો બિઝનેસ વધારી રહી છે. આ બિઝનેસ રિલાયન્સ રિટેલ લિમિટેડના નામે ચાલી રહ્યો છે, જેનું નેતૃત્વ ઈશા અંબાણી કરી રહ્યા છે. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન, રિલાયન્સ રિટેલે તેના કારોબારને ઝડપથી વિસ્તાર્યો અને તેને ધિરાણ આપવા માટે લોન એકત્ર કરી. એક રિપોર્ટ અનુસાર, બિઝનેસ વિસ્તરણના આક્રમક ઝુંબેશને કારણે ઈશા અંબાણીની ( Isha Ambani ) આગેવાની હેઠળની કંપનીનું કુલ દેવું પાછલા નાણાકીય વર્ષ દરમિયાન નવી ઊંચાઈએ પહોંચ્યું હતું.

 લોન રૂ. 2 કરોડથી ઓછી હતી

રિલાયન્સ રિટેલ લિમિટેડના તાજેતરના વાર્ષિક અહેવાલ મુજબ, કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન બેંકો પાસેથી 32,303 કરોડ રૂપિયાની લોન લીધી હતી. રિલાયન્સ રિટેલ લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગયા નાણાકીય વર્ષ દરમિયાન લેવામાં આવેલી કુલ લોનમાંથી 19,243 કરોડ રૂપિયા નોન-કરન્ટ, લોંગ ટર્મ, બોરોઇંગ કેટેગરીમાં હતા. એક વર્ષ પહેલા, એટલે કે નાણાકીય વર્ષ 2021-22ના અંતે, રિલાયન્સ રિટેલ પર બેંકોનું કુલ દેવું માત્ર 1.74 કરોડ રૂપિયા હતું.

એક વર્ષમાં 73 ટકાનો વધારો

રિલાયન્સ રિટેલ લિમિટેડે તેની હોલ્ડિંગ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ પાસેથી લાંબા ગાળાના દેવા તરીકે રૂ. 13,304 કરોડ પણ લીધા છે. આ રીતે રિલાયન્સ રિટેલ લિમિટેડનું કુલ દેવું વધીને 70,943 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ આંકડો એક વર્ષ પહેલા કરતા 73 ટકા વધુ છે. કંપનીએ ડેટ રૂટમાંથી મળેલા આ ભંડોળનો ઉપયોગ મુખ્યત્વે બિઝનેસના વિસ્તરણ માટે કર્યો છે, જેમાં સ્ટોર-આઉટલેટ્સ ખોલવા અને નવી બ્રાન્ડ્સ હસ્તગત કરવાનો સમાવેશ થાય છે.

એક વર્ષમાં ઘણા નવા સ્ટોર્સ ખુલ્યા

આંકડા દર્શાવે છે કે ગયા નાણાકીય વર્ષ દરમિયાન, રિલાયન્સ રિટેલ લિમિટેડે 3,300 થી વધુ નવા આઉટલેટ્સ ખોલ્યા હતા. આ રીતે માર્ચ 2023 સુધીમાં કંપનીના કુલ આઉટલેટ્સની સંખ્યા વધીને 18 હજારને પાર થઈ ગઈ છે. ઇકોનોમિક ટાઇમ્સના તાજેતરના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ રિટેલ લિમિટેડના નવા આઉટલેટ્સ ખોલવાની ગતિ આ વર્ષે પણ ચાલુ રહેવાની અપેક્ષા છે, કારણ કે કંપની દેશના તે નાના શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જ્યાં આધુનિક રિટેલ હાલમાં ઉપલબ્ધ છે. યોગ્ય રીતે ઍક્સેસ કરી શકાયું નથી.

આ સમાચાર પણ વાંચો :   G-20 Summit 2023: તો શું ખરેખર બદલાશે દેશનું નામ? PM મોદીની નેમ પ્લેટ પર ઈન્ડિયાને બદલે ‘ભારત’ લખવામાં આવ્યું, હંગામો વધ્યો… જાણો શું છે આ સમગ્ર મુદ્દો.. વાંચો વિગતે અહીં..

આ રીતે કંપનીની સંપત્તિમાં વધારો થયો છે

રિલાયન્સ રિટેલ લિમિટેડના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન કંપનીની નોન-કરન્ટ એસેટ્સ 96 ટકા વધીને રૂ. 79,357 કરોડ થઈ છે. તેમાંથી, મિલકત, પ્લાન્ટ અને સાધનોનો હિસ્સો એક વર્ષ અગાઉની સરખામણીમાં 180 ટકા વધીને રૂ. 39,311 કરોડ થયો છે. આ દર્શાવે છે કે કંપનીએ આક્રમક વિસ્તરણ યોજનાઓ પર ઉભી કરાયેલી લોનનો ઉપયોગ કર્યો છે. કંપનીનો ડેટ-ટુ-ઇક્વિટી રેશિયો નાણાકીય વર્ષ 2021-22માં 1.35 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2022-23માં વધીને 1.91 ટકા થયો છે.

September 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Reliance Retail: Reliance Retail unveils new JioBook priced at Rs 16,499
વેપાર-વાણિજ્ય

Reliance Retail: રિલાયન્સ રિટેલે નવા JioBook નું અનાવરણ કર્યું.. વાંચો અહીંયા સંપુર્ણ ફિચર અને કિંમત વિશે….

by Dr. Mayur Parikh August 1, 2023
written by Dr. Mayur Parikh

  News Continuous Bureau | Mumbai

Reliance Retail: રિલાયન્સ રિટેલે (Reliance Retail) તેના તમામ નવા JioBook નું અનાવરણ કર્યું છે, જે હળવા વજનના અને પોકેટ-ફ્રેન્ડલી 4G-LTE સંચાલિત લેપટોપ (Laptop) છે. જે તમામ વય જૂથો માટે રચાયેલ છે.. ‘ભારતની પ્રથમ લર્નિંગ બુક’ તરીકે ઓળખાતી JioBook 5 ઓગસ્ટ, 2023થી રૂ.16,499માં ઉપલબ્ધ થશે અને ગ્રાહકો રિલાયન્સ ડિજિટલ (Reliance Digital) ના ઑનલાઇન અને ઑફલાઇન સ્ટોર્સ તેમજ Amazon .in દ્વારા JioBook ખરીદી શકશે .

JioBook મેટ ફિનિશ, અને અલ્ટ્રા સ્લિમ બિલ્ટ અને 990 ગ્રામ વજનમાં હલકો હોય તેવી સ્ટાઇલિશ ડિઝાઇન સાથે પંચ પેક કરે છે. તેમાં 4G-LTE અને ડ્યુઅલ-બેન્ડ વાઇફાઇ ક્ષમતાઓ, સરળ મલ્ટીટાસ્કિંગ માટે શક્તિશાળી ઓક્ટા-કોર ચિપસેટ (Octa Core Chipset), 11.6-ઇંચ (29.46CM) એન્ટિ-ગ્લાર HD ડિસ્પ્લે, ઇન્ફિનિટી કીબોર્ડ અને મોટા મલ્ટિ-જેસ્ચર ટ્રેકપેડની વિશેષતાઓ છે. તેની અદ્યતન JioOS ઑપરેટિંગ સિસ્ટમ, ડિઝાઇન અને હંમેશા-જોડાયેલી સુવિધાઓ સાથે, JioBook દરેક વ્યક્તિ માટે શીખવાના અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરવાનું વચન આપે છે.

રિલાયન્સ રિટેલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમે નવીન ઉત્પાદનો રજૂ કરવા માટે સમર્પિત છીએ જે વ્યક્તિઓને તેમની શીખવાની સફરમાં સશક્ત બનાવે છે. તમામ-નવી JioBook એ તેની અદ્યતન સુવિધાઓ અને સીમલેસ કનેક્ટિવિટી વિકલ્પો સાથે તમામ ઉંમરના શીખનારાઓને અમારી નવીનતમ સુવિધા ઓફર કરી રહ્યા છીએ.”

Jio એ 999 રૂપિયામાં ઈન્ટરનેટ-સક્ષમ Jio Bharat ફોન લોન્ચ કર્યા..

પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, JioBook લોકોની શીખવાની રીતમાં પરિવર્તન લાવશે, વ્યક્તિગત વૃદ્ધિ અને કૌશલ્ય વિકાસ માટે નવી તકો ખોલશે. ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવાથી લઈને કોડ શીખવા સુધી, અથવા યોગ સ્ટુડિયો શરૂ કરવા અથવા ઓનલાઈન ટ્રેડિંગમાં ઝંપલાવવા જેવા નવા સાહસોની શોધ કરવા સુધી, JioBookનો ઉદ્દેશ્ય તમામ શીખવાના પ્રયાસો માટે એક અસાધારણ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ મહિનાની શરૂઆતમાં, Jio એ 999 રૂપિયામાં ઈન્ટરનેટ-સક્ષમ Jio Bharat ફોન લોન્ચ કર્યા હતા, અમર્યાદિત વૉઇસ કૉલ્સ અને 14 GB ડેટા માટે 123 રૂપિયાનો સસ્તો માસિક પ્લાન પેકિંગ-ઇન કર્યો હતો. 999 રૂપિયામાં, Jio ભારતને “ઇન્ટરનેટ-સક્ષમ ફોન માટે સૌથી નીચી એન્ટ્રી કિંમત” તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.

નવી ઓફરનો હેતુ ‘2G મુક્ત ભારત’ વિઝનને વેગ આપવાનો છે, કારણ કે ભારતમાં હજુ પણ 2G યુગમાં ફીચર ફોન સાથે 250 મિલિયન મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સ છે. પ્રથમ 1 મિલિયન Jio ભારત ફોન (Bharat Phone) માટે બીટા ટ્રાયલ 7 જુલાઈ, 2023 થી શરૂ થઈ. સેક્ટર પર નજર રાખતા બ્રોકરેજિસે જણાવ્યું હતું કે “આકર્ષક કિંમતો” પર ઇન્ટરનેટ-સક્ષમ Jio ભારત ફોન લોન્ચ કરવાથી Jioને નીચલા બજાર સેગમેન્ટમાં બજારહિસ્સો મેળવવા માટે સક્ષમ બનાવશે અને નજીકના ગાળામાં ટેરિફમાં વધારાની ઓછી સંભાવનાનો સંકેત મળશે.

આ સમાચાર પણ વાંચો :  Andhra Pradesh: આંધ્રના કાઉન્સિલર ચૂંટણી વચનો પૂરા કરવામાં નિષ્ફળ જવા બદલ કર્યું કંઈક આવુ….. લોકો આ જોઈ આર્શ્યચકિત..… જુઓ વિડિયો…

 

August 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક