• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - religious sentiments
Tag:

religious sentiments

Ranveer Singh: Ranveer Singh apologized over the Kantara controversy
મનોરંજન

Ranveer Singh: ‘કાંતારા’ વિવાદ પર રણવીર સિંહે માફી માંગી, વિવાદિત નિવેદન પર પસ્તાવો વ્યક્ત કર્યો

by Zalak Parikh December 2, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranveer Singh: ઇફ્ફી 2025 (ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ) ની ક્લોઝિંગ સેરેમનીમાં રણવીર સિંહે અભિનેતા ઋષભ શેટ્ટીના વખાણ કરતા તેની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ ના એક સીનને કોપી કર્યો. આ પછી તેના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપો લાગ્યા છે. મામલા પર વિવાદ વધી ગયો છે. આ જોઈને  રણવીરે સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરીને લોકોની માફી માંગી છે.

આ સમાચાર પણ વાંચો : Dhurandhar Advance Booking: ‘ધુરંધર’ એડવાન્સ બુકિંગમાં હિટ! રિલીઝ પહેલા જ ફિલ્મની કમાણીમાં મોટો ઉછાળો, બનાવ્યો નવો રેકોર્ડ

‘મારો ઈરાદો માત્ર ઋષભના વખાણ કરવાનો હતો’

રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં લખ્યું છે, ‘મારો ઈરાદો ફિલ્મમાં ઋષભ શેટ્ટીના જબરદસ્ત પરફોર્મન્સને હાઇલાઇટ કરવાનો હતો. મને ખબર છે કે તે ખાસ સીનને તે રીતે કરવામાં કેટલો સમય લાગશે, જે રીતે તેમણે કર્યું. આ માટે હું તેમના ખૂબ વખાણ કરું છું. મેં હંમેશા મારા દેશના દરેક કલ્ચર, ટ્રેડિશન અને વિશ્વાસનું ખૂબ સન્માન કર્યું છે. જો મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે, તો હું તહે દિલથી માફી માંગુ છું’.

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


રણવીરે ‘કાંતારા 2’ ના ક્લાઇમેક્સ સીનની મિમિક્રી કરી, જેમાં ઋષભ શેટ્ટીની અંદર ચામુંડા દેવી આવે છે. આ સીનમાં તેમણે ગજબની એક્ટિંગ કરી. રણવીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે તેમની આગામી ફિલ્મ ‘ધુરંધર’ ને લઈને ચર્ચામાં છે, જે જલ્દી રિલીઝ થવા માટે તૈયાર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Urvashi Rautela clarifies her statement on temple controversy
મનોરંજન

Urvashi Rautela controversy: ટ્રોલ થતા ની સાથે જ પોતાની વાત થી ફરી ગઈ ઉર્વશી રૌતેલા, અભિનેત્રી ની ટિમ એ આપી મંદિર પર સ્પષ્ટતા

by Zalak Parikh April 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Urvashi Rautela controversy: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા તેમના નિવેદનને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઉત્તરાખંડમાં તેના નામનું મંદિર છે. આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. હવે ઉર્વશી રૌતેલા ની ટિમ એ અભિનેત્રી ના આ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. .

આ સમાચાર પણ વાંચો: Urvashi Rautela: પોતાના નામ નું મંદિર છે આ નિવેદન આપી મુશ્કેલી માં મુકાઈ ઉર્વશી રૌતેલા, બદ્રીનાથ ના પુજારી એ હકીકત જણાવતા અભિનેત્રી ને લઈને કરી આવી માંગણી

ઉર્વશી રૌતેલાની ટીમની સ્પષ્ટતા

ઉર્વશીની ટીમે કહ્યું કે લોકો તેના નિવેદન ને ખોટી રીતે સમજે છે.ઉર્વશીએ કહ્યું હતું કે ઉત્તરાખંડમાં મારા નામે એક મંદિર છે. તેણે એવું નહોતું કહ્યું કે ઉર્વશી રૌતેલાનું મંદિર છે. લોકો હવે બરાબર સાંભળતા પણ નથી. તેણે ફક્ત ‘ઉર્વશી’ અથવા ‘મંદિર’ સાંભળ્યું. તેમને લાગે છે કે તેઓ ઉર્વશી રૌતેલાની પૂજા કરે છે. મીડિયા અને લોકોએ આરોપ લગાવતા પહેલા પોતાની તપાસ કરવી જોઈએ. સમાજે એકબીજાનો આદર કરવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Koimoi.com (@koimoi)


ઉત્તરાખંડમાં આવેલું ઉર્વશી મંદિર હિંદુ પૌરાણિક કથાઓ સાથે જોડાયેલું છે. આ મંદિર 108 શક્તિપીઠોમાંનું એક છે અને દેવી સતી સાથે જોડાયેલું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Jagannath Puri Dress code for devotees at Jagannath temple in Puri from Jan 1
દેશ

Jagannath Puri: જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે લાગુ થયો ડ્રેસ કોડ, આ તારીખથી થશે લાગુ..

by Hiral Meria October 11, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Jagannath Puri: હાલમાં ધાર્મિક અથવા પ્રાર્થના સ્થળોની ( Religious  places ) મુલાકાત લેતી વખતે કેવા કપડાં ( clothes ) પહેરવા જોઈએ તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન હવે ઓડિશાના (  Odisha ) પ્રસિદ્ધ પ્રાચીન જગન્નાથ પુરી મંદિરે પણ કપડાંને લઈને એક નિયમ તૈયાર કર્યો છે. જાન્યુઆરી મહિનાથી તેનો અમલ થાય તેવી શક્યતા છે. આ મંદિરમાં આવતા ભક્તોએ ( Devotees ) નિયમોમાં નિયમોનું પાલન કરવાનું હોય છે.

12મી સદીની આસપાસ બાંધવામાં આવેલ પ્રાચીન જગન્નાથ પુરી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો આવે છે. દર્શન માટે આવતા ભક્તોનું સંચાલન મંદિર પ્રશાસનની ( temple administration ) જવાબદારી છે. આ અંગેના નિર્ણયો વહીવટી સમિતિ દ્વારા લેવામાં આવે છે. આ અંગે હવે નિયમો અંગેની સમિતિએ નિર્ણય લીધો છે અને જાન્યુઆરી મહિનાથી શ્રદ્ધાળુઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે.

અશોભનીય પોશાક પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ કેટલાક લોકોએ ફરિયાદ કરી હતી કે કેટલાક લોકો અશોભનીય પોશાક પહેરીને મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. મંદિર પ્રશાસને તે ફરિયાદની નોંધ લીધી છે અને તે મુજબ આ નિયમ બનાવવામાં આવ્યો છે. આ મુજબ, મંદિરમાં પ્રવેશ કરતી વખતે ફાટેલા જીન્સ, સ્લીવલેસ કુર્તા, હાફ પેન્ટ, શોર્ટ્સ જેવા કપડા પહેરવા પર પ્રતિબંધ છે. આ સિવાય રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કયા પ્રકારનાં કપડાંને મંજૂરી આપવામાં આવશે તે અંગેના નિયમો થોડા દિવસોમાં જારી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Bank Of Baroda: હવે આ બેંક પર RBI દ્વારા મોટી કાર્યવાહી, લાખો ગ્રાહકો પર પડશે સીધી અસર.. તમારુ ખાતું તો આમાં નથી ને! જાણો શું છે આ સમગ્ર પ્રકરણ.. વાંચો વિગતે અહીં…

1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે નિયમો

મંદિરની પવિત્રતા અને મહત્વ અકબંધ રાખવાની આપણી ફરજ છે. કમનસીબે, કેટલાક લોકો અન્યની ધાર્મિક લાગણીઓને ( religious sentiments ) ધ્યાનમાં લીધા વિના મંદિર પરિસરમાં પ્રવેશતા જોવા મળ્યા છે. કેટલાક લોકો એવા પોશાક પહેરીને આવે છે કે જાણે તેઓ બીચ અથવા પર્યટન માટે આવ્યા હોય. મેનેજમેન્ટે કહ્યું કે મંદિર એ ભગવાનનું ઘર છે, મનોરંજનનું સ્થળ નથી. નવા નિયમો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે. મંદિરના સિંહ દ્વાર પર, સુરક્ષા રક્ષકો ખાતરી કરશે કે ભક્તો યોગ્ય પોશાકમાં પ્રવેશ કરે. પ્રતિબંધિત પહેરવેશ હશે તો ભક્તોને ત્યાં રોકી દેવામાં આવશે.

October 11, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
taapsee pannu in trouble police register complaint against actress allegedly hurting religious sentiments
મનોરંજન

નેકલેસ પહેરવો તાપસી પન્નુ ને પડ્યો ભારે , દેવી-દેવતાઓના અપમાનના આરોપમાં અભિનેત્રી સામે દાખલ કરવામાં આવી ફરિયાદ

by Zalak Parikh March 29, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. જોકે તાપસી પન્નુ વિવાદો સાથે ઊંડો સંબંધ ધરાવે છે. અભિનેત્રી કોઈને કોઈ વિવાદમાં ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તાપસી પન્નુ વિરુદ્ધ મધ્યપ્રદેશના ઈન્દોરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

 

તાપસી પન્નુ સામે ફરિયાદ દાખલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાપસી પન્નુ પર સનાતન ધર્મની છબીને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ઈન્દોર પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. છત્રીપુરા પોલીસ સ્ટેશનના એસએચઓ એ મીડિયાને જણાવ્યું કે એકલવ્ય ગૌરે તેમને એક અરજી આપી છે, જેમાં તાપસી પન્નુ પર ફરિયાદીએ સનાતન ધર્મનું અપમાન કરવાની વાત કરી છે. તેમને વિશે જણાવ્યું કે તાપસી પન્નુએ ફેશન શોમાં રેમ્પવોક કરતી વખતે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ દરમિયાન તાપસીએ માતા લક્ષ્મીનું લોકેટ પણ પહેર્યું હતું. આનાથી ફરિયાદીની લાગણીને ઠેસ પહોંચી છે.ફરિયાદમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સનાતન ધર્મને બદનામ કરવાનું આ સુનિયોજિત કાવતરું છે.કહેવામાં આવી રહ્યું છે કે એકલવ્ય બીજેપી ધારાસભ્ય માલિનીના પુત્ર છે.

मध्य प्रदेश: इंदौर में अभिनेत्री तापसी पन्नू के खिलाफ शिकायत दर्ज हुआ।

कपिल शर्मा (SHO, छत्रीपुरा थाना) ने बताया, “एकलव्य गौड़ द्वारा एक आवेदन प्राप्त हुआ है जिसमें लिखा था कि अभिनेत्री तापसी पन्नू ने एक फैशन शो में रैंपवॉक करते समय एक लक्ष्मी जी का लॉकेट पहना हुआ था और उस दौरान… pic.twitter.com/WN5s8jLOwi

— ANI_HindiNews (@AHindinews) March 27, 2023

આ ફિલ્મમાં તાપસી પન્નુ જોવા મળશે

જણાવી દઈએ કે તાપસી પન્નુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આટલું જ નહીં, તાપસી પન્નુ તેની અદભૂત શૈલી માટે પણ જાણીતી છે. તે દરેક મુદ્દા પર પોતાની વાત ખુલીને રાખે છે. જો કે આ કારણે તેને ઘણી વખત ટ્રોલ પણ કરવામાં આવે છે. ખબર છે કે તાપસી પન્નુ ટૂંક સમયમાં શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી માં જોવા મળશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

March 29, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ખબરદાર- વિસર્જન દરમિયાન માતાજીની મૂર્તિનો ફોટો લીધો છે તો- મુંબઈ પોલીસે આપી આ ચેતવણી

by Dr. Mayur Parikh September 28, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈંમાં સતત બીજી વખત, મુંબઈ પોલીસે(Mumbai Police) વિસર્જન(Visarjan) દરમિયાન દુર્ગામાતાની મૂર્તિઓની(idols of Goddess Durga) ફોટોગ્રાફી )(Photography) અને ફોટા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ 5 થી 7 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.

આ અગાઉ મુંબઈ પોલીસે 2019માં આ પ્રમાણેનો પ્રતિબંધ લાદ્યો હતો. આ આદેશ વિર્સજનના ત્રણ દિવસ દરમિયાન સમગ્ર બૃહદ મુંબઈ પ્રદેશમાં લાગુ થશે. 

મુંબઈ પોલીસે 26 સપ્ટેમ્બરના બહાર પાડેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિસર્જનની ફોટોગ્રાફી, અડધી ડૂબી ગયેલી અથવા કિનારે પડેલી મૂર્તિઓની તસવીરો ક્લિક કરવા પર અથવા BMC કાર્યકરો દ્વારા ખંડિત થયેલી મૂર્તિના પુનઃ વિસર્જન માટે લઈ જવા દરમિયાન ફોટો કાઢવા પર પણ પ્રતિબંધ લાગુ પડે છે. 

આ સમાચાર પણ વાંચો : નવરાત્રીમાં વિધર્મીઓને પ્રવેશ આપવો કે નહીં- મુંબઈ ભાજપના અધ્યક્ષ મંગલ પ્રભાત લોઢાએ આપ્યો જવાબ- જુઓ વિડિયો

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "આવા ફોટોગ્રાફ્સ અથવા વિડિયો પ્રકાશિત કરવા અથવા ફેલાવવાથી લોકોની ધાર્મિક લાગણીઓને(religious sentiments) ઠેસ પહોંચી શકે છે અને જાહેર શાંતિ અને સુલેહ-શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે."

પ્રતિબંધનું ઉલ્લંઘન(Violation of prohibition) કરનારાઓને ફોજદારી કાર્યવાહી સંહિતા 1973 (1973 ના અધિનિયમ નંબર II) ની કલમ 144 હેઠળ સજા કરવામાં આવશે, બૃહદ મુંબઈ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડીસીપી (ઓપરેશન્સ) સંજય લટકરે જણાવ્યું હતું.

 

September 28, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રિલીઝ પહેલા કાનૂની મુશ્કેલીમાં ફસાઈ થેન્ક ગોડ-ફિલ્મ ના નિર્દેશક તેમજ અભિનેતા અજય દેવગણ-સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ કેસ થયો દાખલ-જાણો શું છે સમગ્ર મામલો 

by Dr. Mayur Parikh September 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા(Bollywood actor) અજય દેવગણ(Ajay Devgn) અને સિદ્ધાર્થ મલ્હોત્રાની (Siddharth Malhotra) ફિલ્મ 'થેંક ગોડ'(Thank God) કાયદાકીય મુશ્કેલીમાં(legal trouble)  ફસાઈ ગઈ છે. જૌનપુર(Jaunpur) ના એક વકીલે જૌનપુર કોર્ટમાં નિર્દેશક ઈન્દર કુમાર(Inder Kumar), અભિનેતા અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ હિન્દુ ધર્મની(Hinduism) ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કેસ દાખલ કર્યો છે. અરજદારનું નિવેદન 18 નવેમ્બરે નોંધવામાં આવશે. અરજદારના કહેવા પ્રમાણે, જે ફિલ્મનું ટ્રેલર (Movie trailer) રિલીઝ કરવામાં આવ્યું છે તે હિંદુ ધર્મની મજાક ઉડાવે છે અને ધાર્મિક લાગણીઓને(religious sentiments) ઠેસ પહોંચાડે છે. પોતાની અરજીમાં વકીલે જણાવ્યું છે કે અજય દેવગન સૂટ પહેરીને ચિત્રગુપ્તનું(Chitragupta) પાત્ર ભજવતો જોવા મળે છે અને એક દ્રશ્યમાં તે જોક્સ કહેતો અને વાંધાજનક ભાષાનો(offensive language) ઉપયોગ કરતો જોવા મળે છે.

પિટિશનમાં જણાવાયું હતું કે,"ચિત્રગુપ્તને કર્મનો દેવ(God of Karma) માનવામાં આવે છે અને તે માણસના સારા અને ખરાબ કાર્યોનો રેકોર્ડ રાખે છે. દેવતાઓનું આ પ્રકારનું નિરૂપણ એક અપ્રિય પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે કારણ કે તે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડે છે," હાલમાં જ અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘થેન્ક ગોડ’નું ટ્રેલર રિલીઝ થયું હતું. કોમેડી, ડ્રામા અને એક્શનથી ભરપૂર આ ફિલ્મના ટ્રેલરને લઈને દર્શકોમાં ઉત્સાહ છે. ફિલ્મનું ટ્રેલર બતાવે છે કે મૃત્યુ પછી વ્યક્તિનું શું થાય છે અને તેના સારા અને ખરાબ કાર્યોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો આ ટ્રેલરને ફની કહી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મ પર હિન્દુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ યમલોકની વાર્તા (The story of Yamalok) પર આધારિત જણાઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગન, દેવ ચિત્રગુપ્તનું પાત્ર ભજવતો જોવા મળી રહ્યો છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, દેવ ચિત્રગુપ્ત દરેક મનુષ્યના જીવનનો હિસાબ રાખે છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાના જીવનમાં તેના કાર્યોનો હિસાબ રાખતો જોવા મળશે.જો કે ટ્રેલર રિલીઝ થયા બાદ ફિલ્મને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા(Social media) પર પણ લોકો બોલિવૂડ(Bollyowood) પર હિન્દુ ધર્મના અપમાનનો(Insults to Hinduism) આરોપ લગાવી રહ્યા છે. આ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. ફિલ્મના મેકર્સ પર ભગવાન ચિત્રગુપ્તનું અપમાન કરવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે.

 

September 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

પયગંબર ટિપ્પણી વિવાદ- હવે ભાજપે ટી રાજા સિંહને કર્યા સસ્પેન્ડ- આટલા દિવસમાં માંગ્યો જવાબ

by Dr. Mayur Parikh August 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ભાજપના(BJP) ફાયરબ્રાન્ડ નેતા રાજા સિંહની(Raja Singh) ધરપકડ બાદ હવે પક્ષે મોટી કાર્યવાહી કરી છે.

ભાજપે તાત્કાલિક કાર્યવાહી(Immediate action) કરીને સસ્પેન્ડ કરી દીધા છે અને 10 દિવસમાં જવાબ માંગ્યો છે. 

તેમના પર ધાર્મિક ભાવનાઓને(religious sentiments) ઠેસ પહોંચાડવાનો આરોપ છે. 

ભાજપના ધારાસભ્ય(BJP MLA) ટી. રાજા સિંહે કથિત રીતે પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી(Controversial comment) કરી હતી. ત્યાર બાદ લોકો રોષે ભરાયા હતા.

આ સમાચાર પણ વાંચો : બ્રિટિશ સરકારનો મોટો નિર્ણય- ટીપુ સુલતાનની તલવાર સહિત આ શિલ્પ અને કલાકૃતિઓ દેશને પરત આપશે

August 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક