• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - reopen
Tag:

reopen

Kailash Mansarovar YatraKailash Mansarovar pilgrimage to reopen for Indians after 5 years in June
Main PostTop Postદેશ

 Kailash Mansarovar Yatra: 5 વર્ષ પછી ફરી શરૂ થઈ રહી છે કૈલાશ માનસરોવર યાત્રા, ભક્તોમાં ઉત્સાહ.. આ વખતે આટલા યાત્રાળુઓ લેશે ભાગ.. જાણો તમામ વિગતો

by kalpana Verat May 16, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Kailash Mansarovar Yatra: 5 વર્ષની લાંબી રાહ બાદ 30 જૂનથી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. કોરોના મહામારી અને ગાલવાનમાં ચીન સાથેના વિવાદને કારણે છેલ્લા પાંચ વર્ષ સુધી આ મહત્વપૂર્ણ ધાર્મિક યાત્રા મુલતવી રાખવામાં આવી હતી. હવે 5 વર્ષ પછી, આ યાત્રા શરૂ થવા જઈ રહી છે અને આ અંગે યાત્રાળુઓમાં ઘણો ઉત્સાહ છે. આ વર્ષે કૈલાશ માનસરોવર યાત્રામાં અઢીસો યાત્રાળુઓ ભાગ લેશે. જેમાંથી 50 યાત્રાળુઓના પાંચ જૂથો બનાવવામાં આવ્યા છે. આ યાત્રા, જે પિથોરાગઢના લિપુલેખ પાસ રૂટ પરથી યોજાશે, તેનું સંચાલન કુમાઉ મંડળ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવશે.

Kailash Mansarovar Yatra: 25 ઓગસ્ટ સુધી ચાલશે આ યાત્રા 

વર્ષ 2019 પછી, કૈલાશ માનસરોવર યાત્રા હવે 2025 માં થવા જઈ રહી છે. આ યાત્રા 30 જૂનથી 25 ઓગસ્ટ સુધી ચાલશે. જોકે, આ સમય દરમિયાન, પર્વતોમાં વરસાદ કુદરતી આફતો પણ લાવે છે. જેના કારણે, ટનકપુર પિથોરાગઢ હાઇવે પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેથી મુસાફરી અવિરત રીતે પૂર્ણ થાય.

30 જૂનથી શરૂ થતી માનસરોવર યાત્રામાં અઢીસો યાત્રાળુઓને મુલાકાત લેવાની તક મળશે. આ મુસાફરોની પસંદગી નોંધણી પ્રક્રિયા હેઠળ કરવામાં આવે છે. આ માટે ઓનલાઈન નોંધણી વિદેશ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને કરવામાં આવે છે. આ નોંધણી માર્ચથી એપ્રિલ મહિના દરમિયાન થાય છે. કૈલાશ માનસરોવરની યાત્રા માટે નોંધણી પ્રક્રિયાના ભાગરૂપે પાસપોર્ટ અને ફિટનેસ પ્રમાણપત્ર જરૂરી છે.

Kailash Mansarovar Yatra: કૈલાશ માનસરોવરની યાત્રા ખૂબ જ મુશ્કેલ 

આ વખતે કૈલાશ માનસરોવરની યાત્રા ઉત્તરાખંડના લિપુલેખ પાસ અને સિક્કિમના નાથુલા પાસ થઈને થશે. ઉત્તરાખંડથી યાત્રા શરૂ કરનારા મુસાફરો લિપુલેખ પાસ થઈને રવાના થશે, અહીંથી કૈલાશ માનસરોવરનું અંતર લગભગ 5000 કિલોમીટર છે અને મુસાફરી કરવામાં લગભગ 24-25 દિવસ લાગી શકે છે.

મહત્વનું છે કે કૈલાશ માનસરોવરની યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે આ યાત્રા દરમિયાન ટ્રેકિંગ કરવું પડે છે. જેના કારણે મુસાફરોનું સારું સ્વાસ્થ્ય અને સહનશક્તિ જરૂરી છે. યાત્રા પર જતા યાત્રાળુઓએ દિલ્હી અને ગુંજીમાં ITBP કેમ્પમાં તબીબી તપાસ કરાવવી પડશે. પાંચ વર્ષ પછી ફરી એકવાર શરૂ થઈ રહેલી કૈલાશ માનસરોવર યાત્રા માટે જતા યાત્રાળુઓ ટનકપુર-પિથોરાગઢ હાઇવે દ્વારા મુસાફરી કરશે. 

Kailash Mansarovar Yatra: કૈલાશ માનસરોવર યાત્રા પર પણ મોંઘવારીનો માર 

આ વખતે કૈલાશ માનસરોવર યાત્રા પર પણ મોંઘવારીનો માર પડ્યો છે. ભક્તોએ કુમાઉ મંડળ વિકાસ નિગમને 35,000 રૂપિયાને બદલે 56,000 રૂપિયા ચૂકવવા પડશે. આ રકમમાં મુસાફરોની મુસાફરી, રહેવાની વ્યવસ્થા અને ભોજન વગેરેનો સમાવેશ થશે. જ્યારે મુસાફરોએ તબીબી તપાસ, ચીનના વિઝા, કુલી, તિબેટ સ્વાયત્ત પ્રદેશ અને ચીન સરહદ માટે અલગથી ખર્ચ કરવો પડે છે.

આ સમાચાર પણ વાંચો : India Pakistan Tension : ભૂજ એરબેઝ પરથી રક્ષામંત્રી રાજનાથ સિંહનો હુંકાર,કહ્યું ‘લોકોને જેટલો સમય નાસ્તો કરવામાં લાગે છે, એટલામાં તમે દુશ્મનોને…’

માનસરોવર જનારા શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો 30 જૂને દિલ્હીથી રવાના થશે. જ્યારે બીજો જથ્થો 4  જુલાઈએ, ત્રીજો જથ્થો 8 જુલાઈએ, ચોથો જથ્થો 31 જુલાઈએ અને છેલ્લો જથ્થો 4 ઓગસ્ટે દિલ્હીથી રવાના થશે.

યાત્રાનો પહેલો પડાવ ટનકપુર હશે. અહીંથી, રાત્રિ આરામ કર્યા પછી મુસાફરો ધારચુલા જશે. જ્યાં  2 દિવસ રોકાશે. આ પછી, ભક્તો આગામી મુકામ નાભિદંગમાં 2 દિવસ આરામ કરશે. અહીંથી શ્રદ્ધાળુઓ લિપુલેખ પાસ થઈને તકલાકોટ જશે. કુમાઉ મંડળ વિકાસ નિગમના જણાવ્યા અનુસાર, આ વખતે કૈલાશ માનસરોવર યાત્રા પર જતા શ્રદ્ધાળુઓએ KMVN ને 56,000 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, વિદેશ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, મુસાફરો અન્ય ખર્ચાઓ જાતે ઉઠાવશે.

May 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

વીકેન્ડની મજા માણવા જતા મુંબઈગરા માટે સારા સમાચાર- ગત 36 કલાકથી બંધ મુંબઈની બહાર જતો આ માર્ગ ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો 

by Dr. Mayur Parikh September 24, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એલપીજી ગેસથી ભરેલા ટેન્કર અકસ્માતને કારણે બુધવારે બપોરથી બંધ કરવામાં આવેલો મુંબઈ-ગોવા હાઈવે મધરાતથી ફરી ખુલ્લો મુકાયો છે

અકસ્માતગ્રસ્ત ટેન્કરમાંથી ગેસ કાઢવાની કામગીરી પૂર્ણ થયાના લગભગ 36 કલાક બાદ ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે.

છેલ્લા 36 કલાકથી હાઈવે બંધ રહેતા મુસાફરોએ વૈકલ્પિક માર્ગો અપનાવવો પડયો હતો.

મહત્વનું છે કે ગુરુવારે, એક ટેન્કર અંજનારી પુલના કાંઠાને તોડીને ઝડપભેર લાંજા નજીક કાજલી નદીમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : માત્ર ચોમાસામાં નહીં ભર તડકામાં સૂર્યનારાયણની ફરતે સર્જાયું રંગબેરંગી મેઘધનુષ્ય- વિડીયો જોઈને લોકો અચંબામાં- તમે પણ જુઓ
 

September 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

આશરે બે વર્ષ બાદ આ દેશએ વિદેશી પ્રવાસીઓ માટે ખોલ્યા દરવાજા, આ બાબતનું રાખવું પડશે ધ્યાન

by Dr. Mayur Parikh February 22, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,          

મંગળવાર,  

ઓસ્ટ્રેલિયન સરકારે લગભગ બે વર્ષ પછી કોવિડ-૧૯ પ્રતિબંધોને હળવા કર્યા બાદ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ સોમવારથી કેટલીક શરતો સાથે દેશમાં આવવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયા વિશ્વના તે દેશોમાંથી એક હતું, જેણે કોરોના મહામારીને કારણે કેટલાક ખૂબ જ કડક પગલાં લીધા હતા. લગભગ બે વર્ષ પછી રસીકરણ પૂર્ણ કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું સિડની એરપોર્ટ પર શુભેચ્છકો દ્વારા કોઆલાનું રમકડું બતાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. 

તેમને ઑસ્ટ્રેલિયાના કેટલાક જાણીતા ખાદ્યપદાર્થો આપવામાં આવ્યા હતા, જેમાં ટિમ ટેક ચોકલેટ બિસ્કિટ અને વેજેમાઈટની બોટલનો સમાવેશ થાય છે. લોસ એન્જલસથી ક્વાન્ટાસ ફ્લાઈટમાં પ્રથમ મુસાફરોને આવકારવા માટે ફેડરલ ટુરિઝમ મિનિસ્ટર ડેન તેહાન સ્થાનિક સમય અનુસાર સવારે ૬.૨૦ વાગ્યે હાજર હતા. તેમણે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટ કોર્પ ટેલિવિઝનને કહ્યું, ‘હું માનું છું કે અમારું પ્રવાસન બજાર ફરીથી મજબૂત રીતે ઉભરી આવશે. અમારા અદ્ભુત અનુભવોનો અંત આવ્યો નથી. 

મુંબઈ NCBના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, અરજી દાખલ કરી આ માંગ; જાણો વિગતે
 

ગૃહપ્રધાન કેરેન એન્ડ્રૂએ કહ્યું કે તમામ મુસાફરોના રસીકરણની સ્થિતિની તપાસ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પહેલા કરવામાં આવશે, જેથી ટેનિસ ખેલાડી નોવાક જાેકોવિચ જેવી સ્થિતિ ઊભી ના થાય. ઉલ્લેખનીય છે કે જાેકોવિચને ઓસ્ટ્રેલિયા રવાના થયા પહેલા સ્પેનમાં ઓટોમેટિક પ્રક્રિયા દ્વારા વિઝા આપવામાં આવ્યા હતા પણ મેલબોર્ન પહોંચવા પર કોરોનાના નિયમોના કારણે તેમને પરત મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો હતો અને ઓસ્ટ્રેલિયાને તેના કડક નિયમોના કારણે દુનિયાભરમાં આલોચનઓનો સામનો પણ કરવો પડ્યો હતો. 

ઓસ્ટ્રેલિયાએ કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ધીમી કરવાના પ્રયત્નમાં માર્ચ ૨૦૨૦માં નાગરિકો અને રહેવાસીઓ સિવાય લગભગ દરેક માટે તેની સરહદો બંધ કરી દીધી હતી. મુસાફરી પ્રતિબંધ હેઠળ લોકો કોઈપણ છૂટ વિના વિદેશ પ્રવાસ કરી શકતા નહતા. તેમને દેશમાં પ્રવેશવા માટે કડક નિયમોનું પણ પાલન કરવું પડતું હતું. આ દરમિયાન પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને સોમવારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું ન હતું, ત્યાં ૩ માર્ચ સુધી કોઈ પ્રવેશ થશે નહીં.

February 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો ટળ્યો, બહુ જલદી કોલેજો સંપૂર્ણ ક્ષમતાથી ખોલવામાં આવશે. આ નેતાએ આપ્યા સંકેત; જાણો વિગત

by Dr. Mayur Parikh February 17, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

ગુરુવાર, 

કોરોનાની ત્રીજી લહેર હવે દરેક રાજ્યોમાં નિયંત્રણમાં આવી ગઈ છે. કેન્દ્ર સરકારે પણ તમામ રાજ્યોને કોવિડ પ્રતિબંધાત્મક નિયંત્રણો હળવા કરવા માટે કહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ બહુ જલદી તમામ કોલેજો તેની પૂર્ણ ક્ષમતા સાથે ફરી ખુલ્લી મુકવામાં આવવાની છે.

હાલમાં ઓફલાઈન વર્ગો ભરાઈ રહ્યા છે અને હવે ઓફલાઈન પરીક્ષા લેવાની માનસિકતા છે. આગળ જઈને જો વર્ગો પૂર્ણ ક્ષમતા અથવા 50 ટકાથી વધુ ક્ષમતાથી શરૂ કરવાના હોય તો જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને યુનિવર્સિટી (યુનિવર્સિટી)ના વાઇસ ચાન્સેલરે આવી વિગતવાર ચર્ચા કરવામાં આવશે એવી માહિતી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઉદય સામંતે આપી હતી.

મુંબઈના વોર્ડની ફેરરચનાને લઈને ભાજપે કર્યો આ આક્ષેપ; જાણો વિગત

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં બુધવારે મહારાષ્ટ્ર રાજ્ય ઉચ્ચ શિક્ષણ અને વિકાસ આયોગ પર એક બેઠક યોજાઈ હતી. આ અવસરે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઈ, અગ્ર સચિવ વિકાસ ચંદ્ર રસ્તોગી  વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ ઉદય સામંતે કહ્યું હતું કે  જ્યાં કોરોના નિયંત્રણમાં છે.ત્યાંથી વાઈસ ચાન્સેલરે જિલ્લા કલેક્ટર મારફતે અમને દરખાસ્ત મોકલવી જોઈએ. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ આ બાબતે નિમણૂક પામેલા નિષ્ણાતો સાથે ચર્ચા કરશે અને જો એવું જણાયું કે સૂચિત વિસ્તારમાં પરિસ્થિતિ અનુકૂળ છે, તો તે મુજબ કોલેજોને માન્યતા આપવામાં આવશે. 

February 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સ્કૂલ ચલે હમ! ગુજરાતમાં બાળમંદિર અને આંગણવાડી આ તારીખથી ફરી ખુલશે, પણ સરકારે રાખી છે આ શરત

by Dr. Mayur Parikh February 14, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

સોમવાર

ગુજરાત સરકારે ગત સપ્તાહે ધોરણ 1થી 9ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યા બાદ હવે બાળમંદિર અને આંગણવાડી શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.

બાળમંદિર, આંગણવાડી અને પ્રી-સ્કૂલ ગુરૂવારથી ફરી શરૂ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

કોરોનાકાળ બાદ પ્રથમ વખત નાના ભૂલકાંઓ ફરી શાળાએ જશે અને જીવનઘડતરની સાથે હવે શિક્ષણ ઘડતર પણ શરૂ કરશે. 

જોકે સરકારે SOP અંતર્ગત નાના બાળકોને પણ શાળાએ મોકલવા માટે વાલીઓની સંમતિ ફરજિયાત રાખી છે.

February 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હેં! મહારાષ્ટ્રમાં હવે રજાના દિવસે પણ સ્કૂલો ચાલુ રહેશે, આ છે કારણ… જાણો વિગત

by Dr. Mayur Parikh February 9, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022          

બુધવાર.

શૈક્ષણિક વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે બાળકને આગામી દિવસમાં રજાના દિવસે પણ સ્કૂલમાં જઈને ભણવું પડે એવી શક્યતા નિર્માણ થઈ છે. રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે તેવો સંકેત આપ્યો છે.

કોરોનાએ છેલ્લા બે વર્ષમાં વિદ્યાર્થીઓના શિક્ષણને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. હવે વાસ્તવિક શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ અભ્યાસક્રમ પૂરો કરાવવો એ શિક્ષકો માટે મોટો પડકાર છે એવું બોલતા રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારે રાજ્યના શિક્ષકોને શનિવાર અને રવિવારે શાળા શરૂ કરવા અને અભ્યાસક્રમ પૂરો કરી નાખવાની અપીલ કરી છે.

કર્ણાટકમાં હિજાબને લઈને રાજકરણઃ સ્કૂલ, કોલેજ આટલા દિવસ રહેશે બંધ; જાણો વિગત

 અજિત પવારે સોલાપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે કોરોનાને કારણે બાળકો બે વર્ષથી શાળાએ ગયા નથી.  કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં શાળાઓ સાતસો દિવસ માટે બંધ હતી. હવે કોરોનાનો વ્યાપ ઘટી રહ્યો છે, તેથી શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્રે એવા જિલ્લાઓમાં શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે જ્યાં કોરોનાનું જોખમ ઓછું થયું છે. જો કે, શાળા શરૂ થાય ત્યારે પણ વાલીઓ માટે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવાનું ફરજિયાત નથી. વર્તમાન સંજોગોમાં, વાલીઓએ તેમના વિદ્યાર્થીઓને યોગ્ય જણાય તેમ તેમને શાળાએ મોકલવા જોઈએ એવી સરકારે અપીલ પણ કરી છે.

 

February 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સ્કૂલ રીઓપન, મુંબઈ બાદ મહારાષ્ટ્રના આ શહેરમાં 1 ફેબ્રુઆરીથી ખુલશે શાળાઓ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh January 29, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,29 જાન્યુઆરી 2022          

શનિવાર 

મહારાષ્ટ્રમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર શાળાઓ ફરીથી ખોલી રહી છે.

મુંબઈ બાદ હવે પુણેમાં પણ સરકારે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.

ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ શરૂ રહેશે. જ્યારે નવમા ધોરણથી આગળના વર્ગો માટે પૂર્ણ સમય શાળાઓ ચાલુ રહેશે.

જોકે શાળા શરૂ થાય ત્યારે પણ વિદ્યાર્થીઓને શાળાએ આવવુ ફરજિયાત નથી. આ બાબતે માતાપિતાએ જાતે નિર્ણય લેવાનો રહેશે.

શાળા-કોલેજોમાં જ 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

 

January 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સ્કૂલો ખુલ્યા બાદ હવે મહારાષ્ટ્રમાં આ તારીખથી કોલેજ ફરી ચાલુ થશે; જાણો વિગત

by Dr. Mayur Parikh January 26, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,26 જાન્યુઆરી 2022

બુધવાર.

કોરોનાની ત્રીજી લહેર અને ઓમીક્રોનના વધતા જોખમ વચ્ચે મહારાષ્ટ્રની સ્કૂલ અને કોલેજોને બંધ કરવામાં આવી હતી. બે દિવસ પહેલા જ મુંબઈ સહિત રાજ્યની સ્કૂલો ફરી ચાલુ કરવામાં આવી હતી. હવે સરકારે પહેલી ફેબ્રુઆરીથી કોલેજ પણ ફરી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે.

ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના અને ઓમીક્રોનના કેસને પગલે ઓફલાઈન કોલેજ અને સ્કૂલ 15 ફેબ્રુઆરી સુધી બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે ઓનલાઈન  સ્કૂલ અને કોલેજ ચાલુ હતા. કોરોનાના કેસમાં ઘટાડો થવાની સાથે જ સરકારે 24 જાન્યુઆરીના સ્કૂલો ચાલુ કરી હતી. 

 કોલેજ બાબતે કોઈ નિર્ણય નહીં લેતા સરકારની ટીકા થઈ રહી હતી. છેવટે સરકારે પહેલી ફેબ્રુઆરીથી રાજયની તમામ કોલેજ ઓફલાઈન ચાલુ કરવાની જાહેરાત કરી છે. 

હિંદુત્વને લઈ શિવસેના-ભાજપ સામ-સામે, ભાજપના નેતા પ્રકાશ મહેતાએ સેનાના આ નિવદેન પર વ્યક્ત કરી નારાજગી; જાણો વિગત

January 26, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આખરે સોમવારથી સ્કૂલના ઘંટા ફરી વાગશે, મુંબઈ સહિત મહારાષ્ટ્રની સ્કૂલો 24મીથી ફરી ખુલશે; જાણો વિગત

by Dr. Mayur Parikh January 21, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022

શુક્રવાર.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સોમવાર 24મી જાન્યુઆરીથી ફરી સ્કૂલો ખોલવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. પહેલા ધોરણથી 12મા ધોરણની સ્કૂલો સોમવારથી ફરી ચાલુ થશે, જેમાં મુંબઈમાં પ્રી પ્રાયમરી સ્કૂલો પણ ખોલવાની મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલે મંજૂરી આપી દીધી છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 23 ડિસેમ્બરની આસપાસ કોરોનાના કેસમાં વધારો થવાનું ચાલુ થઈ હતી. કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો આવતા મુંબઈ સહિત મહારાષ્ટ્રની શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવી હતી અને ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું હતું. 

મુંબઈમાંથી ફેક વેક્સિનેશન સર્ટિ.નો પર્દાફાશ, આટલા આરોપીની થઇ ધરપકડ; જાણો વિગત 

જોકે હવે મુંબઈ સહિત રાજ્યમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. તેથી રાજ્યની ટાસ્ક ફોર્સે ફરી શાળા ખોલવામાં કોઈ વાંધો ન હોવાનો રાજ્ય સરકારને અહેવાલ આપ્યો હતો. તેથી સોમવારથી ઓફલાઈન શાળાઓ ફરી ચાલુ કરવાનો નિર્ણય રાજ્યના એજ્યુકેશન ખાતાએ લીધો હતો. જોકે દરેક વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિ કેવી છે તેને આધારે સ્થાનિક પ્રશાસન, કલેકટર, તહેસીલદાર તે મુજબ સ્કૂલ ઓફલાઈન ચાલુ રાખવાનો  નિર્ણય લઈ શકશે એવી ચોખવટ પણ શિક્ષણ ખાતાએ કરી છે.

સરકારે સ્કૂલો ફરી ઓફલાઈન ચાલુ કરવાની મંજૂરી આપી દીધી છે, જોકે સ્કૂલ મેનેજમેન્ટે કોવિડને લગતા તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
 

January 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

સ્કૂલનો ઘંટો ફરી વાગશે! મહારાષ્ટ્રમાં આ તારીખથી સ્કૂલો ફરી ખુલશે, એજ્યુકેશન મિનિસ્ટરે કરી જાહેરાત; જાણો વિગત

by Dr. Mayur Parikh January 20, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,20 જાન્યુઆરી 2022

 ગુરુવાર.

કોરોનાના વધતા કહેર વચ્ચે મહારાષ્ટ્રમાં સ્કૂલો બંધ કરવામાં આવી હતી. તેથી ફરી સ્કૂલ, કોલેજ ક્યારે ચાલુ થશે તેની વાલીઓ જ નહી પણ વિદ્યાર્થીઓ પણ રાહ જોઈ રહ્યા હતા. છેવટે સોમવાર 24 જાન્યુઆરી 2022થી સ્કૂલ ફરી ચાલુ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

સોમવારથી સ્કૂલ ચાલુ કરવાનો પ્રસ્તાવ શિક્ષણ વિભાગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સમક્ષ રાખ્યો હતો. આજે રાજયની મંત્રી મંડળની બેઠકમાં સ્કૂલ ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની માહિતી શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે આપી હતી.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો, આ ધારાસભ્ય છેડો ફાડયો, સોનિયા ગાંધીને પત્ર લખી આપ્યુ રાજીનામુ

વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે, 24 તારીખથી સ્કૂલ ફરી ખુલશે. જોકે સ્કૂલ ચાલુ કરવા બાબતે સ્થાનિક સ્તરે કલેકટર, મહાપાલિકા કમિશનર, તહેસીલદાર રાજ્ય સરકારે આપેલી ગાઈડલાઈન મુજબ નિર્ણય લેશે. સંબંધિત વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિને આધારે સ્કૂલનો નિર્ણય સ્થાનિક પ્રશાસન લેશે.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે હજી બુધવારે જ કહ્યું હતું કે મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે.  આગામી અઠવાડિયા સુધી કોરોનાના કેસ પ્રતિદિન 1000ની આસપાસ આવશે એટલે 27 જાન્યુઆરી સુધીમાં સ્કૂલ ખોલવાની યોજના છે.

January 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક