Tag: replace

  • Canada New PM : ભારત સામે મોરચો માંડી બેઠેલા જસ્ટિન ટ્રુડોની વિદાય, કેનેડાને મળશે નવા  વડા પ્રધાન; આ બિનઅનુભવી વ્યક્તિ બનશે PM..

    Canada New PM : ભારત સામે મોરચો માંડી બેઠેલા જસ્ટિન ટ્રુડોની વિદાય, કેનેડાને મળશે નવા વડા પ્રધાન; આ બિનઅનુભવી વ્યક્તિ બનશે PM..

    News Continuous Bureau | Mumbai

    Canada New PM : 

    • બેંક ઓફ કેનેડા અને બેંક ઓફ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્નેી કેનેડાની શાસક લિબરલ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયા છે.

    • આ સાથે તેઓ દેશના આગામી વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લેશે

    • 59 વર્ષીય કાર્નીએ 86% સભ્યોના વોટ મેળવીને વડાપ્રધાન પદ મેળવવામાં સફળતા મેળવી હતી. 

    • તેઓ પહેલા કેનેડિયન વડાપ્રધાન હશે જેમને અગાઉ કોઈ વિધાનસભા કે કેબિનેટનો અનુભવ નથી.

    • ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષની શરૂઆતમાં જ જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું. 

    આ સમાચાર પણ વાંચો : Gold Silver rate : સોનું ખરીદવાની સુવર્ણ તક. હોળી પહેલા સોનું અને ચાંદી થયા સસ્તા , જાણો નવા ભાવ..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Gully boy sequel: ‘ગલી બોય’ની સિક્વલ માંથી કપાયું રણવીર- આલિયા નું પત્તુ, હવે આ ફ્રેશ જોડી લેશે તેમનું સ્થાન!

    Gully boy sequel: ‘ગલી બોય’ની સિક્વલ માંથી કપાયું રણવીર- આલિયા નું પત્તુ, હવે આ ફ્રેશ જોડી લેશે તેમનું સ્થાન!

    News Continuous Bureau | Mumbai

    Gully boy sequel: બોલિવૂડ ફિલ્મ ગલી બોયની સિક્વલ બનવા જઈ રહી છે. ઝોયા અખ્તર ની આ સુપરહિટ ફિલ્મ માં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની જોડી હતી. પરંતુ આ સિક્વલ માં રણવીર-આલિયા ની જોડી જોવા નહીં મળે. એવી માહિતી સામે આવી રહી છે કે આ ફિલ્મ માં રણવીર-આલિયા નહીં પરંતુ એક ફ્રેશ જોડી ને લેવામા આવશે.  

    આ સમાચાર પણ વાંચો: Virat and Anushka: બંને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજના શરણમાં પહોંચ્યા વિરાટ અને અનુષ્કા,દંપતી ના વાર્તાલાપ નો વિડીયો થયો વાયરલ

    ગલી બોય ની સિક્વલ માં વિકી કૌશલ અને અનન્યા પાંડે ની થઇ એન્ટ્રી!

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝોયા અખ્તર ની ફિલ્મ ગલી બોય ની સિક્વલ બનાવવામાં આવશે. ફિલ્મ વિશેની નવી માહિતી મુજબ, આલિયા અને રણવીર સિંહ આ ફિલ્મમાં જોવા નહીં, તેના બદલે આ વખતે ફિલ્મમાં એક નવી જોડી જોવા મળશે, જે અત્યાર સુધી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી.રિપોર્ટ મુજબ ગલી બોય ની સિક્વલ માટે વિક્કી કૌશલ અને અનન્યા પાંડે સાથે વાતચીત ચાલી રહી છે.

    View this post on Instagram

    A post shared by Gossip Centers (@gossip_centers)

    ગલી બોયની સિક્વલનું દિગ્દર્શન અર્જુન વરૈન સિંહ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, ગલી બોય માં રણવીર સિંહ,આલિયા ભટ્ટ, સિદ્ધાંત ચતુર્વેદી અને કલ્કિ કોચલીન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupama Adrija roy: અનુપમા માં અલીશા પરવીન ને રિપ્લેસ કરવા પર અદ્રિજા રોયે તોડ્યું મૌન, અનુપમા માં રાહી ની ભૂમિકા ને લઈને કહી આવી વાત

    Anupama Adrija roy: અનુપમા માં અલીશા પરવીન ને રિપ્લેસ કરવા પર અદ્રિજા રોયે તોડ્યું મૌન, અનુપમા માં રાહી ની ભૂમિકા ને લઈને કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    Anupama Adrija roy: અનુપમા માંથી અલીશા પરવીને રાતો રાત વિદાય લીધી હતી. હવે અલીશા ને જગ્યા એ અદ્રિજા રોય નવી રાહી ની ભૂમિકામાં જોવા મળશે.જેની પહેલી તસવીર પણ સામે આવી હતી. હવે નવી રાહી પ્રેમ સાથે રોમાન્સ કરતી જોવા મળશે.અલીશાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે નિર્માતાઓના આ નિર્ણયથી તે પોતે પણ ચોંકી ગઈ હતી. હવે નવી રાહી એટલે કે અદ્રિજા એ સિરિયલમાં તેની એન્ટ્રી વિશે વાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો:  Allu arjun: ઉસ્માનિયા યુનિવર્સિટીના સભ્યો એ અલ્લુ અર્જુન ના નિવાસ સ્થાન પર કરી તોડફોડ, પોલીસે તેમના કરી આ કાર્યવાહી

    અદ્રિજા રોયે અનુપમા વિશે કરી વાત 

    એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન અદ્રિજા રોયે કહ્યું, ‘હું આ શોમાં કામ કરવાને લઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છું. માત્ર અનુપમા જ નહીં, પણ ડીકેપી સાથે અનુપમામાં કામ કરવું વાસ્તવ લાગે છે. જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું કોલકાતામાં હતી. મને આ વિશે પછીથી ખબર પડી. હું જાણતી હતી કે કોઈ આ ભૂમિકા કરી રહ્યું છે, પરંતુ મને આ રિપ્લેસમેન્ટ વિશે પછીથી ખબર પડી.’

    પોતાની વાત ને આગળ વધારતા અદ્રિજા એ કહ્યું, ‘જ્યારે કોઈ પાત્ર અચાનક બદલાઈ જાય છે, ત્યારે દર્શકો તેને સ્વીકારવામાં સમય લે છે. હું જાણું છું કે દર્શકો મારા પાત્રને સ્વીકારવામાં સમય લેશે, પરંતુ મને તેનાથી કોઈ વાંધો નથી. હું મારું 100 ટકા આપવાનો પ્રયત્ન કરીશ, જેમ ડિરેક્ટર સાહેબ મને કહે છે, રાજન સર કહે છે, જેમ સ્ટોરી લાઈન શૂટ કરવામાં આવશે. મને મારા જૂના શો માટે દર્શકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને અહીં પણ મળશે, કારણ કે આ નંબર વન શો છે, તે દરેકના ઘરે જોવામાં આવે છે.’ 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupamaa: અનુપમા માં રાહી ની જગ્યા લેશે આ અભિનેત્રી, કુંડલી ભાગ્ય માં મળી હતી જોવા

    Anupamaa: અનુપમા માં રાહી ની જગ્યા લેશે આ અભિનેત્રી, કુંડલી ભાગ્ય માં મળી હતી જોવા

    News Continuous Bureau | Mumbai

    Anupamaa: અનુપમા સિરિયલ લોકો ને ખુબ પસંદ આવી રહી છે. અનુપમા ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે.સિરિયલ માં 15 વર્ષ નો લિપ આવ્યો છે. લિપ બાદ શો ની વાર્તા રાહી, માહી અને પ્રેમ ની આસપાસ ફરે છે. તેવામાં એવા સમાચાર સામે આવ્યા હતા કે સિરિયલ માંથી રાહી એટલે કે અલીશા પ્રવીણે વિદાય લીધી છે. હવે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે કે સિરિયલ માં અલીશા ને જગ્યા કુંડલી ભાગ્ય ની આ અભિનેત્રી લેશે.

    આ સમાચાર પણ વાંચો: Aaradhya bachchan and Abram khan: આરાધ્યા બચ્ચન અને અબરામ ખાને લગાવી સ્ટેજ પર આગ, બંને સ્ટારકિડ ને જોઈ લોકો ને આવી ફિલ્મ ‘જોશ’ ની યાદ

    અનુપમા માં અલીશા ને જગ્યા એ જોવા મળશે અદ્રિજા રોય!

    મીડિયા રિપોર્ટ મુજબ અદ્રિજા રોય અલીશાનું સ્થાન લઈ શકે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર અદ્રિજાએ આ માટે એક મોક શૂટ પણ કર્યું છે અને ટૂંક સમયમાં તે આ રોલમાં જોવા મળશે. જો કે અભિનેત્રી કે નિર્માતાઓએ આ અંગે કંઈ કહ્યું નથી.

    તમને જણાવી દઈએ કે, અદ્રિજા અનેક ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. છેલ્લી વખત તે કુંડલી ભાગ્ય માં જોવા મળી હતી. આ સિરિયલ માં તેને પલકી ખુરાના ની ભૂમિકા ભવી હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupama ronit roy: પંકિત ઠક્કર બાદ વનરાજ ની ભૂમિકા માટે આવ્યું રોનિત રોય નું નામ સામે, સુધાંશુ ને રિપ્લેસ કરવાં ને લઈને અભિનેતા એ જણાવી હકીકત

    Anupama ronit roy: પંકિત ઠક્કર બાદ વનરાજ ની ભૂમિકા માટે આવ્યું રોનિત રોય નું નામ સામે, સુધાંશુ ને રિપ્લેસ કરવાં ને લઈને અભિનેતા એ જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai

    Anupama ronit roy: સુધાંશુ પાંડે એ જ્યારથી અનુપમા શો છોડવાની જાહેરાત કરી છે ત્યારથી અનુપમા માં હવે વનરાજ શાહ ની ભૂમિકા કોણ ભજવશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. થોડા સમય પહેલા વનરાજ શાહ ની ભૂમિકા માટે અભિનેતા પંકિત ઠક્કર નું નામ સામે આવ્યું હતું.હવે પંકિત આ ભૂમિકા નથી ભજવી રહ્યો તેવામાં હવે અભિનેતા રોનિત રોય નું નામ સામે આવી રહ્યું છે. રોનિત રોય એ સુધાંશુ ને રિપ્લેસ કરવા અંગે હકીકત જણાવી છે. 

    આ સમાચાર પણ વાંચો: Rupali ganguly: રિયલ લાઈફ માં પણ ઘાયલ થઇ અનુપમા, રૂપાલી ગાંગુલી એ તેની તસવીર શેર કરી કહી આવી વાત

    રોનિત રોય એ જણાવી હકીકત 

    એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન રોનિત રોયે જણાવ્યું કે, ‘હું વનરાજ શાહની ભૂમિકામાં જોવા મળવાનો નથી. શોમાં મારી એન્ટ્રીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તે માત્ર અફવા છે અને તેમાં કોઈ સત્ય નથી.’

    રોનિત રોય ના આ નિવેદન બાદ વનરાજ શાહ ની ભૂમિકા માટે કયું નામ સામે આવે છે તે હવે અનુપમા ના મેકર્સ જ જણાવી શકશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupama: અનુપમા માં આ અભિનેતા નિભાવી શકે છે વનરાજ ની ભૂમિકા! સુધાંશુ પાંડે ની જગ્યા એ જોવા મળશે એક્ટર

    Anupama: અનુપમા માં આ અભિનેતા નિભાવી શકે છે વનરાજ ની ભૂમિકા! સુધાંશુ પાંડે ની જગ્યા એ જોવા મળશે એક્ટર

    News Continuous Bureau | Mumbai

    Anupama: અનુપમા સ્ટારપ્લસ નો નંબર વન શો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે. થોડા દિવસો પહેલા સુધાંશુ પાંડે જે અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળ્યો હતો તેને જાહેરાત કરી હતી કે તે અનુપમા શો છોડી રહ્યો છે.સુધાંશુ ની આ જાહેરાત થી તેના ફેન્સ ને મોટો ઝટકો લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ એ ટીવી ના આ ભિનેતા ને વનરાજ શાહ ની ભૂમિકા માટે સંપર્ક કર્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: TMKOC Shailesh lodha: તારક મહેતા ફેમ અભિનેતા શૈલેષ લોઢા ના પિતાનું થયું નિધન, મહેતા સાહેબ ની પોસ્ટ વાંચી તમારી આંખોમાં પણ આવી જશે આંસુ

    અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળશે પંકિત  ઠક્કર?

    અનુપમા માંથી સુધાંશુ પાંડે ની વિદાય બાદ હવે વનરાજ શાહ ની ભૂમિકા કોણ ભજવશે તે સવાલ ઉભો થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ  અભિનેતા પંકિત ઠક્કર ને સુધાંશુ પાંડે ના સ્થાને સુધાંશુ લેવામાં આવશે. રિપોર્ટ મુજબ પંકિતે લુક ટેસ્ટ પણ આપ્યો છે. જોકે મેકર્સે આ અંગે કોઈ પુષ્ટિ કરી નથી. તેમજ પંકિત તરફથી પણ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 

    તમને જણાવી દઈએ કે જ્યારથી અનુપમા સિરિયલ શરૂ થઇ છે ત્યાર થી સુધાંશુ પાંડે વનરાજ શાહ ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે સુધાંશુ એ અચાનક આ શો ને અલવિદા કહી દીધું છે જોકે તેની પાછળ નું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Satellite Based Toll Collection: નેશનલ હાઇવે પર હવે નહીં વસૂલવામાં આવે ટોલ, પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત..

    Satellite Based Toll Collection: નેશનલ હાઇવે પર હવે નહીં વસૂલવામાં આવે ટોલ, પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કરી આ મોટી જાહેરાત..

     News Continuous Bureau | Mumbai

    Satellite Based Toll Collection: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી ( Union Minister of Road Transport ) નીતિન ગડકરી ( Nitin Gadkari )એ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે આજે શુક્રવારે કહ્યું હતું કે સરકાર ટોલ નાબૂદ કરી રહી છે અને ટૂંક સમયમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે.

    Satellite Based Toll Collection: સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ 

    રાજ્યસભામાં લેખિત જવાબ આપતાં તેમણે એમ પણ કહ્યું હતું કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) લાગુ કરવા જઈ રહ્યું છે. હાલમાં આ માત્ર પસંદગીના ટોલ પ્લાઝા પર જ થશે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે, હવે અમે ટોલ નાબૂદ કરી રહ્યા છીએ અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ હશે. તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને ફી તમે જેટલા અંતર પ્રમાણે વસૂલવામાં આવશે. મુસાફરી “આનાથી સમય અને પૈસાની બચત થશે. પહેલા મુંબઈથી પૂણે જવા માટે 9 કલાક લાગતા હતા. હવે તે ઘટીને 2 કલાક થઈ ગયા છે.

    Satellite Based Toll Collection: ગયા મહિને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

    GNSS-આધારિત સિસ્ટમો પર હિતધારકોની સલાહ લેવા માટે 25 જૂન, 2024 ના રોજ એક આંતરરાષ્ટ્રીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, 7 જૂન, 2024ના રોજ વૈશ્વિક અભિવ્યક્તિ (EOI) સબમિટ કરવામાં આવી હતી, જેમાં વ્યાપક ઔદ્યોગિક સહભાગિતાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. EOI સબમિટ કરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ, 2024 હતી.

    આ સમાચાર પણ વાંચો  : Paris Olympics 2024: પેરિસમાં ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમની પહેલા હંગામો, આગચંપી અને તોડફોડ, રેલ નેટવર્ક ખરાબ રીતે પ્રભાવિત

    Satellite Based Toll Collection: આ નવી સિસ્ટમ લાગુ કરવાનું લક્ષ્ય 

    અગાઉ ડિસેમ્બરમાં, નીતિન ગડકરી ( Nitin Gadkari ) એ જાહેરાત કરી હતી કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ માર્ચ 2024 સુધીમાં આ નવી સિસ્ટમ લાગુ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વિશ્વ બેંકને પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવાના પ્રયાસો વિશે જાણ કરવામાં આવી છે. FASTag ની રજૂઆત સાથે, ટોલ પ્લાઝા પર સરેરાશ રાહ જોવાનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કર્ણાટકમાં NH-275 ના બેંગલુરુ-મૈસુર વિભાગ અને હરિયાણામાં NH-709 ના પાણીપત-હિસાર વિભાગ પર તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

  • Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 માં સલમાન ખાન ને રિપ્લેસ કરવા પર અનિલ કપૂરે તોડ્યું મૌન, ભાઈજાન વિશે કહી આવી વાત

    Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 માં સલમાન ખાન ને રિપ્લેસ કરવા પર અનિલ કપૂરે તોડ્યું મૌન, ભાઈજાન વિશે કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai 

    Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી સીઝન 3 આ મહિના ના અંત માં સ્ટ્રીમ થવાની છે. આ સિઝનને સલમાન ખાન નહીં, પરંતુ અનિલ કપૂર હોસ્ટ કરશે. બિગ બોસ ના મેકર્સે બિગ બોસ ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શો ના હોસ્ટ તરીકે અનિલ કપૂર ની ઓળખ કરાવી હતી. આ દરમિયાન મુનાવર ફારુકી એ અનિલ કપૂર ને સલમાન ખાન ને રિપ્લેસ કરવા અંગે સવાલ પૂછ્યો હતો જેનો અનિલ કપૂરે મજેદાર જવાબ આપ્યો હતો. 

    આ સમાચાર પણ વાંચો: Pushpa 2 release date: 15 ઓગસ્ટ નહીં આ તારીખે રિલીઝ થશે પુષ્પા 2, અલ્લુ અર્જુને નવા પોસ્ટર સાથે જાહેર કરી નવી તારીખ

    અનિલ કપૂરે સલમાન ખાન ને રિપ્લેસ કરવા પર આપ્યો જવાબ 

    બિગ બોસની પ્રેસ કોન્ફરન્સમાં મુનાવર ફારુકી એ અનિલ કપૂર ને કહ્યું કે તે સલમાન ખાન ને રિપ્લેસ કરી રહ્યો છે જેના જવાબ માં અનિલ કપૂરે કહ્યું – ‘સલમાનને કોઈ રિપ્લેસ નહીં કરી શકે અને અનિલ કપૂરને પણ કોઈ રિપ્લેસ નહીં કરી શકે. ભાઈ બહુ ખુશ છે. મેં તેની સાથે પણ વાત કરી છે અને તે ઉત્સાહિત છે કે મેં નોન-ફિક્શન શો હાથ ધર્યો છે. હું લાંબા સમયથી કંઈક અલગ કરવા માંગતો હતો. મેં ઘણી ફિલ્મો કરી છે, શો જજ કર્યા છે પરંતુ બિગ બોસ જેવું કંઈ કર્યું નથી. તેથી હું આ માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

    આ સિવાય અનિલ કપૂરે કહ્યું કે,  તે સલમાન ખાનની જેમ શોમાં પ્રભાવશાળી નહીં હોય પરંતુ તે લોકોને પ્રેમથી જીવવાનું શીખવવાનો પ્રયત્ન કરશે. આ સાથે જ અનિલ કપૂરે વચન આપ્યું હતું કે દર્શકોને બિગ બોસ OTT 3 માં ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • BJP Chief Selection: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી થઈ ખાલી, નડ્ડા બાદ હવે કોને મળશે આ જવાબદારી; આ નેતાઓ રેસમાં!

    BJP Chief Selection: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી થઈ ખાલી, નડ્ડા બાદ હવે કોને મળશે આ જવાબદારી; આ નેતાઓ રેસમાં!

     News Continuous Bureau | Mumbai

    BJP Chief Selection: નવી સરકારની રચના બાદ ભાજપમાં સંગઠન સ્તરે પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાકી હતી અને હવે જે. પી. નડ્ડા સરકારમાં સામેલ થયા બાદ એ વાત વધુ સ્પષ્ટ થઈ ગઈ છે કે પાર્ટીને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ( BJP New chief )  મળશે. આ રેસમાં અનેક નામ સામેલ છે. તેમાં વિનોદ તાવડે ( Vinod Tawde ) નું નામ પણ છે. તાવડે ભાજપના મહાસચિવ છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી રહી ચુકેલા તાવડેને બીએલ સંતોષ પછી સૌથી પ્રભાવશાળી મહાસચિવ માનવામાં આવે છે.  બીજેપી ઓબીસી મોરચાના પ્રમુખ કે લક્ષ્મણનું નામ પણ આ રેસમાં છે. લક્ષ્મણ તેલંગાણા ( Telangana ) થી આવે છે. આ એ જ રાજ્ય છે જ્યાં ભાજપ આંધ્ર પ્રદેશ પછી દક્ષિણ તરફ સૌથી વધુ ધ્યાન આપી રહ્યું છે. ભાજપ અધ્યક્ષની રેસમાં સુનીલ બંસલનું નામ પણ સામેલ છે, જેઓ હાલમાં મહાસચિવ છે. આ સાથે તેઓ પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને ઓડિશા જેવા ત્રણ રાજ્યોના પ્રભારી પણ છે.

    BJP Chief Selection: સપ્ટેમ્બર સુધીમાં ભાજપ પ્રમુખની ચૂંટણી યોજાય તેવી શક્યતા

    દરમિયાન અહેવાલ છે કે સપ્ટેમ્બર સુધીમાં ભાજપ પ્રમુખની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જો કે, ત્યાં સુધી જેપી નડ્ડા પ્રમુખ પદ પર રહેશે. જેપી નડ્ડાનો કાર્યકાળ આ મહિનાના અંત સુધીમાં પૂરો થઈ રહ્યો છે, પરંતુ નવા પ્રમુખની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ મંત્રાલયની સાથે-સાથે પાર્ટીનું કામ પણ જોતા રહેશે. જેપી નડ્ડાને મોદી સરકાર 3.0માં સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી મળી છે.

    BJP Chief Selection:  જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય અને રસાયણ અને ખાતર મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો

    જાન્યુઆરી 2020 માં, નડ્ડાએ અમિત શાહના સ્થાને પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચાર વર્ષથી વધુ સમય સુધી પાર્ટીનું નેતૃત્વ કરનાર જેપી નડ્ડાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રસાયણ અને ખાતર મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે. મનસુખ માંડવિયા મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન આરોગ્ય મંત્રાલયનો હવાલો સંભાળતા હતા.

    BJP Chief Selection: છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું

    વર્ષ 2019માં ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા પહેલા નડ્ડા પાસે મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ જ વિભાગ હતો. અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા પછી નડ્ડા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. સ્પીકર તરીકે નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરીમાં જ સમાપ્ત થઈ ગયો હતો, પરંતુ 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. હવે તેમનો કાર્યકાળ જૂનમાં પૂરો થશે. 63 વર્ષીય નડ્ડા હિમાચલ પ્રદેશના એકમાત્ર એવા નેતા છે જેમને વર્તમાન સરકારમાં સ્થાન મળ્યું છે.

    આ સમાચાર  પણ વાંચો : મુંબઈમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પોલ ખુલી, આ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં તમામ દાવાઓ પોકળ સાબિત થયા.. જાણો વિગતે..

    BJP Chief Selection: અત્યાર સુધી આવી રહી છે તેમની કારકિર્દી

    નડ્ડાએ મોદીના પ્રથમ કાર્યકાળમાં 9 નવેમ્બર, 2014 થી 30 મે, 2019 સુધી આરોગ્ય પ્રધાન તરીકે કામ કર્યું હતું. તેમણે ભાજપમાં વિવિધ મહત્વના હોદ્દા પર સેવા આપી હતી. તેમણે બિહારથી લઈને ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ સુધીના ઘણા રાજ્યોમાં પાર્ટીના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું. તેઓ તેમના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભાજપ સરકારમાં મંત્રી પણ હતા.

  • Bigg boss OTT 3:બિગ બોસ ઓટીટી 3 નો બદલાયો હોસ્ટ! આ અભિનેતા એ કર્યો સલમાન ખાન ને રિપ્લેસ,પ્રોમો માં મળી હિન્ટ

    Bigg boss OTT 3:બિગ બોસ ઓટીટી 3 નો બદલાયો હોસ્ટ! આ અભિનેતા એ કર્યો સલમાન ખાન ને રિપ્લેસ,પ્રોમો માં મળી હિન્ટ

    News Continuous Bureau | Mumbai 

    Bigg boss OTT 3: બિગ બોસ ઓટીટી 3 બહુ જલ્દી જીઓ સિનેમા પર સ્ટ્રીમ થશે. આ શો નો નવો પ્રોમો પણ રિલીઝ થયો છે. પરંતુ આ વખતે બિગ બોસ ઓટીટી 3 ને સલમાન ખાન હોસ્ટ નથી કરવાનો. મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન ની જગ્યા એ બોલિવૂડ નો આ મોટો અભિનેતા શો ને હોસ્ટ કરશે. જેની હિન્ટ તમને પ્રોમો માં જોવા મળશે.  

    આ સમાચાર  પણ વાંચો: Shahrukh khan: કેકેઆર ની જીત બાદ શાહરૂખ ખાને સ્ટેડિયમ માં કર્યું એવું કામ કે ચારો તરફ થઇ રહી છે ચર્ચા, જુઓ વિડીયો

    બિગ બોસ ઓટીટી 3 નો પ્રોમો

    બિગ બોસ ઓટીટી સીઝન 3 નો પ્રોમો Jio સિનેમા દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કરવામાં આવ્યો છે. આ પ્રોમો રિલીઝ કરતા તેના કેપ્શનમાં લખ્યું છે, “બિગ બોસ ઓટીટીની નવી સીઝન જોયા પછી તમે બધું ભૂલી જશો. ‘બિગ બોસ ઓટીટી સીઝન 3’ ટૂંક સમયમાં જ જૂનમાં જિયો સિનેમા પર આવશે.”

    View this post on Instagram

    A post shared by JioCinema (@officialjiocinema)

    આ પ્રોમો જોઈને સલમાન ખાનના ફેન્સ નિરાશ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આખી સીઝન સલમાન ખાન નહીં પરંતુ અનિલ કપૂર હોસ્ટ કરશે. કેમકે પ્રોમો ના અંત માં છેલ્લે ઝકાસ શબ્દ આવે છે જે અનિલ કપૂર માટે વાપરવામાં આવે છે. 