• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - restrictions - Page 2
Tag:

restrictions

RBI imposes Rs 30 lakh penalty on Karur Vysya Bank for rule violations
વેપાર-વાણિજ્ય

મહત્વના સમાચાર- મહારાષ્ટ્રમાં આ બેંક પર RBIએ લાદયા નિયંત્રણો-થાપણદારો માત્ર આટલા રૂપિયા ઉપાડવાની છૂટ-જાણો વિગત

by Dr. Mayur Parikh July 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મુંબઈની રાયગઢ(Raigad) સહકારી બેંક(Cooperative Bank) પર નિયંત્રણો લાદ્યા છે. આ પ્રતિબંધોને કારણે થાપણદારો ખાતામાંથી માત્ર 15 હજાર રૂપિયા જ ઉપાડી શકશે. બેંકના રોકડ મૂલ્યમાં(Cash value) ભારે ઘટાડો થયો છે. તેથી, રિઝર્વ બેંકે થાપણદારોના(depositors) નાણાકીય હિતોના(Financial Interests) રક્ષણ માટે આ બેંક પર નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર રાયગઢ કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ છ મહિના માટે રહેશે. રિઝર્વ બેંકે સ્પષ્ટ કર્યું છે કે બેન્કમાં સેવિંગ એકાઉન્ટ(Savings Account), કરંટ એકાઉન્ટ(Current account) અથવા અન્ય કોઈ ખાતામાં જમા કરાવનારા 15 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. RBIએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે રાયગઢ કો-ઓપરેટિવ બેંક પર નિયંત્રણો લાદવાનો અર્થ એ નથી કે બેંકનું બેન્કિંગ લાયસન્સ(Banking License) રદ કરવામાં આવશે. બેન્ક ની નાણાકીય સ્થિતિ(Financial status) પર નિયંત્રણો સાથે બેંક બેંકિંગ વ્યવસાય(Banking business) ચાલુ રાખી શકે છે.

રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર બેંકની નાણાંકીય સ્થિતિના આધારે પ્રતિબંધો બદલાઈ શકે છે. દરમિયાન, આરબીઆઈએ(RBI) બીડમાં શ્રી છત્રપતિ રાજર્ષિ શાહુ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ(Shri Chhatrapati Rajarshi Shahu Urban Co-operative Bank Limited) પર રૂ. 6 લાખનો દંડ ફટકાર્યો છે. બેંકે છેતરપિંડી-વર્ગીકરણ(Fraud-Classification) સહિતના  નિયમોનું ઉલ્લંઘન(Violation of rules) કરવા બદલ આ દંડાત્મક કાર્યવાહી કરી છે. RBIની કાર્યવાહીથી આ બેંકના થાપણદારોને કોઈ અસર થશે નહીં.

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો નવો બોમ્બ ફુટશે-ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લૉ-જાણો કેટલાએ પહોંચ્યો ભાવ

થોડા દિવસો પહેલા, RBIએ મુંબઈમાં મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેંક(Maharashtra State Co-operative Bank) અને નાસિકમાં(Nasik) ધ નાસિક મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક(The Nasik Merchants Co-operative Bank) સામે પણ દંડનીય કાર્યવાહી કરી હતી, જેમાં 'ફ્રોડ – ક્લાસિફિકેશન, રિપોર્ટિંગ(reporting) અને મોનીટરીંગ ગાઇડલાઇન'(Monitoring Guidelines) પર નાબાર્ડની માર્ગદર્શિકાનું(NABARD guidelines) પાલન ન કરવા બદલ RBIએ મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક પર રૂ. 37.50 લાખનો નાણાકીય દંડ લાદ્યો છે. ધ નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક અન્ય બેંકો સાથેના તેના વ્યવહારો વિશે માહિતી આપતી નથી. જેથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું RBIએ કહ્યું હતું.
 

July 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈના પશ્ચિમ પરાના આ ગુજરાતી વિસ્તારો ફરી એક વાર કોરોનાની ચપેટમાં- 14 દિવસમાં આટલા ટકા કેસનો ઉછાળો- જાણો વિગતે

by Dr. Mayur Parikh June 4, 2022
written by Dr. Mayur Parikh

 

 News Continuous Bureau | Mumbai 

મુંબઈમાં ફરી એક વખત કોરોનાએ(Corona) માથું ઊંચક્યું છે. અગાઉની માફક ફરી એક વખત પશ્ચિમ પરાના(Western suburbs) ગુજરાતી વિસ્તાર ગોરેગામથી બોરીવલીમાં(Borivali) કોરોનાના કેસમાં(Corona case) જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ગુજરાતી વિસ્તારોમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો હોઈ ફરી એક વખત લોકોમાં કોરોનાનો હાઉ જોવા મળી રહ્યો છે.

બોરીવલીથી ગોરેગામના(Goregaon) પટ્ટામાં છેલ્લા 14 દિવસના સમયગાળામાં કોરોનાના કેસમાં 150 ટકાનો ઉછાળો આવ્યો છે. મે મહિનાની સરખામણીમાં કેસ વધ્યા છે. તે માટે વેકેશનને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. મોટી સંખ્યામાં વેકેશન(Vacation) હોવાથી લોકો બહારગામ થઈને પાછા આવી રહ્યા છે. તેમ જ કોવિડને લગતા તમામ પ્રતિબંધો(Restrictions) હટી ગયા છે. માસ્ક પહેરવું પણ હવે ફરજિયાત નથી. પબ્લિક પ્લેસ(Public place) પર પણ મોટી ભીડ જમા થતી  હોય છે. તેને કારણે પણ કેસમાં વધારો થઈ રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : શોકિંગ- વસઈ-વિરારમાં આટલી ગટરોના ઢાંકણા ગાયબ- ચોમાસામાં રાહદારીઓ માટે ખુલ્લી ગટરનું જોખમ- જાણો વિગતે

આર-સેન્ટ્રલ વોર્ડ(R-Central Ward) બોરીવલીમાં 18થી 24 મે અને 25થી 31 મે વચ્ચે કેસ 13થી વધીને 62 સુધી પહોંચી ગયા છે. જયારે આર-દક્ષિણ કાંદીવલીમાં(Kandivali) આ સમયગાળામાં 30 કેસ નોંધાયા હતા તે વધીને 78 થઈ ગયા છે. જ્યારે પી-દક્ષિણ વોર્ડ(P-South Ward) ગોરેગામમાં 53થી સીધા 134 કેસ થઈ ગયા છે. 

પાલિકાના અધિકારીઓના(Municipal officials) કહેવા મુજબ તેઓ આ વિસ્તાર પર નજર રાખીને બેઠા છે. હાલ તો મોટાભાગના કોવિડ પોઝિટિવ કેસમાં(Covid positive case) કોરોનાના કોઈ લક્ષણો નથી. એટલે કે તેઓ અસિમ્ટેટિક(Asymmetrical) છે. એટલે તેઓ ઘરે જ ક્વોરન્ટાઈન(Quarantine) થઈ રહ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી.
 

June 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

યુદ્ધના પગલે પશ્ચિમી દેશો સતત રશિયા પર પ્રતિબંધો લગાવ્યા બાદ હવે પુતિને કર્યો પલટવાર આ 2 દેશ હવે ગેસ વગર રઝળી પડશે

by Dr. Mayur Parikh June 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

રશિયા અને યુક્રેન(Russia ukraine war) વચ્ચે છેલ્લા ૩ મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે બંનેમાંથી કોઈ પણ દેશ ખુલીને પોતાની જીત થઈ હોવાનું જણાવી શકવાની સ્થિતિમાં નથી. આ બધા વચ્ચે પશ્ચિમી દેશો(Western countries) સતત રશિયા પર નવા નવા પ્રતિબંધોનો વરસાદ કર્યા કરે છે. હવે રશિયાએ પણ પલટવાર કરતા મોટો નિર્ણય લીધો છે.  

પોતાના પર  લાગેલા પ્રતિબંધોને પગલે રશિયાએ પણ હવે પલટવાર કરતા જર્મની (Germany)અને ડેનમાર્કને કરવામાં આવતા ગેસ સપ્લાય પર રોક લગાવી દીધી છે. રશિયન ગેસ કંપની(Gas company) Gazprom કહ્યું કે હાલની સ્થિતિ જાેતા ડેનમાર્કની(Denmark) એનર્જી કંપની(Energy Company) Orsted ગેસ સપ્લાય(Gas supply) રોકવામાં આવી રહ્યો છે. આ સાથે જ જર્મનીની Shell Energy કંપનીને પણ ગેસની ડિલિવરી(Gas delivery)  બંધ કરવામાં આવી રહી છે. રશિયન કંપનીએ કહ્યું કે જ્યાં સુધી બંને કંપનીઓ સાથે પેમેન્ટ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગેસ સપ્લાય થશે નહીં.  અગાઉ જર્મની અને ડેનમાર્કની બંને કંપનીઓએ રશિયાની Gazpromને ટેલિગ્રામ દ્વારા મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે તેઓ રૂબલમાં પેમેન્ટ કરશે નહીં. ત્યારબાદ રશિયાની કંપનીએ એક્શન લેતા ગેસ સપ્લાય બંધ કરવાનું નક્કી કર્યું. બુધવારથી આ સપ્લાય બંધ થઈ જશે.  

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં 8 દિવસમાં ગોળીબારની બીજી ઘટના- હવે આ શહેરના હોસ્પિટલ કેમ્પસમાં અંધાધૂંધ ગોળીબાર- 4 લોકોના મોત

અમેરિકાના(USA) નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ રશિયા સાથે ડોલરમાં વેપાર કરવા પર પ્રતિબંધ લગાવેલો છે. રશિયાએ પોતાની કરન્સી(Currency )રૂબલમાં(Ruble) અન્ય દેશો વેપાર કરવાનું શરૂ કરી દીધુ. જર્મની અને ડેનમાર્કે મંગળવારે કહ્યું કે તેઓ ગેસની ચૂકવણી રૂબલમાં કરશે નહીં. ત્યારબાદ રશિયાએ આ બંને દેશોને ગેસ સપ્લાય પર રોક લગાવી.  યુક્રેન પર કાર્યવાહીને પગલે પશ્ચિમી દેશોના વિરોધી વ્યવહારને જાેતા રશિયાના રાષ્ટ્રપતિ(President of Russia) વ્લાદિમિર પુતિને(Vladimir Putin) મિત્ર ન હોય તેવા દેશો મામલે ૩૧ માર્ચના રોજ એક આદેશ સાઈન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે તે દેશો રૂબલમાં પેમેન્ટ કરવાની ના પાડશે તો તેમની સાથે થયેલા કોન્ટ્રાક્ટ રોકી શકાશે.

June 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

હદ થઇ ગઈ હવે તો, અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારે મહિલા એન્કર્સ અને શિક્ષણને લઈને જાહેર કર્યું આવું વિચિત્ર ફરમાન.. જાણો વિગતે 

by Dr. Mayur Parikh May 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાનની(Afghanistan) સત્તા પર કબજાે કર્યા બાદ મહિલાઓ માટે તાલિબાન(Taliban) નવા-નવા ફરમાન જારી કરી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ મહિલાઓએ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓનો અભ્યાસ(women education) બંધ કરાવી દીધો હતો. જ્યારે વિરોધ થયો તો માત્ર છઠ્ઠા સુધી છોકરીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી. તાલિબાને મહિલાઓના પહેરવેશથી(Women's Clothing) લઈને અનેક બાબતો પર પ્રતિબંધો(Restrictions) લાગુ કર્યા છે. હવે તાલિબાને મહિલા ન્યૂઝ એન્કરો(News anchors) માટે વધુ એક ફરમાન જાહેર કર્યું છે. 

 સમાચાર પણ વાંચો : પંજાબ નેશનલ બેન્કનું 13000 કરોડનું ફુલેકું ફેરવી જનાર મેહુલ ચોક્સીને મોટી રાહત, આ દેશમાં નોંધાયેલા તમામ કેસ પાછા ખેંચાયા.. જાણો વિગતે 

તાલિબાનના નવા આદેશ પ્રમાણે તમામ ટીવી ચેનલો પર કામ કરનારી મહિલા એન્કરોએ શો કરતા સમયે પોતાનો ચહેરો ઢાંકવો પડશે. અફઘાનિસ્તાનની સ્થાનિક સમાચાર(Local news) અનુસાર જાણવા મળી રહ્યું છે કે તાલિબાનના સૂચના અને સાંસ્કૃતિક મંત્રાલયે(Ministry of Information and Culture) ફરમાન જાહેર કરતા તેને અંતિમ ર્નિણય ગણાવ્યો અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તમામ મીડિયા આઉટલેટ્‌સ(Media outlets) માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજની શરૂઆત થતાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર અને પ્રતિબંધો સતત વધારવામાં આવી રહ્યાં છે.

May 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અવળી અસર: હવે આ અમેરિકન ફાસ્ટ-ફૂડ કંપનીએ રશિયા છોડવાની જાહેરાત કરી, કંપનીએ ખરીદનારની શોધ શરૂ કરી..

by Dr. Mayur Parikh May 17, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

યુક્રેન(Ukraine) પર હુમલા બાદ રશિયા(Russia) પર હવે પ્રતિબંધો(Restriction) વધી રહ્યો છે. 

આ ક્રમમાં હવે અમેરિકન(American) ફાસ્ટ-ફૂડ કંપની(Fastfood company) મેકડોનાલ્ડ્સ(McDonald's) રશિયામાં તેનો બિઝનેસ(Buisness) બંધ કરી રહી છે. 

મેકડોનાલ્ડ્સે વધુ કોર્પોરેટ પ્રતિસાદને પ્રોત્સાહન આપતા દેશમાં તેનો વ્યવસાય(Buisness) સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 

હવે કંપની રશિયામાં તેનો સમગ્ર પોર્ટફોલિયો(Portfolio) સ્થાનિક વેપારીને વેચવાનો પ્રયાસ કરી રહી છે. 

આઉટલેટ(Outlet) ખરીદનાર કંપનીના નામ અને બ્રાન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

જોકે, કંપનીએ કહ્યું છે કે તે રશિયામાં તેનો ટ્રેડમાર્ક(Trade mark) જાળવી રાખશે.

ઉલ્લેખનીય છે કે મેકડોનાલ્ડ છેલ્લા 30 વર્ષથી રશિયામાં બિઝનેસ કરે છે.

આ સમાચાર પણ વાંચો : તાલિબાન સરકારનું વધુ એક અજીબોગરીબ ફરમાન, એમ્યુઝમેન્ટ પાર્ક બાદ હવે અહીં પણ સ્ત્રી અને પુરૂષો એક સાથે જઈ શકશે નહીં.. જાણો વિગતે 

May 17, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દેશમાં ફરી એકવાર વધતા જતા કોરોના કેસ વચ્ચે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, વીમા યોજનાની મુદત આટલા દિવસ સુધી લંબાવી

by Dr. Mayur Parikh April 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશભરમાં ફરી એકવાર કોરોનાના(Covid cases) કેસમાં વધારો થયો છે. ઘણા રાજ્યોમાં ફરી એકવાર પ્રતિબંધો(Restriction) લાગી રહ્યા છે. 

આ બધાની વચ્ચે કેન્દ્ર સરકારે(Central Govt) આરોગ્ય કર્મચારીઓ(Health Workers) માટે શરૂ કરાયેલી વીમા યોજનાની(Insurance plan) અવધિ વધારવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે આરોગ્ય કર્મચારીઓ માટે શરૂ કરાયેલી વીમા યોજનાને 19 એપ્રિલથી 180 દિવસ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. 

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે(Ministry of Health and Family Welfare) આ અંગે માહિતી આપી છે. 

ઉલ્લેખનીય છે કે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે, જેને ધ્યાનમાં રાખીને દર્દીઓની(patients) સંભાળમાં લાગેલા સ્વાસ્થ્ય કર્મચારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  પીએમ મોદીએ જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી, તસ્વીર શેર કરી ભાવવિભોર ટ્વીટ કરી… જુઓ તસવીર, જાણો વિગતે 

April 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

સારા સમાચાર!!! આખરે લોકલ ટ્રેનમાં તમામ મુંબઈગરાને પ્રવાસની છૂટ, સરકારે હટાવ્યા તમામ નિયંત્રણો.જાણો વિગતે

by Dr. Mayur Parikh April 5, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવતા મહારાષ્ટ્ર સરકારે તમામ કોવિડ પ્રતિબંધક નિયંત્રણો હટાવી લીધા છે. એ સાથે જ લોકલ ટ્રેનમાં પ્રવાસને લઈને લાગુ કરવામાં આવેલા તમામ  નિયંત્રણો પણ હટાવી લેવામાં આવ્યા છે. તેથી હવે લોકલ ટ્રેન તમામ વર્ગના લોકોને પ્રવાસ કરવાની છૂટ મળી ગઈ છે.

કોરોના કાળમાં લોકલ ટ્રેનમાં ફક્ત રસીકરણ થયેલા લોકોને જ પ્રવાસની છૂટ હતી. ટિકિટ અને પાસ મેળવવા માટે પણ રસીકરણનું સર્ટિફિકેટ અને યુનિવર્સલ પાસ દેખાડવું ફરજિયાત હતું. જોકે હવે સરકારે કોરોના પ્રતિબંધક તમામ નિયંત્રણો હટાવી દીધા છે. 

આ સમાચાર પણ વાંચો : શોકિંગ!!!! નેશનલ પાર્કની નદીમાં તરવા ઉતરના યુવકનું ડુબીને મૃત્યુ થયું… જાણો વિગતે

તેથી મુંબઇ લોકલમાં પ્રવાસને લઈને રહેલા પ્રતિબંધો પણ હટી ગયા છે. તેથી મુંબઈના રેલવે સ્ટેશનો પરથી ટિકિટ વિન્ડો અને મોબાઈલ ઍપ પરથી કોઈ પણ શરત વિના ટિકટ મળી શકશે.  

રેલવે પ્રશાસનના જણાવ્યા મુજબ કોરોના સમયમાં રેલવે પરિસરમાં જવા-આવવાના દરવાજા, લિફ્ટ, એસ્કેલેટર, ફૂટ ઓવર બ્રિજ જે બંધ હતા. કર્મશિયલ ટિકિટ કાઉન્ટર, એટીવીએમ મશીન બધુ જ ફરી ખોલી દેવામાં આવશે. એ સાથે જ યુટીએસ મોબાઈલ એપમાંથી પણ યુનિવર્સલ પાસ નંબરની શરત હટાવી દેવામાં આવી છે. તેથી પ્રવાસીઓ હવે ઈ-ટિકિટ અને ઈ-પાસ પણ કાઢી શકશે.

April 5, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

આખરે મુંબઈગરાને આ નિયમથી મળ્યો છૂટકારો, હવે આવું નહીં કર્યું તો પણ દંડ નહીં ભરવો પડે; BMCએ કરી જાહેરાત

by Dr. Mayur Parikh April 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈગરાને આખરે બે વર્ષ બાદ માસ્ક પહેરવાથી છુટકારો મળ્યો છે. પહેલી એપ્રિલ, 2022થી સાર્વજનિક સ્થળે માસ્ક નહીં પહેરનારા પાસેથી કોઈ દંડ વસુલ નહીં કરવામાં આવે, એવી મુંબઈ મહાગનરપાલિકાએ જાહેરાત કરી છે. કોરોના પગલે માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવતો હતો.

મુંબઈમાં માર્ચ 2020થી કોરોનાના કેસ નોંધાવાનું ચાલુ થયું હતું. એ સાથે જ કોરોનાને ફેલાતો અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી નાખ્યું હતું. માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતો હતો. નિયમનું ઉલ્લંઘન કરનારા પાસેથી પાલિકાના ક્લીન-અપ માર્શલ્સ, પાલિકાના કર્મચારી, પોલીસ વગેરે કાર્યવાહી કરીને 200 રૂપિયાનો દંડ વસૂલ કરતા હતા.

આ સમાચાર પણ વાંચો :  આર્યન ખાન ડ્રગ્સ કેસમાં મુંબઈ કોર્ટ તરફથી NCBને મળી રાહત, ચાર્જશીટ દાખલ કરવા માટે આપ્યો આટલા દિવસનો સમય; જાણો વિગતે

હાલ જોકે મુંબઈ સહિત દેશભરમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. પહેલી એપ્રિલ.2022થી મહારાષ્ટ્રમાં કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે માસ્ક પહેરવાનું પણ મરજિયાત કરી નાખ્યું છે. જોકે મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાનું જોખમ હજી પણ ટળ્યું ન હોવાથી લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. હવે સાર્વજનિક સ્થળ પર માસ્ક પહેરવું ફરજિયાત નથી, તેથી પાલિકાએ પણ હવે માસ્ક નહીં પહેરનારા પાસેથી 200 રૂપિયાનો દંડ વસૂલ નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેનો અમલ પહેલી એપ્રિલ, 2022થી થશે.

April 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સાવધાન, ટ્રેનમાં ગીતો વગાડ્યા કે પછી મોટા અવાજે વાત કરી તો આવી બનશે. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રેલવેમાં પ્રવાસ કરનારો માટે મહત્વના સમાચાર છે. ટ્રેનમાં પ્રવાસ કરવા દરમિયાન મોટે મોટેથી વાતો કરી અથવા મોટેથી ગીતો સાંભળીને બીજા પ્રવાસીને ત્રાસ આપ્યો તો એવા પ્રવાસીઓનું આવી બનશે. આવા પ્રવાસીઓ સામે આકરા પગલા લેવામાં આવશે એવી જાહેરાત રેલવેની નવી ગાઈડલાઈન માં કરવામાં આવી છે.

સામાન્ય રીતે ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ મનફાવે તેમ ટ્રેનમાં વર્તણૂક કરતા હોય છે. તેને કારણે ટ્રેનમાં તેની સાથે પ્રવાસ કરી રહેલા અન્ય પ્રવાસીઓને તો ત્રાસ થાય છે અને અમુક વખતે મામલો બચકી પણ જતો હોય છે.

આ સમાચાર પણ વાંચો :  CDS જનરલ બિપિન રાવતનું મરણોપરાંત પદ્મ વિભૂષણથી થશે સન્માન, તેમની દીકરીઓ આ તારીખે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સન્માન ગ્રહણ કરશે; જાણો વિગતે

તેથી રેલવે પ્રશાસને નવી પહેલ કરી છે, જે હેઠળ રાતના 10 વાગ્યા પછી ટ્રેનમાં મોબાઈલ પર મોટા અવાજે ગીતો સાંભળવા પર પ્રતિબંધ રહેશે. સાથે જ મોટેથી વાતો કરીને બીજા પ્રવાસીઓની ઊંઘમાં ખલેલ પહોંચીને તેને ત્રાસ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.  અમુક વખતે પ્રવાસીઓ રાતના 10વાગ્યા પછી પણ ટ્રેનમાં લાઈટ ચાલુ રાખીને અન્ય પ્રવાસીઓને ત્રાસ આપતા હોય છે.

જોકે હવે રેલવેની નવી ગાઈડલાઈન આવી ગઈ છે. તે મુજબ હવે મુસાફરો રાતના 10વાગ્યા પછી ઊંચા અવાજે ના વાત કરી શકશે ના ગીતો સાંભળીને બીજાને ત્રાસ આપશે, ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા સામે આકરા પગલાં લેવાશે.

March 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આખરે હિજાબ પ્રકરણ પર પડદો પડ્યો. કર્ણાટક હાઈકોર્ટે આપ્યો આ ઐતિહાસીક ચુકાદો.. જાણો વિગતે….

by Dr. Mayur Parikh March 15, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

કર્ણાટક હિજાબ વિવાદ પર હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 

કર્ણાટક હાઈકોર્ટે શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પરના પ્રતિબંધને પડકારતી વિવિધ અરજીઓને ફગાવી દીધી છે. 

આ મામલે કર્ણાટક હાઈકોર્ટે કહ્યું કે, હિજાબ પહેરવું એ ઈસ્લામની આવશ્યક ધાર્મિક પ્રથા નથી.

આ ઉપરાંત હાઇકોર્ટે કહ્યું કે, 5 ફેબ્રુઆરીના સરકારી આદેશને અમાન્ય કરવા માટે કોઈ કેસ કરવામાં આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં કાળઝાળ ગરમી, હોળી પહેલા મુંબઈ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં પડી શકે છે આકરી ગરમી, હવામાન વિભાગે જારી કરી ચેતવણી 

March 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક