Tag: Rishikesh Patel

  • World Energy Conservation Day: ૧૪ ડિસેમ્બર ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’

    World Energy Conservation Day: ૧૪ ડિસેમ્બર ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’

    News Continuous Bureau | Mumbai

    • World Energy Conservation Day ગુજરાતે અત્યાર સુધીમાં ‘’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ હેઠળ લક્ષ્યાંકના ૪૯ ટકાથી વધુ હિસ્સો પૂર્ણ કર્યો :- ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
    • માર્ચ’ ૨૦૨૭ સુધીમાં ’પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦ લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નક્કી

    દર વર્ષે તા. ૧૪ ડિસેમ્બરે ગુજરાત સહિત વિશ્વભર માં ‘વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં ઊર્જા સંરક્ષણ બાબતે કરેલી કામગીરી અંગે ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સોલાર ઊર્જા ઉત્પન્ન કરવામાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વીજળીના સતત વધી રહેલા વપરાશ અને ભાવિ માંગને પહોંચી વળવા તૈયાર છે.

    ગુજરાતે ‘પીએમ સૂર્ય ઘર : મફત વીજળી યોજના’ના સફળ અમલીકરણ થકી એક ક્રાંતિકારી પહેલ કરી છે. વડાપ્રધાનશ્રીની દ્વારા શરુ કરેલ પી.એમ. સૂર્ય ઘર યોજનાના અમલીકરણમાં દેશમાં ૨૫ ટકાના યોગદાન સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમક્રમે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

    વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતે આગામી વર્ષ-૨૦૨૭ સુધીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત ૧૦ લાખ રહેણાંકીય રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. ગુજરાતે અત્યારે સુધીમાં આ યોજના હેઠળ કુલ ૧૮૮૬ મેગાવોટ સોલર ક્ષમતાની ૪.૯૬ લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ્સ સ્થાપન કરેલ છે જે રાજ્યના લક્ષ્યાંકના ૪૯ ટકાથી વધુ છે જે એક મહત્વની સિધ્ધિ છે.

    આ સમાચાર પણ વાંચો: Syed Mushtaq Ali Trophy: ભારતીય ક્રિકેટમાં ફિક્સિંગનું કનેક્શન, આ ૪ મોટા ખેલાડીઓ પર સસ્પેન્શનની તલવાર, FIR પણ દાખલ!

    વધુમાં ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાની કામગીરીની સમીક્ષા માટે રાજ્ય કક્ષાની સંકલન બેઠક બોલાવવામાં આવે છે. જેમાં રાજ્યમાં ચાલી રહેલ યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે. રાજ્ય સરકારે પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના ને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા, ૬ કિ.લો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ રૂ.૨૯૫૦ની સહાય તથા ૬ કિલો વોટ સુધીની સોલાર રૂફ્ટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે. તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરીંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજનાનો લાભ લઇ રહ્યા છે.

    વધુમાં જણાવવાનું કે આજે ગુજરાત સોલાર રૂફ્ટોપક્ષેત્રે ૨૭%ના યોગદાન સાથે દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જેમાં રહેણાંક તથા બિન રહેણાંક ક્ષેત્રે સાથે સંકલિત કુલ ૬૩૧૫ મેગાવોટ સોલાર સિસ્ટમોનું સ્થાપન થયેલ છે. જે થકી દર વર્ષે ૯૩૮૬ મિલિયન યુનિટ ઇલેક્ટ્રિસીટી ઉત્પન થશે. જેના પરિણામ સ્વરૂપે દર વર્ષે ૬.૩૮ મિલિયન મેટ્રિક ટન કોલસાની બચત થશે , ૮.૩૩ મિલિયન ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો થશે તેમ મંત્રી શ્રીએ વધુમાં જણાવ્યું હતું

    સિદ્ધિઓ હાંસલ થવાના મુખ્ય પરિબળો

    રાજ્ય સરકારની નવીનીકરણીય ઊર્જાને પ્રોત્સાહન આપવા માટેની સશક્ત પ્રતિબદ્ધતા અને સક્રિય સહયોગ છે. ગુજરાતે ગ્રાહકોને મુખ્ય હિસ્સેદાર તરીકે ગણીને ગ્રાહક-પ્રથમ અભિગમ અપનાવ્યો છે. ગુજરાત એક નીતિ આધારિત રાજ્ય છે. જ્યાં સોલાર પોલિસી હેઠળ નેટ મીટરિંગનો અમલ કરવામાં આવે છે. રાજ્યમાં રહેણાંકક્ષેત્રે સોલાર સ્થાપના માટે લોડની કોઈ મર્યાદા નથી. નાગરિકો માટે ઘરે ઉત્પન્ન થતી વધારાની વીજળીની વેચાણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. સોલર સિસ્ટમ ધરાવનાર રહેણાંક વપરાશકર્તાઓને બેંકિંગ શુલ્ક ચૂકવવો પડતો નથી. નાગરિકોને કોઈ પણ પ્રકાર પરેશાની વગર સરળતાથી સોલાર રૂફ્ટોપ યોજનાનો લાભ લઇ શકે તે માટે રાજ્ય સરકારે દરેક બાબતોનું ધ્યાન આપી રહી છે

  • Gujarat Clinical Establishment Act: ગુજરાત રાજ્યમાં આરોગ્ય સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારી, આ તારીખ સુધી વધારાયો સમય

    Gujarat Clinical Establishment Act: ગુજરાત રાજ્યમાં આરોગ્ય સંસ્થાઓ માટે રજીસ્ટ્રેશનની સમયમર્યાદા વધારી, આ તારીખ સુધી વધારાયો સમય

    News Continuous Bureau | Mumbai

    • ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો
    • અગાઉ તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું
    • આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા  કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય  દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો
    • અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન માટે ૨૭ હજાર જેટલી અરજીઓ મળી જેમાંથી ૨૦ હજાર જેટલી સંસ્થાઓનું સફળ રજીસ્ટ્રેશન પૂર્ણ
    • રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓની ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે :-  આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

    Gujarat Clinical Establishment Act: આ કાયદા હેઠળ રાજ્યની હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહે છે 

    Gujarat Clinical Establishment Act: સુધારા વિધેયકના મુખ્ય અંશો

    • જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી
    • નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)”ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ
    • ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું
    • રાજ્ય કાઉન્સિલમાં નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરાઇ
    • જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નામનિયુક્ત સભ્યની હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી

    આ સમાચાર પણ વાંચો : Marathi Sahitya Sammelan: રાજધાની દિલ્હીમાં 71 વર્ષ પછી આયોજન થયું મરાઠી સાહિત્યિક સંમેલન, PM મોદીએ કર્યું ઉદ્ઘાટન

    Gujarat Clinical Establishment Act: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” રજુ કર્યું હતું. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ સુધારા વિધેયકના મુખ્ય ઉદ્દેશ અને જોગવાઈઓ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યમાં નાના ક્લિનીક થી લઇ મોટી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ , લેબોરેટરી અને ઇમેજીંગ સેન્ટર્સ સહિતની તમામ આરોગ્ય સંસ્થાઓ ,તેમજ આ સંસ્થાઓમાં કામ કરતા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની વિગતો , તેમાં ઉપલ્બધ બેડ, ICU, ઇમરજન્સી સેવાઓ વિગેરેની સચોટ માહિતી મળી રહે તે ઉદ્દેશથી રાજય સરકારે તા.૧૩/૯/૨૦૨૨ ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કરીને “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ-૨૦૨૧  સમગ્ર રાજયમાં અમલમાં મૂકેલ છે.  તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કંઇ હોસ્પિટલ કયા પ્રકારની સેવા આપી રહી છે, હોસ્પિટલમાં કે  ક્લિનિકમાં કયા કયા પ્રકારની સુવિધાઓ , સાધનો ,  કઇ સ્પેશ્યાલિટીના તબીબો છે તેનું ડેટા મેનેજમેન્ટ અને નિયમન કરીને ડિજીટલી રજીસ્ટ્રી પ્રજાલક્ષી પોલિસી બનાવવા અને આપત્તિ સમયે કારગત સાબિત થશે. 

    આ એક્ટ હેઠળ માન્યતા પ્રાપ્ત ચિકિત્સા પધ્ધતિ દ્વારા માંદગી, ઇજા, શારીરિક ખોડ, વિકૃતિ અથવા સગર્ભાવસ્થા માટે નિદાન, સારવાર અથવા સંભાળ રાખવા માટેની જરૂરી સેવાઓ, સુવિધાઓ પૂરી પાડતા હોય તેવી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, નર્સિંગ હોમ, ડીસ્પેન્સરી, કલીનીક, સેનીટોરીયમ, આ ઉપરાંત લેબોરેટરી, તબીબી સાધનોની મદદથી જ્યાં પેથોલોજીકલ, બેકટેરીયોલોજીકલ, જીનેટીક, રેડીયોલોજીકલ, કેમીકલ, બાયોલોજીકલ તપાસ અથવા તપાસ વિષયક સેવાઓ આપવામા આવતી હોય તેવી સંસ્થાઓનો સમાવેશ કરાયો છે. આ તમામ ઉદ્દેશોને કેન્દ્રમાં રાખીને આ સુધારા વિધેયક દ્વારા, કાયદાની કલમ – ૯ (૪) માં “કાયમી” શબ્દ નહિ, પરંતુ “કામચલાઉ” શબ્દ ની જોગવાઇ કરાઇ છે. હાલ રાજ્યમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ અંતર્ગત  તમામ આરોગ્ય સંસ્થાઓએ તા. ૧૨-૦૩-૨૦૨૫ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.

    આ સમાચાર પણ વાંચો: મેડ ઈન ઇન્ડિયાની પાવર.. સુપરપાવર અમેરિકા પહેલીવાર ભારત ખરીદશે આ ઘાતક હથિયાર, ભારતીય કંપની સાથે કર્યો કરાર…

    Gujarat Clinical Establishment Act: આજે આ સુધારા વિધેયક પસાર થતા નોટીફિકેશન દ્રારા રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવા માટેનો સમય છ માસ એટલે કે ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવશે. વધુમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય  દોઢ વર્ષ એટલે કે ૧૨-૦૯-૨૦૨૬ સુધી વધારવામાં આવશે. આ સુધારા વિધેયકની અન્ય મહત્વની જોગવાઈઓ વિશેની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતા મંત્રીશ્રી એ કહ્યું હતું કે, નિયમનકારી માળખાને ધ્યાનમાં રાખીને “યોગ અને નેચરોપથી (નિસર્ગોપચાર પદ્ધતિ)”ને માન્યતાપ્રાપ્ત ચિકિત્સા પદ્ધતિની વ્યાખ્યામાંથી બાકાત કરાઇ છે. જિલ્લા રજિસ્ટ્રેશન સત્તામંડળના આદેશો સામેની અપીલ સાંભળવા માટે રાજ્ય કાઉન્સિલને તેના સભ્યો પૈકી કોઈ એક વ્યક્તિને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી છે. ચિકિત્સા સંસ્થા માટેની રાજ્ય કાઉન્સિલમાં ડેન્ટલ, હોમિયોપથી અને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ માટે જે તે ચિકિત્સા પદ્ધતિની કાઉન્સિલ કે બોર્ડના એક એક સભ્યની નિમણુંક માટે જોગવાઈ કરી તે ચિકિત્સા પદ્ધતિની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો: Amit Shah Pune Visit:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે, પૂણેમાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની કરશે અધ્યક્ષતા

    Gujarat Clinical Establishment Act: રાજ્ય કાઉન્સિલમાં નામનિયુક્ત સભ્યના હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. જિલ્લા રજીસ્ટ્રેશન સત્તામંડળના સભ્ય સચિવ અને નામાંકિત સભ્યોમાં સુધારો કરવામાં આવ્યો તેમજ નામનિયુક્ત સભ્યની હોદ્દાની મુદ્દત ત્રણ વર્ષની અને વધુ એક મુદત માટે પુનઃ નામનિયુક્તિ માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે. આ સુધારા વિધેયક સંદર્ભે ગૃહના વિવિધ સભ્યોએ વિગતવાર ચર્ચા કરી હતી અને ચર્ચાના અંતે આ વિધેયકને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે,  ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ-૨૦૨૧ તા.૧૩/૯/૨૦૨૨ થી રાજયમાં અમલમાં આવેલ છે. આ કાયદા હેઠળના નિયમો તા.૨૬/૯/૨૦૨૨ થી અમલમાં આવેલ છે. કાયદા હેઠળના સુધારા નિયમો એટલે કે તબીબી સંસ્થાઓ માટેના સ્ટાન્ડર્ડસ તા.૧૩/૩/૨૦૨૪ થી અમલમાં આવ્યા છે. કાયદાની જોગવાઇઓના ઉલ્લંઘન બદલ  દંડાત્મક જોગવાઇઓ છે. જે પ્રમાણે કાયદા કે નિયમોની કોઇ જોગવાઇના ભંગના કિસ્સામાં રજીસ્ટ્રેશનને રદ્દ કરવાની તેમજ   રૂ. ૧૦ હજાર થી રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ,  રજીસ્ટ્રેશન વગર ક્લિનિક ચલાવવાના કિસ્સામાં રૂ. ૨૫ હજાર થી લઇ રૂ. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ અને અધિકૃત વ્યક્તિ / ઓથોરીટીના નિર્દેશોનું પાલન ન કરવાના / માહિતી આપવાના ઇન્કાર કરવા વિગેરે કિસ્સામાં રૂ. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Mass Drug Distribution: નાબૂદ થશે હવે ફાઈલેરિયા રોગ, ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતીમાં ADF કાર્યક્રમની શરૂઆત

    Mass Drug Distribution: નાબૂદ થશે હવે ફાઈલેરિયા રોગ, ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતીમાં ADF કાર્યક્રમની શરૂઆત

    News Continuous Bureau | Mumbai

    • ‘હાથીપગા રોગ’ને નાબૂદ કરવા તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન “માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન” કાર્યક્રમનો બીજો તબક્કો યોજાશે
    • રાજ્યના નેત્રંગ, નાંદોદ, ડેડીયાપાડા અને વધઈ એમ ચાર તાલુકાઓ ખાતે અંદાજે ૫.૪૬ લાખ વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરાશે

    Mass Drug Distribution: આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડાના અધ્યક્ષસ્થાને તથા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં “સામૂહિક દવા વિતરણ” કામગીરી કાર્યક્રમનું વર્ચ્યુઅલ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધીમાં ફાઈલેરિયા રોગ નિર્મુલનનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૫થી ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં, નર્મદાના નાંદોદ અને ડેડીયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વધઈ એમ ચાર તાલુકાની અંદાજે ૫.૪૬ લાખ વસ્તીમાં સામૂહિક દવા વિતરણ કામગીરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

    ‘સ્વસ્થ નાગરિક – સ્વસ્થ દેશ’નું નિર્માણ કરે છે. જે સૂત્રને સાર્થક કરતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં ટી.બી. અને પોલિયો જેવા વિવિધ પ્રકારના ગંભીર રોગોને જડમૂળથી નાશ કરવા રાજ્ય સરકાર હરહંમેશ ખડેપગે રહે છે. તેવી જ રીતે ફાઈલેરિયા એટલે કે ‘હાથીપગા રોગ’ને નાબૂદ કરવા તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન “માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન” એટલે કે સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો બીજો તબક્કો હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ચાર તાલુકાના કુલ ૫.૪૬ લાખ નાગરિકોને ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ નામની દવા આરોગ્ય કાર્યકર-દવા વિતરક દ્વારા રૂબરૂમાં ગળાવવામાં આવશે. જ્યારે, બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બિમાર વ્યક્તિ અને પ્રસૂતિના એક અઠવાડિયા સુધીની ધાત્રી માતાઓને આ દવા ગળાવામાં આવશે નહિ.

    આ સમાચાર પણ વાંચો:  AIF: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ AIFનું સફળ અમલીકરણ થયું, ગુજરાતમાં ૩,૫૦૦ કૃષિ પ્રોજેક્ટ્સ માટે આટલા કરોડની સહાય મંજૂર

    Mass Drug Distribution: આ અભિયાન અંતર્ગત તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન ઉપર્યુક્ત તાલુકા વિસ્તારની તમામ ૭૭૬ આંગણવાડી, ૭૪૮ શાળાઓ અને ૧૩ જેટલી કોલેજોમાં આરોગ્ય કાર્યકરોની ૬૧૦ ટીમો દ્વારા બાળકોને દવા રૂબરૂમાં ગળાવવામાં આવશે. વધુમાં જાહેર સ્થળો ખાતે ૫૬ જેટલા બુથ ગોઠવીને પણ રૂબરૂમાં દવા ગળાવવામાં આવશે. આ અભિયાન દરમિયાન અને અભિયાન પૂર્ણ થયા બાદ ૩ મેડિકલ કોલેજની ટીમ મારફતે વ્યક્તિગત મુલ્યાંકન પણ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાથીપગો એટલે કે ફાઇલેરીયાએ “લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ” કૃમિથી થતો રોગ છે. સામાન્ય રીતે ગંદા પાણીમાં થતા માદા ક્યુલેક્સ ચેપી મચ્છરો દ્વારા ફેલાતા આ રોગમાં ચેપ લાગ્યાના શરૂઆતમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ ૬ થી ૮ વર્ષ બાદ આ રોગના લક્ષણો જેમ કે, લસિકા ગ્રંથીઓ-લસિકા વાહિનીઓ ફૂલી જવાથી હાથ-પગમાં સોજો આવવો અથવા પુરૂષોમાં હાઈડ્રોસીલ-વધરાવળ જોવા મળે છે. હાથીપગા રોગના જીવાણુઓ રાત્રિના સમયે જ લોહીમાં પરિભ્રણ કરતાં હોવાથી આરોગ્યતંત્રની ટીમ દ્વારા ફિલ્ડમાંથી રાત્રે ૮ થી ૧૨ના સમયગાળામાં જ લોહીના નમૂના લેવામાં આવે છે. લોહીના પરીક્ષણમાં જો કોઈ વ્યક્તિમાં આ રોગના જીવાણુઓ દેખાય તો તાત્કાલિક સારવાર આપીને ચેપ ફેલાતો અટકાવવા માટે પગલાં લેવામાં આવે છે, એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

  • Gujarat Government: ભૂપેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો

    Gujarat Government: ભૂપેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં વધારો

     News Continuous Bureau | Mumbai 

    • સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો
    • મેડિકલ , ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને લાભ મળશે
    • સ્ટાઇપેન્ડ દરમાં વધારો તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે

    Gujarat Government: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

    તાજેતરમાં C.H.C, સબ ડિસ્ટ્રીક્ટ, ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના કરાર આધારિત તજજ્ઞ તબીબોના પગાર વધારાના મહત્વપૂર્ણ નિર્ણય બાદ ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

    આ સમાચાર પણ વાંચો:Khadi Mahotsav 2024:કેન્દ્રીય મંત્રી શ્રી જીતન રામ માંઝીએ KVI ક્ષેત્રની કામગીરી અને ખાદી મહોત્સવ, 2024ની તૈયારીઓની સમીક્ષા કરી

    રાજ્યની 6 સરકારી અને 13 GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશ્યાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ્સ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

    રાજ્યની સરકારી મેડિકલ કૉલેજના મેડીકલ,ડેન્ટલ, ફિઝીયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ, અનુસ્નાતક અને સુપર સ્પેશ્યાલીટી અભ્યાસક્રમના રેસીડન્ટ તબીબોને આ સ્ટાઇપેન્ડના દરમાં થયેલ વધારાનો લાભ મળશે.

    આ વધારા મુજબ સરકારી મેડિકલ કૉલેજના મેડિકલ ઇન્ટર્ન્સને રૂ. 21,840, ડેન્ટલમાં રૂ. 20,160, ફિઝીયોથેરાપીમાં રૂ.13,440 તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં રૂ. 15,120 સ્ટાઇપેન્ડ મળશે.

    ડિગ્રીના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,00,800, બીજા વર્ષમાં રૂ.1,02,480, ત્રીજા વર્ષમાં રૂ.1,05,000, ચોથા વર્ષ (સિનિયર રેસીડન્ટ) અને ક્લીનીકલ આસિસટન્ટને રૂ.1,10,880નો લાભ મળશે.

    આ સમાચાર પણ વાંચો:Donald Trump : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી ચૂક? રેલી દરમિયાન એક વ્યક્તિએ બળજબરીથી મીડિયા ગેલેરીમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ; જુઓ વિડીયો

    સુપર સ્પેશ્યાલિસ્ટ સેવાઓના મેડિકલ રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.1,20,960, બીજા વર્ષમાં રૂ.1,26,000 અને ત્રીજા વર્ષમાં રૂ.1,34,400 તેમજ ડેન્ટલ રેસીડન્ટ(ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.78,960, બીજા વર્ષમાં રૂ.81,480, ત્રીજા વર્ષમાં રૂ.83,496, ફિઝીયોથેરાપી (ડિગ્રી)માં પ્રથમ વર્ષમાં રૂ.35,280 અને બીજા વર્ષમાં રૂ.43,680 ચૂકવવામાં આવશે.

    મેડિકલ રેસીડન્ટ(ડિપ્લોમાં)ને પ્રથમ વર્ષમાં રૂ.75,600 અને બીજા વર્ષમાં રૂ.82,320 સ્ટાઇપેન્ડ ચૂકવાશે.

    આયુર્વેદિક સેવાઓમાં પી.જી. રેસીડેન્ટ્સને પ્રથમ વર્ષમાં રૂ.50,400, બીજા વર્ષમાં રૂ.53,760 અને ત્રીજા વર્ષમાં રૂ. 57,120 ચૂકવવામાં આવશે.

    તદ્ઉપરાંત GMERS સંચાલિત મેડિકલ કૉલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સને રૂ. 21,840, જુનીયર રેસીડન્ટ્સને રૂ.1,00,800 અને સિનિયર રેસીડન્ટ્સ ને રૂ. 1,10,880 ચૂકવવામાં આવશે.

    GMERS સંચાલિત મેડિકલ કૉલેજના અનુ-સ્નાતક અભ્યાસક્રમના જુનિયર અને સિનિયર રેસીડન્ટ તબીબોને પ્રથમ વર્ષમાં રૂ. 1,00,800, બીજા વર્ષમાં રૂ. 1,02,480, ત્રીજા વર્ષમાં રૂ. 1,05,000 ચોથા વર્ષમાં (સિનિયર રેસીડન્ટ અને ક્લીનીકલ આસિસટન્ટ)ને રૂ. 1,10,880 સ્ટાઇપેન્ટ ચૂકવવામાં આવશે.

    રાજ્ય સરકાર દ્વારા આ સ્ટાઇપેન્ડ વધારાનો હુકમ તા. 01/04/2024ની અસરથી અમલમાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat: ગુજરાતમાં: “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ, આ 14 જિલ્લામાંથી થશે પસાર..  અંબાજી ખાતે થશે પૂર્ણાહુતિ

    Gujarat: ગુજરાતમાં: “વન સેતુ ચેતના યાત્રા”નો પ્રારંભ, આ 14 જિલ્લામાંથી થશે પસાર.. અંબાજી ખાતે થશે પૂર્ણાહુતિ

    News Continuous Bureau | Mumbai

    Gujarat: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ( Rishikesh Patel ) વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ( Bhupendra Patel ) અને નવસારીના સાસંદ શ્રી સી.આર. પાટીલના ( CR Patil ) હસ્તે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી ( Navsari ) જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. 

    યાત્રા ( One Setu Chetna Yatra ) વલસાડ,નવસારી,ડાંગ, તાપી, સુરત,ભરુચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ કુલ 14 જિલ્લામાંથી પસાર થઈ અંદાજિત 1000 કી.મીનું અંતર કાપી તા.22 જાન્યુઆરીએ અંબાજી ખાતે પૂર્ણ થશે.

    આ યાત્રામાં અંદાજિત 51 જેટલા આદિજાતિ તાલુકાના ગામોના અંદાજિત 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને સાંકળી લેવામાં આવશે. આ યાત્રાના માર્ગમાં આવતા દરેક જિલ્લામાં 1 સ્ટેજ પ્રોગ્રામ અને 3 સ્થળોએ સ્વાગત કાર્યક્રમ, રાત્રીના સમયે ભજન સંધ્યા કાર્યક્રમ તેમજ યાત્રાના માર્ગમાં આવતા પ્રસિધ્ધ મંદીરોએ દર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ સમાચાર પણ વાંચો :  Vibrant Gujarat Global Summit: ‘ગેટ વે ટૂ ધ ફ્યુચર’ની થીમ સાથે યોજાયેલી અમૃતકાળની પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ

    આ યાત્રા દરમ્યાન વનસહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિધ્ધી પ્રાપ્ત કરનાર આદીવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિધ્ધીઓનો અહેવાલ, રામમંદીર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી, સરકારી યોજનાઓની સમીક્ષા, એફ.આર.એ ના લાભો, યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી, રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • CM Bhupendra Patel: રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય.

    CM Bhupendra Patel: રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય.

    News Continuous Bureau | Mumbai 

    CM Bhupendra Patel: રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ( cabinet meeting ) રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના ( fixed salary employees ) હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ( Rishikesh Patel ) આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.

    વધુમાં તેમણે ઉમેર્યુ કે, ગુજરાતના ( Gujarat ) વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ( State employees ) ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના ( Government Schemes ) અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

    આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.

    આ સમાચાર પણ વાંચો : Marketing Season 2024-25: મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2024-25 માટે રવી પાક માટે લઘુતમ ટેકાનાં ભાવ (એમએસપી)ને મંજૂરી આપી

    વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.

    આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ પડશે.