Tag: Riteish Deshmukh

  • Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!

    Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!

    News Continuous Bureau | Mumbai

    Masti 4 Review: 2004માં આવેલી પહેલી ‘મસ્તી’ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો હતો, ત્યારબાદ ‘ગ્રાન્ડ મસ્તી’ અને ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ આવ્યા. હવે ફ્રેન્ચાઇઝીનો ચોથો ભાગ ‘મસ્તી 4’ રિલીઝ થયો છે, પરંતુ શરૂઆતથી જ ફિલ્મ બોરિંગ લાગે છે. કોમેડી બતાવવાની કોશિશ થાકી ગયેલી અને જૂની લાગે છે.  સીન એટલા લાંબા છે કે દર્શકોનું ધ્યાન વારંવાર ભટકે છે.

    આ સમાચાર પણ વાંચો : The Family Man 3 OTT Release Time: ધ ફેમિલી મેન 3 ઓટીટી પર ક્યારે રિલીઝ થશે? અહીં જાણો સંપૂર્ણ વિગતો

    કહાની અને પાત્રો

    ફિલ્મ ત્રણ મિત્રો – મીત (વિવેક ઓબેરોય), અમર (રિતેશ દેશમુખ) અને પ્રેમ (આફતાબ શિવદાસાની) થી શરૂ થાય છે. તેઓ લગ્નજીવનથી કંટાળેલા છે. એક મિત્ર કામરાજ (અરશદ વારસી) ‘લવ વિઝા’ની વાત કરે છે – એક અઠવાડિયા માટે કોઈ પણ છોકરી સાથે સમય પસાર કરવાની મંજૂરી. મિત્રો આ વિચારથી ખુશ થાય છે, પરંતુ પછી પત્નીઓ પણ એ જ માંગ કરે છે અને અહીંથી મુશ્કેલી શરૂ થાય છે.

    View this post on Instagram

    A post shared by Vivek Oberoi (@vivekoberoi)

    રિતેશ, વિવેક અને આફતાબની કોમેડી અસરકારક નથી. તુષાર કપૂરનો રોલ પણ નબળો છે. અરશદ વારસી અને નર્ગિસ ફાખરીના નાના રોલ કોઈ અસર છોડતા નથી. મહિલા પાત્રોને માત્ર દેખાવ માટે રાખવામાં આવ્યા છે. દિગ્દર્શક મિલાપ જાવેરી ની પકડ શરૂઆતથી જ ઢીલી લાગે છે. ફિલ્મમાં ન દિશા છે, ન મજા – હસાવવાની જગ્યાએ બોર કરે છે.ફિલ્મના ગીતો પણ નિરાશ કરે છે. કોઈ યાદગાર ટ્રેક નથી. જો પૂછવામાં આવે કે કયું ગીત સારું હતું, તો જવાબ આપવો મુશ્કેલ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Raja Shivaji: મોટા પડદા પર આવશે છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથા, અભિષેક બચ્ચન સિવાય આ કલાકારો પણ ભજવશે મુખ્ય ભૂમિકા

    Raja Shivaji: મોટા પડદા પર આવશે છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથા, અભિષેક બચ્ચન સિવાય આ કલાકારો પણ ભજવશે મુખ્ય ભૂમિકા

    News Continuous Bureau | Mumbai

    Raja Shivaji: ‘છાવા’ પછી હવે મરાઠા સામ્રાજ્ય પર આધારિત બીજી ઐતિહાસિક ફિલ્મ ‘રાજા શિવાજી’  આવી રહી છે. આ ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજ ની શૌર્યગાથા દર્શાવવામાં આવશે. અભિષેક બચ્ચન  મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું મોશન પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે, જેમાં અભિષેક શિવાજી મહારાજના લૂકમાં તલવાર સાથે દેખાય છે.

    આ સમાચાર પણ વાંચો:  War 2: વોર 2 માટે રિતિક રોશન એ વસૂલી અધધ આટલી ફી, જુનિયર એનટીઆર ની રકમ સાંભળી તમને લાગશે નવાઈ

    1 મે 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે ‘રાજા શિવાજી

    અભિષેક બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ફિલ્મની જાહેરાત કરી છે. તેણે જણાવ્યું કે ‘રાજા શિવાજી’ આગામી વર્ષે 1 મેના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં અભિષેક ઉપરાંત સંજય દત્ત, મહેશ માંજરેકર, ભાગ્યશ્રી , ફરદીન ખાન , અમોલ ગુપ્તે , અને રિતેશ દેશમુખ જેવા કલાકારો પણ જોવા મળશે.

    View this post on Instagram

    A post shared by Abhishek Bachchan (@bachchan)

    આ ફિલ્મનું દિગ્દર્શન રિતેશ દેશમુખ કરી રહ્યો છે અને તે ફિલ્મમાં અભિનય પણ કરશે. આ ફિલ્મ છ ભાષાઓમાં રિલીઝ થશે – મરાઠી, હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. ફિલ્મના વિઝ્યુઅલ્સ અને કાસ્ટિંગને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Raid 3: રેડ 2 ની રિલીઝ પહેલા જ થઇ રેડ 3 ની જાહેરાત, જાણો કેવી હશે ફિલ્મ ની વાર્તા

    Raid 3: રેડ 2 ની રિલીઝ પહેલા જ થઇ રેડ 3 ની જાહેરાત, જાણો કેવી હશે ફિલ્મ ની વાર્તા

    News Continuous Bureau | Mumbai

    Raid 3: ‘રેડ 2’ આ એક મેના દિવસે થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી માટે તૈયાર છે! આ ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર એ ચાહકો માટે સસ્પેન્સ અને એક્શનથી ભરપૂર ‘રેડ 3’ ની જાહેરાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો: Pahalgam Attack: પહલગામ પર થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીર પહોંચ્યો આ અભિનેતા, તસવીરો શેર કરી કહી આવી વાત

    ‘રેડ 3’ આવી રહી છે!

    ફિલ્મના કો-પ્રોડ્યુસર કુમાર મંગત એ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે ‘રેડ 3’ નિશ્ચિત રૂપે આવશે. ભૂષણ કુમારે કહ્યું કે જ્યારે ‘રેડ’ બનાવી હતી, ત્યારે જ સમજી ગયા હતા કે આ ફિલ્મનો ક્રેજ જબરદસ્ત રહેશે. તેમની ટીમે પહેલાથી જ સિક્વલની તૈયારી કરી લીધી હતી.

    View this post on Instagram

    A post shared by Ajay Devgn (@ajaydevgn)

    ‘રેડ 2’માં અજય દેવગન મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. રાજ કુમાર ગુપ્તાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રિતેશ દેશમુખ વિલનના રોલમાં છે, જ્યારે વાણી કપૂર અજયની પત્નીના રોલમાં જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Raid 2 Advance Booking: રિલીઝ પહેલા જ રેડ 2 એ મચાવી ધૂમ, એડવાન્સ બુકીંગ માં જ કરી અધધ આટલી કમાણી

    Raid 2 Advance Booking: રિલીઝ પહેલા જ રેડ 2 એ મચાવી ધૂમ, એડવાન્સ બુકીંગ માં જ કરી અધધ આટલી કમાણી

    News Continuous Bureau | Mumbai

    Raid 2 Advance Booking: ‘રેડ 2’ ફિલ્મ 1 મે, 2025 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે. અજય દેવગન ફરી ઇન્કમ ટેક્સ ઓફિસર અમય પટનાયક  તરીકે જોવા મળશે, જે ભ્રષ્ટાચાર સામે લડશે.આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે. હવે આ ફિલ્મ નું એડવાન્સ બુકીંગ શરૂ થઇ ગયું છે. જેમાં ફિલ્મે કરોડો ની કમાણી કરી લીધી છે.

    આ સમાચાર પણ વાંચો: Zeenat Aman Health Update: ઝીનત અમાન એ હોસ્પિટલ બેડ પર થી શેર કરી તસવીર, જણાવ્યું આટલો વખત સોશિયલ મીડિયા થી દૂર રહેવાનું કારણ

    ‘રેડ 2’ એડવાન્સ બુકિંગમાં 1.12 કરોડની કમાણી

    મીડિયા રિપોર્ટ અનુસાર, ‘રેડ 2’એ 13,734 ટિકિટો વેચીને 1.12 કરોડ રૂપિયા કમાઈ લીધા છે.દિલ્હી માં સૌથી વધુ 27.64 લાખ કમાણી થઈ, ત્યારબાદ મહારાષ્ટ્ર 25.19 લાખ, રાજસ્થાન 8.99 લાખ, ઉત્તર પ્રદેશ 8.59 લાખ, અને મધ્ય પ્રદેશ 8.09 લાખ ની કમાણી કરી છે.

    View this post on Instagram

    A post shared by Raj Kumar Gupta (@rajkumargupta08)

    રેડ 2 માં અજય દેવગણ સાથે વાણી કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકા માં જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Housefull 5: હાઉસફુલ 5 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે બોલિવૂડ દિવા

    Housefull 5: હાઉસફુલ 5 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી, અક્ષય કુમાર સાથે રોમાન્સ કરતી જોવા મળશે બોલિવૂડ દિવા

    News Continuous Bureau | Mumbai

    Housefull 5: હાઉસફુલ ના અત્યારસુધી 4 ભાગ આવી ચુક્યા છે. હવે આ ફિલ્મ નો પાંચમો ભાગ હાઉસફુલ 5 આવી રહ્યો છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલા ના બેનર હેઠળ બનનારી આ ફિલ્મ માટે અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન ના નામ સામે આવી ચુક્યા છે. હવે આ ફિલ્મ ની લીડ અભિનેત્રી નું નામ સામે આવ્યું છે. 

    આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: ગોલી બાદ શું તારક મહેતા ના વધુ એક કલાકારે કહ્યું શો ને અલવિદા, લેટેસ્ટ એપિસોડ બાદ થી ચર્ચા નું બજાર થયું ગરમ

    હાઉસફુલ 5 માં જેકલીન ની થઇ એન્ટ્રી 

    મીડિયા રિપોર્ટ મુજબ હાઉસફુલ 5′માં જેકલીન ફર્નાન્ડિસનું નામ સામે આવ્યું છે. અભિનેત્રી ફરી એકવાર હાઉસફુલ ફ્રેન્ચાઇઝી નો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત લાગે છે. જેકલીન અગાઉ હાઉસફુલ 3 માં જોવા મળી હતી. 

    View this post on Instagram

    A post shared by Pinkvilla (@pinkvilla)

    હાઉસફુલ 5′નું નિર્દેશન તરુણ મનસુખાની કરી રહ્યા છે. આ ફિલ્મ જૂન 2025 માં રિલીઝ થશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Riteish deshmukh: ભરી સભામાં પિતા વિલાસરાવ દેશમુખ ને યાદ કરી ખૂબ રડ્યો રિતેશ દેશમુખ, અભિનેતા એ માન્યો આ વ્યક્તિ નો આભાર

    Riteish deshmukh: ભરી સભામાં પિતા વિલાસરાવ દેશમુખ ને યાદ કરી ખૂબ રડ્યો રિતેશ દેશમુખ, અભિનેતા એ માન્યો આ વ્યક્તિ નો આભાર

    News Continuous Bureau | Mumbai 

    Riteish deshmukh:  બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ તેના સ્વર્ગસ્થ પિતા અને મહારાષ્ટ્ર ના મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખ ની પ્રતિમા ના અનાવરણ માં હાજરી આપવા માટે લાતુર પહોંચ્યો હતો. આ દરમિયાન તે સ્ટેજ પર ભાષણ આપતી વખતે તેના પિતા ને યાદ કરી ને ભાવુક થઇ ગયો હતો આ દરમિયાન લાતુર ના કોંગ્રેસના ધારાસભ્ય અને તેમના મોટા ભાઈ અમિત દેશમુખે તેને સાંત્વના આપી હતી. 

    આ સમાચાર પણ વાંચો : Jhalak dikhlaja 11: રુહાન ને જન્મ આપ્યા બાદ પહેલીવાર પતિ શોએબ સાથે દીપિકા કક્કરે કર્યું પરફોર્મ, બંને નો ડાન્સ જોઈ મલાઈકા અને ફરાહ થયા ભાવુક

    રિતેશ દેશમુખ પિતા ને યાદ કરી ભાવુક થયો 

    રિતેશ તેના સ્વર્ગસ્થ પિતા ને યાદ કરી ભાવુક થયો ગયો હતો તેને ભરેલા ગળા સાથે કહ્યું, ‘મારા પિતાને ગુજરી ગયાને 12 વર્ષ થયા છે, ક્યારેક પીડા બહાર આવે છે. તે હંમેશા ચમકતા હતા અને આજે પણ ઝળકે છે અને આ ચમક ક્યારેય ઓછી નહીં થાય. તે હંમેશા મજબૂત રહે જેથી અમે, તેના બાળકો, અમારી છાતી ઉંચી રાખીને ઊભા રહી શકીએ. જો કે આજે તેઓ શારીરિક રીતે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો પ્રેમ હંમેશા રહેશે.’ આ ઉપરાંત રિતેશ દેશમુખે તેના કાકા દિલીપ દેશમુખનો આભાર માનતા કહ્યું કે, મેં આ વાત મારા કાકાને ક્યારેય નથી કહી, પરંતુ આજે હું તેમને બધાની સામે કહેવા માંગુ છું કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું. આ મંચ કાકા અને તેના વચ્ચેના આદર્શ સંબંધનું ઉદાહરણ દર્શાવે છે.’ તેમજ રિતેશે તેના ભાઈ અમિતને કહ્યું કે ‘લાતુર અને મહારાષ્ટ્રના લોકોને તેની પાસેથી ઘણી અપેક્ષાઓ છે.’

    તમને જણાવી દઈએ કે વિલાસરાવ દેશમુખ નો જન્મ લાતુર માં થયો હતો. તેઓ  મહારાષ્ટ્રના બે વખતના મુખ્ય પ્રધાન હતા. 14 ઓગસ્ટ 2012ના રોજ તેમનું અવસાન થયું હતું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Riteish Deshmukh: 17 ડિસેમ્બર 1978માં જન્મેલા રિતેશ વિલાસરાવ દેશમુખ એક ભારતીય અભિનેતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ફિલ્મ નિર્માતા છે.

    Riteish Deshmukh: 17 ડિસેમ્બર 1978માં જન્મેલા રિતેશ વિલાસરાવ દેશમુખ એક ભારતીય અભિનેતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ફિલ્મ નિર્માતા છે.

    News Continuous Bureau | Mumbai 

    Riteish Deshmukh: 17 ડિસેમ્બર 1978માં જન્મેલા રિતેશ વિલાસરાવ દેશમુખ એક ભારતીય અભિનેતા, ટેલિવિઝન પ્રસ્તુતકર્તા અને ફિલ્મ નિર્માતા છે. તેઓ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર છે. તે હિન્દી અને મરાઠી સિનેમામાં કામ કરે છે. તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં 60 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.