• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rjd - Page 3
Tag:

rjd

Bihar Caste Census: Patna High Court rejects application for stay on Caste census
રાજ્ય

લાલુની પાર્ટી સાથે જોડાતા જ નીતીશકુમાર ફોર્મ માં આવ્યા- લોકસભાની 2024 ની ચૂંટણી વિશે આ નિવેદન આપ્યું

by Dr. Mayur Parikh August 12, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહારમાં(Bihar) એકવાર ફરીથી સત્તા પરિવર્તન(Power shift) થઈ ગયું છે. જો કે આ એક એવું સત્તા પરિવર્તન છે કે મુખ્યમંત્રી(CM) તો એના એજ રહ્યા એટલે કે નીતીશકુમાર (Nitish Kumar) પરંતુ અન્ય પાત્રો બદલાઈ ગયા છે. નીતિશકુમારે ભાજપને(BJP) મોટો ઝટકો આપતા ગઠબંધન તોડી નાખ્યું અને હવે લાલુ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav') પાર્ટી આરજેડી(RJD) સાથે મળીને સરકાર બનાવી લીધી. આજે તેમણે આઠમી વાર સીએમ પદના શપથ લીધા. આરજેડી નેતા તેજસ્વી યાદવે(Tejashwi Yadav) ડેપ્યુટી સીએમ પદના શપથ લીધા. 

નીતિશકુમારે આઠમી વાર બિહારના સીએમ પદના શપથ લીધા. શપથ ગ્રહણ(Oath taking) બાદ નીતિશકુમારે રાજ ભવનમાં(Raj Bhavan) મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેઓ ભાજપ પ્રત્યે કડક તેવર અપનાવતા જાેવા મળ્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં(Lok Sabha Elections) વિપક્ષ તરફથી પીએમ પદના ઉમેદવાર(PM candidate) હશે તો તેમણે જવાબમાં મોટું નિવેદન આપ્યું. પહેલા તો તેમણે કહ્યું કે અમારી એવી કોઈ દાવેદારી નથી. પરંતુ આગળ જે કહ્યું તે બધાને વિચારતા કરી નાખે તેવું છે. 

આ સમાચાર પણ વાંચો : બસ હવે છેલ્લી 15 દિવસની તક-શિવસેનાએ જે કહેવાનું હોય તે બધું લખીને આપવું પડશે

નીતિશકુમારે કહ્યું કે અમારી કોઈ પણ પદ માટે કોઈ દાવેદારી નથી. પરંતુ જે ૨૦૧૪માં આવ્યા તેઓ ૨૦૨૪ બાદ રહી શકશે કે નહીં? એટલે કે તેમણે હાલની કેન્દ્ર સરકાર(Central Government ) અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની(Prime Minister Narendra Modi) ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જીત ઉપર સવાલ ઉભા કરી દીધા છે. બિહારના સીએમ નીતીશ કુમારનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું ગણવામાં આવી રહ્યું છે કે તેઓ સામાન્ય રીતે આ પ્રકારના નિવેદનોથી અંતર જાળવે છે. આ સાથે જ ૨૦૧૩માં જ્યારે નરેન્દ્ર મોદીને ભાજપનો ચહેરો જાહેર કરાયા હતા ત્યારથી નીતિશ કુમાર સાથે ભાજપના સંબંધ સારા નથી. નીતિશે પહેલા પણ ભાજપ સાથે આ મુદ્દે જ ગઠબંધન તોડ્યું હતું.  

હવે જ્યારે નીતિશકુમારે એકવાર ફરીથી ભાજપ સાથે અંતર જાળવ્યું છે તો તેમણે નામ લીધા વગર પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. નીતિશકુમારના વિરોધીઓ સતત તેમના પર પીએમ પદ માટે દાવેદારીની મહત્વકાંક્ષા હોવાનો આરોપ પણ લગાવતા રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : બિહારમાં સત્તા પરિવર્તન પછી શરદ પવાર ફોર્મમાં- નિતેશકુમાર ને બિરદાવ્યા

August 12, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

નિતેશકુમાર ની સમય સૂચકતા- શરદ પવાર અને નિતેશકુમાર વચ્ચે સામ્યતા છે- આ છે કારણ

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર બાદ હવે બિહારમાં રાજકીય ઘમાસાણ પરાકાષ્ઠાએ છે. મહારાષ્ટ્રમાં જે જોવા મળ્યું બરાબર એવું જ બિહારમાં પણ થવાનું હતું. પરંતુ ફરક એ રહ્યો કે આ સંભવિત ગેમને ઉદ્ધવ ઠાકરે સમજવામાં નિષ્ફળ રહ્યા પરંતુ નીતિશકુમારે પહેલા જ સૂંઘી લીધી. બિહારના રાજકારણમાં સંભવિત ઉથલપાથલનો ખેલ જેવો નીતિશકુમારને ધ્યાનમાં આવ્યો કે તેમણે આરસીપી માટે ફિલ્ડિંગ લગાવી દીધી. હવે આ સમગ્ર મામલો વિસ્તારથી સમજાે.

આરસીપી સિંહ થોડા દિવસ પહેલા નાલંદા પહોંચ્યા હતા જ્યાં 'હમારા મુખ્યમંત્રી આરસીપી જેસા હો' ના નારા લાગ્યા હતા. આ પ્રકરણ બાદથી જ જેડીયુએ તેમને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. આરસીપી સિંહ પાર્ટી માટે એકનાથ શિંદે સાબિત થાય તે પહેલા જ તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડી દેવાયો. આરસીપી સિંહે પાર્ટી જેડીયુમાંથી રાજીનામું તો આપી દીધુ પરંતુ આ સ્થિતિ કેમ અને કેવી રીતે તૈયાર થઈ એ પણ જાણવું જરૂરી છે. આ સ્ક્રિપ્ટ થોડા મહિના પહેલા જ લખાઈ હતી. જ્યારે તેઓ મુખ્યમંત્રી નીતિશકુમાર સાથે રહીને તેમના સૌથી ખાસ લોકોમાંથી એક બની રહ્યા. પરંતુ જેવું નીતિશકુમારે આરસીપીને 'પાવર ઓફ એટોર્ની' આપી કે તેઓ હાથમાંથી ગયા. જે કેન્દ્રની સરકારમાં સંખ્યાના આધાર પર નીતિશકુમાર સામેલ ન થયા. જનતા દળ યુનાઈટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આરસીપીએ પોતાને કેન્દ્રમાં સંપૂર્ણ રીતે સેટ કરી લીધા અને અહીંથી નીતિશકુમાર અને આરસીપીના રસ્તા અલગ થઈ ગયા.  

આ સમાચાર પણ વાંચો : બિહારી બાબુ નિતેશકુમાર પાસે 164 ધારાસભ્યો નું સમર્થન- પણ શી રીતે- જાણો અહીં

આરસીપી સિંહ મંત્રી બન્યા બાદ દિલ્હી જતા પટણામાં લલન સિંહ અને ઉપેન્દ્ર કુશવાહા નીતિશકુમાર માટે આંખ અને કાન બની ગયા. આવામાં જ્યારે યુપી ચૂંટણી આવી તો તે સમયે આરસીપી સિંહને ભાજપ સાથે ગઠબંધન કરવાની જવાબદારી સોંપાઈ જેમાં તેઓ નિષ્ફળ ગયા. જેની નીતિશકુમાર પર ઊંડી અસર પડી. બીજી બાજુ જાતીય વસ્તી ગણતરી, જનસંખ્યા નિયંત્રણ પર જેડીયુ અને નીતિશકુમારના કરતા અલગ થઈ આરસીપી સિંહ ભાજપની ભાષા બોલવા લાગ્યા હતા. આવામાં નીતિશકુમારને આરસીપી સિંહ ખટકવા લાગ્યા હતા.  આરસીપી સિંહનો રાજ્યસભામાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો ત્યારે જેડીયુએ તેમને ફરીથી ટિકિટ આપી નહીં. તેમની જગ્યાએ ઝારખંડના ખીરુ મહતોને રાજ્યસભા સાંસદ બનાવી દીધા. આવામાં આરસીપી સંસદ સભ્ય વગર દોઢ મહિના સુધી કેન્દ્રમાં મંત્રી તો રહ્યા પરંતુ આખરે તેમણે જુલાઈમાં રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ તેમની પાસેથી પટણાનું ઘર પણ છીનવી લેવાયું. તેઓ તેમના પૈતૃક ઘર નાલંદાના મુસ્તફાપુરમાં જઈને રહેવા લાગ્યા અને આ દરમિયાન તેઓ અનેક રાજકીય કાર્યક્રમોમાં પણ જવા લાગ્યા.

તો બીજી બાજુ નીતિશકુમાર સુધી એ વાત પહોંચવા લાગી કે આરસીપી સિંહ પાર્ટીને તોડવાની કોશિશમાં લાગ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આરસીપી સિંહ બિહારમાં 'મહારાષ્ટ્રવાળી ગેમ' કરવાની ફિરાકમાં હતા. પરંતુ આ ખેલનો સમગ્ર પ્લોટ પહેલા જ લિક થઈ ગયો અને 'ઓપરેશન આરસીપી' શરૂ થઈ ગયું. એનું જ પરિણામ છે કે તેમના વિરુદ્ધ જેડીયુએ અપાર સંપત્તિની નોટિસ બહાર પાડી. આ એજ જેડીયુ છે જેના સર્વેસર્વા આરસીપી સિંહ હતા અને એવું પણ કહેવાય છે કે તેમના આદેશ વગર જેડીયુમાં એક પત્તું પણ હલતું ન હતું. પરંતુ હવે ખુદ જેડીયુએ જ તેમનું પત્તું કાપી નાખ્યું છે અને તેમને સંપૂર્ણ રીતે અલગથલગ કરી નાખ્યા છે.

આ સમાચાર પણ વાંચો : બિહારી બાબુ નિતેશકુમાર પાસે 164 ધારાસભ્યો નું સમર્થન- પણ શી રીતે- જાણો અહીં

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

બિહારી બાબુ નિતેશકુમાર પાસે 164 ધારાસભ્યો નું સમર્થન- પણ શી રીતે- જાણો અહીં

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ કુમારે રાજ્યપાલને 7 પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો છે.

મહાગઠબંધનમાં કુલ સાત પાર્ટીઓમાં જેડીયૂ, આરજેડી, કોંગ્રેસ, હમ, લેફ્ટ સહિત બે અન્ય પાર્ટીઓ સામેલ છે. 

આ મહાગઠબંધનવાળી સરકારમાં જેડીયૂ અને આરજેડી કોટામાંથી 14-14 મંત્રી બનાવામાં આવશે. તો વળી સાત મંત્રી અન્ય પાર્ટીઓના હશે. 

ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે ચાર વાગ્યે પટણામાં નીતીશકુમાર રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ભાજપનો સાથ છોડ્યા પછી ફરી એક વખત આ તારીખે ફરી મુખ્યમંત્રી પદની શપથ લેશે નિતેશ કુમાર

by Dr. Mayur Parikh August 10, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

બુધવારે 10 ઓગસ્ટ એટલે કે આજે બપોરે બે વાગે નીતિશ કુમાર 8મી વાર મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. 

સાથે આરજેડી નેતા તેજસ્વી યાદવ બીજી વાર ડેપ્યુટી સીએમના શપથ લેશે

ઉલ્લેખનીય છે કે મંગળવારે નીતિશ કુમારે રાજ્યપાલ ફાગૂ ચૌહાણને મળીને પોતાનું રાજીનામું સોંપ્યુ, સાથે જ રાજ્યપાલને 164 ધારાસભ્યોના સમર્થવાળો પત્ર પણ સોંપ્યો હતો

 

August 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ ટૂંક સમયમાં સારવાર માટે જઈ શકશે સિંગાપુર- કોર્ટે આપી દીધી આ મંજૂરી- જાણો વિગતે 

by Dr. Mayur Parikh August 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau|Mumbai.

પટના હાઈકોર્ટે(Patna Highcourt) રાષ્ટ્રીય જનતા દળ(RJD chief)ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ને મોટી રાહત આપી છે. 

હવે તે પોતાની સારવાર માટે સિંગાપુર(Singapore) જઈ શકે છે. 

સીબીઆઈ કોર્ટે(CBI court) તેમને સિંગાપોર જવા માટે પાસપોર્ટ રીન્યુ(Passport renew) કરવાની મંજૂરી આપી છે.

લાલુ પ્રસાદ યાદવ છેલ્લા એક વર્ષથી સિંગાપોરના એક ડોક્ટરના સંપર્કમાં છે.

ગયા વર્ષે નવેમ્બરમાં પણ એવી ચર્ચા હતી કે તે, સિંગાપોરમાં પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી શકે છે. 

ઉલ્લેખનીય છે કે લાલુ ઘણી બીમારીઓથી પીડિત છે, જેમાં તેમને સૌથી મોટી સમસ્યા ટાઈપ-2 ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર છે. 

આ સમાચાર પણ વાંચો : 5G સ્પેક્ટ્રમની હરાજી પૂર્ણ-આ ટેલિકોમ કંપનીનો હાથ ઉપર રહ્યો- સરકારને થઈ અધધ કમાણી

August 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

દમ લગા કે હૈશા- જાડાપણા સંદર્ભે વડાપ્રધાનની ટકોર પછી આ નેતાએ વજન ઘટાડવાનું શરૂ કર્યું- જુઓ વિડીયો

by Dr. Mayur Parikh July 27, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Prime minister Narendra Modi)એ રાષ્ટ્રીય જનતા દળ(Rashtriya Janta Dal-RJD)ના પ્રમુખ તેજસ્વી યાદવ(Tejasvi Yadav)ને વજન ઘટાડવા(wieght loss)ની સલાહ આપી હતી. બિહાર વિધાનસભા શતાબ્દી સમારોહના સમાપન પર પટના(Patna)માં પીએમ મોદીએ લાલૂ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ના પુત્રને આ સલાહ આપી હતી. પીએમ મોદીએ તેજસ્વી યાદવને જોઈને કહ્યુ કે થોડું વજન ઓછું કરો. હવે લાગે છે કે તેજસ્વીએ પણ પીએમ મોદીની આ સલાહ માની લીધી છે.

 

उसे गुमाँ है कि हमारी उड़ान कुछ कम है
हमें यक़ीं है कि ये आसमान कुछ कम है।
pic.twitter.com/wFLapFHl19

— Rashtriya Janata Dal (@RJDforIndia) July 25, 2022

આરજેડી(RJD) નેતા તેજસ્વી યાદવ(Tejasvi Yadav)નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે વર્કઆઉટ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેજસ્વી યાદવ જીપ(Jeep)ને ધક્કો મારી રહ્યાં છે. આ વીડિયોને આરજેડીએ ટ્‌વીટ કર્યો છે. પાર્ટીએ લખ્યું- 'ઉસે ગુમાં હૈ કિ હમારી ઉડાન કુછ કમ હૈ, હમેં યકીં હૈ કિ યે આસમાન કુછ કમ હૈ.' 

આ સમાચાર પણ વાંચો : લોકડાઉન દરમિયાન કાયદાનો ભંગ કરનારા લોકો સંદર્ભે દિલ્હીમાં આ પગલાં લેવાયા

આ પહેલા તેજસ્વી યાદવે ક્રિકેટ (Cricket) રમતો વીડિયો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું- જિંદગી હોય કે રમતનું મેદાન, હંમેશા જીતવા માટે રમવુ જાેઈએ. જેટલી વધુ તમે મગજમાં યોજના બનાવો છો, એટલું સારું તમે મેદાનમાં પ્રદર્શન કરો છો. ઘણા લાંબા સમય બાદ બેટ-બોલ હાથમાં લીધા. આ ત્યારે વધુ સંતોષજનક થઈ જાય છે જ્યારે ડ્રાઈવર, રસોઈયા, સ્વીપર, માલી, ગૌરક્ષક અને દેખભાળ કરનાર બધા મહત્વપૂર્ણ સહયોગી મેદાનમાં તમારા સાથી ખેલાડી હોય તથા તમને હિટ અને બોલ આઉટ કરવા માટે ઉત્સુક હોય. 

બિહાર વિધાનસભા(Bihar Assembly)ના શતાબ્દી સમારોહના અંતિમ દિવસે પટના પહોંચેલા પીએમ મોદીએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કાર્યક્રમની સમાપ્તિ પર તેજસ્વી યાદવ તરફ જોઈ પીએમ મોદીએ પહેલા પિતા લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને પછી કહ્યુ કે, તમારૂ વજન થોડુ ઓછુ કરો. પીએમ મોદીની તેજસ્વી યાદવને આપવામાં આવેલી સલાહ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.

July 27, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની હાલત ગંભીર-શરીરનું હલન ચલન બંધ-રાબડીદેવીએ કરી આ ભાવુક અપીલ

by Dr. Mayur Parikh July 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની(Lalu Prasad Yadav) હાલત અતિ નાજુક બની છે

મીડિયા રિપોર્ટ મુજબ તેમના શરીરનું તમામ હલન-ચલન બંધ થયું છે તથા તેઓ હવે પુરી રીતે કોમા જેવી સ્થિતિમાં છે.

તેમના પુત્ર તથા રાજદ વડા શ્રી તેજસ્વી યાદવે(Mr. Tejaswi Yadav) જણાવ્યું હતું કે તેમના પિતાની હાલત અત્યંત નાજુક છે.

રાબડી દેવીએ(Rabri Devi) તેમના પતિના સ્વાસ્થ્ય(Health) માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરવા સૌને અપીલ કરી છે. 
 
ગઈકાલે રાતે તેમને એર એમ્બ્યુલન્સ(Air ambulance) દ્વારા દિલ્હી AIIMSમાં ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  ઉદ્ધવ ઠાકરેને વધુ એક મરણતોલ ફટકો- આ શહેરમાં શિવેસનાના તમામ નગરસેવક શિંદેના ગ્રુપમાં જોડાઈ ગયા-જાણો વિગત

July 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાલુ પ્રસાદ યાદવે ફોર્મ ભર્યું- મુંબઈના અંધેરીમાં રહેતા બે વ્યક્તિઓ પણ મેદાનમાં

by Dr. Mayur Parikh June 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દેશમાં 18 જુલાઈના યોજાઈ રહેલી ચૂંટણી(Elections) માટે નોમિનેશન(Nomination) દાખલ કરવાના પહેલા જ દિવસે 11 ઉમેદવારોએ નામાંકન ભર્યા હતા. જેમાં નવાઈ લાગે એમ લાલુ પ્રસાદ યાદવે(Lalu Prasad Yadav) પણ ઉમેદવારી નોંધાવી છે. જોકે આ લાલુ પ્રસાદ રાષ્ટ્રીય જનતા દળના(Rashtriya Janata Dal) નેતા નથી પણ સામાન્ય વ્યક્તિ છે. તો અંધેરીની બે વ્યક્તિ પણ રાષ્ટ્રપતિના પદ(President post) માટે ઉમેદવારી નોંધાવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન બહાર પાડવાની સાથે જ નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાંથી એક ઉમેદવારનું નામાંકન રદ થયું છે. 

અહીં ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ન તો બીજેપીની(BJP) આગેવાની હેઠળના NDAએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે અને ન તો કોંગ્રેસના(Congress) નેતૃત્વવાળી UPAએ પોતાની તરફથી કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.

પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીની (Chief Minister Mamata Banerjee) અપીલ પર બુધવારે ઘણા રાજકીય પક્ષોના(political parties) નેતાઓએ દિલ્હીમાં બેઠક યોજી હતી, પરંતુ આ મોરચો પણ કોઈ ચોક્કસ નામ નક્કી કરી શક્યું નહોતું.

આ સમાચાર પણ વાંચો : 4G કરતા 10 ગણી વધશે સ્પીડ- 5G સ્પેક્ટ્રમની હરાજીને મળી કેબિનેટની મંજૂરી- જાણો કયા મહિનાથી શરૂ થશે 5જી ઇન્ટરનેટ સર્વિસ

મમતા બેનર્જીએ મહાત્મા ગાંધીના પ્રપૌત્ર(Great grandson of Mahatma Gandhi) અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ(Former Governor) ગોપાલ કૃષ્ણ ગાંધી(Gopal Krishna Gandhi) અને નેશનલ કોન્ફરન્સના(National Conference) નેતા ફારૂક અબ્દુલ્લાના (Farooq Abdullah) નામ આગળ કર્યા છે. અગાઉ એનસીપીના વડા(NCP Chief) શરદ પવારે(Sharad Pawar) રાષ્ટ્રપતિ પદ માટે  ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચુક્યા છે. 

રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશનની છેલ્લી તારીખ 29 જૂન છે. બુધવારે ઉમેદવારી નોંધાવનારા 11 પૈકી 1નું નામાંકન(Nomination) રદ થયું છે. તેથી અત્યાર સુધી 10 ઉમેદવારો મેદાનમાં છે.

રાષ્ટ્રપતિ પદ માટે રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ નું નામ ધરાવતા બિહારના સરનના લાલુ પ્રસાદ યાદવે ઉમેદવારી નોંધાવી છે. તો પહેલી વખત પતી-પત્નીની જોડીએ પણ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી દાખલ કરી છે. મુંબઈના અંધેરી વિસ્તારના મોહમ્મદ એ. હમીદ પટેલ અને તેમના પત્ની  સાયરા બાનો મોહમ્મદ પટેલે બુધવારે નામાંકન ભર્યું હતું. દિલ્હીના મોતીનગરના બિઝનેસમેન જીવન કુમાર મિત્તલે ઉમેદવારી નોંધાવી છે, જેઓ અગાઉ 2012 અને 2017માં ઉમેદવાર રહી ચૂક્યા છે. એ સિવાય ડૉ. કે. પદ્મરાજન (ડૉ. કે. પદ્મરાજન) રામનગરા, સીલમ, તમિલનાડુ, ટી. રમેશ સેલ્લાપ્પામપટ્ટી, નમક્કલ, તમિલનાડુ, શ્યામ નંદન પ્રસાદ મોકામા, બિહાર, પ્રો. ડૉ. દયાશંકર અગ્રવાલ (પ્રો. ડૉ. દયાશંકર અગ્રવાલ) જીટીબી નગર, દિલ્હી, ઓમ પ્રકાશ ખરબંદા નવીન શાહદરા, દિલ્હી,  એ. મનીથન (A. Manithan) અગ્રહરામ, તિરુપત્તુર, તમિલનાડુ. ડો. મંડતી તિરુપતિ રેડ્ડી માર્કાપુરર, આંધ્રપ્રદેશએ ઉમેદવારી નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : આરોગ્ય મંત્રીએ ચેતવ્યા-ખતમ નથી થયો કોરોના- બાળકોની વેક્સીન પર કરો ફોકસ

 

June 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

RJDનો માસ્ટર સ્ટ્રોક-પાર્ટી કપડા ધોતી આ મહિલાને વિધાન પરિષદમાં મોકલશે- MLC ઉમેદવારોના નામ જાહેર કર્યા

by Dr. Mayur Parikh May 31, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

રાજ્યસભા(Rajya Sabha) બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ વિધાન પરિષદના(Legislative Council) ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે.

પાર્ટીએ યુવા આરજેડી પ્રમુખ(RJD President) મોહમ્મદ કારી સોહેબ(Mohammad qari Sohaib), મહિલા સેલના(women's cell) રાજ્ય મહાસચિવ(Secretary General of State) મુન્ની દેવી(Munni Devi) અને અશોક કુમાર પાંડેને(Ashok Kumar Pandey) તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. 

આ ત્રણ ઉમેદવારોની જાહેરાતમાં સૌથી ચોંકાવનારું નામ મુન્ની દેવી ઉર્ફે મુન્ની રજકનું(Munni Rajak) છે પટણામાં(Patna) લોન્ડ્રીનું(laundry) કામ કરે છે 

ઉલ્લેખનીય છે કે મુન્ની દેવી નાલંદા બખ્તિયારપુરની(Nalanda Bakhtiyarpur) રહેવાસી છે, જે રજત સમુદાયમાંથી આવે છે.

આ સમાચાર પણ વાંચો : હચમચાવી નાંખનારી ઘટના- મહારાષ્ટ્ર્ના આ જિલ્લામાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ પોતાના 6 સંતાનોને કૂવામાં ફેંક્યા -તમામના મોત

May 31, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ લંડનમાં.. નિતીશે પોતાના તમામ ધારાસભ્યોન પટના બોલાવ્યા. તો શું બિહારમાં મોટી રમત રમાઈ રહી છે? જાણો આટા-પાટા..

by Dr. Mayur Parikh May 24, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બિહારના(Bihar) મુખ્ય પ્રધાન(Chief Minister) નીતીશ કુમારે(Nitish Kumar) પોતાના તમામ ધારાસભ્યોને(MLAs) પટનામાં બોલાવ્યા છે. એટલું જ નહીં પણ 72 કલાક ત્યાં જ રહેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. બિહારમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નીતીશ કુમાર કોઈ મોટુ રાજકીય પગલું લેવાના છે.

બિહારમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નીતીશ કુમાર ફરી એક વખત રાષ્ટ્રીય જનતા (RJD) દળ સાથે સરકાર બનાવવા બાબતે કોઈ નિર્ણય લઈ શકે છે. RJD નેતા તેજસ્વી યાદવ(Tejaswi Yadav) કોઈ કાર્યક્રમમાં ભાગ લેવા માટે લંડનમાં ગયા છે. અહીં ઉલ્લેખનીય છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ હાલ લંડનમાં છે.

તેજસ્વી યાદવ લંડનથી પાછા આવવાની સાથે  જ નીતીશ કુમાર કોઈ મોટો નિર્ણય લેશે એવું માનવામાં આવે છે. એટલે જ તેઓએ તેજસ્વી યાદવના આવવા પહેલા પોતાના તમામ ધારાસભ્યોને પટના બોલાવી લીધા છે.

આ સમાચાર પણ વાંચો :  હવે જ્ઞાનવાપી મસ્જિદ પર આ તારીખના આવશે ચુકાદો, સર્વે રિપોર્ટ પર જિલ્લા કોર્ટે બંને પક્ષકારો મગાવ્યા વાંધા 

ચર્ચા મુજબ બિહારમાં રાજકીય સમીકરણો(Political equations) બદલવાના પાછળ બિહારમાં જોવા મળેલા ધટનાક્રમને મોટું કારણ માનવામાં આવે છે. જેમાં નીતીશના JDU  અને લાલુનો RJD બંને જાતિ આધારિત મતગણના કરાવવા માટે સહમત થયા છે. જ્યારે JDUનો સાથી પક્ષ ભાજપ(BJP) તે માટે તૈયાર નથી. છતાં નીતીશકુમાર તેના પર મક્કમ રહ્યા છે. એ સિવાય નીતીશ કુમાર પરોક્ષ રૂપે લાલુ પ્રસાદ(Lalu Prasad) પરિવાર પર સીબીઆઈએ(CBI) મારેલા છાપાને લઈને પોતાના હાથ ઉપર કરી દીધા છે  અને તે માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે. એટલું જ નહીં પણ થોડા સમય પહેલા જ તેજસ્વી યાદવ અને નીતીશ કુમાર બંનેએ એકબીજાની ઈફ્તાર પાર્ટીમાં પણ હાજરી પુરાવી હતી. જે નવા સમીકરણોનો સંકેત આપી રહ્યા હોવાનું કહેવાય છે.

એટલું જ નહીં પણ નીતીશ કુમારના JDU ક્વોટાથી કેન્દ્ર સરકારમાં(Central Government) મંત્રી આરસીપી સિંહની(RCP Singh) રાજ્યસભાની મેમ્બરશીપને(Rajya Sabha membership) લઈને મોં બંધ રાખ્યું છે, તેને જોતા એવું જણાય છે કે JDU કેન્દ્રમાં ભાજપની સરકારથી અલગ થવાનું વિચારી રહી છે.

May 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક