• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rjd - Page 4
Tag:

rjd

મુંબઈ

મુંબઈ કોંગ્રેસનો આ મંત્રી લાલુ પ્રસાદ યાદવના રસ્તે ચાલ્યો. મળી શકે છે બિહારથી રાજ્યસભાની ટિકિટ.. કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ… જાણો વિગતે

by Dr. Mayur Parikh May 24, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસમાં(Congress) ગળતર લાગ્યું છે. એક પછી એક નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને બીજા પક્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસને મુંબઈમાં(Mumbai) મોટો ફટકો પડે એવી શક્યતા છે. કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી(Former Minister of Maharashtra) બાબા સિદ્દીકી(Baba Siddiqui) બિહારમાંથી(Bihar) રાજ્ય સભા(Rajya Sabha) માં જવાની તૈયારીમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ લાલુ પ્રસાદની રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના રાજ્ય સભાના ઉમેદવાર બનશે એવું માનવામાં છે.

મુંબઈના અગ્રણી કોંગ્રેસી નેતા બાબા સિદ્દીકી મુસ્લિમ સમાજમાં(Muslim society) સારું જોર ધરાવે છે. તેઓ જો કોંગ્રેસથી છૂટા પડે છે તો પક્ષને મોટો ફટકો પડી શકે છે. જો તે RJDની ઓફર સ્વીકારે છે તો રાજ્યસભામાં મુંબઈથી બિહાર માટેના તેઓ પહેલા ઉમેદવાર બની જશે.

આ સમાચાર પણ વાંચો :  લોકોના સારા પ્રતિસાદને પગલે મુંબઈના દાદર વિસ્તારમાં હવે શહેરવાસીઓ માટે ખુલ્યું બીજું વેલેટ પાર્કિંગ..જાણો વિગતે…

જોકે બાબા સિદ્દીકીએ તેમને બિહારથી ઉમેદવારી મળી રહી હોવાનો વાતનો સ્વીકાર કર્યો નહોતો. કોંગ્રેસના નેતા કહેવા મુજબ લાલુ પ્રસાદની(Lalu Prasad) મોટી દીકરી મિસા ભારતી RJDની પહેલી ઉમેદવાર છે. તો બીજી સીટ માટે લોબિંગ ચાલી રહ્યું છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ(Kapil Sibal) અને બાબા સિદ્દીકી નું નામ તેમાં અગ્રેસર બોલાઈ રહ્યું છે.

બાબા સિદ્દીકી બાંદરાથી સતત ત્રણ વખત વિધાનસભામાં(Assembly) ગયા છે. 1999, 2004 અને 2009ની સાલમાં તેઓ ચૂંટાયા હતા. સળંગ બે ટર્મ તેઓ નગરસેવક પણ રહી ચૂક્યા છે. મુંબઈ હાઉસિંગ બોર્ડના(Mumbai Housing Board) તેઓ ચેરમેન પણ રહી ચૂક્યા છે.
 

May 24, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ પર CBIનો સકંજો, આ કેસમાં તપાસ એજન્સીના 15 ઠેકાણે દરોડા.. જાણો વિગતે  

by Dr. Mayur Parikh May 20, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર બહાર આવેલા બિહાર(Bhar)ના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav)ની મુશ્કેલી વધી ગઈ છે.

સીબીઆઇ(CBI)એ લાલુ અને તેમની પુત્રી વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન રેલવે ભરતીમાં કથિત અનિયમિતતા બદલ નવો કેસ નોંધ્યો છે.

આ કેસમાં કાર્યવાહી કરતા સીબીઆઈની ટીમ લાલુના પટનાના નિવાસસ્થાન સહિત 15 અલગ-અલગ જગ્યાઓ પર દરોડા(Raid) પાડી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઘાસ ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં ઝારખંડ હાઈકોર્ટે ગયા મહિને 22મી તારીખે લાલુ પ્રસાદ યાદવને જામીન આપ્યા હતા

 

May 20, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવને વધુ એક રાહત, પાંચમા કેસમાં પણ મળી ગયા જામીન

by Dr. Mayur Parikh April 22, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

ઘાસચારા કૌભાંડમાં(ghaschara fraud) આરજેડી(RJD) સુપ્રીમો લાલુ યાદવને(Lalu prasad yadav) વધુ એક રાહત મળી ગઈ છે. 

ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં(Doranda Treasury case) RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને જામીન મળી ગયા છે. 

ઘાસચારા કૌભાંડ સાથે સંબંધિત આ પાંચમો કેસ છે, જેમાં તેમને ઝારખંડ હાઈકોર્ટે(Jharkhand highcourt) જામીન આપ્યા છે. 

જોકે સીબીઆઈએ(CBI) જામીન આપવાનો સખત વિરોધ કર્યો હતો.

આરજેડી ચીફના(RJD chief) વકીલે કહ્યું કે તેમને આ આધાર પર જામીન આપવામાં આવ્યા છે કે તેમણે અડધી સજા ભોગવી છે અને તેમની તબિયત ખરાબ છે. તેઓ ટૂંક સમયમાં મુક્ત થશે. 

લાલુ યાદવે 1 લાખ રૂપિયાના બોન્ડ અને દંડ તરીકે 10 લાખ રૂપિયા ભરવા પડશે.

ઉલ્લેખનીય છે કે આરજેડી ચીફ ચારા કૌભાંડ સાથે સંબંધિત ચાર કેસમાં દોષિત ઠર્યા છે અને તેમને જામીન પણ મળી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  વિકાસના નામે ષડયંત્ર. આ રાજ્યમાં 300 વર્ષ જૂના મંદિર પર ફરી વળ્યું બુલડોઝર, કોગ્રેસ સરકાર પર ભડક્યું ભાજપ 

April 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

જાદુ ઓસરી ગયો. આ ચાર રાજ્યોની પાંચ સીટોની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા-સાફ, જાણો ક્યાં કોને મળી જીત

by Dr. Mayur Parikh April 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દેશની એક લોકસભા(Loksabha) અને ચાર વિધાનસભા સીટો(Assembly Seats) પર થયેલી પેટાચૂંટણીમાંથી(petaelection) ચાર સીટોના પરિણામ આવી ગયા છે. 

પ. બંગાળના(West Bengal) આસનસોલ(Asansol) લોકસભા સીટથી તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના શત્રુઘ્ન સિંહા(shatrughan sinha) અને બાલીગંજ(Baliganj) વિધાનસભા સીટથી બાબુલ સીપ્રીયોની(babul supriyo) જીત થઇ છે. 

મહારાષ્ટ્રના કોલ્હાપુર(kolhapur) ઉત્તર વિધાનસભા સીટથી કોંગ્રેસના(congress) ઉમેદવાર જયશ્રી જાધવે(Jayshree jadhav) જીત મેળવી છે. 

બિહારના(bihar) બોચહાં(bochaha ) સીટથી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ઉમેદવાર અમર પાસવાને જીત મેળવી છે. 

આ ઉપરાંત છત્તીસગઢના ખૈરાગઢ વિધાનસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર યશોદા વર્માએ જીત મેળવી છે. 
આમ ચારેય રાજ્યોમાં ભાજપના(bjp) ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. 

નોંધનીય છે કે ચાર રાજ્યોની પાંચ સીટો પર પેટાચૂંટણી માટે 12મી એપ્રિલે મતદાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો :  પ.બંગાળની પેટાચૂંટણીમાં દીદીનો દબદબો યથાવત, ભાજપના સૂપડા સાફ. શત્રુઘ્ન સિંહા ફરી એક વખત લોકસભામાં પ્રવેશ કરે તેવી શક્યતા..

April 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સંસદમાં 20 વર્ષ પછી અચાનક ગુંજ્યો ગોધરા કાંડનો મુદ્દો, RJD સુપ્રીમો લાલુ પ્રસાદ પર થયા આ આક્ષેપ; જાણો શું સમગ્ર મામલો 

by Dr. Mayur Parikh April 8, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

વર્ષ 2002માં થયેલો ગોધરા કાંડ અ્ને એ પછીના તોફાનો હજી પણ લોકોને યાદ છે. જોકે બુધવારે સંસદમાં અચાનક જ ગોધરા કાંડનો મુદ્દો પાછો ઉછળ્યો હતો. હકીકતમાં ગુનેગારોની ઓળખ કરવાના એક બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ બૃજલાલે ગોધરા કાંડનો મુદ્દો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઘટનાની તપાસ માટે સપ્ટેમ્બર 2004માં તત્કાલિન રેલ્વે મંત્રી લાલુ પ્રસાદ યાદવ દ્વારા UC બેનર્જી કમિશનની રચના પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે તેમણે કહ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટ તરફથી નિયુક્ત પૂર્વ ન્યાયાધીશની કમિટી તપાસ કરી રહી હોવા છતા લાલુ પ્રસાદ યાદવે રેલવે મંત્રી તરીકે એક નવી કમિટી બનાવી દીધી હતી.  આ કમિટીએ રિપોર્ટ આપ્યો હતો અને કહ્યુ હતુ કે, ગોધરા કાંડમાં ટ્રેનના ડબ્બામાં અકસ્માતે આગ લાગી હતી અને કોઈએ આગ લગાવી નહોતી. 

આ સાથે બ્રિજલાલે કહ્યું કે ટ્રાયલ કોર્ટે આ કેસમાં 11 દોષિતોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી અને કેટલાક વિરોધ પક્ષો પર આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં, હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી જ્યારે 20 અન્યની અગાઉની આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે દાવો કર્યો કે કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોચમાં સાધુઓ હતા જેઓ નશીલા પદાર્થનું ધૂમ્રપાન કરતા હતા અને આકસ્મિક રીતે આગ લાગી હતી.

આ સમાચાર પણ વાંચો : આટલા વર્ષ માટે સૈન્યમાં ભરતી થઈ દેશસેવા કરવાનું સપનું સાકાર કરી શકાશે, કેન્દ્ર સરકાર લાવી રહી છે આ યોજના. જાણો વિગતે

આટલું બોલતાની સાથે જ સંસદમાં હોબાળો મચી ગયો હતો. આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આવી કોઈ પણ ઘટના પછી ભલે તે કાશ્મીરમાં બની હોય કે ગોધરા કે દિલ્હીમાં, આ માટે આપણે બધા સામૂહિક રીતે જવાબદાર છીએ… તમે આ માટે અન્ય કોઈને દોષી ન ઠેરવી શકો.

તેના જવાબમાં, ગૃહ પ્રધાન અમિત શાહે ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવ પર 2002ના ગોધરા ટ્રેન હત્યાકાંડને અકસ્માત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો હતો, જેના માટે તેમણે(લાલુ પ્રસાદ યાદવે) ઘટનાની તપાસ માટે નવી સમિતિની નિમણૂક કરી હતી. શાહે કહ્યું કે, તત્કાલિન રેલ્વે મંત્રીએ આ ઘટનાને અલગ એન્ગલ આપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ કમિટી થકી આરોપીઓને બચાવવા માટે પ્રયત્ન થયો હતો.

લાલુ પ્રસાદ યાદવનું નામ લીધા વિના શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ભૂતપૂર્વ ન્યાયાધીશ દ્વારા તપાસ ચાલી રહી છે તે હકીકતને જાણતા હોવા છતાં, તેમણે રેલવે એક્ટનો ઉપયોગ કરીને એક નવી સમિતિની નિમણૂક કરી. શાહે કહ્યું, સમિતિએ કહ્યું હતું કે આ એક અકસ્માત હતો અને તેમાં કોઈ કાવતરું નહોતું. તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. 

આ સમાચાર પણ વાંચો : યુદ્ધ અપરાધના આરોપમાં ફસાયું રશિયા. યુએનમાં લાગ્યો મોટો ઝટકો, આ પદથી કરાઈ હાકલપટ્ટી. ભારતે આ નિર્ણાયક પગલું લીધું.  જાણો વિગતે
 

April 8, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, તેમની કિડની માત્ર 13 ટકા કરી રહી છે કામ. આ હોસ્પિટલમાં કરાયા રેફર.. જાણો વિગતે

by Dr. Mayur Parikh March 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત ફરી એકવાર બગડી ગઈ છે.

ઘાસાચારા કૌભાંડમાં દોષિત લાલુ પ્રસાદની લથડતી તબિયતને જોતા તેમને દિલ્હી AIIMSમાં રેફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

લાલુ હાલમાં રાંચીના રિમ્સમાં સારવાર હેઠળ છે. 

મેડિકલ રિપોર્ટ અનુસાર તેમની કિડની અત્યારે માત્ર 13 ટકા જ કામ કરી રહી છે.

સીરમ ક્રિએટિનાઇન 4.6 છે. તેઓ આજે બપોરે 3 વાગે દિલ્હી જવા રવાના થશે.

 આ સમાચાર પણ વાંચો : આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યા, આ ક્રિકેટર હવે રાજ્યસભામાં…

March 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

RJDને મોટો ફટકો, સુપ્રીમો લાલૂ યાદવ આ કેસમાં પર દોષિત સાબિત થયાં; જાણો વિગતે 

by Dr. Mayur Parikh February 15, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

મંગળવાર.

RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ ચારા ગોટાળામાં ડોરંડા કેસમાં દોષિત સાબિત થયા છે. 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદને CBI કોર્ટે સજા સંભળાવી છે. 

ચારા કૌભાંડના સૌથી મોટા ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં કોર્ટે લાલુ પ્રસાદને દોષિત ઠેરવ્યા છે.

જોકે હાલમાં સજાની જાહેરાત બાકી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે જો ત્રણ વર્ષથી ઓછી સજા થાય છે તો અહીંથી તેમને જામીન મળી જશે.

મુંબઈમાં ચૂંટણીના છ મહિના પહેલા વોર્ડની ફેરરચના ગેરકાયદે? હાઈ કોર્ટમાં આ પક્ષોએ કરી અરજી; જાણો વિગત

February 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

ના હોય! RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ સાથે લગ્ન કરવા ખ્રિસ્તી રશેલે કર્યુ ધર્મપરિવર્તન, હવે આ નામેં ઓળખાશે; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ. 10 ડિસેમ્બર 2021

શુક્રવાર

લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે ગઈકાલે દિલ્હીમાં અચાનક જ અને ગૂપચૂપ રીતે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે.

તેજસ્વી યાદવે એલેક્સિસ ઉર્ફે રશેલ ગોડિન્હો સાથે લગ્ન કર્યા બાદ એવી ચર્ચા શરુ થઈ છે કે, લગ્ન કરવા માટે તેને ધર્મ પરિવર્તન કરવું પડ્યું છે.

રશેલ ખ્રિસ્તી છે અને લાલુ પ્રસાદ યાદવ તેમજ રાબડી દેવી આ બાબતને લઈને તેજસ્વીના લગ્નથી ખુશ નહોતા.

કહેવામાં આવી રહ્યું છે કે લાલુ પ્રસાદ અને રાબડી દેવીને રાજી કરવા માટે એલેક્સિસ ઉર્ફે રશેલે ધર્મ પરિવર્તન કરવાની તૈયારી બતાવી હતી. એ પછી લાલુ પ્રસાદ યાદવે લગ્ન માટે મંજૂરી આપી હતી.

સાથે ચર્ચા ચાલે છે કે, હવે રશેલનુ નામ રાજેશ્વરી યાદવ કરવામાં આવ્યુ છે. લગ્ન પહેલા હિન્દુ ધર્મ અંગિકાર કરવાની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને રશેલે હિન્દુ ધર્મ અપનાવ્યો હતો.

નવો અખતરો! મુંબઈના રસ્તા પર હવે ઝેબ્રા ક્રોસિંગમાં આ કલરના પટ્ટા જોવા મળશે. જાણો વિગત
 

December 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવના લગ્ન થયા નક્કી, અહીં થશે સગાઈ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh December 9, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

ગુરુવાર

લાલુ યાદવને ૭ દીકરીઓ અને ૨ દીકરા છે. તેજસ્વી યાદવ (૩૨ વર્ષ) સૌથી નાના છે. જાેકે તેજસ્વી યાદવ લાલુ યાદવના રાજકીય વારસ ગણાય છે. લાલુની અનુપસ્થિતિમાં તેઓ જ પાર્ટી સાથે સંકળાયેલા તમામ ર્નિણયો લઈ રહ્યા હતા. તેજસ્વી હાલ બિહારમાં વિપક્ષના નેતા પણ છે.  તેજસ્વી યાદવ રાઘોપુર બેઠકના ધારાસભ્ય છે. તેઓ ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે. તેમણે ક્રિકેટમાં પણ હાથ અજમાવેલો છે. તેઓ આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી રમી ચુક્યા છે અને ઝારખંડ ક્રિકેટ ટીમનો હિસ્સો પણ રહી ચુક્યા છે.  તેજસ્વી યાદવના મોટા ભાઈ તેજ પ્રતાપના લગ્ન ૨૦૧૮ના વર્ષમાં થયા હતા. તેમના લગ્ન ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે થયા હતા. જાેકે લગ્નના અમુક મહિનાઓ બાદ જ તેજ પ્રતાપે કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી દીધી હતી. તેજ પ્રતાપ અને ઐશ્વર્યાએ એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. હાઈ વોલ્ટેડ ડ્રામા બાદ આખરે બંનેના ડિવોર્સ થઈ ગયા છે. રાજદ નેતા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના દીકરા તેજસ્વી યાદવના લગ્ન નક્કી થઈ ગયા છે. આજે અથવા તો આવતી કાલે દિલ્હી ખાતે તેમની સગાઈ પણ થઈ શકે છે. સમગ્ર લાલુ પરિવાર હાલ દિલ્હીમાં છે. તેજસ્વી અને તેજ પ્રતાપ બંને લાલુ યાદવ સાથે દિલ્હીમાં છે. આ ઉપરાંત રાબડી દેવી અને મીસા ભારતી પણ ત્યાં હાજર છે. જાણવા મળ્યા મુજબ સગાઈમાં ફક્ત ૫૦ ખાસ સંબંધીઓ જ સામેલ થશે.

દુબઈમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો મુલાકાતનો પ્રારંભ, યુએઇએના મંત્રીઓ અને અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે યોજી બેઠક; જાણો વિગતે 

December 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

by Dr. Mayur Parikh November 27, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર  2021

શનિવાર.

RJD અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક બગડી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેમને દિલ્હી એઈમ્સ ના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

લાલુ યાદવને ખૂબ જ તાવ અને ચક્કર આવતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાલ તેમની હાલત સ્થિર છે. તેમના લોહીના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે લાલુ યાદવની તબિયત ઘણા સમયથી સારી નથી. આ કારણે જેલમાં હોવા છતાં તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

MLC Polls 2021: મહારાષ્ટ્ર વિધાન પરિષદની આ ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા. જાણો વિગતે

November 27, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક