Tag: rk singh

  • યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! આગામી 20 દિવસ માટે આટલી પેસેન્જર ટ્રેન રદ, રેલવે મંત્રાલયનો નિર્ણય; જાણો વિગતે.

    યાત્રીગણ કૃપયા ધ્યાન દે!! આગામી 20 દિવસ માટે આટલી પેસેન્જર ટ્રેન રદ, રેલવે મંત્રાલયનો નિર્ણય; જાણો વિગતે.

     

    News Continuous Bureau | Mumbai

    તમારી બહારગામની ટ્રેન કેન્સલ તો નથી થઇને? ચેક કરીને ઘરની બહાર નીકળ જો. કારણ કે રેલવે મંત્રાલયે(Railway ministry) આગામી 20 દિવસ માટે 1100 પેસેન્જર ટ્રેન(Passenger Train cancel) રદ કરી નાખી છે.

    દેશભરમાં પડી રહેલા કાળઝાળ ગરમીના કારણે વીજળીની માંગ(Power shortage)માં ધરખમ વધારો થયો છે, તેને કારણે દેશમાં કોલસા(Coal shortage)ની અછત સર્જાઈ છે. તેથી, રેલવે મંત્રાલયે પાવર પ્લાન્ટ્સને કોલસાનો ઝડપી પુરવઠો પૂરો પાડવા માટે આગામી 20 દિવસ માટે 1100 પેસેન્જર ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. 

    ગયા વર્ષની સરખામણીમાં કોલસાની માંગ અને વપરાશમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે વધુ કોલસાની હેરફેર થઈ રહી છે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનો(Mail and Express train) કરતાં વધારાના કોલસાના રેકને વધુ પ્રાથમિકતા સાથે ચલાવવામાં આવી રહ્યા છે. આ મુદ્દે કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે (Union Power Minister RK singh) પણ કહ્યું કે ઘણા રાજ્યોમાં કોલસાની અછત છે. રશિયા-યુક્રેન યુદ્ધ(Ukraine-Russia war)ની અસર કોલસાની આયાત પર પડી છે. આ સિવાય કોલસાની કંપનીઓ દ્વારા બાકી રકમની ચૂકવણી ન કરવા અને ઝારખંડમાં હડતાલને કારણે કોલસાની કટોકટી સર્જાઈ છે.

    આ સમાચાર પણ વાંચો :  અયોધ્યામાં પગ મુક્યો છે તો જોજો!!!! રાજ ઠાકરેને ભાજપના આ નેતાએ આપી ચેતવણી; જાણો વિગતે.

    આ પૃષ્ઠભૂમિમાં, રેલવેએ હવે આગામી 20 દિવસમાં લગભગ 1100 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોમાં મેલ એક્સપ્રેસ અને પેસેન્જર બંને ટ્રેનોનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ ટ્રેનના 500 ફેરા અને પેસેન્જર ટ્રેનના 580 ફેરા રદ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશા સહિત દેશના ઘણા રાજ્યો કોલસાની કટોકટીથી પ્રભાવિત થયા હતા. આ પછી કેન્દ્ર સરકારે(Central govt) ઘણી બેઠકો કરી. ઘણા રાજ્યોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકો અટવાઈ ગયા છે. આ સમસ્યા વધતી અટકાવવા માટે હવે પગલાં લેવામાં આવી રહ્યા છે. આ પહેલા રેલવેએ એક મહિના માટે 670 પેસેન્જર ટ્રેનો રદ કરી હતી.