• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rpi
Tag:

rpi

RPI(A)'s maiden foray outside Maharashtra, wins 2 seats in Nagaland
રાજ્યTop Post

રામદાસ આઠવલેની પાર્ટી RPIનો વાગ્યો ડંકો! આ રાજ્યમાં બે સીટો પર મેળવી શાનદાર જીત

by Dr. Mayur Parikh March 2, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

નાગાલેન્ડના ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટી અને તેનું ગઠબંધન ફરી સત્તા પર આવી ગયું છે. ભાજપ અને તેના ગઠબંધનને 60માંથી 36 બેઠકો મળી હતી. ભાજપ અને તેનું ગઠબંધન રાજ્યમાં સત્તામાં પરત ફર્યું છે. તો બીજી તરફ રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો છે. મહારાષ્ટ્રમાં એક પણ ધારાસભ્ય ન ધરાવતા આઠવલે જૂથ નાગાલેન્ડમાં સીધા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના બે ઉમેદવારો પણ જીત્યા છે, જે બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રામદાસ આઠવલેએ એક મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે તેમના ધારાસભ્યો ભાજપ ગઠબંધનને સમર્થન કરશે અને આ માટે તેમને સત્તામાં ભાગીદારીની જરૂર પડશે.

આપણને પણ સત્તામાં ભાગીદારીની જરૂર છે – રામદાસ આઠવલે

રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે, “નાગાલેન્ડમાં મારી પાર્ટીના બે ઉમેદવારો જીત્યા છે. જો વધુ લોકો વિજયી થશે, તો મારી પાર્ટી ત્યાં એનડીએને સમર્થન આપશે અને રિપબ્લિકન પાર્ટી પણ સત્તાની ભાગીદારી માંગશે. હું ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા છું અને હું છું. જનરલ સેક્રેટરી સંતોષ સાથે પણ વાત કરવા જઈ રહ્યા છીએ જેથી રિપબ્લિકન પાર્ટીને સત્તામાં ભાગીદારી મળે.”

આ સમાચાર પણ વાંચો  :  આઝાદીના અમૃત મહોત્સવ.. મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે. જાણો તારીખ અને સમય.. જુઓ વિડીયો

રામદાસ આઠવલેએ નાગાલેન્ડમાં સીધો જ પોતાનો દબદબો બનાવી લીધો છે જ્યારે કસ્બા અને ચિંચવડ પેટાચૂંટણીએ રાજ્યના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવાલે)ના સત્તાવાર ઉમેદવાર ઈમ્તિચોબાએ નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં તુએનસેન્ડ સદર-2 વિધાનસભા મતવિસ્તારમાં જીત મેળવી છે. ઈમ્તિચોબા 400 મતોની સરસાઈથી જીત્યા છે. તેમને કુલ 5514 વોટ મળ્યા હતા. નોક્સેન વિધાનસભા મતવિસ્તારમાંથી પણ વાય. લિમા ઓનેન ચાંગ જીતી છે. તેમને 5151 મત મળ્યા છે.

March 2, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ગાંવ બસા નહીં કી આ ગયે રહને વાલે- રામદાસ આઠવલેએ કરી કે ભાજપ જીત્યું તો મેયર આર.પી.આઈ નો બનાવો- જાણો સમગ્ર મામલો

by Dr. Mayur Parikh September 7, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

રિપબ્લિકન પાર્ટી(Republican Party ) (RPI)ના અધ્યક્ષ રામદાસ આઠવલેએ(Ramdas Athawale) મુંબઈમાં તેમના પક્ષનો મેયર(Mayor) બનાવવાની માગણી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Home Minister Amit Shah) સક્ષમ કરી હોવાનું જાણવા મળ્ચું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રવિવારે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. તેમણે જુદા જુદા રાજકીય પક્ષોના(political parties) નેતાઓની પણ  મુલાકાત લીધી હતી. એ સાથે  જ તેમણે આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી(BMC Election) માટે રણશિંગુ પણ ફૂંક્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  ચોંકાવનારી માહિતી- જે જગ્યાએ સાયરસ મિસ્ત્રીનો જીવ ગયો તે બ્લેક સ્પોટ છે- જાણો ભૂતકાળમાં બરાબર એજ જગ્યાએ કેટલા લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયા

 એ દરમિયાન રામદાસ આઠવલેએ વિધાનપરિષદમાં( Legislative Assembly) રાજ્યપાલ(Governor) નિયુક્ત કોટામાના 12 સભ્યોમાં તેમના પક્ષના એક સભ્યને સ્થાન આપવાની માગણી કરી હતી. એ સાથે જ તેમણે મુંબઈ મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયર(Deputy Mayor) પદ આપવાની માગણી કરી હતી. જો ડેપ્યુટી મેયર પદ રિર્ઝવ કેટેગરીમાં (reserve category) હોય તો મુંબઈનો મેયર RPIનો કરવાની પણ તેમણે માગણી કરી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના  મુંબઈમા મહાનગરપાલિકાના 135 મિશનને અમારું સમર્થન છે એવું પણ આઠવલેએ કહ્યું હતું.
 

September 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાજ ઠાકરે સાથે મિત્રતા મોંઘી પડશે, ભાજપના આ મિત્રએ આપી સલાહ. જાણો વિગતે.

by Dr. Mayur Parikh May 6, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે રાજ ઠાકરે(Raj Thackeray) સાથે ભાજપ(BJP)ની દોસ્તી વધી રહી છે, તેની સામે ભાજપના સાથીદાર આરપીઆઈ(RPI)ના નેતા રામદાસ આઠવલે (Ramdas Athawale)એ પોતાના મિત્ર પક્ષ ભાજપને ચેતવણી આપી છે.
રામદાસ આઠવલેએ ફરી એકવાર MNS અને ભાજપ વચ્ચે વધતી નિકટતા અંગે નારાજગી વ્યક્ત કરી છે. રાજ ઠાકરે(Raj Thackeray) સાથેનું જોડાણ ભાજપને મોંઘુ પડશે એવી ચેતવણી પણ રામદાસ આઠવલેએ આપી દીધી છે.

રામદાસ આઠવલેએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 'સબકા સાથ, સબકા વિકાસ'ની નીતિને અનુસરે છે. જો ભાજપ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરશે, તો તે વડાપ્રધાનના વિચારની વિરુદ્ધની ભૂમિકા હશે.

સાંગલી(Sangli)ની મુલાકાતે રહેલા રામદાસ આઠવલેએ ફરી એકવાર કહ્યું હતું કે ભાજપને MNS સાથે ગઠબંધન કરવાની કોઈ જરૂર નથી. ભાજપને MNSની જરૂર નથી જ્યારે હું તેમની સાથે છું.

આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાં પગ મુક્યો છે તો જોજો!!!! રાજ ઠાકરેને ભાજપના આ નેતાએ આપી ચેતવણી; જાણો વિગતે.

રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને આરપીઆઈ સત્તામાં આવશે અને અમારી ભૂમિકા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવાની છે. આ દરમિયાન રાજ ઠાકરેને તેમણે આડે હાથ લીધા હતા. બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ની ભૂમિકા બધા મુસ્લિમોને હેરાન કરવાની ન હતી. તેથી, રાજ ઠાકરે બાળાસાહેબ ની નકલ કરી શકતા નથી. બાળાસાહેબ ની નકલ કરવી સરળ કામ નથી.

રાજ ઠાકરે સતત ધ્વજના રંગો અને પોતાની ભૂમિકા બદલતા રહે છે. હવે તેઓ ભગવો રંગ પહેરીને સમાજમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેસરી શાંતિના વારકારી સંપ્રદાયનો રંગ છે. રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજ ઠાકરેના વલણ સાથે સહમત નથી.
 

May 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે. જાણો વિગતે.

by Dr. Mayur Parikh April 29, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં  લાઉડ સ્પીકરને(Loudspeaker Row) મુદ્દે બરોબરનું રાજકરણ જામ્યું છે, જેમાં હવે આરપીઆઈ(એ)ના(RPI) નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ(Union Minister Ramdas Athawale) પણ ઝુકાવી દીધું છે. જો કોઈ મસ્જિદ  પરથી લાઉડ સ્પીકર હટાવ્યા તો અમારા પક્ષના કાર્યકરો તેનો વિરોધ કરશે, એવી જાહેરાત રામદાસ આઠવલેએ કરી છે. 

મસ્જિદ પરના ભૂંગળા હટાવવાની થઈ રહેલી માગણીને લઈને રામદાસ આઠવલેએ કહ્યું છે અમારી પાર્ટીના લોકો મસ્જિદોની સુરક્ષા કરશે. ભૂંગળા હટાવવા આવેલા લોકોનો પણ તેઓ વિરોધ કરશે. અમે મસ્જિદો પરની લાઉડસ્પીકર હટાવવાની ભૂમિકાનો વિરોધ કરીએ છીએ.

રામદાસ આઠવલેએ  મુસ્લિમ સમુદાયને પણ શાંત રહેવાની અપીલ કરી છે. મુસ્લિમ સમાજમાં ઉશ્કેરણીજનક નિવેદનો કરનારા મૌલાનાઓએ ચૂપ રહેવું જોઈએ. ગમે તે બોલીને સમાજમાં તણાવ ઊભું નહીં કરવાની સલાહ પણ રામદાસ આઠવલેએ આપી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે MNSના વડા રાજ ઠાકરેએ(Raj thackeray) ગુડીપડવાની રેલી દરમિયાન મસ્જિદોમાં થતા ઘોંઘાટ નો વિરોધ કર્યો હતો. જે બાદ રાજ ઠાકરેએ થાણેની બેઠકમાં પણ એ જ ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં, રાજ ઠાકરેએ રાજ્યની તમામ મસ્જિદો પરના ભુંગળા ઉતારવા માટે 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. રાજ ઠાકરે આપેલી ડેડલાઈને  આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે પહેલા રાજ ઠાકરેની સભા પહેલી  મેના રોજ ઔરંગાબાદમાં(Aurangabad) યોજાવાની છે ત્યારે આ સભામાં રાજ ઠાકરે મસ્જિદો પરના સ્પીકરને લઈને શું કહે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.  રાજ ઠાકરેએ એમએનએસ સૈનિકોને મસ્જિદોની સામે લાઉડસ્પીકર રાખવા અને જો 3 મે સુધીમાં સ્પીકર હટાવવામાં નહીં આવે તો હનુમાન ચાલીસા(hanuman chalisa) લગાડવાની સૂચના આપી છે.

 

 

April 29, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક