• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rumors
Tag:

rumors

Ahaan Panday Breaks Silence on Relationship Rumors with Aneet Padda – Here’s the Truth
મનોરંજન

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત

by Zalak Parikh November 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ahaan Panday: મોહિત સુરીની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ‘સૈયારા’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અહાન પાંડે અને તેની કો-સ્ટાર અનીત પડ્ડા ની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ફેન્સને ખૂબ ગમી. ફિલ્મ રિલીઝ થયા બાદ બંનેને લઈને ડેટિંગની અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. હવે અહાને પહેલી વાર આ મુદ્દે ખુલાસો કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Dining With The Kapoors: ડાઇનિંગ વિથ ધ કપૂર્સ: શું આલિયા ભટ્ટ અને કપૂર પરિવાર વચ્ચે અણબનાવ? વાયરલ ફોટામાંથી બહાર રહેવાનું કારણ આવ્યું સામે!

અહાન નું રિએક્શન

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં અહાને કહ્યું – “અનીત મારી સૌથી સારી મિત્ર છે. ઈન્ટરનેટ માને છે કે અમે સાથે છીએ, પરંતુ એવું બિલકુલ નથી.” તેણે સ્પષ્ટ કર્યું કે બંને વચ્ચેનો સંબંધ ગાઢ છે, પરંતુ સંપૂર્ણપણે નોન-રોમેન્ટિક છે. આ રીતે અહાને મહિનાઓથી ચાલી રહેલી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધો.અહાને જણાવ્યું કે ‘સૈયારા’ માટે બંનેએ ખૂબ મહેનત કરી અને સપનાને સાકાર કર્યું. તેણે પાઉલો કોએલ્હોની લાઇનનો ઉલ્લેખ કર્યો – “સપના સાકાર થવાની શક્યતા જ જીવનને રસપ્રદ બનાવે છે.” અહાનના જણાવ્યા મુજબ, અનીત તેની ગર્લફ્રેન્ડ નથી, પરંતુ તેની સાથેનો બોન્ડ અનોખો છે.

 

View this post on Instagram

 

A post shared by GQ India (@gqindia)


‘સૈયારા’ની સફળતા બાદ અહાન અલી અબ્બાસ જફરની એક્શન ફિલ્મમાં દેખાશે, જ્યારે અનીત પડ્ડા મેડોક યુનિવર્સની ફિલ્મ ‘શક્તિ શાલિની’માં અભિનય કરશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Chinese-35A Fighter JetPakistan Denies Buying China's J 35A Stealth Fighter Jet Real Story Behind the Rumors
Main PostTop Postઆંતરરાષ્ટ્રીય

Chinese-35A Fighter Jet: પાકિસ્તાને ચીનને પણ આપ્યો દગો! 5મી પેઢીના J-35 ફાઇટર જેટ વિશે કહી આ મોટી વાત…

by kalpana Verat July 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Chinese-35A Fighter Jet:પાકિસ્તાન અને ચીન વચ્ચેની મિત્રતા તો જાણીતી છે, પરંતુ આ વખતે પાકિસ્તાને તેના ‘ખાસ મિત્ર’ને મોટો ઝટકો આપ્યો છે. એવા સમાચાર હતા કે પાકિસ્તાન ચીનનું પાંચમી પેઢીનું J-35A સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદનાર પ્રથમ વિદેશી દેશ બનવા જઈ રહ્યું છે. પરંતુ હવે ઇસ્લામાબાદે આ અહેવાલોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પાકિસ્તાન કહે છે કે આ બધી માત્ર અફવાઓ છે. તો શું આ ચીનની યુક્તિ હતી કે બજારમાં પોતાના શસ્ત્રોનું પ્રદર્શન કરવાનો પ્રયાસ હતો? આવો, આ સમગ્ર બાબતને વિગતવાર સમજીએ.

Chinese-35A Fighter Jet: પાકિસ્તાને સ્પષ્ટપણે કહ્યું કે આવી કોઈ ડીલ થઈ રહી નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં થયેલા ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાને ચીની શસ્ત્રો અને સુરક્ષા પ્રણાલીઓનો વ્યાપક ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન, આંતરરાષ્ટ્રીય મીડિયામાં સમાચાર ફેલાઈ ગયા કે પાકિસ્તાન ચીનનું J-35A સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવા જઈ રહ્યું છે. આ વિમાન તેની હાઇ-ટેક ટેકનોલોજી અને સ્ટીલ્થ સુવિધાઓ માટે જાણીતું છે, જેની તુલના ઘણીવાર અમેરિકાના F-35 સાથે કરવામાં આવે છે. પરંતુ. પાકિસ્તાને સ્પષ્ટપણે કહ્યું કે આવી કોઈ ડીલ થઈ રહી નથી. નિષ્ણાતો માને છે કે આ અહેવાલો વૈશ્વિક બજારમાં તેના વિમાનોને પ્રોત્સાહન આપવા અને અન્ય દેશોને લલચાવવાની ચીનની વ્યૂહરચનાનો એક ભાગ હોઈ શકે છે.

Chinese-35A Fighter Jet:રાફેલને બદનામ કરવાનું કાવતરું?

J-35A સોદાને નકારવાના સમાચાર એવા સમયે આવ્યા જ્યારે એવી પણ ચર્ચા થઈ રહી હતી કે ચીન ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી અથડામણમાં, ભારતે રાફેલનો ઉપયોગ કર્યો, જેણે તેની તાકાત બતાવી. પરંતુ એક ફ્રેન્ચ ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો હતો કે ચીની સંરક્ષણ અધિકારીઓ વિદેશમાં રાફેલના પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેનો હેતુ? ઇન્ડોનેશિયા જેવા દેશોને રાફેલ ખરીદવાથી અટકાવવા અને તેના J-35A વેચવાનો માર્ગ સરળ બનાવવો.

આ સમાચાર પણ વાંચો :  Reliance Imports Ethane Gas: અમેરિકા-ચીન વેપાર યુદ્ધમાં મુકેશ અંબાણીની એન્ટ્રી! બેઇજિંગ પહોંચતા ગેસ જહાજે બદલ્યો રૂટ, હવે આવી રહ્યું છે ભારત…

જૂન 2025 માં, બ્લૂમબર્ગ અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન ચીન દ્વારા વિકસિત J-35A સ્ટીલ્થ ફાઇટર જેટનો પ્રથમ વિદેશી ગ્રાહક બનવા જઈ રહ્યું છે. આ વિમાન ચીનના શેનયાંગ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા ઉત્પાદિત પાંચમી પેઢીનું સ્ટીલ્થ જેટ છે, જે આધુનિક ટેકનોલોજી અને રડાર-ડોજિંગ ક્ષમતાથી સજ્જ છે. આ અહેવાલો પછી, AVIC શેનયાંગ એરક્રાફ્ટ કોર્પોરેશનના શેરમાં અચાનક 10 ટકાનો ઉછાળો નોંધાયો.

Chinese-35A Fighter Jet:પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે શું કહ્યું?

અરબ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્પષ્ટપણે કહ્યું, “અમે આ ખરીદી રહ્યા નથી.” તેમણે મીડિયામાં ફરતા સમાચારોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા અને કહ્યું, “મને લાગે છે કે આ ફક્ત મીડિયા ચર્ચા છે. આ ચીનના સંરક્ષણ વેચાણ માટે સારી પ્રસિદ્ધિ છે.” તાજેતરમાં, બ્લૂમબર્ગ સહિત ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો  કે પાકિસ્તાન ચીનના અદ્યતન J-35A સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદનાર પ્રથમ વિદેશી દેશ બનવા જઈ રહ્યું છે. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ વિમાનો PL-17 લાંબા અંતરની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોથી સજ્જ છે અને પાકિસ્તાનને તેમની ડિલિવરી ઓગસ્ટ 2025 સુધીમાં થઈ શકે છે. અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની પાઇલટ્સને ચીનમાં તાલીમ આપવામાં આવી રહી છે. લગભગ 30-40 વિમાનોની ફિલ્ડ રેડીનેસ પર કામ પૂર્ણ થઈ ગયું છે. ચીન આ વિમાનોના સોદા પર ૫૦% ડિસ્કાઉન્ટ આપવા તૈયાર છે.

Chinese-35A Fighter Jet:પાકિસ્તાન ચીન પાસેથી J-35 કેમ ખરીદવા માંગતું નથી?
  1. મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી અથડામણ અને હવાઈ હુમલા પછી પરિસ્થિતિ સંવેદનશીલ બની છે. આવી સ્થિતિમાં, ચીન પાસેથી સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાની પુષ્ટિ કરવી એ ભારત માટે સીધી ઉશ્કેરણી માનવામાં આવશે. આનાથી દક્ષિણ એશિયામાં શસ્ત્રોની સ્પર્ધા વધુ તીવ્ર બની શકે છે. ઉપરાંત, ભારત સાથે રાજદ્વારી તણાવ વધુ વધી શકે છે.
  1. પાકિસ્તાન હાલમાં IMF દ્વારા કડક આર્થિક દેખરેખ હેઠળ છે. આવી સ્થિતિમાં, અબજો ડોલરના ફાઇટર જેટની ખરીદી તેના નાણાકીય શિસ્ત પર પ્રશ્નો ઉભા કરી શકે છે. જાહેર ઇનકાર દ્વારા, પાકિસ્તાન બતાવવા માંગે છે કે તે એક જવાબદાર આર્થિક નીતિ અપનાવી રહ્યું છે. આનાથી આંતરરાષ્ટ્રીય સમર્થન પણ જળવાઈ રહેશે.
  1. ઘણા વિશ્લેષકો માને છે કે પાકિસ્તાનને ખરીદદાર તરીકે દર્શાવીને મીડિયા દ્વારા J-35A ને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમોટ કરવા માટે ચીન દ્વારા આ એક ઇરાદાપૂર્વકનું પગલું હતું. આ રીતે ઇજિપ્ત અને અલ્જીરિયા જેવા દેશોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તે જ સમયે, ચીન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કે ઇનકાર કરવામાં આવ્યો નથી.

 

July 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Grain Stock India India Urges Citizens To Not Believe Rumors Of Food Shortages
Main PostTop Postદેશ

Grain Stock India : પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે સરકારે ખાતરી આપી, આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી

by kalpana Verat May 10, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Grain Stock India : 

 કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ ભાર મૂક્યો છે કે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી.

“હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હાલમાં આપણી પાસે સામાન્ય જરૂરિયાત કરતાં અનેક ગણો વધારે સ્ટોક છે – પછી ભલે તે ચોખા, ઘઉં, કે ચણા, તુવેર, મસૂર કે મગ જેવા કઠોળ હોય. કોઈ અછત નથી અને નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગભરાટમાં ન આવે કે અનાજ ખરીદવા માટે બજારોમાં ઉતાવળ ન કરે,” તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ ભ્રામક અહેવાલોનો શિકાર ન બનવાની કડક ચેતવણી આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું, “દેશમાં ખાદ્ય પદાર્થોના સ્ટોક અંગેના પ્રચાર સંદેશાઓ પર વિશ્વાસ ન કરો. આપણી પાસે ખાદ્ય પદાર્થોનો પુષ્કળ સ્ટોક છે, જે જરૂરી ધોરણો કરતાં ઘણો વધારે છે. આવા સંદેશાઓ પર ધ્યાન આપશો નહીં. આવશ્યક ચીજવસ્તુઓના વેપારમાં રોકાયેલા વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ અથવા વ્યવસાયિક સંસ્થાઓને કાયદા અમલીકરણ એજન્સીઓને સહયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સંગ્રહખોરી અથવા સંગ્રહખોરીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિ સામે આવશ્યક ચીજવસ્તુ કાયદાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.”

આ સમાચાર પણ વાંચો :  SRS Report : ભારતમાં માતૃત્વ અને બાળ મૃત્યુદરમાં સતત ઘટાડો, SDG 2030 લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા તરફ

નોંધપાત્ર રીતે, વર્તમાન ચોખાનો સ્ટોક 135 LMT ના બફર ધોરણ સામે 356.42 લાખ મેટ્રિક ટન (LMT) છે. તેવી જ રીતે, 276 LMTના બફર ધોરણ સામે ઘઉંનો સ્ટોક 383.32 LMT છે. આમ, જરૂરી બફર ધોરણો કરતાં મજબૂત સરપ્લસ દર્શાવે છે, જે રાષ્ટ્રવ્યાપી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

વધુમાં, ભારતમાં હાલમાં આશરે 17 લાખ મેટ્રિક ટન ખાદ્યતેલનો સ્ટોક છે. સ્થાનિક સ્તરે, ચાલુ ટોચના ઉત્પાદન સિઝન દરમિયાન સરસવના તેલની ઉપલબ્ધતા પુષ્કળ હોય છે, જે ખાદ્યતેલના પુરવઠામાં વધુ વધારો કરે છે.

ચાલુ ખાંડ સીઝનની શરૂઆત 79 LMTના કેરી-ઓવર સ્ટોક સાથે થઈ હતી. ઇથેનોલ ઉત્પાદન માટે 34 LMTના ડાયવર્ઝન પછી, ઉત્પાદન 262 LMT થવાનો અંદાજ છે.

અત્યાર સુધીમાં, લગભગ 257 LMT ખાંડનું ઉત્પાદન થઈ ચૂક્યું છે. 280 LMTના સ્થાનિક વપરાશ અને 10 LMTની નિકાસને ધ્યાનમાં લેતા, બંધ સ્ટોક લગભગ 50 LMT રહેવાની ધારણા છે જે બે મહિનાના વપરાશ કરતા વધુ છે. અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે 2025-26 ખાંડ સીઝન માટે ઉત્પાદનનો અંદાજ પણ આશાસ્પદ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

May 10, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bachchan family close person reaction on abhishek and nimrat kaur relation
મનોરંજન

Abhishek and Nimrat: અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર ના સંબંધ પર બચ્ચન પરિવાર ના નજીક ના વ્યક્તિ એ જણાવી હકીકત, અભિનેતા વિશે કહી આવી વાત

by Zalak Parikh November 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Abhishek and Nimrat: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે.ઘણા મીડિયા રિપોર્ટ માં દાવો કરવામાં આવે છે કે તેમના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ છે અને હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ માં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક અને નિમ્રત કૌર ના અફેરને કારણે જ અભિનેતા અને ઐશ્વર્યા ના સંબંધોમાં તિરાડ પડી રહી છે. હવે બચ્ચન પરિવારની નજીકની વ્યક્તિનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરના સંબંધો પર પ્રતિક્રિયા આપી છે.

આ સમાચાર પણ વાંચો : IFFI: IFFI ભારતીય સિનેમાના ‘આ’ ચાર મહાન કલાકારોની ઉજવશે શતાબ્દી, સિનેમેટિક લિજેન્ડ્સને આપશે વિશેષ શ્રદ્ધાંજલિ.

અભિષેક અને નિમ્રત કૌર ના સંબંધ ની હકીકત 

બચ્ચન પરિવારની નજીકની વ્યક્તિએ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે જણાવ્યું છે કે ‘અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરના અફેરની અફવાઓમાં બિલકુલ સત્ય નથી અને તેઓ પણ આશ્ચર્યમાં છે કે નિમ્રતે પોતે ઈન્ટરવ્યુમાં આ અફવાઓને કેમ નકારી નથી. અભિષેક શાંત છે કારણ કે તેના જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે. અભિષેક બચ્ચનને કોઈપણ પ્રકારના વિવાદથી સંપૂર્ણપણે દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.’

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)


પોતાની વાત ને આગળ વધારતા તે વ્યક્તિએ જણાવ્યું કે, ‘આ અફવાઓને કારણે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનું લગ્નજીવન બગડી રહ્યું છે અભિષેક એવી વ્યક્તિ નથી કે જે તેની પત્ની સાથે છેતરપિંડી કરે. તે પોતાના લગ્નજીવનમાં હંમેશા વફાદાર રહ્યો છે. જ્યારે બચ્ચન પરિવારે પોતે આગળ કંઈ ન કહ્યું ત્યારે લોકોએ જયા બચ્ચનની માતાને મારી નાખી. આ સમયે પરિવાર આ બધા સમાચારોને કારણે ખૂબ ગુસ્સે છે અને આ બધા સમાચાર ક્યાંથી શરૂ થયા તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે.આ પછી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે’ તાજેતર માં નિમ્રત કૌરે પણ જણાવ્યું હતું કે તે સિંગલ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
kriti sanon breaks silence on dating rumors with businessman kabir bahia
મનોરંજન

Kriti sanon: શું ખરેખર કબીર બહિયા ને ડેટ કરી રહી છે કૃતિ સેનન? અભિનેત્રી એ જણાવી હકીકત

by Zalak Parikh August 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Kriti sanon: કૃતિ સેનન તેની લવ લાઈફ ને લઈને ચર્ચમાં છે.આ દિવસો માં કૃતિ તેની પફરોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં  રહે છે.અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે કૃતિ બિઝનેસમેન કબીર બહિયા ને ડેટ કરી રહી છે હવે આ મામલે અભિનેત્રી એ હકીકત જણાવી છે

આ સમાચાર પણ વાંચો: Sara ali khan birthday: કેદારનાથ થી અભિનય ની શરૂઆત કરનાર અભિનેત્રી સારા અલી ખાન 29 વર્ષ ની ઉંમર માં છે કરોડો ની સંપત્તિ ની માલકીન,જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

કૃતિ સેનન એ જણાવી હકીકત 

એક મેગેઝીન ને ઇન્ટરવ્યૂ દરમિયાન કૃતિ સેનને જણાવ્યું કે,  ‘તે લગ્ન કરવાના મૂડમાં નથી અને તેણે આ સમાચારોને હેરાન કરનારી ગણાવી છે. જ્યારે આ પ્રકારની ખોટી માહિતી ફેલાવવામાં આવે છે ત્યારે તેઓ ગુસ્સે થાય છે. તેનાથી પરિવાર પર અસર થાય છે. તેના મિત્રો તેને સત્ય જાણવા માટે મેસેજ કરે છે. આ પછી તેઓએ વારંવાર સ્પષ્ટતા કરવી પડશે કે આ સાચું નથી.’

 

View this post on Instagram

 

A post shared by Kriti (@kritisanon)


કૃતિ સેનન ની કબીર બહિયા સાથે ની તસવીરો ને જોઈને લોકો એ એવું અનુમાન લગાવ્યું હતું કે કૃતિ બિઝનેસમેન કબીર ને ડેટ કરી રહી છે હવે કૃતિ એ આ સમાચાર પર ઠંડુ પાણી રેડી દીધું છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

August 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shweta tiwari broke her silence on dating rumours of her daughter palak tiwari
મનોરંજન

Shweta tiwari: શું ખરેખર ઇબ્રાહિમ અલી ખાન ને ડેટ કરી રહી છે પલક તિવારી? માતા શ્વેતા તિવારી એ તેની દીકરી ના ડેટિંગ પર કહી આવી વાત

by Zalak Parikh August 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shweta tiwari: શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારી હંમેશા તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતી હોય છે. શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારી એ કિસી કા ભાઈ કિસી કી જાન થી બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. આ સાથે જ પલક તિવારી નું નામ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે જોડાઈ રહ્યું છે. આ બધાની વચ્ચે તાજેતર માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન શ્વેતા એ તેની દીકરી ના ડેટિંગ વિશે વાત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Bigg boss 18: બિગ બોસ 18 માં જોવા મળી શકે છે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ? 8 વર્ષ સુધી ભાઈજાન એ અભિનેત્રી સાથે કર્યું હતું ડેટિંગ

શ્વેતા તિવારી એ પલક ના ડેટિંગ ને લઈને કહી વાત 

એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન શ્વેતા તિવારી એ તેની દીકરી ના ડેટિંગ ને લઇને વાત કરતા જણાવ્યું કે, “પલક અત્યારે મજબૂત છે, પરંતુ આવતીકાલે કોઈપણ ટિપ્પણી અથવા લેખ તેના આત્મવિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે. તે હજુ બાળક છે. કેટલીકવાર વસ્તુઓ એટલી ક્રૂર બની જાય છે, જેમ કે તેણીને દરેક અન્ય વ્યક્તિ સાથે અફેર છે! મને પણ ખબર નથી કે તે આ બધું ક્યાં સુધી સહન કરશે. તે પણ તેની ડેટિંગની અફવાઓથી આશ્ચર્યચકિત છે. તે તેની મજાક ઉડાવે છે, પરંતુ કેટલીકવાર વસ્તુઓ તેને પરેશાન કરી શકે છે.”

 

View this post on Instagram

 

A post shared by Galatta India (@galattaindiaoffl)


શ્વેતા તિવારી એ તેની દીકરી પલક વિશે ની વાત ને આગળ વધારતા જણાવ્યું કે, “તેને હવે કોઈ ફરક નથી પડતો. શરૂઆતમાં તે આવું અનુભવતી હતી પરંતુ હવે તે જાણે છે કે તેના જેવા દેખાતા ઘણા લોકો છે અને તેના જેવા દેખાવા માંગે છે. તે જાણે છે કે તેણે ઘણી મહેનત કરીને આ સ્થાન હાંસલ કર્યું છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
hrithik roshan and saba azad went for movie date amid breakup rumors
મનોરંજન

Hrithik and Saba: રિતિક રોશન અને સબા આઝાદ ના બ્રેકઅપ પર લાગી બ્રેક, પબ્લિક ની વચ્ચે કર્યું એવું કામ કે લોકો ની થઇ બોલતી બંધ, જુઓ વિડીયો

by Zalak Parikh July 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Hrithik and Saba: રિતિક રોશન અને સબા આઝાદ તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે.સુઝેન ખાન સાથે છુટા થયા બાદ રિતિક સબા આઝાદ ને ડેટ કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે રિતિક અને સબા નું બ્રેકઅપ થઇ ગયું છે. આ બધાની વચ્ચે કપલ નો એક વિડીયો  જેને જોઈને એવું લાગે છે કે તેમના બ્રેકઅપ ના સમાચાર ખોટા છે. 

આ સમાચાર પણ વાંચો: Riddhima kapoor: રણબીર અને આલિયા ની પુત્રી વિશે રીધ્ધીમા એ કહી આવી વાત, ફોઈ ને આ નામ થી બોલાવે છે રાહા કપૂર

રિતિક અને સબા આઝાદ મુવી ડેટ પર મળ્યા જોવા 

રિતિક રોશન ને સબા આઝાદ નો એક વિડીયો વાયરલ થયો રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, રિતિક આગળ ચાલી રહ્યો છે અને તેની પાછળ સબા પણ આવી રહી છે. સબા રિતિક નો હાથ પકડી ને ચાલતી જોવા મળી રહી છે ત્યારબાદ બંને થિયેટર ની અંદર જતા જોવા મળી રહ્યા છે. બ્રેકઅપની અફવા વચ્ચે, રિતિક અને સબાને હાથ પકડેલા જોઈને ચાહકોએ રાહતનો શ્વાસ લીધો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


તમને જણાવી દઈએ કે રિતિક અને સબા ના બ્રેકઅપ ના સમાચાર ત્યારે વહેતા થયા જયારે અનંત અને રાધિકા નબ લગ્ન માં રિતિક સબા સાથે નહીં પરંતુ એકલો જોવા મળ્યો હતો એટલું જ નહીં ફરાહ ખાન ની માતા ના નિધન વખતે પણ રિતિક ફરાહ ના ઘરે એકલો જ જોવા મળ્યો હતો.છેલ્લા ઘણા સમય થી રિતિક નું આવું એકલા જોવા મળતા લોકો ને લાગ્યું કે તેના અને સબા નું બ્રેકઅપ થઇ ગયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Malaika arora protected by arjun kapoor amid breakup rumors
મનોરંજન

Malaika and Arjun: મલાઈકા અને અર્જુન ના બ્રેકઅપ ના સમાચાર પર લાગી બ્રેક,ભીડમાંથી ગર્લફ્રેન્ડ ને આ રીતે પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અભિનેતા, જુઓ વિડીયો

by Zalak Parikh July 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Malaika and Arjun: મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તેમના બ્રેકઅપ ના સમાચાર ને લઈને ચર્ચામાં છે. મલાઈકા અને અર્જુન ના બ્રેકઅપ ના સમાચાર ઘણા સમય થી સામે આવી રહ્યા છે. હવે ગઈકાલે બંને એક ઇવેન્ટ માં સાથે જોવા મળ્યા હતા. આ ઇવેન્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોતા એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચે ના બ્રેકઅપ ના સમાચાર ખોટા છે. 

આ સમાચાર પણ વાંચો: Pranali rathod: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ની અક્ષરા હવે આ શો માં મળશે જોવા, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ પ્રણાલી અને તેના કો સ્ટાર ની તસવીર

મલાઈકા ને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અર્જુન કપૂર 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં અર્જુન કપૂર અને મલાઈકા એક ઇવેન્ટ માં હાજરી આપી ને બહાર આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અર્જુન  મલાઈકાને ભીડથી બચાવવા માટે રસ્તો કાઢે છે અને પછી મલાઈકા ત્યાંથી નીકળી જાય છે. અને અર્જુન તેના ફેન્સ સાથે સેલ્ફી ખેંચાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


આ વિડીયો સામે આવ્યા બાદ લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે મલાઈકા અને અર્જુન કપૂર નું બ્રેકઅપ થયું જ નથી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rahat fateh ali khan statement on his arrest
મનોરંજન

Rahat fateh ali khan: શું રાહત ફતેહ અલી ખાન ની ધરપકડ નથી થઇ? પાકિસ્તાની ગાયકે વિડીયો શેર કરી જણાવી હકીકત

by Zalak Parikh July 23, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Rahat fateh ali khan: રાહત ફતેહ અલી ખાન એક લોકપ્રિય ગાયક છે જેની દુનિયાભરમાં મોટી ફેન ફોલોઈંગ છે. ભારતમાં રહીને પણ તેણે પોતાનું ઘણું નામ કમાવ્યું. બોલિવૂડમાં તેમના નામે ઘણા ગીતો છે, જે આજે પણ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે. થોડા સમય પહેલા રાહત ફતેહ અલી ખાન ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે ગાયક ની દુબઇ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે હવે ગાયકે પોતે એક વિડીયો શેર કરીને હકીકત જણાવી છે. 

આ સમાચાર પણ વાંચો: Rahat Fateh Ali Khan : પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાન ની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ, આ વ્યક્તિની ફરિયાદ પર થઇ કાર્યવાહી..

રાહત ફતેહ અલી ખાને તેની ધરપકડ ના સમાચાર ને ગણાવ્યા ખોટા 

રાહત ફતેહ અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાનું નિવેદન શેર કર્યું છે. તેણે કહ્યું કે “સલામવાલેકુમ મિત્રો. હું રાહત ફતેહ અલી ખાન છું. તમારો રાહત ફતેહ અલી ખાન. હું મારા ગીતો રેકોર્ડ કરવા માટે અહીં દુબઈ આવ્યો છું. અહીં ખૂબ જ સારા ગીતો બની રહ્યા છે. બધું ઓલરાઇટ છે. હું તમને વિનંતી કરીશ કે ખરાબ અફવાઓ પર ધ્યાન ન આપો. દુશ્મનો જે વિચારે છે તે નથી. એવું કંઈ નથી. ઇન્શાલ્લાહ તાલા હું જલ્દી પાછો આવીશ. મારા લોકો પાસે આવીશ અને ઇન્શાઅલ્લાહ ઘણા સુપરહિટ ગીતો સાથે પરત ફરીશ. મારા પ્રેક્ષકો મારી તાકાત છે.”

 

View this post on Instagram

 

A post shared by Ustad Rahat Fateh Ali Khan (@officialrfakworld)


તમને જણાવી દઈએ કે એક પાકિસ્તાની મીડિયા મુજબ રાહત ફતેહ અલી ખાન ને દુબઈ એરપોર્ટ પર પ્લેનમાં ચઢતા અટકાવવામાં આવ્યા હતા અને દુબઈ પોલીસે તેમની ધરપકડ કરી હતી. હવે રાહત ફતેહ અલી ખાને આ વિડીયો શેર કરીને તેની ધરપકડ ના સમાચાર ને ખોટા ગણાવ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 23, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
devoleena bhattacharjee is pregnant actress close source confirmed rumors
મનોરંજન

Devoleena bhattacharjee: શું ગર્ભવતી છે દેવોલિના ભટ્ટાચારજી? નજીક ના મિત્ર એ જણાવી હકીકત

by Zalak Parikh July 18, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Devoleena bhattacharjee: ટેલિવિઝન અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારજી ગર્ભવતી છે તેવા સમાચાર ઘણા સમય થી વહેતા થયા છે જો કે, હવે એક મીડિયા હાઉસ ના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી તેના પતિ શાહનવાઝ શેખ સાથે તેના પહેલા બાળકની અપેક્ષા રાખી રહી છે.હવે આ સમાચાર પર અભિનેત્રી ના નજીક ના એક મિત્ર એ હકીકત જણાવી છે. 

આ સમાચાર પણ વાંચો: Anant ambani and Radhika merchant: લગ્ન બાદ જામનગર પહોંચ્યા અનંત અને રાધિકા, જામનગર વાસીઓએ નવવિવાહિત નું કર્યું આ રીતે સ્વાગત

દેવોલિના ભટ્ટાચારજી ગર્ભવતી છે!

દેવોલિના ના નજીક ના મિત્ર એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “તે ગર્ભવતી છે, પરંતુ તે હજી તેની જાહેરાત કરવા માંગતી નથી. દેવોલિના પોતાની અંગત બાબતોને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે અને તેથી તે અત્યારે તેની પ્રેગ્નેન્સી પર કોઈ મીડિયાનું ધ્યાન આપવા માંગતી નથી, પરંતુ જ્યારે પણ તેને યોગ્ય સમય લાગશે ત્યારે તે ચોક્કસપણે સારા સમાચાર જાહેર કરશે.”

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)


દેવોલીનાના ગર્ભવતી હોવાના સમાચાર ત્યારે વહેતા થયા હતા જ્યારે નેટીઝન્સે તેના કેટલાક સોશિયલ મીડિયા ફોટામાં તેના કથિત બેબી બમ્પ ને જોયો હતો. તમને જણાવી દઈએ કે દેવોલીના એ ડિસેમ્બર 2022માં તેના બોયફ્રેન્ડ શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક