Tag: runs

  • Railway News : મોટી દુર્ઘટના ટળી! ડ્રાઇવર વિના જ 100 કિમી/કલાકની ઝડપે દોડતી રહી માલગાડી, જુઓ વિડીયો

    Railway News : મોટી દુર્ઘટના ટળી! ડ્રાઇવર વિના જ 100 કિમી/કલાકની ઝડપે દોડતી રહી માલગાડી, જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai 

    Railway News : હોશિયારપુરમાં રેલવેની મોટી બેદરકારી જોવા મળી. અહીં જમ્મુ-કાશ્મીરના કઠુઆથી માલસામાન ટ્રેન (14806R) ડ્રાઇવર-ગાર્ડ વિના પંજાબ પહોંચી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુડ્સ ટ્રેન લગભગ 78 કિલોમીટર સુધી ડ્રાઈવર કે ગાર્ડ વિના દોડતી રહી. હોશિયારપુરના ઉંચી બસ્સી રેલ્વે સ્ટેશન પર લાકડાના સ્ટોપર મૂકીને તેને અટકાવવામાં આવ્યું હતું. ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તપાસના આદેશ આપ્યા છે.

    આ રીતે રોકવામાં આવી માલગાડી 

    જણાવવામાં આવી રહ્યું છે કે કઠુઆથી સ્પીડ વધ્યા બાદ 53 વેગનની ડબલ એન્જિન માલગાડીને લગભગ બે કલાક સુધી ટ્રેક પર બેલગામ દોડતી રહી અને લગભગ 78 કિલોમીટર દૂર પંજાબના હોશિયારપુરમાં ઉંચા બસીમાં ટ્રેક પર પથ્થર અને લાકડાના બ્લોક્સ મૂકીને તેને અટકાવી દેવામાં આવી.. આ ઘટના બાદ રેલવે દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતાએ વધુ સવાલો ઉભા કર્યા છે.

     ડીઆરએમએ 6 લોકોને સસ્પેન્ડ કર્યા

    સાંજે લગભગ 7.10 કલાકે માલગાડીએ આગળ વધવાનું શરૂ કર્યું હતું. અગાઉ રેલવે સ્ટાફે ટ્રેન રોકીને માલગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઢાળના કારણે માલગાડીએ ઝડપ મેળવી હતી. ત્યારબાદ રેલ્વે સ્ટાફે તાકીદે આગળના તમામ સ્ટેશનોને એલર્ટ કરી રેલ્વે ક્રોસીંગ બંધ કરાવ્યા હતા. 

    ઢાળને કારણે માલગાડીએ ઝડપ મેળવી હતી

    ડીઆરએમ સંજય સાહુએ જણાવ્યું કે કઠુઆ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્ટર, પોઈન્ટ મેઈન એન્જિનના લોકો પાઈલટ અને આસિસ્ટન્ટ લોકો પાઈલટ અને કઠુઆ સ્ટેશનના ટ્રાફિક ઈન્સ્પેક્ટર અને લોકલ ઈન્સ્પેક્ટરને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે વંદે ભારત સહિત અડધો ડઝન જેટલી ટ્રેનો મોડી પડી હતી. સદ્નસીબે એ ટ્રેક પર કોઈ ટ્રેન નહોતી, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • IND vs SA 2nd Test : શું તમે ભારતનો નાટ્યાત્મક ધબળકો જોયો. જેમાં 0 રને 6 વિકેટ પડી. જુઓ તમામ વિકેટ અહીં…

    IND vs SA 2nd Test : શું તમે ભારતનો નાટ્યાત્મક ધબળકો જોયો. જેમાં 0 રને 6 વિકેટ પડી. જુઓ તમામ વિકેટ અહીં…

    News Continuous Bureau | Mumbai

    IND vs SA 2nd Test : કેપટાઉનમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે બંને ટીમ ઓલઆઉટ થઈ ગઈ છે. ટેસ્ટ ક્રિકેટમાં આવું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળે છે. ભારતે સાઉથ આફ્રિકાને 55 રનમાં આઉટ કરી દીધું હતું પરંતુ સારી લીડ લેવા તરફ આગળ વધી રહેલી ભારતીય ઇનિંગ્સ અચાનક તાશ ના પત્તાની જેમ પડી ગઈ હતી.  

    દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 55 રનમાં સમેટાઈ ગઈ 

    દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ પ્રથમ દાવમાં મેદાન માર્યું હતું, પરંતુ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની તોફાની બોલિંગ સામે તેઓ સરી પડ્યા હતા. સિરાજે છ વિકેટ લીધી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 55 રનમાં સમેટાઈ ગઈ હતી. આ એક થ્રિલરનો પહેલો ભાગ હતો. એવી અપેક્ષા હતી કે ભારત મોટી લીડ લેશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે આસાનીથી લીડ મેળવી હતી, પરંતુ ઈનિંગની 34મી ઓવર પછી જે બન્યું તે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઈતિહાસમાં ક્યારેય બન્યું ન હતું. ભારતે 11 બોલ રમ્યા બાદ કોઈ રન બનાવ્યા વિના તેની છ વિકેટ ગુમાવી દીધી હતી.

    11 બોલમાં છ વિકેટ પડી

    લુંગી એનગિડીએ કેએલ રાહુલને આઉટ કર્યો ત્યારે સ્કોરબોર્ડ 153/4 હતું. રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ પણ એક જ ઓવરમાં આઉટ થયા હતા. આગલી ઓવરમાં કાગિસો રબાડાએ વિરાટ કોહલી અને પ્રસિદ્ધ કૃષ્ણાને આઉટ કર્યા. મુકેશ કુમાર રન આઉટ થયો હતો. આ રીતે 11 બોલમાં ભારતે કોઈ રન ઉમેર્યા વિના છેલ્લી છ વિકેટ ગુમાવી દીધી હતી.

    આ સમાચાર પણ વાંચો :  Cyber Frauds: ભારતમાં સાયબર ગુનેગારોએ છેલ્લા ત્રણ વર્ષમાં અધધ 10,300 કરોડ રૂપિયાની ઉચાપત કરી, માત્ર આટલા ટકા રકમ જ થઈ રિકવર.. જાણો આંકડો..

  • Ravindra Jadeja : રવિંદ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં કર્યું એવુ કારનામુ જે કોઈ નથી કરી શક્યું… જાણો શું છે આ રેકોર્ડ.. વાંચો અહીં વિગતે..

    Ravindra Jadeja : રવિંદ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં કર્યું એવુ કારનામુ જે કોઈ નથી કરી શક્યું… જાણો શું છે આ રેકોર્ડ.. વાંચો અહીં વિગતે..

    News Continuous Bureau | Mumbai

    Ravindra Jadeja : ક્રિકેટ ઓલરાઉન્ડરમાં ( Cricket all rounder ) રવિન્દ્ર જાડેજાના ( Ravindra Jadeja ) નામે એક નવો રેકોર્ડ જોડાયો છે. તે ( Kapil Dev ) કપિલ દેવ પછી ODIમાં 200 વિકેટ અને 2,000 રન પાર કરનાર બીજો ભારતીય ક્રિકેટર ( Indian cricketer ) બન્યો છે. તેણે બાંગ્લાદેશ સામેની સુપર 4 મેચમાં તેની 200મી વિકેટ ઝડપી હતી.

    રવિન્દ્ર જાડેજાના નામે ODI ક્રિકેટમાં 123 ઇનિંગ્સમાં 2,578 રનનો રેકોર્ડ હતો. તેણે શુક્રવારે પ્રેમદાસા સ્ટેડિયમમાં ( Premadasa Stadium ) શમીમ હુસૈનની વિકેટ લઈને 200નો આંકડો પણ પાર કર્યો હતો.

    આ ખાસ રેકોર્ડ જાડેજાના નામે નોંધાયેલા છે

    સ્પિનર ​​રવિન્દ્ર જાડેજા વર્તમાન ભારતીય ટીમમાં ( Indian team ) મહત્વનો ઓલરાઉન્ડર છે. બોલર તરીકે પણ તેનું પ્રદર્શન સારું છે. કારણ કે, તે 200 ODI વિકેટનો આંકડો પાર કરનારો માત્ર સાતમો ભારતીય બોલર છે. આ પહેલા અનિલ કુંબલે (337), જવાગલ શ્રીનાથ (315), અજીત અગરકર (288), ઝહીર ખાન (282) અને કપિલ દેવ (252) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. જાડેજા હવે આવા દિગ્ગજોની હરોળમાં જોડાઈ ગયો છે.

    કપિલ દેવને તેમની કારકિર્દીમાં ODI ક્રિકેટ રમવા માટે પ્રમાણમાં ઓછી તકો મળી. પરંતુ, તેણે 225 વનડેમાં 27ની એવરેજથી 253 વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં તેણે 23 રનની એવરેજથી 3,783 રન બનાવ્યા છે. તેના નામે 1 સદી અને 14 અડધી સદી છે.

    આ સમાચાર પણ વાંચો :  Mexico’s Claim: મેક્સિકોમાં ‘એલિયન’ના અશ્મિભૂત અવશેષો મળ્યા? મેક્સિકોના દાવા પર નાસાએ આપી આ પ્રતિક્રિયા.. જાણો શું કહ્યું નાસાએ..વાંચો સંપુર્ણ વિગતો વિગતે..

    દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતને 266 રનનો પડકાર છે. 50 રનની આસપાસ 4 વિકેટ સાથે બાંગ્લાદેશે કેપ્ટન શકીલ હસનના 80 રનની મદદથી 2500નો માઈલસ્ટોન પાર કર્યો હતો. ત્યારપછી ભારતની શરૂઆત પણ ખરાબ રહી છે.

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન

    ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિંદ્ર જાડેજાએ 8 ફેબ્રુઆરી 2009ના રોજ કોલંબોમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમ સામે તેનુ ODI ડેબ્યૂ કર્યું હતી. તેણે અત્યાર સુધીમાં 181 વનડેની 123 ઇનિંગ્સમાં 32.22ની એવરેજ અને 84.27ની સ્ટ્રાઇક રેટથી 2,578 રન બનાવ્યા છે. તેણે 67 ટેસ્ટની 128 ઇનિંગ્સમાં 275 વિકેટ લીધી છે અને 98 ઇનિંગ્સમાં 2,804 રન બનાવ્યા છે. તેણે 64 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 51 વિકેટ લીધી છે. તેણે આ ફોર્મેટમાં 457 રન પણ બનાવ્યા છે.

  • રૂમઝૂમ કરતી મેટ્રો ટ્રેન દોડી ઉત્તર મુંબઈમાં.. જુઓ વિડિયો…

    રૂમઝૂમ કરતી મેટ્રો ટ્રેન દોડી ઉત્તર મુંબઈમાં.. જુઓ વિડિયો…

    ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો
    મુંબઈ, ૩૧ મે ૨૦૨૧
    સોમવાર

    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મેટ્રો ટ્રેનના ટ્રાયલ રનની શરૂઆત કરી. લીલી ઝંડી દેખાતા ની સાથે જ. મેટ્રો ટ્રેન દોડવા માંડી. ઉત્તર મુંબઈના લોકોને એસવી રોડ ઉપર પહેલી વખત મેટ્રો ટ્રેન જોવા મળી. જુઓ વિડિયો…