• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - rupali ganguli
Tag:

rupali ganguli

anupama new entry kasauti zindagi ki fame manish goel approach for rupali ganguly show
મનોરંજન

Anupama new entry: રાહી ના પિતા બાદ અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક અભિનેતા ની એન્ટ્રી,કસૌટી ઝીંદગી કી માં જોવા મળી ચુક્યો છે એક્ટર

by Zalak Parikh March 1, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Anupama new entry: અનુપમા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ માં હાલ અનુપમા માં હાલ રાહી અને પ્રેમ ના લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે. તેવામાં શો માં રાહી ના અસલી પિતા ની એન્ટ્રી થવા જઈ રહી છે. જે  અનુપમાના જીવનમાં મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કરશે. હવે શો ના નવીનતમ સમાચાર મુજબ અનુપમા માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી થવા જઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Ranbir kapoor and Aishwarya rai: એ દિલ હૈ મુશ્કિલ’ માં રણબીર અને ઐશ્વર્યા ના ઇન્ટિમેટ સીન પર નહિ પરંતુ અભિનેતા ના આ નિવેદન પર હતો બચ્ચન પરિવાર ને વાંધો, જાણો સમગ્ર મામલો

અનુપમા માં થશે મનીષ ગોયલ ની એન્ટ્રી!

મીડિયા રિપોર્ટ મુજબ અનુપમા માં કસૌટી ઝીંદગી કી ફેમ અભિનેતા મનીષ ગોયલ ની એન્ટ્રી થવા જઈ રહી છે. આ માટે મનીષ નો સંપર્ક પણ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, શોના નિર્માતાઓએ મનીષ ગોયલને લગભગ ફાઇનલ કરી લીધો છે અને તે ટૂંક સમયમાં શોનું શૂટિંગ શરૂ કરશે. જોકે, તેની ભૂમિકા અંગે હજુ સુધી કઈ જાણવા મળી શક્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by IWMBuzz (@iwmbuzz)


મનીષે અનુપમા સિરિયલ વિશે કહ્યું, “હા, નિર્માતાઓએ મને એક મહત્વપૂર્ણ ભૂમિકા માટે સંપર્ક કર્યો છે અને મને વાર્તા ગમી. જોકે, ચર્ચાઓ હજુ શરૂઆતના તબક્કામાં છે અને અનુપમાનો ભાગ બનવું મારા માટે એક લહાવો હશે. મનીષ કહાની ‘ઘર ઘર કી’, ‘કસૌટી જિંદગી કી’, ‘ભાભી’, જેવા ઘણા ટીવી શો માં જોવા મળી ચુક્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

શું શહનાઝ અને અનુપમા બનશે નચ બલિયે નો ભાગ- જાણો આ વખતે કોની સાથે બનશે આ સ્ટાર્સની જોડી

by Dr. Mayur Parikh August 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' (Nach Baliye)તેની નવી સીઝન સાથે બે વર્ષ પછી નાના પડદા પર પરત ફરવા માટે તૈયાર છે. અહેવાલ છે કે આ વખતે કરિશ્મા કપૂર, વૈભવી મર્ચન્ટ અને ટેરેન્સ લુઈસ શોને જજ  કરતા જોવા મળશે. તેમજ, આ શો ઓક્ટોબરના મધ્યમાં શરૂ થશે. પાછલી સીઝનની જેમ આ વખતે પણ સલમાન ખાન શો પ્રોડ્યુસ (Salman Khan produce)કરશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શોની સ્ક્રિપ્ટ(script) લખવામાં આવી છે. એક મહિના સુધી ચર્ચા કર્યા બાદ તેને મેકર્સે મંજૂરી આપી દીધી છે. આ વખતે શોમાં ઘણું બધું જોવાનું રહેશે. આ પહેલીવાર હશે કે જ્યારે સેલિબ્રિટીઓ (celebrities)આવશે અને તેમના ચાહકો સાથે સ્પર્ધા કરશે. પહેલા ઓડિશન (audition)લેવામાં આવશે અને ત્યારબાદ પસંદ કરાયેલા ફેન્સને સેલિબ્રિટી દ્વારા ટાસ્ક(celebrity task)આપવામાં આવશે. જે પણ જીતશે તેને સૌથી મોટા પ્રશંસક તરીકે મત આપવામાં આવશે અને તે શોમાં ભાગ લેશે.'નચ બલિયે 10'માં આ વખતે ઘણા મહાન સ્ટાર્સ જોવા મળશે. એવા અહેવાલો છે કે શહેનાઝ ગિલ, પ્રતીક સહજપાલ, મોહસીન ખાન અને 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીનો(Rupali Ganguli) શો માટે સંપર્ક કરવામાં આવ્યો છે. આ તમામ સ્ટાર્સ શોનો ભાગ બની શકે છે. તેની માહિતી બહાર આવ્યા બાદ ચાહકો પણ ખૂબ જ ઉત્સાહિત છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની આ પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે ઘણી ફિલ્મો નો હિસ્સો-જાણો તે ફિલ્મો વિશે

'નચ બલિયે 9'ને રવિના ટંડન અને અહેમદ ખાને જજ કર્યો હતો. તે જ સમયે, મનીષ પોલ(Manish Paul) અને વાલુચા ડિસોઝાએ આ શોને હોસ્ટ (host)કર્યો હતો. આ સીઝનની ટ્રોફી, જે 2019 માં આવી હતી, તે પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ કબજે કરી હતી. સિઝન 9 માં ઘણી સેલિબ્રિટીઓએ પણ તેમના ભૂતપૂર્વ સાથે ભાગ લીધો હતો.

August 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

અનુપમાના લાડલા પુત્ર સમરે તેની ઓન-સ્ક્રીન માતા સામે ઓક્યું ઝેર-શો ના બીજા કલાકારો વિશે કહી આ વાત

by Dr. Mayur Parikh August 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી ની લોકપ્રિય  સીરિયલ 'અનુપમા'(Anupama) છેલ્લા ઘણા દિવસોથી તેની સ્ટાર કાસ્ટને કારણે ચર્ચામાં છે. અનુપના જે દર અઠવાડિયે નંબર 1 અથવા નંબર 2 પર હોય છે. આ સમયે આ સિરિયલ ઘણા વિવાદોનો સામનો કરી રહી છે. અનુપમાના પુત્ર સમરનું પાત્ર ભજવતા પારસ કલનાવત(Paras Kalnawat quit the show)નું પત્તું સીરિયલમાંથી સાફ થઈ ગયું છે. પારસના શોમાંથી બહાર હોવાના સમાચાર પર શોના નિર્માતાઓએ જાતે જ મોહર લગાવી દીધી છે.એવું માનવામાં આવે છે કે પારસે નિર્માતાઓને જાણ કર્યા વિના રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' (Jhalak Dikhlaja 10)સાઇન કરી લીધો હતો, ત્યારબાદ તેને રાતોરાત સીરિયલમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આ અહેવાલો સામે આવ્યા બાદ પારસે પણ મૌન તોડ્યું છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં રૂપાલી ગાંગુલીથી (Rupali Ganguly)લઈને ગૌરવ ખન્ના પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન પારસે રૂપાલીનું નામ લીધા વિના કહ્યું – હું તમને મારા દુશ્મનનું નામ નથી જણાવી શકતો. હું કોઈ મહિલા પર આરોપ લગાવવા માંગતો નથી. હું આ મુદ્દે મૌન રહેવા માંગુ છું. જો વધુ બોલાચાલી થશે તો ઝઘડો પણ વધી શકે છે.પારસે વધુ માં કહ્યું કે, "ટીવી ઈન્ડસ્ટ્રીમાં (TV industry)ઘણું રાજકારણ છે. આમાં ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે. જો તમે આ રાજકારણનો(politics) હિસ્સો નથી, તો તમે પાછળ રહી જશો. જો તમે શાંત વ્યક્તિ છો તો તમે આ રાજનીતિનો હિસ્સો છો. હું ટકી શકીશ નહીં. હું પોતે આનો શિકાર બન્યો છું." 

આ સમાચાર પણ વાંચો : લગ્ન ના 6 વર્ષ બાદ માતા પિતા બનવા જઈ રહ્યું છે બોલિવૂડ નું આ આદર્શ કપલ

જ્યારે પારસ ને એક પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કે, જ્યારે તે શોમાંથી બહાર હતો ત્યારે તેના કો-સ્ટાર્સે (Co-star)કેવી પ્રતિક્રિયા આપી? તેના પર પારસે કહ્યું કે ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલ 'અનુપમા'માં તેની ઓનસ્ક્રીન માતા (Onscreen mother)રૂપાલી ગાંગુલીએ જ્યારે તે શોમાંથી બહાર હતો ત્યારે તેની હાલત વિશે પણ પૂછ્યું ન હતું. રૂપાલીએ પારસને ફોન કે મેસેજ (phone or massage)કર્યો ન હતો. તે જ સમયે, અનુજ કાપડિયા ઉર્ફે ગૌરવ ખન્નાએ (Gaurav Khanna)પણ તેના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કર્યો ન હતો.બીજી બાજુ નિધિ શાહ એટલે કે કિંજલ, મુસ્કાન બામને અને સુધાંશુ પાંડેએ મને કોલ(call) કર્યો હતો. બાનું પાત્ર ભજવતી અલ્પના બુચ અને કાવ્યા એટલે કે મદાલસા શર્મા એ મને મેસેજ (massage)કર્યો હતો.

August 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જે પાર્ટીમાં પાપા ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યાં એક વેઈટર તરીકે કામ કરતી હતી રૂપાલી- અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ એક ભાવનાત્મક પોસ્ટમાં કહી પોતાની આપવીતી

by Dr. Mayur Parikh July 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

લોકપ્રિય ટીવી સિરિયલ 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી(Rupali Ganguly) ને આજે કોઈ પરિચયની જરૂર નથી. અનુપમા નું આ પાત્ર તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે, જેણે તેને એક નવી ઓળખ આપી છે. દર્શકો તેના આ  પાત્રને ખૂબ પસંદ કરે છે. આ જ કારણ છે કે રૂપાલી ઉર્ફ અનુપમા(Anupama) હાલમાં ટેલિવિઝન ઉદ્યોગની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. પણ આ સ્થાન સુધી પહોંચવાની સફર રૂપાલી માટે આસાન ન હતી.તે આજે જે પદ પર છે તેના માટે તેણે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને સંઘર્ષોનો(struggle) સામનો કર્યો છે. તમને જણાવી દઈએ કે રૂપાલીએ માત્ર 12 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. હ્યુમન ઓફ બોમ્બેએ તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પેજ પર રૂપાલીના ડેબ્યૂના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે.

View this post on Instagram

A post shared by Humans of Bombay (@officialhumansofbombay)

રૂપાલી ગાંગુલીએ જણાવ્યું કે તેને બાળપણથી જ એક્ટિંગનો (acting)શોખ છે. તેમના પિતા અનિલ ગાંગુલી દિગ્દર્શક હતા, તેથી તેમના ઘરમાં બાળપણથી જ અભિનયનું વાતાવરણ હતું. રૂપાલીના પિતા ખૂબ જ સફળ નિર્દેશક હતા અને તેમણે એકથી વધુ હિટ ફિલ્મો આપી હતી. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે અનિલ ગાંગુલીની ફિલ્મો ખરાબ રીતે ફ્લોપ(flop) થવા લાગી. જેના કારણે રૂપાલીનો પરિવાર આર્થિક સંકટનો સામનો કરવા લાગ્યો હતો.રૂપાલીએ એક બુટિકમાં પણ કામ કર્યું હતું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરવા વેઇટ્રેસ (waitress)તરીકે નોકરી લીધી હતી. એકવાર જે પાર્ટીમાં રૂપાલીના પપ્પાને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યા હતા, તે જ પાર્ટીમાં રૂપાલી વેઈટરનું કામ સંભાળતી હતી. રૂપાલી માટે આ સફર આસાન ન હતી, પરંતુ હવે તે દર્શકોના દિલ પર રાજ કરે છે.

આ સમાચાર પણ વાંચો : પહેચાન કૌન-એક કે બે નહીં આ ફોટામાં છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 5 મોટા સુપરસ્ટાર-જે કોઈ આ સ્ટાર્સ ને ઓળખી બતાવશે તે કહેવાશે સરતાજ

તમને જણાવી દઈએ કે રૂપાલીએ અનુપમા (Anupama)સિરિયલથી ઘણી સફળતા મેળવી છે. રૂપાલી જણાવે છે કે તે તેના પિતાના મૃત્યુ બાદ ખૂબ જ ભાંગી પડી હતી અને તે જ સમયે તેને અનુપમાની ઓફર મળી હતી. પરંતુ તેણી તેના પિતાના મૃત્યુના દુઃખને દૂર કરી શકી ન હતી અને થોડા સમય માટે વિરામ ઇચ્છતી હતી. પરંતુ આવા મુશ્કેલ સમયમાં રૂપાલીને તેના પતિ અશ્વિને (Ashwin)સંભાળી અને જીવનમાં આગળ વધવાની અને કામ કરવાની પ્રેરણા આપી.

July 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

રૂપાલી ગાંગુલી સાથેના અણબનાવ પર સુધાંશુ પાંડેએ તોડ્યું મૌન, અભિનેત્રી વિશે કહી આ વાત

by Dr. Mayur Parikh April 23, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવીની  ધમાકેદાર સિરિયલ 'અનુપમા' (Anupama) આ દિવસોમાં તેના ટ્વિસ્ટ અને ટર્ન્સ અને ટીઆરપીની (TRP) રેસમાં સૌથી આગળ હોવાને કારણે ચર્ચામાં છે. શોમાં જ્યાં અનુપમા (Anupama) અને અનુજ (Anuj) એટલે કે રૂપાલી ગાંગુલી  (Rupali Ganguli)અને ગૌરવ ખન્ના (Gaurav Khanna) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, ત્યારે વનરાજ (Vanraj) આ બધું સહન કરી શકતો નથી. 'અનુપમા' (Anupama)માં રૂપાલી ગાંગુલી અને વનરાજ ઘણીવાર એકબીજાને ઝઘડતા અને ટોણા મારતા બતાવવામાં આવે છે. પરંતુ બંને વિશે એવું પણ કહેવાય છે કે તેઓ ઑફસ્ક્રીન પણ એકબીજા સાથે વાત કરતા નથી. એટલું જ નહીં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે (Sudhanshy Pande) વિશે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. હવે અભિનેતાએ પોતે આ બધી બાબતો પર મૌન તોડ્યું છે અને રૂપાલી ગાંગુલી સાથેના તેના બોન્ડિંગનો પણ ખુલાસો કર્યો છે.

સુધાંશુ પાંડેએ (Sudhanshu Pande) એક ન્યૂઝ પોર્ટલ ને  આપેલા ઈન્ટરવ્યુમાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) સાથેના તેમના બોન્ડિંગ (Bonding) અંગે મૌન તોડ્યું હતું. તેણે કહ્યું કે મને લાગતું હતું કે રૂપાલીની બર્થડે પાર્ટીની (Birthday party) તસવીરો વાયરલ (Viral) થયા બાદ આ તમામ અટકળોનો અંત આવશે. સુધાંશુ પાંડેએ રૂપાલી સાથેના કોલ્ડ વોર પર કહ્યું, "મને લાગતું હતું કે આ બધી કોલ્ડ વોર અફવાઓ તેના જન્મદિવસ (Ruspaldi sbirthday party) પછી સમાપ્ત થઈ જશે કારણ કે અમે પાર્ટીમાં સાથે ખૂબ જ મસ્તી કરી હતી. અમે સાથે ડાન્સ કરતા હતા અને ઈન્ટરનેટ પર શેર કરેલી તસવીરો માં લોકોએ અમને હસતા અને મસ્તી કરતા જોયા હતા. "

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ ની આ ટોચ ની અભિનેત્રી કાન્સ 2022માં આપશે હાજરી,ફરી ચાલશે એક્ટ્રેસ નો જાદુ

સુધાંશુ પાંડેએ (Sudhanshu pande) રૂપાલી ગાંગુલી (Rupali Ganguli)વિશે વાત કરતાં આગળ કહ્યું, "હું આશા રાખું છું કે આ બધી પાયાવિહોણી અફવાઓ પર વિરામ મૂકવામાં આવે કારણ કે તેમાં કોઈ સત્ય નથી. જ્યાં સુધી સોશિયલ મીડિયા પોસ્ટનો (social media post) સંબંધ છે, રૂપાલી તેના  ઓનસ્ક્રીન પાર્ટનર (onscreen partner)અનુજ સાથે રીલ્સ (reels) શેર કરે છે. હું મારી પાર્ટનર કાવ્યા એટલે કે મદાલસા શર્મા (Madalsa Sharma) સાથે ફોટા અને વીડિયો શેર કરું છું. તેથી આ વસ્તુઓ પ્રોફેશનલ છે, વ્યક્તિગત નથી."

April 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘અનુપમા નમસ્તે અમેરિકા’ ના સેટ પર રૂપાલી ગાંગુલીનો ‘શિનચેન’ અવતાર મળ્યો જોવા, વાયરલ થયો વીડિયો; જુઓ વિડિયો, જાણો વિગત

by Dr. Mayur Parikh April 11, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી આ દિવસોમાં તેના નવા શો અનુપમા નમસ્તે અમેરિકાના શૂટિંગમાં વ્યસ્ત છે. દર્શકો આ શો દ્વારા અનુપમાના જૂના જીવનથી પરિચિત થઈ શકશે. અનુપમાની સફળતા જોઈને નિર્માતાઓએ તેનું OTT વર્ઝન અનુપમા નમસ્તે અમેરિકા લોન્ચ કરવાનું નક્કી કર્યું. રૂપાલી ગાંગુલી હાલમાં અનુપમા નમસ્તે અમેરિકા અને અનુપમા માટે શૂટિંગ કરી રહી છે. વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ રૂપાલી ગાંગુલી ફેન્સ માટે ફની વીડિયો બનાવવાનું ભૂલતી નથી. અભિનેત્રીનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે શિનચેન નો પ્રખ્યાત ડાયલોગ રિક્રિએટ કરી રહી છે.

View this post on Instagram

A post shared by Rups (@rupaliganguly)

સામે આવેલા આ વીડિયોમાં તેની કો-સ્ટાર એકતા સરૈયા રૂપાલી સાથે જોવા મળી રહી છે. એકતા સિરિયલ અનુપમામાં વનરાજ શાહની બહેન ડોલીના રોલમાં જોવા મળે છે. વીડિયોમાં બંને શિનચેન નો એક સીન રિક્રિએટ કરી રહ્યાં છે અને તેને શેર કરતી વખતે રૂપાલી ગાંગુલીએ કેપ્શનમાં લખ્યું, 'અમે સુંદર લાગી રહ્યા છીએ? હે ને ?' રૂપાલી ગાંગુલીના આ વીડિયો પર અત્યાર સુધીમાં 90 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો : ‘ધ કપિલ શર્મા શો’ માં નહિ પરંતુ આ કોમેડી શો માં થઇ શકે છે નવજોત સિંહ સિદ્ધુ ની વાપસી! જાણો વિગત

અનુપમા સિરિયલની વાત કરીએ તો આ દિવસોમાં અનુપમા અને અનુજ કાપડિયાના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ વનરાજે નોકરી ગુમાવી દીધી છે અને બા તેની હાલત જોઈને ખૂબ જ પરેશાન છે. આવી સ્થિતિમાં તે જલ્દી જ અનુજ કાપડિયા પાસે મદદ માટે જશે. અનુજ કાપડિયા લગ્ન પહેલા જ શાહ પરિવાર પર મોટો ઉપકાર કરતા જોવા મળશે. હાલમાં, બા અને વનરાજ તેના લગ્નની વિરુદ્ધ છે. આવી સ્થિતિમાં જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં બંને એક સાથે મળી ને શું કરશે?

April 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલીના પિતાએ આ કારણે વેચવું પડ્યું ઘર, અભિનેત્રીએ જણાવી આપવીતી; જાણો વિગત

by Dr. Mayur Parikh April 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

'અનુપમા' સ્ટાર રૂપાલી ગાંગુલી તેના હિટ ટેલિવિઝન શો માટે જાણીતી છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રૂપાલીના પિતા અનિલ ગાંગુલી ફિલ્મ નિર્માતા હતા. તેમને 1970ના દાયકામાં કોરા કાગઝ અને તપસ્યા જેવી બીજી ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. પરંતુ તેની સફળતા છતાં, તેના જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે તેણે પોતાનું ઘર વેચવું પડ્યું.એક ન્યૂઝ પોર્ટલ સાથેની તાજેતરની વાતચીતમાં, રૂપાલી ગાંગુલીએ યાદ કર્યું કે તેના પિતા એકવાર ધર્મેન્દ્ર સાથે ફિલ્મ બનાવી રહ્યા હતા જે વિલંબમાં પડી. તેણે પોતાનું ઘર વેચવું પડ્યું જે પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો.

'સારાભાઈ Vs સારાભાઈ' અભિનેત્રીએ કહ્યું કે ફિલ્મનો બિઝનેસ હવે ખૂબ જ સંગઠિત છે, પરંતુ તે સમયે બધું જ ખરાબ હતું. તે સમયે, તે પૈસાને બદલે મૂવી બનાવવાનો જુસ્સો વધારે હતો. હવે ફિલ્મો બનાવવી એ ધંધો છે, ત્યારે ગાંડપણ હતું. લોકો ફિલ્મો બનાવવા માટે ઘર વેચતા હતા. અને જો ફિલ્મ ફ્લોપ થાય તો તે ઘરે જતું રહેતું. અમારી સાથે એવું જ થયું છે."રૂપાલી ગાંગુલીએ કહ્યું કે, તેના પિતા શરૂઆતમાં ફિલ્મો બનાવવા માટે જાણીતા હતા. તેણે જણાવ્યું કે 1985માં અનિલ કપૂર, રાખી અને અમૃતા સિંહ અભિનીત ફિલ્મ સાહેબ 40 દિવસમાં બની હતી. તેથી ધર્મેન્દ્ર સાથે ફિલ્મ ખેંચાઈ ત્યારે તે મુશ્કેલ બની ગયું હતું. અભિનેત્રીએ કહ્યું કે, મારા પિતાએ ધર્મેન્દ્ર સાથે ફિલ્મ બનાવી હતી. તે 3-4 વર્ષ સુધી ખેંચાઈ હતી. તે દરમિયાન અમે ઘણું ગુમાવ્યું. પરંતુ તેઓ કહે છે તેમ, જે ઉપર જાય છે તેને નીચે આવવું પડે છે.

આ સમાચાર પણ વાંચો :7 વર્ષની ઉંમરે બોલિવૂડ ના આ દિગ્ગજ અભિનેતા સાથે જોવા મળી હતી રૂપાલી ગાંગુલી; જાણો અભિનેત્રી ના ફિલ્મી કરિયર વિશે

રૂપાલીએ અનુપમા સિરિયલ માટે તેને મળી રહેલી લોકપ્રિયતા વિશે કહ્યું, "એક માનવ તરીકે મને ઘણું બધું આપ્યું છે. તેનાથી મને વિશ્વાસ થયો કે કદાચ હું એક સારી અભિનેત્રી છું. એવું નથી કે મેં મારી જાતની કદર નથી કરી." ત્યાં કોઈ સ્વ-પ્રેમ ન હતો. સ્વ-મૂલ્ય (હવે) ત્યાં છે. એવો વિશ્વાસ કે કદાચ હું મારી કલાને જાણું છું." તમને જણાવી દઈએ કે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો ટીઆરપી લિસ્ટમાં ટોપ પર રહે છે, જ્યારે અનુપમાની પ્રિક્વલ અનુપમા – નમસ્તે અમેરિકા નું 25 એપ્રિલથી હોટસ્ટાર પર સ્ટ્રીમિંગ શરૂ થશે.

April 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

7 વર્ષની ઉંમરે બોલિવૂડ ના આ દિગ્ગજ અભિનેતા સાથે જોવા મળી હતી રૂપાલી ગાંગુલી; જાણો અભિનેત્રી ના ફિલ્મી કરિયર વિશે

by Dr. Mayur Parikh April 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવીની અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલી 5 એપ્રિલે  તેનો 45મો જન્મદિવસ ઉજવ્યો હતો. આજે રૂપાલી ગાંગુલીને કોઈ પરિચયની જરૂર નથી. એક સમયે જે લોકપ્રિયતા અને ઓળખ સ્મૃતિ ઈરાનીને તુલસી વિરાણીના રોલમાં મળી હતી, આજે રૂપાલી ગાંગુલીને અનુપમાના રોલમાં એટલો જ પ્રેમ મળી રહ્યો છે. તેણે ટેલિવિઝન પર સારાભાઈ vs સારાભાઈ જેવા ઘણા શોમાં કામ કર્યું છે પરંતુ અનુપમાએ તેને જબરદસ્ત લોકપ્રિયતા અપાવી છે.

5 એપ્રિલ 1977ના રોજ કલકત્તામાં જન્મેલી રૂપાલી ગાંગુલીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને તેની સાથે તેણે થિયેટરમાં કામ કર્યું હતું. તેમના પિતા અનિલ ગાંગુલી દિગ્દર્શક હતા અને તેમના ભાઈ ભાઈ વિજય ગાંગુલી ફિલ્મોમાં નિર્માતા અને અભિનેતા છે. રૂપાલી ગાંગુલી માત્ર 7 વર્ષની હતી જ્યારે તેણે ફિલ્મી દુનિયામાં અભિનયની શરૂઆત કરી હતી. પિતાની ફિલ્મ 'સાહેબ'માં તેણે અનિલ કપૂર, અમૃતા સિંહ, રાખી ગુલઝાર, સુરેશ ચટવાલ સાથે કામ કર્યું હતું.વર્ષ 1987માં તેણે મિથુન ચક્રવર્તી, રાકેશ રોશન સાથે ફિલ્મ મેરા યાર મેરા દુશ્મનમાં કામ કર્યું હતું. 10 વર્ષનો વિરામ લીધા પછી, તે સ્ક્રીન પર પાછી આવી અને ગોવિંદા સ્ટારર ફિલ્મ દો આંખે બારહ હાથમાં જોવા મળી. 1997માં તે મિથુન ચક્રવર્તી સાથે અંગારા ફિલ્મમાં જોવા મળી હતી. તેણે વર્ષ 2000માં સુકન્યા સિરિયલથી ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે 'દિલ હૈ કી માનતા નહીં', 'ઝિંદગી તેરી મેરી કહાની', સંજીવની અને 'સારાભાઈ Vs સારાભાઈ'માં જોવા મળી હતી.

આ સમાચાર પણ વાંચો : 'RRR'ની સફળતાથી ખુશ, રામ ચરણે દેખાડ્યું મોટું દિલ, ક્રૂ મેમ્બર્સને આપી આ કિંમતી ભેટ; જાણો વિગત

43 વર્ષની ઉંમરે, રૂપાલી ગાંગુલી સ્ટાર પ્લસની સિરિયલ અનુપમા માટે સંમત થઈ હતી. એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતીય ટેલિવિઝન પર સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી છે. જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલીએ દરરોજ 1.5 લાખ રૂપિયાની ફી સાથે કામ શરૂ કર્યું હતું. હવે રૂપાલી રોજના 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. તે હવે ભારતીય ટીવી પર સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની ગઈ છે. રૂપાલી ગાંગુલીએ તેની એકટિંગ થી ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા નામોને માત આપી છે.

April 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘અનુપમા’ એટલે કે અભિનેત્રી રૂપાલી ગાંગુલી એ પોતાના જન્મદિવસ પહેલા ચાહકો પાસે માંગી અનોખી ગિફ્ટ, કહ્યું- ગિફ્ટ ન મોકલીને મારા માટે કરો આ ખાસ કામ; જાણો વિગત

by Dr. Mayur Parikh April 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી ઈન્ડસ્ટ્રીની ક્વીન રૂપાલી ગાંગુલી ને કોઈ પરિચયની જરૂર નથી. રૂપાલી ગાંગુલી હવે ઘર-ઘર ટીવી સિરિયલ અનુપમાના તેના પાત્રના નામથી જ ઓળખાય છે. ટૂંક સમયમાં અનુપમા તેનો 45મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. તેના જન્મદિવસ પહેલા રૂપાલી ગાંગુલી તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ થઈને તેના ચાહકો સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન, ટીવી અભિનેત્રીએ તેના ચાહકો પાસેથી તેના જન્મદિવસ પહેલા એક અનોખી ભેટ માંગી છે. અભિનેત્રીએ કહ્યું કે તે નથી ઈચ્છતી કે તેના ચાહકો તેને તેના જન્મદિવસ પર ભેટ આપે. તેમને ગિફ્ટ મોકલવાને બદલે તે ઈચ્છે છે કે તેના ચાહકો કોઈ ખાસ કામ કરે.

View this post on Instagram

A post shared by Rups (@rupaliganguly)

તાજેતરમાં અનુપમાની રૂપાલી ગાંગુલી તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીએ લોકોને ખાસ વિનંતી કરી હતી કે  તેઓ તેમના જન્મદિવસ પર ગિફ્ટ મોકલવાને બદલે જ્યારે પણ સમય મળે ત્યારે રસ્તા પર રખડતા પ્રાણીઓને ખવડાવે. અભિનેત્રીએ કહ્યું કે 'જરા કલ્પના કરો કે તમે ભૂખ્યા છો પણ કંઈ કહી શકતા નથી, બાળકો ભૂખ લાગે ત્યારે રડે છે પણ આ પ્રાણીઓ પાસે કોઈ વિકલ્પ નથી.' અભિનેત્રીએ કહ્યું કે 'કૃપા કરીને મને પ્રાણી આશ્રય બનાવવામાં મદદ કરો. હું એમ નથી કેહતી  કે તમારે કૂતરો દત્તક લેવો જોઈએ, પરંતુ જો શક્ય હોય તો, તેમને એક સમયે એક ભોજન ખવડાવો. આ સાથે પક્ષી માટે પાણી પણ રાખો.અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તેના પિતા માનતા હતા કે અમે અહીં પૈસા કમાવવા માટે નહીં પરંતુ કર્મ કમાવવા આવ્યા છીએ. આ સાથે, અભિનેત્રીએ તેના તમામ ચાહકોનો ખૂબ પ્રેમ વરસાવવા અને દરેક સમયે સાથ આપવા બદલ આભાર માન્યો.

આ સમાચાર પણ વાંચો : મિસ યુનિવર્સ હરનાઝ સંધુએ બોડી શેમિંગ પર ટ્રોલ્સનો આપ્યો જડબાતોડ જવાબ, આ બીમારીને કારણે વધી રહ્યું છે વજન ; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલી સારાભાઈ Vs સારાભાઈ ટીવી સિરિયલમાં મોનિષાના પાત્ર માટે પણ જાણીતી છે. પરંતુ અનુપમા ટીવી સીરિયલને કારણે અભિનેત્રીની કારકિર્દીને વેગ મળ્યો અને તેની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધી ગઈ.

April 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

‘અનુપમા’ સિરિયલ એ બદલ્યું રૂપાલી ગાંગુલીનું ભાગ્ય, અભિનેત્રી ને અનુપમા નું પાત્ર ભજવવા અંગે હતી આ શંકા, એક્ટ્રેસે કર્યો ખુલાસો

by Dr. Mayur Parikh March 10, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

અભિનેત્રી રૂપાલી ગાંગુલી સતત ચર્ચામાં રહે છે. ટીવી શો ‘અનુપમા’ માં તે એક ગુજરાતી ગૃહિણીની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. તાજેતરમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે આ રોલને લઈને ડરતી હતી.શોમાં, રૂપાલીને એક સમર્પિત માતા અને પુત્રવધૂ તરીકે બતાવવામાં આવી છે, જે ઘણી વાર તેનું શિક્ષણ પૂરું ન કરવાને કારણે નિરાશ થઈ જાય છે. રૂપાલીએ કહ્યું હતું કે સાત વર્ષના અંતરાલ પછી સ્ક્રીન પર પાછા ફરવાને લઈને તેનામાં  બહુ આત્મવિશ્વાસ ન હતો.

એક મીડિયા હાઉસ ને આપેલા  એક ઈન્ટરવ્યુમાં રૂપાલી એ જણાવ્યું હતું કે, "જ્યારે હું ‘અનુપમા’ સાથે જોડાઈ ત્યારે હું જાડી હતી અને મેં મારા નિર્માતા રાજન શાહીને કહ્યું હતું કે તમને એક હિરોઈન જોઈએ છે અને આ ઉંમરે મને થોડું વજન ઘટાડવા દો. પરંતુ નિર્માતાએ મને કહ્યું કે તેઓ હિરોઈન નહિ પરંતુ એક માતા જોઈએ છે. તેણે કહ્યું, 'મારે માતા જોઈએ છે અને તમે આ રોલ માટે પરફેક્ટ છો કારણ કે માતાઓ આવી હોય છે. મમ્મીને જિમ જવાનો સમય નથી મળતો અને તેનું ફિગર પરફેક્ટ છે. માતા એક માતા છે, તે પહેલા તેના બાળકો, પરિવાર, ઘર વિશે વિચારે છે અને પછી જ્યારે તેને સમય મળે છે, તે કદાચ પોતાના વિશે વિચારે છે."

આ સમાચાર પણ વાંચો : આ ગાયકે 15 વર્ષ શો ને હોસ્ટ કર્યા બાદ ટીવી ઈન્ડસ્ટ્રીને કહ્યું અલવિદા! ભાવનાત્મક પોસ્ટ શેર કરીને કરી જાહેરાત

રૂપાલી એ વધુ માં  કહ્યું, "હું સાત વર્ષથી ગૃહિણી હતી અને ઘરે જ હતી. તેથી જ્યારે હું આ શોમાં જોડાઈ ત્યારે મને મારા પાત્ર વિશે શંકા હતી. શું હું સ્ક્રીન પર સારી દેખાઈશ, શું હું જાડી દેખાઈશ? ખાસ કરીને ત્યારે જ્યારે તમે સારા ફિગર માટે જાણીતા હોવ. તો સ્ક્રીન પર મારી જાતને સ્વીકારવા માટે અને લોકો મારા વિશે શું વિચારશે જેમ કે તેણીએ આટલું વજન કેમ વધાર્યું છે, તે કેવું દેખાશે, શું મારો શો સ્વીકારવામાં આવશે કારણ કે કદાચ હું ખૂબ ખરાબ હોઈશ, શું હું સાત વર્ષના ગેપ પછી સારો અભિનય કરી શકીશ? .તમને જણાવી દઈએ કે , રૂપાલી શોમાં તેના અભિનય માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે, જેને તેની ટોચની TRP માટે સફળ જાહેર કરવામાં આવી છે.

March 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક