• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Saif ali khan attack case
Tag:

Saif ali khan attack case

Saif Ali Khan Attack Case: Big Revelation About Fingerprints in Chargesheet
મનોરંજન

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન કેસ માં આવ્યું મોટું અપડેટ, ફિંગરપ્રિન્ટ ને લઈને ચાર્જશીટમાં થયો ખુલાસો

by Zalak Parikh April 15, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેના બાંદ્રા ના ઘર માં હુમલો થયો હતો. હવે સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. બાંદ્રા પોલીસ દ્વારા દાખલ કરાયેલી 1613 પાનાની ચાર્જશીટમાં ફિંગરપ્રિન્ટ્સ ના બે રિપોર્ટ્સ જોડવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો: ShahRukh Khan LA Mansion: શાહરુખ ખાન નું લોસ એન્જલસ વાળું ઘર આમ જનતા માટે ખુલ્લું મુકાયું, બસ એક રાત સ્ટે કરવા માટે ચૂકવવું પડશે અધધ આટલું ભાડું

ફિંગરપ્રિન્ટ્સના નમૂનાઓ

ચાર્જશીટમાં જણાવાયું છે કે સૈફ અલી ખાનના ફ્લેટમાંથી લેવામાં આવેલા 20 ફિંગરપ્રિન્ટ નમૂનાઓમાંથી કોઈપણ નમૂનાઓ આરોપી શરિફુલ ઇસ્લામ સાથે મેચ થયા નથી.ચાર્જશીટમાં એક CID રિપોર્ટમાં જણાવાયું છે કે બિલ્ડિંગની 8મી માળ પર મળેલી એક બાજુની હથેળીની છાપ આરોપી સાથે મેચ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Times Applaud Trends (@timesapplaudtrends)


આરોપીએ પોતાના વકીલ દ્વારા જામીન માટે અરજી કરી છે. આ કેસની સુનાવણી 17 એપ્રિલે સેશન કોર્ટમાં થવાની છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 15, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saif Ali Khan Attack Case: Police files 1000-page chargesheet with crucial evidence against the accused
મનોરંજન

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન હુમલા કેસ માં આવ્યું મોટું અપડેટ,આરોપીઓ વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા મળતા પોલીસે ફાઈલ કરી આટલા પાનાં ની ચાર્જશીટ

by Zalak Parikh April 9, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan Attack Case: મુંબઈ ના બાંદ્રા વિસ્તારમાં સૈફ અલી ખાનના ઘરે જાન્યુઆરી માં થયેલા ચાકૂ ના હુમલામાં આરોપી સામે પોલીસ ને મહત્વના પુરાવા મળ્યા છે. આ કેસમાં 1000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં ફોરેન્સિક લેબ રિપોર્ટનો પણ ઉલ્લેખ છે.

આ સમાચાર પણ વાંચો: CID 2: શું હવે ખરેખર સીઆઇડી માં નહીં જોવા મળે શિવાજી સાતમ? આ અભિનેતા એસીપી માં જોવા મળશે તેવી છે ચર્ચા

ફોરેન્સિક રિપોર્ટમાં મળ્યા મહત્વના પુરાવા

પોલીસના જણાવ્યા અનુસાર, ક્રાઇમ સીન પરથી મળેલા ચાકૂના ટુકડા અને આરોપીના ફિંગરપ્રિન્ટ રિપોર્ટ ચાર્જશીટમાં સામેલ છે.પોલીસે ચાર્જશીટમાં આરોપી સામેના પુરાવાઓને મજબૂત બનાવ્યા છે, જેમાં ફોરેન્સિક રિપોર્ટ અને ક્રાઇમ સીન પરથી મળેલા ચાકૂના ટુકડાઓનો ઉલ્લેખ છે

Saif Ali Khan stabbing attack case: Mumbai police files 1000-page chargesheet to Bandra Court

Read @ANI Story |https://t.co/lqBwPwW1W9#SaifAliKhan #Bandrapolice #chargesheet pic.twitter.com/EQDKXUBXls

— ANI Digital (@ani_digital) April 9, 2025


આ કેસમાં આરોપી શરીફુલ ઇસ્લામને સૈફના ઘેર ઘૂસીને ચાકૂથી હુમલો કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સૈફને ગંભીર ઇજા થઈ હતી અને તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 9, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saif Ali Khan stabbing case Saif Ali Khan Attack case Bandra Court sent main accused for 14 days judicial custody
મનોરંજનમુંબઈ

Saif Ali Khan stabbing case: કોર્ટે પોલીસની દલીલો ફગાવી… સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને આટલા દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો

by kalpana Verat January 30, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Saif Ali Khan stabbing case: મુંબઈ પોલીસ અભિનેતા સૈફ અલી ખાન કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં, આરોપી શરીફુલની તપાસ ચાલી રહી છે. દરમિયાન, મુંબઈ પોલીસ બુધવારે શરીફુલના ત્રીજા પોલીસ રિમાન્ડ લેવા માટે કોર્ટમાં ગઈ હતી, પરંતુ પોલીસને રિમાન્ડ મળ્યા ન હતા. કોર્ટે શરીફુલને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

Saif Ali Khan stabbing case: મુંબઈ પોલીસે આ પાંચ કારણ આપીને માંગ્યા રિમાન્ડ 

મુંબઈ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ તેને કોર્ટમાં રજૂ કર્યો. મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થતાં, મુંબઈ પોલીસે શફીકુલના રિમાન્ડની માંગણી કરતા કહ્યું કે તેમને હજુ પણ આરોપીને પૂછવાનું બાકી છે કે તેણે હથિયારો ક્યાંથી ખરીદ્યા હતા અને તેમણે તેની તપાસ કરવાની છે. પોલીસે કહ્યું કે અમે બધા હથિયારો જપ્ત કરી લીધા છે. મુંબઈ પોલીસે રિમાન્ડ લેવા માટે બીજું કારણ એ આપ્યું હતું કે તેમણે હજુ પણ તપાસ કરવાની છે કે ગુના પહેલા તેણે કોઈ રેકી કરી હતી કે નહીં અને તેની તપાસ કરવાની જરૂર છે. ત્રીજું કારણ એ છે કે આ ગુનામાં તેનો બીજો કોઈ સાથી નથી. ચોથા કારણમાં, પોલીસે કહ્યું કે તેમને ચહેરાની ઓળખ કરવી પડશે. એટલું જ નહીં, આ મામલાની તપાસ માટે પોલીસની એક ટીમ બંગાળ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Saif ali khan attack case: સૈફ અલી ખાન હુમલા કેસ માં આવ્યું અપડેટ, આરોપીઓના ફિંગરપ્રિન્ટ મેચ ને લઈને પોલીસે કહી આવી વાત

મુંબઈ પોલીસની દલીલો પર  કોર્ટે ઠપકો આપ્યો છે. કોર્ટે પોલીસને પહેલા BNS વાંચવાનું કહ્યું. મેજિસ્ટ્રેટે કહ્યું કે તપાસ પૂર્ણ થઈ ગઈ છે. હવે પોલીસ કસ્ટડી જરૂરી લાગતી નથી, જો તપાસમાં કંઈક નવું બહાર આવે તો નવા BNS કાયદા હેઠળ પાછળથી પોલીસ કસ્ટડીની માંગણી કરી શકાય છે. હાલમાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

Saif Ali Khan stabbing case: પોલીસે કોનું નિવેદન નોંધ્યું

સૈફ અલી ખાન કેસમાં મુંબઈ પોલીસે ખુકુમોઈ શેખનું નિવેદન નોંધ્યું છે. જોકે, અત્યાર સુધીની તપાસમાં મહિલાની ભૂમિકા પર કોઈ શંકા મળી નથી. પોલીસનું કહેવું છે કે જો મહિલાએ આરોપીને સિમ કાર્ડ આપવામાં મદદ કરી હોય, તો તપાસ આ દિશામાં આગળ વધી શકે છે. મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી કે ખુકુમોઈ શેખને હાલમાં ફક્ત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમને અટકાયતમાં લેવામાં આવ્યા નથી કે ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલાની વિગતવાર તપાસ કરી રહી છે. આરોપી સુધી પહોંચવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Saif Ali Khan stabbing case: ફિંગરપ્રિન્ટ રિપોર્ટમાં શું હતું?

જણાવી દઈએ કે અગાઉ ગુનાના સ્થળેથી મળેલા 19 ફિંગરપ્રિન્ટ્સનો પોલીસ રિપોર્ટ નેગેટિવ હતો. આરોપી શહજાદના નમૂના તે રિપોર્ટ સાથે મેળ ખાતા નહોતા. સૈફ અલી ખાનના ઘરમાંથી મળેલા ફિંગરપ્રિન્ટના નમૂનાઓ અને આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી શરીફુલ ઇસ્લામના ફિંગરપ્રિન્ટ્સનું મેચિંગ કર્યા બાદ CID (ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ) એ મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી. CID એ મુંબઈ પોલીસને ફિંગરપ્રિન્ટ સેમ્પલનો નેગેટિવ રિપોર્ટ આપ્યો, એટલે કે ગુનાના સ્થળેથી એકત્રિત કરાયેલા નમૂનાઓમાંથી, 19 નમૂના આરોપીના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નહોતા.

Saif Ali Khan stabbing case: 16 જાન્યુઆરીની મોડી રાત્રે બની આ ઘટના

આ ઘટના 16 જાન્યુઆરીની મોડી રાત્રે બની હતી, જ્યારે ખાન પર તેમના બાંદ્રા નિવાસસ્થાને હુમલો કરવામાં આવ્યો હતો અને છ વાર છરાથી હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે 19 જાન્યુઆરીના રોજ થાણેના પાડોશી વિસ્તારમાંથી બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમણે આરોપીઓ વિરુદ્ધ પૂરતા અને મજબૂત પુરાવા એકત્રિત કર્યા છે.

 

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saif Ali Khan Attack Case Fingerprint Mismatch In Saif Ali Khan Attack Case Mumbai Police Clarifies
મનોરંજનમુંબઈ

Saif Ali Khan Attack Case: સૈફ હુમલા કેસમાં પોલીસની સ્પષ્ટતા, પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું-અમે પકડેલો આરોપી સાચો છે.

by kalpana Verat January 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan Attack Case:  બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હુમલા કેસમાં દરરોજ નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આ મામલાને ઉકેલવા માટે જેટલા વધુ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેટલો જ તે વધુ જટિલ બની રહ્યો છે. હવે, મુંબઈ પોલીસે આ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજી છે. આ પ્રેસ કોન્ફરન્સ મુંબઈ પોલીસ અધિકારી પરમજીત સિંહ દહિયા દ્વારા સંબોધવામાં આવી હતી અને તેમણે આ કેસને લગતા તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

Saif Ali Khan Attack Case: પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું?

આ કેસ વિશે માહિતી આપતાં મુંબઈ પોલીસ અધિકારી પરમજીત સિંહ દહિયાએ જણાવ્યું હતું કે આ કેસની તપાસમાં અત્યાર સુધી પોલીસને આરોપીઓ વિરુદ્ધ પુષ્કળ પુરાવા મળ્યા છે. તેમણે કહ્યું કે ફિંગરપ્રિન્ટ્સ અંગે જે પણ શંકા છે, અમે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે, અમને હજુ સુધી ફિંગરપ્રિન્ટ્સનો સત્તાવાર રિપોર્ટ મળ્યો નથી.

Saif Ali Khan Attack Case: ચહેરાની ઓળખ થઈ ન હતી – પોલીસ

પરમજીત સિંહ દહિયાએ કહ્યું કે અમારી પાસે આરોપીઓ વિરુદ્ધ તમામ પ્રકારના પુરાવા છે – મૌખિક, ટેકનિકલ અને ભૌતિક. આરોપી જે લોકોના સંપર્કમાં હતો તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ તપાસનો એક ભાગ છે. આ ઉપરાંત, તેમણે કહ્યું કે ચહેરાની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી અને અમે ચહેરાની ઓળખનો અભ્યાસ કરીશું.

આ સમાચાર પણ વાંચો : Saif Ali Khan Attack Case: સૈફ હુમલા કેસમાં પોલીસની સ્પષ્ટતા, પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું-અમે પકડેલો આરોપી સાચો…

Saif Ali Khan Attack Case: અમે સાચા આરોપીને પકડ્યો 

એટલું જ નહીં, પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું કે ફિંગર પ્રિન્ટના નમૂના CID ને મોકલવામાં આવ્યા છે અને અમે જે આરોપીની ધરપકડ કરી છે તે સાચો આરોપી છે. કોઈપણ આરોપીની ધરપકડ કરતા પહેલા, દરેક પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવે છે, પછી ભલે તે ભૌતિક, મૌખિક કે ટેકનિકલ પુરાવા હોય. અધિકારીએ કહ્યું કે આરોપીએ પોલીસને કોઈપણ રીતે ગેરમાર્ગે દોર્યા નથી.

Saif Ali Khan Attack Case:  સૈફ સાથે કોઈ સંપર્ક થયો ન હતો – પોલીસ

આ ઉપરાંત પરમજીત સિંહ દહિયાએ કહ્યું કે અત્યાર સુધી સૈફ પોલીસે સૈફનો સંપર્ક કર્યો નથી અને તેમને લીલાવતી હોસ્પિટલથી ફોન આવ્યો હતો. પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપી બાંગ્લાદેશથી આવ્યા પછી કોલકાતા આવ્યો હતો અને ત્યાં પહોંચ્યા પછી તે કોને મળ્યો? પોલીસ આ મામલાની તપાસ માટે કોલકાતા ગઈ છે. ઉલ્લેખનીય છે કે સૈફ પર 16 જાન્યુઆરીની રાત્રે હુમલો થયો હતો, જેમાં તે ઘાયલ થયો હતો.

January 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
saif ali khan attack case fingerprint report of accused in this case is still pending
મનોરંજન

Saif ali khan attack case: સૈફ અલી ખાન હુમલા કેસ માં આવ્યું અપડેટ, આરોપીઓના ફિંગરપ્રિન્ટ મેચ ને લઈને પોલીસે કહી આવી વાત

by Zalak Parikh January 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થિત ઘરમાં ચોર એ છરી વડે હુમલો કર્યો હતો.આ હુમલામાં સૈફને ગંભીર ઈજાઓ થઈ હતી. આરોપી, જેની ઓળખ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ ફકીર તરીકે થઈ છે, તે બાંગ્લાદેશનો છે અને ચોરીના ઈરાદાથી ઘરમાં ઘુસ્યો હતો. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે આ કેસમાં અભિનેતાના ઘરેથી લેવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સનો રિપોર્ટ આવી ગયો છે, જે આરોપી શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી. પરંતુ પોલીસે આ મામલે ખુલાસો કર્યો હતો. 

આ સમાચાર પણ વાંચો: Chhaava Controversy: રિલીઝ પહેલા જ વિવાદ માં ફસાઈ વિકી અને રશ્મિકા ની ફિલ્મ છાવા, મરાઠા જૂથે ફિલ્મ માંથી આ સીન હટાવવાની કરી છે માંગણી

પોલીસે કર્યો ખુલાસો 

મુંબઈ પોલીસે ગુનાના સ્થળેથી લગભગ 200 ફિંગરપ્રિન્ટના નમૂના એકત્રિત કર્યા, જે આરોપીઓ વિરુદ્ધ મહત્વપૂર્ણ પુરાવા છે. આ મામલે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે રાજ્ય ગુના તપાસ વિભાગ (CID) તરફથી હજુ સુધી ફિંગરપ્રિન્ટ રિપોર્ટ મળ્યો નથી.

#SaifAliKhanAttacked: 19 set of fingerprints collected from #SaifAliKhan‘s residence do not match accused’s, reveals probe #BandraPolice awaits final report@shwetaa_verma reports | @NivedhanaPrabhu pic.twitter.com/ERChAN9ZeA

— Mirror Now (@MirrorNow) January 27, 2025


તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે આ કેસમાં અભિનેતાના ઘરેથી લેવામાં આવેલા ફિંગરપ્રિન્ટ્સનો રિપોર્ટ આવી ગયો છે, જે આરોપી શરીફુલના ફિંગરપ્રિન્ટ્સ સાથે મેળ ખાતા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
saif ali khan attack case amc writes letter to irdai
મનોરંજન

Saif ali khan attack case: સૈફ અલી ખાન ની સારવાર પર ઉઠ્યા સવાલ,AMC એ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) ને પત્ર માં લખી આવી વાત

by Zalak Parikh January 27, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન હુમલા કેસ માં રોજ નવા નવા અપડેટ સામે આવતા રહે છે.આ કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ પણ આ કેસ માં તપાસ કરી રહી છે. હવે આ બધા ની વચ્ચે સૈફ અલી ખાન ના  સારવાર અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. દરમિયાન, એસોસિએશન ઓફ મેડિકલ કન્સલ્ટન્ટ્સ (AMC) એ ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) ને એક પત્ર લખ્યો છે.

આ સમાચાર પણ વાંચો: Mamta kulkarni: બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રી એ લીધો સન્યાસ, જાણો સન્યાસી બન્યા બાદ શું હશે મમતા કુલકર્ણી નું નામ

સૈફ અલી ખાન ની સારવાર ને લઈને ઉઠ્યા સવાલો 

સૈફ અલી ખાન પર હુમલો થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે સૈફ ની સારવાર શરૂ થઈ, ત્યારે તેને વીમા કંપની તરફથી 25 લાખ રૂપિયાની મંજૂરી મળી. સૈફ અલી ખાન નું હોસ્પિટલ નું બિલ 36 લાખ રૂપિયા આવ્યું. વીમા કંપનીએ અભિનેતાને આટલી ઝડપથી 25 લાખ રૂપિયા કેવી રીતે મંજૂર કર્યા? આ અંગે એક પત્ર પણ લખવામાં આવ્યો છે. જેમાં લીલાવતી હોસ્પિટલમાં અભિનેતાની કેશલેસ સારવાર માટે 25 લાખ રૂપિયાની મંજૂરી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.

₹25 Lakhs approved in 4 Hours? 😲

Saif Ali Khan’s cashless claim of ₹25L was approved in just 4 hours. 🚨

AMC has written to IRDAI, questioning why celebrities get such swift approvals, while ordinary citizens face delays & lower limits. 🧵👇 pic.twitter.com/1jLruHfLhf

— Beshak.org Insurance 🧐 (@BeshakIN) January 26, 2025


AMC એ તેના પત્રમાં IRDAI ને વિનંતી કરી હતી કે  સૈફ અલી ખાન સાથે સંબંધિત ઘટનાની તપાસ કરો.આ ઉપરાંત બધા પોલિસીધારકો માટે સમાન વર્તન સુનિશ્ચિત કરો. તેમજ ભેદભાવપૂર્ણ વર્તન અટકાવવા માટે કડક માર્ગદર્શિકા લાગુ કરો. આ સાથે જનતાનો ટેકો મેળવવા માટે, કેશલેસ સારવારમાં પારદર્શિતા માં વધારો કરવામાં આવે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saif Ali Khan Case Decoding the media frenzy around the stabbing incident
મનોરંજન

Saif Ali Khan Case: સૈફ અલી ખાનના આરોપીએ કબુલ્યો પોતાનો ગુનો, અભિનેતાના ચાર નોકરો મુંબઈ પોલીસના રડાર પર; જાણો કારણ..

by kalpana Verat January 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan Case: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. પોલીસે થોડા દિવસ પહેલા આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. આ પછી, પોલીસે સૈફના ઘરે ક્રાઇમ સીનને રિક્રિએટ કર્યું. સાથે પોલીસે સૈફ પર જે છરીથી હુમલો કરવામાં આવ્યો હતો તેનો ત્રીજો ભાગ પણ જપ્ત કર્યો છે.

Saif Ali Khan Case: આરોપીની કબૂલાત

હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. સૈફ અલી ખાન પર હુમલો કરવાના આરોપી શરીફુલ ઇસ્લામે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસ પાસેથી મહત્વપૂર્ણ માહિતી મળી છે કે આરોપીએ પૂછપરછ દરમિયાન સૈફ અલી ખાન પર હુમલો કરવાની કબૂલાત કરી છે. કોઈ પણ સંજોગોમાં, આરોપીની કબૂલાતનું ખૂબ મહત્વ છે.

Saif Ali Khan Case: આરોપીના પિતાએ કર્યો આ ખુલાસો

મોહમ્મદ શરીફુલ શહજાદના પિતાનું નામ મોહમ્મદ રૂહુલ અમીન છે. મોહમ્મદ રૂહુલ અમીને ઘણા ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું કે ગયા અઠવાડિયે શુક્રવારે તેમણે તેમના પુત્ર સાથે વાત કરી હતી. મોહમ્મદ રુહુલ અમીને જણાવ્યું કે તેમનો પુત્ર કોઈ દસ્તાવેજો સાથે ભારત આવ્યો ન હતો. મોહમ્મદ શરીફુલ શહજાદ બાઇક સવાર તરીકે કામ કરતો હતો. તે ક્યારેય કુસ્તી નહોતો કરતો.

Saif Ali Khan Case:  પોલીસને  4 પુરુષ કર્મચારીઓની ભૂમિકા પર શંકા 

અહેવાલ છે કે મુંબઈ પોલીસને સૈફ અલી ખાનના સ્ટાફ અને તેના ઘરમાં રહેતા 4 પુરુષ કર્મચારીઓની ભૂમિકા પર શંકા છે. મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે શું તેમાંથી કોઈ આંતરિક માહિતી આપનાર છે. આ ચારેયના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. ચારેયને તપાસમાં સહયોગ કરવા અને મુંબઈ ન છોડવા માટે કહેવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Saif ali khan security: પરિવાર ની સુરક્ષા માટે સૈફ અલી ખાને આ અભિનેતા ની કંપની સાથે કર્યો કરાર, એક્ટર એ અન્ય સેલેબ્સ ની પણ પુરી પાડી છે સિક્યુરિટી

પોલીસ સમક્ષ પ્રશ્ન એ છે કે એક અજાણ્યા વ્યક્તિ, જે એક વિદેશી નાગરિક પણ છે, તેને સતગુરુ શરણ બિલ્ડિંગની બહારથી રેકી કરીને કેવી રીતે ખબર પડી કે બિલ્ડિંગની અંદર સીડી અને ડેક ક્યાં છે. તેને ડેકથી બારી સુધીના માર્ગ વિશે કેવી રીતે ખબર પડી, અને બારી ડેક દ્વારા અંદરના રૂમમાં પહોંચી શકાય છે? આ ઉપરાંત, પોલીસ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીઓને જહાંગીર (સૈફ-કરીનાના નાના દીકરા) ના 11મા માળે રહેલા રૂમનું સ્થાન કેવી રીતે ખબર પડી અને તેઓ તેને બંધક બનાવીને 1 કરોડ રૂપિયા પડાવવાની યોજના બનાવી રહ્યા હતા. તેથી, પોલીસ હુમલા સમયે ઘરમાં હાજર ચાર પુરુષ કર્મચારીઓની ભૂમિકા સહિત દરેક વ્યક્તિ પર શંકા કરી રહી છે.

 Saif Ali Khan Case: મુંબઈ પોલીસને પુરાવા મળ્યા કે આરોપી બાંગ્લાદેશનો 

મુંબઈ પોલીસને પુરાવા મળ્યા છે કે સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી શરીફુલ ઇસ્લામ બાંગ્લાદેશનો છે. મુંબઈ પોલીસે આરોપીઓનું બાંગ્લાદેશ ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. જણાવી દઈએ કે આરોપી 15 જાન્યુઆરીની મધ્યરાત્રિએ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો. તે ચોરીના ઇરાદે સૈફ અલી ખાનના ઘરમાં ઘુસ્યો હતો. આરોપીનો સૈફ અલી ખાન સાથે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન સૈફ અલી ખાન ઘાયલ થયો. સૈફ અલી ખાન પર છ વખત હુમલો થયો હતો. આરોપી હુમલો કરીને ભાગી ગયો. આ પછી સૈફને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સૈફ અલી ખાનની ત્યાં સર્જરી થઈ. સૈફના કરોડરજ્જુ પાસે એક છરી ઘૂસી ગઈ હતી. જોકે, હવે સૈફ અલી ખાન ઠીક છે. મંગળવારે તેમને રજા આપવામાં આવી.

January 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
saif ali khan attack case attacker was hiding in the same building for hours
મનોરંજન

Saif ali khan attack case: સૈફ અલી ખાન કેસ માં પોલીસે કર્યો મોટો ખુલાસો, અભિનેતા ની બિલ્ડીંગ માં આટલા કલાક છુપાયેલો રહ્યો આરોપી

by Zalak Parikh January 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case: સૈફ અલી ખાન પર તેના બાંદ્રા સ્થતિ ઘર માં એક ચોર એ તેના પર ચાકુ થી હુમલો કરી ત્યાંથી નાસી છૂટ્યો હતો. હવે અભિનેતા પર હુમલો કરનાર તે વ્યક્તિ પકડાઈ ગયો છે. પોલીસ તે વ્યક્તિ ની તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસે ચોંકવાનોરો ખુલાસો કર્યો છે તેમજ પોલીસે તે વ્યક્તિ ના સાચા નામ વિશે પણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Chris martin: બાબુલનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો ગાયક ક્રિસ માર્ટિન, કોન્સર્ટ પહેલા ગર્લફ્રેન્ડ સાથે લીધા મહાદેવ ના આશીર્વાદ, જુઓ વિડીયો

સૈફ અલી ખાન કેસ માં પોલીસે કર્યો ખુલાસો 

સૈફ અલી ખાન કેસ માં એક પોલીસ અધિકારી એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, “ગુનો કર્યા પછી હુમલાખોર લગભગ બે કલાક સુધી તે જ બિલ્ડિંગમાં છુપાયો જ્યાં સૈફ અલી ખાન તેના પરિવાર સાથે રહે છે કારણ કે તેને પકડાઈ જવાનો ડર હતો.” આ મામલે બીજા અધિકારી એ કહ્યું કે, “જ્યારે પોલીસે આરોપીને પકડ્યો, ત્યારે તેણે પોતાનું નામ વિજય દાસ અને કોલકાતાનો રહેવાસી હોવાનું જણાવ્યું. જોકે, તેની પાસે આ વાત સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજો નહોતા.”

BIG BREAKING NEWS 🚨Mohammed Sajjad arrested in Saif Ali Khan case as main accused.

Mohammed Sajjad used fake name “Vijay Das” to escape.

A CCTV footage captured him descending the stairs of the actor’s house.

He was hiding under dried grass and leaves deep inside the bushes.… pic.twitter.com/0V57sdpk6y

— Times Algebra (@TimesAlgebraIND) January 19, 2025


પોતાની વાત ને આગળ વધારતા તે અધિકારી એ કહ્યું, “તેણે તેના ભાઈને ફોન કર્યો અને તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગ્યું. જ્યારે તેના ભાઈએ તેના ફોન પર તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મોકલ્યું ત્યારે પુષ્ટિ થઈ કે તેનું નામ શરીફુલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલા અમીન ફકીર છે. તે 30 વર્ષનો છે અને બાંગ્લાદેશનો છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
saif ali khan attack case police reach actor home with accused and recreate crime scene
મનોરંજન

Saif ali khan attack case: સૈફ અલી ખાન કેસ માં ખુલશે ઘણા રહસ્યો, પોલીસે અભિનેતા પર હુમલો કરનાર આરોપી સાથે રિક્રિએટ કર્યો ક્રાઈમ સીન

by Zalak Parikh January 21, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Saif ali khan attack case:  સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ ની ધરપકડ થઇ ગઈ છે.સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિ ની ઓળખ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદ તરીકે થઇ છે.હવે પોલીસ આ આરોપી ને લઈને અભિનેતા ના ઘરે પહોંચી હતી જ્યાં તેમને ક્રાઇમ સીન રિક્રિએટ કર્યો હતો. આ ઉપરાંત પોલીસ તે આરોપી ને ગુનાના વિવિધ સ્થળોએ પણ લઈ ગઈ હતી 

આ સમાચાર પણ વાંચો: Saif ali khan attack case: સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી હજુ પણ ફરાર, અભિનેતા ના કેસ માં આવ્યો નવો વળાંક

સૈફ અલી ખાન ના ઘરે રિક્રિએટ થયો ક્રાઇમ સીન 

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી ને પોલીસ અભિનેતા ના ઘરે લઇ ગઈ હતી જ્યાં તેમને તે રાત્રે શું બન્યું હતું તે સીન રિક્રિએટ કર્યો હતો જેથી તેઓ જાણી શકે કે આ ઘટના કેવી રીતે બની હતી. ત્યારબાદ પોલીસ આરોપી ને લઈને નેશનલ કોલેજ બસ સ્ટોપ પર લઈ ગઈ. ત્યારબાદ પોલીસ શહેઝાદને બાંદ્રા રેલ્વે સ્ટેશન લઈ ગઈ અને ત્યાં પણ તેમને ક્રાઇમ સીન રિક્રિએટ કર્યો આ પછી પોલીસ આરોપીને બાંદ્રા પોલીસ સ્ટેશન પરત લાવી.

#WATCH | Mumbai, Maharashtra: Police along with Mohammad Shariful Islam Shehzad, the accused in the Saif Ali Khan attack case, leave from Saif Ali Khan’s residence after recreating the crime scene. pic.twitter.com/txkYhOFsLM

— ANI (@ANI) January 21, 2025


પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય સૈફ અલી ખાન પર થયેલા હુમલાનું સંપૂર્ણ સત્ય શોધવાનો અને આરોપીઓ વિરુદ્ધ યોગ્ય પુરાવા એકત્રિત કરવાનો હતો.આ ઉપરાંત પોલીસ અભિનેતા ના હુમલા પાછળ વિદેશી કાવતરાના એંગલની પણ તપાસ કરી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 21, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Saif Ali Khan Attack Update Cops say accused is Bangladeshi, entered actor's house for robbery
Main PostTop Postમનોરંજન

Saif Ali Khan Attack Update: 35 ટીમો, 72 કલાકની તપાસ… સૈફ પર હુમલો કરનાર આરોપી આખરે ઝડપાયો; જણાવ્યું હુમલો કરવાનું કારણ..

by kalpana Verat January 20, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Saif Ali Khan Attack Update:  મુંબઈમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલાના આરોપીની આખરે પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી, મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ, બાંગ્લાદેશનો રહેવાસી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. શરીફુલ ઇસ્લામે પોલીસને કહ્યું, ‘હા, મેં કર્યું.’ આરોપીઓ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સૈફના ઘરમાં ચોરીના ઇરાદે ઘુસ્યા હતા. આ દરમિયાન સૈફ અને તેના સ્ટાફ સાથે ઝપાઝપી થઈ. આરોપીએ સૈફ પર છ વાર છરી વડે હુમલો કર્યો હતો. સૈફના સ્ટાફને પણ ઈજા થઈ હતી. પોલીસે 70 કલાકની સઘન શોધખોળ બાદ રવિવારે (20 જાન્યુઆરી) થાણેથી આરોપીની ધરપકડ કરી.

Saif Ali Khan Attack Update:  આરોપી બાંગ્લાદેશનો પહેલવાન 

મીડિયા રિપોર્ટ મુજબ બોલીવુડ અભિનેતા  સૈફ અલી ખાન પર હુમલામાં ધરપકડ કરાયેલ આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ બાંગ્લાદેશનો પહેલવાન છે. સૈફના ઘરમાં પ્રવેશતા પહેલા તેણે શાહરૂખ અને સલમાન ખાનના ઘરની રેકી પણ કરી હતી. શરીફુલ બાળપણથી જ પોતાના વિસ્તારમાં કુસ્તી રમતા હતા. તેમણે સ્થાનિક સ્તરે કેટલીક કુસ્તી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. આ જ કારણ હતું કે આરોપીનું શરીર એકદમ ફિટ હતું.

Saif Ali Khan Attack Update:   સૈફે તેને પકડવાનો પ્રયાસ કર્યો

જ્યારે આરોપી હુમલો કરનાર સૈફની નોકરાણી લીમા પર હુમલો કરી રહ્યો હતો અને સૈફે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સૈફને ધક્કો માર્યો અને તેની બેગમાંથી છરી કાઢીને તેના (સૈફ) પર હુમલો કર્યો. હકીકતમાં, પહેલા આરોપી અને લીમા વચ્ચે ઝઘડો શરૂ થયો અને આમ કરતી વખતે, ઘરમાં બધા જાગી ગયા, જેના કારણે આરોપી ગભરાઈ ગયો અને ભાગવાના પ્રયાસમાં તેણે આડેધડ હુમલો કરવાનું શરૂ કરી દીધું.

આ સમાચાર પણ વાંચો  : Saif ali khan attack case: સૈફ અલી ખાન ના આરોગ્ય વીમાની વિગતો થઈ લીક, અભિનેતા એ સારવાર માટે કર્યો આટલા લાખ રૂપિયાનો દાવો

Saif Ali Khan Attack Update:  આરોપીઓએ શાહરૂખ અને સલમાનના ઘરની રેકી પણ કરી હતી

આરોપીઓએ પહેલા લીમા પર હુમલો કર્યો અને જ્યારે સૈફ અલી ખાન દરમિયાનગીરી કરવા આવ્યો ત્યારે આરોપીઓએ પહેલા તેની ગરદન પર અને પછી તેની પીઠ પર હુમલો કર્યો. આરોપીઓએ સૈફ અલી ખાન પર કુલ છ વખત હુમલો કર્યો અને ત્યાંથી ભાગી ગયો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સૈફના ઘરમાં પ્રવેશતા પહેલા, આરોપી મોહમ્મદ શહઝાદે ઘણી સેલિબ્રિટીઝના ઘરની રેકી કરી હતી કારણ કે 14 જાન્યુઆરીના તે જ આરોપીનો એક સીસીટીવી સામે આવ્યો છે, જેમાં તે શાહરૂખ ખાનના ઘરની રેકી કરતો જોવા મળી રહ્યો છે. 

શરીફુલ ઘણી વાર ગેલેક્સીની સામે પ્લેટફોર્મ પર બેઠો  .

સલમાનનું ઘર શાહરૂખના ઘરથી થોડે દૂર છે. આરોપી સલમાન ખાનના ઘર ગેલેક્સીની સામેના પ્લેટફોર્મ પર ઘણી વખત બેસીને ત્યાંથી સલમાનના ઘરમાં કેવી રીતે પ્રવેશ કરવો તેની રેકી પણ કરતો હતો.  સલમાનના મકાનની બહાર મોટી સંખ્યામાં પોલીસને જોયા બાદ, આરોપીએ પકડાઈ જવાના ડરથી પોતાનો પ્લાન બદલી નાખ્યો. ઓટો રિક્ષામાં મુસાફરી કરતી વખતે, આરોપીએ રિક્ષા ચાલક પાસેથી આ સેલિબ્રિટીઓના ઘરો વિશે માહિતી મેળવી હતી. અન્ય સેલિબ્રિટીઓની તુલનામાં, તેણે સૈફનું ઘર પસંદ કર્યું કારણ કે ત્યાં પ્રવેશ કરવો તેના માટે સરળ હતો.

 

 

January 20, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક