• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sandeep reddy vanga
Tag:

sandeep reddy vanga

Prabhas’ Spirit May Feature Ranbir Kapoor in a Special Cameo, Fans Excited for Historic Scene
મનોરંજન

Prabhas Spirit: પ્રભાસ અને રણબીર કપૂર એક જ ફિલ્મમાં! ‘સ્પિરિટ’માં રણબીરના ખાસ રોલની ચર્ચા, જાણો વિગત

by Zalak Parikh November 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Prabhas Spirit: સાઉથ સુપરસ્ટાર  પ્રભાસ પોતાની આવનારી ફિલ્મ ‘સ્પિરિટ’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે, જેઓએ ‘કબીર સિંહ’ અને ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી છે. તાજેતરમાં હૈદરાબાદમાં ગ્રાન્ડ સેરેમની સાથે ફિલ્મની શૂટિંગ શરૂ થઈ. હવે રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મમાં રણબીર કપૂર  ની ખાસ એન્ટ્રી થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Naagin 7: એકતા કપૂરના શોમાં પોપ્યુલર એક્ટ્રેસની એન્ટ્રી! પ્રિયંકા ચહર માટે વધશે મુશ્કેલી?

રણબીરનો કેમિયો

મીડિયા રિપોર્ટ મુજબ, રણબીર ફિલ્મમાં એક મહત્વપૂર્ણ કેમિયો કરશે. તેઓ સ્ટોરીના એક મોટા ટર્નિંગ પોઈન્ટ પર દેખાશે. આ સીન ભારતીય સિનેમામાં ઐતિહાસિક પળ બની શકે છે કારણ કે પ્રભાસ અને રણબીર પહેલી વાર એક જ ફ્રેમમાં જોવા મળશે.મેકર્સ તરફથી હજી સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ ફેન્સ બંને સ્ટાર્સને સાથે જોવા માટે ઉત્સુક છે. જો આ કેમિયો સાચો સાબિત થાય, તો આ ફિલ્મનો સૌથી મોટો હાઈ-પોઈન્ટ બની શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla South (@pinkvillasouth)


‘સ્પિરિટ નું શૂટિંગ હૈદરાબાદમાં શરૂ થયું છે અને ફિલ્મને લઈને ભારે ઉત્સાહ છે. સંદીપ રેડ્ડી વાંગા અને પ્રભાસની જોડીને લઈને અપેક્ષાઓ ઊંચી છે, અને હવે રણબીરની એન્ટ્રીની ચર્ચાએ ઉત્સાહને વધુ વધારી દીધો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prabhas Birthday Surprise: ‘Spirit’ Sound Teaser Released by Sandeep Reddy Vanga
મનોરંજન

Prabhas Birthday Surprise: સંદીપ રેડ્ડી વાંગા એ પ્રભાસ ને આપી બર્થડે ગિફ્ટ, અભિનેતા ના જન્મદિવસે આપી તેના ફેન્સ ને મોટી સરપ્રાઈઝ

by Zalak Parikh October 24, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Prabhas Birthday Surprise: ‘એનિમલ’ પછી હવે સંદીપ રેડ્ડી વાંગા પોતાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’  સાથે બોક્સ ઓફિસ પર ધમાલ કરવા તૈયાર છે. 46મા જન્મદિવસે પ્રભાસ  માટે ખાસ સરપ્રાઈઝ તરીકે ‘સ્પિરિટ’નું સાઉન્ડ ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. આ ટીઝર પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ થયું છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો : Aishwarya Rai Bachchan Viral Pics: અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યાનો ‘દુલ્હન લૂક’! અભિષેક બચ્ચન સાથેનો વિડીયો થયો વાયરલ 

ટીઝરમાં પ્રભાસનો પાવરફુલ ડાયલોગ

ટીઝર એક જેલર અને તેના સહાયક વચ્ચેની વાતચીતથી શરૂ થાય છે, જ્યાં એક પૂર્વ પોલીસ અધિકારી (પ્રભાસ)ને રિમાન્ડ પર લાવવામાં આવ્યો છે. જેલર કહે છે કે દરેક કેદી સમાન છે – પછી ભલે તે પોલીસ હોય. ત્યારબાદ પ્રભાસ ના શાંત અવાજમાં ડાયલોગ આવે છે: “સર, મારી એક ખરાબ આદત છે…” – જે પાત્રની ઊંડાણ અને તીવ્રતા દર્શાવે છે.ફિલ્મમાં તૃપ્તિ ડિમરી પ્રભાસની લવ ઇન્ટરેસ્ટ તરીકે જોવા મળશે. અગાઉ આ રોલ માટે દીપિકા પાદુકોણ ને પસંદ કરવામાં આવી હતી, પરંતુ કામના સમય અને ફી સંબંધિત મુદ્દાઓને કારણે તેણે ફિલ્મ છોડી દીધી. ત્યારબાદ તૃપ્તિએ આ પ્રોજેક્ટમાં પગ મૂક્યો.

 

View this post on Instagram

 

A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)


 

‘સ્પિરિટ’ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે. ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત તૃપ્તિ ડિમરી, વિવેક ઓબેરોય, કાંચના અને પ્રકાશ રાજ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મને T-Series અને ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mani Ratnam Supports Deepika Padukone in Sandeep Reddy Vanga Row
મનોરંજન

Deepika Padukone: સંદીપ રેડ્ડી વાંગા વિવાદમાં દીપિકા પાદુકોણ ને મળ્યો વધુ એક વ્યક્તિ નો સાથ, અભિનેત્રી વિશે કહી આવી વાત

by Zalak Parikh June 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Deepika Padukone: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હવે દિગ્ગજ ફિલ્મમેકર મણિરત્નમ એ દીપિકા પાદુકોણનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. દીપિકા પાદુકોણે ફિલ્મ ‘સ્પિરિટ’ માટે 8 કલાકની શિફ્ટ, 20 કરોડ ફી, નફામાં ભાગીદારી અને તેલુગુ ડાયલોગ ન બોલવાની શરતો રાખી હતી. આ શરતોને કારણે તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી અને તેની જગ્યાએ તૃપ્તિ ડિમરી ને કાસ્ટ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Ranbir kapoor Ramayan: રણબીર કપૂર ની રામાયણ માં થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! ભગવાન શિવ ના પાત્ર માં જોવા મળી શકે છે એક્ટર

મણિરત્નમએ કહ્યું – “આ માંગ યોગ્ય છે”

એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યુમાં મણિરત્નમએ કહ્યું કે, “મને લાગે છે કે આ એક યોગ્ય માંગ છે. હું ખુશ છું કે દીપિકા હવે એવી સ્થિતિમાં છે કે જ્યાં તે આવી માંગ કરી શકે છે. એક ફિલ્મમેકર તરીકે તમારે આ બાબતો પર વિચાર કરવો જોઈએ. આ કોઈ અયોગ્ય માંગ નથી, પણ એક જરૂરી વાત છે.”મણિરત્નમએ વધુમાં કહ્યું કે, “જો કોઈ અભિનેત્રી નવી માતા બની છે અને પોતાના બાળક માટે સમય માંગે છે, તો એ સંપૂર્ણ રીતે યોગ્ય છે. જો એ તમારી ફિલ્મમાં ફિટ ન થાય તો તમે આગળ વધી શકો, પણ તેની માંગ નો સન્માન થવો જોઈએ.” આ નિવેદનથી બોલીવૂડમાં કામકાજના સમયગાળાને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla South (@pinkvillasouth)


મણિરત્નમ પહેલા અજય દેવગન અને કાજોલ પણ 8 કલાકની શિફ્ટની માંગને યોગ્ય ગણાવી ચૂક્યા છે. અજય દેવગનએ કહ્યું હતું કે, “માતાઓ માટે 8 કલાક કામ કરવું સામાન્ય વાત છે અને મોટાભાગના ઈમાનદાર ફિલ્મમેકર્સને આમાં કોઈ તકલીફ નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sanddeep reddy vanga openup why he made bobby deol character deaf and mute in animal
મનોરંજન

Sandeep reddy vanga: આ કારણ થી ‘એનિમલ’માં બોબી દેઓલ ના પાત્ર ને બતાવવામાં આવ્યો હતો બહેરો-મૂંગો, સંદીપ રેડ્ડી વાંગા એ કર્યો ખુલાસો

by Zalak Parikh February 28, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sandeep reddy vanga: એનિમલ બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ સાબિત થઇ હતી. સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ ને લોકો એ ખુબ પસંદ કરી હતી. આ ફિલ્મ માં બોબી દેઓલ એ એક પણ ડાયલોગ બોલ્યા વગર પોતાની અલગ છાપ છોડી હતી. એનિમલમાં બોબી દેઓલ એ અબરાર ની ભૂમિકા ભજવી હતી જે એક બહેરો મૂંગો હતો. હવે સંદીપ રેડ્ડી વાંગા એ બોબી દેઓલ ના પાત્ર ને બહેરો અને મૂંગો બતાવવાનું કારણ જણાવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: Samay raina: ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ વિશે વાત કરતી વખતે ભાવુક થયો સમય રૈના, સ્ટેન્ડઅપ કોમેડિયન એ આ રીતે માન્યો તેના ચાહકો નો આભાર

સંદીપ રેડ્ડી વાંગા એ જણાવ્યું કારણ 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સાન્દીપ રેડ્ડી વાંગા એ જણાવ્યું કે, ‘આપણે ઘણી ફિલ્મો જોઈ છે જેમાં વિલન અને હીરો ફોન ઉપાડે છે અને એકબીજાને ગાળો આપે છે અથવા આખી ફિલ્મ દરમિયાન સંવાદો બોલે છે.આપણી ફિલ્મોમાં આવા સંવાદો ઘણી વાર જોવા મળે છે, તેથી મેં એક બહેરા અને મૂંગા વ્યક્તિનું સ્કેચ બનાવવાનું વિચાર્યું. ક્લાઇમેક્સમાં એક મૂંગા અને એક બહેરા વ્યક્તિને લડાવવાનો વિચાર ખૂબ જ રોમાંચક હતો.’

 

View this post on Instagram

 

A post shared by SCREEN (@ieentertainment)


એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મ માં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ, શક્તિ કપૂર, અનિલ કપૂર, સુરેશ ઓબેરોય જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranbir kapoor confirms animal to be a trilogy
મનોરંજન

Ranbir kapoor on Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ ના બનશે બે ભાગ, અભિનેતા નો ઇન્ટરવ્યૂ થયો વાયરલ

by Zalak Parikh January 3, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor on Animal: રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ વર્ષ 2023 માં રિલીઝ થઇ હતી. એનિમલ બાદ તેના બીજા ભાગ એનિમલ પાર્ક ની પણ જાહેરાત થઇ હતી..તેવામાં રણબીર કપૂર નો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એનિમલ ના પાર્ટ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે.  

આ સમાચાર પણ વાંચો: Ranveer singh: ‘ધુરંધર’માંથી રણવીર સિંહનો લૂક થયો લીક, વાયરલ થયેલા વીડિયો અને ફોટો માં કંઈક આવો જોવા મળ્યો અભિનેતા

રણબીર કપૂર નો ઇન્ટરવ્યૂ 

રણબીર કપૂર નો એક ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તેને કન્ફર્મ કર્યું કે એનિમલ ટ્રાયોલોજી હશે.રણબીર કપૂર અને સંદીપ વાંગા રેડ્ડી તેમના કામમાં વ્યસ્ત છે, તેથી માનવામાં આવે છે કે એનિમલનો આગામી ભાગ વર્ષ 2027માં શરૂ થશે.આ ફિલ્મ ને લઈને રણબીર કપૂર ખુબ ઉત્સાહિત છે કેમકે તેને ફિલ્મમાં નેગેટિવ અને હીરો બંને પાત્રો ભજવવાની તક મળી છે.

Animal is going to be a Trilogy
byu/CrazyHeart99 inBollyBlindsNGossip


રણબીર કપૂરે આ ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ડિરેક્ટર વાર્તાને કેવી રીતે આગળ લઈ જશે તે જોવું રસપ્રદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

January 3, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Animal movie tamil remake suriya may play ranbir kapoor role
મનોરંજન

Animal: એનિમલ ની બની રહી છે તમિલ રીમેક!જાણો સંદીપ રેડ્ડી વાંગા ના મતે કયો સાઉથ સુપરસ્ટાર રણબીર કપૂર ની ભૂમિકા માટે છે પરફેક્ટ

by Zalak Parikh April 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal: એનિમલ એ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ માં રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી ના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તાજેતરમાં જ આ ફિલ્મ ની તમિલ રીમેક ને લઈને સમાચાર સામે આવ્યા હતા. જેને લઈને એક ઇવેન્ટ દરમિયાન ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા ને પૂછવામાં આવ્યું કે તે ‘એનિમલ’ના સંભવિત તમિલ વર્ઝન માટે કોને કાસ્ટ કરશે. 

આ સમાચાર પણ વાંચો :  Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચાહકો માટે માઠા સમાચાર, ટપ્પુ સેના ના આ સભ્ય એ અચાનક શો ને કહ્યું અલવિદા

 

એનિમલ ના તમિલ રીમેક માં આ સ્ટાર ને કાસ્ટ કરવા માંગે છે સંદીપ 

એક ઇવેન્ટ દરમિયાન સંદીપ રેડ્ડી વાંગા ને પૂછવામાં આવ્યું કે શું તમે અલ્લુ અર્જુન, પ્રભાસ કે સુપરસ્ટાર વિજય  ને એનિમલ ના તમિલ રીમેક માં લેવા માટે વિચારી રહ્યા છો? સંદીપ રેડ્ડી વાંગા એ કહ્યું તમિલ રિમેક માટે તેમને સાઉથ એક્ટર સુર્યાનું નામ યોગ્ય લાગ્યું.

April 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
animal fame sandeep reddy vanga react on javed akhtar comment on his film
મનોરંજન

Animal: એનિમલ ની ટીકા કરવી જાવેદ અખ્તર ને પડી ભારે, સંદીપ રેડ્ડી વાંગા એ આપ્યો તેનો જડબાતોડ જવાબ

by Zalak Parikh February 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal: સંદીપ રેડ્ડી વાંગા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ એનિમલ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ દર્શકો ને ઘણી પસંદ આવી હતી. આમછતાં એનિમલ ફિલ્મ ને ઘણી ટીકા નો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટીકા કરવામાં જાવેદ અખ્તર નું પણ નામ સામેલ છે. સંદીપ રેડ્ડી વાંગા ને જાવેદ અખ્તર નું ટીકા કરવું પસંદ આવ્યું નહોતું હવે એનિમલ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ જાવેદ અખ્તરની ટીકાનો જડબાતોડ જવાબ આપ્યો છે.

 

સંદીપ રેડ્ડી વાંગા એ જાવેદ અખ્તર પર સાધ્યું નિશાન 

સંદીપ રેડ્ડી વાંગાએ મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર પર નિશાન સાધતા કહ્યું,“જ્યારે તેનો પુત્ર ફરહાન અખ્તર ‘મિર્ઝાપુર’ બનાવી રહ્યો હતો ત્યારે તેણે ફરહાનને આ જ વાત કેમ ન કહી. દુનિયાભરની ગાળો મિર્ઝાપુરમાં છે. મેં આખો શો જોયો નથી. જ્યારે આ શો તેલુગુમાં ડબ કરવામાં આવ્યો હતો, જો તમે તેને જોશો તો તમને ઉલટી થશે. શા માટે તે તેના પુત્રના કામ પર નજર નથી રાખતા?”

આ સમાચાર પણ વાંચો : Poonam pandey: અરે બાપ રે ! મહિનાઓથી ચાલી રહી હતી પૂનમ ના નકલી નિધન ની યોજના! જાણો કેવી રીતે થયો આ વાતનો ખુલાસો


તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જાવેદ અખ્તરે ‘એનિમલ’ની સફળતાને ખતરનાક ગણાવી હતી. જાવેદ અખ્તરે કહ્યું હતું કે, ‘જો કોઈ ફિલ્મમાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તેના જૂતા ચાટવાનું કહે અથવા કોઈ પુરુષ કહે કે સ્ત્રીને થપ્પડ મારવી ઠીક છે… અને તે ફિલ્મ સુપરહિટ સાબિત થાય તો તે ખૂબ જ ખતરનાક છે.’ જાવેદ અખ્તર ની ફિલ્મ એનિમલ પર કરેલી આ ટિપ્પણી ખુબ વાયરલ થઇ હતી.

February 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
salman khan may seen in sandeep reddy vanga next dark action thriller film
મનોરંજન

Salman khan: સંદીપ રેડ્ડી વાંગા એ તેમની આગલી ફિલ્મ માટે કર્યો સલમાન ખાન નો સંપર્ક! આ વિષય પર આધારિત હશે ફિલ્મ

by Zalak Parikh February 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Salman khan: સંદીપ રેડ્ડી વાંગા તેમની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 900 કરોડ ની કમાણી કરી હતી. આ ફિલ્મ થી બોબી દેઓલ ને એક અલગ ઓળખ મળી. હવે સંદીપ રેડ્ડી વાંગા ને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સંદીપ રેડ્ડી વાંગા તેમની આગામી ફિલ્મ માટે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ને કાસ્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ એક  ડાર્ક એક્શન ક્રાઈમ થ્રિલર હશે.

આ સમાચાર પણ વાંચો : Priyanka chopra: આ કારણે છોડવું પડ્યું પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ને તેમનું આલીશાન ઘર, આ વ્યક્તિ સામે કર્યો કેસ

સંદીપ રેડ્ડી વાંગા એ કર્યો સલમાન ખાન નો સંપર્ક 

મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંદીપ રેડ્ડી વાંગા એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તે સલમાન ખાન સાથે એક એક્શન થ્રિલર ફિલ્મ બનાવવા માંગે છે. હવે મીડિયા રિપોર્ટ માં એવું કહેવામાં આવી રહ્યું છે કે,સંદીપ રેડ્ડી વાંગા તેમની આગામી ફિલ્મ માટે સલમાન ખાનને મળ્યા પણ છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ માં સલમાન ખાન  એકદમ અલગ પાત્રમાં જોવા મળશે.આ ફિલ્મ એક ડાર્ક એક્શન ક્રાઈમ થ્રિલર હશે. જેમાં અભિનેતા જબરદસ્ત એક્શન કરતો જોવા મળશે.

 

February 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
animal makers gave a great offer to watch ranbir kapoor movie
મનોરંજન

Animal: એનિમલ ‘ના’ જોઈ હોય તેમના માટે મોટા સમાચાર, ફિલ્મ ના મેકર્સે આપી શાનદાર ઓફર, માત્ર આટલા રૂપિયામાં જોઈ શકશો રણબીર કપૂર ની ફિલ્મ

by Zalak Parikh January 9, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal: ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ વર્ષ 2023 ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મ માં રણબીર કપૂર અને બોબી દેઓલ ના અભિનયે લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે. આ દરમિયાન, ફિલ્મના નિર્માતાઓએ દર્શકો માટે ખૂબ જ ખાસ ઓફર લઈને આવ્યા છે.. જે લોકોએ અત્યાર સુધી ફિલ્મ જોઈ નથી તેમને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ફિલ્મની ટિકિટના દરમાં ઘટાડો કર્યો છે.

 

એનિમલ ના મેકર્સ ની ખાસ ઓફર 

એનિમલ ના મેકર્સે આ જાહેરાત ફિલ્મના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી છે. જે મુજબ હવે એનિમલ ની ટિકિટ જે મોંઘા દરે મળતી હતી તે માત્ર 100 રૂપિયામાં મળી શકશે. આ વિશે માહિતી આપતા X (ટ્વીટર)પર શેર કરેલી પોસ્ટમાં એક લિંક પણ શેર કરવામાં આવી છે, જેના દ્વારા દર્શકો ઓછી કિંમતે ફિલ્મની ટિકિટ બુક કરાવી શકે છે.

Watch your favourite blockbuster, now just at Rs. 100🔥

Book your tickets 🎟️- https://t.co/kAvgndK34I#Animal #AnimalInCinemasNow #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/o35AXTkOsv

— Animal The Film (@AnimalTheFilm) January 8, 2024


તાજેતરમાં જ ફિલ્મ ના મેકર્સે એનિમલ ની સક્સેસ પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં ઘણા બોલિવૂડ સેલેબ્રિટી એ હાજરી આપી હતી.

આ સમાચાર પણ વાંચો : Animal success party: રણવિજય ના રૂપ માં જોવા મળ્યો રણબીર કપૂર,એનિમલ ની સક્સેસ પાર્ટી માં અભિનેતા એ કર્યું રશ્મિકા સાથે આવું વર્તન, વિડીયો થયો વાયરલ

January 9, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sandeep reddy vanga is working on animal ott version
મનોરંજન

Animal: એનિમલ ના ઓટીટી વર્ઝન પર કામ કરી રહ્યો છે સંદીપ રેડ્ડી વાંગા, ફિલ્મમાં કરશે આ ફેરફાર

by Zalak Parikh December 26, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Animal: સંદીપ રેડ્ડી વાંગા ની ફિલ્મ એનિમલ થિયેટર માં ધૂમ મચાવી રહી છે. હવે દર્શકો આ ફિલ્મ ની ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ ઓટીટી પર તેના અનકટ વર્ઝન  સાથે રિલીઝ થશે. પરંતુ થોડા દિવસ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ તેના અનકટ  વર્ઝન સાથે રિલીઝ નહીં થાય. હવે સંદીપ રેડ્ડી વાંગા એ આ વિશે ખુલાસો કર્યો છે કે તેઓ ફિલ્મ એનિમલ ના ઓટીટી વર્ઝનમાં ફેરફાર કરશે.

 

એનીમલ ના ઓટીટી વર્ઝનમાં થશે ફેરફાર

મીડિયા સાથેની વાતચીત દરમિયાન સંદીપ રેડ્ડી વાંગાએ ખુલાસો કર્યો કે તેઓ હાલમાં એનિમલના OTT વર્ઝન પર કામ કરી રહ્યા છે. સંદીપ રેડ્ડી વાંગા એ કહ્યું “હું ફિલ્મનું સંપાદન ઠીક કરી રહ્યો હતો કારણ કે 1-2 શોટમાં કેટલીક સમસ્યાઓ હતી. હું એક જ ટેકમાંથી અલગ અને કેટલાક વધુ શોટ્સનો ઉપયોગ કરી રહ્યો છું. મને એક વાતનો અહેસાસ થયો કે મારે 3 કલાક 21 મિનિટને બદલે 3 કલાક 30 મિનિટ છોડી દેવી જોઈતી હતી. મને ખબર નથી કે મેં તે 8-9 મિનિટ શા માટે એડિટ કરી. હવે, હું તે વધારાની 5-6 મિનિટનો ઉપયોગ કરીશ.”

આ સમાચાર પણ વાંચો : Animal OTT release: ફિલ્મ એનિમલ ના મેકર્સ ને લાગ્યો ઝટકો, ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને આવી આ સમસ્યા, જાણો સમગ્ર મામલો

આ રીતે સંદીપ રેડ્ડી વાંગા એ ફિલ્મના કેટલાક તથ્યો પર પણ નિરાશા વ્યક્ત કરી હતી, જેને તે નેટફ્લિક્સ પર રિલીઝ થવાના સંસ્કરણ માટે એડિટ કરશે. રણબીર કપૂરને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મને પહેલીવાર જોયા પછી કેવું લાગ્યું તે શેર કરતી વખતે, સંદીપે કહ્યું કે ‘તેણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. ગીત થોડું અલગ હતું, કેટલીક જગ્યાએ મેક-અપ બરાબર નહોતો અને કેટલાક દ્રશ્યોમાં કોસ્ચ્યુમ પણ ખરાબ હતા. જ્યાં સુધી સામગ્રીનો સંબંધ છે, તેણે કહ્યું કે અવાજમાં ગડબડ છે. “મને ખબર નથી કે તે કેવી રીતે થયું. વાસ્તવમાં, જે પાંચ ભાષાઓમાં તે રીલિઝ થયું હતું તેના કારણે, મને ખબર નહોતી કે હું ચેન્નાઈમાં કઈ ભાષાનો અવાજ તપાસી રહ્યો છું. છેલ્લા 20 દિવસ ભયંકર હતા. અમે 3-4 દિવસ સુધી મિક્સિંગ રૂમમાં સૂતા હતા. મારે ત્યાં વધુ એક અઠવાડિયું રહેવું જોઈતું હતું,” તેણે ખેદ વ્યક્ત કર્યો.

December 26, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક