• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - sarabhai vs sarabhai
Tag:

sarabhai vs sarabhai

Satish Shah Passed Away Due to Cardiac Arrest, Not Kidney Failure: Actor Rajesh Kumar Clarifies
મનોરંજન

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો

by Zalak Parikh October 28, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Satish Shah Passed Away: 25 ઓક્ટોબરે દિગ્ગજ અભિનેતા સતીશ શાહ ના નિધન બાદ અનેક મીડિયા રિપોર્ટ્સમાં તેમની કિડની સમસ્યાને કારણ તરીકે બતાવવામાં આવી હતી. હવે ‘સારાભાઈ vs સારાભાઈ’ માં તેમના પુત્રનો રોલ ભજવનાર અભિનેતા રાજેશ કુમાર એ આ અંગે સ્પષ્ટતા કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Shashi Tharoor On The Bads of Bollywood: શશી થરૂર એ ધ બેડસ ઓફ બોલિવૂડ પર આપી પ્રતિક્રિયા, આર્યન ખાન ની વેબ સિરીઝ માટે કહી આવી વાત

હૃદયરોગથી થયું નિધન

એક ન્યુઝ પોર્ટલ સાથેની વાતચીતમાં રાજેશે કહ્યું, “હું સ્પષ્ટ કરું છું કે સતીશજીનું નિધન કિડનીની સમસ્યા નહીં, પણ અચાનક કાર્ડિયેક અરેસ્ટ થી થયું હતું. તેઓ ઘરમાં લંચ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની.”રાજેશે જણાવ્યું કે “કિડનીની સમસ્યા હતી, પણ ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યો હતો અને તે કંટ્રોલમાં હતી. દુર્ભાગ્યવશ, હૃદયની અચાનક તકલીફે તેમને છીનવી લીધા.” તેમણે કહ્યું કે છેલ્લા 24-25 કલાક ખૂબ જ ભાવુક રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Hungama🎥 (@realbollywoodhungama)


સતીશ શાહ ને સંતાન નથી અને તેમની પત્ની મધુ શાહ અલ્ઝાઈમર  જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહી છે. સતીશજી તેમના જીવનના અંતિમ દિવસોમાં પણ પત્નીની સંભાળ રાખવા માટે સમર્પિત રહ્યા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Satish Shah Funeral: Sarabhai Cast Sings Title Track in Tribute, Rupali Ganguly Breaks Down
મનોરંજન

Satish Shah Funeral: સારાભાઈ vs સારાભાઈ’ ની ટીમ એ અનોખી રીતે આપી સતીશ શાહ ને શ્રદ્ધાંજલિ, રડી પડી રૂપાલી ગાંગુલી

by Zalak Parikh October 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Satish Shah Funeral: અભિનેતા સતીશ શાહ ના અંતિમ સંસ્કાર દરમિયાન ‘સારાભાઈ vs સારાભાઈ’ (Sarabhai vs Sarabhai)ની ટીમે તેમને શ્રદ્ધાંજલિ આપતા શોનું ટાઇટલ ટ્રેક ગાયું. રૂપાલી ગાંગુલી, સુમીત રાઘવન, રાજેશ કુમાર અને નિર્માતા જેડી મજીઠિયા હાજર રહ્યા. ગીત ગાવા દરમિયાન રૂપાલી ગાંગુલી ભાવુક થઈ ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

આ સમાચાર પણ વાંચો :  Shah Rukh Khan Film Festival: શાહરુખ ખાને તેના જન્મદિવસ પહેલા ફેન્સ ને આપી મોટી ભેટ, જાણો કિંગ ખાન ની શું છે યોજના

શ્રદ્ધાંજલિનો અનોખો અંદાજ

શ્રદ્ધાંજલિ આપતી વખતે શોનું ટાઇટલ ટ્રેક ગાવું એ એક અનોખો અને ભાવુક પળ હતો. જેડી મજીઠિયાએ રૂપાલી ગાંગુલીને સંભાળી અને સમગ્ર ટીમે એકબીજાને સહારો આપ્યો.રાજેશ કુમારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે “મને એવું લાગ્યું કે મેં મારા પિતા ગુમાવ્યા છે. સતીશજી હંમેશા હસતા અને જીવંત રહેતા હતા. તેમનું જવું અમારા માટે મોટી ખોટ છે.”

 

View this post on Instagram

 

A post shared by TCX.official (@tellychakkar)


સતીશ શાહે 2014 પછી એક્ટિંગથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. તેમણે માત્ર ‘સારાભાઈ vs સારાભાઈ 2’ માટે કમબેક કર્યું હતું. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે “હું માત્ર ત્યારે કામ કરું છું જ્યારે મને આનંદ આવે. બ્રેક લીધો હતો, પણ મરવાની કોઈ તાકીદ નથી.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Satish Shah Passes Away, Rupali Ganguly Breaks Down at Funeral; Bollywood Mourns
મનોરંજન

Satish Shah Passes Away: સતીશ શાહ ના અંતિમ સંસ્કાર માં રૂપાલી ગાંગુલી અને સુમિત રાઘવન થયા ભાવુક, ટીવી અને બોલિવૂડ સ્ટાર્સ એ આંખોમાં આંસુ સાથે આપી વિદાય

by Zalak Parikh October 26, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Satish Shah Passes Away: પ્રખ્યાત અભિનેતા સતીશ શાહ  નું 25 ઓક્ટોબરે નિધન થયું હતું. 26 ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ફિલ્મ અને ટીવી જગતના અનેક સ્ટાર્સ જેમ કે ટીકૂ તલસાનિયા, અલી અસગર, દિલીપ જોશી અને રૂપાલી ગાંગુલી હાજર રહ્યા. ‘સારાભાઈ vs સારાભાઈ’  માં સતીશ શાહ અને રૂપાલી વચ્ચે સસરા અને વહુ નો સંબંધ હતો, જે રિયલ લાઈફમાં પણ એક મજબૂત બોન્ડમાં બદલાયો હતો.

આ સમાચાર પણ વાંચો : Taarak Mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં થઇ નવી એન્ટ્રી, શું પોપટલાલ ની લગ્ન ની ઈચ્છા થશે પુરી?

રૂપાલી ગાંગુલી થઇ ભાવુક 

સતીશ શાહ ના અંતિમ સંસ્કાર દરમિયાન રૂપાલી ગાંગુલી ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને ધ્રુસકે ધ્રસકે રડી હતી. તેણે કહ્યું કે “સતીશજી માત્ર સહઅભિનેતા નહીં, પણ પરિવારના સભ્ય જેવા હતા.” સુમીત રાઘવન પણ ખૂબ જ ભાવુક થયા અને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે સતીશ શાહને “ડેડ” કહીને સંબોધ્યા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood Videos (@instantbollywoodvideos)


PM નરેન્દ્ર મોદી  એ પણ સતીશ શાહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું અને તેમને “એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના સાચા દિગ્ગજ” ગણાવ્યા. અનુપમ ખેર એ પણ ભાવુક સંદેશ લખ્યો કે “3 દિવસમાં 3 દિગ્ગજ ગુમાવ્યા છે.”સતીશ શાહે ‘મૈં હૂં ના’, ‘હમ સાથ સાથ હૈ’, ‘જાને ભી દો યારો’, ‘ભૂતનાથ’, ‘હમ આપકે હૈ કૌન’ જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમનો હાસ્ય અને સંવેદનશીલ અભિનય હંમેશા યાદ રહેશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Satish Shah 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' ફેમ સતીશ શાહનું નિધન,
મનોરંજન

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

by aryan sawant October 25, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Satish Shah બોલિવૂડ અને ટીવી જગતના દિગ્ગજ અભિનેતા સતીશ શાહનું 74 વર્ષની વયે નિધન થયું છે. ભારતીય ફિલ્મ નિર્માતા અને નિર્દેશક અશોક પંડિતે આ સમાચારની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે અભિનેતા હવે આ દુનિયામાં રહ્યા નથી. શનિવારે બપોરે કિડની ફેલ થવાને કારણે તેમને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.’સારાભાઈ વર્સિસ સારાભાઈ’ સીરિયલથી તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી. સતીશ શાહ છેલ્લા કેટલાક સમયથી મીડિયાથી દૂર હતા. તેઓ લાંબા સમયથી કોઈ પબ્લિક ઇવેન્ટમાં કે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નહોતા. વર્ષ 2014માં તેમની છેલ્લી ફિલ્મ ‘હમશકલ્સ’ રિલીઝ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ashoke Pandit (@ashokepandit1)

અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

ફિલ્મમેકર અશોક પંડિતે ઇન્સ્ટાગ્રામ પર નિધનના સમાચાર શેર કરતાં લખ્યું: “દુઃખ અને આઘાત સાથે તમને આ જાણ કરવી પડી રહી છે કે અમારા પ્રિય મિત્ર અને શાનદાર અભિનેતા સતીશ શાહનું થોડા કલાકો પહેલાં કિડની ફેલ થવાને કારણે નિધન થઈ ગયું છે. તેમને તાત્કાલિક હિન્દુજા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા. આ આપણા ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે. ઓમ શાંતિ.”

આ સમાચાર પણ વાંચો : Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો

સતીશ શાહની કારકિર્દી

સતીશ શાહનો જન્મ 25 જૂન 1951ના રોજ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેમનો ઝોક અભિનય તરફ હતો. તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII), પુણેમાંથી અભિનયનું શિક્ષણ લીધું, જ્યાંથી તેમની કારકિર્દીનો પાયો નંખાયો.સતીશ શાહે 1970ના દાયકાના અંતમાં ફિલ્મોમાં પગ મૂક્યો હતો. તેમણે 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, જેમાં ઘણી સુપરહિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમની મુખ્ય ફિલ્મોમાં ‘જાને ભી દો યારો’ (1983), ‘માસૂમ’ (1983), ‘કભી હા કભી ના’ (1994), ‘હમ આપકે હૈં કૌન’ (1994), ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (1995), ‘કલ હો ના હો’ (2003), ‘ઓમ શાંતિ ઓમ’ (2007), ‘મૈં હું ના’ (2004), ‘રા.વન’ (2011), ‘ચલતે-ચલતે’ અને ‘મુજસે શાદી કરોગી’ જેવી ફિલ્મો સામેલ છે.

October 25, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
sarabhai vs sarabhai season 3 happening jd majethia shares an interesting update
મનોરંજન

Sarabhai vs Sarabhai: અનુપમા બાદ હવે ‘સારાભાઈ વી સારાભાઈ 3’ માં જોવા મળશે રૂપાલી ગાંગુલી? શો ના મેકર્સ જે ડી મજેઠીયા એ શેર કર્યું અપડેટ

by Zalak Parikh February 29, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Sarabhai vs Sarabhai: સારાભાઈ વિ સારાભાઈ, એ લોકપ્રિય કોમેડી સિરિયલ હતી. આ સિરિયલ સૌ પ્રથમ સ્ટાર પ્લસ પર પ્રકાશિત કરવામાં આવી હતી ત્યારબાદ સિરિયલ ની સફળતા જોતા રૂપાલી ગાંગુલી, રત્ના પાઠક શાહ, સુમીત રાઘવન અને સતીશ શાહની સિરિયલ સારાભાઈ વી સારાભાઈ ને વર્ષ 2017 માં સીઝન 2 તરીકે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી. જો કે બીજી સિઝન ને તેની પ્રથમ સિરિયલ ની જેમ દર્શકો તરફ થી એટલો સારો પ્રતિસાદ નહોતો મળ્યો. આ દરમિયાન સિરિયલ ના નિર્માતા જે ડી મજેઠીયા એ સિરિયલ ની ત્રીજી સીઝન અંગે અપડેટ આપ્યું છે..

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અમિતાભ બચ્ચન ને છે અંબાણી પરિવાર સાથે ઘર જેવા સંબંધ, ટીના અંબાણી નો છે અભિષેક બચ્ચન સાથે ખાસ સંબંધ

 

સારાભાઈ વી સારાભાઈ 3 વિશે અપડેટ 

તાજેતરમાં જે ડી મજેઠીયા એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું ‘અનુપમા’ પછી રૂપાલી ગાંગુલી હવે ‘સારાભાઈ વી સારાભાઈ 3’માં જોવા મળશે? તેમજ શું તેઓ સારાભાઈ વી સારાભાઈ 3 માં કામ કરી રહ્યા છે? જેનો જવાબ આપતા જે ડી મજેઠીયા એ જણાવ્યું કે, ‘તે મારા મગજમાં છે. હું ત્રીજી સીઝન બનાવવાનું વિચારી રહ્યો છું. પરંતુ, તેના માટે ખૂબ જ સારી સ્ક્રિપ્ટની જરૂર છે. કેટલાક મોટા વાહ પરિબળ ની જરૂર છે. જો તમે લોકો આવી જ પ્રાર્થના કરતા રહેશો તો ચોક્કસ કંઈક આવશે અને સારાભાઈ vs સારાભાઈની ત્રીજી સિઝન બનશે.’

 

February 29, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sarabhai vs sarabhai actress vaibhav upadhyay dies in accident in kullu himachal pradesh
મનોરંજન

મનોરંજન ઇન્ડસ્ટ્રી માં શોક ની લહેર, સારાભાઈ Vs સારાભાઈ 2 ની આ અભિનેત્રી નું 32 વર્ષ ની વયે થયું નિધન, રૂપાલી ગાંગુલી એ વ્યક્ત કર્યો શોક

by Zalak Parikh May 24, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના બંજર સબ-ડિવિઝનના સિધવા ખાતે એક માર્ગ અકસ્માત દરમિયાન અભિનેત્રીનું મૃત્યુ થયું છે. ફિલ્મ નિર્માતા જેડી મજીઠિયાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તમને જણાવી દઈએ કે, વૈભવીએ ટીવી સીરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં રોશેશની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી.

 

જેડી મજેઠીયા એ શેર કરી પોસ્ટ 

ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતા જેડી મજીઠિયાએ લખ્યું, “વિશ્વાસ નથી આવતો. જીવનનો કોઈ ભરોસો નથી. ઇન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી અને મારી સારી મિત્ર વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું છે. વૈભવી ‘સારાભાઈ વિરુદ્ધ સારાભાઈ’ની જાસ્મીન તરીકે ઓળખાતી હતી. નોર્થ માં અકસ્માતને કારણે તેમનું મૃત્યુ થયું છે. તેમનો પરિવાર તેમના મૃતદેહને મુંબઈ લાવવા જઈ રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રેસ્ટ ઈન પીસ વૈભવી ”

 રૂપાલી ગાંગુલીએ વ્યક્ત કર્યો શોક 

જેડી મજીઠિયા બાદ ટીવી સીરિયલ ‘અનુપમા’ ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ વૈભવીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની તસવીર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે. તમને જણાવી દઈએ કે, સીરિયલ્સ સિવાય વૈભવીએ છપાક, સિટી લાઈટ્સ, તિમિર જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે અનેક ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: G-20 સમિટમાં ભાગ લીધો અભિનેતા રામ ચરણે, વિદેશી મહેમાનો સાથે નાટૂ-નાટૂ ગીત પર થીરકાવ્યા પગ, જુઓ વીડિયો..

May 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Anupama actress Rupali Ganguli reveled that she likes to live a middle class life
મનોરંજન

સિરિયલ ‘અનુપમા’ સાઈન કરતા પહેલા રૂપાલી ગાંગુલીએ પ્રોડ્યુસર સામે મૂકી હતી આ શરત

by Dr. Mayur Parikh April 1, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ટીવી સીરિયલ ‘અનુપમા’ દર્શકોની પહેલી પસંદ બની રહી છે. હા, નવા ટ્વિસ્ટને કારણે ‘અનુપમા‘ની ટીઆરપી ઘટી છે. પરંતુ, અત્યારે પણ આ શો ટોપ 5ની યાદીમાં યથાવત છે. દર્શકો શોની વાર્તા તેમજ તેની મુખ્ય અભિનેત્રી રૂપાલી ગાંગુલીને પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ‘અનુપમા‘ પહેલા રૂપાલી ગાંગુલી ટીવી શો ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’માં જોવા મળી હતી. આ શોના કલાકાર સતીશ શાહે તાજેતરમાં રૂપાલી ગાંગુલી વિશે મોટો ખુલાસો કર્યો છે. સતીશ શાહે જણાવ્યું કે રૂપાલી ગાંગુલીએ ‘અનુપમા’ સાઈન કરતા પહેલા મેકર્સ સામે એક શરત મૂકી હતી.

આ સમાચાર પણ વાંચો : મીના કુમારીને સેટ પર 31 વાર થપ્પડ મારવામાં આવી હતી, જાણો કેમ ટ્રેજેડી ક્વીન હંમેશા પોતાનો ડાબો હાથ છુપાવતી હતી

આ હતી રૂપાલી ગાંગુલીનીશરત

સતીશ શાહે એક મીડિયા હાઉસ ને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે “દરેક જણ ‘સારાભાઈ Vs સારાભાઈ‘ની નવી સીઝનની માંગ કરી રહ્યા હતા. અમે પણ તેની ત્રીજી સીઝન આવે તેવું ઈચ્છતા હતા. પરંતુ, દરેકની તારીખો મેળવવી મુશ્કેલ હતી.” સતીશ શાહે વધુમાં ઉમેર્યું હતું કે, “રુપાલી આજે જોરદાર સ્ટાર બની ગઈ છે. પરંતુ, તમે જાણો છો કે રૂપલીએ ‘અનુપમા‘ સાઈન કરતા પહેલા એક શરત મૂકી હતી કે જો સારાભાઈ ફરી શરૂ કરશે, તો તે તેને પસંદ કરશે. ‘અનુપમા‘ના નિર્માતા રાજા શાહી ખૂબ જ સારા વ્યક્તિ છે., તેણે કહ્યું, ‘હું સારાભાઈ પ્રત્યેની તમારી વફાદારી સમજું છું.

રૂપાલી સારાભાઈ માં મોનિષાના કિરદારમાં જોવા મળી હતી

રૂપાલી ગાંગુલીએ ‘સારાભાઈ Vs સારાભાઈ’માં મોનિષા સારાભાઈની ભૂમિકા ભજવી હતી. મોનિષા નામની મધ્યમ વર્ગની છોકરીના લગ્ન સમૃદ્ધ પરિવારમાં થાય છે. આ શોમાં રૂપાલી ગાંગુલી સાથે સુમિત રાઘવન, રત્ના પાઠક શાહ અને રાજેશ કુમાર પણ હતા. જ્યારે તેની પ્રથમ સિઝન આવી ત્યારે તેને ઘણો પ્રેમ મળ્યો. પરંતુ, જ્યારે શોની બીજી સીઝન 2017માં ‘હોટસ્ટાર’ પર સ્ટ્રીમ થઈ ત્યારે તેને પહેલી સીઝન જેટલો પ્રેમ મળ્યો ન હતો.

April 1, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક