News Continuous Bureau | Mumbai
Surat New Civil Hospital: છેલ્લા ૩૧ વર્ષોની ગણેશ સ્થાપનાની ( Ganesh Foundation ) પરંપરાને કાયમ રાખી આ વર્ષે પણ સુરતની ( Surat ) નવી સિવિલ હોસ્પિટલ ( New Civil Hospital ) ખાતે રંગે ચંગે ગણેશજીની પૂજા અર્ચના કરાઇ હતી. સર્વધર્મ સમભાવનાની ( Sarva Dharma Sama Bhava ) આદર્શ ભાવના સાથે દરેક ધર્મ અને સંપ્રદાયોના તબીબો, નર્સિંગ એસોસિયેશનના અધિકારીગણ તેમજ અન્ય સ્ટાફે સાથે મળી સિવિલ હોસ્પિટલના હાડકા વિભાગ ખાતે બપ્પાની મહાઆરતી ( Mahaarti ) અને સત્યનારાયણ કથામાં ભાગ લીધો હતો.

સિવિલ હોસ્પિટલની નર્સિંગ અને મેડિકલ કોલેજ, રેડિયોલોજી તેમજ બાળકોનો વિભાગ, મેડિકલ વોર્ડ, ઓપરેશન થિયેટર અને હાડકાના વિભાગ સહિત કુલ ૯ જગ્યાએ સ્થાપિત ગણેશજીની જે તે વિભાગના ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

આ પ્રસંગે નર્સિંગ એસોસિયેશનના ( Nursing Association ) ઇકબાલ કડીવાલાએ જણાવ્યુ હતું કે, છેલ્લા ૩ દાયકાથી અમે કોઈ પણ ધર્મ-જાતિના ભેદ વિના ઉત્સાહભેર ગણેશ મહોત્સવની ઉજવણી કરી છીએ. જેથી અહીં ઈલાજ માટે આવતા દર્દીઓના વિઘ્નો દૂર થઈ તેઓ જલ્દીથી સાજા થઈ શકે.

આ સમાચાર પણ વાંચો : Snake Rescue : બારીમાંથી લટકીને બેડરૂમમાં ઘૂસવા જતો હતો વિશાળકાય સાપ, પરિવારજનોએ ગભરાઈને કર્યું આ કામ, જુઓ વિડીયો..
દર્દીઓનાં ચહેરા પર સ્મિત લાવવા અને તેમના દુખ દર્દને હળવા કરવા સિવિલ હોસ્પિટલ ખાતે દરેક તહેવારોની ઉજવણી થતી હોય છે. તે જ પ્રમાણે દર વર્ષે અલગ અલગ થીમ સાથે અહીં ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે લોકોમાં ઓર્ગન ડોનેશન અંગે જાગૃતતા ફેલાવવા માટે ‘અંગ દાન એ જ મહા દાન’ની થીમ આધારિત ઉજવણી થઈ હતી.

આ પ્રસંગે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ કેતન નાયક, અમેરિકા સ્થિત નર્સિંગ એસોસિયેશન દક્ષિણ ગુજરાતના રિપ્રેઝેન્ટેટીવ દિનેશ અગ્રવાલ, હેડ નર્સ વાસંતી નાયર સહિત અન્ય સ્ટાફ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
