Tag: School Girls

  • Gujarat Cyber Crime Cell: ગુજરાત સાયબર ક્રાઇમ સેલને મળી સફળતા..  યુવતીઓના ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરનારને આ રાજ્યમાંથી પકડ્યો..

    Gujarat Cyber Crime Cell: ગુજરાત સાયબર ક્રાઇમ સેલને મળી સફળતા.. યુવતીઓના ઓનલાઇન વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરનારને આ રાજ્યમાંથી પકડ્યો..

     News Continuous Bureau | Mumbai

    Gujarat Cyber Crime Cell: શાળા અને કોલેજની યુવતીઓને ટાર્ગેટ કરીને ઓનલાઇન વોટ્સએપ હેક કરી સાયબર ક્રાઇમ કરતી ગેંગના સભ્યને સ્ટેટ પકડી પાડવામાં સાયબર ક્રાઇમ સેલની ટીમને સફળતા મળી છે. મધ્યપ્રદેશના આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોની ૧૦૦થી વધુ યુવતીઓ પાસેથી તેણે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીની ધરપકડ કરીને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે સઘન પૂછપરછ શરૂ કરી આ ગેંગના તેના અન્ય સૂત્રધારોને પકડવા તજવીજ શરૂ કરી છે.  

    વર્તમાનમાં વધી રહેલા સાયબર ક્રાઈમના ( Cyber Crime ) ગુનાઓને નિયંત્રણમાં લાવવા તથા આ સાયબર ક્રાઇમ કરતી ગેંગને શોધી કાઢવા સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિદેશક શ્રી ડૉ રાજકુમાર પાંડીયને આપેલી સૂચના અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી સંજય ખરાત તથા પોલીસ અધિક્ષક શ્રી ધર્મેન્દ્ર શર્મા તેમજ પોલીસ અધિક્ષક શ્રી ભરતસંગ ટાંકના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે. 

    દરમિયાન ૧૯૩૦ હેલ્પલાઇન ઉપર ફરિયાદ મળી હતી કે, કોઈ સાયબર ગઠીયાએ ( Gujarat Cyber Crime Cell ) વોટ્સએપ એકાઉન્ટ હેક કરી, ભોગ બનનારના મિત્રોને પૈસાની જરૂર હોવાનું જણાવી ભોગ બનનારના નામે પૈસા પડાવી લઇ છેપરપીંડી આચરી છે. જે અન્વયે સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ( Gujarat Police ) ખાતે ગુનો દાખલ કરી આ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલી બેંક એકાઉન્ટ તથા મોબાઇલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ( Cyber Fraud ) ટીમે ડિટેઇલ એનાલીસિસ કર્યું હતું અને મોબાઈલ નંબરના સી.ડી.આર. મંગાવી જેમા મળી આવેલા IMEIની માહિતીનું એનાલીસીસ કરતા એક સસ્પેક્ટ મોબાઇલ નંબર મળી આવ્યો હતો. જે ઓપન સોર્સ મારફતે ચેક કરાવતા ‘College Fees Fraud’ એવુ નામ મળી આવતા આ બાબતે વધુ સઘન તપાસ કરી સસ્પેક્ટ મોબાઇલ નંબરની વિગતો મેળવી વેરીફીકેશન મેળવ્યા બાદ મોબાઇલ નંબરનું લોકેશન મેળવ્યું હતું. લોકેશન મધ્યપ્રદેશના ( Madhya Pradesh ) અનુપપુર જીલ્લાના બદરા ગામનું આવતા સાયબર પોલીસની ટીમ તાત્કાલીક અનુપપુર મધ્યપ્રદેશ ખાતે રવાના થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈને વોચ ગોઠવી આરોપી પ્રભાતકુમાર છોટેલાલ ગુપ્તા (રહે.વોર્ડ નં.03, બદરા, કેવત મહોલ્લા, બદરા કોલોની, કોટમા, તા.જી.અનુપપુર, મધ્યપ્રદેશ)ની અટકાયત કરી સઘન પુછપરછ શરૂ કરી છે. તેની પ્રાથમિક પૂછતાછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે ફક્તને ફક્ત શાળા તેમજ કોલેજની છોકરીઓને ( School Girls ) ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેને અલગ-અલગ રાજ્યોની આશરે ૧૦૦થી વધુ છોકરીઓને ટાર્ગેટ કરી તેમના વોટ્સએપ ( Whatsapp ) હેક કરી છેતરપીંડી કરી છે. આરોપી હાલ રીમાન્ડ હેઠળ છે અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.

    આ સમાચાર પણ વાંચો : Mahim Constituency News : ‘રાજ’ પુત્ર અમિત ઠાકરેનો પરાજય; તો સદા સરવણકરને પણ મળી હાર; ઉદ્ધવ જૂથના ઉમેદવાર જીત્યા.. 

    Gujarat Cyber Crime Cell:  આરોપી પાસેથી કબ્જે કરેલો મુદામાલ

    • → મોબાઇલ ફોન-૦૨
    • → ચેકબુક- ૦૨
    • → સીમકાર્ડ – ૧૧
    • → પાસબુક- ૦૨
    • → ડેબીટ કાર્ડ – ૧૨

    Gujarat Cyber Crime Cell:  આરોપીને પકડનાર સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમ

    • પી.આઇ શ્રી જે.એસ.પટેલ 
    • એ.એસ.આઇ શ્રી ગીતાબેન રબારી 
    • કોન્સ્ટેબલ શ્રી હિતેશ ડાભી 
    • કોન્સ્ટેબલ શ્રી અજયરાજસિંહ જાડેજા 
    • કોન્સ્ટેબલ શ્રી દ્રષ્ટીબેન રામાવત 
    • ટેકનિકલ ટીમ 
    • પી.એસ.આઇ શ્રી ડી.આર.પટેલ 
    • કોન્સ્ટેબલ શ્રી મૌલીક પટેલ

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    આ સમાચાર પણ વાંચો :  Narmada Water Gujarat Farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતકારી નિર્ણય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને આ પાક વાવેતર માટે ફાળવાશે નર્મદાનું પાણી..

  • School Girls Drinking Beer : શિક્ષણનું મંદિર કે બાર? શાળામાં બિયર પીતી જોવા મળી છોકરીઓ, જુઓ વાયરલ વિડિયો

    School Girls Drinking Beer : શિક્ષણનું મંદિર કે બાર? શાળામાં બિયર પીતી જોવા મળી છોકરીઓ, જુઓ વાયરલ વિડિયો

    News Continuous Bureau | Mumbai 

    School Girls Drinking Beer : સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. વીડિયોમાં શાળામાં ભણતી છોકરીઓ ( School Girls ) બિયર પીતી ( Drinking  Beer  ) જોવા મળી રહી છે. શિક્ષણ મંદિરમાં આવું થવું ખૂબ જ શરમજનક છે.

    જુઓ વિડિયો

    વીડિયોમાં સ્કૂલની છોકરીઓ હાથમાં બિયરની બોટલ ( Beer Bottel ) પકડેલી જોવા મળી રહી છે. તે એક પછી એક બિયર પીતી પણ જોવા મળે છે. વીડિયોની ( Video ) શરૂઆતમાં જોઈ શકાય છે કે એક છોકરી જમીન પર બેસીને બીયર પી રહી છે. આ પછી તે ઊભી થાય છે અને બીજી છોકરી તેની પાસેથી બોટલ છીનવી લે છે. નજીકમાં, અન્ય એક છોકરીએ પણ તેના હાથમાં બોટલ પકડેલી જોઈ શકાય છે.

    નાની ઉંમરે બાળકો આ રીતે પી રહ્યા છે બીયર

    વીડિયો પોસ્ટ કરતી વખતે કહેવામાં આવ્યું છે કે તેમાં બધું ખોટું થઈ રહ્યું છે. પહેલી વાત તો એ છે કે નાની ઉંમરે બાળકો આ રીતે ( Beer ) બીયર પીતા હોય છે. બીજી ખોટી વાત એ છે કે આ ઘટના શાળાની અંદર બની હતી. ત્રીજી સૌથી ખોટી વાત એ છે કે વિદ્યાર્થીઓનો બિયર પીતો વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. છોકરીઓએ સ્કૂલ યુનિફોર્મ પહેર્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Vande Bharat sleeper coach: વંદે ભારત ટ્રેનમાં આવો હશે સ્લીપર કોચ, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે શેર કર્યા ફોટોસ, જાણો ક્યારે મુસાફરી કરી શકશે મુસાફરો

    યુઝર્સે વ્યક્ત કરી ચિંતા

    કોમેન્ટ સેક્શનમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે તે દક્ષિણ ભારતનો છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે કહ્યું, ‘એવું લાગે છે કે તે તમિલનાડુની સરકારી સ્કૂલનો છે. દારૂની પહોંચ સાથે મહિલા સશક્તિકરણ માટે ઘણું બધું થઈ રહ્યું છે. અન્ય એક યુઝરે કહ્યું, ‘કોઈએ યુવાનોને બચાવવાની જરૂર છે.’ લોકો પોતાની કોમેન્ટમાં મહિલા આયોગને પણ ટેગ કરી રહ્યા છે. તેમજ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી.